________________
તેને સમજાવ્યું કે આ કોઈ સામાન્ય માણસ નથી, પણ ચક્રવર્તીના ય ચક્રવર્તી સાક્ષાત પરમાત્મા છે. તારા શાસ્ત્રો ખોટા નથી. પછી ઈન્દ્ર તેને સંપત્તિ આપીને ખુશ કર્યો. (૨)જગોધ પરિમંડળ સંસ્થાન : ચરોધઃ વડનું ઝાડ. તે જેમ ઉપર પરિમંડળાકાર = ગોળ ઘટાદાર હોય તેમ જે શરીરનો નાભિથી ઉપરનો ભાગ પ્રમાણસર સુંદર હોય પણ નીચેના અવયવો પ્રમાણ વિનાના નાના-મોટા હોય તે. (૩)શાચી સંસ્થાન : શાચી = શાલ્મલીવૃક્ષ. તેની જેમ જેના નાભિથી નીચેના અવયવો પ્રમાણસર હોય અને ઉપરના અવયવો પ્રમાણ વિનાના હોય તે શાચી. આ સંસ્થાનનું બીજું નામ સાદિ પણ છે.
(૪)વામન સંસ્થાન : હાથ, પગ, માથું, પેટ પ્રમાણસર હોય પણ બાકીના અવયવો બેડોળ હોય તે.(૫)કુન્જ સંસ્થાન: જેના છાતી, પીઠ,કમર વગેરે પ્રમાણસર હોય પણ હાથ, પગ, માથું વગેરે બાકીના અવયવો બેડોળ હોય છે. હુંડક સંસ્થાન : ઊંટના અઢારે વાંકા જેવું. બધી રીતે બેડોળ શરીર હંડકઃ મુંડક ભુંડુ શરીર. જેના એકેય અવયવોના ઠેકાણા ન હોય તેવું આ ફંડક સંસ્થાન હાલ આપણને બધાને છે. સાવ કદરૂપું શરીર મળ્યું છે. પછી સપનો અહંકાર શી રીતે કરી શકાય? ગમે તેટલો પાવડર, લીપસ્ટીક-આઈબ્રો વગેરે કરાવો, બ્યુટી-પાર્લરોમાં આંટા-ફેરા કરો, છેવટે જે ભુંડ છે. તે ભુંડુ જ રહેવાનું છે. તેમાં પાગલ શું થવાનું?
' ઉપશમશ્રેણી માત્ર પહેલા ત્રણ સંઘયણવાળા જ માંડી શકે. ક્ષપકશ્રેણી માંડીને મોક્ષે માત્ર પહેલા સંઘયણવાળા જ જોઈ શકે પણ ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી કે મોક્ષ, છએ છ સંસ્થાનવાળા પામી શકે છે. મોક્ષ મેળવવા શારીરિક-માનસિક બળની જરૂર છે, પણ શરીરની આકર્ષકતાની જરા ય જરૂર નથી. મોક્ષ માટે શરીરનું રુપ નહિ પણ આત્માના ગુણ જરૂરી છે. સાચું કહો, ફોટોગ્રાફ ખૂબ સરસ આવ્યો હોય, પણ એફસરે ખરાબ આવે તો શું થાય? બધો મડ આઉટ થાય ને? ફોટોગ્રાફ ખરાબ આવે તો ચાલે પણ એફસરે તો ખરાબ ન જ આવવો જોઈ ને?
રુપ ન હોય તો ચાલે, દેખાવ બરોબર ન હોય તો ચાલે પણ ગુણો ન હોય તો ન ચાલે. સ્વભાવ સારો ન હોય તો ન ચાલે.
સંસ્થાન નામકર્મને જાણ્યા પછી કોઈનું રુપ સારું ન હોય તો તેને મેણાંટોણાં ન મારવા કે તેના પ્રત્યે દુભવ ન કરવો. પોતાને રુપ વગેરે સારા ન મળ્યા હોય તો લઘુતાગ્રંથીથી પીડાવું નહિ પણ સંસ્થાનકર્મને નજરમાં લાવવું, સમાધિ, પ્રસન્નતા અને સ્વસ્થતા ધારણ કરવી. | એકેન્દ્રિયો, દેવો તથા નારકોને સંઘયણ હોતું નથી પણ સંસ્થાન હોય છે. એકેન્દ્રિયો અને નારકોને છેલ્લું હુંડક સંસ્થાન હોય જ્યારે દેવોને સદા પહેલું સમચતુરસ્ત્ર સંસ્થાન હોય. મનુષ્ય અને પંચે. તિર્યંચોને છ માંથી કોઈપણ એક
તત્વઝરણું
૨૦.