________________
બનાવવું. ગણધર ભગવંતોએ ગૂંથેલા તસ્સ-ઉત્તરી, વેચાવચ્ચગરાણ, અરિહંત ચેઇઆણ વગેરે સૂત્રોમાં પણ કામિ કાઉસગ્ગ પદો વડે કાયોત્સર્ગની બાધા સૂચવાઇ છે. તે ન તૂટે તે માટે તરત બોલાતા અન્નત્થ સૂત્રમાં જરૂરી ૧૬ છૂટ રખાઇ છે. આપણે પણ જરૂરી છૂટ રાખીને ય બાધાઓ લેવી જોઇએ.
આત્મિક દષ્ટિએ જે ઊંઘે છે, તે મિથ્યાત્વી છે. જે જાગ્યો છે, તે સમકિતી છે. જાગ્યા પછી પાપોથી જે સંપૂર્ણપણે ભાગી છૂટયો છે, તે સર્વવિરતિધર સાધુ છે; પણ સંપૂર્ણ ભાગી છૂટવાની ઇચ્છા છતાં થોડો ઘણો જે ભાગ્યો છે તે દેશવિરતિધર શ્રાવક છે. લાગેલી આગ જાગીને જોયા પછી ન લાગે તે કેવો ગણાય? સમકિત પામીને, સળગેલો સંસાર જાણ્યા છતાંય સંસારથી ન ભાગો, દીક્ષાજીવન ન સ્વીકારો તો કેમ ચાલે?
હા ! જાગીને, લાગેલી આગ જોવા છતાંય પગમાં બેડી હોય તો ભાગી ના શકે. તેમ સળગેલા સંસારને જાણનારા જે સમકિતીને ચારિત્ર મોહનીય કર્મનો નિકાચિત ઉદય હોય તે દીક્ષા ન લઇ શકે; પણ તે વખતે સમકિતી રડતો હોય. ie જંબૂસ્વામીને પૂર્વભવમાં ચારિત્ર મોહનીય કર્મનો નિકાચિત ઉદય હતો, તેથી તેમણે બાર વર્ષ સુધી છ8ના પારણે છ8નો પુરુષાર્થ કર્યો, તો ય સંયમજીવન ન મળ્યું. સંયમજીવન મેળવવા માટે કોઇપણ પ્રકારનો પુરુષાર્થ ન કરનારો શી રીતે કહી શકે કે મને નિકાચિત ચારિત્ર મોહનીસકર્મનો ઉદય છે !
સામાન્યથી એક લાખે એકાદ કર્મ નિકાચિત હોય એમ કહેવાય, બાકી તો બધા કર્મો અનિકાચિત હોય છે. પુરુષાર્થ કરવાથી તે કર્મો દૂર કરી શકાય. શું આપણે પુરુષાર્થ કર્યો ખરો? જો ના, તો હજુ બગડ્યું નથી. હવે તે માટે પુરુષાર્થ શરુ કરીએ.
દેવો અને નારકોને નિકાચિત ચારિત્ર મોહનીસકર્મનો ઉદય હોય છે. તેથી તેઓ સંયમ ન લઇ શકે ! અરે ! નાનું વ્રત-પચ્ચકખાણ પણ ન કરી શકે.
જ્યારે માનવને ચારિત્ર મોહનીયનો પ્રાયઃ અનિકાચિત ઉદય હોવાથી જો આપણે સમ્યક્ પુરુષાર્થ કરીએ તો ચોક્કસ વ્રત, નિયમ, પચ્ચકખાણ લેવા સહિત સંયમ જીવનના સ્વીકાર સુધી પણ કદાચ પહોંચી શકીએ. કયારે કરીશું તે પુરુષાર્થ?
સંસારની વાતો કર્મો ઉપર છોડી દેવી પણ ધર્મના કાર્યમાં પુરુષાર્થને મહત્ત્વ આપવું. તેમ કરવાથી મોક્ષ તરફ આગેકૂચ થશે. પણ આનાથી વિપરીત ન કરવું.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દફકડમ. તત્વઝરણું
૧૨૮