________________
ચાલ્યો જાય સભા એક ક્ષણ માટે જ કરવાના કારણે
મિથ્યાત્વ આવે. ક્ષાયોપથમિક સમકિત ઘણીવાર આવે અને જાય. ભગવાનની સામે તેજલેશ્યા છોડનારો ગોશાળો પછીથી તીવ્ર પશ્ચાત્તાપ કરવાના કારણે સમકિત પામ્યો હતો. જો કોઇ આત્મા એક ક્ષણ માટે પણ સમકિતની સ્પર્શના કરીને મિથ્યાત્વે ચાલ્યો જાય તો પણ તે દેશોના અર્ધપુદગલ પરાવર્તકાળથી વધારે તો સંસારમાં ન જ રખડે. તે પૂર્વે જ તેનો મોક્ષ થઇ જાય. આટલો બધો કાળ પણ ભગવાનની ભયાનક આશાતના વગેરેનું પાપ કરનારા ગોશાળા વગેરેને થાય. બાકી તો બહુ જલદી મોક્ષે પહોંચી જવાય. આત્મા પહેલીવાર સમકિત પામે ત્યારથી તેમના ભવની ગણત્રી શરુ થાય. ક્ષાયિક સમકિત આવ્યા પછી કદી ય પાછું ન જાય. બાકીના સમકિત આવે અને જાય.
મહાવીર ભગવાને નયસારના ભવમાં ગોચરી વહોરાવીને સમકિત મેળવ્યું. તે ત્રીજા મરિચિના ભવમાં શિષ્યની આસક્તિના કારણે ગુમાવ્યું. પછી ઠેઠ સોળમા વિશ્વભૂતિના ભવમાં મેળવ્યું. પાછું ગુમાવવાનું–મેળવવાનું ચાલુ રહ્યું.
રાચી માચીને તીવ્ર ભાવથી પાપો કરીએ તો સમકિત કેવી રીતે ટકે? પાપ કરીએ જ નહિ, કરવું જ પડે તો રડતા રડતા કરીએ તો સમકિત ટકે. સમકિતની હાજરીમાં મનુષ્ય કે તિર્યંચ આવતાભવનું દેવનું આયુષ્ય બાંધે અને દેવ કે નારક મનુષ્યનું આયુષ્ય બાંધે.
અપુનર્જધક અવસ્થાને પામેલો આત્મા ૭૦ કોડાકોડી સાગરોપમનું મોહનીયકર્મ એકપણ વાર ન બાંધે. આ અપુનબંધક આત્મા (૧) તીવ્ર ભાવે પાપ ન કરે. (૨)સર્વત્ર ઔચિત્યનું પાલન કરે અને (૩)સંસારને ઘણો સારો ન માને. સંસારનું બહુમાન ન કરે. તે ભવાભિનંદી ન હોય.
અચરમાવર્તકાળમાં આત્મા ભવાભિનંદી હોય. સંસાર પ્રત્યે તેને તીવ્ર રાગ હોય. પણ ચરમાવર્તકાળમાં પ્રવેશ થયો હોવાથી હવે તે ભવાભિનંદી ન હોય.
(૫) અનાભોગિક મિથ્યાત્વઃઅનાભોગ એટલે અજ્ઞાનતા, અનુપયોગદશા, સમજણનો અભાવ. સાચી સમજણ ન હોવાના કારણે જે મિથ્યાત્વ હોય તે અનાભોગિક મિથ્યાત્વ કહેવાય. કીડી-મંકોડા,પશુ-પંખી વગેરેને તથા કેટલાક અજ્ઞાની માનવ વગેરેને આ મિથ્યાત્વ હોય છે. | સમ્યગદર્શન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ મિથ્યાત્વ નામનું બાકોરું ખુલ્લું રહે છે. તેના દ્વારા કર્મો આત્મામાં પ્રવેશે છે. સમ્યગદર્શન આવ્યા પછી મિથ્યાત્વનું બાકોરું બંધ થવા છતાંય અવિરતિ વગેરે ત્રણ બાકોરા ખુલ્લા છે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ
તત્વઝરણું
૧૨