________________
"
પ્રવૃત્તિ થઈ, તેથી તે વખતે ચોંટતી કાર્મણ રજકણમાં જુદું જુદું બળ પેદા થાય, અને પ્રાયશ્ચિત્ત પણ દરેક જણને જુદું જુદું આવે.
તીવ્ર ભાવથી માંકડ મારતાં ચોંટેલી કામણવર્ગણા કહે છે કે, “અમે મેલેરીયા કે ટાઈફોઇડથી નહિ, પણ એક વર્ષ પછી, પાંચ વર્ષ સુધી લકવાના રોગથી પીડા આપીશું; કારણ કે તીવ્રતાએ અમારામાં ઘણું બળ પેદા કર્યું છે.
ઓછી ઓછી તીવ્રતાથી બંધાયેલા અમારામાં ઓછું ઓછું બળ પેદા થવાથી અમે ક્રમશઃ ટાઇફોઇડ, મેલેરીયા, સામાન્ય તાવ, માથાનો દુઃખાવો પેદા કરીશું. વળી અમે જ્યારે પણ ચોંટીએ ત્યારે ઓછામાં ઓછી પણ અનંતા પરમાણુઓના જથ્થા રુપે ચોંટીએ છીએ.'
આમ, જ્યારે જ્યારે કામણ વર્ગણા ચોંટીને કર્મ બને ત્યારે તેમાં (૧)પ્રકૃતિ (૨)સ્થિતિ (૩)રસ અને (૪)પ્રદેશ નક્કી થાય છે. e “કર્મો તો જડ છે, તે ચેતન આત્મા ઉપર શી રીતે અસર કરી શકે?' તેવું ન પૂછવું. જડ દવા ચેતનના માથાનો દુઃખાવો ન મટાડે? જડ દાસ ચેતનને નશો પેદા ન કરે? જડ બ્રાહ્મી વગેરે બુદ્ધિ ન વધારે? જડ ચશ્મા દેખતા ન કરે? જડ રાબડી-મગ શક્તિ ન આપે? કૂતરો-ગધેડો એવા કડવા જડ શબ્દો આપણને ગુસ્સો ન કરાવે? આપણા જીવનમાં બનતી ઢગલાબંધ ઘટનાઓમાં જડ પદાર્થોની આપણા આત્મા ઉપર અસર અનુભવાય છે, પછી જડકર્મો આત્મા ઉપર અસર કરે છે, તેવું કેમ ન મનાય?
સૂર્ય જેવો તેજસ્વી આત્મા છે, તેના પ્રકાશ જેવા અનંતા ગુણો છે. તેને ઢાંકનારા વાદળ જેવા કર્મો છે. આત્માના ગુણો અનંતા હોવા છતાં મુખ્યત્વે આઠ ગણાય છે. (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અવ્યાબાધ સુખ (૪) સમ્યગ્ર દર્શન-વીતરાગતા (૫) અક્ષરસ્થિતિ (૬) અપીપણું (૭) અગુરુલઘુ અને (૮)અનંતવીર્ય. આ ગુણોને ઢાંકનારા કર્મો ક્રમશઃ (૧)જ્ઞાનાવરણીય (૨)દર્શનાવરણીય (૩)વેદનીય (૪)મોહનીય (૫)આયુષ્ય (૬)નામ (૯)ગોત્ર અને (૮)અંતરાયકર્મ તરીકે ઓળખાય છે.
(૧) જે જ્ઞાન અટકાવે, મૂર્ખ-અજ્ઞાની-જડ બનાવે તે જ્ઞાનાવરણીય. (૨)બહેરા-મૂંગા-બોબડા-આંધળા બનાવે, ઊંધ લાવે તે દર્શનાવરણીય. (૩)સુઃખ-દુઃખની સ્થિતિ પેદા કરે તે વેદનીય. (૪)કામ-ક્રોધાદિ દોષો પેદા કરે-મિથ્યાત્વી બનાવે તે મોહનીય. (૫) જન્મ-મરણ કરાવે તે આયુષ્ય. (૬)ગતિ-શરીર-રુપ વગેરે આપે તે નામ. () ઉચ્ચ-નીચના વ્યવહારો કરાવે તે ગોત્ર. અને (૮)દાન દેતા - ભોગવતા - ખાતા - પીતા - પહેરતા અટકાવે તે અંતરાયકર્મ. તત્વઝરણું
૧૧૧