________________
ચૂલિકાની ચારે બાજુ એકેક સિંહાસન ઐરવત-ભરત ક્ષેત્રના અને પૂર્વ-પશ્ચિમ શીલા ઉપર બે-બે સિંહાસન મહાવિદેહક્ષેત્રના ભગવાનનો જન્માભિષેક કરવા માટે છે.
સૂર્યનું વિમાન મેરુપર્વતની આસપાસ સતત ફરે છે. જ્યારે તેઓ પૂર્વદિશામાં ૪૭,૨૬૩ યોજન દૂર હોય ત્યારે દેખાવાના શરુ થાય છે, તેને ઉદય થયો કહેવાય છે. બરોબર માથા ઉપર આવે ત્યારે મધ્યાહ્ન થાય. પશ્ચિમદિશામાં ૪૦,૨૬૩ યોજન દૂર જાય ત્યાં સુધી દેખાય છે. પછી દેખાવાનું બંધ થાય તેને સૂર્યાસ્ત કહીએ છીએ. સૂર્ય નથી જમીનમાં ડૂબતો કે નથી પૂર્વદિશામાંથી બહાર ઉગતો. તે તો સતત ૮૦૦ યોજન ઉપર આકાશમાં ફરે છે. પણ આપણી આંખની મર્યાદાના કારણે દૂર દૂર ધરતી અને આકાશ અડતા દેખાય છે. તેથી જ્યારે દેખાવાનું શરુ થાય ત્યારે જાણે કે તે નીચેથી ઉપર આવતો હોય તેવું લાગે છે, તેને ઉદય કહેવાય છે. જ્યારે દેખાવાનું બંધ થાય ત્યારે તે ધરતીને અડતો હોય,ડૂબતો હોય તેવું લાગે છે, તેને અસ્ત કહેવાય છે.
જુદા જુદા ૨૭ નક્ષત્રના વિમાનો પણ આકાશમાં ફરે છે. સૂર્ય જ્યારે કોઈ નક્ષત્રની નજીકમાં ફરે ત્યારે સૂર્યનો તે નક્ષત્ર સાથે યોગ થયો કહેવાય. જ્યાં સુધી સૂર્ય તે નક્ષત્રની સાથે ફરે ત્યાં સુધી સૂર્ય તે નક્ષત્રમાં છે તેમ કહેવાય છે. સૂર્ય આદ્રાનક્ષેત્રની સાથે આવે ત્યારે વાતાવરણ બદલાય છે. વરસાદ શરુ થાય છે. જીવોત્પત્તિ થવાના કારણે કેરી ખાવાનું બંધ થાય છે. આદ્રાથી સ્વાતિ સુધીના નવ નક્ષત્રો સાથે સૂર્ય ફરે તે સમયને વરસાદનો કાળ ચોમાસું કહેવાય.
સૂર્ય અને ચંદ્રના વિમાનની ઝડપમાં ફરક છે. ચંદ્ર જ્યારે જે નક્ષત્રની સાથે ફરે ત્યારે ચંદ્રનો તે નક્ષત્ર સાથે યોગ થયો કહેવાય. ચંદ્ર રોહિણી નક્ષત્ર સાથે હોય ત્યારે રોહિણી તપ કરાય છે. પરમાત્મા મહાવીરદેવના કલ્યાણકો ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં થયા એટલે તે વખતે ચંદ્ર ઉત્તરાફાલ્ગુની નક્ષત્રની સાથે પ્રદક્ષિણા કરતો હતો, તેમ કહેવાય.
૨૦ નક્ષત્રો છે. સવા બે નક્ષત્રોની સાથે ચંદ્રનું વિમાન હોય ત્યારે તે એક રાશીમાં રહ્યું કહેવાય. કુલ ૧૨ રાશી છે. જ્યારે ચંદ્રનું વિમાન વૃશ્વિક રાશીમાં હોય ત્યારે જાડી ભાષામાં વિંછુડો કહેવાય છે.
સૂર્યનું વિમાન જ્યાં સુધી દેખાય ત્યાં સુધી દિવસ કહેવાય. પછી રાત - કહેવાય. સૂર્ય અને ચંદ્ર અમાસના સાથે ઉગે અને સાથે આથમે તેથી રાત્રે ચંદ્ર ન દેખાય. પછી રોજ બે-બે ઘડીનો ફરક પડે. પૂનમના સૂર્ય અસ્ત થાય ત્યારે ચંદ્ર ઉગે. તેથી દિવસે સૂર્ય હોય, રાત્રે ચંદ્ર હોય.
તત્વઝરણું
૨ ૨૫૧