________________
ગણાય છે; પણ હકીકતમાં તો ચારે ગતિમાંની કોઇપણ ગતિ જો સમકિતા સહિતની હોય તો સદ્ગતિ અને જો તે સમકિત વિનાની હોય તો દુર્ગતિ.
શ્રેણિક મહારાજા ૧લી નરકમાં છે, પણ સમકિતી છે. જ્ઞાનથી આવનાર દુઃખોને જાણીને પ્રતિકાર ન કરતાં સામેથી સ્વીકારે છે. હાય-વોય કરવાના બદલે પ્રસન્નતાથી સહન કરે છે, તેથી પૂર્વે બાંધેલા અનંતા પાપકર્મો ખપે છે. નવા કર્મો ઘણા બંધાતા નથી. મોક્ષ નજીક આવે છે. હવે ૧લી નરકને તેમના માટે દુર્ગતિ શી રીતે કહેવાય?
જ્યાં વધુ નવા કર્મો બંધાયા કરે તે દુર્ગતિ. જ્યાં પુષ્કળ કર્મો નાશ પામે તે સદ્ગતિ. સમકિતી તો, દુર્ગતિ કે સદ્ગતિ એકે ય નહિ, મોક્ષગતિને જ ઈચ્છે. હા ! મોક્ષ ન મળે ત્યાં સુધી સગતિ મેળવે તે જુદી વાત. e કહેવાતી સદગતિ એવી દેવગતિમાં ચોથા ગુણઠાણાથી વધારે વિકાસ ન હોય. કહેવાતી દુર્ગતિ એવી તિર્યંચગતિમાં પાંચમા ગુણઠાણા સુધી વિકાસ થઈ શકે.
આધ્યાત્મિક વિકાસ ગુણઠાણાના આધારે ગણાય છે. આપણા સાતલાખ સૂત્રનો ક્રમ પણ આ રીતે ગોઠવાયો લાગે છે. પહેલા સૌથી ઓછા વિકાસવાળા એકેન્દ્રિયો; પછી બીજા ગુણઠાણા સુધી પહોંચનારા બેઇં-તેઇં-ચઉરિદ્રિયો, પછી પંચેન્દ્રિય-તિર્યંચો નહિ, પણ ચોથા ગુણઠાણા સુધી પહોંચનારા દેવો અને નારકો; ત્યાર પછી પાંચમા ગુણઠાણા સુધી વિકાસ કરનારા પંચેન્દ્રિય-તિર્યંચો. અને પછી છેલ્લે ચૌદે ગુણઠાણાનો વિકાસ સાધનારા મનુષ્યો. આ - કુમારપાળ મહારાજા પ્રાર્થના કરતા હતા કે જેનશાસન વિનાના ચક્રવર્તી પણ મારે નથી બનવું. તેના કરતાં જેનશાસનથી વાસિત દાસ-નોકર-ભિખારી. કે દરિદ્ર બનવું મને મંજૂર છે. આપણી પણ ભાવના આવી જોઈએ. | જૈન શાસન સહિત એટલે સમકિત સહિત. આ સમકિત પામતાં પહેલાં વિકાસની છ અવસ્થા પસાર કરવાની હોય છે. (૧)દ્વિબંધક (૨)સકૃબંધક (૩) અપુનર્વધક (૪)માગભિમુખ (પ)માર્ગપતિત અને (૬)માર્ગાનુસારી.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું
૧૦૫