________________
રાખવાના હોય તેવું હીરો હોન્ડા કયો કોલેજીયન ઇચ્છે? | (૪) દુઃખની ભેળસેળવાળા સુખને પણ કોણ ઇચ્છે? કોઇ માજી પ્રેમભર્યા શબ્દો સાથે રોટલો અને મરચું ખવડાવે અને બીજી કોઇ વ્યક્તિ કડવા શબ્દો બોલવાપૂર્વક ગુલાબજાંબુ ખવડાવે તો તમને ક્યાં વધુ મજા આવે? રોટલો અને મરચું ખાવામાંને? કેમ? ગુલાબજાંબુ પણ સુખ ન આપી શકે, જો તે કડવાશ ભર્યા અપમાનજનક શબ્દોના દુઃખની ભેળસેળવાળા હોય તો. બરોબર ને?
આમ, આપણે સૌ (૧) મોટા દુઃખને નહિ લાવનારા (૨) કાયમી ટકનારા (૩) સ્વાધીન અને (૪) દુઃખની ભેળસેળ વિનાના સુખને ઇચ્છીએ છીએ, એવું નક્કી થયું. તો આવું આપણું ઇચ્છેલું સુખ ક્યાં મળે? જરા તપાસ તો કરો. પૈસા, પત્ની, પરિવાર, પ્રભુત્વ, પુત્ર, પપ્પા વગેરેમાં મળે ? ભોજન, વેશ, મકાન, ફર્નિચર, ટી.વી., ગાડી, પંખા વગેરેમાં મળે ? બોલો તો ખરા ? સૌને જેવું જોઇએ છે તેવું સુખ કયાં મળે ? | સુગંધી પદાર્થને પામવા હરણીયાએ જંગલમાં એક છેડેથી બીજા છેડે દોટ મૂકી. સુગંધ આવે છે, પણ તે સુગંધ આપનાર સુગંધી પદાર્થ તેને ન મળ્યો. કારણ જાણો છો ? તે સુગંધી પદાર્થ-કસ્તુરી- તેની નાભીમાં જ હતી અને તે હરણ તેને બહાર જંગલમાં શોધતું હતું. પછી તે શી રીતે મળે ? તે જ રીતે સુખ પણ આપણા આત્મામાં જ છે અને આપણે તેને શોધીએ છીએ ટી.વી. વગેરે બહારના પદાર્થોમાં. શી રીતે મળે ? વડદાદા, દાદા, બાપા અને આપણે, કોઇને ય બહારના પદાર્થોમાંથી આજ સુધી સુખ મળ્યું નથી, તે હકીકત છે, તો હજુ ય ત્યાં જ સુખની શોધ કરવામાં મૂખઇ નથી. - વિજ્ઞાને શોધેલા સાધનોમાં સુખ છે જ નહિ. આપણે સુખના કહેવાતા સાધનો પાછળ પાગલ બન્યા છીએ, નવા નવા સાધનો વસાવતાં જઇએ છીએ, પણ આપણી ધારણા પ્રમાણેનું સુખ આપવાની તેમની પણ તાકાત ક્યાં છે? અબજોના અબજો રુપીયાનો ખર્ચ અને કરોડો માનવ કલાકોનો ઉપયોગ કર્યા પછી વિજ્ઞાન કોઇ એક વ્યક્તિના એક દુઃખને કાયમ માટે દૂર કરવાની ગેરંટી આપી શકહ્યું છે ખરું? વિજ્ઞાન કોઇ એક દુઃખને ટેમ્પરરી દૂર કરી શકે, પણ કાયમ માટે દૂર કરી ન શકે. કોઇને થયેલા મેલેરીયાને મટાડી શકે પણ વિશ્વમાં કોઇને ક્યારેય કોઇ રોગ નહિ થાય તેની ગેરંટી ન આપી શકે. સરબત વગેરે આપીને તરસ ટેમ્પરરી દૂર કરી શકે પણ કાયમ માટે તરસનું દુઃખ દૂર ન કરી શકે? હવે તેની પાછળ પાગલ શી રીતે થવાય? | ભલા ભાઇ! કહો તો ખરા કે વિજ્ઞાને કોઇ એવી ટેબ્લેટ શોધી છે કે જે લેનારને કયારે ય કોઇ પણ રોગ નહિ થાય તેની ગેરંટી આપી શકાય? એવું | તત્વઝરણું
૦૦