________________
સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૧૩ શુક્રવાર. તા. ૪-૧૨-૦૨
જ્ઞાન ન પ્રગટવા દે તે જ્ઞાનાવરણીય. દર્શન થતું અટકાવે તે દર્શનાવરણીય. જ્ઞાન એટલે જાણવું. દર્શન એટલે જોવું. પહેલાં દેખાય, પછી જણાય. પહેલાં દર્શન થાય પછી જ્ઞાન થાય. કોઇપણ પદાર્થનો સામાન્યથી બોધ થાય તે દર્શન. વિશેષથી બોધ થાય તે જ્ઞાન.
રસ્તામાં પસાર થતાં ઘણા બોર્ડ ઉપર નજર ગઇ. તે દર્શન થયું. પણ તેમાંના કેટલાક બોર્ડ ઉપર શું લખેલું છે, તે બરોબર જણાયું, તેનું જ્ઞાન થયું.
કાંઇક સાંભળ્યું, જોયું, સૂંઠું, ચાખ્યું, અડ્યા તે દર્શન,પણ શંખનો અવાજ સાંભળ્યો, ગુલાબ જોયું, અત્તર સૂંઠું,ખાંડ ચાખી, રૂ ને અડ્યા તેવો વિશેષ બોધ થયો તે જ્ઞાન. ge જ્ઞાનાવરણીય કર્મના ઉદયે મૂર્ખ, મંદબુદ્ધિ, ભૂલકણા વગેરે બનાય. દર્શનાવરણીયં કર્મના ઉદયે ઊંઘ આવે, ઇન્દ્રિયોમાં ખોડ-ખાંપણ આવે. બહેરાશ, ઝામર, મોતીયો, આંખના નંબર (ચશ્મા) વગેરેમાં દર્શનાવરણીય કર્મનો ઉદય કારણ છે. G ઊંઘ સારી નથી. પાંચ જણને ગબડાવી દેનારા પહેલવાનને ઊંઘમાં નાનકડો છોકરો મારી શકે ! ઊંઘમાં પાંચ ઇન્દ્રિયો અને મન નકામા થઇ જાય. બધી શક્તિ ખતમ થઇ જાય. આત્માના સર્વ ગુણોનો તેટલા સમય માટે ઘાત થાય. માટે ઊંઘને સર્વઘાતી કહી છે. ઊંઘમાં ઘણો બધો કિંમતી સમય વેડફાઇ જાય છે, માટે જરૂર કરતાં વધારે ઊંઘવું ન જોઇએ. - ૧,૨,૪ અને ૮ નંબરના ચાર ઘાતી કર્મો છે. તે સિવાયના ૩,૫,૬,૭ નંબરના ચાર અઘાતી કર્મો છે. ચારે ઘાતી કર્મોનો ઉદય દુઃખનો/પ્રતિકૂળતાનો અનુભવ કરાવતા હોવાથી પાપકર્મો છે. જ્યારે ચાર અઘાતી કર્મોના પેટાભેદોમાં કેટલાક અનુકૂળતા પેદા કરે છે તો કેટલાક પ્રતિકૂળતા લાવે છે, માટે તે પુણ્ય અને પાપ, બંને પ્રકારના છે. જે અનુકૂળતા આપે તે પુણ્યકર્મ અને જે પ્રતિકૂળતા પેદા કરે તે પાપકર્મ કહેવાય. | તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન; એમ જ્ઞાન પાંચ પ્રકારના છે, માટે તે તે જ્ઞાનને પ્રગટ થતાં અટકાવનારા તે તે નામના જ્ઞાનાવરણીય કર્મો પણ કુલ પાંચ પ્રકારના છે.
મતિ એટલે બુદ્ધિ. મંદબુદ્ધિ, જડતા, મૂર્ખતા વગેરે મતિજ્ઞાનાવરણીય કર્મના ઉદયે થાય. પૂર્વભવ યાદ ન આવવામાં આ કર્મ કારણ છે. તે નબળું પડે તો જાતિસ્મરણ જ્ઞાન થાય; તેનાથી પૂર્વભવ યાદ આવે. તત્વઝરણું
૧૪૧