________________
દુઃખ નહિ પણ ગુણ-દોષ છે. મોહનીય કર્મ જેટલું તગડું તેટલા દોષો મજબૂત. મોહનીય કર્મ જેટલું નબળું તેટલા દોષો નબળા. મોહનીય કર્મ નબળું પડે તેમ ગુણો પ્રગટે. તગડા થાય. માટે આપણી સાધના મોહનીય કર્મનો નાશ કરવાની જોઈએ.
| વેદનીય કર્મના ઉદયે સુખ-દુઃખ આવે. જ્ઞાનાવરણીય કર્મ તગડું-નબળું પડે તેમ અજ્ઞાન-જ્ઞાન આવે; પણ મોહનીય કર્મ તગડું બને તો દોષો જાગે, સંક્લેશ પેદા થાય, અશાંતિ-અપ્રસન્નતા આવે. મોહનીય કર્મ નબળું પડે તો શાંતિ-સમાધિ-પ્રસન્નતા પમાય. ગુણો પ્રગટે.
જેમ જેમ મોહનીયકર્મ શાંત કે નાશ પામે તેમ તેમ સંકુલેશ ઘટે; કષાયો મટે, વિશુદ્ધિ વધે, આત્મા ઉપર-ઉપરના ગુણઠાણાનો વિકાસ સાધે. આત્માના વિકાસનું ગણિત ૧૪ ગુણસ્થાનકનું છે અને તેનો આધાર મોહનીય કર્મ છે.
કર્મો તો અનંતકાળથી લાગેલા છે. અનંતકાળ સુધી ચોંટેલા રહી શકે છે; પણ કોઈ એક નિયત કર્મ વધુમાં વધુ ૭૦ કોડાકોડી સાગરોપમ સુધી જ આત્મા ઉપર ચોંટેલું રહી શકે. આ મોટી સ્થિતિ પણ આઠ કર્મોમાંથી માત્ર મોહનીસકર્મની જ છે. મોહનીયના ૨૮ ભેદોમાંથી, અરે ! આઠ કર્મોના ૧૫૮ ભેદો છે, તેમાંથી પણ માત્ર એક મિથ્યાત્વ મોહનીય કર્મ જ ૮૦ કોડાકોડી સાગરોપમ સ્થિતિવાળું બંધાઈ શકે છે, બાકીના કોઈ નહિ.'
મિથ્યાત્વ જેવો કોઈ દોષ નથી. સમકિત જેવો કોઈ વિશિષ્ટ ગુણ નથી. મિથ્યાત્વ ત્યાગીને જલદી સમકિતી બનવું જોઈએ.
જેના ફરી ટુકડા ન થઈ શકે તેવા નાનામાં નાના ભાગને પરમાણુ કહેવાય. સરખું ભણનારા વિધાર્થીઓના સમૂહને સ્કૂલમાં જેમ ધો. ૫ નો, ધો. ૬ નો વર્ગ કહેવાય છે તેમ સરખે સરખા પરમાણુઓના જથ્થાઓના સમૂહને વર્ગણા કહેવાય.
અમુક સંખ્યાના પરમાણુઓનો જથ્થો દારિક વર્ગણા તરીકે ઓળખાય છે, તેમાંથી મનુષ્ય-તિર્યંચો વગેરેના શરીરો બન્યા છે. આપણને આપણી આંખે સામાન્યતઃ જે જે દેખાય છે, તે બધું દારિક વર્ગણાનું બનેલું છે. તેનાથી ઘણા વધારે પરમાણુઓના જથ્થાવાળી બીજી વેકિય વર્ગણા છે, તેમાંથી દેવ-નારકના શરીરો બને છે. આ રીતે આગળ વધતાં આઠમાં નંબરનો જે જથ્થો આવે તે કામણવર્ગણા કહેવાય. આ કાર્મણવર્ગણા આત્માને ચોંટે ત્યારે તે કર્મ કહેવાય.
| આ કામણવર્ગણા સમગ્ર બ્રહ્માંડમાં બધે જ ઠાંસી ઠાંસીને ભરેલી છે. ચોદે રાજલોકમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આ કામણ વર્ગણા ન હોય.
તત્વઝરણું
- ૧૦૦