________________
હું સાધુ છું, અંદરથી મારી હાલત કેવી છે ? તે હું જાણું અને મારા પ્રાયશ્ચિત્તદાતા ગુરુદેવ અને કેવલી ભગવાન જાણે. | બાહ્ય વ્યવહારથી સાધુ મહાન. પછી શ્રાવક-શ્રાવિકાનો નંબર આવે. પછી અન્ય ધર્મીઓનો. પણ અંદરની ભૂમિકામાં તો હું કયાંય પાછળ હોઉ અને તમારામાંથી કોઇક આત્મા મોક્ષની ઘણી નજીક પહોંચી ગયો હોય. - સંભળાય છે કે તેજપાળના પત્ની અનુપમાદેવી મહાવિદેહમાં જન્મી, દીક્ષા લઇને, કેવળજ્ઞાની તરીકે વિચરી રહ્યા છે. આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે જશે. અનુપમાના ભવમાં દીક્ષા ન લેનારીનો બીજા જ ભવમાં મોક્ષ અને આ ભવમાં દીક્ષા લેનારા મારા હજુ કેટલા ભવો હશે તે કોને ખબર? ગુરુ હેમચન્દ્રાચાર્યના ઘણા ભવો, જ્યારે સંસારી શિષ્ય કુમારપાળના માત્ર ત્રણ જ ભવ ! બધા માટે બધું શક્ય છે. મારા કરતાં પણ તમે ઘણાં આગળ હોઇ શકો. માટે બહારની ભૂમિકામાં કોઇ નીચેની કક્ષામાં દેખાય તો તેને ધિક્કારતા કે તિરસ્કારતા નહિ, કદાચ અંદરની ભૂમિકામાં તેઓ આપણાથી ઘણી ઊંચી કક્ષા પણ પામી ગયા હોય..
બહારની ભૂમિકામાં જેઓ આપણાથી આગળ હોય તેમના માટે અંદરની ભૂમિકામાં તેઓ નીચી કક્ષામાં હશે તો? એવી શંકા નહિ કરવાની. તેમની બહારની ઊંચી કક્ષાને ધ્યાનમાં લઇને અંદરથી પણ તેમની તેવી ઊંચી કક્ષા જ હશે, તેમ માનીને ઊંચું બહુમાન દાખવવું. - બાહ્ય રીતે ગૃહસ્થપણામાં રહેલા કુમપુત્ર આંતરીકપણે ઊંચી કક્ષાને સ્પર્શીને કેવળજ્ઞાન પામ્યા. કેવલી બનેલા તેમણે છ મહીના સુધી માતાપિતાની સેવા કરી, કારણકે ત્યાં સુધી કોઇને તેમના કેવળજ્ઞાનની ખબર ન પડી. કેવળજ્ઞાની પણ જયાં સુધી અજ્ઞાત હોય ત્યાં સુધી બધું ઔચિત્ય બરોબર સાચવે. જો અજ્ઞાત કેવળજ્ઞાની પણ માતા-પિતાની સેવા કરતા હોય તો કેવળજ્ઞાનની અપેક્ષાએ ઘણું ઓછું જ્ઞાન ધરાવનારા આજના ગૃહસ્થ તો માતા-પિતાની કેટલી સેવા કરવી જોઇએ !
સંસાર જ ગમે, મોક્ષ ન જ ગમે' તો અચરમાવર્તમાં, “સંસાર પણ ગમે અને મોક્ષ પણ ગમે' તો ચરમાવર્તમાં પણ જો તેથી ય આગળ વિકાસ સાધીને “સંસાર ન જ ગમે, મોક્ષ જ ગમે' એવી ભૂમિકા પામીએ તો અર્ધચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો ગણાય. હવે તેને નવકાર ગણવા જ ગમે, પૈસા ગણે ખરા પણ ગણવા જેવા માને નહિ. ગુરુમહારાજ જ ગમે. ઘરવાળી સાથે રહે તો પણ તેની સાથે રહેવું તો સારું ન જ માને.
તત્વઝરણું
| પટ