________________
કે હવે ફરી તેવી ભૂલ ન કરવાની તૈયારી હોય.
Hope felsusme
ઉદાયીરાજાનું ખૂન કરવા તેણે દીક્ષા લીધી. ગુરુનો એવો વિનય કર્યો કે તેનું વિનયરત્ન નામ પડ્યું. રોજ બે વાર ઓઘાનું પડિલેહણ ૫૦૦ સાધુ વચ્ચે કરે છતાંય તેમાં છૂપાવેલી છરી કોઇને ન દેખાય તેની જોરદાર કાળજી લે. ૧૨૧૨ વર્ષ સુધી ગંધ ન આવવા દીધી. ગુરુનો વિશ્વાસપાત્ર બન્યો. પૌષધ કરાવવા ગુરુ તેને સાથે લઇ ગયા. અડધી રાતે, તેણે છરીથી ઉદાયીરાજાની ધોરીનસ કાપી દીધી. કેવી નિષ્ઠુરતા ! HIPS
નિષ્ઠુરતા જેવું કોઇ પાપ નથી. વંદિત્તાસૂત્રની ‘સમ્મદીઠી જીવો... ગાથામાં આવે છે કે,“સમકિતી જીવ જો કાંઇપણ પાપ કરે તો પણ તેનો ઘણો ઓછો કર્મબંધ થાય કારણકે તે આત્મા નિર્ધ્વસપણે(નિષ્ઠુરતાથી) પાપ કરતો નથી.'’ સમકિતી ખાય,પીએ,ધંધો કરે,સંસારમાં રહે, પણ કયાંય નિષ્ઠુર ન બને. બધે તેના પરિણામો કોમળ હોય. તે ગમે તેવી હિંસા ન કરે. નિષ્કારણ ગમે તેવું જૂઠ ન બોલે. લાઇટ-પાણી-પંખા વગેરેનો બેફામ ઉપયોગ ન કરે. સતત બીજા જીવોનો વિચાર કરતો રહે. પાપથી ડરતો રહે.
પ્રવચનો સાંભળવા વાંચવા દ્વારા આત્માને કોમળ બનાવવાનો છે. નિર્ધ્વસ (કઠોર)પરિણામો દૂર કરવાના છે. ડગલે ને પગલે સતત બીજાનો વિચાર કરવાનો છે.
ખૂન કરીને વિનયરત્ન ભાગી ગયો. લોહી અડતાં આચાર્ય જાગ્યા, વાત સમજાઇ ગઇ. દીર્ઘદૃષ્ટા હતા. વિચારવા લાગ્યા, સવારે ખબર પડતા, લોકો જૈનસાધુની, જૈન ધર્મની નિંદા કરશે. ના, શાસનહીલના તો ન જ થવા દેવાય. જૈન-શાસનની હીલના જેવું કોઇ પાપ નથી. જૈનશાસનની પ્રભાવના જેવો કોઇ ધર્મ નથી. જેઓ જૈનશાસનની નિંદા કરશે તેઓ નવા ભવમાં જૈનધર્મ નહિ પામે. તો શું કરવું?''
તેમણે તરત જ તે છરી પોતાની નસ ઉપર ફેરવી દીધી. જૈન શાસનની હીલના અટકાવવા પોતાના પ્રાણોની આહૂતિ આપી દીધી. ‘‘પહેલાં લોકો એમ બોલતા કે બધા જૈનસાધુઓ ખરાબ, જોયું ને? સાધુએ રાજાને મારી નાંખ્યા.'' પણ હવે લોકો બોલ્યા કે, આ વિનયરત્ન ખરાબ નીકળ્યો, તેણે રાજાને તો માર્યાં પણ સાથે પોતાના ગુરુને ય છોડ્યા નહિ.'' આમ, તમામ સાધુઓની કે જૈનધર્મની નિંદા અટકી ગઇ. આ વિનયરત્ન અભવ્ય હતો.
અજૈનોના હૃદયમાં જૈન ધર્મ પ્રત્યે બહુમાન વધે તેવું કાર્ય કરીએ તો તે શાસનપ્રભાવના કહેવાય. તેનાથી તેમને આવતા ભવે જૈનકૂળમાં જન્મ મળે. છઠ્ઠા અભવ્ય તરીકે અંગારમર્દક આચાર્યનું નામ સંભળાય છે. સ્થાનિક તત્વઝરણું
૫૦