________________
આપણે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રહીએ છીએ. તેમાં જ્યારે બીજા અજિતનાથ ભગવાન વિચરતા હતા ત્યારે બાકીના ૪ ભરત અને પાંચે ઐરાવતક્ષેત્રમાં પણ બીજા નંબરના ૧-૧ ભગવાન વિચરતા હતા. વળી એક મહાવિદેહ ક્ષેત્રમાં ૩૨ વિજય છે. પાંચ મહાવિદેહમાં ૩૨ x ૫ = ૧૬૦ વિજય છે. તે દરેક વિજયમાં પણ તે વખતે ૧-૧ ભગવાન વિચરતા હતા. તેથી પાંચ ભરતના પાંચ, પાંચ ઐરાવતના પાંચ અને પાંચ મહાવિદેહના ૧૬૦ મળીને કુલ ૧૦૦ ભગવાન વિચરતા હતા.
વરકનકસૂત્રમાં આપણે આ ૧૭૦ ભગવાનની સ્તવના કરીએ છીએ. શત્રુંજય વગેરે અનેક સ્થળે ૧૦૦ તીર્થકર ભગવંતનો પટ હોય છે. જગચિંતામણી સૂત્રમાં બીજી ગાથામાં જણાવ્યું છે કે કર્મભૂમિને વિશે ઉત્કૃષ્ટપણે ૧૦૦ જિનેશ્વરો વિચરતા પામીએ. નવ કરોડ કેવળજ્ઞાનીઓ અને નવ હજાર કરોડ સાધુઓ હોય. અત્યારે દરેક મહાવિદેહમાં ૮,૯,૨૪,૨૫ મી વિજયમાં ૧-૧ ભગવાન હોવાથી પાંચ મહાવિદેહમાં પ૪૪ = ૨૦ ભગવાન વિચરતા મળે. બે કરોડ કેવળજ્ઞાની અને બે હજાર કરોડ સાધુઓ વિચરતા મળે, રોજ સવારે તેમની સ્તવના કરીએ. - પાંચ મહાવિદેહક્ષેત્રમાં ૧-૧ મેરુ હોવાથી પાંચ મેરુપર્વત છે. દરેક મેરુપર્વતની ઉત્તરમાં ઉત્તરકુરુક્ષેત્ર અને દક્ષિણમાં દેવકુરુક્ષેત્ર આવેલ છે. મહાવિદેહક્ષેત્રની ઉત્તરમાં રમ્યકક્ષેત્ર અને દક્ષિણમાં હરિવર્ષક્ષેત્ર આવેલા છે. ભરતક્ષેત્રની ઉપર હિમવંતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્રની નીચે હિરણ્યવંતક્ષેત્ર આવેલા છે. તે બધા પણ પાંચ પાંચ છે. આમ, પાંચ ઉત્તરકુરુ, પાંચ દેવકુરુ, પાંચ રમ્યક્ષેત્ર, પાંચ હરિવર્ધક્ષેત્ર, પાંચ હિમવંતક્ષેત્ર અને પાંચ હિરણ્યવંતક્ષેત્ર મળીને ૩૦ ક્ષેત્રો અકર્મભૂમિ છે. તેમાં અસિમસિ, કૃષિના વ્યવહારો નથી. ત્યાં ધર્મ નથી. મોક્ષમાર્ગ નથી. ક . ૩૦ અકર્મભૂમિમાં કલ્પવૃક્ષો હોય. યુગલિક મનુષ્યો-તિર્યંચો હોય. બાળક-બાલિકાનું યુગલ સાથે જન્મે. યુવાન બનતાં બંને વચ્ચે પતિ-પત્નીનો વ્યવહાર ચાલે. મૃત્યુના છ મહીના પહેલાં એક યુગલને જન્મ આપે. કલ્પવૃક્ષો તેમની બધી જરૂરિયાતો પૂરી પાડે. આયુષ્ય પૂર્ણ થતાં, કોઈપણ પીડા વિના મૃત્યુ પામીને સ્વર્ગમાં જાય છે.
- ભરતક્ષેત્રની ઉપર લઘુહિમવંતપર્વત અને ઐરાવતક્ષેત્રની નીચે શિખરી પર્વત આવેલા છે. આ બંને પર્વતના પૂર્વ-પશ્ચિમ છેડા લવણસમુદ્રમાં દાઢના આકારે ઉત્તર-દક્ષિણ બે વિભાગમાં આગળ વધે છે. તે જ રીતે પશ્ચિમ દિશામાં
તત્વઝરણું
૨૦૪