________________
થી વધારે અઠ્ઠાઈ વગેરે મોટી તપશ્ચર્યા થઈ, જેમાં નાના પ૦ ભૂલકાઓ પણ જોડાયા હતા. - પૂજ્યશ્રીના પ્રવેશથી શરુ થયેલો આરાધનાઓનો યજ્ઞ પર્યુષણ પછી પણ સતત ચાલુ રહ્યો. પ્રવચનો, શિબીરો તથા વિવિધ કાર્યક્રમોમાં પર્યુષણ પછી પણ વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો અને ફલશ્રુતિ તરીકે પોતાના જીવનમાં ઘણું પરિવર્તન લાવ્યા.
| સામાયિક પત્રક, નવકારજાપ પત્રક, આરાધના પત્રક, પ્રતિક્રમણ પત્રક, બીયાસણા પત્રક, ઉકાળેલું પાણી પત્રક, વગેરે વિવિધ પત્રકોના આયોજન વડે સમગ્ર મહાવીરનગર જૈન સંઘ વિવિધ આરાધનાઓમાં મશગુલ રહો. છેલ્લે વિશાળ સંખ્યામાં બારવ્રતધારી શ્રાવક-શ્રાવિકા બનીને સૌએ સંઘનું નામ રોશન કર્યું.
પૂજ્યપાદ ગુરુભગવંતશ્રીએ સંઘમાં જે ઉત્સાહ જગાવ્યો તેના પરિણામ રુપે ચાર્તુમાસ પૂર્ણ થયા પછી કાંદીવલીથી થાણા મહાતીર્થનો ચાર દિવસનો પૌષધધારી છ' રી પાલિત સંઘ નીકળ્યો. મુંબઈમાં સૌ પ્રથમવાર નીકળેલા આ પૌષધધારી છ' રી પાલિત સંઘથી ખૂબ શાસનપ્રભાવના થઈ. તેમાં જોડાયેલા મોટી સંખ્યાના આરાધકોને જોઈને અનેક આત્માઓ આર્થય પામ્યા.
પૂજ્ય ગુરુભગવંત જે બોધ આપતા તે સ્વયં પોતાના જીવનમાં પણ પાળતા હતા, તેનો એક જ દાખલો આપું છું. એક રવિવારે સવારે ‘શ્રમણ હું કયારે બનું' ની ભાવયાત્રા ચાલી રહી હતી. સાહેબ બિલકુલ ધ્યાનમગ્ન હતા. તપોવનમાંથી એક યુવાન આવ્યો. લગભગ દસેક મિનિટ તે સાહેબના સામે ઊભો રહ્યો, પણ સાહેબ બંધ ચક્ષુએ ધ્યાનમગ્ન હોવાથી તેમને જાણ ન થઈ. તે ભાઈની ધીરજ ખૂટી. સાહેબના હાથને સ્પર્શ કર્યો. સાહેબ એકદમ ચમકી ગયા. સામે યુવાન ઊભો હતો; પરંતુ તેમના મુખ ઉપર લેશ માત્ર રંજ નહિ. ઉચાટ નહિ કે અકાળમણ નહિ. હસતા હસતા બે મિનિટ તેની સાથે જરુર પૂરતી વાત કરીને પાછા ધ્યાનમાં મગ્ન થઈ ગયા. કહેવાનો સાર એ છે કે કષાય ન કરવાનો ઉપદેશ આપનાર તેમણે ખરેખર પોતાનું જીવન પણ તેવું જ બનાવેલું હતું. આવા તો અનેક પ્રસંગો ચાતુર્માસ દરમ્યાન અમને જાણવા - અનુભવવા મળ્યા છે.
પોતે જે ઉપદેશ આપ્યો, તેનો અમલ તેમના જીવનમાં જણાતો હોવાથી તેમના ઉપદેશની ખૂબ જ અસર થઈ. ઘણા લોકો ધર્મ પામ્યા. ઘણાનું મૂળથી જીવન પરિવર્તન થયું.
પૂજ્યશ્રીની સવારની તત્ત્વજ્ઞાનની પ્રવચનમાળાથી જૈનધર્મની તથા તેના સૂક્ષ્મ સિદ્ધાન્તોની સાચી સમજણ અમને સૌને મળી. સાંભળેલું તે ભૂલી