________________
સંવત ૨૦૫૯ કારતક સુદ ૫ શનિવાર. તા. ૯-૧૧-૦૨
આજે જ્ઞાનપંચમી છે. જ્ઞાન-જ્ઞાનીની આરાધનાનું આ પર્વ છે. જ્ઞાનજ્ઞાનીની આશાતનાથી અટકીએ તો જ્ઞાનાવરણીય કર્મ બંધાતા અટકે. જ્ઞાનજ્ઞાનીની આરાધના કરીએ તો જ્ઞાનાવરણીય કર્મ તૂટે. જ્ઞાનની પ્રાપ્તિ થાય. દર્શનાવરણીય કર્મનો સંબંધ પાંચ ઇન્દ્રિયો અને મન સાથે છે. વેદનીય કર્મનો ડીપાર્ટમેન્ટ સુખ-દુ:ખની સામગ્રીઓ દેવાનો છે. મોહનીય કર્મ દોષો પેદા કરે છે. આયુષ્ય કર્મ જુદા જુદા ભવોમાં જન્મ-મરણ કરાવે છે. ગોત્ર કર્મ ઉચ્ચ-નીચનો વ્યવહાર કરાવે છે. અંતરાય કર્મ ઘણું અટકાવે છે. શરીર સંબંધિત તમામ વાતોનો સંબંધ નામકર્મ સાથે છે.
આપણે હવે નામકર્મની વિચારણા કરવી છે. તેની સાથે સાથે ચૌદ રાજલોક વગેરે ઘણા ચિત્રપટોની પણ વિચારણા કરીશું.
કોઇની આંખ માંજરી, કોઇની ભૂરી, તો કોઇની કાળી કેમ? કોઇની ચામડી ગોરી, કોઇની કાળી, કોઇની પીળી તો કોઇની લાલ કેમ? પોપટ લીલો કેમ? તેની ચાંચ લાલ કેમ? હાથીના કાન સૂપડા જેવા કેમ? તો ગધેડાને કાન ઊંચા કેમ? હાથીની મલપંતી ચાલ, તો કાગડાની બેડોળ ચાલ કેમ? બધાને કોયલ ગમે પણ કાગડો કોઇને ન ગમે, તેનું શું કારણ ? વગેરે સવાલોના જવાબો નામકર્મ પાસે છે.
કોઈને ન ગામ, તેનું શું કારણ
નામકર્મના ૧૦૩ પેટાભેદો છે. તેના ચાર વિભાગ પડે છે. ૦૫ નામકર્મોના પહેલા વિભાગમાં ૨, ૩, ૪, ૫, ૬, ૮ વગેરે પ્રકૃતિઓના ૧૪ ગ્રુપ આવે છે. બીજા વિભાગમાં ૮ સીંગલ સીંગલ કર્મો આવે. ત્રીજા-ચોથા વિભાગમાં ૧૦-૧૦ કર્મો આવે. બધું મળીને ૭૫+૮+૧૦+૧૦ = ૧૦૩ કર્મો થાય.
પહેલો વિભાગ : ૧૪ ગ્રુપના ૭૫ કર્મો
(૧) ગતિ નામકર્મ : ચાર પ્રકારના આયુષ્ય કર્મો તો આત્માને તે તે ગતિમાં રાખે. જ્યાં સુધી આયુષ્યકર્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી આત્મા બીજી ગતિમાં જઇ ન શકે; પણ આત્માને તે તે ગતિમાં લઇ જવાનું કાર્ય ગતિનામ કર્મ કરે. ગતિ ચાર હોવાથી આ ગતિનામકર્મ પણ ચાર પ્રકારના છે. (૧) દેવ (૨) મનુષ્ય (૩) તિર્યંચ અને (૪) નરક
સ્કૂલમાં બતાડતા પૃથ્વીના ગોળા ઉપર આફ્રીકા-એશીયા-અમેરિકાઓસ્ટ્રેલીયા વગેરે ખંડો દેખાય છે, પણ દેવલોક કે નરકો તેમાં દેખાતી નથી, માટે દેવ-નરકગતિ નથી એવું ન મનાય. મનુષ્યો-તિર્યંચો તો આપણી નજર
તત્વઝરણું
195 ૨૩૬