________________
સાગરોપમ આયુષ્ય એટલે કેટલું બધું ? તે સમજાઈ ગયું ને!
આવા દસ ક્રોડ સાગરોપમને એક કરોડ સાગરોપમ સાથે ગુણતાં દસકોડાકોડી સાગરોપમ થાય તેને અવસર્પિણીકાળ કે ઉત્સર્પિણીકાળ કહેવાય. તે દરેકમાં ૨૪-૨૪ ભગવાન થાય. ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી ભેગી થાય તેને એક કાળચક્ર કહેવાય.
મોક્ષ જ ગમે, સંસાર ન જ ગમે તેવી સ્થિતિ સમકિતીની હોય. સમકિત આવ્યા પછી પાછું જાય પણ ખરું. ફરી પાછું આવે. આ રીતે સમકિતનું આવન
જાવન ઘણીવાર ચાલે, પણ ક્ષાયિક સમકિત આવ્યા પછી કદી ય પાછું ન જાય. તે કાયમ માટે ટકે. તે શુદ્ધ સમકિત છે, તેની હાજરીમાં કયારે પણ ભગવાનના કોઇ પણ વચનમાં થોડી પણ શંકા ન થાય.
આ ક્ષાયિક સમકિત કેવળજ્ઞાનીના કાળમાં નવું પામી શકાય. જે ક્ષાયિક સમકિત પામે તે મરુદેવા માતા વગેરેની જેમ તે જ ભવમાં અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી શકે, તેવો તેનો અચિન્ત્ય પ્રભાવ છે; પણ જો તે પહેલાં આવતા ભવનું આયુષ્ય બંધાઇ ગયું હોય તો તે પ્રમાણે ચારે ગતિમાં જાય; પણ તો ય તે આત્માના ત્રણ-ચાર કે પાંચ ભવો થાય, પણ તેથી વધારે નહિ.
જે દેવના ભવમાં જાય તે ત્યાંથી મોક્ષ થતો ન હોવાથી પછીના ભવે માનવ બનીને દીક્ષા લઇ મોક્ષે જાય, માટે ત્રણ ભવ થયા. જે મનુષ્ય કે તિર્યંચમાં જાય તે યુગલિક જ બને. યુગલિક મોક્ષે ન જાય પણ મરીને દેવ જ બને. ત્યારપછી માનવ બનીને મોક્ષે જવાય. માટે માનવ-યુગલિક-દેવ અને માનવભવ મળીને ચાર ભવ થયા, પણ જે ક્ષાયિક સમકિત પામીને બીજા ભવે દેવ થઇ ત્રીજા ભવે માનવ બન્યો, પણ તે કાળમાં મોક્ષમાર્ગ બંધ હોય તો ચોથો ભવ દેવનો કરીને પાંચમો માનવભવ મેળવી દીક્ષા લઇ મોક્ષે જાય ત્યારે પાંચ ભવ થાય. પાંચમા આરાના અંતે જે દુપ્પસહસૂરિજી થવાના છે, તે તેમનો ક્ષાયિક સમકિતી તરીકેનો ત્રીજો ભવ થશે, પછી દેવ થઇને પાંચમાં ભવે મોક્ષે જશે. ()
શ્રીકૃષ્ણ મહારાજાએ ૧૮૦૦૦ સાધુઓને ભાવપૂર્વક વંદના કરવાનો પુરુષાર્થ આદર્યો તો તેના પ્રભાવે તેઓ ક્ષાયિક સમકિત પામ્યા. ચાર નરક તૂટી ગઇ. આવતી ચોવીસીમાં તીર્થંકર બનવાનું નક્કી થયું.
આપણે પણ ચરમાવર્તકાળમાં આવ્યા છીએ તો હવે પુરુષાર્થ આદરવાનો. તે પુરુષાર્થ સદ્ગતિ માટે જ નહિ, સિદ્ધિગતિ (મોક્ષ) માટે આદરવાનો. મારે હવે સિદ્ધિગતિ જ જોઇએ.
સામાન્ય રીતે દેવ - મનુષ્યગતિ સદ્ગતિ અને નરક – તિર્યંચગતિ દુગતિ તત્વઝરણું
૧૦૪