________________
કેન્દ્રમાં રાખીને જીવે છે, તે ઉદાર, સંતોષી અને પ્રસન્ન બને છે.
શ્રીપાળના જીવનને તપાસો. તે સદા નવપદજી ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવ્યો છે. તેની નજર પડતાં સુવર્ણસિદ્ધિરસ સિદ્ધ થયો. સાધક શ્રીપાળને આપે છે, ત્યારે શ્રીપાળ કહે છે, મારે તેની જરુર નથી !
આપણી નિયતિ પાકી, ત્યારે આપણે બહાર નીકળ્યા. હવે સંસારયાત્રા શરુ થઇ. પહોંચવું છે આપણે મોક્ષે. મોક્ષ સુધીના વિકાસની યાત્રામાં આપણે આજ સુધીમાં કેટલો વિકાસ સાધ્યો ? તે કેવી રીતે ખબર પડે ?
ગાડી યાર્ડમાં પડી હતી, ત્યાં સુધી તો મુસાફરી જ શરુ નહોતી થઇ; પણ ગાડી યાર્ડમાંથી બહાર નીકળી. હવે કયાં જવું? ટ્રેક (પાટા) બે જાતના છે. (૧)એક યાર્ડમાંથી બીજા યાર્ડમાં જવાના અને (૨)એક યાર્ડમાંથી સ્ટેશનના પ્લેટફોર્મ સુધી જવાના. કચા પાટા ઉપર તે ગાડી જાય છે? તેના ઉપર આધાર છે કે તે કયાં પહોંચશે?
અવ્યવહારરાશીની નિગોદમાંથી બહાર નીકળેલા આત્માઓની પણ બે જાતની મુસાફરી શરુ થાય છે. એક માર્ગ બંગડી જેવો ગોળ છે. ચક્કર-ચક્કર ફર્યા કરવાનું પણ અંત ન આવે. બીજા માર્ગે કુંડાળા મોટાં-મોટાં થતાં જાય; છેલ્લે છેડો આવે; તે છેડાનું નામ છે મોક્ષ. પહેલો માર્ગ મોક્ષે કદી ન પહોંચાડે; બીજો માર્ગ મોક્ષે પહોંચાડે. પહેલા માર્ગે ઘાંચીના બળદની જેમ ગતિ ઘણી થાય, પણ પ્રગતિ જરા ય ન થાય. બીજા માર્ગે ગતિ ભલે કદાચ ધીમી થાય, પણ મોક્ષ સુધીની પ્રગતિ થઇ શકે.
અવ્યવહારરાશીની નિગોદમાંથી બહાર નીકળેલા આત્માઓ બે પ્રકારના હોય (૧) ભવ્ય અને (૨) અભવ્ય. જેનામાં મોક્ષે જવાની યોગ્યતા હોય તે ભવ્ય કહેવાય. જેનામાં મોક્ષે જવાની યોગ્યતા હોય જ નહિ તે અભવ્ય.
જેનામાં જેની યોગ્યતા હોય, તે વ્યક્તિ તે વસ્તુ મેળવે જ તેવો નિયમ નથી. મેળવે કે ન પણ મેળવે. પણ જેનામાં જેની યોગ્યતા ન હોય, તે તો તે ચીજ ન જ મેળવે, તેવો નિયમ છે.
અભવ્ય આત્મામાં મોક્ષે જવાની યોગ્યતા જ નથી, માટે તે કદી પણ મોક્ષે ન જ જાય. ૫૦૦ શિષ્યોના ગુરુ બને તો ય ન જાય. તેઓ બંગડી જેવા ગોળ માર્ગે સંસારમાં યાત્રા કરે. કાયમ સંસારમાં રહે પણ કદી ય મોક્ષે ન જ જાય.
પણ જે આત્માઓ કયારેક પણ મોક્ષે જવાના જ હોય તેવા ભવ્ય આત્માઓ બીજા માર્ગ ઉપર આગળ વધે. આગળ વધતાં વધતાં તેઓ એકવાર ઠેઠ મોક્ષે પહોંચે. આપણે કયા રસ્તે છીએ?
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
To folks pus
તત્વઝરણું
[5] ૩૪