________________
સંઘયણ અને કોઈપણ એક સંસ્થાન હોય છે.
દેવોને ભલે પ્રથમ સંસ્થાન હોય, ભૌતિક સુખની રેલમછેલ જણાતી હોય છતાંય ત્યાં જવા જેવું નથી. ત્યાં બધું સારું જ છે, એવું નહિ. ત્યાનાં દેવો પણ ઈર્ષ્યાઅતૃપ્તિથી પીડાતા હોય છે. તેમને પણ પરસ્પર વેરઝેર હોય છે. યુદ્ધ પણ થાય છે. તેમનામાં પણ ઉચ્ચ-નીચના ભેદભાવ છે. તેઓ આપણા જેવા સંસારી છે. જેમ ગરીબ કરતાં કરોડપતિ વધારે ચડિયાતો જણાય છે, તેમ દેવો ભૌતિક રીતે માનવ કરતાં ચડિયાતા છે એટલું જ, બાકી તેઓ ભગવાન નથી. તેઓ પણ રાગ-દ્વેષને વશ થઈને પાપોના પોટલા બાંધે તો ત્યાંથી ફરી કૂતરા-બિલાડાના અવતારો ધારણ કરે છે. ફરી સંસારમાં અનંતકાળ રખડી શકે છે, માટે દેવલોકમાં જવા જેવું નથી. માત્ર મોક્ષમાં જ જવા જેવું છે. દેવ બનવામાં મજા નથી, મજા તો ભગવાન બનવામાં છે. અમે દેવલોકને ડિસ્ક્રાઈબ જરૂર કરીએ પણ પ્રિસ્ક્રાઈબ કદી ન કરીએ; એટલે કે દેવલોકનું વર્ણન કરીએ પણ ત્યાં જવા જેવું છે, તેવું તો કદી ન કહીએ.
દેવલોકમાં નાનું પણ પચ્ચક્ખાણ કે સંયમજીવન નથી. દેવ કરતાં માનવની તાકાત વધારે છે. દશાર્ણભદ્ર જોરદાર સામૈયું કર્યું. અહંકાર જાગ્યો. તેને દૂર કરવા ઈન્દ્ર તેનાથી પણ ચડિયાતું સામૈયું કર્યું. દશાર્ણભદ્ર વિચાર્યું, “એવું હું શું કરું કે જે ઈન્દ્ર પણ ન કરી શકે?"તરત દીક્ષા લીધી. ઈન્દ્ર દશાર્ણભદ્ર મુનિને નમીને કહયું, “તમે જીત્યા હું હાર્યો.''જેના મનમાં ધર્મ છે, તેવા માનવોને તો દેવો પણ નમસ્કાર કરે છે. હવે દેવ બનવાની શી જરૂર? |
આપણે ત્યાં જેમ વાઘરી-ચંડાળ-ભંગી વગેરે હોય છે, તેમ દેવોમાં પણ તેવું હલકું કામ કરનારા કિલ્બીપિક દેવો હોય છે. કુમારનંદી સોની હાસા-મહાસા નામની દેવીઓમાં કામાસકત બન્યો. તેમની પાછળ બળી મર્યો તો તેમના પતિ તરીકે કિબીષિક દેવ બન્યો. પરાણે ઢોલ વગાડવો પડ્યો. હલકો દેવભવ તેને મળ્યો. બીજા, ચોથા અને છકા દેવલોકનીચેકિસ્બીપિક દેવોના ત્રણ વિમાનો આવ્યા છે.
પાંચમા દેવલોકના અરિષ્ટપ્રતર ઉપર નવ લોકાન્તિક દેવોના વિમાનો આવ્યા છે. તેઓ તમામ તીર્થકરોને દીક્ષાના એક વર્ષ પહેલાં શાસન સ્થાપવા સંચમ ગ્રહણ કરવાની વિનંતિ કરે છે. પછી વરસીદાન શરુ થાય છેબહુ ઓછા ભવો ભમવાના બાકી હોવાથી લોકના અંતે પહોંચ્યા કહેવાય માટે લોકાન્તિક કહેવાય. ૧૨ દેવલોક, ૯ લોકાન્તિક અને ૩ કિલ્ટીષિક મળીને ૨૪ પ્રકારના કલ્પોપપન્ન દેવો છે. ૯ વેચક અને ૫ અનુત્તર : ૧૪ કલ્પાતીત દેવો તેમાં ઉમેરતાં ૩૮ પ્રકારના વૈમાનિક દેવો થાય. તેમાં ૨૫ ભવનપતિ, ૨૬ વ્યંતર, ૧૦ જયોતિષ ઉમેરતા ૯૯ પ્રકાર થાય. તે દરેક પર્યાપ્ત અને અપર્યાપ્ત મળીને ૧૯૮ પ્રકારના દેવો છે.
તત્વઝરણું
૨૧