________________
સંવત ૨૦૫૮ ભાદરવા વદ : ૪(૨) ગુરુવાર, તા. ૨૬-૯-૦૨
કર્મોને પ્રવેશવાના ચાર દરવાજા છે. (૧)મિથ્યાત્વ (૨) અવિરતિ (૩)કષાય અને (૪)યોગ. પ્રકૃતિ અને પ્રદેશમાં મહત્ત્વનું કારણ મન-વચન અને કાયાના ચોગો છે જ્યારે સ્થિતિ અને રસ (પાવર) નક્કી થવામાં મુખ્ય કારણ કષાય છે. તીવ્ર-મંદ વેશ્યા છે.
બહારથી એક સરખી પ્રવૃત્તિ થતી દેખાતી હોય છતાંય જો ભાવમાં, સંકલેશ-વિશુદ્ધિમાં, કષાયમાં, અંદરના પરિણામોમાં તફાવત હોય તો બંધાતા કર્મોનો (રસ) પાવર જુદો જુદો નક્કી થાય.
જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી જૈનશાસનમાં પ્રવેશ ન ગણાય. સમ્યગદર્શન પામ્યા પછી જ જૈનશાસનમાં પ્રવેશ મળે. આવું કિંમતી સમ્યગદર્શન પણ આસક્િત વગેરેના કારણે ગુમાવી દેવાય છે.
પરમાત્મા મહાવીરદેવે મરિચિના ભવમાં શરીર પ્રત્યેની આસકિતના કારણે ચારિત્રજીવન ગુમાવ્યું તો શિષ્યની આસક્િતના કારણે ઉત્સુત્રવચન બોલીને સમ્યગદર્શન ગુમાવ્યું. મિથ્યાત્વી બન્યા. આસક્િત ખૂબ ભયાનકદોષ છે.
ઉસૂત્રવચન મોટું પાપ છે. સસૂત્રપ્રરૂપણા મોટો ધર્મ છે. પરમાત્માના વચન વિરુદ્ધ કાંઇપણ બોલાઇ ન જાય, વિચારાઇ ન જાય તેની પળે પળે સાવધાની રાખવી જરૂરી છે.
કેટલાક બોલે છે કે આ કાળમાં સાચા સાધુ નથી. દીક્ષા લેવાની કોઇ જરૂર નથી. શ્રાવકજીવન જ પળાય. તેમની તે વાતો શું ભગવાનના વચના વિરુદ્ધ ન ગણાય ? પરમાત્માએ કહ્યું છે કે જેનશાસન ૨૧૦૦૦ વર્ષ સુધી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રુપ ચતુર્વિધ સંઘ વડે ચાલવાનું છે. હજુ તો ૨૫૩૦ વર્ષ થયા છે. તેથી અત્યારે પણ જૈનશાસન છે, અને તેને ચલાવનારા સાચા સાધુ-સાધ્વી વગેરે પણ છે જ.
ભગવાનના વચનનું પાલન ઓછું-વધારે હોય તે બને, પણ પ્રરુપણામાં ફશ્ક ન ચાલે. પરિસ્થિતિને વશ રાત્રિભોજન કરવું પડે તે જુદી વાત પણ “જમાનો બદલાયો છે, ધંધેથી મોડા અવાય છે, રાત્રે ફૂલડલાઇટમાં બધું દેખાય છે. માટે હવે રાત્રે ખાવામાં વાંધો નહિ'' તેવી રજૂઆત તો ન કરાય. - ખરાબ તો સાપનું ઝેર છે. તે મારે, સાપ નહિ. છતાં સાપથી કેમ ડરો ? તે ઝેર રાખે છે માટે. સાપના દરમાં હાથ નાંખો ? ના. કેમ ? તે સાપને રાખે છે માટે. માત્ર સાપનું ઝેર જ ખરાબ હોવા છતાં તેને રાખનાર સાપ અને સાપને રાખનાર દર ખરાબ જ કહેવાય, કોઇ તેની પાસે ન જાય. તેમ ખરાબ તો
તત્વઝરણું
૧૨૩