________________
સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૫ શુક્રવાર તા. ૨૦-૦૯-૦૨ જ
અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ; એ ચાર કષાયો સમ્યગ દર્શનને પેદા થવા દેતાં નથી. અનંતાનુબંધી એટલે તીવ્ર કક્ષાના કપાય. અનંતકાળ સુધી સંસારનું પરિભ્રમણ કરાવવાની તાકાત ધરાવતા હોવાથી તેઓ અનંતાનુબંધી કહેવાય. સામાન્યથી એમ કહેવાય કે જે ક્રોધ-વેર વગેરે એક વર્ષથી વધારે કાળ સુધી રહે તે અનંતાનુબંધી થાય, માટે સંવત્સરી પ્રતિક્રમણ પૂર્વે બધાની સાથે હાર્દિક ક્ષમાપના કરી લેવી.
| કષ એટલે સંસાર, આય એટલે લાભ. જેનાથી સંસારનો લાભ થાય, સંસારનું પરિભ્રમણ ઘણો કાળ ચાલ્યા કરે તે કષાય કહેવાય. ચારે કષાયમાં લોભ કષાય વધારે ખરાબ છે. તે બધા પાપોનો બાપ છે. બધા પાપોને ખેંચી લાવે છે. લોભ એટલે આસકિત. ખાવાની,ધનની, શરીરની, પોતાના વિચારોની, નામનાની વગેરે આસકિતઓ છોડી દેવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.
૧૧માં ગુણસ્થાનકે પહોંચનારો આત્મા વીતરાગ કહેવાય. તેમનું ત્યાંથી પતન કરાવવાની તાકાત આ લોભ = આસકિતમાં છે. વીતરાગપણાથી પતના પામેલો આત્મા ગબડતો ગબડતો કયારેક ઠેઠ પહેલા ગુણઠાણે મિથ્યાત્વી બનીને નિગોદ સુધીના ભવોમાં પહોંચી જાય છે.
- ૧૦મા ગુણઠાણે લોભને સંપૂર્ણ દૂર કરીને જેઓ બારમા ગુણઠાણે પહોંચીને વીતરાગ બને તેમનું કયારેય પતન ન થાય. તેઓ મોક્ષે જ જાય; કેમકે તેમણે આસકિત સહિત તમામ દોષોનો નાશ કરી દીધો છે. ( રાગ આગ જેવો છે. દ્વેષ તેના ધૂમાડા જેવો છે. આગ વિના ધૂમાડો ન હોય તેમ રાગ વિના દ્વેષ ન હોય. ક્રોધાદિ દ્વેષનું મૂળ પણ લોભાદિ રાગ છે, તે ન ભૂલવું. માટે લોભ = આસકિત દૂર કરવા વધુ પ્રયત્નશીલ બનવું. - ક્રોધ-માન-માયા નવમા ગુણઠાણે સંપૂર્ણ નાશ પામે, પણ લોભ તો દસમાં ગુણઠાણાના અંતે જ ખતમ થાય. જેને ખતમ કરવા માટે આટલી બધી સાધના કરવી પડે તે દોષ કેટલો બધો ભયંકર ગણાય? તેને ખતમ કરવા આપણે કેટલો બધો પુરુષાર્થ કરવો જોઇએ?
આઠમા-નવમા-દસમા ગુણઠાણા સુધી પહોંચેલાને પણ શિષ્યોની, શરીરની, વિચારોની આસકિત નડી શકે છે. માટે ધનની મમતા ઘટાડવાની સાથે શરીરની અને વિચારોની મમતા પણ છોડવી જરુરી છે. સુખશીલતા તથા વિચારોની પક્કડનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો.
કામવાસના કરતાં ય ધનની મમતા વધારે ભયાનક છે. કામપુરુષાર્થ તત્વઝરણું
૧૨૬.