________________
પાંચ અનુત્તરના દેવો અપ્રવિચારી છે. તેમની કામવાસના લગભગ શાંત પડેલી હોય છે. તેઓ વીતરાગ પ્રાયઃ કહેવાય છે. ખૂબ સુખી છે.
દેવીઓ પણ ખાનદાન કુળવધુ અને વેશ્યા જેવી, એમ બે પ્રકારની છે. જે એક દેવને વળગીને રહી હોય તે પરિગૃહિતા દેવી કહેવાય. જે કોઈ એક દેવના તાબામાં ન હોય પણ ઉપર ઉપરના તેને યોગ્ય દેવો પાસે પણ જતી હોય તે વેશ્યા જેવી અપરિગૃહિતાદેવી કહેવાય.
વિરતિમાં તો આપણે મનુષ્યો દેવોથી ચડીએ છીએ, પણ અપેક્ષાએ તો ભક્તિમાં પણ આપણે દેવોથી ચડીએ. દેવો એક રુપે ભગવાનનો અભિષેક કરતા હોય ત્યારે બીજા અન્ય રુપો વડે કામસુખ પણ ભોગવતા હોય. જ્યારે આપણે અભિષેક કરીએ ત્યારે આપણા તમામે તમામ આત્મપ્રદેશો પ્રભુની ભક્તિમાં જોડાયેલા હોય.
સાધુ કાળધર્મ પામીને દેવલોકમાં જ જાય. અહીંની સાધના વડે તે અનાસક્તિના સંસ્કાર કેળવે. પરિણામે દેવલોકમાં અપ્સરાઓ મળવા છતાં આસક્ત ન બને.ત્યાં ગયા પછી સીમંધરસ્વામીની દેશના સાંભળવા કે નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા જાય. સાધુજીવન બ્રહ્મચર્ય વગેરે ગુણોના અભ્યાસ માટે છે. તેની પરીક્ષા આપવા દેવલોકમાં જવાનું. પાસ થાઓ તો નજીકના ભવોમાં મોક્ષે જવાનું સદ્ભાગ્ય મળે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ કકડમ્.
તત્વઝરણું
ૠજુગતિ ૧ સમયની છે. એકવક ગતિ ૨ સમયની છે. દિવક્રગતિ ૩ સમયની છે.
PJe #bj
ચતુર્વક ગતિ
Ple- V
એક વધુ ગતિ
* વિક્ર ગતિ
ત્રિવક્રગતિ ૪ સમયની છે. ચતુર્વક્ર ગતિ ૫ સમયની છે. * આવું ચિ. 'આત્મા' સૂચક છે.
૨૦૬