________________
અતિશય સૂક્ષ્મ હોવાથી આપણને તે દેખાતી નથી. SPOY OPP
સંસારી આત્મા લોહચુંબક જેવો છે. તેમાં પેદા થતાં રાગ-દ્વેષ વગેરે ચુંબકીય શક્તિ જેવા છે. આ રાગ-દ્વેષના કારણે આત્મા કાર્યણવર્ગણાને ખેંચીને પોતાની ઉપર ચોંટાડે છે. તેને કર્મ બનાવે છે. મોક્ષમાં કાર્પણવર્ગણા હોવા છતાં ત્યાં પહોંચેલા સિદ્ધભગવંતોને રાગ-દ્વેષ ન હોવાથી તે આત્માઓ કાર્મણવર્ગણાને ખેંચીને પોતાની ઉપર ચોંટાડી શકતા નથી. માટે સિદ્ધભગવંતોને કર્મો ચોંટતા નથી. પરિણામે કોઈ દુઃખો તેમણે અનુભવવા પડતા નથી.
સારા વિચારો-ઉચ્ચારો-આચારો હોય ત્યારે આપણા આત્મા ઉપર ચોંટતી
કાર્મણવર્ગણા શુભકર્મો રુપે બને, તે પુણ્ય કહેવાય. ખરાબ વિચારો -ઉચ્ચારોઆચારો વખતે જે કાર્મણવર્ગણા ચોંટે તે અશુભકર્મો કે પાપકર્મો બને.
જ્યારે આત્મા ઉપર કર્મો ચોંટે ત્યારે તેમાં ચાર વસ્તુ નક્કી થાય છે. (૧)પ્રકૃતિ (૨)સ્થિતિ (૩)રસ અને (૪)પ્રદેશ.
foto
માત્ર કર્મોમાં જ નહિ, દુનિયાના તમામે તમામ પદાર્થોમાં આ ચારે વસ્તુ નક્કી થતી હોય છે. લાડવો બનાવો તો તેમાં ય આ ચારે વાત નક્કી થાય.
-
મેથીનો લાડવો વાયુ દૂર કરે. બુંદીનો લાડવો પિત્ત દૂર કરે. સૂંઠનો લાડવો કફ દૂર કરે. તે તે લાડવાનો વાયુ, પિત્ત કે કફ ને કરવાનો સ્વભાવ પ્રકૃતિ દૂર કહેવાય. આ લાડવા શિયાળામાં ૨૦, ઉનાળામાં ૩૦ કે ચોમાસામાં ૧૫ દિવસ સુધી સારી અવસ્થામાં રહે, તેથી આ ૨૦-૩૦ કે ૧૫ દિવસ તે તેમનો કાળ કે સ્થિતિ કહેવાય. તેમાં રહેલી કડવાશ-મીઠાશ કે તીખાશનું ઓછા-વત્તાપણું તે રસ કે પાવર કહેવાય, અને તે લાડવાઓનું જે ૧૦૦-૧૫૦-૨૦૦ ગ્રામનું પ્રમાણ તે પ્રદેશ કે જથ્થો કહેવાય.
INS
લાડવાની જેમ દરેક પદાર્થમાં પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ નક્કી થાય છે. આત્મા ઉપર કાર્મણવર્ગણા ચોંટીને કર્મ બને ત્યારે તેમાં પણ આ પ્રકૃતિ સ્થિતિ-રસ અને-પ્રદેશ નક્કી થાય છે, તે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ તરીકે ઓળખાય છે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
borasiat fe igu
spell éste 6 fields beh tab
તત્વઝરણું
૪૨ ૧૦૮