________________
દુભવ ન થાય. વિશ્વના સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ પેદા થાય.
આવા કર્મોના ઉદયે હેરાન-પરેશાન થતાં જીવો પ્રત્યે ભાવ-કરુણા ઉભરાય. તેમનો તિરસ્કાર કરવાનું કદીય મન ન થાય. તેઓ કર્મમુક્ત બને છે તેવી ભાવના ભાવીએ. કર્મનાશના તેમના પુરુષાર્થમાં સહાયક બનીએ. જેઓ બેફામ બનીને નવા નવા કર્મો બાંધતા હોય, ધર્મ તરફ સૂગ ધરાવતા હોય તેવા લોકો પ્રત્યે પણ તિરસ્કાર કે દુભવ ન કરતાં માધ્યસ્થ ભાવને ધારણ કરીએ. જે આત્માઓ કર્મોને ખતમ કરવાનો પુરુષાર્થ કરતા હોય, દોષમુક્ત થવા તલસતા હોય, ધમરાધનામાં લીન બન્યા હોય, કર્મોનો જલદી નાશ. કરવાની તૈયારીમાં હોય તેવા ગુણીઓ પ્રત્યે ઈર્ષ્યા ન કરતાં પ્રમોદ ભાવ ધારણ કરીએ. વારંવાર તેમના ચરણોમાં વંદના કરીએ. તેમના ગુણોની અનુમોદના કરીએ.
- અનિત્ય વગેરે બાર ભાવનાની સાથે મૈત્રી વગેરે આ ચાર ભાવનાથી પણ ભાવિત બનીએ. આ સોળ ભાવનાની તાકાત કેવળજ્ઞાન અપાવવાની છે.
ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન'' પંક્તિ તો યાદ છે ને? કયારે આપણે બધા આવી ભાવનાઓથી ભાવિત બનીશું? | વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ. राजाका भण्डारीजैसा
| 0 |
अंतरायकर्म
તત્વઝરણું
|
૨૩૫