________________
િશ્રાવકો વધુમાં વધુ માત્ર સવાલસાની જ દયા પાળી શકે. સાધુઓ પૂરેપૂરી વીસવસાની દયા પાળી શકે. સંસારમાં રહેનારાએ કેટલા બધા ક્રૂર, નિર્દય, નિષ્ફર બનવું પડે! ઈ. . પૂરેપૂરી દયા પાળવી એટલે વીસવસાની દયા પાળવી. તેના સોળમાં ભાગની દયા એટલે સવાવસાની દયા. જીવો બે પ્રકારના છે. (૧) પોતાની ઇચ્છા પ્રમાણે હાલી-ચાલી શકે તે ત્રસ અને (૨) પોતાની ઇચ્છા પ્રમાણે હાલી-ચાલી ન શકે તે સ્થાવર. બંનેના દસ-દસ વસા ગણીએ તો તમે હજુ ત્રસ જીવોની કાંઇક દયા પાળી શકો પણ પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ વગેરે સ્થાવર જીવોની દયા શી રીતે પાળી શકો? માટે તેના દસ વસા ગયા !
ત્રસ જીવોમાં પણ કદાચ નિરપરાધી જીવો પ્રત્યે દયા બતાવી શકો, પણ અપરાધી જીવો પ્રત્યે બતાડી શકો ? તેથી તેના પાંચ વસા કેન્સલ થયા. - નિરપરાધી જીવોની જાણી જોઇને હિંસા ન કરો પણ અજાણતા થતી હિંસાને શી રીતે રોકી શકો? તેથી પાંચના અડધા અઢીવસા ઓછા થયા. અઢી વસાની દયા રહી.
નિરપરાધી જીવોને જાણી જોઇને ભલે ક્રૂરતાપૂર્વક ન મારો, મારવાની બુદ્ધિથી ન મારો પણ સાપેક્ષપણે તો તેની હિંસા શી રીતે છોડી શકો? માટે તેનો સવાવસો ઓછો થતાં, બાકીની સવાવસાની દયા પાળી શકો.
આમ, તમે હિંસાનો ત્યાગ કરવા માટે વધુમાં વધુ એવો નિયમ લઇ શકો કે, નિરપરાધી ત્રસ જીવોની જાણી જોઇને, મારવાની બુદ્ધિથી (નિરપેક્ષપણે) હિંસા કરીશ નહિ કે કરાવીશ નહિ. આ નિયમને શ્રાવકનું પ્રથમ સ્કૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહેવાય છે. * નિયમ લેવાનો પુરુષાર્થ કરવાનો. હિંસા, જૂઠ, ચોરી,મૈથુન અને પરિગ્રહ, આ પાંચ અવતો છે. તેનો પ્રતિજ્ઞાપૂર્વક સંપૂર્ણ ત્યાગ કરવો તે પાંચ મહાવ્રતવાળું સર્વવિરતિજીવન કહેવાય. આ પાંચેનો આંશિક ત્યાગ કરવા રુપ શ્રાવકનું બાર વ્રતનું દેશવિરતિજીવન કહેવાય. સાધુને સર્વથા પ્રાણાતિપાત વિરમણ મહાવત હોય જ્યારે શ્રાવકને સ્કૂલ, પ્રાણાતિપાત વિરમણ વ્રત હોય. વિરમણ એટલે અટકવું. હવે કયાંક તો અટકવાનો પુરુષાર્થ કરીએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
ડા
Eી
.
તત્વઝરણું
| ૧૨૫