________________
સમજાવ્યો છે.
સૌ પ્રથમ પાપો સામે વળતા હુમલા કરીને ગુણોનું બીજાધાન કરવાનું છે. તે માટેની પ્રક્રિયા પ્રથમ સૂત્રમાં જણાવી છે. તેમાં જણાવ્યું છે કે આ સંસાર દુઃખ રુપ છે. દુઃખ રૂપી ફળને આપનારો છે. દુઃખોની પરંપરા ચલાવનારો છે. આ સંસારનો નાશ શુદ્ધ ધર્મના સેવનથી થાય. તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ પાપકર્મોના નાશથી થાય. પાપકર્મોનો નાશ તથાભવ્યત્વના પરિપાકથી થાય. તથાભવ્યત્વનો પરિપાક કરવા રોજ દુકૃતગહ, સુકૃતાનુમોદના અને ચાર શરણ; એ રુપી ત્રણ ઉપાયો વારંવાર અજમાવવા જોઇએ.
મારા દાદાગુરુદેવ પૂ. પ્રેમસૂરીશ્વરજી મ. સાહેબે મોટી ઉંમરે આ પંચસૂત્ર ગોખ્યું હતું. રોજ ત્રિકાળ ત્રણ-ત્રણવાર તેનો પાઠ કરતા હતા. મારા ગુરુદેવની અર્થસહિત પંચસૂત્રની પુસ્તિકા રોજ ત્રણવાર - છેવટે રોજ એકવાર અવશ્ય વાંચવી જોઇએ.
કાંઇ ન ફાવે તો ખામેમિ', “મિચ્છામિ', ‘વંદામિ' આ ત્રણ પદોનો સતત જાપ કરવો. તેનો ભાવઃ સર્વ જીવોને ખમાવું છું (ખામેમિ સવ્ય જીવે), મારા પાપો નાશ પામો (મિચ્છા મિ દુક્કડમ) અને સર્વ ગુણવંતોને વંદના કરું છું. (વંદામિ જિણે ચઉવ્વીસ)
પંચસૂત્રમાં આગળ જણાવ્યું છે કે મારી દુષ્કતગહ સાચી થાઓ. મને અકરણનિચમની પ્રાપ્તિ થાઓ. વીતરાગ-સ્તોત્રમાં પણ, “ફરીથી ન થાય તે રીતે મારું પાપ નાશ પામો''તેવી ભગવાનને પ્રાર્થના કરાઇ છે. પાપનો પસ્તાવો કરીએ પણ ફરીથી પાપ કરવાનું બંધ ન થાય તો શો અર્થ?
પંચસૂત્ર, વીતરાગ સ્તોત્ર, સંથારા પોરિસીની કેટલીક ચૂંટેલી ગાથાઓ વગેરેનો રોજ ભાવવિભોર બનીને પાઠ કરવો જોઇએ. તેનાથી આત્મા ભાવિત બનશે.
માતા-પિતાના કુળની ખાનદાની જુદી છે અને આત્માની પોતાની ખાનદાની જુદી છે. કોણિકના પિતા શ્રેણિકની ખાનદાની માટે કાંઇ પૂછવાનું હોય? મહાવીરભગવાનના પરમભક્ત હતા. આવતી ચોવીસીના પહેલા ભગવાન બનવાના છે. છતાં દીકરો કોણિક કેવો પાયો? તેના આત્માની ખાનદાની કેવી? સગા બાપને જેલમાં પૂરીને રોજ ૧૦૦-૧૦૦ ઇંટરના ફટકા મરાવ્યા. મરીને શ્રી નરકે ગયો !
આપણે ખાનદાન કુળમાં જન્મ્યા છીએ પણ આપણો આત્મા ઊંચી ખાનદાનીવાળો ન બને તો ન ચાલે. આત્માની ખાનદાની, કવોલીટી ઊંચી લાવવા દુકૃતગહીદિ ત્રણ ઉપાયો રોજ વારંવાર કરવા જોઇએ.
તત્વઝરણું
- ૧૩૩