________________
પુણ્ય-પ્રકાશનું સ્તવન મરતી વખતે જ સંભળાય? જીવતાં જીવતાં ન સંભળાય? આપણે કેટલી બધી ગેરસમજોના ભોગ બન્યા છીએ ! ચાલો, હવે બધે સુધારા કરીએ.
જીવનમાં પ્રથમ નંબર દેવ-ગુરુ અને ધર્મનો લગાડીએ. ગુણો તરફ આકર્ષણ પેદા કરીએ. સંસારના પદાર્થો પ્રત્યે અણગમો પેદા કરીએ. તો અર્ધ ચરમાવર્તકાળમાં પહોંચાય.
આવો સમકિતી આત્મા સંસારમાં રહે તો પણ રમે તો નહિ જ. કમળની પાંદડીઓ પાણીથી નિર્લેપ રહે તેમ સંસારમાં તે પણ અનાસક્ત રહે. આ બધું આત્માની અંદરની સ્થિતિના આધારે વિચારવાનું છે, પણ બહારની પ્રવૃત્તિના આધારે નહિ. બહારની પ્રવૃત્તિ કોઇ આત્માની સાવ વિચિત્ર જણાય તો તેટલા માત્રથી તેને ધિક્કારશો કે તિરસ્કારશો નહિ.
જાણવા પ્રમાણે સત્યકી વિધાધર સમકિતી હતો, તીર્થંકરનો આત્મા હતો. છતાં વેદમોહનીયકર્મનો તીવ્રકક્ષાનો નિકાચિત ઉદય હતો. તે કારણે તે મહાકામી હતો. વિધાધરોના મહેલોમાં અદૃશ્યપણે પહોંચીને અનેક સ્ત્રીઓને શીલભ્રષ્ટ કરતો હતો. એકવાર કયાંક અચાનક પ્રગટ થવાથી બધાને શંકા પડી. મારવા તલવાર ઉગામી પણ વૃદ્ધે અટકાવ્યો. ભગવાન મહાવીરદેવને પૂછીને ખાતરી કરીએ. ભગવાનને પૂછયું, ભગવાન કહે છે, “સત્યકી તો સમકિતી છે. નિકાચિત વેદમોહનીયના ઉદયે પાપ કરી બેસે છે, પણ તેનો તેને ભયંકર ત્રાસ છે. સતત રડે છે. મોક્ષે જનારો છે.'' આ સાંભળીને બધાએ તેને છોડી મૂક્યો.
જે પાપ કરે છે, તે પાપી નથી, જો થઇ ગયેલા તે પાપ બદલ ધ્રૂસકે ધ્રૂસકે રડતો હોય તો. જે પાપ કર્યાં પછી તેનો બચાવ કરતો હોય તે સાચો ધર્મી ન કહેવાય. આપણાથી જે જે દોષ સેવાય તે બદલ રુદન જોઇએ. સેવાઇ ગયેલા તમામે તમામ પાપોની જલ્દીથી જલ્દી ભવાલોચના કરવી જોઇએ.
કાર સત્યકીનું સમકિત જોરદાર હતું, પણ સાથે ચારિત્ર મોહનીય કર્મ એવું પ્રબળ હતું કે જે તેને આવા ભયાનક પાપ કરવા માટે મજબૂર કરતું હતું. આ ચારિત્ર મોહનીય કર્મ દીક્ષા લેતાં પણ અટકાવે.
pa
કોઇ પૂછે કે, ‘દીક્ષા કેમ નથી લેતા?' તો શું જવાબ આપો? ‘નસીબમાં હશે તો દીક્ષા લઇશું' એર્વો? કોણે કહ્યું કે તમારા નસીબમાં દીક્ષા નથી? નસીબ એટલે કર્મો ને? કહો તો ખરા કે કયા કર્મના ઉદયે દીક્ષા મળે? આઠ કર્મોના ૧૫૮ પેટા ભેદો છે. આ ૧૫૮ પ્રકારના કર્મોમાં કોઇ કર્મ દીક્ષા
તત્વઝરણું
૬૨