________________
અધમ હોય તો (ધન) અર્થપુરુષાર્થ અધમાધમ છે. કામની ઇચ્છા આર્તધ્યાન છે. તિર્યંચગતિનું કારણ છે, જ્યારે ધનની લેગ્યા રોદ્રધ્યાન બનીને નરકગતિનું કારણ બને છે. કામવાસનાને પેદા કરનાર વેદ મોહનીય કર્મ નવમાં ગુણઠાણે નાશ પામે જ્યારે અર્થની વેશ્યાને પેદા કરનાર લોભ મોહનીયકર્મ દશમા ગુણઠાણે નાશ પામે. મુશ્કેલીથી ઘણા સમયે જે દૂર થાય તે ભયંકર કહેવાય. માટે આસક્િત છોડવા વધુ ઉધમ કરવો જરૂરી છે.
કામવાસના સેવનમાં સમય, શરીર, વ્યક્તિ, સમાજ, આબરુ વગેરેની મર્યાદા નડે. કયાંક અટકાય. કયારેક અટકાય. ધનની લેગ્યામાં કોઇ મર્યાદા ન નડે. અટકવું મુશ્કેલ છે. નીતિથી ધન કમાનારો મમ્મણશેઠ સાતમી નરકે ગયો તે વાત કદી ન ભૂલવી.
જ્યાં સુધી કોઇ પાપનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ ન કરીએ ત્યાં સુધી તેની અવિરતિ ગણાય. અવિરતિના દરવાજા વડે આત્મામાં કર્મો પ્રવેશ્યા કરે. બાધા લેવાથી પાપો અટકે છે. મન મક્કમ બને છે. થોડી ઢીલાસ હોય તો દૂર થઇ જાય છે. માટે શકયતઃ વધુ બાધાઓ લેવી જોઇએ.
| ‘બાધા તૂટી જાય તેના કરતાં ન લેવી સારી.” એવું ન બોલાય, ન વિચારાય. આ ઉત્સુત્રવચન છે. પ્રાયશ્ચિત્ત આવે. માથુ હોય તો દુઃખે, ન હોય તો ન દુઃખે, માટે માથુ કાપી ન દેવાય. બાધા હોય તો કયારેક તૂટે, ન હોય તો ન જ ટે. માટે બાધા લેવાનું બંધ ન કરાય. બાધા લેતાં પહેલા તે બાધા પાળવાની ભાવના, શક્તિ અને ઉલ્લાસ જોઇએ, છતાં ય કયારેક તૂટી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું, પણ બાધા તો લેવી જ. જે સંયોગોમાં બાધા પાળી શકાય તેમ ન હોય, તે સંયોગોને વિચારીને પહેલેથી છૂટ રાખીને પણ બાધા તો લેવી જ, પણ બાધા વિનાના તો ન જ રહેવાય.
ભગવાનનું મન તો કેટલું બધું મક્કમ હોય! તેમણે પણ બે હાથ જોડીને બાધાઓ લીધી હતી, તે વાત ન ભૂલવી. જો મન મક્કમ જ છે, તો બે હાથ જોડીને બાધા લેવામાં શું વાંધો છે? હાથ ન જોડવાની જીદ કરવાનું શું કારણ? - શું મનમાં ઊંડે ઊંડે પણ અમુક સંજોગોમાં તે પાપ કરવાની ઇચ્છા પડેલી નથી ને? આ જે ઇચ્છા છે, તે પાપ ન કરો તો ય તેનું પાપ બંધાવ્યા કરે છે. પાપની આ ઇચ્છાને દૂર કરવા બાધા લેવી જરૂરી છે. - આપણો સંસાર પાપ કરવાથી જેટલો નથી ચાલ્યો તેટલો પાપ ન કરવા છતાં પાપની અવિરતિ દૂર ન કરવાથી ચાલ્યો છે. હવે જે સંસારને સીમિતા કરવો હોય તો બધી અવિરતિ દૂર કરીને સંયમજીવન સ્વીકારવું. છેલ્લે જેટલી શકય હોય તેટલી અવિરતિ તો છોડવી જ. બાધાઓ લઇને જીવન સંયમિત
તત્વઝરણું