________________
સંસારમાં રહીને ગમે તેટલો ધર્મ થઇ શકતો હોય, તો ય પાપથી તો અટકી શકાતું નથી જ. તેથી જેની ઇચ્છા મોક્ષે જવાની હોય તેમણે જલદીથી સંસાર ત્યાગીને દીક્ષાજીવન સ્વીકારવું જોઇએ. જે મૃત્યુ પામીને અહીંથી નિગોદમાં ચાલ્યા ગયા, તો આપણી હાલત બગડી જશે. ત્યાં એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં ૧olી વાર જન્મ મરણ કરવાના. જન્મ-મરણની પીડા ભયંકર હોય છે. અસહ્ય હોય છે. જેટલા વધારે જન્મ-મરણ, તેટલી પીડા વધારે. તેથી નિગોદમાં ન જવું પડે તે માટેની જાગૃતિ આજથી જ કેળવવી જોઇએ, તે માટે નિગોદ રુપ કંદમૂળનો ત્યાગ કરવો જોઇએ.
આપણા એક શરીરમાં એક જ આત્મા હોય. અંદર કરમીયા હોય તો તેનો આત્મા તેના શરીરમાં હોય. કરમીયાનું શરીર આપણા શરીર કરતાં જુદું છે. તેનો આત્મા આપણા શરીરમાં નથી. જયારે નિગોદમાં તો એક જ શરીરમાં અનંતા આત્માઓએ સદા સાથે રહેવું પડે. કેટલો બધો ત્રાસ ! કેટલી પીડા ! એક નાના રૂમમાં હજારો માણસોને ભરો તો શું થાય ? - ઝાડના એક પાંદડામાં, એક ફળમાં એક જીવ હોય. કાચા પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો હોય. આ બધાને ઓવરટેક કરીને બટાટા વગેરે કંદમૂળના એક નાનાશા કણીયામાં પણ નિગોદના અસંખ્યાતા શરીરો અને તે દરેક શરીરમાં અનંતા-અનંતા જીવો હોય ! મોક્ષમાં જેટલા આત્માઓ પહોંચ્યા છે, તેને અનંતથી ગુણીએ તેટલા જીવો નિગોદના એક શરીરમાં હોય. આ બધાનો કચ્ચરઘાણ કંદમૂળ ખાવામાં કે લીલ વગેરે ઉપર ચાલવા વગેરેમાં થાય છે; આ બધું જાણીને તેની વિરાધનાઓથી અટકવું.
સાતમી નારક કરતાંય નિગોદનો ભવ ભયાનક છે;તેના દુઃખો ભયંકર છે. 0મી નરકમાંથી તો ૩૩ સાગરોપમે પણ બહાર નીકળાય; નિગોદમાંથી તો અનંતકાળે માંડ બહાર નીકળાય. અનંતકાળ સુધી માનવ ભવ, મુનિજીવન કે મોક્ષ વગેરે ન મળે! અરે, બેઇન્દ્રિયાદિથી માંડીને સ્વર્ગના સુખ સુધીનું કાંઇ પણ ન મળે !
આ કાળમાં અહીંથી ભલે બીજી તરફ સુધી જ જવાય; તેથી નીચેની નરકોમાં નહિ, છતાંય નિગોદમાં તો જવાય જ છે. જે નિગોદમાં પહોંચી ગયા તો આપણા બાર વાગી જશે.
અમે સામાયિક-પ્રતિક્રમણાદિ ધમરાધના કરીએ છીએ કે ઘણું જ્ઞાન મેળવ્યું છે માટે અમે તો નિગોદમાં નહિ જ જઇએ, તેવું ન માનવું. પ્રમાદ કરીશું તો હાલત બગડશે. અનંતકાળની અપેક્ષાએ, ચૌદ પૂર્વનું જ્ઞાન મેળવનારા અનંતા સાધુમહાત્માઓ પણ પછીથી પ્રમાદ કરીને નિગોદમાં ગયા છે, તેમ તત્વઝરણું
- ૨૬