________________
માટે અમારે વિહાર ન કરાય. વિહાર કરતાં નજીકમાં તીર્થ આવે તો યાત્રા અવશ્ય કરીએ.
ભવ્ય-અભવ્યની વાતો જાણતા-વાંચતા કે સાંભળતા જેના મનમાં સવાલ થાય કે, હું ભવ્ય હોઇશ કે અભવ્ય ?' તેના આ સવાલમાં જ તેનો જવાબ છે કે તે ભવ્ય જ હોય. અભવ્યને આવો સવાલ કદી ન થાય. નાનો છોકરો મમ્મીને પૂછે કે, “બોલતો છું કે બોબડો?' તેમાં જ જવાબ છે કે, “તે બોલતો છે.” નહિ તો સવાલ પૂછે જ કેવી રીતે ?
ભવ્ય આત્માઓ કાયમ ભવ્ય રહે. અભવ્ય આત્માઓ કાયમ અભવ્ય રહે. જેમ ઘી કદી પાણી ન બને અને પાણી કદી ઘી ન બને. તેમ ભવ્ય કદીય અભવ્ય ન બને અને અભવ્ય કદીય ભવ્ય ન બને.
કોઇને ભવ્ય તો કોઇને અભવ્ય કોણે બનાવ્યા ? એવું ન પૂછતાં, કારણકે આત્માને કોઇએ પેદા કર્યો જ નથી; તે પહેલેથી જ છે. કેટલાક આત્માઓ પહેલેથી જ ભવ્ય છે તો કેટલાક આત્માઓ પહેલેથી જ અભવ્ય છે.
આ આત્મા ભવ્ય છે અને આ આત્મા અભવ્ય છે, તેમાં કારણ તેનો સ્વભાવ છે. આત્માને અવ્યવહારરાશીમાંથી બહાર કાઢવામાં મુખ્ય કારણ જેમ નિયતિ છે, તેમ આત્મા ભવ્ય કે અભવ્ય હોય, તેમાં મુખ્ય કારણ સ્વભાવ છે.
ગમે તેટલો તાપ આપવા છતાં ય જે મગનો ન જ સીઝવાનો સ્વભાવ હોય, તેને જેમ કોરડું મગ કહેવાય તેમ ગમે તેટલા અનુકૂળ સંયોગ મળવા છતાં ય જેનો સ્વભાવ મોક્ષે ન જ જવાનો હોય તે અભવ્ય કહેવાય. કોરડું મગને કોરડું કોણે બનાવ્યો ? તેના સ્વભાવે. અભવ્યને અભવ્ય કોણે બનાવ્યો ? તેના સ્વભાવે; બીજું કોઇ કારણ નથી. આ દુનિયામાં ભલે ધર્મી કરતાં પાપી વધારે દેખાતા હોય પણ હકીકતમાં તો અભવ્ય કરતાં ભવ્ય આત્માઓ અનંતગણા વધારે છે. અભવ્ય આત્માઓ ચોથા અનંતા જેટલા છે, જયારે ભવ્ય આત્માઓ આઠમા અનંતા જેટલા છે. ] - સો, હજાર, લાખ, કરોડ, અબજ વગેરે સંખ્યાઓ છે. તે બધી સંખ્યાઓને ઓળંગી જઇએ પછી “અસંખ્યાત’ સંજ્ઞાની સંખ્યા આવે. જેમ ગણી શકાય તેવી સંખ્યાતી સંખ્યા સંખ્યાના પ્રકારની છે, તેમ ગણી ન શકાય તેવી અસંખ્યાત સંખ્યાના અસંખ્યાતા પ્રકારો છે. છતાં તેને નવગુપમાં ગોઠવીને શાસ્ત્રોમાં અસંખ્યાતાના નવા પ્રકારો જણાવ્યા છે. પૂર્વ પૂર્વના અસંખ્યાતા કરતાં પછીપછીનું અસંખ્યાતું મોટું મોટું હોય છે.
નવે અસંખ્યાતાને ઓળંગી ગયા પછી “અનંત’ સંજ્ઞાવાચી સંખ્યા આવે.
તત્વઝરણું
eી
૩૬