________________
સંવત ૨૦૫૮ ભાદરવા સુદ : ૧૧ મંગળવાર, તા. ૧૦-૯-૦૨
લોખંડની કરયને લોહચુંબક જ ખેંચે પણ લાકડું ન ખેંચે તેનું શું કારણ? લોહચુંબક લોખંડની કરીને જ ખેંચે પણ કાગળને ન ખેંચે તેનું શું કારણ? આ બંને સવાલોનો જવાબ આપતા કહેવું જ પડે કે લોખંડની કરીને ખેંચવાની યોગ્યતા લોહચુંબકમાં જ છે, પણ લાકડામાં નહિ, માટે લોહચુંબક ખેંચે, લાકડું નહિ. ખેંચાવાની યોગ્યતા લોખંડની કરચોમાં જ છે, કાગળમાં નહિ માટે લોખંડની કરચ ખેંચાય પણ કાગળ નહિ.
બસ, તે જ રીતે કર્મોને ખેંચીને ચોટાડવાની યોગ્યતા સંસારી આત્મામાં છે અને ખેંચાઇને ચોદવાની યોગ્યતા કર્મોની રજકણોમાં છે માટે સંસારી આત્માને કર્મો ચોંટે છે. મોક્ષમાં પહોંચેલા સિદ્ધ ભગવંતોમાં કર્મોને ખેંચવાની કે ચોંટાડવાની યોગ્યતા નથી માટે ત્યાં રહેલી કર્મની રજકણોમાં ખેંચવાની યોગ્યતા હોવા છતાં તે ખેંચાઈને તેમને ચોંટતી નથી. સંસારી આત્માઓમાં રહેલા કર્મોને ખેંચવાની અને ચોંટાડવાની આ યોગ્યતાને સહજમળ કહેવાય છે. આ સહજમળ સંપૂર્ણ દૂર થાય ત્યારે મોક્ષ થાય.
આપણે શત્રુંજયની યાત્રા કરી હોવાથી ભવ્ય છીએ અને કાળ પાકવાથી ચરમાવર્તકાળમાં પ્રવેશ્યા છીએ તો હવે પુરુષાર્થ બળવાન છે. મોક્ષ પામવાના લક્ષપૂર્વક ધમરાધનામાં વિશેષ પુરુષાર્થ કરવો જરૂરી છે. | ચરમાવર્તકાળ એટલે એક પુદગલ પરાવર્તકાળ. તેમાં અનંતાભવો પસાર થઈ શકે. સમકિત પામ્યા પછી અર્ધપુદ્ગલ પરાવતકાળથી વધારે સંસાર બાકી ન રહે. સમકિતની તાકાત તો એવી છે કે તે જ ભવમાં કેવળજ્ઞાન – મોક્ષ અપાવે. અર્ધપુગલ પરાવર્તકાળ તો ઉત્કૃષ્ટ લિમિટ છે. ભગવાન મહાવીરદેવની સામે તેજલેશ્યા છોડનારા ગોશાળા જેવાનો સમકિત પામ્યા પછી ઘણો કાળા બાકી રહે. ગોશાળો પણ છેલ્લે છેલ્લે સમકિત પામી ગયો તો તે પણ અવશ્ય મોક્ષે જવાનો. આ કમાલ છે સમકિતની.
એક યોજન (પ્રાયઃ ૧૩ કિ.મી.) લાંબા, પહોળા અને ઊંડા ખાડાનેયુગલિક બાળકના પાતળા વાળના અતિશય નાના નાના ટુકડા કરીનેભરવામાં આવે. ઉપર રોલર ફેરવીને, દબાવી દબાવીને ભરાય. પછી દર ૧૦૦૧૦૦ વર્ષે તેમાંથી એકેક ટુકડો કાઢતાં, આખો ખાડો ખાલી કરવા માટે જેટલો સમય જાય તેને એક પલ્યોપમ કહેવાય.
આવા દસ ક્રોડ પલ્યોપમને એક કરોડ પલ્યોપમ સાથે ગુણીએ તો દસ કોડાકોડી પલ્યોપમ થાય, તેને એક સાગરોપમ કહેવાય. દેવ-નારકનું ૩૩ તત્વઝરણું
૧૦૩