________________
જેન માત્ર પ્રત્યે તિરસ્કાર કે લાગણી નહિ તટસ્થ અવસ્થા ગણી શકાય. જેણે કોઇ દિવસ ગુલાબજાંબુ વિશે કાંઇ જાણ્યું નથી, જોયા કે ચાખ્યા નથી, તેને પૂછો કે તને ગુલાબજાંબુ ભાવે કે નહિ ? તો તે શું જવાબ આપે ? “ભાવે છે એમ પણ નહિ અને નથી ભાવતા એમ પણ નહિ.” બસ ! આ જ અવસ્થા છે મિશ્રગુણઠાણે રહેલા આત્માની. તેને જૈનધર્મ ગમે છે, એમ પણ નહિ અને નથી ગમતો એમ પણ નહિ.
આ મિશ્રગુણઠાણું એક અંતર્મુહૂર્ત સુધી જ રહે. તેથી વધારે ન રહે. તે દરમ્યાન કોઇના જન્મ કે મરણ ન થાય. અનંતાનુબંધી ક્રોધ-માન-માયાલોભનો ઉદય કે બંધ ન થાય.
મેલાં કપડાંને લોન્ડ્રીમાં આપીએ તો તે ધોવાઇને ચોક્ખું થાય. ઘરે ધોવામાં કદાચ થોડું ઘણું મેલું પણ રહી જાય. ધોઇએ જ નહિ તો ખૂબ મેલું રહે. મિથ્યાત્વ મોહનીય કર્મ જ્યારે વિશુદ્ધિ વડે શુદ્ધ કરાય ત્યારે તે સમકિત મોહનીય કર્મ કહેવાય. તેના ઉદયે આત્મા ક્ષાયોપથમિક સમકિત પામે. ચોથા ગુણઠાણે પહોંચ્યો કહેવાય. જ્યારે મિથ્યાત્વ મોહનીય કર્મ પૂર્ણ શુદ્ધ ન થાય, ઓછું વજું શુદ્ધ થાય, અર્ધશુદ્ધ રહે ત્યારે તે મિશ્ર મોહનીય કર્મ કહેવાય. તેના ઉદયે આત્મા ત્રીજું મિશ્રગુણસ્થાનક પામે. પણ જો મિથ્યાત્વ મોહનીય કર્મને જરા ય શુદ્ધ ન કરાય, તેવું ને તેવું મલિન રહે તો તેના ઉદયે આત્મા મિથ્યાત્વી બને. તે પહેલા ગુણઠાણે રહ્યો કહેવાય.
| અભવ્ય આત્મા કાયમ માટે મિથ્યાત્વી હોય. તેને સદા મિથ્યાત્વ મોહનીય કર્મનો જ ઉદય હોય. તેના આત્મામાં તેવી વિશુદ્ધિ કદી ય પેદા થતી ન હોવાથી સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકો કયારે ય શુદ્ધ કે અર્ધશુદ્ધ બનતા નથી. સદા મલિન જ રહે છે. પરિણામે સમકિત મોહનીય કર્મ કે મિશ્ર મોહનીય કર્મ અભવ્ય આત્માને કયારેય સત્તામાં આવતું નથી. તેથી તે ત્રીજા નંબરના ગુણઠાણે કે સમકિતના ચોથા ગુણઠાણે પહોંચતો જ નથી. તે તો હંમેશા મિથ્યાત્વી હોવાથી પહેલા ગુણઠાણે જ રહે. અનાદિ કાળથી મિથ્યાત્વી હતો અને અનંતકાળ સુધી મિથ્યાત્વી રહેશે. તે કદી ય સમકિત પામશે નહિ. ભવ્ય આત્મા શરમાવર્તકાળમાં પ્રવેશ્યા પછી પુરુષાર્થ કરીને સમકિત પામી શકે છે. પહેલા ગુણઠાણાથી આગળ વધીને ઠેઠ ચદમાં ગુણઠાણે પહોંચવા દ્વારા મોક્ષમાં પણ જઇ શકે છે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું
|
૧૦૮