________________
મોક્ષે પહોંચેલો આત્મા ફી નીચે કદી ન આવે; કારણ કે તેને હવે કોઇ કર્મો ચોટેલા નથી. જે મોક્ષે ગયેલો આત્મા ફરી સંસારમાં આવતો હોય, તેણે ફરી માતાના ગર્ભમાં ઉંધા માથે લટકવાનું હોય, એકડો ઘૂંટવાનો હોય, સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિ સહવાની હોય તો એવા મોક્ષમાં જવાની શી જરુર? તે માટે ધમરાધના કરવાની પણ શી જરુર? અજેનો ભગવાનના ૨૪ અવતાર માને છે. પોતાના ધર્મ ઉપર હુમલા થાય ત્યારે તેની રક્ષા કરવા ભગવાન જન્મ લે છે એવું માને છે. લાગે છે કે આ અવતારો ભગવાનના નહિ પણ આપણી દુનિયાના દેવોના હોવા જોઇએ. બાકી, મોક્ષમાં ગયા પછી થોડું આ સંસારમાં પાછું આવવાનું હોય? - કર્મ નથી માટે પવિત્ર બનેલો, કર્મ રહિત આત્મા નીચે ન આવે. ધમસ્તિકાય આગળ ન હોવાથી તે ચદ રાજલોક બહાર ઉપર ન જાય. તેથી તે. અલોકની બોર્ડર પાસે અટકી જાય. તે વખતે તે મોક્ષમાં રહેલો કહેવાય.
આત્માનો ગતિ કરવાનો ધર્મ છે, સ્થિર રહેવાનો નહિ માટે સ્થિર રહેવું તે અધર્મ કહેવાય. ઊભા રહેવાની શક્તિ પોતાનામાં હોવા છતાં ય ગરમીમાં ઝાડ, શેલ્ટર વગેરે આપણને ઊભા રહેવામાં મદદ કરે છે, તેમ સ્થિર રહેવાની શક્તિ જીવ અને જડમાં હોવા છતાં તેમને સ્થિર રહેવામાં જે એક દ્રવ્ય સહાય કરે છે, તે અધમત્તિકાય કહેવાય છે. તે પણ રુપ-ગંધ-રસ-સ્પર્શ-આકાર વિનાનું અખંડ અપી દ્રવ્ય છે.
આ ધમસ્તિકાય અને અધમસ્તિકાય(ગતિમાં અને સ્થિર રહેવામાં સહાય કરવા રુપ) પરસ્પર વિરુદ્ધ ધર્મવાળા હોવા છતાં ય ચોદે રાજલોકમાં સર્વત્ર સાથે રહે છે. અરુપી હોવાથી સાથે રહેવામાં તેમને વાંધો આવતો નથી. કેબલ ઉપર કેટલી ચેનલો આવે છે? એક સાથે એક જ ચેનલ જુઓ, પણ ત્યાં તરંગો તો તમામ ચેનલોના હોય ને? રીમોટ કંટ્રોલથી ચેનલ બદલો એટલે તરત બીજા દ્રશ્યો આવે ને? જો તદ્દન જુદા દ્રશ્યોવાળી અનેક ચેનલોના તરંગો એક જ જગ્યાએ એકી સાથે રહી શકે તો ધમસ્તિકાય વગેરે અનેક દ્રવ્યો એકી સાથે કેમ ન રહી શકે?
આકાશનો સ્વભાવ બધાને જગ્યા આપવાનો છે. આ આકાશ અનંત છે. તેમાં બધે જ ધમસ્તિકાય, અધમસ્તિકાય, જીવો અને જડ પુદ્ગલો; આ ચાર દ્રવ્યો રહ્યા નથી. પણ આકાશના અનંતા ભાગો કરીએ તો તેમાંના એક નાનકડા અનંતમા ભાગમાં જ આ ચાર પદાર્થો રહ્યા છે. તે નાના ભાગને લોકાકાશ કે ચૌદ રાજલોક કહેવાય છે. તે સિવાયના, તેની આસપાસના અનંતાભાગોમાં કયાં ય આ ચારમાંના કોઇ પણ દ્રવ્યો નથી. તે અલોક કે અલોકાકાશ કહેવાય છે. તત્વઝરણું