________________
ત્યારે તરત જ મન:પર્યવજ્ઞાન થાય. આમ મન:પર્યવજ્ઞાનનો સંબંધ પણ સાધુવેશ સાથે છે.
સાધુવેશ વિના હજુ કેવળજ્ઞાન થઇ શકે પણ મન:પર્યવજ્ઞાન તો સાધુવેશ વિના ન જ થાય. તે તો સાધુવેશના પ્રભાવે જ થાય.
શાસ્ત્રમાં કહ્યું છે કે 'ધમાં રવવર્ડ વેો'' વેશ ધર્મની રક્ષા કરે છે. વેશનું ઘણું મહત્ત્વ છે.
જ
સાધુવેશ વિના કેવળજ્ઞાન પામેલાને પણ તેઓ જયાં સુધી સાધુવેશ ધારણ ન કરે, ત્યાં સુધી દેવો કે ઇન્દ્રો વંદન ન કરે. સાધુવેશ પહેરે પછી જ વંદન કરે, આ તાકાત સાધુવેશની છે. આ બધું જાણ્યા પછી, “મને પણ કયારે આ સાધુવેશ મળે ? કયારે હું સંસારના વાઘા છોડીને સંયમજીવનનો શણગાર સજું?'' તેવી ભાવના રોજ ભાવવી જોઇએ.
(મરુદેવા માતા સિવાય)સાધુવેશ વિના પણ કેવળજ્ઞાન પામનારાઓએ પૂર્વના ભવોમાં તો સાધુવેશ સ્વીકાર્યો છે. સાધુવેશ પ્રત્યે બહુમાન ધારણ કર્યું છે. સાધુવેશ મેળવવા તલસ્યા છે.
માત્ર મરુદેવા માતાની આશ્ચર્યકારી ઘટના ઘટી છે. અવ્યવહાર રાશીની નિગોદમાંથી કેળના ઝાડમાં આવ્યા. ત્યાંથી મરુદેવા માતા બન્યા અને સીધા મોક્ષમાં પહોંચ્યા. બાકી તો નિગોદથી મોક્ષ સુધી પહોંચવા ઘણી મોટી મુસાફરી કરવી પડે.
“સાધુવેશ વિના મને પણ કેવળજ્ઞાન થશે'' તેવું માનનારાને તો સાધુવેશ વિના કેવળજ્ઞાન ન જ થાય. હા ! જે એવું માને કે ‘મને જ્યારે પણ કેવળજ્ઞાન થશે ત્યારે સાધુવેશથી જ થશે,માટે હું કયારે દીક્ષા લઉં?ક્યારે સાધુવેશ સ્વીકારું?'તેને કદાચ સાધુવેશ વિના પણ કેવળજ્ઞાન થાય તેવું બની શકે ખરા!
બારસાસૂત્રમાં આવે છે કે ભગવાન અગાર (ઘર) છોડીને અણગાર બન્યા. દીક્ષા લેવા માટે સૌ પ્રથમ ઘર છોડવું જોઇએ. ઘરની સાથે આખો સંસાર જોડાયેલો છે. તેથી જેની ભાવના દીક્ષા લેવાની હોય, સાધુવેશ સ્વીકારવાની હોય, અરે ! જેમણે તેવી ભાવના કરવી હોય તેમણે પણ ઘર છોડીને થોડો સમય ગુરુમહારાજની સાથે રહેવું જોઇએ. ‘સસનેહિ પ્યારા રે, સંયમ કબ હિ મિલે?' ‘કયારે બનીશ હું સાચો રે સંત' વગેરે ભાવનાઓ હૃદયમાં રોજ ઉછાળવી જોઇએ. stefos
ઘરના શોકેશમાં હવે રમકડા કે ટી.વી. નહિ, સંપૂર્ણ સાધુવેશ રાખવો જોઇએ. ઘરના બધા સભ્યોએ રોજ તે વેશના દર્શન કરીને સંયમ સ્વીકારવાની
તત્વઝરણું
૪૩