________________
આસક્તિ છે; પણ તે કરાવનાર ભોજન, સ્ત્રી, પૈસો વગેરે પણ ખરાબ અને તેને રાખનાર સંસાર પણ ખરાબ છે. તેમાં ન રહેવાય. પણ
ક્રોધ, કામવાસના, આસતિ વગેરે દોષો ભયાનક છે. સંસારમાં રહેવાથી તેના સંસ્કારો જાગ્રત થાય છે. વધુને વધુ મજબૂત થાય છે. માટે સંસાર છોડવાનો છે. દોષનાશની સાધના માટે સંયમનું વાતાવરણ અનુકૂળ છે. માટે સંયમજીવનનો સ્વીકાર કરવો જરૂરી છે. - પાંચ પ્રકારના મિથ્યાત્વ જાય, સમ્યગદર્શન આવે એટલે પહેલું દ્વાર બંધ થાય. હજુ અવિરતિ, કષાય, અને ચોગ, ત્રણ દરવાજા કર્મોને પ્રવેશવા માટે ખુલ્લા છે. તેમાંના અવિરતિના દરવાજાને થોડો ઘણો બંધ કરાય તો દેશવિરતિ અને સંપૂર્ણ બંધ કરાય તો સર્વવિરતિ જીવનની પ્રાપ્તિ થાય.
વિરતિ એટલે વિરામ, અટકવું–સર્વ પાપોથી અટકવું તે સર્વવિરતિ = સાધુજીવન. થોડા પાપોથી અટકવું તે દેશવિરતિ = શ્રાવક જીવન..
- અવિરતિ બાર પ્રકારની છે. (૧)પૃથ્વીકાય, (૨) અપકાય, (૩)તેઉકાય, (૪)વાયુકાય, (૫)વનસ્પતિકાય અને (૬)ત્રસકાય, એ છકાચની હિંસાથી ન અટકવું તે છ પ્રકારની અવિરતિ તથા પાંચ ઇન્દ્રિય અને મનની અવિરતિ મળીને કુલ બાર પ્રકારની અવિરતિ છે.
જે દીક્ષા ન લો અને સંસારમાં રહો તો આ બારમાંથી કેટલી અવિરતિને છોડી શકો ? ત્રસકાચની અવિરતિને પણ પૂરેપૂરી ન અટકાવી શકો. કદાચ આંશિક અટકાવી શકો, પણ તે સિવાયની બાકીની ૧૧ પ્રકારની અવિરતિને તો ન અટકાવી શકો.
ગૃહસ્થ જીવનમાં તમે જે વ્રત – પચ્ચકખાણો – નિયમો - સામાજિક વગેરે કરો છો. તેમાં જે તે પાપ ન કરવાની, બીજા પાસે ન કરાવવાની પ્રતિજ્ઞા હોય છે પણ તે પાપોની અનુમોદના તો ચાલુ જ હોય છે. તેથી તમારે (૧)મન, (૨)વચન અને (૩)કાયાથી, (૧)કરવું નહિ અને (૨)કરાવવું નહિ એ રીતે ૩x ૨૩૬ કોટિનું પચ્ચક્ખાણ હોય છે જ્યારે સાધુઓ તો પાપોની અનુમોદનાથી પણ અટકે છે માટે તેમને ૩*૩=નવ કોટિનું પચ્ચકખાણ હોય છે.
સામાયિકમાં જેમ લાઇટ કરાય નહિ. તેમ બીજા પાસે કરાવાય પણ નહિ. પાણી ભરાય નહિ તેમ બીજા પાસે ભરાવાય પણ નહિ. પાપ જાતે ન કરવાની સાથે બીજા પાસે ન કરાવવાનો પણ તેમાં નિયમ છે, તે ન ભૂલવું. અનુમોદનાનું પાપ તો સામાયિકમાં પણ ચાલુ રહે છે. જો બધા પાપોથી અટકવું હોય તો દીક્ષાજીવન જ સ્વીકારવું જોઇએ. તે વિના ઉદ્ધાર નથી.
તત્વઝરણું
૧૪