________________
'સંવત ૨૦૫૮ શ્રાવણસદ : ૬ બુધવાર, તા. ૧૪-૮-૦૨
બધા આત્માઓ સૌ પહેલાં અવ્યવહારરાશીમાં હતા. તેમાંથી જે આત્મા બહાર નીકળે તે ભવ્ય પણ હોય અને અભવ્ય પણ હોય. જેનું હૃદય કોમળ હોય, સંવેદનશીલ હોય તે ભવ્ય હોઇ શકે. ભવ્યનું લક્ષણ કોમળતા તો અભવ્યનું લક્ષણ નિષ્ફરતા છે.
વિનયરન અને અંગારમર્દક સાધુ બન્યા, છતાં અભવ્ય હતા. અભવ્ય આત્માઓ પણ ખાનપાન અને માનપાન માટે, સ્વર્ગના સુખો મેળવવા માટે દીક્ષા લે તેવું બને. નવકાર ગણે તેવું પણ બને. પરંતુ આ અભવ્ય આત્માઓ શત્રુંજયની સ્પર્શના કદીપણ ન કરી શકે. આ અપેક્ષાએ નવકાર કરતાં શત્રુંજયનો પ્રભાવ વધારે ગણાય.
આત્મામાં જામેલું ૦૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું મોહનીયકર્મ પણ ઘટીને અંતઃ કોડાકોડી સાગરોપમ થાય ત્યારે જ નવકારનો ‘ના’ કે કરેમિભંતેનો ‘ક’ વાંચવા-લખવા-સાંભળવા કે બોલવા મળી શકે. તે વખતે નવું મોહનીયકર્મ પણ અંતઃ કોડાકોડી સાગરોપમથી વધારે ન બંધાય.
મુખ્ય અને પ્રથમમાં ફરક છે. નવકાર પ્રથમ છે, પણ કરેમિભંતે મુખ્ય છે. રોગ નિવારવા, આંતરડા સાફ કરવા પહેલાં મગનું પાણી આપવું પડે પણ મુખ્ય તો તેને પછીથી દૂધ આપવું તે છે. અમદાવાદ જવું મુખ્ય હોવા છતાં ય પ્રથમ તો સ્ટેશને જવું તે છે, પણ જે સ્ટેશને ગયા પછી અમદાવાદ ન જાય તે કેવો કહેવાય? નવકાર ગણીને અટકી જઇએ અને કરેમિભંતે સુધી ન પહોંચીએ તો કેમ ચાલે? કરેમિભંતે સુધી પહોંચવું એટલે સર્વવિરતિજીવન = દીક્ષા સ્વીકારવી. મરવાના દિવસ સુધી નવકાર જ ગણ્યા કરીએ અને દીક્ષા ન લઇએ કે સામાયિક પણ ન કરીએ તો ન ચાલે. સમગ્ર દ્વાદશાંગીનો સાર કરેમિભંતે સૂત્ર છે, તે ન ભૂલવું.
“જે ઉદાયી રાજાનું ખૂન કરે તેને અડધું રાજપાટ મળશે.” તેવી જાહેરાત સાંભળીને એક અભવ્ય આત્મા તૈયાર થયો. તેણે તપાસ કરી કે, “ઉદાયી એકલો કયાં મળે?'' પર્વતિથિએ પૌષધ કરે ત્યારે તે એકલો હોય. ગુરુમહારાજ ને પૌષધશાળામાં લઇ જાય, તેવા સમાચાર જાણ્યા. બોલો! મોટા રાજકારભારવાળા ઉદાયીને પૌષધનો સમય મળે અને તમને ન મળે?
ચૌદશે પ્રતિક્રમણમાં ‘પર્વતિથિએ પૌષધ કર્યો નહિ' તેના અતિચારનું મિચ્છામિ દુક્કડં માંગો છો, તે સાચું ત્યારે બને કે જ્યારે અનુકૂળતા મળે ત્યારે પૌષધ કર્યા વિના ન રહો. કોઇપણ ભૂલનો કરેલો એકરાર સાચો ત્યારે ગણાય તત્વઝરણું
i ૪૯