________________
સંવત ૨૦૫૮ ભાદરવા સુદ
૧૪ શુક્રવાર. તા. ૨૦-૯-૦૨
સમગ્ર વિશ્વનું સંચાલન પાંચ પદાર્થો મુખ્ય – ગૌણ ભાવે ભેગા થઈને કરે છે. (૧)નિયતિ (૨)સ્વભાવ (૩)કાળ (૪)કર્મ અને (૫)પુરુષાર્થ. આ પાંચે પદાર્થોનો સમવાય (સમૂહ) કોઈ પણ કાર્યનું કારણ છે.
-
ચરમાવર્તકાળમાં મુખ્યપણે પુરુષાર્થ કારણ બને છે. બાકીના કર્મ વગેરે ગૌણ છે. આપણે પુરુષાર્થ વડે કર્મોનો ખુરદો બોલાવવાનો છે. પાપમુક્ત - કર્મરહિત અવસ્થા પ્રાપ્ત કરવાની છે.
જગતમાં જેમ આત્મા છે, તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય વગેરે જડપદાર્થો પણ છે. આ પુદ્ગલાસ્તિકાયના અનેક વિભાગો છે. તેમાંની કાર્મણવર્ગણા આત્મા ઉપર ચોટે ત્યારે તે કર્મ બને છે.
આત્મામાં રાગ-દ્વેષ-વિષય-કષાય વગેરે દોષોની તીવ્ર-મંદતાને પરિણતિ કહેવાય. મન-વચન-કાયાના વિચાર-ઉચ્ચાર-આચારની પ્રવૃત્તિ અને પરિણતિ આત્મામાં ચુંબકીય શક્તિ પેદા કરે છે, જે કાર્યણવર્ગણાને ખેંચીને, પોતાની ઉપર ચોંટાડીને કર્મ બનાવે છે. તે વખતે તેમાં (૧)પ્રકૃતિ = સ્વભાવ = Nature (૨)સ્થિતિ = કાળ = Time (૩) રસ = બળ = Power અને (૪)પ્રદેશ = જથ્થો = Quantity નક્કી થાય છે.
અડધી રાતે, માંકડ કરડ્યા. સહન ન થયું. ઘસીને માંકડ મારી નાંખ્યા. તે વખતે કર્મની જે રજકણો ચોંટી, તેને પૂછીએ કે,"તારો સ્વભાવ-કાળ-બળજથ્થો શું નક્કી થયો?" તો તે શું જવાબ આપે? ખરેખર કાર્મણ રજકણો કાંઈ ન બોલે, પણ આપણે કલ્પના કરીએ.
કલ્પના ન કરી શકાય એમ નહિ. દુનિયામાં અને શાસ્ત્રોમાં પણ અનેક જગ્યાએ આવી કલ્પનાઓ કરેલી છે. સાંભળી છે આ પંક્તિઓ? "પીપળ પાન ખરંતા,હસંતી કુંપળીયા,મુજ વીતી તુજ વીતશે,ધીરી બાપુડીયા." પીપળાનું પાન ખરતું હતું ત્યારે નવી કુંપળો હસતી હતી. ખરતા પાને કહ્યું,"હસો નહિ, ધીરજ ધરો. આજે મને જે વીતી રહ્યું છે, તે કાલે તમને પણ વીતવાનું છે." વગેરે. યશોવિજયજી મહોપાધ્યાયજીએ વૈરાગ્ય કલ્પલતા ગ્રંથમાં કહ્યું છે કે,
“कथा यथार्थैव मता मुनीन्द्रैः, वैराग्यहेतुः किल कल्पिताऽपि । यत्पुण्डरिकाध्ययनं द्वितीये, प्रसिद्धमङ्गे परिकल्पितार्थम् ||
કાલ્પનિક વાતો પણ જો વૈરાગ્યનું કારણ બનતી હોય તો તેને તીર્થંકર પરમાત્માએ પણ સત્ય તરીકે સ્વીકારેલ છે, કારણકે બીજા નંબરના પ્રસિદ્ધ તત્વઝરણું
-
૧૦૯