________________
ઉપર પડતાં આપી દીધી. ઘરાકને તેની રકમ ભલે વેપારીએ આપી જણાતી હોય, છતાં તે શું કહે ? રાજાએ મને અપાવી. રાજાની પ્રસન્ન નજર વિના મને તે ન મળત. રાજા મારી ઉપર પ્રસન્ન છે. તે જ રીતે ભક્તિથી દુઃખો, પાપો, દોષો જાય, તે ભગવાનની આપણી ઉપર પ્રસન્નતા. વ્યવહાર નય કહે છે કે ભગવાન બધું જ કરે. ભગવાન પ્રસન્ન પણ થાય.
“તું હિ ત્રાતા, તું હિ વિધાતા” , “મુનિસુવ્રત સ્વામીએ પોતાના હાથે મારા લલાટે તિલક કર્યું,’ ‘કબજે આવેલા તમને હવે હું કદિ નહિ છોડું.” “ભલે સાત રાજ દૂર છો, તો ય મારા હૃદયમાં પેઠા છો,' વગેરે ભાવવાળી સ્તવનની પંક્તિઓ વ્યવહારનયના આધારે છે.
નિશ્ચયનય અને વ્યવહારનય, બંને નય પોતપોતાના સ્થાને બળવાન છે. મગરનું બળ પાણીમાં વધારે, હાથીનું બળ જમીન ઉપર વધારે. હાથી પાણીમાં નિર્બળ, મગર જમીન ઉપર નિર્બળ. તે જ રીતે વ્યવહારનયના સ્થાને વ્યવહારનય બળવાન. નિશ્ચયનયના સ્થાને નિશ્ચયનય બળવાન. સ્થાન બદલાય તો બંને નિર્બળ, પણ પોતપોતાના સ્થાને હોય તો બંને બળવાન. તેથી આપણે આપણી જીવનશૈલિમાં યોગ્ય સ્થાને યોગ્ય નયને મહત્ત્વ આપવું જોઇએ. તે જૈનશાસન ચાવાદમાં માને છે. જુદી જુદી, પરસ્પર વિરોધી લાગતી અનેક વાતો પણ સાચી હોઇ શકે છે. અપેક્ષા બદલાતાં સત્ય પણ અસત્ય બને અને અસત્ય પણ સત્ય બને. આપણે તે સત્યને સ્વીકારવું કે જેનાથી આપણા રાગ-દ્વેષ ઓછા થાય, નાશ પામે.
રાગ-દ્વેષને વધારનારું સત્ય પણ સત્ય નથી. જે સત્ય સ્વીકારવાથી રાગદ્વેષ રુપી મોટા અસત્યો પેદા થાય, તે સત્યને સ્વીકારાય નહિ. સંદર સ્વાદિષ્ટ બદામ પીસ્તાવાળો દૂધપાક પીવો સારો છે, પણ તેમાં ઝેરનું એક ટીપું હોય તો? તે મોટાદુઃખ-મોતને લાવનાર હોવાથી હવે તે પીવો સારો ન ગણાય. ઝેરના ટીપાં જેવા રાગ-દ્વેષ છે. તેને લાવનાર દૂધપાક જેવું સત્ય પણ સ્વીકારાય નહિ.
છેવટે તો આત્માના પરિણામ જ મુખ્ય છે. આપણા આત્માના પરિણામ જેનાથી નિર્મળ બને, તે કરાય. જે પ્રવૃત્તિથી આત્માના પરિણામ મલિન થાય તેવી કહેવાતી સારી પ્રવૃત્તિ પણ ન કરાય.'
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
ass is flags less to
તત્વઝરણું
and
૨૧