________________
મારા મનની વાત ક
st
Tobleronoke,
પૂજ્યપાદ પરમારાધ્યપાદ ભવોદધિતારક ગુરુદેવશ્રી પં. ચંદ્રશેખર વિજયજી મ. સાહેબની અસીમ કૃપા અને આર્શીવાદથી સં. ૨૦૫૮-૫૯ શ્રી મહાવીરનગર સંઘનું ચાતુર્માસ અનેક રીતે યાદગાર અને યશસ્વી બની રહ્યું. નાના બાળકથી માંડીને વડિલો સુધી સૌનો ઉલ્લાસ-ઉમંગ વિશિષ્ટ હતો. અદના કાર્યકરથી માંડીને ટ્રસ્ટી-પ્રમુખ સુધીના સૌનો સહકાર અનુમોદનીય હતો. PSIP flap elbsé
sla forsis & Blois su
Diss
Clep Dis
વિવિધ વિષયક પ્રવચનો, જીવનપરિવર્તક શિબીરો અને નવલા અનુષ્ઠાનોના આયોજનો વચ્ચે પણ વહેલી સવારની તત્ત્વજ્ઞાન પ્રવચનમાળાએ લોકોના હૃદયમાં અનેરું આકર્ષણ પેદા કર્યું હતું.
વહેલી સવારના ખુશનુમા વાતાવરણમાં, ઘરના બધા કાર્યોં છોડીને ઘણી મોટી સંખ્યામાં હાજર રહેતાં શ્રોતાઓની જિજ્ઞાસા મારામાં પણ નવો ઉલ્લાસ અને જોમ પેદા કરતી. પ્રવચનમાળા દ્વારા તેમનામાં પેદા થતો જૈનશાસન પ્રત્યેનો અહોભાવ જોઇને આનંદ થતો. અષાઢ વદ બીજથી કારતક વદ ત્રીજ સુધી (પર્યુષણ પર્વ સિવાય) સતત ચાલેલી આ પ્રવચનમાળાથી થયેલા અનેકોના સમજપૂર્વકના જીવનપરિવર્તન જાણીને મહેનત સફળ થતી જણાતી.
શ્રોતાઓની વારંવાર માંગણી થવા લાગી કે આ ચોમાસાના તત્ત્વજ્ઞાનની પ્રવચનમાળાના તમામ પ્રવચનોનું પુસ્તક બહાર પડે તો અમે તેને વારંવાર વાગોળી શકીએ. થયેલા જીવનપરિવર્તનને ટકાવવા પૂર્વક આગળ વધારી શકીએ. સમયની પ્રતિકૂળતા વગેરે કારણોસર ઇચ્છા ન હોવા છતાં ય થનારા સંભવિત લાભ અને શ્રોતાઓના દબાણ સામે ઝૂકી જવાયું; પરિણામ સ્વરુપે આ પુસ્તક પ્રકાશિત થઇ રહ્યું છે.
પૂજ્યપાદ નેમીસૂરીશ્વરજી મ. સાહેબના સમુદાયના સાધ્વીજી રાજેન્દ્રપ્રભાશ્રીજી આદિ ઠાણા ચાતુર્માસ બિરાજમાન હતા. તેમના શિષ્યા હર્ષરેખાશ્રીજીએ તત્ત્વજ્ઞાન પ્રવચનોની જે નોંધ કરી હતી, તેના આધારે જરુરી સુધારા-વધારા કરીને આ પુસ્તકનું સર્જન થઇ શક્યું છે.