________________
સંવત ૨૦૫૯ કારતક સુદ - ૧૨ શનીવાર, તા. ૧૬-૧૧-૦૨
માનવ માત્ર મકાન બનાવીને અટકી ન જાય. ત્યારપછી તેને જાતજાતના રંગરોગાન પણ કરાવે. તેમ આત્મા પોતાને રહેવાના શરીરમાં જાતજાતના રુપરંગ-ગંધ-રસ-સ્પર્શ પેદા કરે છે, તેમાં તે તે નામના નામકર્મો કારણ બને છે.
વર્ણનામકર્મો લાલ, લીલો, પીળો, કાળો, સફેદ રંગ આપે છે. તેનાથી પોપટ લીલો, તેની ચાંચ લાલ, ભમરો કાળો, મરચું લાલ, ચંપો પીળો, અડદ કાળા બને છે. ગંધ નામકર્મો સુગંધ કે દુર્ગધ પેદા કરે. તેનાથી ગુલાબ સુગંધ આપે તો લસણ વાસ મારે. રસનામક ખાટો, તીખો, તુરો, કડવો, મીઠો સ્વાદ પેદા કરે. આ કર્મચી લીંબુ ખાટું છે, ચા તુરી છે, મરચું તીખું છે, કારેલા કડવા છે તો શેરડી મીઠી છે. સ્પર્શનામકર્મો ઠંડો, ગરમ, ચીકણો, લુખ્ખો, કોમળ, ખરબચડો, ભારે, હલકો સ્પર્શ પેદા કરે છે. તેનાથી બરફ ઠંડો, અગ્નિ ગરમ, ગુંદા ચીકણા, ઘઉ લુખા, ગુલાબ કોમળ, અનેનાસ ખરબચડું, લોખંડ ભારે તો ૩ હલકું છે. પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ મળીને આ ૨૦ નામકર્મનો ઉદય બધા જીવોને હોય.
માનવ-વાઘ-હાથી વગેરેમાં ચાલવાની શકિત છે. પંખીમાં ઉડવાની શક્તિ છે. સાપ વગેરે સરકીને ચાલે છે. માછલી તરે છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવાની જાતજાતની શક્તિ આપનાર બે પ્રકારનું વિહાયોગતિ નામકર્મ છે. શુભવિહાયોગતિ નામકર્મથી હંસ, હાથી વગેરે જેવી સારી ચાલ મળે તો અશુભવિહાયોગતિ નામકર્મથી કાગડા, ગધેડા જેવી વિચિત્ર ચાલ મળે.
આ તો અવતાર ધારણ કર્યા પછી ચાલવાની વાત વિચારી. પણ આત્મા એક ભવમાંથી બીજા ભવમાં જાય ત્યારે તેને ત્યાં પહોંચાડવામાં ગતિ નામકર્મ કારણ બને છે, અને વચ્ચે જ્યારે વળાંક લેવાનો આવે ત્યારે આનુપૂર્વી નામકર્મ તેને વાળવાનું કામ કરે છે. આ આનુપૂર્વી નામકર્મ પણ દેવ-આનુપૂર્વી, મનુષ્યઆનુપૂર્વી, તિર્યંચ-આનુપૂર્વી અને નરક-આનુપૂર્વી એમ ચાર પ્રકારનું છે. આ કર્મ ટ્રાફીક-પોલીસ જેવું કામ કરે છે.
(૧)ગતિનામકર્મના ચાર (૨) જાતિ નામકર્મના પાંચ, (૩)શરીર નામકર્મના પાંચ (૪) અંગોપાંગ નામકર્મના ત્રણ (૫)સંઘાતન નામકર્મના પાંચ (૬)બંધન નામકર્મના પંદર (6) સંઘયણ નામકર્મના છ (૮)સંસ્થાન નામકર્મના છ (૯)વર્ણ નામકર્મના પાંચ (૧૦)ગંધ નામકર્મના બે (૧૧)રસ નામકર્મના પાંચ (૧૨) સ્પર્શનામકર્મના આઠ (૧૩)વિહાયોગતિ નામકર્મના બે અને (૧૪) આનુપૂર્વી નામકર્મના ચાર પેટાભેદો મળીને ૧૪ પિંડપ્રકૃતિના ૭૫ પેટાભેદો છે. હવે બાકીના
તત્વઝરણું
૨૨