________________
કરાવીને જેને નરકમાં મોકલ્યો, તેના પ્રત્યેની ક્રૂરતા ન કહેવાય? કરુણાસાગર ભગવાન આવું કરે ખરા?
sula
ગઢ ૩ વળી ભગવાન્ તો સર્વશક્તિમાન છે ને? તો ખરાબ કામ કરતાં તેને ભગવાને રોકયો કેમ નહિ? શું ભગવાન શક્તિહીન છે? ભગવાન પણ જો કોઇના સારા કે ખરાબ કર્મોના આધારે સ્વર્ગ કે નરકમાં મોકલતા હોય તો સ્વર્ગ-નરકમાં મોકલનાર તરીકે કર્મોને જ માનોને? વચ્ચે ભગવાનને શું કરવા લાવો છો? વચ્ચે ભગવાનને લાવવાથી તો પૂર્વે જણાવ્યા પ્રમાણે તેને ક્રૂર, નિર્દય, પક્ષપાતી, શક્તિહીન વગેરે માનવો પડે છે, જે જરાય ઉચિત નથી. તેથી ભગવાને દુનિયા બનાવી છે તેવું ન મનાય.
માં
જો ભગવાને આત્માને પેદા કર્યો હોય તો તેઓ શુદ્ધ આત્માને પેદા કરે કે અશુદ્ધ આત્માને? કરુણાસાગર પ્રભુ તો શુદ્ધાત્મા જ પેદા કરેને? તો તેઓ બધા મોક્ષે જ પહોંચી જાય. સંસારમાં કોણ રહે? પણ સંસાર છે. તે બતાડે છે કે ભગવાને શુદ્ધ આત્માઓ પેદા ન કરતાં અશુદ્ધ આત્માઓ પેદા કર્યાં હશે ! કેમકે જો શુદ્ધ આત્માઓ પેદા કરીને તેમને મોક્ષે પહોંચાડ્યા પછી પણ તેઓ ફરી આ સંસારમાં આવતા હોય, જન્મ, જીવન, મરણ કરતાં હોય, દુઃખો ભોગવતા હોય તો મોક્ષમાં જવાની જરુર જ શી? તે માટે ધર્મ કરવાની, તપત્યાગ કરવાની કે સાધનાના કષ્ટો સહન કરવાની શી જરુર?
15/1 ( જો ભગવાને અશુદ્ધ આત્માઓ પેદા કર્યાં હોય તો ભગવાનને કરુણાસાગર નહિ મનાય. આવા કરુણાહીન ભગવાનને શી રીતે મનાય? વળી કોઇને ઓછા અશુદ્ધ અને કોઇને વધારે અશુદ્ધ, આવા જાતજાતના ભેદવાળા આત્માઓને પેદા કરનારા ભગવાનને કોઇના રાગી કે કોઇના દ્વેષી માનવા પડશે. પક્ષપાતી માનવા પડશે. તેના કરતાં ભગવાનને આત્મા કે દુનિયાના સર્જનહાર ન માનવા તે જ યુક્તિસંગત છે. આ બધી વિચારણાનો સાર એક જ છે કે આ દુનિયાને કે આત્માને ભગવાને બનાવેલ નથી, તે નક્કર હકીકત છે.
તો હવે સવાલ થાય કે, જો આત્માને કે આ દુનિયાને ભગવાને બનાવી નથી તો કોણે બનાવી છે? લોકોને સુખી-દુઃખી વગેરે કોણ કરે છે?નરક કે સ્વર્ગમાં કોણ મોકલે છે? તેનો જવાબ આપતા જૈનશાસન કહે છે કે, ‘સમગ્ર સૃષ્ટિનું સંચાલન, સુખી-દુ:ખી કરવાનું કે સ્વર્ગ-નરકમાં મોકલવાનું કાર્ય કર્મસત્તા વગેરે કરે છે,પણ આત્મા કે દુનિયાને તો કોઇએ ઉત્પન્ન કરેલ નથી.'
ડ ત્રણ અનાદિને બરોબર ઓળખી લો. આદિ-શરૂઆત. જેની કદીય શરુઆત થઇ ન હોય તે અનાદિ કહેવાય. (૧) આત્મા (૨) દુનિયા તથા - ૧૬
તત્વઝરણું