________________
આપણને સૌને તારી દેવા, તેમણે લગાતાર સોળ પ્રહર સુધી દેશના વહાવી.
એક ઉત્સર્પિણી કાળ કે એક અવસર્પિણીકાળમાં ૨૪ વાર જ તેવા પ્રકારે ગ્રહો ઉચ્ચસ્થાનમાં આવે છે.માટે ૨૪ તીર્થંકર પરમાત્મા થાય છે, તેવું સાંભળવા મળ્યું છે. પણ મહાવિદેહક્ષેત્રમાં ઉત્સર્પિણી-અવસર્પિણીકાળ નથી. માટે ત્યાં ચોવીસી નથી. મહાવિદેહક્ષેત્રમાં કોઈને કોઈ વિજયમાં તીર્થંકરભગવંત હંમેશા હોય છે.
| હાથીનું શરીર ઘણું વજનદાર હોવા છતાં તેને ચાલવામાં કોઈ તકલીફ પડતી નથી. શરીર ભારે હોય કે હલકું, સૌ પોતપોતાનું શરીર આરામથી ઉચકી શકે છે. કોઈને પોતાનું શરીર ભારે કે હલકું લાગતું નથી. તેમાં તેમનું તેવા પ્રકારનું અગુરુલઘુ નામકર્મ કારણ છે. ગુરુ=ભારે. લઘુ હલકું. ભારે કે હલકું નહિ તે અગુરુલઘુ. | પરાઘાત નામકર્મ આત્મામાં એક પ્રકારનો પાવર પેદા કરે છે. સ્કૂલમાં કોઈ ટીચર આવે તો બધા મસ્તી-તોફાન કરે; બીજા કોઈ ટીચર આવી રહ્યા છે, તેવા સમાચાર મળતાં જ બધા શાંત થઈ જાય. આમાં કારણ તેમનું તેવું પરાઘાત નામકર્મ છે. પરાઘાત નામકર્મથી પ્રભાવ પડે. તેની વાત બધા માનવા તૈયાર થાય. તે ધારે તે કરાવી શકે. તેને બોલવાની પણ જરૂર ન પડે. તેના અસ્તિત્વ માત્રથી કાર્યો થયા કરે. તેની ગેરહાજરીમાં ભલે લોકો ગમે તેવું બોલે પણ તેની હાજરી માત્રથી મોતીયાં મરી જાય. તેનો વિરોધ કરવાની તાકાત ન રહે. આ બધો પરાઘાત નામકર્મનો પ્રભાવ છે..
સજજન-સંતોને પરાઘાત નામકર્મનો જોરદાર ઉદય હોય તો તેની જવાબદારી ઘણી વધી જાય છે. જો તે બોલવામાં, પ્રવૃત્તિ કરવામાં ધ્યાન ન રાખે તો માત્ર તેને જ નહિ, પણ તેને અનુસરનારા હજારોને નુકશાન થાય. તે તો ડૂબે પણ સાથે અનેકોને ડૂબાડે, માટે ઘણી ગંભીરતા ધારણ કરીને, આગળપાછળનો પૂરેપૂરો વિચાર કરીને, તેણે બધી પ્રવૃત્તિ કરવી જોઈએ. પરાઘાત નામકર્મના ઉદયે નેતૃત્વ શકિત પણ પ્રાપ્ત થાય.
- શ્વાસોશ્વાસ નામકર્મના પ્રભાવે શ્વાસોશ્વાસ કરવાની શકિત આવે છે. દેવોનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય તેટલા પખવાડીચે તેઓ શ્વાસોશ્વાસ કરે છે. ૩૩ સાગરોપમના આયુષ્યવાળા અનુત્તરવાસી દેવો તો સાડા સોળ મહીને એકવાર શ્વાસોશ્વાસ કરે છે !
નિર્માણ, ઉપઘાત, આતપ, ઉધોત, જિનનામ, અગુરુલઘુ, પરાઘાત અને શ્વાસોશ્વાસ, આ આઠ પ્રત્યેક કર્મો ૧૪ પિંડપ્રકૃતિના ૭૫ ભેદમાં ઉમેરતાં ૮૩ પેટાકર્મો થાય.
તત્વઝરણું
૨૮