________________
રેયા. એટલાન્ટિક ત ચાર-ચાર લા. સને ફરતો ડબલ
આવવારની ચારે બા વગેરે મહાસન લવણસમુદ્રમાદેવાય. અત્યારે
સમુદ્ર
મીઠા જેવું ખારું પાણી તેમાં હોવાથી તે લવણસમુદ્ર કહેવાય. અત્યારે બધા દરિયાનું પાણી ખારું છે, કારણકે તે બધું લવણસમુદ્રમાંથી આવેલું છે. આજના પેસિફીક, એટલાન્ટિક વગેરે મહાસાગરો તો લવણસમુદ્રની ખાડી જેવા છે. લવણસમુદ્રની ચારે બાજુ ફરતો ચાર-ચાર લાખ યોજન પ્રમાણનો ધાતકીખંડ આવેલો છે. તેમાં ધાતકી-ધાવડી વૃક્ષ આવેલું છે. તેને ફરતો ડબલ પ્રમાણનો એટલે કે આઠ-આઠ લાખ યોજનનો કાળા રંગના પાણીવાળો કાલોદધિ સમુદ્ર આવે છે. તેની ચારે બાજુ વીંટળાયેલો સોળ-સોળ લાખ યોજનાનો પુષ્પરાવર્તદ્વીપ આવેલો છે. ત્યારપછી પુષ્કરવર સમુદ્ર આવેલો છે. આ રીતે વારાફરતી એક-બીજાને વીંટળાયેલા પૂર્વ-પૂર્વ કરતાં ડબલ-ડબલ પ્રમાણવાળા અસંખ્યાતા દ્વીપ-સમુદ્રો આવેલા છે. | હવે પછી જે નામનો દ્વીપ હોય તે જ નામનો તેને ફરતો સમુદ્ર છે. જેમાં દૂધ જેવું પાણી છે તે ક્ષીરવર સમુદ્ર. જેમાં વાણી-દાસ જેવા સ્વાદવાળું પાણી છે. તે વાણીવર સમુદ્ર, જેમાં ઘી જેવું ચીકણું પાણી છે તે ધૃતવર સમુદ્ર આઠમા નંબરનો નંદીશ્વર દ્વીપ છે. તેમાં જુદા જુદા પર્વતો ઉપર અને વાવડીઓમાં મળીને બાવન દેરાસરો છે. પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કરીને દેવો આ નંદીશ્વર દ્વીપમાં અઢાઇ મહોત્સવ કરવા આવે છે. નંદીશ્વર દ્વીપના બાવન જિનાલયોના આધારે આપણે ત્યાં પણ બાવન જિનાલયો બનાવાય છે. શત્રુંજય ગિરિરાજ ઉપર ચોથી ઉજમફોઇની ટૂંકમાં નંદીશ્વરદ્વીપની પ્રતિકૃતિ છે. તેરમા સચદ્વીપથી દિકકુમારિકાઓ પરમાત્માના જન્મકલ્યાણક -ની ઉજવણી કરવા આવે છે.
ત્રીજા નંબરના સોળ લાખ યોજનાના વિસ્તારવાળા પુષ્કરવરદ્વીપની બરોબર મધ્યમાં ગોળાકારે માનુષોત્તર પર્વત આવેલો છે. તેની બહારના ભાગમાં કોઇપણ મનુષ્યના જન્મ-મરણ થતાં નથી. તેની અંદર રહેલા જંબૂદ્વીપ, લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર અને અડધો પુષ્કરવર દ્વીપ મળીને બે સમુદ્ર અને અઢીદ્વીપના વિસ્તારમાં જ મનુષ્યોના જન્મ-મરણ થઇ શકે છે. હવે પછી ઉત્તર-બહાર કોઇ મનુષ્યોના જન્મ-મરણ ન થતાં હોવાથી તે પર્વત માનુષોત્તર પર્વત કહેવાય છે.
વિધા વડે ચારણમુનિઓ નંદીશ્વરાદિદ્વીપ જાય કે કોઇ દેવ, મનુષ્યને અઢી દ્વીપ બહાર લઇ જાય તો પણ ત્યાં તેમનું મરણ ન જ થાય.તે પહેલાં તેઓ પાછા આવી જાય.ગર્ભવતી સ્ત્રી પણ બહાર બાળકને જન્મ ન આપે.લઇ જનારો દેવા તેને પાછી માનુષોત્તર પર્વતની સરહદની અંદર મૂકે પછી જ જન્મ આપે.
તત્વઝરણું
૨૦૧