________________
આરાધના-સાધના કરવાની જરૂર જ ન હોત !
મા-દીકરી, પિતા-પુત્ર, મરઘી-ઇંડાની વંશપરંપરા પણ અનાદિથી છે. તે વંશપરંપરાનો સમષ્ટિગત અંત ન આવતો હોવા છતાંય વ્યક્તિગત કોઇ વંશપરંપરાનો અંત ન આવે? દીકરા-દીકરીઓ બ્રહ્મચારી અવસ્થામાં દીક્ષા લે કે મોત પામે, તો તેમની પરંપરા અટકી જાય ને? તે જ રીતે સમગ્ર વિશ્વના તમામ આત્માઓના સંસારનો અંત ન આવે પણ વ્યક્તિગત રીતે કોઇ આત્માનો સંસાર અટકી શકે છે; તે અટકાવવા મોક્ષ પામવો જોઇએ. તે માટે વધુને વધુ ધમરાધના-સાધના કરવી જરૂરી છે.
આત્મા છે. તે અનાદિકાળથી છે. તેને કોઇએ ઉત્પન્ન કર્યો નથી. તો. સવાલ પેદા થાય કે સૌ પ્રથમ આ આત્મા કયાં હતો? તેનો પહેલો ભવ કયો હતો? તે નાશ નથી પામવાનો, તો છેલ્લે કયાં જવાનો?
આપણા સૌનો પહેલો ભવ હતો જ નહિ. કોઇપણ આત્માનો કદી પણ પહેલો ભવ હોય જ નહિ. જો આત્માનો પહેલો ભવ માનો તો તે પહેલાં આત્મા
ક્યાં હતો? નહોતો તો તેને કોણે ઉત્પન્ન કર્યો? શા માટે? કેવો ઉત્પન્ન કર્યો? વગેરે અનેક ગંભીર સવાલો પેદા થાય. જેના જવાબો ન મળે. આત્મા અનાદિ છે, માટે તેનો કોઇ પ્રથમ ભવ છે જ નહિ. કેવળજ્ઞાની ભગવંત પણ આત્માનો. પહેલો ભવ કહી ન શકે. - જે આત્માનો પહેલો ભવ હોત તો કેવળજ્ઞાની ભગવંત ચોક્કસ તે પહેલો ભવ કહેત. પણ પહેલો ભવ હોય જ નહિ તો સર્વજ્ઞ કેવલિભગવંત પણ શી રીતે તેનો પહેલો ભવ કહે? પહેલો ભવ ન હોવાના કારણે ન કહે તેથી કાંઇ તેઓ સર્વજ્ઞ મટી જતા નથી. કોઇ પેશન્ટ ન આવવાથી ડોક્ટર કોઇની દવા ન કરે તો તેથી કાંઇ ડોક્ટર, ડોકટર તરીકે મટી ન જાય. - તમામે તમામ આત્માઓનો પહેલો ભવ ભલે નથી, પણ બધાનું પહેલું સ્થાન તો હતું જ. ઋષભદેવ, મહાવીર સ્વામી, સીમંધર સ્વામી, તમે અને હું, આપણે સહુ સૌથી પહેલાં અવ્યવહારરાશીની નિગોદમાં હતા. આપણા સહુનું આ પ્રથમ સ્થાન હતું.
અનંતા આત્માઓ એકી સાથે એક જ શરીરમાં રહે તેને નિગોદ કહેવાય. તેઓ એક શ્વાસોશ્વાસમાં સાડાસત્તરવાર (૧૦૧/૨) જન્મ-મરણ કરે. એટલે કે ૧૦ વાર જન્મ, ૧૦ વાર મરે અને અઢારમી વાર જન્મે ત્યારે તંદુરસ્ત માનવનો એક શ્વાસોશ્વાસ પૂરો થાય.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્. તત્વઝરણું
in ૨૩