________________
સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૯ રવિવાર. તા. ૧-૧૦-૦૨ |
જીવનમાં સેવાઇ ગયેલા પાપો બદલ આંખમાં આંસુ જોઇએ, પશ્ચાત્તાપ જોઇએ. ત્યારપછી ગુરુભગવંત પાસે પાપોની આલોચના (કથન) કરીને પ્રાયશ્ચિત્ત લેવાનું. ભવિષ્યમાં તે પાપો ફરી ન કરવાનું પચ્ચકખાણ લેવું. આમ પસ્તાવો - પ્રાયશ્ચિત્ત અને પચ્ચખાણ, આ ત્રિપુટી આપણા જીવનમાં આવવી જોઇએ. તે માત્ર ભૂલનો એકરાર ન ચાલે. તેની સાથે ફરી તે ભૂલ ન કરવાની તૈયારી પણ જોઇએ. તેને અકરણનિયમ કહેવાય. આવો અકરણનિયમ પરમાત્માના પ્રભાવે આવે.
જેમ દુષ્કૃતગહ કરવાની છે, પોતાના પાપો બદલ પશ્ચાત્તાપ કરીને અકરણનિયમની માંગણી પરમાત્મા પાસે કરવાની છે તેમ સુકૃતાનુમોદના અને ચાર શરણનો સ્વીકાર પણ કરવાનો છે. તેનાથી તથાભવ્યત્વનો પરિપાક થાય
સાઉવાળ ના કામ થતું નહિ પણ માન સરકારે અવળા સાબ
ચિરંતનાચાર્યે પંચસૂત્ર ગ્રંથની રચના કરી છે. તેની ઉપર પૂ. હરિભદ્રસૂરિજીની ટીકા છે. તેમાં આત્માના વિકાસની પ્રક્રિયા સરસ રીતે સમજાવી છે. તેમાં પાંચ સૂત્રો છે. પ્રથમ સૂત્રમાં તથાભવ્યત્વના પરિપાકના આ ત્રણ ઉપાયો જણાવ્યા છે. રોજ તેનો ત્રિકાળ પાઠ કરવો જોઇએ.
પંચસૂત્રમાં (૧) પ્રથમ સૂત્રનું નામ પાપ પ્રતિઘાત - ગુણબીજાધાન સૂત્ર છે. મોક્ષનો પ્રથમ ઉપાય ધર્મારાધના નહિ પણ પાપો સામે વળતા હુમલા કરવાનો છે. જેમ જેમ પાપો સામે વળતા હુમલા થાય, પાપોના સંસ્કારો નાબૂદ થાય તેમ તેમ ગુણોના બીજનું વાવેતર થાય. દોષનાશ અને ગુણપ્રાપ્તિ આપણી સાધના છે, તે કદી ન ભૂલવું.
(૨) બીજું સૂત્ર સાધુધર્મ પરિભાવના નામનું છે. તેમાં સંસારના બિહામણા સ્વરુપના વર્ણનપૂર્વક સાધુજીવન લેવાના ભાવો પેદા કરવાની વાત છે. (૩) પ્રવજ્યા ગ્રહણવિધિ (અપરોપતાપ) સૂત્ર છે. કોઇને ત્રાસ-પીડા ન થાય તે રીતે સંયમજીવન સ્વીકારવાનો પ્રયત્ન કરવાની વાત છે. માતા-પિતાની રજા ન મળતી હોય તો કેવી રીતે મેળવવી ? છેવટે મા-બાપને છોડવા પડે તો ય તરછોડવા તો નહિ વગેરે ઉપાયો તેમાં સારી રીતે બતાડ્યા છે.
(૪) પ્રવજ્યા પરિપાલન સૂત્રમાં સંયમ પાલન માટેની વાતો જણાવેલ છે અને (૫) પ્રવજ્યાફળ સૂત્રમાં દીક્ષાના પ્રભાવે પ્રાપ્ત થનારા મોક્ષરૂપી ફળનું વર્ણન કર્યું છે.આમ, આ પાંચ સૂત્રમાં મોક્ષ પ્રાપ્તિ સુધીનો આત્માનો વિકાસક્રમ
તત્વઝરણું
૧૩૨