Book Title: Paryushanparvadik Parvoni Kathao
Author(s): Amrutkushal Pandit, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/004573/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી અમૃતકુશલ પંડીત વિરચિત શ્રી પર્યુષણાપતૃદિક પર્વોની કથાઓ ': પ્રેરણા તથા આશીર્વાદ : 'પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય ' હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. 'પ.પૂ. સરસ્વતીલબ્ધપ્રસાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. : સંપાદક : મુનિ સત્યસુંદર વિજય : પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ. 2010_03 Page #2 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દર્શન ટ્રસ્ટ II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | શ્રી સીમંધરસ્વામિને નમઃ | I શ્રી મહાવીરાય નમઃ | અનંતલબ્લિનિધાનશ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ-૫. પદ્મવિ.જયઘોષસૂરિભ્યો નમઃ S છે BOTUS શુ જ8 શ્રી અમૃતકુશલ પંડીત વિરચિત શ્રી પર્યુષણાપતૃદિક પર્વોની કથાઓ : પ્રેરણા તથા આશીર્વાદ : પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. પ.પૂ. સરસ્વતીલબ્ધપ્રસાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. : સંપાદક મુનિ સત્યસુંદર વિજય : પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ - મુંબઈ. 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિનો સવ્યય કરી શ્રુતના ઉદ્ધારમાં સહાયક બનનાર શ્રી નવજીવન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ' મુંબઈ મૂલ્ય સંવત નકલ રૂા. ૬પ-00 ૨૦૧૬ ઈ. સ. ૨૦૦૦ 6િ પ્રાપ્તિસ્થાન ૦ ૧. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શોપ નં. ૫, બદ્રીકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ “ઈ” રોડ, નેતાજી સુભાષ માર્ગ, મુંબઈ-૨. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ૬/B, અશોકા કોંપ્લેક્ષ, પહેલા ગરનાળા પાસે, પાટણ (ઉ. ગુ.) મુદ્રક : કિરીટ ગ્રાફીક્સ, ૨૦૮-આનંદ શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ-૧, ફોન : ૫૩૫૨૬૦૨ 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય ૫. પૂ. વર્ધમાનતપોનિધિ સ્વ. આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણામાર્ગદર્શન આશિષથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી સંઘના સાતે ક્ષેત્રના અનેકવિધ કાર્યો ચાલી રહ્યા છે. જીર્ણપ્રાયઃ થયેલા આગમગ્રંથો શાસ્ત્ર ગ્રંથોને પુનઃ જીવિત કરવાનું કાર્ય મોટા પાયે ચાલી રહ્યું છે. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના ભગીરથ પ્રયાસથી આજ દીન સુધી ૨૦૦ થી વધુ શાસ્ત્ર ગ્રંથોની ૪૦૦ ૪૦૦ નકલ કરાવી ભારતભરના સંઘોમાં-જ્ઞાનભંડારોમાં ઘરબેઠા પહોંચાડવાનું કાર્ય ટ્રસ્ટ દ્વારા થઈ શક્યું છે. અનેક શ્રુતપ્રેમી શ્રાદ્ધવર્યો તથા શ્રી સંઘના અખૂટ સહકારથી શ્રુતના ઉદ્ધારનું વિરાટ કાર્ય ખૂબ સહજતાથી થઈ રહ્યું છે. હજી સેંકડો હજારો શ્રુતગ્રંથોને પુનર્જીવિત કરી ભાવી પેઢીને શ્રુતનો અમૂલ્ય વારસો પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવાની અમારી ખેવના છે. જે દેવ ગુરૂ અને શાસનદેવના પ્રભાવથી જરૂર પૂર્ણ થશે. પ્રસ્તુત ‘શ્રીપર્યુષણાપર્વાદિક પર્વોની કથાઓ'' નામક ગ્રંથને પુનર્જિવિત કરી શ્રી સંઘના ચરણે સમર્પિત કરતા ટ્રસ્ટ અત્યંત આનંદ અનુભવે છે. આ ગ્રંથ વિ. સં. ૧૯૬૯ની સાલમાં શ્રાવક ભીમસિંહ માણેક દ્વારા પ્રકાશીત કરવામાં આવેલ, ગ્રંથને પુનઃ પ્રકાશિત કરતા તેમના પ્રત્યે કૃતજ્ઞતા ભાવને વ્યક્ત કરીએ છીએ. 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુત ગ્રંથનું સંપાદન પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પૂ. મુનિશ્રી સત્યસુંદરવિજય મ. સાહેબ શ્રુતભક્તિથી પ્રેરાઈને પરિશ્રમ લઈ કરેલ છે. ટ્રસ્ટ તેમનો પણ ઉપકાર માને છે. ભવિષ્યમાં હજી વિશેષ શ્રુતભક્તિ કરવાની શક્તિ શાસનદેવ દ્વારા અમને મળતી રહે એજ મનોકામના. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ ચંદ્રકુમારભાઈ જરીવાલા લલિતભાઈ આર. કોઠારી પુંડરિકભાઈ એ. શાહ 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસમુદ્ધારક બનતા પુણ્યાત્માઓ તથા જેન સંઘો. - - - - - E ૧) ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા. ના ઉપદેશથી) ૨) શેઠ આણંદજી કલ્યાણજી પેઢી, અમદાવાદ. ૩) શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસ્વીસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૪) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ.સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદસ્ મ.સા.ની પ્રેરણાથી) ૫) શ્રી લાવણ્ય સોસાયટી જે. મૂ. જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૬) નયનબાળા બાબુભાઈ સી. જરીવાલા, હ. ચંદ્રકુમારભાઈ, મનીષભાઈ, કલ્પનેષભાઈ. (પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૭) કેશરબેન રતનચંદ કોઠારી, હ. લલિતભાઈ. (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી) ૮) શ્રી શ્વેતાંબર મૂ.ત. જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. ૯) શ્રી મુલુંડ છે. મૂ. ત. જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (પૂજયપાદ આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૧૦) શ્રી સાંતાક્રુઝ છે. મૂ. ત. જૈન સંઘ, સાંતાક્રુઝ, મુંબઈ. (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) ૧૧) શ્રી દેવકરણ મુળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ.પૂ. મુનિરાજ શ્રી સંયમબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) 2010_03 Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૨) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે.) | ૧૩) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરિટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોચિવિજયજી. મ.ની પ્રેરણાથી) ૧૪) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિશ્રી હેમદર્શનવિજયજી મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષવિજયજી મ. ની પ્રેરણાથી.) | ૧૫) શ્રી જૈન છે. મૂ. સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્યદેવ શ્રી ચકચંદ્રસૂરિ મ. ની પ્રેરણાથી.) ૧૬) શ્રી પાર્શ્વનાથ જે.મૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પૂ. મુનિશ્રી કલ્યાણબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) ૧૭) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. મુનિશ્રી અક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) ૧૮) શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા-રાજસ્થાન. (સિદ્ધાંત મહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. ના સંયમની અનુમોદનાર્થે) ૧૯) શ્રી ઘાટકોપર જૈને થે. મૂ. ત. સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદલ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૨૦) શ્રી આંબાવાડી છે. મૂ. ત. સંઘ, અમદાવાદ. (પૂ. મુનિ શ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૨૧) શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આ. નરરત્નસૂરિ મ. ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂ. તપસ્વીરત્ન આ. શ્રી || | હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી) ૨૨) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી) 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૩) શ્રી મહાવીર જૈન શ્વે. મૂ. સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ. પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) ૨૪) શ્રી માટુંગા જૈન શ્વે. મૂ. ત. સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. ૨૫) શ્રી જીવીત મહાવીર સ્વામી જૈન સંઘ, નાદિયા (રાજસ્થાન). (પૂ.ગણિ શ્રી અક્ષયબોધિવિ. મ.સા તથા મુનિશ્રી મહાબોધિવિ. મ.સા. ની પ્રેરણાથી) ૨૬) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) (૨૭) શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર, મુંબઈ. ૨૮) શ્રી પાલિતાણા ચાર્તુમાસ આરાધના સમિતિ (પૂ. આ. હેમચંદ્રસૂરિ મ. ના સં. ૨૦૧૩ના ચાતુર્માસ પ્રસંગે) ૨૯) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટ. અંધેરી (ઈ). | (મુનિશ્રી નેત્રાનંદવિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૦) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વે. મૂ. સંધ, જૈનનગર, અમદાવાદ (પ.પૂ. મુનિશ્રી સંયમબોધિવિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩૧) શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂ. સંઘ, સૈજપુર, અમદાવાદ. (પ.પૂ. આચાર્યવિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫ર ના ચાતુર્માસ નિમિત્તે પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩૨) શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા. ૩૩) શ્રી ગોડી પાર્શ્વનાથ ટેમ્પલ ટ્રસ્ટ, પૂના. (પ્રેરક : પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરિશ્વરજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.) ૩૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વે. મંદિર ટ્રસ્ટ-ભવાની પેઠ, પૂના. (પ્રેરક : મુનિશ્રી અનંતબોધિવિજયજી મ.સા.) ૩૫) શ્રી જે. મૂ. ત. દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ (દાદર) (મુનિ શ્રી અપરાજીતવિજયજી મ.ની પ્રેરણાથી) 2010_03 Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૬) શ્રી હરસૂરીશ્વરજી જગદ્ગુરુ જૈન જે. મૂ. તપા. જૈન સંઘ ટ્રસ્ટ (મલાડ-ઈ.) ૩૭) શ્રી આદિનાથ જે. મૂ. જૈન સંઘ - નવસારી (પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિ શિષ્ય પ.પૂ. પંન્યાસ પ્રવરશ્રી પુણ્યરત્ન વિ. ગણિ. પ.પૂ. પંન્યાસ યશોરત્ન વિ. ગણિ ની પ્રેરણાથી) શ્રિતોદ્ધારક બનતા પુણ્યાત્માઓ તથા જેન સંઘો. ૧) શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ. - (પ. પૂ. મુનિરાજશ્રી નિપુણચંદ્રવિજય મ.સા.ની પ્રેરણાથી)' ૨) શ્રી નડીયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નડીયાદ. (પ. પૂ. મુનિશ્રી વરબોધિવિજયજી મ.સા. ની પ્રેરણાથી) ૩) શ્રી સાયન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાયન, મુંબઈ. ૪) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ. સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. શ્રુતભક્ત બનતા પુણ્યાત્માઓ તથા જૈન સંઘો.) ૧) શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા. ૨) શ્રી બાપુનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પૂ. ગણિવર્યશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા મુનિરાજ મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩) શ્રી સુમતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મેમનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિત વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ.મ.ની પ્રેરણાથી) ૪) સ્વ. શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી. હા. જાસુદબેન, પુનમચંદભાઈ, જસવંતભાઈ વગેરે. ૫) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, કોલ્હાપુર. ૬) શ્રી અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી જૈન રિલિજીયસ ટ્રસ્ટ, ખંભાત. 2010_03 Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથોની સૂચિ ૧) જીવવિચાર પ્રકરણ સટીક, દંડક ૨૩) સિરાષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પ્રકરણ સટીક કાયસ્થિતિ સ્તોત્રા- પર્વ પ/૬. ભિધાન સટીક. ૨૪) અષ્ટસહસ્ત્રી તાત્પર્ય વિવરણ. ૨) ન્યાય સંગ્રહ સટીક. ૨૫) મુક્તિપ્રબોધ. (૩) ધર્મસંગ્રહ સટીક ભાગ-૧. ૨૬) વિશેષણવતી વંદન પ્રતિક્રમણ ૪) ધર્મસંગ્રહ સટીક ભાગ-૨. અવચૂરી. ૫) ધર્મસંગ્રહ સટીક ભાગ-૩. | ૨૦) પ્રવ્રજ્યા વિધાન કુલક સટીક. ૬) જીવસમાસ ટીકાનુવાદ. ૨૮) ચૈત્યવંદન ભાષ્ય. ૦) જંબુદ્વીપ સંગ્રહણી સટીક. (સંઘાચાર ભાષ્ય સટીક). ૮) સ્યાદ્વાદમંજરી સાનુવાદ. | ૨૯) વર્ધમાન દેશના પધ ૯) સંક્ષેપ સમરાદિત્ય કેવળી ચરિત્ર. (ભા. ૧ છાયા સાથે). ૧૦) બૃહક્ષેત્ર સમાસ સટીક. ૩૦) વર્ધમાન દેશના પધ ૧૧) બૃહત્ સંગ્રહણી સટીક. (ભા. ૨ છાયા સાથે). ૧૨) બૃહત્ સંગ્રહણી સટીક. ૩૧) વ્યવહાર શુદ્ધિ પ્રકાશ. ૧૩) ચેઇયવંદણ મહાભાસ. ૩૨) અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ. ૧૪) નયોપદેશ સટીક. ૩૩) પચરણ સંદોહ. ૧૫) પુષ્પમાળા (મૂળ-અનુવાદ). ૧૬) મહાવીર ચરિયું. ૩૪) ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ સટીક. ૧૦) મલ્લિનાથ ચરિત્ર. ૩૫) અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ૧૮) વાસુપૂજ્ય ચરિત્ર. ભા-૧ ચંતામણિ ટીકાનું અકારાદિ ૧૯) શાંતસુધારસ સટીક. ક્રમે સંકલન. ૨૦) શ્રાદ્ધગુણ વિવરણ. ૩૬) અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ૨૧) તત્ત્વજ્ઞાન તરંગિણી. ભા-૨ ચિંતામણિ ટીકાનું ૨૨) ત્રિશષ્ટિશલાકા પુરુષ ચરિત્ર અકારાદિ ક્રમે સંકલન. પર્વ ૩/૪. ૩૦) પ્રશ્નોત્તર રાફર (સેન પ્રગ્ન) 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩૮) સંબોધસમતિ સટીક. ૬૬) પુષ્પ પ્રકરણમાળા. ૩૯) પંચવસ્તુ સટીક. ૬૦) ગુર્નાવલી ૪૦) શ્રી જંબુસ્વામિ ચરિત્ર. ૬૮) પુષ્પ પ્રકરણ ૪૧) શ્રીસખ્યત્વે સપ્તતિ સટીક. ૬૯) નેમિનાથ મહાકાવ્ય. ૪૨) ગુરુગુણ પશિંશષત્રિશિકા ૦૦) પાંડવ ચરિત્ર ભા. ૧ સટીક. ૧) પાંડવ ચરિત્ર ભા. ૨ ૪૩) સ્તોત્ર રત્નાકર. ૦૨) પાર્શ્વનાથ ચરિત્ર ગધ. ૪૪) ઉપદેશ સમિતિ. ૭૩) હીર પ્રશ્નોત્તરાણિ. ૪૫) ઉપદેશ રસાકર ૦૪) ધર્મવિધિ પ્રકરણ ૪૬) શ્રીવિમલનાથ ચરિત્ર. ૦૫) સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. ૧ ૪૦) સુબોધા સમાચારિ. ૦૬) દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો. ૪૮) શાંતિનાથ ચરિત્ર ગ્રંથ. ૦૭) સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. ૨૩ ૪૯) નવપદ પ્રકરણ સટીક ભા. ૧. ૭૮) પ્રકરણત્રયી. |પ૦) નવપદ પ્રકરણ સટીક ભા. ૨. ૦૯) સમતાશતક (સાનુવાદ) પ૧) નવપદ પ્રકરણ લઘુવૃત્તિ. ૮૦) ઉપદેશમાળા - પુષ્પમાળા પર) શ્રાદ્ધ પ્રકરણ વૃત્તિ ૮૧) પૃથ્વીચંદ્ર ચરિત્ર. ૫૪) વિજય પ્રશસ્તિ ભાષ્ય ૮૨) ઉપદેશમાળા. | (વિજય સેનસૂરિ ચરિત્ર.). ૮૩) પાઇચ લચ્છી નામમાલા (૫૫) કુમારપાળ મહાકાવ્ય સટીક ૮૪) દોઢસો સવાસો ગાથાના સ્તવનો. (પ્રાકૃત દ્વયાશ્રય). ૮૫) દ્વિવર્ણ રતમાલા ૫૬) ધર્મરત્ન પ્રકરણ સટીક ભા. ૧. ૮૬) શાલિભદ્ર ચરિત્ર પ૦) ધર્મરન પ્રકરણ સટીક ભા. ૨. ૮૦) અનંતનાથચરિત્ર પૂજાષ્ટક પ૮) ઉપદેશ પદ ભા. ૧. ૮૮) કર્મગ્રંથ અવસૂરી પ૯) ઉપદેશ પદ ભા. ૨. ૮૯) ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા. ૧. ૬૦) શ્રાદ્ધદિનકૃત્ય ભા. ૧. ૯૦) ધર્મબિંદુ સટીક. ૬૧) શ્રાદ્ધદિનકૃત્ય ભા. ૨. ૯૧) પ્રશમરતિ સટીક. ૬૨) પાર્શ્વનાથ ચરિત્ર. ૯૨) માર્ગણાહાર વિવરણ. ૬૩) વિચાર રનાકર. ૯૩) કર્મસિદ્ધિ ૬૪) ઉપદેશ સપ્તતિકા ૯૪) જંબુસ્વામી ચરિત્ર અનુવાદ. ૬૫) દેવેન્દ્ર નરફેન્દ્ર પ્રકરણ. ૯૫) ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ. 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ ૯૬) ગુણવર્મા ચરિત્ર સાનુવાદ. |૧૨૧) કલ્યાણ મંદિર-લઘુશાંતિ સટીક | ૯૦) સવાસો દાઢસો ગાથાના સ્તવનો. ૧૨૨) ઉપદેશ સમતિકા ૯૮) દ્વાત્રિશદ્ધાત્રિશિકા (ટીકાનુવાદ) પુસ્તક ૯૯) કથાકોષ ૧૨૩) પ્રતિક્રમણ હેતુ (પુસ્તક) ૧૦૦) જૈન તીર્થ દર્શન ૧૨૪) જેન કુમારસંભવ મહાકાવ્ય. ૧૦૧) જેન કથા સંગ્રહ ભા. ૧ ૧૫) દેવચંદ્ર સ્તવનાવલી ૧૦૨) જૈન કથા સંગ્રહ ભા. ૨ ૧૨૬) આનંદ કાવ્ય મહોદધિ ભા. ૧. ૧૦૩) જૈન કથા સંગ્રહ ભા. ૩ શાલિભદ્ર-કુસુમશ્રી-રોહીણિ ૧૦૪) રચણસેહર નિવકહા. પ્રેમલાવછી રાસ) ૧૦૫) આરંભસિદ્ધિ સટીક. ૧૨૦) શ્રી પર્યત આરાધના સૂત્ર ૧૦૬) નેમિનાથ ચરિત્ર ગધ. (અવચૂરી અનુવાદ સાથે.) ૧૦૦) મોહોબ્યુલમ્ (વાદસ્થાનમ) | ૧૨૮) જિનવાણી ૧૦૮) શ્રી ભુવનભાનુકેવળી ચરિત્ર (તુલનાત્મક દર્શન વિચાર) (અનુવાદ) ૧૨૯) પ્રશ્નોત્તર પ્રદીપ ગ્રંથ ૧૦૯) શ્રી ચંદ્રપ્રભસ્વામી ચરિત્ર ૧૩૦) પ્રાચીન કોણ શ્વેતામ્બર (અનુવાદ) દિગમ્બર (ગુજરાતી) ૧૧૦) આપણા જ્ઞાનમંદિરો ૧૩૧) બૂદ્વીપ સમાસ (અનુવાદ) ૧૧૧) પ્રમાણલક્ષણ ૧૩૨) સુમતિ ચરિત્ર (અનુવાદ) ૧૧૨) આચાર પ્રદીપ ૧૩૩) તવામૃત (અનુવાદ) ૧૧૩) વિવિધ પ્રશ્નોત્તર ૧૩૪) ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર ૧૧૪) આચારોપદેશ અનુવાદ પર્વ-૨ જુ ૧૧૫) પટ્ટાવલી સમુચ્ચય ભા. ૧, ૧૩૫) ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર ૧૧૬) પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨. પર્વ-૧ લુ ૧૩૬) જેન કથા સંગ્રહ ૧૧૦) રત્નાકર અવતારિકા અનુવાદ ભાગ - ૪ પ્રતાકાર સંસ્કૃત | ભાગ - ૧. ૧૩૦) જેન કથા સંગ્રહ ભા. ૫ ૧૧૮) રસાકર અવતારિકા અનુવાદ ૧૩૮) જેન કથા સંગ્રહ ભા. ૬ ભાગ - ૨. ૧૩૯) જૈન ધર્મ ભક્તિ કંચનમાળા || ૧૧૯) ચૈત્યવંદન ચોવીસી તથા * (સાનુવાદ) ભાગ - ૧. પ્રશ્નોત્તર ચિંતામણી. ૧૪૦) જૈન ધર્મ ભક્તિ કંચનમાળા ૧૨૦) નિરયાવલિ સૂત્ર (સાનુવાદ) ભાગ - ૨. 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧) શ્રી મોક્ષપદ સોપાના ૧૬૫) આવશ્યકસૂત્રની ટીકા ભાગ-૨. | (ચદગુણસ્થાનકનું સ્વરૂપ) ૧૬૬) આવશ્યકસૂત્રની ટીકા ભાગ-૩. ૧૪૨) રતશેખર રતવતી કથા ૧૬૦) આવશ્યકસૂત્રની દીપિકા ભા. ૧ (પર્વતીચિ માહાભ્ય પર) ૧૬૮) આવશ્યકસૂરની દીપિકા ભા. ૨ ૧૪૩) ષષ્ઠિશતકમ્ (સાનુવાદ) ૧૬૯) આવશ્યકસૂરની દીપિકા ભા. ૩ ૧૪૪) નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૧૦૦) ઉત્તરાધ્યન સટીક ભાગ ૧ ૧૪૫) જેન ગોત્ર સંગ્રહ ૧૦૧) ઉત્તરાધ્યન સટીક ભાગ ૨ (પ્રાચીન જૈન ઇતિહાસ સહિત) ૧૦૩) ઉત્તરાધ્યન સટીક ભાગ ૩ ૧૪૬) નયમાર્ગદર્શક યાને ૧૦૪) જંબુદ્વિપ પ્રજ્ઞપ્તિ ભા. ૨ સાતનયનું સ્વરૂપ ૧૦૫) જીવાજીવાભિગમ સૂત્ર ભાગ ૧ ૧૪૦) મહોપાધ્યાયશ્રી વીરવિજયજી ૧૦૬) જીવાજીવાભિગમ સૂત્ર ભાગ ૨ મહારાજા ચરિત્ર ૧૦૦) રાજપ્રશ્તીયા ૧૪૮) મુક્તિ માર્ગદર્શન ૧૦૮) આચારાંગ દીપિકા. ધર્મપ્રાપ્તિના હેતુઓ ૧૦૯) ભગવતી સૂત્ર ભાગ ૧ ૧૪૯) ઘેડુતમ ૧૮૦) ભગવતી સૂત્ર ભાગ ૨ ૧૫૦) મુર્તિમંડન પ્રશ્નોત્તર ૧૮૧) ભગવતી સૂત્ર ભાગ ૩ ૧૫૧) પિંડવિશુદ્ધિ અનુવાદ ૧૮૨) પન્નાવણા સૂત્ર સટીક ભાગ ૧ ૧પર) નંદિસૂત્ર મૂળ ૧૫૩) નંદિસૂત્ર સટીક (બીજી આવૃત્તિ) ૧૮૩) પન્નાવણા સૂત્ર સટીક ભાગ ૨ ૧૫૪) નંદિસૂગ ચૂર્ણિ સટીક ૧૮૪) ઋષિભાષિ સૂત્ર ૧૫૫) અનુયોગદ્વાર સટીક ૧૮૫) હરિભદ્રીય આવશ્યક ટીપ્પણક ૧૫૬) દશવૈકાલિક સટીક ૧૮૬) સૂર્યપ્રજ્ઞમિ સટીક ૧૫૦) દશવૈકાલિક દીપિકા ૧૮૦) આચારાંગ દીપિકા ભાગ ૧. ૧૫૮) ઓધનિર્યુક્તિ સટીક ૧૮૮) સૂત્રકૃતાંગ દીપિકા ભાગ ૨. ૧૫૯) પિંડનિર્યુક્તિ ૧૮૯) ઠાણાંગ સટીક ભાગ ૧ ૧૬૦) આવશ્યકસૂત્રની ટીકા ભાગ-૧. ૧૬૦) ઠાણાંગ સટીક ભાગ ૨. ૧૬૧) આવશ્યકસૂત્રની ટીકા ભાગ-૨. ૧૯૧) અનુયોગદ્વાર મૂળ. ૧૬૨) આવશ્યકસૂત્રની ટીકા ભાગ-૩. ૧૯૨) સમવાયાંગ સટીક ૧૬૩) આવશ્યકસૂત્રની ટીકા ભાગ-૪. ૧૯૩) આચારાંગ દીપિકા ભાગ ૨. ૧૬૪) આવશ્યકસૂત્રની ટીકા ભાગ-૧. ૧૯૪) સૂત્રકૃતાંગ સટીક ભાગ ૧ 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫) સૂત્રકૃતાંગ સટીક ભાગ ૨. ૨૦૫) ચૈત્યવંદનાદિ ભાષ્યાય ૧૯૬) ભગવતી સૂત્ર (વિવેચન) ૧૯૦) કલ્પસૂત્ર પ્રદીપિકા. ૨૦૬) ભોજ પ્રબંધ (ભાષાંતર) ૧૯૮) કલ્પસૂત્ર કૌમુદિ. ૨૦) શ્રી વસ્તુપાલ ચરિત્ર (ભાષાંતર) ૧૯૯) આનંદ કાવ્ય મહોદધિ ભા. ૩ | ૨૦૮) યોગબિન્દુ સટીક ભરત બાહુબલી રાસ, જયાનંદ- ૨૦૯) ગુરુગુણરત્નાકર કાવ્યમ્ કેવળી રાસ, સુરસુંદરી રાસ, ૨૧૦) જગદ્ગુરુ કાવ્યમ્ વચ્છરાજદેવરાજ રાસ, નળદમયંતી ૨૧૧) યોગદષ્ટિ સન્મયુચય રાસ, હરિબળ માછી રાસ. ૨૧૨) જૈન જ્યોર્તિગ્રંથ સંગ્રહ ૨૦૦) શ્રી શ્રુતજ્ઞાન અમીધારા. ૨૧૩) પ્રમાણ પરિભાષા ૨૦૧) ઉત્તરાધ્યયન સૂત્ર (મૂળ) ૨૧૪) પ્રમેય રત્નકોષ: ૨૦૨) ઉપધાન વિધિ - પોષધ વિધિ ૨૧મ) શ્રી જૈન સ્તોત્ર સંગ્રહ ૨૦૩) હીરસ્વાધ્યાય ભાગ-૧ ૨૧૬) શ્રીચોગદષ્ટિ સમુચ્ચય ૨૦૪) હીરસ્વાધ્યાય ભાગ-૨ (ભાવાનુવાદ) 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ ( કથાઓનો કમ ) ૧ મેરુત્રયોદશીની શ્રી પિંગલરાજાની કથા. ૨ મૌન એકાદશીની શ્રી સુવ્રતશેઠની કથા ૩ ચૈત્રીપૂનમની શ્રી પુંડરીકગણધરાદિની કથા ૪ અક્ષયતૃતીયાની શ્રી ઋષભદેવ તથા શ્રેયાંસકુમારની કથા ૫ જ્ઞાનપંચમીની શ્રીવરદત્ત તથા ગુણમંજરીની કથા. ૬ પોષદશમીની શ્રીસુરદત્તશેઠની કથા. ૭ હોલિકાપર્વની હોલિકાની કથા ૮ દીવાલીપર્વની કલંકી રાજાદિની કથા ૯ રોહિણીતપની શ્રી રોહિણીરાણી અને અશોકકુમારની કથા ૧૦ ચોમાસીપર્વની વ્રતનિયમ સંબંધી અનેક કથાઓ. ૧૧ પર્યુષણાપર્વની શ્રીગજસિંહકુમરની કથા. 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ [૧] અથ શ્રી મેરુત્રયોદશિ વ્રતકથા પ્રારંભઃ ****tL અથ શ્રી સૌભાગ્યપંચમ્યાદિક મહાપર્વોની કથાઓ પ્રાકૃત બાલાવબોધરૂપ લખીએ છીએ. તેમાં પ્રથમ શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર કરીને, તદનંતર જ્ઞાનના દાતા ગુરુ તથા ભગવાનની વાણી જે સરસ્વતી દેવી, તેમનું ચિત્તને વિષે સ્મરણ કરીને શ્રીમેરતેરશની કથા કહીએ છીએ. તિહાં આઠ મહાપ્રાતિહાર્યે કરી બિરાજમાન, ત્રણ જગતના ગુરુ એવા શ્રી મહાવીરસ્વામી, તેમણે જેવી રીતે પરંપરાએ પ્રથમ થઇ ગયેલા તીર્થંકરો કહેતા આવ્યા છે, તેવીજ રીતે મહા વદિ તેરશના દિવસનું માહાત્મ્ય શ્રીગૌતમસ્વામી આગલ કહ્યું છે, તેમ હું પણ કહું છું. શ્રીઋષભદેવસ્વામી પછી પચાસ લાખ કોડાકોડી સાગરોપમને આંતરે શ્રીઅજિતનાથ નામે તીર્થંકર થયા, તે આંતરાની વચ્ચે શ્રી અયોધ્યા નગરીને વિષે ઇક્ષ્વાકુ વંશમાં કાશ્યપગોત્રીય અનંતવીર્ય એવે નામે રાજા થયો. તે રાજા ઘણા હાથી, રથ, ઘોડા અને પાયક પ્રમુખ મોટી સેનાનો ધણી હતો. વલી પાંચસે રાજા તેની સેવામાં રહેતા હતા, એવો તે રાજા મહા બલવાન્ હતો. તેની પાંચસે રાણીઓ હતી. તેમાં પ્રિયમતી નામે રાણી મુખ્ય પટ્ટરાણી હતી; વલી તે રાજાને ચાર બુદ્ધિનું નિધાન એવો ધનંજય નામે મહા ચતુર પ્રધાન હતો. એવી રીતે તે રાજા, સુખ સમાધે રાજ્ય પાલે છે. હવે એક સમયને વિષે તે રાજાના મનનાં મોટી ચિંતા ઉત્પન્ન થઇ જે અહો! જૂઓ તો ખરા, કે હું આવો રાજાધિપતિ છતાં મારે એક પણ પુત્ર નથી, તો મારા પછી આ મારા રાજ્યનો ભોગવનારો કોણ થશે ? કહ્યું છે કે : અપુત્રસ્ય ગૃહં શૂન્ય, દિશઃ શૂન્યા ઘબાંધવાઃ // મૂર્ખસ્ય હૃદય શૂન્ય, સર્વશૂન્ય દરિદ્રિણઃ || ૧ || તે માટે પુત્ર વિના ઘર શોભે નહીં. એવું વિચારી પુત્રપ્રાપ્તિ માટે અનેક ઉપાય કરચા, તથાપિ પુત્રપ્રાપ્તિ ન થઇ. એવા અવસરમાં એક કોણિક નામે સાધુ મેરતે 2010_03 ૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ આહારને અર્થે રાણીને ઘેર આવ્યા. સાધુને સામા આવતા દેખી ઘણા હર્ષ પામતાં થકાં રાજા અને રાણી બહુ જણાં ઉઠ્યાં. ઉઠીને વિધિપૂર્વક વંદન કરી શુદ્ધ આહાર વહોરાવી પછી બે હાથ જોડી પૂછવા લાગ્યા કે હે સ્વામી ! અમારે પુત્ર થશે કે નહીં થાય ? તે સાંભલી સાધુ કહેવા લાગ્યા કે હે રાજ! જ્યોતિષ નિમિત્ત સંબંધી પ્રશ્નોના ઉત્તર કહેવા એ સાધુનો ધર્મ નથી. તે સાંભલી ફરી પણ રાજા અને રાણી તે સાધુને અનેક પ્રકારે ઘણી ઘણી રીતે વિનંતી કરી પૂછવા લાગ્યા. તે સાંભલી સાધુના મનમાં કરુણા આવી. તેથી તે સાધુ રાજાને કહેવા લાગ્યા કે તમારે પુત્ર થશે, પણ તે પાંગલો થશે. એમ કહી સાધુ તો ચાલ્યા ગયા. પાછલથી રાજા અને રાણી ચિંતવવા લાગ્યાં જે અરે આપણને પાંગલો પુત્ર થશે!!! પછી એકદા અનુક્રમે રાણીને ગર્ભ રહ્યો, અને નવ મહિના પૂર્ણ થયે થકે રાણીને પુત્ર જન્મ્યો, તે વારે વધામણીએ જઇને રાજાને વધામણી આપી કે મહારાજ ! આપને ઘરે પુત્ર પ્રસવ થયો. તે સાંભળી રાજા ઘણોજ હર્ષ પામ્યો. પછી રાજાએ મોટો જન્મમહોત્સવ કરવો. બારમે દિવસે સર્વ કુટુંબને જમાડી તે કુમરનું પિંગલ રાજા એવું નામ પાડ્યું. પછી તે કુમારને અંતેઉર માંહિજ રાખે, પણ બહાર કાઢે નહીં, તેથી ત્યાંના લોકો રાજાને પૂછવા લાગ્યા કે આપ આપના કુમારને બહાર શા વાસ્તે કાઢતા નથી ? ત્યારે તેઓને રાજાએ કહ્યું કે અમારા કુમારનું અતિ અદ્ભૂતરૂપ છે, તેથી કોઇની તેને નજર લાગે, માટે અમે બહાર કાઢતા નથી. એ વાતની તે નગરમાં સર્વત્ર પ્રસિદ્ધિ થઇ ગઇ. એ અવસરમાં તે અયોધ્યા નગરીથી સવાસો યોજન દૂર કોઇ મલય નામે દેશ છે, તેમાં એક બ્રહ્મપુર નામનું નગર છે, તેને વિષે ઇક્ષ્વાકુવંશીય કાશ્યપગોત્રીય સત્યરથ એવે નામે રાજા છે, તેની ઇદુમતી નામે પટ્ટરાણી છે, તેની કૂખે ગુણસુંદરી નામે પુત્રી ઉત્પન્ન થયેલી છે. તે કુમરી અધિક રૂપલાવણ્ય ગુણોએ કરી સંયુક્ત છે, અને વલી તે રાજાને પણ પુત્ર નથી, માત્ર પુત્રી એક જ છે, તેથી માતાપિતાને ઘણીજ વલ્લભ છે. હવે તે પુત્રી અનુક્રમે ભણી ગણીને સ્ત્રીની ચોસઠ કલામાં પ્રવીણ થઇ, અને યૌવનાવસ્થામાં પણ આવી. એવી રીતની કુમરીને જોઇને તેના પિતાએ તેની સમાન સ્વરૂપવાન્ વર પરણાવવા માટે કોઇ એક રાજકુમરનો શોધ કરવા માંડ્યો. પરંતુ ક્યાંહિ પણ તે પુત્રીને યોગ્ય વર મળ્યો નહીં, તેથી રાજાને પુત્રીને યોગ્ય વર મલવા માટે ઘણીજ ચિંતા થવા માંડી. એવા અવસરને વિષે તેહીજ નગરના મેરતેજ ૨ 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ રહેનારા વ્યાપારીઓ ગાડાંઓને વિષે નાના પ્રકારના કરિયાણાં ભરીને વ્યાપાર કરવાને અર્થે દેશાંતર ચાલ્યા; તે વ્યાપારીઓને બોલાવીને રાજાએ કહ્યું, કે તમે દેશાંતર જાઓ છો માટે આપણી કુમરી ગુણસુંદરી છે, તેને યોગ્ય કોઈ પણ ઠેકાણે જો વર મલી જાય, તો સગપણ કરી આવજો. એવું રાજાનું વચન અંગીકાર કરી તે વ્યાપારી તિહાંથી ચાલતા થયા. તે અનુક્રમે નગરે નગરે ફરતા ફરતા અયોધ્યા નગરીએ આવ્યા. તિહાં સર્વ કરિયાણા વેચી ઘણુંક દ્રવ્ય ઉપાર્જન કરી, ફરી પોતાના દેશમાં ખપવા યોગ્ય એવાં બીજી જાતિનાં કરિયાણાં લઈને પોતાને દેશ જવા માટે તૈયાર થયા, એટલામાં તે ગામમાં લોકોના મુખથી રાજકુમારનું અભૂત રૂપ સાંભલી રાજાની પાસે જઈ તે કુમારની સંઘાતે ગુણસુંદરીનું સગપણ કર્યું. રાજાએ પણ તે વ્યાપારીઓને ઘણું આદર સન્માન આપ્યું તથા તેનાં દાણ માફ કર્યા. તેથી વ્યાપારી ઘણા ખુશી થઈને પોતાના દેશ ભણી ચાલ્યા. અનુક્રમે પોતાને નગરે આવીને રાજા આગલ તે સર્વ વૃત્તાંત કહ્યું. ત્યારે રાજા પણ તે કુમારનું અદ્ભત રૂપ તથા ગુણ સાંભલી ઘણોજ હર્ષ અને સંતોષ પામ્યો. હવે અનુક્રમે તે કુમરી પરણવા યોગ્ય થઇ, તે વારે કુમરને તેડવા માટે રાજાએ પોતાના સેવક પુરુષોને અયોધ્યાએ મોકલ્યા. તેઓએ જઈ અનંતવીર્ય રાજાને વિનવ્યો કે હે મહારાજ! હવે આપના કુમરને પરણવા સારુ વહેલા મોકલો. તે વાત સાંભલી રાજા પોતાના મનમાં ઘણોજ ઉદાસ થયો થકો તિહાંથી ઉઠીને પોતાના મહેલમાં એકાંત સ્થાનકે જઇ પોતાના પ્રધાનની આગલ સર્વ મનની વાત કહીને પૂછ્યું કે હવે એનો શો ઉપાય કરવો ? આપણો પુત્ર તો પાંગલો છે તેને શી રીતે પરણાવીએ? એને કન્યા કોણ આપશે ? એવી વાત સાંભલી પ્રધાને કાંઈક વિચાર કરી તેડવા માટે આવેલા સેવક પુરુષોને બોલાવીને કહ્યું કે અમારો કુમાર હાલ ઘેર નથી. તે તો ઈહાંથી બસે યોજન દૂર મુહગીપટણ નામે નગરે એનું મોસાલ છે, ત્યાં ગયો છે, માટે હાલમાં લગ્ન થવાનું બનશે નહીં. જે વારે કુમાર ઘેર આવશે, તે વારે તમને કહેવરાવશું અને પછી મોકલશું. એવું પ્રધાનનું બોલવું સાંભલીને સેવક પુરુષો બોલ્યા કે હે સ્વામી! અમારું શહેર બહાંથી ઘણું દૂર છે, માટે વારંવાર બહાં અવાય નહીં, તેથી લગ્નનો દિવસ તમે હમણાં જ નિર્ધાર કરી અમોને કહો, અને તે લગ્ન ઉપર તમે પણ વહેલા પધારજો. એવાં સેવકોનાં વચન સાંભલી પ્રધાને તેમને કહ્યું કે આજથી સોલમે મહીને અમે લગ્ન કરીશું. એવી મેરતેo 2010_03 Page #19 -------------------------------------------------------------------------- ________________ રીતે લગ્નના સમાચાર લઈને સેવક પુરુષ પોતાને દેશ ગયા. તિહાં આવી સર્વ વૃત્તાંત રાજાને કહ્યું. હવે સેવકોને વિદાય કર્યા પછી અનંતવીર્ય રાજા પણ ચિંતાતુર થયો થકો ફરી પ્રધાનને કહેવા લાગ્યો કે હવે આપણે કુમરનો શો ઉપાય કરવો ? સોલ મહીના તો કાલે પૂરા થઈ જશે. એમ કહી રાજા રાણી તથા પ્રધાન ત્રણે જણ ઘણીજ ચિંતા કરતાં ઉપાય શોધવા લાગ્યાં, પણ કશો ઉપાય સૂજ પડ્યો નહીં. એવા અવસરમાં પાંચસે સાધુના પરિવારે પરવરયા તથા ચાર જ્ઞાનના ધરનાર, એવા ગાંગીલ નામે આચાર્ય તે નગરીના ઉદ્યાનમાં આવી સમોસરયા. તેમની વનપાલકે ઘણી સેવા ભક્તિ કરીને પછી નગરમાં જઈ અનંતવીર્ય રાજાને વધામણી આપી. રાજાએ પણ વનપાલકના મુખથી સાધુનું આગમન સાંભળી હર્ષ પામીને વનપાલકને વધામણીમાં ઘણું એક દ્રવ્ય આપ્યું. હાથી ઘોડા પ્રમુખ ધણી સદ્ધિ સહિત આચાર્યને વાંદવા માટે આવ્યો. પછી તિહાં વિધિ સહિત સર્વ સાધુઓને વાંદી બે હાથ જોડી આગલ બેઠો. જે વારે સર્વ પર્ષદા મલી, તે વારે મુનિરાજે પણ ધર્મોપદેશ દેવા માંડ્યો : જીવદયાઈ રમિજઈ, ઈદિયવગો દમિજઈ યાવિ સચ્ચે ચેવ ચવિજઈ, ધમ્મસ્સ રહસ્સ મિણમેવ // ૧ / ભાવાર્થ ઃ ઉત્તમ પ્રાણી સદા જીવદયાને વિષે રમે છે, પાંચ ઇન્દ્રિયના સમૂહને વશ કરે છે, સત્ય વચન બોલે છે, જૈન ધર્મનું એહજ રહસ્ય જાણવું. [૧] જયણા ધુમ્મસ્ય જણણી, જયણા ધમ્મસ્ય પાલણી ચેવ // તહ વુદ્ધિકરી જયણા, એગંત સુહાવહી જયણા // ૨ / ભાવાર્થ : જયણા છે તે ધર્મની માતા છે, વલી જયણા જે છે તે ધર્મને પાલવાવાલી છે, તથા જયણા તે ધર્મની ઘણી વૃદ્ધિ કરવાવાલી છે, વલી એકાંત મોક્ષસુખની આપનારી પણ તે જયણાજ છે. રા/ આરંભે નત્યેિ દયા, મહિલા સંગેણ નાસએ બંભ / સંકાએ સમ્મત્ત, દધ્વજ્જા અત્યિગહણેણં / ૩ // ભાવાર્થ : આરંભમાં દયા હોતી નથી, સ્ત્રીની સંગતિ કરવાથી બ્રહ્મચર્યનો નાશ થાય છે, જિનવચનમાં શંકા રાખે તેને સમકિત હોતું નથી અને દ્રવ્ય પરિગ્રહનો સંગ્રહ કરે, તેને ચારિત્ર હોય નહીં || ૩ મેરત) 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ જં ખંભચેર ભદા, પાય પાડંતિ ખંભયારીણું તે હુંતિ ટ્રુટમુંગા, બોહી પુણ દુલ્લહા તેસિં ॥ ૪ ॥ ભાવાર્થ : જે પ્રાણી પોતે બ્રહ્મચર્યથી ભ્રષ્ટ, શીલગુણ રહિત થકા બીજા જે બ્રહ્મચર્યના પાલનાર મહાપુરુષો છે તેમને પગે લગાડે છે, તે પ્રાણી ઠૂંઠા, લૂલા, પાંગલા, બહેરા થાય, ઘણું દુખ પામે. વલી તે પ્રાણીને બોધિ જે સમકિત તે પણ દોહિલું ઉદય આવે ॥ ૪ ॥ માટે ધર્મનું મૂલ તે દયા છે અને પાપનું મૂલ તે જીવહિંસા છે. જે પોતે હિંસા કરે, બીજાની પાસે હિંસા કરાવે, તથા હિંસા જે કરતો હોય તેનાં વખાણ કરે એ ત્રણે જણ સરખું પાપફલ ભોગવે. માટે જે પુરુષ પાપ કરતો થકો પણ મનમાં કાંઇ બીક રાખે નહીં તો તેના હૃદયમાં દયા નથી. તથા જે પુરુષ નિર્દયી થકો ઘણા એકેદ્રિય જીવનો નાશ કરે, તે પ્રાણી પરભવમાં વાત, પીત્ત શ્ર્લેષ્મ ઇત્યાદિક અનેક રોગોનો ભોગવનારો થાય. વલી જે બેઇદ્રિય જીવોનો વિનાશ કરે, તે જીવ પરભવને વિષે મુંગો, મુખરોગો તથા દુર્ગંધ નિશ્વાસવાલો થાય. તથા જે જીવ તેઇદ્રિય જીવોનો વિનાશ કરે, તે જીવને પરભવમાં નાસિકાનો રોગ થાય. તથા જે જીવ ચઉરિદ્રિય જીવોનો વધ કરે તે જીવ પરભવને વિષે કાંણો, આંધલો, ચૂંચો ઇત્યાદિક આંખ સંબંધી અનેક પ્રકારના રોગોનો ભોક્તા થાય. તથા જે જીવ પંચેન્દ્રિય જીવોનો વિનાશ કરે, તે જીવ પરભવમાં પાંચે ઇંદ્રિયોનું નીરોગીપણું ન પામે. તે કારણ માટે હે ભવ્ય લોકો ! હિસાનો ત્યાગ કરો. જૂઠું બોલવાનો ત્યાગ કરી સત્ય વચન બોલો. આ પ્રકારનો ધર્મોપદેશ સાંભલીને રાજા, ગુરુ પ્રત્યે પૂછતા હતા કે હે સ્વામી! મારો પુત્ર કેવા પ્રકારના કર્મ કરી પાંગલો થયો હશે ? તે સાંભલી ગાંગીલ મુનિ ચાર જ્ઞાનના ધણી તે કુંવરના પૂર્વભવ કહેવા લાગ્યા કે હે રાજન! આ જંબુદ્રીપના એરવત ક્ષેત્રમાં અચલપુર નામના નગરને વિષે મહેંદ્રધ્વજ નામે રાજા હતો. તેની ઉમયા નામે પટ્ટરાણીનો સામંતસિંહ નામે કુમર હતો. એકદા તે કુમરને નિશાલે ભણવા જતાં માર્ગમાં જુગારી લોક મલ્યા. તેની સંગતથી તે જુગાર રમવા શીખ્યો. એમ અનુક્રમે તેણે નીચ જનોની સંગતથી સાતે દુર્વ્યસન સેવવા માંડ્યાં. પછી રાજાએ તેનાં વ્યસન વર્જન કરવા માટે ઘણા ઉપાય કર્યા, તથાપિ તે, વ્યસન મૂકે નહીં. વલી રાજાએ ઘણી શિખામણ પણ દીધી, પરંતુ કુમરે માની નહીં. મેરતે 2010_03 પ Page #21 -------------------------------------------------------------------------- ________________ તે વારે દુવ્યર્સન સેવવાથી તે પુત્રને અયોગ્ય જાણીને દેશ બહાર કાઢી મૂક્યો, તો પણ તે ગ્રહણ કરેલાં વ્યસનોને છોડે નહીં. પછી તે કુમર ઘણાક દેશો માંહે ફરતો ફરતો શિવપુર નગરે આવ્યો. તિહાં પંચક નામે શેઠે તેનાં સુંદર રૂપ, આકાર દેખીને જાણ્યું કે આ કોઈ ઉત્તમ પુરુષ છે. વલી આનું શરીર ઘણું સુકુમાર છે, માટે એનાથી કોઈ તરેહનું મહેનતનું કામકાજ થઈ શકશે નહીં. એવો વિચાર કરી પોતાના ઘરની પાસે ભગવાનનું દેરાસર હતું, તેની પૂજા કરવા માટે તેને પોતાને ઘેર રાખ્યો. પણ તે કુમર તો દુષ્ટાત્મા છે તેથી ભગવાન પાસે મૂકેલાં જે ચોખા, સોપારી, ફલ, પ્રમુખ હોય, તે છાનાં લઈ જઈને વેચી નાખે. તેનું જે દ્રવ્ય ઉપજે, તેણે કરી જુગાર રમે. એમ કરતાં ઘણા દિવસ વહી ગયા તે વારે પંચક શેઠને તે વાતની ખબર પડી. તેથી શેઠે કુમરને કહ્યું કે હે ભોલા! જે પ્રાણી દેવદ્રવ્ય પ્રમુખ ખાય, તે પ્રાણી ઘણો કાલ સંસારમાં પરિભ્રમણ કરે, તો હવે આજ પછી તું એવું કામ કરીશ નહીં. એવી રીતે ઘણી ઘણી શિખામણ દીધી, તોપણ તે દુષ્ટ મિથ્યાષ્ટિ તીવ્ર અજ્ઞાનના ઉદયથી કુકર્મ છોડે નહીં. હવે એક દિવસ ભગવાનનાં છત્ર પ્રમુખ આભરણ ચોરી તેને વેચીને તે દ્રવ્યથી કોઈક અનાચાર સેવ્યો, તે વાત શેઠના જાણવામાં આવી. તે વારે શેઠે તેને દુષ્ટાચારી જાણી ઘર થકી બહાર કાઢી મૂક્યો. તિમાંથી નિકલી વન માંહે ભમતો આહેડીનું કર્મ કરવા લાગ્યો. તિહાં મૃગ પ્રમુખ ઘણા જીવોનો વિનાશ કરતો થકો ઉદરપૂર્ણ કરે છે. હવે તે વનમાં તાપસીનો આશ્રમ છે, તિહાં ઘણા તાપસ તપસ્યા કરવા પડ્યા રહે છે. વલી વન માંહેથી ઘણા મૃગપશુ પણ આશ્રય લેવા માટે તે સ્થાનકે આવી બેસે છે. હવે એકદા કોઈ સગર્ભા મૃગલી તિહાં આવી, તેને સામંત કુમારે દીઠી, તે વારે બાણનો ઘા કરી તે મૃગલીના ચારે પગ છેદી નાખ્યા; તેથી તે મૃગલી નીચે ધરતી ઉપર પડી તેને તાપસે દીઠી. તે વારે ધર્મ સંભળાવ્યો, તેથી તે મૃગલી કાલ કરીને શુભ ગતિ પામી. પછી સામંતસિંહ કુમરને તાપસે કહ્યું કે હે દુe! તે જેવી રીતે મૃગલીના પગ છેદ્યા, તેવી રીતે તું પણ પરભવમાં પાંગલો થઇશ, એવો શાપ આપીને તાપસ પોતાને આશ્રમ ગયો, અને સામંતસિંહ પણ તાપસને ક્રોધાતુર થયો દેખી ભય પામતો થકો વનમાં નાસી ગયો; પણ અશુભ કર્મ ઉદયે તેને વનમાં એક સિંહ મલ્યો. તેણે તત્કાલ ફાલ મારી તે કુમારને મારી નાખ્યો. તિહાં અશુભ ધ્યાને મરણ પામીને નરકગતિમાં ગયો. તિહાંથી આયુ પૂર્ણ કરી ચવીને પછી અસંખ્યાતા તિર્યંચ તથા નારકીના ભવ કરયા. તેમાં અકામનિર્જરાએ કરી ઘણાં કર્મ ખપાવતાં ખપાવતાં એકદા મહાવિદેહ ક્ષેત્રને વિષે કુસુમપુર નગરનો મેરતેo 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ વિશાલકીર્તિ નામે રાજા તેની શિવા નામે દાસીની કુખે આવી પુત્રપણે ઉત્પન્ન થયો. તિહાં તેને ગલતકોઢનો રોગ થયો. તેણે કરી હાથ પગ ખરી પડ્યા, એટલે પાંગલો થયો. પછી અંત સમયે શિવાદેવી દાસીએ નવકાર મંત્ર સંભળાવ્યો, તેથી સમાધે પરણ પામી વ્યંતરિક દેવતા થયો તિહાંથી ચવી આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સૌહાર્દપુર નગરે સૂરદાસ શેઠને ઘેર વસંતતિલકા ભાર્યાની કૂખે પુત્રપણે ઉપન્યો. તેનું સ્વયંપ્રભ નામ પાડયું. તે ઘણો ગુણી અને વિવેકી થયો, પણ તેના પગમાં ગડગુંબડા ઘણાં થયા કરે, તેથી તે ચાલી પણ શકે નહીં, અત્યંત દુઃખી રહે. એમ કરતાં અનુક્રમે જે વારે તે આઠ વર્ષનો થયો, તે વારે આપણને એકજ પુત્ર છે અને તે પણ પગે રોગી છે એવો બનાવ જોઈ તેનાં માતાપિતા ઘણાંજ ચિંતાતુર થકાં રહે છે. એવા સમયમાં શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા માટે મોટો સંઘ જવાને તૈયાર થયો. તે વાત સાંભળી શેઠ પણ પોતાના રોગી પુત્રને સાથે લઈ તે સંઘની યાત્રા કરવા માટે ચાલ્યા. તે ચાલતાં ચાલતાં અનુક્રમે સર્વ શ્રીસંઘ તિહાં શ્રીસિદ્ધક્ષેત્રે આવી પહોંચ્યા. તિહાં મુકામ કરી પછી દર્શન કરવા નિમિત્તે સર્વ લોક ડુંગર ઉપર ચડ્યા. તેમણે શ્રીરૂષભદેવજીની સેવા ભક્તિ કરી અને સૂરદાસ શેઠે પણ પોતાની ભાર્યા સહિત પુત્રને લઈ પર્વત ઉપર ચઢી સૂર્યકુંડના પાણીમાં પુત્રને સ્નાન કરાવ્યું, પરંતુ તે જલ દેવતા અધિષ્ઠિત છે અને સ્વયંપ્રભ કુમારને હજી ઘણાં કર્મ ભોગવવાં શેષ રહ્યાં છે, તેણે કરી તે કુંડનું પાણી પગને છબે નહીં. તે દેખી સર્વ સંઘના લોકો વિસ્મય પામ્યા થકા સર્વ જણ મલી મુનિરાજ પાસે જઈ વંદન કરી એનો વિચાર પૂછવા લાગ્યા. મુનિશ્વરે કહ્યું કે એણે પૂર્વભવમાં ઘણું દેવદ્રવ્ય ભક્ષણ કર્યું છે, વલી એક મૃગલીના ચાર પગ છેદ્યા છે તેમાંથી ઘણાંએક કર્મ તો અકામનિર્જરાએ ક્ષય થયાં છે, અને શેષ વલ્પ રહ્યાં છે, પણ તે કર્મ નિકાચિત ચીકણાં છે, માટે તેનો તે ભોગવ્યા વિના છૂટકો થવાનો નથી. તેને યોગે એને તીર્થજલનો સ્પર્શ થતો નથી, એવું મુનિનું વચન સાંભલી માતા, પિતા અને પુત્રએ ત્રણે જણ વૈરાગ્ય પામ્યાં. પછી શ્રીરૂષભદેવનાં ચરણકમલને નમસ્કાર કરી ઘેર આવીને ધર્મને વિષે ઉદ્યમવંત થયાં. તે કુમર સોલ હજાર વર્ષ પર્યત કોઢ ફોડા પ્રમુખ રોગની વેદના ભોગવીને અંત સમયે કર્મ આલોચી શુભ પરિણામે મરણ પામી પહેલે દેવલોકે દેવતાપણે ઉપન્યો. તિહાંથી ચવીને હે રાજા ! એ તારો પુત્ર થયો છે, તેનું તે પિંગલકુમર એવું નામ પાડ્યું છે. એમ ગાંગીલ મુનિએ તે કુમારનો પૂર્વ ભવ કહ્યો. હવે વલી મુનિ કહે છે : મેરતેo 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ મદ્યપાનાદ્યથા જીવો, ન જાનાતિ હિતાહિકમ્ | ધર્માધર્મો ન જાનાતિ, તથા મિથ્યાત્વમોહિતઃ // ૧ / અર્થ : જેમ મધુપાન કયાથી જીવ હિતાહિતને ન જાણે, તેમ મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વી જીવ, ધર્મ અધર્મને ન જાણે | ૧ | મિથ્યાત્વેનાલીઢચિત્તા નિતાંત, તત્ત્વાતત્ત્વ જાનતે નૈવ જીવાઃ II. કિં જાત્યંધાઃ કુત્રકિસ્તુ જાતે, રમ્યારણ્યવ્યક્તિમાસાધ્યયુઃ // ૨ // અર્થ: મિથ્યાત્વે કરીને જે પ્રાણીનો જીવ મોહેલો છે, તે પ્રાણી તત્ત્વાતત્ત્વને જાણતો નથી. જેમ કોઈ જન્માંધ પુરુષ કોઈ વસ્તુ પામીને તે ભલી બુરી જાણે નહીં તેને પેરે જાણવું . ૨ | અભવ્યાશ્રયિમિથ્યાત્વેડનાઘનતા સ્થિતિર્ભવેત્ સા ભવ્યાશ્રય-મિથ્યાત્વે-૭નાદિ સાંતા પુનર્મતા // ૩ // અર્થ તે અભવ્ય આશ્રયી તો મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત હોય, અને ભવ્યજીવ આશ્રયી તો મિથ્યાત્વની સ્થિતિ અનાદિ સાંત હોય | ૩ || એવા મિથ્યાત્વના ઉદયે કરી જીવ અનંતા કર્મ બાંધે. તેમ તારે પુત્રે પણ એવાં માઠાં કર્મ ઉપાર્જન કર્યા છે, તેણે કરી પાંગલો થયો છે. એવાં મુનિશ્વરનાં વચન સાંભલીને રાજાએ પૂછ્યું કે હે સ્વામી! હવે એ કુમરનાં કર્મ નિવારણ થાય, એવો કોઇક ઉપાય બતાવો. તે વારે મુનિરાજ કહેતા હતા કે હે રાજન! ત્રીજા આરાને છેડે ત્રણ વર્ષને સાડા આઠ મહિના શેષ રહે થકે મહા વદિ તેરશને દિવસે શ્રીરૂષભદેવસ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે, માટે એ દિવસનું માહાભ્ય મોટું છે, તેથી એને મોટું પર્વ ગણીને જે વારે એ દિવસ આવે, તે દિવસે ચઉવિહારો ઉપવાસ કરી, રતનાં પાંચ મેરુ કરવા, ચારે દિશાએ ચાર નાના મેરુ કરવા, તેની આગળ વલી ચાર દિશાએ ચાર નંદાવર્ત કરવા, દીવો, ધૂપ પ્રમુખ ઘણા પ્રકારની પૂજા કરવી. એવી રીતે તેર મહીના પર્વત અથવા તેર વર્ષ પર્યત કરવું અને શ્રીરૂષભદેવસ્વામીનું પારંગતાય નમઃએવું બે હજાર ગણણું ગણવું. નોકારવાલી ગણવી. એવી રીતે મહીને મહીને કરે, તો સર્વ કર્મનો ક્ષય થાય. આ ભવ તથા પરભવને વિષે સુખ સંપદા પામે. વલી તેરશને દિવસે પોસહ કરે. પારણાને દિવસે ગુરુને પડિલામી અતિથિસંવિભાગ કરી પારણું કરે. એવાં ગુરુનાં વચન મરતે 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ સાંભલી અનંતવીર્ય રાજા પુત્રને વ્રત અંગીકાર કરાવી ગુરુને નમસ્કાર કરી પોતાને સ્થાનકે આવ્યો. તિહાં પિંગલ કુમારે પ્રથમ મહા વદિ તેરશને દિવસે વ્રત આદર્યું. તેણે કરી પગના અંકૂરા પ્રગટ્યા. એમ તેર માસ પર્યત કર્યું, તે વારે સુંદર રૂપવાન હાથ પગ પ્રગટ થયા. તે દેખી રાજા ઘણો હર્ષ પામ્યો. ધર્મનો મહિમા દેખીને પરમ વૈરાગ્યવાન્ થયો થકો વિશેષપણે ધર્મ કરવા લાગ્યો. પછી સોલ મહીને પિંગલ કુમારે ગુણસુંદરી કુમારીનું પાણિગ્રહણ કર્યું. વલી તે કુમાર બીજી પણ ઘણી કન્યાઓને પરણ્યો. ત્યારપછી અનંતવીર્ય રાજાએ પિંગલ કુમારને રાજ્ય સોપીને પોતે ગાંગલ મુનિ પાસે ચારિત્ર લીધું, તે નિરતિચારપણે પાલીને શત્રુંજય તીર્થને વિષે અણસણ કરી કર્મ ખપાવી મોક્ષપદ પામ્યો. - હવે પાછલ પિંગલ રાજા પણ પુત્રની પેરે પ્રજાને પાલતો નીતિ પ્રમાણે રાજ ચલાવે છે અને તેણે તેર વર્ષ પર્યત વિધિ સહિત મેરતેરશનું તપ કર્યું, તપ પૂર્ણ થયે પોતાની શક્તિ પ્રમાણે ઉજમણું કર્યું, તેર મોટા શિખરબંધી ભગવાનનાં દેરાસર કરાવ્યાં, તેમાં તેર પ્રતિમાઓ સોનાની ભરાવી અને તેર પ્રતિમા રૂપાની ભરાવી તથા તેર પ્રતિમા રત્નની ભરાવી, પાંચ મેરુ કરીને ચડાવ્યા, તેર વખત શ્રીસિદ્ધાચલજીના સંઘ કલ્યા, તેર સ્વામીવાત્સલ્ય કશ્યાં. એવી રીતે ઘણે પ્રકારે જ્ઞાનની ભક્તિ કરી. વલી ત્યાર પછી પણ કેટલાંક પૂર્વ વર્ષ લગણ વ્રત સહિત રાજ્ય પાલ્યું. છેવટ પોતાના મહાસેન નામે પુત્રને રાજ્યપદવી આપી પોતે શ્રીસુવ્રતાચાર્ય ગુરુ પાસે ઘણા રાજપુરુષોની સાથે દીક્ષા અંગીકાર કરીને દ્વાદશાંગી ભણ્યા. અનુક્રમે આચાર્યપદવી પામ્યા. તે વાર પછી ક્ષપકશ્રેણી ચઢવાને અર્થે આઠમે ગુણઠાણે શુક્લ ધ્યાન ધ્યાતા થકા ચારિત્ર પાલતાં અનુક્રમે બારમે ગુણઠાણે ચઢી તેના અંત સમયે ચાર ઘાતિકર્મ ક્ષય કરી તેરમા ગુણઠાણાના પ્રથમ સમયને વિષે કેવલજ્ઞાન પામ્યા. પછી પૃથ્વીમંડલને વિષે વિહાર કરતા, ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ દેતા થકા સર્વ બહોતેર લાખ પૂર્વનું આયુ પાલી ચૌદમે ગુણઠાણે પાંચ હૃસ્વ અક્ષર પ્રમાણ કાલમાં યોગનિરોધન કરી શેષ રહેલાં ચાર અઘાતિ કર્મને ખપાવી શરીર ત્યાગી પૂર્વ પ્રયોગ બંધન છેદન પ્રમુખ કરી એક યોજન પ્રમાણ લોકાંતે સિદ્ધક્ષેત્રને વિષે એક સમયમાં સાદિ અનંતમે ભાંગે જઈ સ્થિર રહ્યાં. એ રીતે પિંગલ રાજાથી આ મેરતેરશનું વ્રત પ્રવર્તમાન થયું. તે પછી કેટલાએક કાલ પર્યત તો રત્નમય મેરુ ચઢાવતા હતા. પછી કેટલાએક કાલ પર્યંત મેરતે૦ 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ સોનાના મેરુ ચઢાવતા હતા. હમણાને કાલે વૃતના મેરુ ચઢાવે છે. એરીતે મેરુતેરશનો મહિમા સાંભલીને ભવ્ય લોકો, શુભ ભાવે કરી વિધિપૂર્વક એ વ્રત અંગીકાર કરો. જેણે કરી ઇહલોકે મનોવાંછિત સુખ સંપદા થાય અને પરલોકે દેવગતિનાં સુખ તથા મોક્ષરૂપ અનંતા સુખની પ્રાપ્તિ થાય. છે ઇતિ મેરુત્રયોદશિ વ્રતકથા સંપૂર્ણ છે. ૧૦ મૌનએકાદશી 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ [[૨]] અથ શ્રી મૌનએકાદશી વ્રતકથા પ્રારંભઃ શ્રીમહાવીરસ્વામીને વાંદી નમસ્કાર કરીને શ્રીગૌતમસ્વામી પૂછતા હતા કે હે ભગવન્ ! હે અનંતજ્ઞાનવંત ! માર્ગશિર શુક્લ એકાદશીનો પૌષધ કરે, તેનું શું ફલ થાય ? એમ પૂછે થકે પ્રભુ શ્રીમહાવીર કહેતા હતા કે હે ગૌતમ! સાંભલ. એકદા પ્રસ્તાવે દ્વારિકા નગરીને વિષે શ્રીનેમનાથ ભગવાન સમોસરણ્યા. તેમને શ્રીકૃષ્ણ ત્રણ પ્રદક્ષિણા દઇ વિનયપૂર્વક વંદન કરી પર્ષદામાં બેઠા, અને ભગવંતે દેશના દીધી. દેશના સમાપ્ત થયા પછી શ્રીકૃષ્ણજી પૂછવા લાગ્યા કે હે સ્વામી ! વર્ષના ત્રણસેં સાઠ દિવસ થાય છે, તે સર્વમાં એવો કયો દિવસ છે, કે જે દિવસમાં અલ્પ વ્રત તપ પ્રમુખ કરે થકે પણ તે દિવસ બહુ ફલ આપનારો થાય? તે વારે ભગવાન્ કહેતા હતા કે હૈ કૃષ્ણ ! માર્ગશિર શુદિ અગીયારશને દિવસે અલ્પ પુણ્ય કરે થકે પણ બહુ પુણ્ય થાય, તેથી એ પર્વ સર્વ પર્વો માંહે ઉત્તમ છે, માટે તે આરાધવા યોગ્ય છે. કેમ કે એ દિવસે આ ભરતક્ષેત્રમાં અઢારમા શ્રીઅરનાથજીએ દીક્ષા લીધી છે, તથા એકવીશમા શ્રીનમિનાથજીને કેવલજ્ઞાન ઉપજ્યું છે તથા ઓગણીસમા શ્રીમલ્લિનાથજીનો એ દિવસે જન્મ થયો છે. વલી દીક્ષા પણ એજ દિવસે લીધી છે તથા કેવલજ્ઞાન પણ એજ દિવસે ઉપન્યું છે. એમ પાંચ કલ્યાણક એજ ક્ષેત્રમાં એજ ચોવીશીએ તીર્થંકરોનાં થઇ ગયાં છે. તેવા પાંચ ભરત તથા પાંચ ઐરવત મલી દશે ક્ષેત્રમાં પાંચ પાંચ થઇ ગયાં છે, સર્વ મલી પચાસ કલ્યાણક થયાં. તે વર્તમાન ચોવીશીનાં ગણવાં, તેમજ અતીત ચોવીશી તથા અનાગત ચોવીશીનાં પણ પચાસ પચાસ ગણવાં. તે વારે દોઢસો કલ્યાણક થયા, માટે એ અગીયારસને દિવસે જો એક ઉપવાસ કરીએ, તો દોઢસો ઉપવાસનું ફલ થાય, તેથી એ દિવસે ઘર સંબંધી સાંસારિક કાર્ય મૌનએકાદશી૦ ૧૧ 2010_03 Page #27 -------------------------------------------------------------------------- ________________ કરવાનો ત્યાગ કરે, તેમજ બીજાં જે પોતાનાં દાસ દાસીઓ હોય, તેમને પણ અનુમતિ એટલે આજ્ઞા આપે નહીં, અને મૌનપણે રહી ચઉવિહાર ઉપવાસનું પચ્ચખાણ કરી જયણા સહિત અહોરાત્ર આઠ પહોરો પોસહ કરે. તેમાં ધર્મવિચાર, ધર્મકથા, ધર્મચર્ચા પ્રમુખ ગુરુ સંઘાતે તથા સાધમ સંઘાતે ગાઠે સ્વરે કરે, તથા ગાઠે સ્વરે શાસ્ત્ર ભણે, ગણે સ્વાધ્યાય કરે, તો તેથી મૌનવ્રતનો ભંગ થાય નહીં, પરંતુ સાવદ્ય વચન બોલે નહીં, વિકથા કરે નહીં. એ રીતે આહટ્ટ દોહટ્ટ વર્જી પોષણ કરીને પારણાને દિવસે ગુરુની પાસે પૌષધ પારી પછી જ્ઞાનપુસ્તક પૂજી, દેરાસરે જઈ, શ્રીજિનેશ્વર આગલ નાલીયેર, સોપારી આદિક ઉત્તમ ફલ ઢોઇને પૂજા કરે. પછી પોતાને ઘરે આવી સાધુ સંવિભાગ કરી એટલે સાધુને વહોરાવી સ્વામીભાઈને જમાડી તેમની વિશેષ ભક્તિ કરી પારણું કરે. એવી રીતે એ તપ અગીયાર વર્ષ પર્યત કરે. અગીયાર વર્ષને છેડે પૌષધ પારી શ્રીજિનેશ્વર આગલ પક્વાન્ન, ફલ, ધાન્યાદિક સર્વ અગીયાર અગીયાર વાનાં ઢોકવાં. તથા જો સામર્થ્ય ન હોય તો પણ જઘન્યથી અગીયાર શ્રાવક તો જરૂર જમાડવા તથા શ્રી સંઘનું પૂજાવાત્સલ્ય કરવું. અગીયાર અંગ લખાવવાં ઇત્યાદિક યથાશક્તિ ઉજમણું કરવું, તેથી મોટો લાભ થાય. તે માર્ગશિર શુદિ અગીયારશનો દિવસ આવતી કાલે છે, એવું ભગવાને કહે થકે ફરી શ્રીકૃષ્ણજીએ પૂછ્યું કે હે ત્રિભુવનનાથ ! પૂર્વે કયા પુણ્યવંત જીવે એ અગીયારસનું આરાધન કર્યું ? અને તેથી તેને કેવાં કેવાં ફળ પ્રાપ્ત થયાં ? તે કૃપા કરી કહો. તે વારે ભગવાન્ કહે છે કે હે વાસુદેવ ! સાંભલ. ઘાતકીખંડના દક્ષિણ ભરતાદ્ધને વિષે ચોરાશી ચૌટા અને અનેક દાનશાલાએ કરી શોભિત એવું વિજયપુર નામે નગર છે. તે નગર ગઢ, મઢ, ગોખ, જાલીએ કરી વિરાજમાન છે, પ્રત્યક્ષ દેવલોક સમાન છે. તેમાં અનેક વ્યાપારી ઘણા ધનવંત સુખી લોક વસે છે, તિહાં નરવર્મા નામે રાજા રાજ્ય કરે છે. તે રાજા મહા ન્યાયવંત, ગુણવંત, દાતા, ભોક્તા, પ્રજાને પાલનાર, પ્રજાનો ભય ટાલનાર, શત્રુનો મદ ગાલનાર, એવો મહા પરાક્રમી છે. તેની ચંદ્રાવતી નામે ભાર્યા છે, તે પણ સ્વરૂપવાન, ચંદ્રમાં સરખા શીતલ પરિણામવાલી, શીલગુણે કરી શોભાયમાન, ચોસઠ કલામાં પ્રવીણ છે અને રાજાને અત્યંત વલ્લભ છે. મૌન એકાદશી) ૧ ર 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ તે નગરમાં સુર નામે શેઠ મોટો વ્યવહારી વસે છે, તે પણ રુદ્ધિવંત મોટી સંપદાનો ધણી, દેવ ગુરુનો પરમ ભક્તિવંત અને રાગી છે. એકદા પ્રસ્તાવે તે સૂર શેઠે ગુરુને પૂછ્યું કે હે સ્વામી ! જે ધર્મથી કર્મ ક્ષય થાય, એવો ધર્મ મુજને કહો. તે વારે ગુરુએ મૌનએકાદશીનો મહિમા તેની આગળ કહ્યો. તે સાંભલી સૂર શેઠે પણ કુટુંબ સહિત માર્ગશિર શુદિ એકાદશીનું તપ કરવા માંડ્યું. તે વિધિપૂર્વક અગીયાર વર્ષ પર્યત તપ કીધું. તપ પૂર્ણ થયાથી સર્વ પ્રકારે વિસ્તારથી ઉજમણું કર્યું. સ્વામીવાત્સલ્ય, સંઘપૂજા કરી. પછી અનુક્રમે આયુષ્ય પૂર્ણ થયાથી તે તપના પ્રભાવે કરી અગીયારમા આરણ્યદેવલોકે એકવીશ સાગરોપમને આઉખે દેવતાપણે ઉપન્યો. તિહાં દેવતાની સંપદા ભોગવી આયુ પૂર્ણ થયે ત્યાંથી ચવીને આ જંબુદ્વીપના ભરતને વિષે સૌરીપુર નગરમાં સમુદ્રદત્ત શેઠની પ્રીતિમતી સ્ત્રીને ઉદરે પુત્રપણે ઉપન્યો. તે વારે તેની માતાને વ્રત પાલવાની ઇચ્છા થઈ. અનુક્રમે સવા નવ માસે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે થકે પુત્રનો જન્મ થયો. મધ્ય રાત્રે બાલકનું નાલ છેદીને તે નાલને દાટવા માટે પૃથ્વી ખોદી, ત્યાં ખોદતાં ખોદતાં તેમાંથી નિધાન નીકલી આવ્યું. તે નિધાન લઈને માતાપિતાએ મોટો જન્મ મહોત્સવ કીધો, ઘણું દાન દીધું, પુર માંહે મોટો યશ લીધો, બારમે દિવસે સર્વ કુટુંબ પરિવારને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ જમાડીને પ્રથમ ગર્ભ રહ્યાથી માતાને વ્રત પાળવાની ઇચ્છા હતી, માટે તે બાલકનું સુવ્રત એવું નામ દીધું. પછી તે બાલક, પાંચ ધાવે કરી લાલતાં પાલતાં સંભાલતાં જે વારે આઠ વર્ષનો થયો, તે વારે માતાપિતાએ તેને ભણવા યોગ્ય જાણીને શુભ દિવસે શુભ મુહૂર્ત નિશાલગરણું કરી મોટે ઉત્સવે નિશાળે ભણવા મોકલ્યો. તે બાલક જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી સમસ્ત કલામાં પ્રવીણ થયો. પછી અનુક્રમે યૌવનાવસ્થા પામ્યો, તે વારે તેના પિતાએ તેને મોટા વ્યવહારીઆની અગીયાર કન્યાઓ પરણાવી. તેનાં નામ કહે છે : ૧ શ્રીકાંતા, ૨ પદ્મા, ૩ લક્ષ્મી, ૪ ગંગા, ૫ તારા, ૬ ગૌરી, ૭ રંભા, ૮ ગંગાવતી, ૯ પદ્માવતી, ૧૦ પદ્મિની, ૧૧ રતિ. એ અગીયાર કન્યાનું સમકાલે પાણિગ્રહણ કરાવ્યું. તે સર્વ મહા રૂપવંત દેવકન્યા સમાન છે, તેમની સાથે સંસાર સંબંધી પંચેદ્રિયનાં વિષયસુખ ભોગવતો થકો રહે છે. એકદા સમુદ્રદત્ત શેઠે વિચાર્યું જે મારો પુત્ર હવે ઘરનો ભાર નિર્વહન કરવા યોગ્ય થયો છે, એમ ચિંતવી મૌનએકાદશી ૧૩ 2010_03 Page #29 -------------------------------------------------------------------------- ________________ સુવ્રતને ઘરનો ભાર ભલાવી પોતે શ્રાવકનો ધર્મ સાચવવામાં સાવધાન થયો. સામાયિક, પડિક્કમણું, પોસહ, શીલવ્રત, દાન, પુણ્ય, તપ પ્રમુખ ધર્મક્રિયા કરતો વિચરે છે. છેવટ અનશન કરી મરણ પામી દેવલોકે ગયો. પાછલ સુવ્રત શેઠ અગીયાર કોટી ધનનો ધણી થયો. લોકમાંહે માનનીય થયો. અન્યદા પ્રસ્તાવે તે નગરના ઉદ્યાન માંહે શીલસુંદર નામે આચાર્ય આવી સમોસયા. તે આચાર્ય કેવા છે? તો કે ચાર જ્ઞાન સહિત છે, પાંચ ઇંદ્રિયના વિષયને જીત્યા છે, નવ વાડ સહિત બ્રહ્મચર્યના પાલનાર, ચાર કષાયના ક્ષીપક, પંચ મહાવ્રતના પાલક, પંચાચારના પાલણહાર, પાંચ સમિતિ અને ત્રણ ગુતિના ધરનાર, છત્રીશ ગુણે કરી બિરાજમાન, અનેક ભવ્ય જીવોને ધર્મોપદેશ આપી ધર્મને વિષે દઢ કરનાર, મનના સંદેહને ટાલનાર, જ્ઞાનલોચનના દાતાર, અજ્ઞાનતિમિરના ટાલનાર, મોક્ષમાર્ગના દેખાડનાર છે. તે અનેક સાધુના પરિવારે પરવસ્યા થકા વનમાં ઉતર્યા છે. હવે તેની વનપાલકે આવીને તરત રાજાને વધામણી દીધી કે મહારાજ ! આપના ક્રિીડાવન માંહે ગુરુ પધાર્યા છે. એવી વાત સાંભલીને જેમ મેઘના આગમનથી મોર રળિયાત થાય, તેમ રાજા રવિયાત થયો, અને વનપાલકને વધામણીમાં ઘણું દ્રવ્ય આપીને વિસર્જન કરો. પછી રાજા ઘણા હસ્તી, ઘોડા, વાજિંત્ર પ્રમુખના આડંબર સહિત પોતાના પરિવારને સાથે લઈ નગરલોકનાં વૃંદ સહિત મુનિને વાંદવાને અર્થે ચાલ્યો. સુવ્રતશેઠ પણ ગુરુને વાંદવા આવ્યો. પછી તિહાં મુનીશ્વરે પણ સર્વ પર્ષદાની આગલ ધર્મોપદેશ દેવા માંડ્યો. તિહાં માર્ગશિર શુદિ અગીયારસનું વ્યાખ્યાન કીધું. તે સુવ્રત શેઠે સાંભળ્યું. તેનો ઉહાપોહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉપન્યું. તે જ્ઞાને કરી પૂર્વભવ સાંભઢ્યો કે હું પોતે અગીયારશનું તપ આરાધીને આરણ્યદેવલોકે ગયો. તિહાંથી ચવીને ઈહાં હું સુવ્રતશેઠ થયો છું. એમ વિચારી ઉભો થઈ બે હાથ જોડી કહેવા લાગ્યો કે હે ભગવન્! મને જે અંગીકાર કરવા યોગ્ય હોય તે કહો. તે વારે ગુરુએ પણ તેમજ પૂર્વભવની વાત કહી સંભલાવી, અને કહ્યું કે પૂર્વ ભવમાં મૌન એકાદશીનું તપ કર્યું હતું, અને હમણાં પણ એજ તપ કર. એ થકી તું મોક્ષનાં સુખ પામીશ. તે સાંભલી કુટુંબ સહિત મૌનઅગીયારશનું તપ આદર્યું. એકાદશીને દિવસે કુટુંબ સહિત મૌનપણે રહી અહોરન્તો ચઉવિહાર પોસહ ઉપવાસ કરે. મૌનએકાદશી ૧૪ 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ એકદા પ્રસ્તાવે ચોર લોકોએ સાંભળ્યું જે સુવ્રત શેઠ મૌનઅગીયારશને દિવસે કુટુંબ સહિત મૌન રહીને પોસહ કરે છે, તેથી ચોરની ધાડ આવી તે શેઠનું ધન લેવા ઘરમાં પેઠી; પણ રાત્રિ પડી હતી, તેને યોગે કાંઈ સૂજે નહીં, તેથી ચોરોએ અગ્નિ આણી ઉદ્યોત કરીને માલ લુંટી લેવા માંડ્યો. તે વખત શેઠ કાઉસગ્ગધ્યાને ઉભો છે, તેણે ચોરોને દીઠા અને મનમાં વિચારવા લાગ્યો જે મારું ધન ચોર લઈ જાય છે તે તો ભલે લઈ જાઉં, પરંતુ એણે અગ્નિ પ્રગટાવ્યો છે તે મારા ઔદારિક શરીરના યોગે અગ્નિકાય જીવો હણાય છે, તેની વિરાધના મારાથી થાય છે. એમ વિરાધના સંબંધી પ્રશ્ચાત્તાપ કરતો મનમાં ચઢતે પરિણામે ધર્મધ્યાન નિશ્ચલ ચિત્તથી ધ્યાવે છે. - એવા સમયે ચોરોએ પણ ધન લઇને ચાલવા માંડ્યું. પરંતુ શેઠના ધર્મપસાયથી શાસનદેવતાએ ચોરને ચિત્રામની પેરે થંભી રાખ્યા, તેથી ચોરો તિહાંજ નિશ્ચલ થઈ ઉભા રહ્યા. એમ કરતાં પ્રભાત થયું, તે વારે શેઠ કુટુંબ સહિત ધર્મશાલાએ જઈ ગુરુની આગલ પોસહ પારી, જ્ઞાનની પૂજા કરી, વ્યાખ્યાન સાંભલી દેરે જઈને શ્રીજિનેશ્વરને વિધિપૂર્વક વાંદી પૂજીને ઘેર આવ્યા. તિહાં ચોરોને તેમના તેમજ ઉભા દીઠા. લોકો તે વાત જઈ રાજા આગલ કહી, જે સુવ્રતશેઠને ઘેર ચોર લોકો ચોરી કરવા પેઠા હતા, તે થંભાઈ ગયા છે. તે સાંભલી રાજાએ તે ચોરોને પકડી લાવવા માટે સુભટો મોકલ્યા. તેને આવ્યા જોઇ શેઠ મનમાં ચિંતવવા લાગ્યા જે, એ ચોરોને રાજા હણશે, દુઃખ ઉપજાવશે, તો મહા અનર્થ થશે. એવો કરુણભાવ ચોરોની ઉપર આણ્યો, તેથી શેઠના તપના પ્રભાવથી રાજાના સુભટો પણ થંભાઈ ગયા. તે પણ ચોરની પેરે હાલી ચાલી શકે નહીં. એ વ્યતિકર લોકોના મુખથી રાજાએ સાંભલ્યો, તે વારે સપરિવારે રાજા પણ તિહાં આવ્યો. એટલે સુવ્રત શેઠ સામો જઈ રૂડાં વસ્ત્ર, આભૂષણ ભેટ કરી હાથ જોડી રાજાને ચરણ નમીને ચોરનું અભયદાન માંગ્યું, તે વારે રાજાએ પણ ઘણા પ્રસન્ન થઈને તે ચોરોની તકસીર માફ કરી. પછી શેઠે ચોરોને કહ્યું કે તમે સુખે તમારે ઘરે જાઓ, એમ કહી શીખ દીધી. શેઠની મરજી જાણી શાસનદેવતાએ પણ ચોર તથા સુભટાને સ્તંભનમુક્ત કર્યો, તે વારે સહુ પોતપોતાને સ્થાનકે. ગયા. તલારરક્ષક પ્રમુખ સર્વ લોક જૈનધર્મ પાલવા લાગ્યા. શ્રીજિનશાસનનો મહિમા વધ્યો. રાજા પણ વિસ્મય પામ્યો. મૌન એકાદશી ૧૫ 2010_03 Page #31 -------------------------------------------------------------------------- ________________ વલી એકદા મૌનએકાદશીને દિવસે શેઠ, પોતાના ગૃહને વિષે પૌષધ લઈ મૌનપણે કાઉસગ્ગ ઉભા છે, તે અવસરે નગરમાં અગ્નિનો પલેવો લાગ્યો. તે દેખીને સર્વે લોક કોલાહલ કરવા લાગ્યાં, અને અગ્નિ તો સર્વ નગરમાં પસરી ગયો. શેઠને પાડોશી લોકો બુમ પાડી કહેવા લાગ્યાં કે હે શેઠજી ! તમો જલદી ઘરથી બહાર નીકળી આવો હઠ મ કરો. તે સાંભલી શેઠ તો કુટુંબ સહિત કાઉસગ્ન કરતાં ત્યાંજ રહ્યા. લગાર માત્ર પણ અગ્નિથી બીના નહીં. તિહાં ધર્મના પ્રભાવથી શેઠનાં ઘર, હાટ, વખારો, અને શેઠની ઉપભોગ્ય વસ્તુ તથા જિનભવન અને પૌષધશાલા, એ સર્વને ટાલીને શેષ સર્વ નગર બલી ભસ્મ થયું. જે વારે પ્રભાત થયું, તે વારે સુવ્રત શેઠનો માલ સર્વ અગ્નિમાંથી ઉગણ્યો જોઇને સર્વ નગરવાસીજનો શેઠનો ધન્યવાદ બોલવા લાગ્યા. તે વાત રાજાએ પણ સાંભલી અને હાથી, ઘોડા, મનુષ્ય, રથ, પ્રધાન સામંતાદિક પરિવાર પ્રમુખ સાથે લઈ રાજા પોતે શેઠનું ઘર જોવા આવ્યો, તે વારે સર્વ માલ અખંડ રહ્યો દેખી રાજા ઘણું આશ્ચર્ય પામ્યો. શેઠે પણ રાજાને આવ્યો જાણીને તેની આગલ ભેટ મૂકી, મોતીને થાલે વધાવ્યો. રાજાએ પણ શેઠની ઘણી પ્રશંસા કરી અને કહ્યું કે તુજને ધન્ય છે, તું આ નગરનું આભરણ છો. એમ કહી રાજાએ શેઠને તથા તેની અગીયાર સ્ત્રીઓને ઘણાં વસ્ત્ર, અલંકાર પહેરાવી માન મહત્ત્વ આપી શેઠને મલી રાજા પોતાને મંદિર ગયો. નગર લોક સર્વ શ્રીજૈનધર્મની પ્રશંસા કરવા લાગ્યાં, અને કહેવા લાગ્યાં કે અહો! જૈનધર્મનો મહિમા પ્રત્યક્ષ નયણે દીઠો. તપ પૂર્ણ થયાથી શેઠે ઉજમણું કર્યું. લાડવા પ્રમુખ પક્વાન્ન સર્વ અગીયાર અગીયાર ઢોક્યાં. તથા અગીયાર પ્રકારનાં ધાન્ય અને ફલ ઢોઈ તપ શુદ્ધ કરી સ્વામીવાત્સલ્ય સંઘપૂજાદિક, બીજાં પણ ઘણાંક ધર્મકાર્ય કયાં. પછી જે અગીયાર સ્ત્રીઓ હતી, તે પ્રત્યેક સ્ત્રીને અગીયાર અગીયાર પુત્ર થયા, તેને પરણાવ્યા. તથા અગીયાર પુત્રીઓ થઇ, તેને પણ પરણાવી. અનુક્રમે તે સુવ્રત શેઠ મહા રુદ્ધિવંત થયા. નવાણું ક્રોડ સોનૈયા ઉપાર્જન કરી ધનવાન્ થઈ દાન પુણ્ય કરવા લાગ્યા. વૃદ્ધાવસ્થા થયે થકે એકદા શેઠે મનમાં વિચાર્યું કે મેં આજ પર્યત ગૃહસ્થનો ધર્મ પાલ્યો, મૌનએકાદશીનું તપ પૂર્ણ કરી ઉજમણું પણ કર્યું. તો હવે જો રૂડા ગુરુ પાસેથી દીક્ષા લઇ શુદ્ધ ચારિત્ર પાલું. તો મારો જન્મ સફલ થાય. એવો મનોરથ મનમાં ઉપજ્યો. તે વારે સર્વ પરિવારને પૂછી તેમની આજ્ઞા લીધી. મૌનએકાદશી ૧૬ 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ એવામાં શેઠના પુણ્યયોગે કરી તિહાં ચાર જ્ઞાનના ધણી એવા ગુણસુંદર નામના આચાર્ય પધાયા. તે મુનિ છત્રીસ ગુણે કરી સહિત, ધન્ય ધાન્યાદિ પરિગ્રહ રહિત, ચારિત્ર, નિર્મલ ગાત્ર, છક્કાયના પીયર, ક્રોધાદિ કષાય તથા આઠ મદના ટાલનાર, પાંચ વિષયના જીપક, મિથ્યાત્વનિવારક, શુદ્ધ ક્રિયાના કરનાર, બેંતાલીસ દોષરહિત આહારના ગવેષનાર, સમતાના ઘર, ગુણરયણાકર, એવા આચાર્ય આવી સમોસટ્યા. તેને શ્રાવકોએ હર્ષ કરી વધાવ્યા. રાજા પ્રજા સર્વ વાંદવા ગયા. ગુરુએ પણ સર્વ સભાજનોને ધર્મોપદેશ દેવા માંડ્યો. તેમાં સંસારનું અનિત્યપણું દેખાડવા લાગ્યા. તે જેમ કે : હે ભવ્ય જીવો ! દશ દૃષ્ટાંતે પામવો દુર્લભ એવો આ મનુષ્યાવતાર પામીને ફેવલિભાષિત, અહિસાલક્ષણ, વિનયનું મૂલ એવો જે ધર્મ, તેને વિષે સહુએ આદર કરવો. તે સર્વ સાવધ ત્યાગથી સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ સંપજે છે, માટે જે પ્રાણી વિષયસુખની લાલચથી ઘુણાક્ષર ન્યાયે પામવો દુર્લભ એવો મનુષ્યભવ પામીને તેને પ્રમાદ સેવન કયાથી હારી જાય છે. તે જીવ સંસારમાં ઘણો કાલ ભટકશે. અરે જીવ ! તું એકલો આવ્યો ! તું એકલો જઇશા અને માતા, પિતા, પુત્ર, કલત્ર, સર્વ સંબંધીઓ સ્વાર્થે મલ્યાં છે. સ્વાર્થ પૂર્ણ થયાથી તે એક ક્ષણ માંહે જેહ દેખાડી અલગાં થઇ જશે, વિલંબ લગાડશે નહીંમાટે આ સંસાર તે પતંગના રંગ સમાન છે. જેવો સંધ્યાનો રાગ, જેવો વીજલીનો ઝબકાર ચંચલ છે, અને જેમ તેને વિસરાલા થતાં વાર લાગતી નથી તેવું આ સંસારનું સુખ પણ ચંચલ છે, તેથી વિણસતાં વાર લાગે નહીં. સંસારમાં જીવ આરંભ અને પરિગ્રહના પ્રસંગથી પરભવે દુઃખી થાય છે. જન્મ, જરા, મરણ, રોગ, શોક, વિયોગ ઇત્યાદિક અનેક કષ્ટ ભોગવે છે. વલી નરક તિર્યંચ ગતિમાં અનેક પ્રકારે છેદન ભેદનાદિક દુઃખ પામે છે, માટે સંસારમાં અલ્પ સરસવ સમાન તો સુખ છે, અને મેરુ પર્વત સમાન દુખ છે; પણ જીવ અજ્ઞાનને યોગ મદિરાપાન કશ્યાની પેરે ઘેલો થઇ ગયો છે, મુંજાઇ ગયો છે, તેથી સંસારને સારભૂત માની એમાંજ તલ્લીન થઇ રાચી માચી રહ્યો છે, પરંતુ જે પ્રાણી સમસ્ત વસ્તુ ઉપરથી મૂચ્છ ઉતારી શ્રીવીતરાગે પ્રરૂપેલાં દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મનું આરાધન કરશે, તે પ્રાણી સર્વ દુઃખથી મુક્ત થઇને પરંપરાએ જન્મ, જરા, મરણ રહિત એવા મોક્ષ સંબંધી સુખને પામશે. એવો આચાર્યના મુખથી ઉપદેશ મૈનએકાદશી) ૧૭ 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ સાંભલીને સુવ્રતશેઠ સંસારથી ભય પામ્યા. ઉદ્વેગચિત થવા થકા ઉભા થઇ હાથ જોડીને ગુરુને કહેવા લાગ્યા જે હે ભગવાન્ હવે ! હું આપની પાસે દીક્ષા લઇશ. આપ ઇહાં રહેજો. ગુરુએ કહ્યું જે “હે ! દેવાણુપ્પિયા ! જેમ તમારા આત્માને સુખ ઉપજે તેમ કરો “મા ડિબંધ કરેહ” પ્રતિબંધ કરશો નહીં'. પછી ગુરુની આજ્ઞા લઇ શેઠ પોતાને ઘેર આવ્યા અને મોટા પુત્રને ઘેર ભલાવી સમજણ આપી ઘણું દ્રવ્ય સાત ક્ષેત્રે ધર્મસ્થાનકે વાવરી, યાચકજનોને દાન દઇ, માન મહત્ત્વ લઇ, શુભ મુહૂર્ત જોઇ, હજાર માણસ વહન કરે એવી સહસ્રવાહિની નામની પાલખીમાં બેસી પોતાની અગીયાર ભાર્યા સહિત સંવેગભાવે ગુરુ પાસે આવીને પંચ મહાવ્રત ઉચ્ચરચાં. પછી સુખે સંયમ પાલવા લાગ્યા. બન્નેં છઠ્ઠ, એકસો અક્રમ, દશમ, દુવાલસ, પક્ષક્ષમણ, માસક્ષમણાદિક, ચાર વાર ચોમાસી, યાવત્ એક વાર છમાસી પર્યંત ઘણાં તીવ્ર તપ કરતા આત્માને પ્રતિભાવતા થકા વિચરે છે. એકદા સુવ્રતસાધુ, મૌનએકાદશીને દિવસે મૌનવ્રત ધારણ કરી કાઉસગ્ગ ધ્યાને ઉભા છે, તે સમયે કોઇ એક મિથ્યાદૃષ્ટિ વ્યંતર દેવતા તેમના તપ થકી ક્ષોભ પમાડવાને માટે તિહાં આવીને કોઇ એક સાધુના શરીરમાં કોઇ રીતે શમી જાય નહીં એવી કારમી અત્યંત આકરી વેદના ઉપજાવી. વલી તે દેવતા પોતે પણ સાધુના શરીરમાં સંક્રમ્યો, તેના બલે કરી સાધુ પણ સુવ્રતમુનિ કાઉસગ્ગમાં ઉભા છે, તેની પાસે આવીને કહેવા લાગ્યો કે હે સુવ્રતઋષિ ! તમે ઉપાશ્રયથી બહાર જઇને કોઇ શ્રાવકના ઘરથી ઔષધ લઇ આવો, કે જેથી મારી વેદના શમી જાય. તમે શરીરે નીરોગી છો, અને હું તો વેદનાથી પીડા પામું છું, માટે મારાથી જઇ શકાય તેમ નથી. આવું સાંભલી સુવ્રતમુનિએ વિચારવું જે આજ મેં મૌનવ્રત લીધું છે, માટે મારાથી કોઇની સાથે બોલાશે નહી. વલી ઉપાશ્રયથી બહાર ન જવાનો પણ નિયમ લીધેલો છે, માટે બહાર જવાય તેમ નથી. એવી ચિંતા કરે છે, એવામાં તો સાધુએ રીસ ચડાવી ઉંધો લઇને સુવ્રત સાધુના માથામાં મારવા, પણ તેથી સુવ્રતમુનિને કોપ ન ચડ્યો, પરંતુ ઉલટી ક્ષમા આણીને વિચારવું જે એ સાધુ પીડા પામે છે, અને હું એનું કામ કરી શકતો નથી, એમ ચિંતવતો શુક્લ ધ્યાન ધ્યાવતો ક્ષપકશ્રેણીએ ચઢી ઘાતિકર્મ ક્ષય કરીને કેવલજ્ઞાન પામ્યા. દેવતાએ મોટો મહોત્સવ કહ્યો. પૃથ્વીને વિષે વિચરી અનેક ભવ્ય જીવને ઉપદેશ આપી ધર્મ પમાડી ઘણાં વર્ષ લગે કેવલપર્યાય પાલી, છેવટે અનશન ઉચ્ચરી સુવ્રત ચૈત્રી પૂનમ ૧૮ 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ સાધુ મોક્ષપદ પામ્યા. તેમ બીજા પણ ભવ્ય જીવ એ તપનું આરાધન કરી આ ભવે અનર્ગલ ઋદ્ધિ ભોગવી પરંપરાએ મોક્ષસુખ પામે. એ સંબંધી શ્રી નેમીશ્વર ભગવાનના મુખથી સાંભલીને કૃષ્ણવાસુદેવ ધર્મને વિષે ઉદ્યમવંત થયા. જે થકી તીર્થંકર ગોત્રકર્મ ઉપાર્જન કરવું. એ સંબંધ શ્રીમહાવીરસ્વામીએ શ્રી ગૌતમગણધર આગલ કહ્યો. તે સાંભલી ઘણા ભવ્ય જીવો મૌનએકાદશીવ્રત આરાધવાને ઉજમાલ થયા. ॥ ઇતિ મૌનએકાદશી કથા સંપૂર્ણા ॥ ચૈત્રી પૂનમ 2010_03 ૧૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ 1 - - - - છે અથ ચૈત્રી પૂનમનું વ્યાખ્યાન પ્રારંભ ન કરી નાખી ને કમ તીર્થરાજં નમસ્કૃત્ય, શ્રીસિદ્ધાચલસંજ્ઞકમ્ // ચૈત્રશુક્લપૂર્ણિમાયા, વ્યાખ્યાનં કિયતે મયા // ૧ // અર્થ : અહો ભવ્ય જીવો ! હું શ્રીસિદ્ધાચલ નામે તીર્થાધિરાજ પ્રત્યે નમસ્કાર કરી ચૈત્ર શુદિ પૂર્ણિમાનું વખાણ લખું છું. સર્વ પૂર્ણિમા મધે ચૈત્રી પૂનમ અત્યંત પુણ્યની વૃદ્ધિ કરનારી છે. જે માટે શ્રી વિમલાચલ તીર્થને વિષે અનેક વિધાધર, ચક્રવર્તી આદિક મોટા પુરુષો સિદ્ધિને પામ્યા છે. વલી શ્રી ઋષભદેવજીના બે પુત્ર નમિ અને વિનમિ મોક્ષગતિ પામ્યા છે, તથા શ્રી સિદ્ધાચલને વિષે રૂષભદેવસ્વામીના પ્રથમ ગણધર જે શ્રીપુંડરીક નામે મુનિશ્વર, તે ચૈત્રી પૂનમને દિવસે પાંચ કોડી સાધુના પરિવારે મોક્ષે પહોંતા છે. માટે એ પૂનમનો દિવસ સર્વમાં મોટો કહ્યો છે, તેથી એ દિવસને ઉત્તમ પર્વ જાણીને તેનું આરાધન કરવું. ઈહાં પ્રથમ નમિ વિનમિનો સંબંધ કહીને પછી શ્રી પુંડરીક ગણધરજીનો સંબંધ કહીશું. અયોધ્યા નગરીનું રાજ્ય ભરતને આપી અને તક્ષશિલાનું રાજ્ય બાહુબલિને આપી તથા બીજા પુત્રને યથાયોગ્ય દેશોનું રાજય આપી શ્રીરૂષભદેવ ભગવાને દીક્ષા લીધી, પણ તે વખત નમિ અને વિનમિ કોઈ કાર્ય નિમિત્તે દેશાંતર ગયા હતા, તેથી ભગવાન્ પણ નમિ વિનમિને રાજ્ય આપવા ભૂલી ગયા. પછી કેટલેક દિવસે જે વારે તે પરદેશથી ફરી આવ્યા, તે વારે ભરતને આવી પૂછવા લાગ્યા જે આપણા પિતા ક્યાં ગયા છે ? એમ પૂછવાથી તેમને ભરતે ઉત્તર આપ્યો કે આપણા પિતાએ તો દીક્ષા લીધી છે, માટે તમે હવે મારી સેવા કરો, અને હું તમોને કોઈક દેશનું રાજ્ય આપીશ, પણ તેમણે ભારતની કહેલી વાત ન માની, અને રાજ્ય લેવા સારુ ભગવાન્ પાસે આવ્યા. તિહાં ભગવાન્ જિહાં જિહાં વિચરે, તે તે સ્થાનકે કાંટા કાંકરા વેગલા કરી ભૂમિ શુદ્ધ કરે, તથા ભગવાન્ જે વારે ૨૦ ચૈત્રી પૂનમ 2010_03 Page #36 -------------------------------------------------------------------------- ________________ કાઉસગ્ગધ્યાને ઉભા રહે, તે વારે તેના ઉપરથી ડાંસ મચ્છર ઉડાડે, અને પ્રભાતમાં, સંધ્યાકાલમાં ભગવાનને વાંદીને વિનંતિ કરે કે, હે મહારાજ ! અમને રાજ્ય આપો. એમ નમિ વિનમિ ભગવંતની પાછલ વિચરે છે. એકદા ધરણીદ્ર ભગવાનને વાંદવા આવ્યા તેણે નમિ વિનમિત્તે સેવા કરતા જોઇને તેમની ઉપર પ્રસન્ન થઇ અડતાલીશ હજાર સિદ્ધવિદ્યા આપી, સોલ વિદ્યાદેવીઓનું આરાધન બતાવ્યું અને વૈતાઢ્ય પર્વતની દક્ષિણ મેખલાએ રથપુર ચક્રવાલ પ્રમુખ પચાસ નગર વસાવી આપ્યાં, તથા ઉત્તર મેખલાને વિષે ગગનવલ્લભ પ્રમુખ સાઠ નગર વસાવી આપ્યાં તથા વિદ્યાને બલે કરી તિહાં લોકોની વસ્તી પણ કરી આપી. પછી તે દિશાને નમિ અને વિનમિ એ બેહુ ભાઇ રાજ્ય પાલવા લાગ્યા, અંતે બેહુ ભાઇ પોતપોતાના પુત્રને રાજ્યપાટે સ્થાપી પોતે સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરી શ્રીવિમલાચલ તીર્થે આવી શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર કરી તેહિજ પર્વત ઉપર સાધુની બે કોડી સાથે મોક્ષે પહોંતા. એ નમિ વિનમિનો સંબંધ કહ્યો. હવે શ્રીરૂષભદેવસ્વામીના થયેલા ગણધર શ્રીપુંડરીકજી ચૈત્રી પૂનમને દિવસે એ પર્વત ઉપર મોક્ષે ગયા. જેથી એ પર્વતનું નામ પુંડરીકિરિ કહેવાય છે, માટે તે પુંડરીક ગણધરની કથા કહે છે. શ્રીઋષભદેવસ્વામી છદ્મસ્થપણે વિહાર કરતાં પુરિમતાલની સમીપે શકલમુખ ઉદ્યાન માંહે આવ્યા. તિહાં પ્રભુને કેવલજ્ઞાન ઉપન્યું. તે વારે સર્વ ઇંદ્રાદિક દેવોએ મલી સમોસરણની રચના કરી. સેવકે આવી ભરતરાજાને પ્રભુને થયેલા કેવલજ્ઞાનની વધામણી આપી, તે સાંભલી ભરત રાજા ઘણો હર્ષ પામ્યો થકો બેઠો છે. એટલામાં વલી બીજો સેવક આવ્યો, તેણે પણ આવી વધાઇ આપી કે હે મહારાજ ! આયુધશાલાને વિષે તેજપુંજે કરી વિરાજમાન એવું ચક્રરત ઉપન્યું છે. તે સાંભલી ભરતજીએ મનમાં વિચારવું જે બેહુ વધાઇ સાથે આવી તો હવે પ્રથમ મહોત્સવ કેનો કરીએ? જે માટે ચક્રરતનો મહોત્સવ તો કેવલ કર્મબંધનું કારણ અને આ ભવનો અર્થ સાધક છે, અને તીર્થંકરના કેવલજ્ઞાનનો મહોત્સવ જે કરવો, તે તો ઇહભવ પરભવ સંબંધી સર્વ અર્થનો સાધક છે, માટે પ્રથમ કેવલજ્ઞાનનો મહોત્સવ કરવો. એમ નિર્ધારી ચતુરંગણી સેના લઇ મરુદેવા માતાની સાથે હાથી ઉપર ચડી અનેક પ્રકારનાં વાજિંત્ર વાજતે અયોધ્યા થકી બહાર નીકલી પ્રભુની સમીપ જાય છે, તેવામાં પ્રભુ આગલ દેવદુંદુભિનો ધ્વનિ ૨૧ ચૈત્રી પૂનમ 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ થાય છે, તે સાંભલી માતા મરુદેવાજીએ હર્ષવંત થઇ પૂછ્યું જે હે પુત્ર! એ વાજિંત્રધ્વનિ ક્યાં થાય છે? તે વારે ભરતે કહ્યું, હે માતાજી! તમારા પુત્રની આગલ ધ્વનિ થાય છે, વલી આ તમારા પુત્રની ત્રણ ગઢ પ્રમુખની રચના આદિક ઋદ્ધિતો જૂઓ! એવાં ભરતનાં વચન સાંભલીને તે દેખવા માટે મરુદેવાજી પોતાની આંખોને મસલવા લાગ્યાં, તેમાંથી હર્ષના આંસુ આવ્યાં, તેથી આંખનાં પડલ ઉતરી ગયાં. તે વારે સમોવસરણની શોભા દીઠી, પણ પુત્ર તો માતાને બોલાવતો નથી, તેથી વૈરાગ્ય પામી ક્ષપકશ્રેણી આરોહણ કરી કેવલજ્ઞાન પામી તત્કાલ તે મોક્ષે પહોતાં. તે વારે ભરત રાજમાતાના શરીરને ક્ષીરસમુદ્રમાં પરઠવી, શોક નિવારીને ભગવાન્ પાસે જઇ, પંચાભિગમ સાચવી ત્રણ પ્રદક્ષિણા દઇ વિધિએ વંદન કરી યથાયોગ્ય સ્થાનકે બેઠાં. તિહાં ભગવાને ધર્મોપદેશ દીધો, તે સાંભલી ભરત રાજાએ શ્રાવકનો ધર્મ આદરચો, અને ભરતનો પુત્ર જે રુષભસેન તેનું જ બીજું નામ પુંડરીક તેણે ઘણા પુત્ર પૌત્રાદિક સાથે ચારિત્ર લીધું. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ચોરાશી ગણધર થાપ્યા, તેમાં પ્રથમ ગણધર શ્રીપુંડરીકજીને થાપ્યા. હવે પુંડરીક ગણધર શ્રીૠષભદેવજીની સાથે ચારિત્ર પાલતા વિચરે છે, કેટલાએક કાલ પછી ભગવાનૢ સર્વ પરિવાર સહિત શ્રીસિદ્ધાચલ તીર્થે રાયણવૃક્ષ તલે સમોસા, તિહાં ઇંદ્રાદિક દેવતા વાંદવા આવ્યા, તેમની આગલ તથા પુંડરીકાદિક મુનીશ્વરોની આગલ શ્રીશત્રુંજય તીર્થનો મહિમા કહ્યો, તથા એ તીર્થ ઉપર પુંડરીક ગણધરને મોક્ષપ્રાપ્તિ થશે. તે વખાણીને વલી કહ્યું કે હે જીવો ! એ તીર્થ અનાદિ કાલનું શાશ્વતું છે. ઇહાં અનંતા તીર્થંકર અનંતા મુનીશ્વર કર્મ ખપાવી સિદ્ધિ પામ્યા છે, અને અનંતા પામશે. અભવ્ય જીવો તો પ્રાયઃ એ તીર્થને નજરે પણ ન દેખે, વલી એ અવસર્પિણીમાં એ તીર્થ, વિશેષપણે પુંડરીક એવે નામે પ્રકટ થશે. ઇત્યાદિક તીર્થનો મહિમા કહીને ભગવાને વિહાર કરચો. હવે પુંડરીકજી પાંચ કોડી સાધુના પરિવારે વિચરતા ગ્રામાનુગ્રામ વિહાર કરતા સોરઠ દેશે આવ્યા. તિહાં તેમને વાંદવાને અનેક રાજા, શેઠ સેનાપતિ પ્રમુખ ઘણાક લોકો આવ્યા. ગુરુએ પણ યથાયોગ્ય ધર્મદેશના આપી તે અવસરમાં કોઇક સ્ત્રી ચિંતાતુર થકી મહાદુ:ખી એવી પોતાની વિધવા પુત્રીને લઇને તિહાં આવી. પુંડરીક ગણધરને નમસ્કાર કરી અવસર પામી પૂછવા લાગી કે હે મહારાજ ! આ કન્યાએ પૂર્વ ચૈત્રી પૂનમ ૨૨ 2010_03 J Page #38 -------------------------------------------------------------------------- ________________ ભવમાં શું પાપ કર્યું હશે, કે જે થકી એનો વિવાહ કરતાં હાથ મેળવવાની વખતેજ એનો ભરતાર મરણ પામ્યો ? એવું પૂછે થકે ચાર જ્ઞાનના ધરનાર ગણધરજી કહેવા લાગ્યા કે હે મહાનુભાવ! અશુભ કર્મનું અશુભ ફલ થાય. સર્વ જીવ પોતાનાં પૂર્વકૃત શુભાશુભ કર્મનાંજ ફલ પામે છે, પરંતુ બીજાં તો નિમિત્તમાત્ર છે, માટે એના પૂર્વલા ભવ હું કહું છું, તે સાંભલ. જંબૂદીપે પૂર્વ મહાવિદેહે ચંદ્રકાંતા નામની નગરીનો સમરથસિંહ નામે રાજા છે. તેને ધારણી નામે રાણી છે. તેજ નગરમાં એક મહા ધનવંત પરમશ્રાવક ધનાવહ નામે શેઠ રહે છે. તેની એક ચંદ્રશ્રી અને બીજી મિત્રશ્રી એવે નામે બે સ્ત્રીઓ છે. એક દિવસે ચંદ્રગ્રી કામવિકારને વશ થઈ થકી મર્યાદા મૂકી પોતાની શોક્ય મિત્રશ્રીનો પતિ પાસે જવાનો વારો હતો તેને ઉલ્લંઘન કરી પોતે ભરતાર પાસે આવી, તે વારે તેને ભરતારે કહ્યું કે આજ તો તારો વારો નથી, માટે મર્યાદા મૂકીને કેમ આવી? તે સાંભલી ચંદ્રશ્રી કામવશ થકી કહેવા લાગી કે એમાં શાની મર્યાદા? તે વારે શેઠે કહ્યું કે કુલવંતને મર્યાદા છોડવી યુક્ત નથી. તે સાંભલી ચંદ્રશ્રી સંતોષ રહિત થઈ રોષે ભરાણી થકી મલિન પરિણામે મુખ વિલખું કરીને મિત્રશ્રી ઉપર ઘણોજ દ્વેષ ધરવા લાગી. કેટલા એક દિવસ પછી તે ચંદ્રશ્રીએ પોતાના પિતાને ઘેર આવીને મંત્ર, યંત્ર, તંત્ર, કામણ, ટૂંમણ કરીને મિત્રશ્રીના શરીરમાં ડાકણનો પ્રવેશ કરાવ્યો, તેથી મિત્રશ્રીના શરીરની શોભા સર્વ જતી રહી, તે જોઈ ભરતાર પણ મિત્રશ્રીને ત્યાગી ચંદ્રશ્રીને વશ થઈ ગયો. પાછલથી ભરતારે પણ કેટલાએક દિવસે તે સ્વરુપ જાણ્યું, તેથી તે ચંદ્રશ્રીને ત્યાગી દીધી. હવે ચંદ્રશ્રી શ્રાવક ધર્મ પાલતી થકી પણ તે પાપ આલોયા વિનાજ મરણ પામીને આ તારી પુત્રીપણે આવી ઉપની છે, એણે પૂર્વ ભવમાં મિત્રશ્રીને પતિનો વિયોગ પાડ્યો, તેથી એ વિષકન્યા થઈ છે. અને ભરતારનો સ્પર્શ તો દૂર રહ્યો, પણ ભરતાર એનું મુખ જોવાની પણ ચાહના ન કરે, એવું કર્મ અને ઉદય આવ્યું છે. એ પૂર્વકૃત કર્મના ઉદયથી દુઃખીયારી થઈ છે, માટે કર્મની ગતિ વિચિત્ર છે. તે વારે ફરી તેની માતાએ કહ્યું કે હે સ્વામી ! ભરતારના વિરહથી પીડાણી થકી આજે એને વૃક્ષની છાલને વિષે ફાંસી ખાઈને મરવા માંડ્યું હતું, તેને ફાંસી છોડાવીને હું આપની પાસે લઈ આવી છું, માટે આપ કૃપા કરીને એને સર્વ દુઃખથી ચૈત્રી પૂનમ ૨૩ 2010_03 Page #39 -------------------------------------------------------------------------- ________________ વિમુક્ત કરનારી એવી દીક્ષા આપો. ગુરુ બોલ્યા કે આ તારી પુત્રી દીક્ષા લેવાને અયોગ્ય છે, તે વારે માતાએ કહ્યું કે હે મહારાજ ! એને જે ધર્મ કરવા યોગ્ય હોય, તે બતાવો. ગુરુ બોલ્યા કે હે ભદ્રે ! એને ચૈત્ર સુદિ પૂનમનું આરાધન કરાવો, કે જે થકી એના અશુભ કર્મનો વિલય થાય. પછી કન્યાએ કહ્યું કે હે મહારાજ ! તમે મુજને એનો વિધિ બતાવો, તે વારે પુંડરીક ગણધર બોલ્યા કે ચૈત્ર સુદિ પૂનમને દિવસે શુભ ભાવથી ઉપવાસ કરવો, તથા શ્રી ભગવંતના દેરાસરે જઈ પૂજા કરવી, સ્નાત્રમહોત્સવ કરવો, સર્વ દેરાસરે વાંદવા જવું, ગુરુની પાસે ચૈત્રી પૂનમનું વખાણ સાંભલવું, દીન હીન જનોને દાન આપવું, તે દિવસે શીલ પાલવું, જીવની રક્ષા કરવી, મોતીથી અથવા ચાવલથી પાટ ઉપર વિમલગિરિની સ્થાપના કરીને તેની મોટી પૂજા કરવી, ગુરુની પાસે પાંચે શક્રસ્તવે દેવ વાંદવા. દશ, વીશ, ત્રીશ, ચાલીશ, પચાસ લોગસ્સના કાઉસ્સગ્ગ કરવા, સ્તવન પણ કહેવાં. બે ટંક પડિક્કમણાં કરવાં, બીજો વિશેષ વિધિ ગ્રંથાંતરથી જાણવો, ઇત્યાદિક દિન રાત્રિનાં કર્ત્તવ્ય કરવાં. પછી પારણાને દિવસે મુનિમહારાજને વહોરાવીને પોતે પારણું કરવું, એવી રીતે પન્નર વર્ષ તપસ્યા કરવી, તપસ્યા પૂર્ણ થયાથી શક્તિ પ્રમાણે ઉજમણું કરવું, એથી જે દિરદ્રી હોય, તે ધનવાનૢ થાય, પુત્ર, કલત્ર, સૌભાગ્ય, યશ, કીર્તિ વધે, દેવતાનાં સુખ અને મોક્ષનાં સુખ પામે, વલી સ્ત્રીને ભરતારનો વિયોગ ન થાય, રોગ શોક વિધવાપણું મૃતવત્સાપણું ઈત્યાદિક દોષોનો નાશ થાય. વલી વિષકન્યાપણું તથા ભૂત, પ્રેત, શાકિની, ડાકિની આદિકના સર્વ દોષ વિલય પામે. જે પ્રાણી ભાવે કરી ચૈત્રી પૂનમનું આરાધન કરે, તે પ્રાણી મોક્ષનાં સુખ પામે. એવી પુંડરીક ગણધરની વાણી સાંભલીને તે કન્યા હર્ષવંત થઈ કહેવા લાગી કે હે મહારાજ ! તપ હું કરીશ, એમ ગુરુ પાસે તપ અંગીકાર કરી માતા પિતા સહિત ગુરુને નમસ્કાર કરી પોતાને ઘેર જઈ તે દિવસ આવેથી ચૈત્રી પૂનમનું આરાધન કર્યું, તપ પૂર્ણ કરી ઉજમણું કર્યું, શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી, શ્રીઋષભદેવસ્વામીનું ધ્યાન ધરતી રહી. છેવટ અનશન કરી આયુ પૂર્ણ થયે સૌધર્મ દેવલોકે દેવતાપણે જઈ ઉપની. તિહાં દેવતા સંબંધી ભોગ ભોગવી આયુ પૂર્ણ કરી મહાવિદેહને વિષે સુકચ્છ વિજયે વસંતપુર નગરમાં, નરચંદ્ર રાજાના રાજ્યને વિષે તારાચંદ નામના શેઠ વસે છે તેની તારા નામે ભાર્યા છે, તેની કૂખે પુત્રપણે ઉપજશે. તેનું નામ પૂર્ણચંદ્ર થશે, બહોંતેર કલાએ પરિપૂર્ણ થશે, પન્નર ૨૪ અખાત્રીજ 2010_03 Page #40 -------------------------------------------------------------------------- ________________ કોડી દ્રવ્ય પામશે, પન્નર સ્ત્રીઓ અને પન્નર પુત્ર પામશે. ઈત્યાદિક ઘણાં સુખ ભોગવશે. વલી તે ભવમાં પણ ચૈત્રી પૂનમનું આરાધન કરશે, છેવટ જયસમુદ્ર ગુરુની પાસેથી દીક્ષા લઈ ચારિત્ર પાલી મોક્ષે જશે. એમજ ચૈત્રી પૂનમનું તપ કરતાં ઘણાં જીવ મોક્ષે ગયાં છે. તથા વલી શ્રીકૃષ્ણના પુત્ર સાંબ, પ્રદ્યુમ્ન, દશરથનો પુત્ર ભરત, શુક નામે મુનિરાજ, શૈલકજી, પંથકજી, રામચંદ્ર, દ્રવિડ રાજા, નવ નારદ, પાંચ પાંડવ, એ સર્વ શ્રીસિદ્ધાચલ ઉપર મોક્ષે ગયા છે. વલી ચૈત્રી પૂનમને દિવસે ઉપવાસ કરીને જે પ્રાણી શ્રીસિદ્ધાચલ તીર્થની યાત્રા કરે, તે પ્રાણી નરક તિર્યંચની ગતિનો વિચ્છેદ કરે. ચૈત્રી પૂનમને દિવસે મંત્રાક્ષરે પવિત્ર સ્નાત્રજલ ગ્રહણ કરીને ઘરને વિષે છાંટે, તેના ઘરમાં મરકી પ્રમુખ ઉપદ્રવ ન થાય. સર્વદા છાંટે તે પ્રાણી ૠદ્ધિ વૃદ્ધિ સુખ સંપદા પામે. શુભ ભાવથી આરાધતાં માંગલિકની માલા વધે, મોક્ષનાં સુખ પામે, શ્રી નંદીશ્વર દ્વીપને વિષે શાશ્વતા ભગવાન્ પૂછ્યા થકી જે પુણ્ય થાય, તે થકી અધિક પુણ્ય ચૈત્ર સુદિ પૂનમને દિવસે શત્રુંજય તીર્થ ઉપર ભગવાનની પૂજા કરવાથી થાય. જે મનુષ્ય અન્ય સ્થાનકે રહ્યો થકો પણ ચૈત્રી પૂનમને દિવસે શ્રીૠષભદેવજીની તથા પુંડરીક ગણધરની પૂજા કરે, તે દેવતાની પદવી પામે, અને જો વિમલાચલ ઉપર રહ્યો થકો ભક્તિ કરે, તો ધણુંજ ફલ પામે, તેમાં તો કહેવુંજ શું ? તથા ચૈત્રી પૂનમને દિવસે જે દાન આપીયે, તપસ્યા કરીયે, ધ્યાન ધરીયે, સામાયિક કરીયે, જિનપૂજા કરીયે, તે સર્વ ધર્મકાર્ય, પાંચ કોડી ગુણાં ફલનાં આપનાર થાય. જે પ્રાણી શુદ્ધ વિધિયે ચૈત્રી પૂનમનું આરાધન કરે, તે જીવ પોતાને સ્થાનકે બેઠો થકો ભાવના ભાવતો પણ તીર્થયાત્રાનું ફલ પામે. અખાત્રીજ ॥ ઇતિ ચૈત્રી પૂનમનું વ્યાખ્યાન સંપૂર્ણ ॥ 2010_03 ૨૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ [૪] અથ શ્રીઅખાત્રીજ વ્યાખ્યાન પ્રારંભઃ શ્રી ઋષભદેવસ્વામીનો જીવ, સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને આષાઢ વિદ ચોથને દિવસે નાભિકુલકરની ભાર્યા શ્રીમરુદેવા સ્વામિનીની કૂખે આવી ઉપન્યો. નવ માસ ને ચાર દિવસ ગર્ભમાં રહ્યા. ચૈત્ર વદિ આઠમને દિવસે અર્ક રાત્રિને સમયે ભગવાનનો જન્મ થયો. તે અવસરે ત્રણ લોકમાં ઉદ્યોત થયો, ક્ષણેક વાર નારકીના જીવોને પણ સુખ ઉત્પન્ન થયું. પછી છપ્પન્ન દિક્કુમારિકાનાં આસન કંપ્યાં, તે વારે અવધિજ્ઞાન પ્રયંજી ભગવંતનો જન્મ થયો જાણી તે તે કુમારિકાઓ ત્યાં જન્મસ્થાનકે આવી પોતપોતાનું કર્તવ્ય કરી પાછી સ્વસ્થાનકે ગઈ. પછી ચોસઠ ઈંદ્રનાં આસન કંપ્યાં, તેમણે પણ અવધિજ્ઞાને કરી ભગવાનનો જન્મ થયો જાણીને એક સૌધર્મેદ્ર વિના બીજા ત્રેસઠ ઈંદ્ર મેરુ પર્વત ઉપર ગયા, અને સૌધર્મેદ્ર જન્મસ્થાનકે આવી માતા પ્રમુખને અવસ્યાપિની નિદ્રા આપી, તિહાં ભગવાનનું પ્રતિબિંબ માતા પાસે મૂકી ભગવાનને બેહુ હાથમાં લઈ મેરુપર્વત પર આવ્યો. તિહાં ચોસઠ ઈંદ્ર મલી સ્નાત્રમહોત્સવ કરી ત્રેસઠ ઈંદ્ર તો ત્યાંથીજ નંદીશ્વર દ્વીપે ગયા, અને સૌધર્મેદ્ર ભગવાનની માતા પાસે બાલકને મૂકી અવસ્વાપિની નિદ્રા તથા પ્રતિબિંબ સંહરી ભગવાનની માતાને તથા ભગવાનને પ્રણામ કરી પછી નંદીશ્વર દ્વીપે ગયો. તિહાં ચોસઠે ઈંદ્ર મલી અઠ્ઠાઈ મહોત્સવ કરી આપ આપણે સ્થાનકે ગયા. ભગવાનને અંગુઠે ઈંદ્રે અમૃત સંચાર્યું તે ચૂસે, અને માતાનું સ્તનપાન ન કરે, અમૃતજ પીએ. અનુક્રમે પ્રભુનું ઋષભ એવું નામ દીધું. ઈંદ્રે આવી ઈશ્વાકુવંશની સ્થાપના કરી, વીશ લાખ પૂર્વ લગે ભગવાન્ કુમર અવસ્થામાં રહ્યા. ઈંદ્રે વિનીતા નગરી વસાવી આપી. ભગવાનને રાજ્યાભિષેક કર્યો, ત્રેસઠ લાખ પૂર્વ સુધી રાજ્યપદવી ભોગવી ભગવાનની સુનંદા અને સુમંગલા નામે બે રાણી થઈ, તેમના ભરત બાહુબલી પ્રમુખ સો પુત્ર થયા, તથા આદિત્યયશા, સોમયશા પ્રમુખ ઘણા પૌત્ર થયા. ૨૬ 2010_03 અખાત્રીજ Page #42 -------------------------------------------------------------------------- ________________ પછી અયોધ્યાનું રાજ્ય ભરતને આપ્યું અને બાહુબલીને તક્ષશિલાનું રાજ્ય આપ્યું તથા બીજા પુત્રોને પણ યોગ્યતા પ્રમાણે દેશ નગર આપીને પોતે ચૈત્ર વદિ અષ્ટમીને દિવસે દીક્ષા લીધી અને આહાર નિમિત્તે ગામોગામ ભમવા લાગ્યા; પણ ભદ્રક લોક સાધુને આહાર દેવાનો વિધિ કોઈ જાણે નહીં, તેથી મણિ, માણેક, મોતી પ્રમુખ અનેક ઉત્તમ વસ્તુઓની ભેટ આવી કરે, તે ભગવાન્ સર્વથા ત્યાગી થયા છે માટે કાંઈ પણ વસ્તુ લીએ નહીં. એમ ફરતાં ફરતાં એક વર્ષ જાજેરો કાલ અન્ન પાણી વિનાનો નીકળી ગયો, એવા અવસરે ગજપુરે નગરે બાહુબલીજીનો પુત્ર સોમયશા રાજા તેનો પુત્ર શ્રેયાંસકુમર હતો, તિહાં આહાર નિમિત્તે શ્રી ઋષભદેવ ભગવાન્ વિચરતા આવ્યા, તે વારે રાત્રિને સમયે શ્રેયાંસકુમારે એવું સ્વપ્ન દીઠું, જે મેરુપર્વત શ્યામ થઈ ગયો હતો, અને તેને અમૃતકલશે કરી પખાલીને મેં ઉજલો કર્યો. વલી તેહિજ રાત્રિએ તે ગામમાં સુબુદ્ધિ નામના શેઠને પણ સ્વપ્ન આવ્યું. તેમાં તેણે એવું દીઠું જે સૂર્યના મંડલમાંથી હજાર કિરણો ખરી પડ્યાં, તે શ્રેયાંસકુમરે સૂર્યના બિંબને વિષે પાછાં સ્થાપ્યાં. વલી તેહિજ રાત્રિએ સોમયશા રાજાએ પણ સ્વપ્નમાં એવું દીઠું, જે એક પરાક્રમી સુભટ ઘણા વૈરીયે રોક્યો થકો વ્યાકુલ થયો હતો, તે શ્રેયાંસકુમારની સહાય થકી તત્કાલ જય પામ્યો. એવા ત્રણે જણે ત્રણ સ્વપ્નાં દીઠાં. પછી પ્રભાતસમયે રાજસભામાં સર્વે એકઠા મલ્યા, તે વારે સહુએ પોતપોતાને આવેલાં સ્વપ્ન કથન કર્યા, તે સાંભલી સહુ કોઈ કહેવા લાગ્યા કે આજ શ્રેયાંસકુમરને કોઈ એક અપૂર્વ મોટો લાભ થશે. એમ કરતાં ભગવાન્ પણ આહારનિમિત્તે ઘર ઘર ભમતાં શ્રેયાંસકુમારને ઘેર આવ્યા. તેમને આવતા દેખી કુમર ઘણો હર્ષ પામ્યો. બીજા લોકો ભગવાનું પગે ભટકે છે તે દેખી હાથી ઘોડા પ્રમુખ નજરાણાં કરવા લાગ્યા, પણ ભગવાને લીધાં નહીં. તેથી તે લોકો ઉદાસ થયા થકા મનમાં ચિંતવવા લાગ્યા જે ભગવાન્ આપણા હાથનું કાંઈ લેતા નથી માટે આપણા ઉપર ક્રોધવંત થતા દેખાય છે, પણ યુગલિયાપણું ત્યાગવાને સ્વલ્પ કાલ થયો છે માટે તે પુરુષો આહાર દેવાનો વિધિ જાણતા નથી. હવે શ્રેયાંસકુમાર તો ભગવંતની સાધુમુદ્રા દેખી વિચારવા લાગ્યો, જે એવી મુદ્રા મેં આગલ પણ કોઈક વારે દીઠી છે, એમ ઊહાપોહ કરતાં તેને જાતિસ્મરણશાન ઉત્પન્ન થયું, તે જાતિસ્મરણ મતિજ્ઞાનનો ભેદ છે, તેણે કરીને ભગવાનના સાથે પોતે સંગીપણામાં નિરંતર નવ ભવ કિધા હતા, તે સર્વ દીઠા. અખાત્રીજ 2010_03 Page #43 -------------------------------------------------------------------------- ________________ તિહાં ભગવાન્ પ્રથમ ભવે ધનસાર્થવાહ, બીજે ભવે યુગલીયા, ત્રીજે ભવે દેવતા, ચોથે ભવે મહાબલ રાજા, પાંચમે ભવે લલિતાંગ દેવ થયા. તિહાં શ્રેયાંસનો જીવ પ્રથમ ધર્મિણી નામની સ્ત્રીના ભવમાં નિયાણું કરીને તે લલિતાંગ દેવતાની સ્વયંપ્રભા નામે દેવી થઈ હતી, એ સંબંધ ભગવાન્ સાથે થયો. પછી લલિતાંગનો જીવ વજધર રાજા થયો, અને સ્વયંપ્રભાનો જીવ શ્રીમતી રાણી થઈ, પછી સાતમે ભવે બહુ યુગલીયા થયા. આઠમે ભવે સૌધર્મ દેવલોકે બહુના જીવ દેવતા થયા. નવમે ભવે ભગવાનનો જીવ જીવાનંદ નામે વૈદ્ય થયો, અને શ્રેયાંસનો જીવ કેશવ નામે શ્રેષ્ઠીપુત્ર થયો. તિહાં પણ પોતામાં મિત્રાઈ હતી, તિહાંથી દશમે ભવે અશ્રુત દેવલોકે બહુ જણા મિત્રદેવતા થયા. તથા અગ્યારમે ભવે ભગવંતનો જીવ ચક્રવર્તી અને શ્રેયાંસનો જીવ સારથી થયો, તથા બારમે ભવે બહુ જણા સર્વાર્થસિદ્ધ વિમાને દેવતા થયા, અને તેરમે ભવે ભગવાનનો જીવ ઋષભદેવજી થયો, અને સારથીનો જીવ હું શ્રેયાંસકુમાર થયો, એમ નવે ભવનો સંબંધ દીઠો, તેમાં પૂર્વે પોતે સાધુપણું અનુભવ્યું હતું, તેથી શ્રેયાંસકુમર વિચારવા લાગ્યો કે, જૂઓ ! સંસારી જીવો ને કેવું અજ્ઞાનપણું છે? જે ભગવાન્ ત્રણ લોકના રાજા તે રાજ્યપદવીને તૃણ સમાન ગણીને વિષયભોગરૂપ સાંસારિક સુખને કિપાકફલ સમાન જાણતા થકા સાધુપણું આદરી મોક્ષસુખ ભણી યત્ન કરતા થકા, રાગદ્વેષાદિક વિકારનાં જે કારણ તેને પરમાણુ માત્ર પણ ગ્રહવાને વાંછતા નથી, તો તે હાથી, ઘોડા, કન્યા, સુવર્ણ, મણિ, મુક્તાફલ પ્રમુખ પરિગ્રહને શી રીતે ગ્રહણ કરશે? એટલું જાણતા નથી. એવું વિચારી શ્રેયાંસકુમર તરત પોતાના ઘરના ગોખથી નીચે ઉતરી જ્યાં ભગવાન્ ઉભા છે, ત્યાં આવી ઘણી હર્ષવંત થકો ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી, બે હાથ જોડી, આગલ ઉભો રહી કહેવા લાગ્યો કે હે સ્વામી! મારા પર કૃપા કરો, હું સંસારરુપ તાપે કરી તાપિત છું, તેથી મારો વિસ્તાર કરો. અઢાર કોડાકોડી સાગરોપમ સુધી વિચ્છેદ પામેલો જે સાધુને પ્રાશુક આહાર લેવાનો વિધિ, તે પ્રગટ કરો, અને મારે ઘેર ભેટ દાખલ આવેલા એકસો ને આઠ ઈશુરસના ઘડારૂપ પ્રાશુક આહાર છે, તે આપ ગ્રહણ કરો. એ વચન સાંભલી ચાર જ્ઞાને સંયુક્ત એવા ભગવાને તે સેલડીના રસને નિર્દોષ આહાર જાણીને શ્રેયાંસને ઘેરથી પોતાના બે હાથમાંહે વહોર્યો. જે માટે ભગવાન્ પાણિપાત્ર લબ્ધિના ઘણી છે, તેને પોતે પાણિ જે હાથ તદ્રુપ પાત્રામાં સેલડીનો રસ લીધો, તે રસ લેતાં છતાં તેમના હાથમાંથી એક બિંદુમાત્ર પણ ધરતી ઉપર પડ્યું નહીં, યદ્યપિ એ તો એકસો આઠ ઘડા હતા; પરંતુ જો હજારો, લાખો ઘડા હોય અથવા ૨૮ જ્ઞાનપંચમી 2010_03 Page #44 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર જેટલો રસ હોય, તોપણ લબ્ધિના બલે કરી હાથમાં સમાઈ જાય, ઉપર શિખા ચડે ખરી, પણ ધરતી ઉપર એક ટીપું પણ પડે નહીં. હવે પરમ કૃપાલુ સર્વોત્કૃષ્ટ સુપાત્ર એવા શ્રીઋષભદેવસ્વામી ભણી નવ કોટિ વિશુદ્ધ આહાર દેતાં થકાં મન, વચન અને કાયાની શુદ્ધતાએ કરી ઉત્પન્ન થયેલો જે ઘણાક આનંદનો સમૂહ, તે પોતાના ચિત્તમાં તથા શરીરમાં સમાતો નથી. વલી મનમાં વિચારે છે, જે ત્રણ જગત્ના પૂજનીય, અનંત ગુણના નિધાન, એવા શ્રીઋષભદેવ ભગવાને મારે હાથે આહાર વહોર્યો, એ મારા ઉપર મોટો પ્રસાદ કીધો, ભગવાનને પ્રાશુક આહાર દેવા થકી આજ મારાં પાપ સંતાપ સર્વ ગયાં. દૂર જેવામાં શ્રેયાંસકુમર એવો વિચાર કરે છે, તેવામાં આકાશમાં દેવતાએ પંચ દિવ્ય પ્રગટ કરવાં, દેવતાએ “અહો દાનમહો દાનં’' એવી ઉદ્ઘોષણા કરી દેવદૂષિ વજાડી, તિર્યýભક દેવોએ સાડીબાર ક્રોડ સુવર્ણરત્નની વર્ષા કરી. તે વખત શ્રેયાંસકુમરનું ઘર સુવર્ણરત્ને ભરાણું, અને ત્રણ ભુવન સચ્ચે ભરાણાં, તથા ભગવાન્ ઇક્ષુરસથી ભરાણા. શ્રેયાંસકુમરનો આત્મા નિરુપમ સુખનું ભાજન થયો. એ વૈશાખ સુદિ ત્રીજને દિવસે શ્રીૠષભદેવસ્વામીનું શ્રેયાંસકુમરને ઘેર ઇસુરસે કરી પારણું થયું. તે દાન, શ્રેયાંસકુમરને અક્ષય સુખનું કારણ થયું. તે માટે એ દિવસનું નામ અક્ષયતૃતીયા અથવા ઇક્ષુતૃતીયા એવું લોકમાં પ્રસિદ્ધ થયું. ઈહાં કોઈ પૂછે જે ત્રૈલોક્યનાથ શ્રીઋષભદેવને એક વર્ષ સુધી એ રીતે આહારનો અંતરાય શાથી પડ્યો ? તિહાં કહે છે કે પાછલે ભવે માર્ગમાં ચાલતાં ધાન્યના ખલામાંહે વૃષભ ધાન્ય ખાતા હતા, તેથી તેને કર્ષણીઓ મારતા હતા ત્યારે તે કર્ષણીઓને કહ્યું અરે મૂર્ખાઓ ! આ બલદોને મોઢે છીકું બાંધો. ત્યારે કર્ષણીઓ બોલ્યા કે અમે તો બાંધી જાણતા નથી. તે વારે પોતે તિહાં બેસી પોતાને હાથે છીકું બાંધી દેખાડ્યું, તેથી તે બલદે ત્રણસેં ને સાઠ નીસાસા નાખ્યા, તિહાં અંતરાયકર્મ ઉપાર્જન કર્યું. તેનો દીક્ષા લેવાને દિવસે ઉદય થયો, અને આજે ઉપશમ પામ્યો. એ દાનના પ્રભાવથી શ્રેયાંસ મોક્ષપદવી પામશે. એક હજાર વર્ષ છદ્મસ્થપણે રહ્યા, અને એક હજાર વર્ષે ભગવાન્ એક ન્યૂન લાખ પૂર્વ વર્ષ લગે કેવલીપણે અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ દેતા વિચર્યા. અષ્ટાપદ પર્વતે મોક્ષ સિધાવ્યા, માટે અક્ષય ત્રીજને દિવસે ભવ્ય જીવોએ સુપાત્ર દાન દેવું, શીલ પાલવું, તપસ્યા કરવી, ભાવના ભાવવી, પૂજા કરવી, સ્નાત્રમહોત્સવ કરવો. ।। ઈતિ શ્રી અખાત્રીજ વ્યાખ્યાન સંપૂર્ણ ॥ જ્ઞાનપંચમી 2010_03 ૨૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ [૫] અથ બાલાવબોધરુપ જ્ઞાનપંચમી કથા પ્રારંભ ત્રેવીશમા શ્રીપાર્શ્વનાથસ્વામી તે શ્રીફલવર્દ્રિ ગામમાં રહ્યા, તે માટે શ્રીફલવર્જિ પાર્શ્વનાથ કહેવાણા. તે કેવા છે ? તો કે સર્વ વાંછિત પદાર્થના આપનારા છે, તથા સર્વ દુઃખ ટાલવાને સમર્થ છે. તેમને ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક નમસ્કાર કરીને જેમાં કાર્તિક શુદિ પંચમીનું માહાત્મ્ય કહેલું છે, તે કથાને હું ભવ્ય જીવોના ઉપકારને માટે જેમ પૂર્વાચાર્યોએ કહેલી છે તેમ હું પણ કહીશ. [3] જ્ઞાનં સારું સર્વ સંસારમધ્ય, જ્ઞાનં તત્ત્વ સર્વતત્ત્વેષુ નિત્યમ્ II જ્ઞાનં જ્ઞાનં મોક્ષમાર્ગપ્રદર્શિ, તસ્માત્ જ્ઞાને પંચમી સા વિધેયા ॥ ૧॥ ભાવાર્થ:- અહો ભવ્ય જીવો ! સંસારમાંહે જ્ઞાન જે છે તે ત્રણે લોકમાંહે સારભૂત છે. વળી સર્વ તત્ત્વમાંહે જ્ઞાન નિરંતર રહ્યું છે માટે તે જ્ઞાન સર્વમાં મોટું છે, મોક્ષમાર્ગનું દેવાવાલું છે, સર્વ અર્થનું સાધન છે. વલી જ્ઞાન છે તે અજ્ઞાન પાપાદિકનું નિકંદન કરનારું છે તથા જ્ઞાન તે કલ્પવૃક્ષ સદંશ દેવલોકાદિ વાંછિત સુખનું દાતાર છે. તે માટે હે ભવ્ય જીવો ! તમે જ્ઞાનને વિષે એકચિત્તે ઉદ્યમ કરો. જ્ઞાન સેવન કરવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, માટે કાર્તિક શુદ પંચમીને દિવસે આલસ પ્રમાદ છાંડીને જ્ઞાન આરાધવાને અર્થે વિધિપૂર્વક જ્ઞાનનું તપ અવશ્ય કરવું. જેમ વરદત્ત અને ગુણમંજરીએ ભાવે કરીને જ્ઞાનનું આરાધન કર્યું, તેથી તે સમગ્ર સુખને પામ્યાં તેમ તમારે પણ કરવું. હવે તે વરદત્ત અને ગુણમંજરીની કથા કહું છું : એ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે પદ્મપુર નામના નગરનો સકલ પૃથ્વીમાં પ્રસિદ્ધ અને સમસ્ત ગુણનો ધરનાર એવો અજિતસેન નામે રાજા રાજ્ય કરે છે. તેની યશોમતી નામે રાણી તે ચોસઠ કલાની જાણ, ન્યાયવંત, ચતુર શિરોમણિ છે. તેને વરદત્ત નામે કુમર છે. તે રુપ લાવણ્ય ગુણ કરી સહિત મહા વિનયવંત છે. તે પાંચ ધાવે લાલતો, પાલતો, અનુક્રમે આઠ વર્ષનો થયો. તે વારે ૩૦ જ્ઞાનપંચમી 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ માતાપિતાએ શુભ મુહૂર્ત જોઈ વિદ્યાભ્યાસ કરાવવા માટે પંડિત પાસે બેસાડ્યો. પંડિત પણ રાજાનો કુમાર જાણીને તેને ઘણો પ્રયાસ લઈ ભણાવવા લાગ્યો પરંતુ તે કુમારને એક અક્ષર માત્ર પણ મુખે ચઢે નહીં તો વળી બીજાં મોટાં શાસ્રો ભણવાની તો વાત શી કરવી ? એમ કરતાં તે કુમર યૌવનાવસ્થા પામ્યો. તે વારે પૂર્વકૃત અશુભ કર્મના ઉદયથી તે કુમરના શરીરે કોઢનો રોગ ઉત્પન્ન થયો. તેણે કરી તેનું શરીર કુશોભાવંત, કાંતિરહિત અને કુત્સિત થયું, તેથી તે ઘણું દુઃખ પામતો થકો કાલ નિર્ગમન કરવા લાગ્યો. ક્યાંહિ પણ સુખ પામે નહીં. હવે તેજ નગરમાંહે એક સિંહદાસ શેઠ રહે છે. તે જિનધર્મનો પાલનાર છે. સાત ક્રોડ સોનૈયાનો ધણી છે. જગત્માં તેનું નામ પ્રખ્યાતિ પામેલું છે. તેની કપૂરતિલકા નામે સ્ત્રી છે, તે સર્વ ગુણના ઘરરુપ છે, પોતાના ભરતારના ચિત્તની જાણનારી છે, બ્રહ્મચર્ય ગુણે કરી સુશોભિત છે, પતિવ્રતાધર્મની પાલનારી છે, મહા શીલવતી છે. તેને એક ગુણમંજરી નામે પુત્રી છે. તે અદ્ભુત વિનયની ધરનારી છે. પરંતુ તેનું શરીર પણ સમકાલે રોગે કરી પીડા પામે છે, વચને મુંગી છે, તે માટે તે શેઠે પોતાની પુત્રીને નીરોગી થવા સારુ અનેક ઔષધો કરચાં પણ તેના રોગની શાંતિ થઈ નહીં. એવી સ્થિતિમાં તે યૌવનાવસ્થા પામી પરંતુ તેનું કોઈ પણ પાણિગ્રહણ કરે નહીં. એમ કરતાં જે વારે તે સોલ વર્ષની થઈ, તે વારે તેનાં માતાપિતાદિક સર્વ પરિવાર મહા દુઃખે પીડ્યાં થકાં ચિંતા કરવા લાગ્યાં : યાચકો પંચકો વ્યાધિઃ, પંચત્યું મર્મભાષક: || યોગિનામય્યમી પંચ, પ્રાયણોદ્વેગહેતવઃ || ૧ || ભાવાર્થ:- એક માગણ જન, બીજો ધૂતારો, ત્રીજો રોગ, ચોથું મરણ, પાંચમો મર્મ બોલનાર, એ પાંચ વાનાં જે છે, તે યોગીને પણ પ્રાયઃ ઉદ્વેગનાં કરનારાં છે. હવે એકદા નગરની બહાર ચાર જ્ઞાનના ધરનાર, પાંચ સમિતિએ સમિતા, ત્રણ ગુપ્તિએ ગુપ્તા એવા વિજયસેનસૂરીશ્વર, તે ગ્રામાનુગ્રામે વિહાર કરતાં ભવ્ય જીવોને પ્રતિબોધ દેતા તિહાં પધારવા, તે વારે તે નગરના સર્વ લોક તથા રાજા પણ પોતાના પુત્ર સહિત કુટુંબ પરિવારને સાથે લઈને મુનિરાજને વાંદવા આવ્યા. તિહાં ત્રણ પ્રદક્ષિણા દઈ વિધિપૂર્વક ગુરુને વાંદીને તે સર્વ યથાસ્થાનકે ધર્મદેશના સાંભલવા બેઠા. ગુરુ પણ ભવ્ય જીવોના ઉપકારને અર્થે ક્લેશરુપ દોષની હરનારી એવી ધર્મદેશના દેતા હતા કે : જ્ઞાનપંચમી 2010_03 ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ અહો ભવ્ય જીવો ! જો તમે મુક્તિપદની વાંછા કરતા હોય, તો જ્ઞાન ભણવું, ભણાવવું, સાંભળવું ઈત્યાદિક જ્ઞાનના આરાધનને વિષે ઉદ્યમ કરો પરંતુ જ્ઞાનની વિરાધના મ કરો. કેમકે જે પ્રાણી માત્ર મને કરીને જ્ઞાનને વિરાધે તે ભવાંતરને વિષે શૂન્ય મનના ધણી થાય. વલી વિચાર કરી રહિત થાય, આંધલા, બહેરા, બોબડા, કુરૂપવંત થાય. તથા જે પ્રાણી વચને કરી જ્ઞાનને વિરાધના કરે તે માઠી બુદ્ધિના ધણી થાય, મુંગા થાય, મુખપાકાદિકના રોગે કરી દુઃખિત થાય તેમાં કાંઈ સંદેહ જાણવો નહીં. તથા તે જે પ્રાણી કાયાએ કરી જ્ઞાનને વિરાધ, જ્ઞાનનો યત્ન ન કરે, તે પ્રાણીને પરભવે કોઢ, પિત્ત પ્રમુખ મહા દુષ્ટ રોગ પેદા થાય, દેહ ક્ષીણ થાય. તથા જે પ્રાણી મન, વચન અને કાયા તે ત્રિકરણ યોગે કરી પોતે જ્ઞાનની વિરાધના કરે, કરાવે તથા અનુમોદે, તે પ્રાણી પરભવે મહા પૂર્ણ થાય, તથા તેનાં પુત્ર, સ્ત્રી, મિત્રાદિકનો ક્ષય થઈ જાય, ધનધાન્યનો નાશ થાય, અને તેને મનની ચિંતા માટે જ નહીં, તેના શરીરે અનેક પ્રકારના રોગ થાય. - ઈત્યાદિક અમૃત સમાન ગુરુની દેશના સાંભલીને સિંહદાસ શેઠ વિનયે કરી બે હાથ જોડીને ગુરુને પૂછતો હતો કે તે સ્વામિન્ ! કયે કર્મે કરીને મારી પુત્રીના શરીરને વિષે રોગ ઉત્પન્ન થયો છે? અને એને કયા ભવનાં કર્મ ઉદય આવ્યા છે? એણે શાં અશુભ કર્મ કર્યાં હશે ? તથા તે રોગ કેવી રીતે મટશે? તે વારે ગુરુ બોલ્યા હે મહાભાગ્ય ! સાંભલ. કર્મ કરીને પ્રાણીને શું શું નથી થતું? અર્થાત્ સર્વ કાંઈ થાયજ છે. નિશ્ચય કરીને આ સંસારને વિષે સુખ તથા દુઃખ જે કાંઈ જીવને થાય છે, તે સર્વ પૂર્વકૃત કર્મ વડેજ થાય છે; માટે એ તમારી પુત્રીએ પાછલા ભવમાં જ્ઞાનની વિરાધના ઘણી કરી છે, તે કારણે એનું શરીર રોગગ્રસ્ત થયું છે, માટે હું એનો પાછલો ભવ કહું છું તે સાંભલો અને હૃદયને વિષે ધરો. ધાતકીખંડના પૂર્વભરતમાંહે ઘણું શોભાયમાન અને સુખી પ્રાણીઓએ કરી વ્યાપ્ત એવું ખેટકપુર નામે નગર છે. તિહાં જિનદેવ નામે શેઠ વસે છે. તે મહા સંપત્તિમાન છે. તેને રુપે કરી મનોહર અને શરીરે ઘણી સુકુમાર એવી સુંદરી નામે સ્ત્રી છે. તેને એક આસપાલ, બીજો તેજપાલ, ત્રીજો ગુણપાલ, ચોથો ધર્મપાલ અને પાંચમો ધર્મસાર, એ પાંચ પુત્ર છે. તથા એક લીલાવતી, બીજી શીલાવતી, ત્રીજી રંગાવતી અને ચોથી મંગાવતી એ ચાર પુત્રીઓ છે. હવે જ્ઞાનપંચમી ૩૨ 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ જિનદેવ શેઠે હર્ષવંત થઈને પોતાના પાંચ પુત્રોને ભણાવવા સારુ પંડિત પાસે મૂક્યા. પરંતુ તે છોકરા ચપલાઈ કરે, માંહોમાંહે રમત ક્રીડા કરે, ઉન્માદી થકા યત્ તદ્દ બોલે, પણ ભણે નહીં અને બીજાને પણ ભણવા દીએ નહીં તેમ નિશાળમાં પણ બેઠા રહે નહીં. તેઓને જે વારે ભણાવનાર પંડિત શિખામણ દીએ, મારમારે, તે વારે તે રડતા રડતા ઘેર જઈને પોતાની માતા આગલ પોકાર કરે કે અમને તો પંડિત ઘણો મારમારે છે, તાડના તર્જના કરે છે. એવાં પુત્રોનાં વચન સાંભલીને તેની માતા કહે કે હે પુત્રો ! તમે ભણવા જશો નહીં. આપણને ભણવાનું કાંઈ કામ નથી કારણકે લોકમાં જે મૂર્ખ હોય છે તે પરમ સુખી હોય છે તેથી નિશ્ચિત થકો રહે છે અને જે ભણે છે તે પણ મરણ પામે છે અને અભણ હોય છે તે પણ મરણ પામે છે મરણ તો બહુને આવવાનું જ છે. તે તો કોઈને મૂકનાર જ નથી માટે તમે કાંઈ એ વાતનો શોક કરશો નહીં. એમ કહી વલી પંડિતને પણ ઠપકો દીધો અને પુત્રોની પાસે ભણવાનાં ઉપકરણ જે પાટી, પોથી, લેખણ પ્રમુખ હતાં, તેને ઘણો ક્રોધ કરીને અગ્નિમાં બાલી ભસ્મ કરી નાખ્યાં અને પુત્રોને કહ્યું કે હવે તમે ભણવા જશો નહીં. જો કદાચિત્ પંડિત તમને તેડવા આવે, તો તેને તમે છૂટા પથરાથી મારજો એમ શીખવી રાખ્યા. - હવે તે વાત શેઠના જાણવામાં આવી તે વારે શેઠ પોતાની સ્ત્રી પ્રત્યે કહેવા લાગ્યા જે હે ભોલી ! તે પાંચ પુત્રોને ભણાવ્યા વિના એમજ મૂર્ખ રાખ્યા તો હવે તેઓને કન્યા કોણ આપશે ? વલી વ્યાપારના કામમાં ખત, પત્ર, નામું લખવું, હિસાબ રાખવા ઈત્યાદિક કામ કેમ કરી શકશે? તથા વલી ચતુર જનોની સભામાં પણ એ તારા પુત્ર હાસ્યના પાત્ર થશે, વલી તે મુર્ખ છે માટે ક્યાંહિ પણ શોભા પામશે નહીં. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કે : માતા વૈરી પિતા શત્ર પુત્રો યાભ્યાં ન પાઠિતઃ // સભા મથે ન શોભતે, હસમથે બકો યથા // ૧ / અર્થ - તે માતા પણ વૈરી જાણવી અને પિતા પણ શત્રુ જાણવો કે જે પોતાના પુત્રને ભણાવે નહીં. કેમકે જેમ હંસના ટોલામાં બગલો શોભા ન પામે તેમ અભણ જન તે સભામાં શોભા પ્રત્યે ન પામે. વલી કહ્યું છે કે : વિદ્રત્ત્વ ચ નૃપä ચ, નૈવ તુલ્ય કદાચન // સ્વદેશે પૂજયતે રાજા, વિદ્વાન્ સર્વત્ર પૂજ્યતે // ૧ / જ્ઞાનપંચમી ૩૩ 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ અર્થ - જે માટે રાજા જે છે તે એક પોતાના દેશમાં પૂજાય છે અને વિદ્વાન્ જે પંડિત છે તે સર્વત્ર જ્યાં જાય ત્યાં પૂજાય છે માટે પંડિતપણું અને રાજાપણું એ બે બરાબર કદાપિ કહેવાય નહીં. તે કારણ માટે તે સ્ત્રી ! તે છોકરાને મૂર્ખ રાખ્યા તે ઘણુંજ અઘટિત કાર્ય કર્યું. એ સર્વ તારો દોષ છે. એવાં શેઠનાં વચન સાંભણી શેઠાણી ઉતાવલી થઈને બોલી કે, ત્યારે તમે કેમ છોકરાઓને ભણાવ્યા નહીં ? તેથી એ તમારોજ દોષ છે. તે માટે તમે વારંવાર મને શા માટે કહ્યા કરો છો ? એવાં સ્ત્રીનાં વચન સાંભલીને શેઠ તો મૌન કરી રહ્યા. હવે અનુક્રમે તે પાંચ પુત્ર યૌવન અવસ્થા પામ્યા. ઘણા સુંદર રૂપવંત દેખાય પણ મૂર્ખ જાણી કોઈ પોતાની પુત્રી તેમને આપે નહીં. તે વારે ફરી શેઠ સ્ત્રીને કહેવા લાગ્યો કે તે સ્ત્રી ! જો પુત્રો તો હવે પરણાવવા યોગ્ય થયા પરંતુ તેઓને કોઈ પણ કન્યા આપતું નથી. જે માટે કહ્યું છે કે : મૂર્ખ નિધનદુરસ્ય-શ્રમોક્ષાભિલાષિણામ્ // ત્રિગુણાધિકવર્ષાણાં, તેષાં કન્યાં ન દીયતે / ૧ / અર્થ- જે મૂર્ખ હોય તેને તથા દરિદ્રીને, પરદેશીને, શૂરવીરને, વૈરાગ્યવાનને તથા જેને કન્યાની વયથી ત્રણ ગુણા કરતાં પણ અધિક વર્ષો થયાં હોય તેને, કોઈ કન્યા આપે નહીં. માટે તે સ્ત્રી ! તેં એમની પાટી, પોથી બાલી મૂકી તથા ભણાવનાર પંડિતને ઊલંભો દેવરાવ્યો એવા તારા દોષથી એ પુત્રો મૂર્ખ રહ્યા અને પરણવાને અયોગ્ય થયા. તે સાંભળી શેઠાણી કહેવા લાગી હે સ્વામિન્ ! એમાં મારો લગાર માત્ર પણ દોષ નથી. કેમકે પુત્ર તો પિતાને આધીન હોય, માટે જે પુરુષને કરવા યોગ્ય કામ હોય તે પિતા શીખવે અને દીકરી માતાને વશ હોય, તેને સ્ત્રીઆદિકનાં જે કામકાજ તે સર્વ માતા શીખવે એવી લોકનીતિ છે. માટે એ પુત્રને અભણ રાખવામાં તમારોજ દોષ છે. તે સાંભલી શેઠ બોલ્યો કે હે પાપણી! હે માઠા આચરણની આચરનારી! તું તારો વાંક તો જોતી જ નથી ને વલી ઉલટો મને દોષિત ઠરાવે છે ? તે સાંભળી તે દુષ્ટ આશયવાલી સ્ત્રી બોલી જે અરે દુષ્ટ પાપિઇ તો તારો બાપ હશે કે જેણે મૂર્ખ બુદ્ધિના ધણીએ એવું તુજને શીખવ્યું. જેથી સર્વ મનુષ્યમાં નીચમાં નીચ તું થયો. તે સાંભળી શેઠે કહ્યું કે હે સ્ત્રી ! આ તારું બોલવું કાંઈ સારું નથી. તે વારે સ્ત્રી બોલી કે તું કેમ સાચું બોલતો નથી ? જે તેં હાથે કરીને પુત્રોને બગાડ્યા, અને હવે મારી ઉપર દોષ મૂકે છે. ૩૪ જ્ઞાનપંચમી 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ એવાં સ્ત્રીનાં કઠોર વચન સાંભલીને શેઠ કહેતો હવો કે હે પાપીણિ ! પગલે પગલે વાત વાતમાં મારી સામું બોલે છે ? તે વારે વલી સ્ત્રી બોલી કે પાપી તો તારો બાપ છે, મને શા માટે કહે છે ? ધિક્કાર છે તુજને ! હે ક્રોધમુખ ! હે કાલા મુખના ધણી ! તારાથી ક્રોધવાન્ વલી બીજો જગમાં કોણ છે ? એવી રીતે તે સ્ત્રી ભરતારનો નિરંતર દંતકલહ થયો. એવા દંપતીને સુખ તે સ્વપ્નમાં પણ ક્યાંથી હોય ? હવે એવાં સ્ત્રીનાં અસભ્ય વચન સાંભલી જિનદેવ શેઠે તે સમયે ક્રોધવંત થઈ પાસે એક પથરો પડ્યો હતો તે ઉપાડીને સ્ત્રી ઉપર ફેંક્યો, તે તેના માથામાં મર્મસ્થાનકે લાગ્યો, તેથી તે સ્ત્રી મરણ પામીને ઈહાં હૈ શેઠ! આ તારી પુત્રી થઈ છે. એણે જે પાછલે ભવે જ્ઞાનની મોટી આશાતના કરી છે તે કર્મના ઉદયથી એને એ રોગોત્પત્તિ થઈ છે. જે માટે લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે : કૃતકર્મક્ષયો નાસ્તિ, કલ્પકોટિશતૈરપિ ।। અવશ્યમેવ ભોક્તવ્ય, કૃતં કર્મ શુભાશુભમ્ // ૧ || અર્થઃ- જે કર્મ કરવાં હોય તે ક્રોડો ગમે કલ્પયુગ થઈ જાય તોપણ શુભ અથવા અશુભ જેવાં કર્મ બાંધ્યાં હોય તેવાં ભોગવ્યા વિના છૂટકો થાય નહીં અવશ્ય ભોગવવાજ પડે. એવી ગુરુની વાણી સાંભલી ઊહાપોહ કરતાં ગુણમંજરીને તિહાં જાતિસ્મરણજ્ઞાન ઉપજ્યું તેને યોગે પોતાનો પાછલો ભવ દેખીને તેથી મૂર્છા ખાઈ ભૂમિ ઉપર પડી ગઈ. તેને ચંદનવિલેપનાદિક શીતલ ઉપચાર કરચા, તેથી મૂર્છાવલી. તે વારે ગુરુને પ્રણામ કરીને આદર સહિત કહેવા લાગી જે હે સ્વામી ! તમે જે કહી તે સર્વ ખરેખરી વાત છે. અહો ! જૂઓ, એ જ્ઞાનનું માહાત્મ્ય કેવું છે ? ત્રણ જગમાં જ્ઞાનની બરાબરી કરનાર બીજો કોઈ પદાર્થ નથી. પછી સિંહદાસ શેઠ ગુરુને પૂછવા લાગ્યા કે હે કરુણાનિધિ ! હવે તમે મારી ઉપર પ્રસન્ન થઈને કહો કે શી રીતે એ પુત્રીના શરીરના રોગ જશે ? તે વારે આચાર્ય બોલ્યા કે હે શેઠજી ! જ્ઞાનના આરાધનથી સર્વ પ્રકારની સુખસમાધિ પ્રાણી માત્રને પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારનાં દુઃખ મટી જાય છે માટે અજવાલી પાંચમને દિવસે વિધિપૂર્વક ચઉવિહારો ઉપવાસ કરીએ. વલી પુસ્તકને પાટ ઉપર સ્થાપીને તેનું સુગંધી ફૂલથી પૂજન કરીએ તથા ધૂપ ઉખેવીએ. મુખ જ્ઞાનપંચમી 2010_03 ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ આગલ પાંચ સાથીઆ કરીએ, પાંચ વર્ષાં ધાન્ય ચઢાવીયે, તથા પાંચ દીવેટનો ઘૃતનો દીવો કરીએ, તેની આગલ પાંચ જાતિનાં ફલ તથા પાંચ જાતિનાં પક્વાશ ઢોઈએ, ગુરુનાં ચરણકમલને વંદન કરીએ, જ્ઞાન આગલ ભાવ સહિત ભવ્ય જીવે જ્ઞાનની પૂજાભક્તિ કરવી. એવી રીતે પાંચ વર્ષને પાંચ મહીના સુધી નિશ્ચે જ્ઞાનપંચમીના તપનું આરાધન કરવું. ત્રિકરણ શુદ્ધે કરી ડાહ્યા પુરુષોએ, એ રીતે મહીના મહીનાની શુક્લ પંચમીએ તપ કરવું, અને જો એ રીતે મહીને તપ ન કરી શકે તો જ્યાં લગણ જીવે ત્યાં લગણ પ્રત્યેક વર્ષમાં એક કાર્તિક શુદિ પંચમીને દિવસે પૂર્વોક્ત રીતે આરાધવું. એ જ્ઞાનપંચમીનું તપ જે પ્રાણી વિધિપૂર્વક કરે તેનું સૌભાગ્ય વધે, રુડું રુપ મલે, રોગનો નાશ થાય, ધન ધાન્ય પુત્રપૌત્રાદિક સંપદા મલે, બુદ્ધિ વિસ્તાર પામે, મોટાઈ, ઠકુરાઈપણું વધે, મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવલ, એ પાંચ પ્રકારનાં જ્ઞાન પ્રત્યે પામે, સ્વર્ગ મોક્ષનાં સુખ પામે, ભક્તિએ સહિત પંચમીનું સેવન કરવાથી એ પૂર્વોક્ત સર્વ સુખ પ્રાપ્ત થાય, નિર્મલ બુદ્ધિવાલો થાય. એમ એથી પૂર્વોક્ત સર્વ સંપદા પામીએ. ઈત્યાદિક ગુરુનાં વચન સાંભલીને શેઠ બોલ્યા કે હે ભગવન્ ! મારી પુત્રીને શરીરે રોગ વ્યાપ્યો છે, તેને યોગે મહીને મહીને ઉપવાસ કરવાની શક્તિ એમાં નથી, માટે વર્ષ વર્ષ પ્રત્યે કાર્તિક શુદિ પંચમીને દિવસે તપ કરશે, તેનો વિધિ કહો. તે વારે આચાર્ય મહારાજ કહેતા હતા કે પાટ ઉપર પુસ્તક સ્થાપન કરવાં ઈત્યાદિક જે કાંઈ પૂર્વે વિધિ કહ્યો છે, તે પ્રમાણે સર્વ વિધિ કરી ગુરુ પાસે આવી ભક્તિએ કરી તેમનાં ચરણકમલ પ્રત્યે વસ્ત્ર પડિલેહી વાંદીને ચઉવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કરીએ. વલી તે દિવસે નમો નાણસ્સ” એ પદનો બે હજાર જાપ ઉત્તર સન્મુખ અથવા પૂર્વ સન્મુખ અથવા ઈશાન ખૂણે બેસીને કરીએ. હવે જો કદાપિ પંચમીને દિવસે પોસહ લેવાને ઉજમાલ થાય, તો ગણણું પ્રમુખ વિધિ તે દિવસે થઈ શકે નહીં, તે વારે પારણાને દિવસે પૂર્વોક્ત રીતે સર્વ વિધિ કરવો અને પારણાને દિવસે સાધુને વહોરાવી યથાશક્તિએ સાધર્મીને જમાડી સ્વામીવાત્સલ્ય કરીને પછી પોતે પારણું કરવું, ઉજમણું પણ યથાશક્તિએ કરવું. પુસ્તક, રુમાલ, પાઠાં પ્રમુખ જ્ઞાનનાં ઉપકરણ પ્રત્યેકે પ્રત્યેકે પાંચ પાંચ ગુરુને આપવાં, સૂત્રની નોકરવાલી પાંચ આપવી. ઈત્યાદિક વિધિ સાંભલીને ૩૬ જ્ઞાનપંચમી 2010_03 Page #52 -------------------------------------------------------------------------- ________________ ગુણમંજરીએ શુભ મને કરી ગુરુમુખે કાર્તિક સુદિ પંચમીનું તપ અંગીકાર કર્યું. જેમ કોઈ રોગી પુરુષ, જીવવાની આશાએ રુડા વૈદ્યનું વચન માન્ય કરે તેમ ગુણમંજરીએ પણ ગુરુવચન નિશ્ચયે માન્ય કરીને તપ આદર્યું. એ અવસરને વિષે રાજા ગુરુને પૂછતો હતો કે તે સ્વામી ! મારા વરદત્ત પુત્રના શરીરે કોઢનો રોગ કયા કર્મના ઉદયથી થયો છે? વલી તેને ભણતાં થકાં એક અક્ષર પણ મુખે ચઢતો નથી તેનું શું કારણ હશે ? તે મારી ઉપર કૃપા કરીને પ્રકાશ કરો. તે વારે ગુરુ કહેવા લાગ્યા કે હે રાજન્ ! તારા પુત્રનો પાછલો ભવ હું કહું છું, તે તું સાંભલ આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે શ્રીપુર નામે નગર, તિહાં વસુ એવે નામે શેઠ મોટી રુદ્ધિનો ધણી વસે છે. તેને વસુસાર અને વસુદેવ એવે નામે બે પુત્રો છે. એકદા તે બહુ ભાઈ ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં ગયા. તિહાં રમતા હતા, એવામાં તેઓએ એક મુનિસુંદર નામે આચાર્યને દીઠા, તેમને બેહુ ભાઈએ જઈને ભાવે કરી વંદન કર્યું. આચાર્યે પણ યોગ્ય જીવ જાણી તેમને ધર્મોપદેશ દેવા માંડ્યો, જે આ સંસારમાં સર્વ પદાર્થ અનિત્ય છે, જે પદાર્થ પ્રભાતે દીઠો, તે મધ્યાહ્ન સમયે દેખાતો નથી અને મધ્યાહે જે પદાર્થ દીઠો, તે રાત્રિએ દેખાતો નથી. એમ કોઈ પણ પદાર્થ સ્થિર નથી. વલી જે પોતાનું ગુહ્ય સ્થાનક ઢાંકવાને સમર્થ નથી તથા ડંશ મશકાદિક જંતુઓને પણ ઉડાડવાને સમર્થ નથી એવી કુતરાની પૂછડીની પેરે અહીં ધર્મરહિતપણે જે મનુષ્યપણું છે તે નકામું છે. વલી જે ધાન્ય પ્રભાતે રાંધ્યું હોય, તે મધ્યાહ્ન કાલે વિણસી જાય છે, તેવાજ ધાન્ચે ઊીને કાચાને પોષીએ છીએ. એવી એ કારામાં સાર તે કયાંથી હોય? તો હે ભવ્યો! તમે આવો બનાવ જોઈને મનમાં વિચાર કરો, જે આ સંસાર જૂઠો છે, એમાં કાંઈ સાર નથી. ઈત્યાદિ પ્રકારની ગુરુએ આપેલી દેશના સાંભળીને તે બેહુ ભાઈએ વૈરાગ્ય પામી ઘેર આવી માતાપિતાની આજ્ઞા લઈ તેહિ જ આચાર્ય પાસેથી દીક્ષા અંગીકાર કરી. ઈદ્રિયોના વિકારને જીતવા માટે શુદ્ધ ચારિત્ર પાલતા થકા આચાર્યની સાથે વિચરતા હતા. તેમાં નાનો ભાઈ જે વસુદેવ હતો, તે નિરતિચારપણે ચારિત્ર પાલતો સિદ્ધાંત રુપ સમુદ્રને અવગાહતો, બુદ્ધિબલે કરીને સર્વ સિદ્ધાંત ભણ્યો. સિદ્ધાંતના અર્થમાં અત્યંત પ્રવીણ થયો. જે ગુણવંત પ્રાણી હોય, તે જગતમાં જ્ઞાનપંચમી ૩૭ 2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ મોટી પદવી પામે, તેમ વસુદેવને પણ આચાર્યે યોગ્ય જાણીને તેને આચાર્યપદવી આપી. પછી તે નિરંતર પાંચસે સાધુઓને આગમની વાચના આપે, તે વસુદેવ આચાર્ય સર્વ આગમસમુદ્રનો પારંગામી છે. એક સમય તે વસુદેવ આચાર્ય મધ્યાહ્ને સંથારા ઉપર સૂતા હતા. એવામાં એક સાધુ આવીને આગમના અર્થો પૂછવા લાગ્યો, તે વારે આચાર્ય પણ તરતજ ઉઠીને શીવ્રપણે તેણે પૂછેલો અર્થ કહ્યો. તે મુનિ અર્થ પૂછી ગયા કે થોડેક આંતરે વલી બીજો સાધુ આવ્યો, તેને પણ ગુરુએ અર્થ કહ્યો, એટલે વલી ત્રીજો સાધુ આવ્યો, તેને પણ ગુરુએ અર્થ કહ્યો. એ રીતે ઘણા સાધુઓ આવી આવીને પદના અર્થ પૂછવા લાગ્યા, તે સર્વને ઉત્તર આપી વિદાય કરવા. એટલામાં આચાર્યને કાંઈક નિદ્રા આવી, તેટલે વલી એક સાધુએ આવીને પદ પૂછ્યું કે હે સ્વામી ! આ સૂત્રની આગલનું પદ કહો, તથા તે પદનો અર્થ પણ મારી ઉપર પ્રસાદ કરી કહો. એમ વારંવાર પૂછવા લાગ્યો તે વારે આચાર્યને નિદ્રાનો ભંગ થયો તેથી તે સાધુ ઉપર ક્રોધ આણીને મનમાં માઠા વિચાર ચિંતવવા લાગ્યો કે અહો ! આ મારો મોટો ભાઇ મહા પુણ્યવંત છે, સદા સુખી છે, સુખે નિદ્રા કરે છે કારણ કે એ મૂર્ખ છે, તેથી એની પાસે કોઇ પણ અર્થ પૂછવા જતો જ નથી, તે સ્વેચ્છાચારીપણે મનેચ્છાએ પ્રવર્તે છે, સારી રીતે ખાય પીએ છે, માટે એવું મૂર્ખાપણું જો મારામાં હોત તો ઘણુંજ સારું થાત. જે માટે મૂર્ખમાં ઘણા ગુણ છે. તે કહે છે : મૂર્ખત્વે હિ સખે મમાપિ રુચિતં તસ્મિન્ યદષ્ટૌ ગુણા, નિશ્ચિંતો બહુભોજનોઽત્રપમના ન ંદિવા શાયકઃ । કાર્યાકાર્યવિચારણાંધધિરો માનાપમાને સમઃ, પ્રાયેણામયવર્જિતો દેઢવપુર્મુર્ખ: સુખં જીવતિ // ૧ || ભાવાર્થ : કોઇક પુરુષ પોતાના મિત્રની આગલ કહે છે કે હે મિત્ર ! મૂર્ખપણું જે છે, તે મુજને ઘણુંજ રુચેલું છે. તે કેમ કે મૂર્ખમાં આઠ ગુણ હોય છે, તે ગુણોનાં નામ કહે છે : એક તો મૂર્ખને કોઇ પ્રકારની ચિંતા ન હોય, બીજો નિશ્ચિંત માટે ભોજન પણ પેટ ભરી કરે, ત્રીજો તેને કોઇ પ્રકારનો અસંતોષ ન હોય, ચોથો રાત્રિ-દિવસ સર્વદા સૂઇ રહે, પાંચમો આ કામ કરવું કે આ કામ ન કરવું તેના વિચાર વિષે અંધ તથા બહેરો હોય એટલે તેને કોઇ આવીને કાંઇ પણ વાત વિગત પૂછે નહીં તેથી કોઇ વાતનો વિચાર કરવો પડે નહીં, છઠ્ઠો ३८ જ્ઞાનપંચમી 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ માન મલવાથી રીજ ન પામે, અને અપમાન થવાથી રીસ ન કરે, સાતમો તેના શરીરે ઘણું કરીને રોગ પણ થાય નહીં, આઠમો શરીરે લષ્ટ પુષ્ટ હોય. એ આઠ ગુણ મૂર્ણમાં હોય છે, તેથીજ જગતમાં મૂર્ણ પ્રાણી સુખે કરીને જીવે છે. તે માટે હવે હું પણ આજ પછી કોઈને એક અક્ષર માત્રનો પાઠ પણ આપું નહીં અને પ્રથમ ભણેલું જે શાસ્ત્ર તેને પણ સંભારું નહીં, સર્વ વિસારી મૂકું, અને હવે આજ પછી નવા ગ્રંથોનો પણ અભ્યાસ ન કરું. એમ મનમાં ક્રોધ આણીને બાર દિવસ પર્યત તે આચાર્ય મૌનપણે રહ્યા. તે પાપ આલીયા વિના અશુભ ધ્યાનથી મરણ પામીને ચારિત્ર આરાધનાને પ્રભાવે હે રાજા ! તારો પુત્ર થયો, તે પૂર્વકૃત કર્મને યોગે કરી અત્યંત મૂર્ખ થયો, તેનું કુષ્ટ પ્રમુખ રોગે કરીને શરીર પીડાય છે. વલી તે આચાર્યનો મોટો ભાઈ મરણ પામીને માન સરોવરને વિષે હંસપણે ઉપન્યો તે માટે હે રાજ! કર્મની ગતિ તે વિચિત્ર પ્રકારની છે. એવાં ગુરુનાં વચન સાંભલી વરદત્તકુમરને જાતિસ્મરણજ્ઞાન ઉપન્યું. તેથી તેને પોતાનો પાછલો ભવ સાંભરી આવ્યો, તેને યોગે મૂચ્છ પામ્યો, ક્ષણેકમાં સચેત થયો. તે વારે ગુરુને પ્રણામ કરીને કહેવા લાગ્યો કે મહારાજા તમે કહેલી વાત બધી ખરેખરી છે, ધન્ય છે તમારા જ્ઞાનને ! કે જે થકી જગના ભાવ પ્રકાશ કરો છો. વલી તમે એ મોટી આશ્ચર્ય જેવી વાત કરી. તે વારે રાજા બોલ્યો, હે ભગવંત! હે દયાસમુદ્ર ! મારી ઉપર કૃપા કરીને કહો કે આ મારા પુત્રનો રોગ કેવી રીતે જશે ? કે જેથી એને સુખ સમાધિ થાય, તે ઉપાય બતાવો. તે સાંભલી આચાર્ય ભગવાન્ કહેતા હતા કે હે રાજેન્દ્ર ! તપસ્યાના પ્રભાવથી સર્વ રોગોની શાંતિ થાય અને વાલી સર્વ પ્રકારની સંપદા આવી મલે, જે માટે કહ્યું છે કે : દૂર થÉરાદ્ય, વચ્ચે દૂરે વ્યવસ્થિતમ્ / તત્સર્વ તપસા સાધ્યું, તપો હરતિ દુષ્કૃતમ્ // ૧ / - અર્થ : જે વસ્તુ ઘણી દૂર છે, દુખે આરાધવા યોગ્ય છે અને જેની દૂર વ્યવસ્થા થયેલી છે તે સર્વ તપથી સધાય છે, માટે તપથી કાંઇ પણ અસાધ્ય પદાર્થ નથી. સર્વ કાંઇ ફલદાચકજ થાય છે. એવાં વચન ગુરુએ કહ્યાં, તે વારે વરદત્તકુમર બોલ્યો કે હે સ્વામી! મારામાં વિશેષ તપ કરવાની શક્તિ જ્ઞાનપંચમી ૩૯ 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ નથી. માટે મારા ઉપર કૃપા કરી જેવું મારાથી બની શકે તેવું તપ પ્રકાશ કરો. તે વારે ગુરુએ પ્રથમ જે ગુણમંજરીને કાર્તિક શુદિ પંચમીનું તપ બતાવ્યું હતું, તેહિ જ તપ, વરદત્તકુમરને પણ જિહાં લગણ જીવે તિહાં લગણ કરવાની ભલામણ કરી અને વરદત્તકુમારે પણ તે તપ વિધિ સહિત કરવા અંગીકાર કર્યું. તેમજ રાજા અને રાણી તથા વલી બીજા પણ ઘણા જનો ભાવથી તે તપને અંગીકાર કરતા હતા. પછી ગુરુને વાંદીને સર્વ લોક પોતપોતાને સ્થાનકે ગયા. તિહાં ગુરુમુખે જે પ્રમાણે જ્ઞાનપંચમીનું તપ લીધું, તેજ પ્રમાણે રાજા પ્રમુખ સર્વ ભાવ સહિત પાલતા હતા, અને વરદત્તકુમર પણ રૂડી રીતે તપ કરતો હતો. તેના પ્રભાવથી જેમ રીસ ચઢાવીને જતો રહેલો માણસ પાછો ફરી ન આવે, તેમ વરદત્તકુમરના શરીર સંબંધી સર્વ રોગો પણ ક્રોધ કરી રીસ ચઢાવીને જતા રહ્યા. તેથી તેનું શરીર ઘણુંજ શોભવા લાગ્યું, પછી સ્વયંવરમંડપે વરદત્તકુમારની ઉપર રાગ ધરતી થકી વરદત્તકુમરને પરણવા માટે ઉત્સુક થયેલી એવી એક હજાર મોટા મોટા રાજાઓની કન્યાનું વરદત્ત કુમારે મોટા આડંબર સહિત મહોત્સવે કરી પાણિગ્રહણ કર્યું. - તે વરદત્તકુમાર પુરુષની બહોંતર કલાઓ પણ શીખ્યો. એમ તે ઉત્તમ હર્ષનો આપનાર સર્વ દુઃખનો હર્તા થયો. એકદા વરદત્તના પિતાએ વૈરાગ્યવાનું થઈ વરદત્તને રાજપાટે સ્થાપી ચારિત્ર અંગીકાર કર્યું. તે ચારિત્ર કેવું છે? તો કે પરભવે જતાં જીવને સંબલ સરખું છે, એવા ચારિત્રને સુખે સમાધે પાલતો વિહાર કરતો હતો. હવે વરદત્ત રાજા પણ પોતાનું રાજ્ય પાલતો પ્રજાને ઘણું સુખ આપતો ઘણી યશકીર્તિ પામતો હતો અને વર્ષોવર્ષ મોટી વિસ્તારવંત શક્તિએ કરી જ્ઞાનપંચમીનું તપ વિધિ સહિત કરતો હતો. એમ અખંડ છે આજ્ઞા જેની એવો સિંહ સમાન બલવાન્ થઈને સઘલા વૈરીઓને નમાવતો થકો મોટી પૃથ્વીનો ધણી એવો જે વરદત્ત રાજા, તે ઘણાં સુકતકાર્ય કરતો, મોટો ઉદાર મનથી સાત ક્ષેત્રે ધન વાપરતો, મોટા ઉત્સાહથી પંચમીતપને આરાધતો, ઘણાં વર્ષ પર્યત સંસારના ભોગ ભોગવી છેવટે સંસારને અસાર જાણી પોતાના પુત્રને રાજ્ય આપીને પોતે ગુરુ પાસેથી દીક્ષા અંગીકાર કરતો હતો. હવે ગુણમંજરી પણ વિધિ સહિત પંચમીનું તપ આરાધતી થકી ભગવંતને શુદ્ધ ભાવે પૂજતી થકી રહી. તેના પ્રભાવથી શરીરના રોગ સર્વ નાશ પામ્યા, તે વારે જ્ઞાનપંચમી ૪૦ 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ અનુપમ અમૃત રૂપની ધરનારી થઈ. તદનંતર તેના પિતાએ શુભલગ્ન જોઈને મોટે મહોત્સવે કરી જિનચંદ્ર નામે મહા રુદ્ધિવંત વ્યવહારીઆને તે પરણાવી. - તિહાં હથેવાલો મૂકાવવાને અવસરે તેના પિતાએ દાયજામાં ઘણું દ્રવ્ય આપ્યું. તે ગુણમંજરી પણ પોતાના ભરતાર જિનચંદ્રની સાથે ઘણા કાલ સુધી સંસારના સુખ ભોગવતી વિધિ સહિત પંચમીનું તપ કરતી સુકૃત માર્ગે ઘણું દ્રવ્ય વાવરતી થકી છેવટે સગુરુની દેશના સાંભલી દીક્ષા ગ્રહણ કરતી હતી. અંત અવસ્થામાં અધિક ફલને પામવાની ઈચ્છા કરતી એવી ગુણમંજરી તે નિરતિચારપણે ચારિત્ર પાલતી અંત સમયે સમાધિમરણ કરી તથા વરદત્ત ઋષિગણ સમાધિમરણ કરી બેહુ જણ વિજયંત વિમાનમાં છત્રીસ સાગરોપમને આઉખે જઈ ઉપન્યાં. તિહાં દેવતાના ભોગ ભોગવી તિહાંથી આયુ પૂર્ણ થયે ચવીને આ જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં સુખનું ઘરરૂપ એવી પુષ્કલાવતી નામે વિજય મળે પુંડરિગિણિ નગરી છે. તેને વિષે અમરસેન નામે રાજા શ્રી જિનધર્મનો પાલનાર સર્વ ગુણે કરી અલંકૃત છે. તેની ગુણવતી નામે પટ્ટરાણી છે. તે પતિવ્રતા ધર્મની પાલનારી શીયલગુણે કરી શોભાયમાન પોતાના ભરતારને હર્ષ સંતોષને ઉપજાવનારી છે. તેની કૂખે વરદત્તકુમરનો જીવ જેમ છીપ માંહે મોતી નીપજે તેની પેરે આવીને ઉપન્યો. તે ગર્ભને સુખે પાલતાં અનુક્રમે નવ માસે પુત્ર પ્રસવ્યો. તે સંપૂર્ણ ગુણ લક્ષણે કરી શોભતો હતો. તે વારે માતા, પિતા, સ્વજન કુટુંબાદિકે મલી મોટો મહોત્સવ કરી તેનું શૂરસેન એવું નામ પાડ્યું. પછી તે પાંચ ધાવે પાલી જતો અનુક્રમે બાર વર્ષનો થયો તે વારે સર્વ વિજ્ઞાનમાં સર્વકાલ માટે પ્રવીણ થયો. એમ કરતાં જે વારે યૌવનાવસ્થા પામ્યો, તે વારે તેના પિતાએ ચોસઠ કલાની જાણ અપ્સરા સરખી રૂપવાલી એવી એકસો કન્યાઓનું પાણિગ્રહણ કરાવ્યું. તે વાર પછી કેટલેક કાલે તે સૂરસેનને પાટે થાપીને તેનો પિતા પરલોકે પહોંચ્યો. એવે સમયે ભવ્ય જીવરૂપ કમલવનને વિકસ્વર કરતા, મિથ્યાત્વરૂપ અંધકારને ટાલવામાં સૂર્ય સમાન એવા શ્રી સીમંધરસ્વામી આવી તિહાં સમોસટ્યા, તેમને આવવાની વધામણી વનપાલકે જઈને રાજાને આપી, રાજા પણ ભગવંતનું આગમન સાંભલી ઘણી હર્ષવંત થયો થકો પોતાના પરિવારને સાથે લઇ ઘણાં આડંબર સહિત પ્રભુને વાંચવા માટે આવ્યો. તિહાં પાંચ અભિગમ સાચવી પષદશમી ૪૧ 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને વાંદી યથાસ્થાનકે ધર્મદેશના સાંભળવા બેઠો. તે વખતે ભગવાન પણ સર્વ લેશને હરનાર અને સંસારસમુદ્રથી તારનાર, એવી અમૃત સમાન દેશના દેતા હતા કે હે ભવ્ય જીવો ! તમે સૌભાગ્ય-પંચમીનું આરાધન કરો, કેમકે એનું તપ કરતાં થકાં સર્વ પ્રકારની આપદા મટે, અને સૌભાગ્યલક્ષ્મી પ્રત્યે જીવ પામે, જેમ વરદત્તકુમર એ જ્ઞાનપંચમીના આરાધને કરી ઘણી સુખસંપદા પામ્યો. એવાં ભગવાનનાં વચન સાંભલી શૂરસેન રાજા વિનયપૂર્વક બે હાથ જોડી ભગવંત પ્રત્યે પૂછતો હતો કે તે સ્વામી! વરદત્તકુમર કોણ થયો? તેનું ચરિત્ર અને પ્રકાશો. તે વારે ભગવાને પણ સર્વ સભા સમક્ષ તેનું પૂર્વ ભવ સંબંધી સર્વ સ્વરૂપ કહેવા માંડ્યું અને કહ્યું કે હે રાજન્ ! તે વરદત્ત કુમારનો જીવ તે તું પોતેજ છો. હમણાં તું તપના પ્રભાવથી ઈહાં આવી રાજા થયો છો. એમ કહી વલી જ્ઞાનપંચમીના તપના માહાભ્યને વિશેષે વર્ણન કરી કહેતા હતા. તિહાં ભગવાનનાં વચન સાંભલી ઘણા જીવ પ્રતિબોધ પામી પ્રભુની પાસે પંચમી તપ અંગીકાર કરતા હતા. શૂરસેન રાજા પ્રતિબોધ પામી ભગવંતને વાંદી સ્વસ્થાનકે ગયો. દશ હજાર વર્ષ સુધી રાજ્યલક્ષ્મી પાલી ઘણાં સુકૃતનાં કામ કરી પોતાના પુત્રને રાજ્યપાટ સોંપીને મોટો આડંબર સહિત સીમંધરસ્વામી પાસે ચારિત્ર અંગીકાર કરતો હતો. પછી એક હજાર વર્ષ પર્યત ચારિત્રપર્યાય પાલી ઘનઘાતી કર્મ ખપાવી, કેવલજ્ઞાન પામી મોક્ષનાં સુખને પામતો હતો. એ વરદત્તકુમારની કથા કહી. હવે ગુણમંજરીની કથા કહે છે. એમ જંબૂદ્વીપના મહાવિદેહમાં રમણીય ઉમા વિજયને વિષે શુભ નામે નગરી ઘણી વિખ્યાત છે, તિહાં અમરસિંહ નામે રાજા છે, તેની અમરાવતી નામે રાણી તે ચોસઠ કલાની જાણ, શીલગુણે અલંકૃત, અનુપમ, અપ્સર સરખી શોભાની ધરનારી છે, તેની કૂખને વિષે ગુણમંજરીનો જીવ આવી પુત્રપણે ઉપન્યો, નવ માસે ગર્ભસ્થિતિ પૂર્ણ થયેથી શુભલગ્ન રાણીએ પુત્ર પ્રસવ્યો. માતાપિતાએ તેનું નામ સુગ્રીવકુમાર પાડ્યું. તે કુમર શુક્લ પક્ષના ચંદ્રમાની પેરે દિવસે દિવસે વધતો થકો રૂપ લાવણ્યગુણે કરી શોભાયમાન થકો અનુક્રમે વશ વર્ષનો થયો. તે વારે અમરસેન રાજા સંસારથી વૈરાગ્યવંત થકો પોતાના પુત્રને રાજ્યપાટે થાપી, દીક્ષા પૌષદશમી ૪૨. 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ લઇ, ચારિત્ર પાલી, મોક્ષે પહોંચ્યો. હવે પાછલ સુગ્રીવરાજા ઘણી રાજકન્યાઓનું પાણિગ્રહણ કરીને તેની સાથે સંસારના સુખ ભોગવતો થકો રહે છે. તેને ચોરાશી હજાર પુત્ર થયા. છેવટે મોટા પુત્રને રાજ્યપાટે થાપ્યો, અને નાના દીકરાઓને લઘુ રાજ્યપાટે સ્થાપન કરીને પોતે સુગુરુ પાસે ચારિત્ર અંગીકાર કરી સુખે ચારિત્ર પાલી ઘનઘાતિ કર્મક્ષય કરી કેવલજ્ઞાન પામીને ભવ્ય જીવોને પ્રતિબોધતા હતા. અનુક્રમે તે સુગ્રીવરાજા ઋષિ એક લાખ પૂર્વ સુધી ચારિત્રપર્યાય પાલીને સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષપદ પ્રત્યે પામ્યા. અજરામર થયા. એમ પંચમીના આરાધન થકી ભવ્ય જીવોને અધિક સૌભાગ્યની પ્રાપ્તિ થાય, તેથી એ જ્ઞાનપંચમીનું નામ લોકોમાં સૌભગ્યપંચમી એવું પ્રસિદ્ધ થયું. તો હે ભવ્યો ! તમે પંચમીના તપને વિશેષ આરાધો, એને વિષે ઉદ્યમ કરો, સંસારના ભય ટાલવા માટે એ અત્યંત અદ્ભુત છે, એના આરાધન થકી જીવ, આ ભવ તથા પરભવને વિષે અનંતી સુખસંપદા પામે. એવી રીતે શ્રીતપાગચ્છરૂપ ગગનાંગણ તેને વિષે સૂર્ય સમાન એવા શ્રીવિજય-સેનસૂરીશ્વરજીના લઘુ શિષ્ય એ કથાની સંસ્કૃતભાષામાં રચના કરી. તેને પંન્યાસ કનકકુશલજી, પંડિત શ્રીપદ્મવિજયજી તથા મુખ્ય પંડિત શ્રીભીમ-વિજયજી એવા પંડિતોએ મલીને શોધી શુદ્ધ કરી. જે માટે સંવત ૧૬૫૫ના વર્ષમાં કનકકુશલજીની આગલ સુંદરવિજયજીએ વિનંતિ કરી જે તમે એ જ્ઞાનપંચમીની કથા બાંધો. તેની પ્રાર્થનાથી પૂર્વાચાર્યોએ કરેલા કથાના પ્રબંધો જોઇને મેં એ કથાની રચના મેડતા નામે નગરને વિષે કરી. એ સંબંધ સાંભલીને જે પ્રાણી એ જ્ઞાનપંચમીનું આરાધન કરશે, જ્ઞાનની ઘણી ભક્તિ કરશે, તે ભવ્ય જીવ ઘણી સુખસંપદા પ્રત્યે પામશે. ॥ ઇતિ જ્ઞાનપંચમીની કથા સંપૂર્ણ ॥ પૌષદશમી 2010_03 ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ [] ॥ અથ પૌષદશમી કથા પ્રારભ્યતે | વંદેડš પાર્શ્વનામાંઘ્રિપંકજં સર્વસૌખ્યદમ્ ॥ સમસ્તમંગલશ્રેણિ-લતાપલ્લવતોયદમ્ ॥ ૧ ॥ અર્થ : સર્વ જનને સુખનું દેનારું તથા સમસ્ત મંગલ પંક્તિરૂપ લતાને નવાંકુર કરવામાં મેઘ સમાન એવું શ્રીપાર્શ્વનાથનું જે ચરણ કમલ, તેને હું વંદન કરું છું. વલી કવિ કહે છે કે હું વામેયજિનને નમસ્કાર કરી તથા સદ્ગુરુને પ્રણામ કરીને ભવ્ય જીવના બોધને અર્થે તથા પરોપકારાર્થ ઐહિક અને પારલૌકિક સુખને આપનારું એવું પૌષ માસની કૃષ્ણ દશમીનું વ્રત પ્રાકૃત ભાષાએ કરી કહું છું. માટે હે ભવ્ય લોકો ! હું જે વ્રતનો મહિમા કહીશ, તે વ્રતનું જરુર ભાવે કરી આરાધન કરવું. હવે તે કથા કહે છે. ચંપા નગરીને વિષે પૂર્ણભદ્ર નામે ચૈત્ય છે. તિહાં એક દિવસ ચરમ તીર્થંકર જે શ્રીવીર ભગવાન તે આવીને સમોસરચા. તેમને આવવાના સમાચાર મગધાધિપતિ શ્રેણિક રાજા સાંભલીને મહા આડંબરે ત્યાં પ્રભુની પાસે આવી પ્રેમે કરીને પ્રભુની સન્મુખ બેઠો. પછી સંસારનો જેણે નાશ કરવો છે એવા શ્રી ચરમતીર્થંકર ચાર ગતિમાં પડેલા એવા જીવોના ઉદ્ધારને અર્થે ઉપદેશ દેતા હતા. જિનધર્મવિનિમુક્તો, મા ભૂયાચ્ચક્રવર્ત્યપિ ॥ સોડયું ચેટો દરિદ્રોપિ, જિનધર્મા દ્વિવાસતે । ૧ ।। ભાવાર્થ : કદાચિત્ ચક્રવર્તીની પદવી કોઇ પુરુષ પામેલો હોય, તોપણ શ્રીજિનધર્મવિનિમુક્ત થકો હોય તો તે કર્મ થકી મુક્ત થાય નહીં. તેમજ કદાચિત્ કોઇ પુરુષ દરિદ્રી હોય તોપણ તે જિનધર્મ થકી ઉત્તમ મોક્ષપદને પામે છે. અર્થાત્ ચક્રવર્તીપદવી પામેલા પણ જિનધર્મવિમુક્ત જો હોય છે, તો તેને મોક્ષ થતો નથી, પરંતુ દરિદ્રી હોય પણ જિનધર્મમાં સરાગી હોય તો તે ૪૪ પૌષદશમી 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ મોક્ષપદને પામે છે. માટે આ સંસારમાં જીવને જિનધર્મની સામગ્રી પામવી મહા દુર્લભ છે. તેમાં વલી દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મનાં ચાર અંગ મલવાં તે પણ ઘણાં કઠિન છે. તથા પાપ કરવાથી જીવ નરકમાં જાય છે. તેમાં પણ દેવદ્રવ્યની ચોરી તથા પરસ્ત્રીગમન કરનારા તો સાતમી નરકને વિષે સાત વખત જાય છે. કહ્યું છે કેઃ મોસણે દેવદવ્યમ્સ, પરચ્છિગમeણ ય / સત્તમં નરયં જંતિ, સત્તાવારાઓ ગોયમ / મહારંભયો ઈત્યાદિ // ભાવાર્થઃ પરદ્રવ્યના ચોરવાથી તથા પરસ્ત્રીગમન કરવાથી જીવ સાતમી નરકભૂમિને વિષે જાય છે. મહાભીની પણ એવી જ દશા જાણવી. વલી વીર ભગવાન્ કહે છે કે હે ગૌતમ ! પૂર્વે અનંતા પુરુષ પૂર્વધર થકા પણ નિગોદને પ્રાપ્ત થયેલા છે. આવાં વચન વિર ભગવાનનાં સાંભલી વલી પાછા ગૌતમ પૂછે છે કે મહારાજ!તે પૂર્વધર હતા, અને શા માટે નિગોદમાં ગયા ? ત્યારે ભગવાન્ કહે છે કે હે ગૌતમ! પ્રમાદના યોગે કરી તે પૂર્વધર નિગોદમાં જાય, માટે કોઈ દિવસ કરવો નહીં. વલી ગૌતમસ્વામી શ્રીવીરસ્વામીને ત્રણ પ્રદક્ષિણા દઈને વંદન કરીને પૂછવા લાગ્યા કે હે સ્વામિન્! પૌષ કૃષણ દશમીનું મહાભ્ય મને કહો. એ સાંભલી વર્ધમાન સ્વામી કહે છે કે પૌષ દશમીને દિવસે શ્રીપાર્શ્વજિનનો જન્મ થયો છે, માટે તે દિવસ શ્રીપાર્શ્વજિન જન્મકલ્યાણક છે. માટે તે દિવસે આવી રીતે સર્વ ભવ્ય જીવોએ વર્તવું તે કહે છે. પ્રથમ તો સાયંકાલ અને પ્રાતઃકાલ બે વખત પડિકમણું કરવું, જિનમંદિરમાં જઈ અષ્ટ પ્રકારે અથવા સત્તર પ્રકારે પૂજા ભણાવવી, સ્નાત્ર મહોત્સવ કરવો. નવ અંગે આડંબર કરી ભગવાનનું પૂજન કરવું. પછી ગુરુ પાસે આવી સિદ્ધાંતનું શ્રવણ કરી, પ્રણામ કરી, પોતાને ઘેર આવી અને એકલઠાણું કરીને ચઉવિહારનો નિયમ લેવો તેમજ આગલ નવમીને દિવસે એકલઠાણું કરવું, તથા એકાદશીને દિવસે પણ એકાશન કરવું. ત્રિવિધાહારનું પચ્ચકખાણ કરવું. તથા ત્રણ દિવસ બ્રહ્મચર્ય પાલવું. આવી રીતે પૌષ કૃષ્ણ દશમીનું આરાધન દશ વર્ષ સુધી કરવું. જે પ્રાણી મન, વચન, કાયાએ કરી આ વ્રત પૂર્વોક્ત રીતે કરે, તે જીવ મનોકામના સિદ્ધિને તથા આ લોકને વિષે ધનધાન્યાદિકને પામે પરલોકને વિષે ઈંદ્રાદિપદને પ્રાપ્ત થાય અને અંતે મોક્ષપદને પામે. વલી ગૌતમસ્વામી પૂછે છે પૌષદશમી ૪૫ 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ કે હે મહારાજ ! તે વ્રત કોણે કર્યું હતું, અને તે કરનારને શું ફલ મલ્યું ? તે કહો. તે વાત સાંભલી વીર ભગવાન કહે છે કે હે ગૌતમ ! સાંભળો. શ્રીવામાનંદન પાર્શ્વનાથ તીર્થકરના આંતરામાં સુરદત્ત નામે શ્રેષ્ઠીએ એ વ્રત આરાધ્યું હતું. ત્યારે ગૌતમ પૂછે છે કે, તે સુરદત્ત શ્રેષ્ઠી કયા ગામનો અને કોણ હતો? તથા તેણે કેવી રીતે વ્રત ગ્રહણ કર્યું? તે કહો. ત્યારે વર્ધમાનસ્વામી કહે છે કે હે ઇદ્રભૂતિ! સાંભલ. જંબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે સુરેન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં નરસિંહ નામે રાજા રાજ્ય કરતો હતો. તેની ચાતુર્યગુણ યુક્ત અને શીલાલંકાર ધરનારી પતિવ્રત ધર્મવાલી ગુણસુંદરી નામની સ્ત્રી હતી. હવે તે નગરને વિષે મહા ધનવાન, તેજસ્વી, યશસ્વી, પ્રતાપી એવો સુરદત્ત નામે શ્રેષ્ઠી મિથ્યાત્વે કરી વાસિત અંત:કરણવાલો હતો. તેથી સંન્યાસ ભક્તોએ અંગીકાર કરેલા એવા શિવધર્મનું આરાધન કરવામાં પ્રતિદિન તત્પર રહેતો હતો. તેથી તે શ્રેષ્ઠી જૈનશાસન, જિનપ્રવચન, સુદેવ, કુદેવ, સુગુરુ, કુગુરુ, સુધર્મ, અધર્મ, કર્મ, અકર્મ વગેરેને કાંઈ પણ જાણતો ન હતો. વલી બીજું તો શું ? પણ મિથ્યાત્વના ગ્રહણથી જીવ અજીવને તથા જીવ અને શરીર ભિન્ન છે કે એકજ છે તેને પણ જાણતો ન હતો અને મિથ્યાદૃષ્ટિના ધર્મનું આરાધન કરતો છતોજ દિવસ કાઢે છે. પછી તે કેટલેક દિવસે કરેલાં કર્મના ઉદયથી વેપાર કરવા માટે કરિયાણાનાં સવાબસે વહાણો ભરીને રતદ્વીપ પ્રત્યે ચાલ્યો. ત્યાં જઈ સર્વ કરિયાણાં વેચી બીજ નવાં કરિયાણાં લઈ તેનાં વહાણ ભરી પાછો પોતાના નગર ભણી ચાલ્યો. તેવામાં દૈવયોગથી પવનના જોરે કરી વહાણો આડરસ્તે ચાલ્યાં. તે કાલકૂટ દ્વીપને વિષે આવી પડ્યાં, અને ત્યાંથી નીકળવાનો રસ્તો મલ્યો નહીં, તેથી ત્યાં જ રોકાઈ રહ્યાં. પોતે કાલકૂટ દ્વીપમાં ગયો. હવે તે સુરદત્ત શ્રેષ્ઠી કરિયાણાવાલાં વહાણને ત્યાંજ રાખી, તે વહાણમાં જે દ્રવ્ય હતું તે દ્રવ્યનાં પાંચસો ગાડાં ભરી પગરસ્તે ચાલ્યો. રસ્તામાં આવતાં ચોર લોકોની ધાડે સુરદત્ત શ્રેષ્ઠીનાં દ્રવ્યનાં પાંચસો ગાડાં લૂંટી લીધા. પછી સુરદત્ત શ્રેષ્ઠી નાગો-પૂગો ઘેર આવ્યો અને ત્યાં ઘરના ભંડારમાં અગીયાર કરોડ સોનામહોર પણ સર્પ અને વૃશ્ચિક સમાન થઈ ગઈ. ગામમાં શ્રેષ્ઠીપદ હતું તે પણ નિર્ધન થવાથી ચાલ્યું ગયું. તે જોઈ મોટો કલ્પાંત કરવા લાગ્યો, જે અરે ! આ તો કોનો કોપ થયો! જે સર્વ મારું દ્રવ્ય ગયું તેની સાથે માન મરતબો અને આબરુ પણ ગઈ અને ગામના લોકો પણ મને સન્માન આપતાં ૪૬ પૌષદશમી 2010_03 Page #62 -------------------------------------------------------------------------- ________________ બંધ થઈ ગયા. અરે! હવે હું શું કરું? એમ શોકસમુદ્રમાં મગ્ન થઈ વિલાપ કરવા લાગ્યો. એમ અતિ વિલાપ કરતાં કરતાં દિવસ નિર્ગમન કરવા લાગ્યો. એવામાં એક દિવસ તે સુરેંદ્રપુર નગરના ઉપવનમાં જયઘોષ નામે આચાર્ય આવી સમોસયા. પછી નરસિંહ રાજા વનપાલના મુખ થકી જયઘોષસૂરિનું આગમન સાંભલી ચતુરંગિણી સેનાના પરિવારે કરી યુક્ત થઈને ગુરુવંદનાર્થે આવ્યો. તેની સાથે સુરદત્ત શ્રેષ્ઠી પણ આવ્યો. સર્વ જનોએ ગુરુને વંદન કર્યું અને નિરવદ્ય સ્થાન પર સહુ જણ બેઠા. ત્યારે જયઘોષસૂરિ પણ ધર્મદેશના દેતા હતા કે હે ભવ્ય જનો! સંસારમાં સારભૂત અને સર્વ શ્રેયનો કરનારો માત્ર એક ધર્મજ છે, કહ્યું છે કે : ધર્મતઃ સકલમંગલાવલિ-ધર્મતઃ સુરતિ નિર્મલ થશઃ / ધર્મતઃ સકલસૌખ્યસંપદા, ધર્મ એવ તદહો વિધીવતામ્ // ૧ // જીવદયાઈ રમિજ્જઈ, ઈદિયવલ્ગો દમિજ્જઈ સયાવિ // સચ્ચે ચવિજઈ સયા, ધમસ રહસ્સમિએમેવ // ૨ // ધમ્મો મંગલમૂલં હિંસામૂલં ચ સવ્વદુષ્માણ // ધમ્મો બલં ચ વિઉલ, ધમો ઠાણં ચ સરણં ચ // ૩ / ભક્તામુક્ત વિચારઃ સ્માત, ગમ્યાગમ્યવિભેદઃ કૃતઃ // માર્ગામાર્ગપરિશાત્રી, ગુણાગુણવિચારણા / ૪ / કલ્યાણકોડિજણણી, દુરંતદુરિયારિવગ્રણી ઠવણી / સંસારજલહિતરણી, એગ ચ હોઈ જીવદયા // ૫ // ભાવાર્થઃ ધર્મે કરી સકલ મંગલની પંક્તિ મળે છે, ધર્મે કરી પ્રાણીનો નિર્મલ યશ સર્વત્ર પ્રકાશમાન થાય છે અને ધર્મે કરીને સકલ સુખસંપદા પ્રાપ્ત થાય છે. માટે હે ભવ્યો ! તમે જિનધર્મનું આરાધન કરો ! ૧ી વલી ધર્મનું મૂલ જીવદયા છે માટે દયાને વિષે રમવું એટલે દયા પાલવી તથા ઈદ્રિયલોલુપ પુરુષથી દયા પલાતી નથી માટે ઇંદ્રિયવર્ગનું પ્રતિદિન દમન કરવું તથા સત્ય વચન બોલવું કારણ કે સત્ય છે, તે ધર્મનું મૂલ છે. માટે સત્ય બોલવું. એ પૂર્વોક્ત ત્રણ વાનાં જ છે, તે ધર્મનાં મૂલ છે ! રા અને ધર્મ છે તે મંગલનું મૂલ છે, હિંસા તે સર્વ દુઃખનું મૂલ છે, અને ધર્મ છે તે જ જીવનું વિપુલ એવું મોટું બલ છે અને ધર્મ પૌષદશમી 2010_03 Page #63 -------------------------------------------------------------------------- ________________ તેજ સંસારથી ભય પામતા જીવને શરણ તથા સ્થાનભૂત છે | ૩ || અને ગુણ તથા અવગુણની જે વિચારણા છે, તેણે કરી ભક્ત અને અનુભક્તનો વિચાર થાય છે, તથા તેણે કરી ગમ્ય અને અગમ્યનો ભેદ થાય છે. અને તે ગુણાગુણ વિચારણા જે બે, તે માર્ગ અને કુમાર્ગ તેને જાણનારી છે . ૪ ૫ તથા જીવદયા જે છે, તે પણ કોટાનકોટી કલ્યાણને પ્રગટ કરનારી છે, તથા દુરંત દુરિતને નાશ કરનારા જે શત્રુ તેની સ્થાનભૂત છે તથા સંસારરુપ સમુદ્રથી તારનારી છે. ઈત્યાદિ સર્વ કાર્ય કરનારી એક જીવદયાજ જાણવી | ૫ || એ પ્રકારની દેશના ગુરુમુખથી સાંભલી પર્ષદામાં બેઠેલા સુરદત્ત શ્રેષ્ઠી પૂછવા લાગ્યા કે હે ભગવન્! આપે જે જીવ કહ્યો, તે જીવનું શું લક્ષણ છે? ત્યારે મુનિ કહે છે, હે શ્રેષ્ઠી ! જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ યુક્ત જે હોય, તેને જીવ કહીએ. એ લક્ષણે કરી જીવ જાણવો. કહેલું છે કે નાણં ચ દંસણં ચેવ, ચારિતં ચ તવો તથા // એએ સમણ પત્તા, જીવા ગચ્છતિ તે સુગમાં // ૧ / ચેતનાલક્ષણશ્ચાત્મા, સામાન્યન બુર્વેઃ મૃતઃ // સંસારાત્મા તથા જીવ, પરમાત્મા દ્વિધા મતઃ / // સંસારાત્મા સદા દુઃખી, જન્મમરણદુઃખભાક / ચતુરશીતિલક્ષેપુ, યોનિષ ભ્રમતે સદા // ૩ / ન સા જાઈ ન સા જોણી, ન ત ઠાણે ન તં કુલ ન જાયા ન મૂઆ ત્ય, સવ્ય જીવ આણંતસો / ૪ / એગયા દેવલોએસ, નરએસુવિ એગયા ! એગયા અસુર કાયે, અહા કમૅહિં ગચ્છઈ / ૫ / સુભગો દુર્ભગઃ શ્રીમાન, પવાનું વર્જિતઃ | સ એવ સેવકઃ સ્વામી, નરો નારી નપુંસકઃ // ૬ / સંસારી કર્મસંબંધાતું પરિભ્રમતિ નટવત્ / અનંતકાલગમિત, કર્માતકૃg કર્મદઃ / ૭ / ભવ્યજીવે દયાદાન, ધર્મકલ્પતરુપમ્ દાનશીલતપોભાવ: શાખા મુક્તિસુખં ફલમ્ / ૮ / પૌષદશમી ૪૮ 2010_03 Page #64 -------------------------------------------------------------------------- ________________ ધર્માદેવ કુલે જન્મ, ધર્માચ્ચ વિપુલં યશ: // ધર્માદ્ધનસુખ રુપ, ધર્મ: સ્વર્ગાપવર્ગદ: / ૯ / II દોહો ! ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ // ધર્મપંથ સાધન વિના, નર તિર્યંચ સમાન / ૧૦ // ભાવાર્થ - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય ઉપયોગ યુક્ત જે હોય, તે જીવ કહીએ. જે જીવ સમ્યક્તને પ્રાપ્ત થાય છે તે સુગમ જાણવો. / ૧ // વલી જે ચેતનાલક્ષણ છે, તેજ આત્મા છે, એમ સામાન્ય કરી પંડિત પુરુષો કહે છે. તે બે પ્રકારનો આત્મા છે. તેમાં જે સંસારને વિષે પરિભ્રમણ કરે તે જીવાત્મા જાણવો. તથા જે સંસાર પરિભ્રમણ રહિત સિદ્ધાત્મા તે પરમાત્મા જાણવો. રા સંસારાત્મા જે છે, તે સદા જન્મ મરણ વિગેરે દુઃખનો ભોગવનારો હોય છે. ચોરાશી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરે છે. / ૩ / ચૌદ રાજમાં એવી કોઈ જાતિ નથી, એવી કોઈ યોનિ નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુલ નથી, કે જ્યાં જીવ જન્મ્યો નથી, કે મૂઓ નથી. એ સર્વ સ્થાનકે એકેક જીવ અનંતી વાર ફરસી સંસારમાં ભમ્યો છે. કોઈ ઠેકાણું મૂક્યું નથી. તે ૪ || જીવ કર્મે કરી એકલોજ દેવલોકને વિષે જાય છે, અને નરકને વિષે પણ એકલોજ જાય છે, અને વલી એકલોજ જીવ કર્મોએ કરી અધઃ અટલે નીચો અસુરકાય ને પ્રાપ્ત થાય છે. એકલોજ કુંથુઓ થાય છે, એકલોજ કીડીના ભવને પામે છે. || ૫ | વલી તે જીવ એકલોજ સુભાગી, દુર્ભાગી, શ્રીમાન, રૂપવાન, રુપરહિત થાય છે, તથા તેજ જીવ સેવક, સ્વામી, નર, નારી, નપુંસક થાય છે. તે ૬ / વલી તે સંસારી જીવ નટની પેઠે કર્મબંધન થકી સંસારમાં પરિભ્રમણ કરે છે. અનંત કાલ ભમતો કર્મનો અંત કરે તો સદ્ગતિ પામે છે. . ૭ // ભવ્ય જીવને વિષે દયા, દાન અને ધર્મ એ ત્રણરુપ કલ્પવૃક્ષ જાણવું. દાન, શીલ, તપ અને ભાવના, તે રુપ તે વૃક્ષની શાખાઓ જાણવી, તથા મુક્તિનું સુખ, તે રુપી ફલ જાણવું. . ૮ / ધર્મ થકીજ સારા કુલમાં જન્મ હોય છે, તથા ધર્મે કરીને વિપુલ એવો યશ હોય છે. ધર્મ થકી ધનસુખ તથા રુપ હોય છે, તથા ધર્મ તેજ સ્વર્ગ અને અપવર્ગને આપનારો હોય છે. I ૯ ધર્મથી સંસારનાં વિપુલ સુખ મલે છે અને ધર્મે કરી મોક્ષસુખ પ્રાપ્ત થાય છે, માટે ધર્મમાર્ગના સાધન વિના જે મનુષ્ય છે, તે તિર્યંચની સમાન જાણવો. || ૧૦ | આ પ્રકારે ગુરુના મુખ પષદશમી ૪૯ 2010_03 Page #65 -------------------------------------------------------------------------- ________________ થકી દેશના સાંભલીને સુરદત્ત શ્રેષ્ઠી ધર્મને પ્રાપ્ત થયો અને જીવાજીવાદિ નવ પદાર્થ યુક્ત સમ્યક્ત્વ રત્નને પામ્યો. વલી સુરદત્ત શ્રેષ્ઠી ગુરુપ્રત્યે પૂછે છે કે હે ભગવન્ ! કાંઈ પણ એવું સાધન હોય તે કહો, કે જે સાધન કરવાથી મારું ઘરમાં રાખેલું તથા બહારથી ઉપાર્જન કરેલું જે નિધાન હતું, તે સર્વ જતું રહ્યું છે, તે પાછું મને મલે. ત્યારે ગુરુએ કહ્યું જે હે શ્રેષ્ઠી ! પૌષ દશમીનું વ્રત કરો, તેથી સર્વ સંપત્તિ ઉપલબ્ધ થશે; કારણકે પૌષ દશમીને દિવસે શ્રીપાર્શ્વનાથનો જન્મકલ્યાણક મહોત્સવ છે, માટે તેજ વ્રત તમારે કરવું. એ વાક્ય સાંભલી શ્રેષ્ઠી પૂછે છે કે મહારાજ ! તે વ્રત કેવી રીતે કરવું ? ત્યારે ગુરુ કહે છે કે પ્રથમ પૌષ કૃષ્ણ નવમીને દિવસે સાકર અથવા ખાંડનું ઉષ્ણ પાણી કરીને તેનું પાન કરવું, એકાસણું કરી વ્રત યુક્ત થઈને દશમીને દિવસે એક ઠામે આહાર કરી એક ઠામે પાણી પીને ચઉવિહાર કરવો. તથા તે દિવસે ભૂમિશયન કરવું, બ્રહ્મચર્ય પાલવું અને બે વખત પડિક્કમણાં કરવાં. તથા જિનાલયમાં જઈ અષ્ટ પ્રકારી, સત્તર પ્રકારી પૂજા ભણવી, ભણાવવી; અને “શ્રીપાર્શ્વનાથાયાર્હતે નમઃ” એ મંત્રનું બે હજાર ગણણું ગણવું, અને વલી ફરી એકાદશીને દિવસે એકાસણું કરવું, તેમજ બ્રહ્મચર્ય તથા ભૂમિશયન તો નવમી, દશમી અને એકાદશી એ ત્રણે દિવસ કરવું. વલી પારણાને દિવસે સ્વામીવાત્સલ્ય કરવું. આ વ્રત દશ વર્ષ પર્યંત કરવું. હે શ્રેષ્ઠી ! આ પ્રમાણે એ પૌષ દશમીનું વ્રત જે મનુષ્ય કરે, તે પુરુષ આ લોકને વિષે ધનધાન્ય સમૃદ્ધિની વૃદ્ધિને પામે છે, પરલોકને વિષે ઇંદ્રપણાને પામે છે, એ પ્રકારનાં ફલની પ્રાપ્તિ હોય અને અંતે મુક્તિપદને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સુરદત્ત શ્રેષ્ઠીએ પૌષ દશમીનું માહાત્મ્ય સાંભલીને ગુરુ પાસે વ્રત ગ્રહણ કરવું. પછી પોતાને ઘેર આવ્યો, અને ગુરુએ બીજે દેશે વિહાર કરચો. પછી સુરદત્ત શ્રેષ્ઠીએ પૂર્વોક્ત રીતે દશ વર્ષ પર્યંત પૌષ દશમી વ્રત આચરણ કરવું અને તે વ્રત સંપૂર્ણ થયું કે તુરત તે વ્રતના મહિમાએ કરી શેઠનાં કરિયાણાનાં ભરેલાં સવાબસો વહાણો જે કાલકૂટ બેટમાં રોકાયેલાં હતાં, તે અનુકૂલ પવનના યોગે કરી પોતાની મેલે શેઠને ગામ આવ્યાં. તે આવેલાં વહાણના ખલાસીઓએ આવીને શેઠને તથા શેઠાણીને કહ્યું કે આપનાં વહાણ કાલકૂટ દ્વીપ થકી કોઈ દેવકૃપાથી અનુકૂલ પવન લાગવે કરી અહીં આવ્યાં છે. તે વાત સાંભલી સ્ત્રીપુરુષ પૌષદશમી ૫૦ Jain Education Internationa*_2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ બહુ જણ સંતોષ પામ્યા, અને પરસ્પર કહેવા લાગ્યાં કે અહો ! પષ દશમી વ્રતના મહિમા થકી જેની આપણે આશા પણ મૂકી દીધી હતી અને જે સાવ ગયાં હતાં, તે વહાણો વગર પ્રયાસે આવ્યાં, તેમ આપણા ઘરના ભંડારમાંથી સર્પ, વૃશ્ચિક થઈ ગયેલી અગીયાર કરોડ સોનામહોરો પણ આપણને દશમી વ્રતના પ્રભાવથી ઉપલબ્ધ થશે. એમ જ્યાં વાત કરે છે, ત્યાં તો એકાદશ કોટિ સુવર્ણ મુદ્રિકા પણ પ્રગટ થઈ. પછી ત્યાં શેઠ શેઠાણી જઈને જૂવે છે, તો ઉત્પન્ન થયેલી અગીયાર કરોડ સોનામહોરો પૂર્વે હતી, તેવીજ જોવામાં આવી. તે જોઈને સુરદત્ત શ્રેષ્ઠી અતિ હર્ષિત થઈ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો જે તે સ્ત્રી ! જો તો ખરી, કે આ જૈનશાસનનો મહિમા કેવો છે !!! અહો !! આ જૈનશાસન તો પ્રકટ પ્રભાવવાનું દેખાય છે ! અહો ! મેં ઘણાં ધર્મોનાં વ્રત કરી જોયાં, પણ આવી રીતે તુરત પ્રત્યક્ષ ફલદાયક કોઈ પણ ધર્મનાં વ્રત દીઠાં નહીં. ધન્ય છે જૈનશાસનને તથા તેનાં વ્રતને કે જે જૈનધર્મ સંબંધી વ્રતના મહિમાએ કરી ઘણે પ્રયાસે પણ ન આવે, એવાં સવાબસો વહાણ કાલકૂટ દ્વીપથી પોતાની મેળે ચાલ્યાં આવ્યાં, તથા ઘરમાંથી કીટ સમાન થઈ ગયેલી અગીયાર કોટિ સોનામહોરો પણ પોતાની મેલે કોણ જાણે ક્યાંથી પાછી હતી તેવીજ પ્રકટ થઈ. તે સ્ત્રી ! હાલ આપણને દશમી વ્રતના પ્રભાવે કરી જેવું લક્ષ્મીનું દુઃખ હતું, તેવુંજ સુખ થયું, માટે ઘણું શું કહું? ધર્મ માત્રમાં જૈનધર્મ જેવો બીજો આલોક અને પરલોકમાં સુખદાયક કોઈ ધર્મ નથી. એમ સુરદત્ત શ્રેષ્ઠી આહ્યાદિત થઈને પોતાની સ્ત્રીને કહી સહુને કહેવા લાગ્યો, જે શ્રી પાર્શ્વનાથની કૃપાથી તથા ગુરુની આજ્ઞાથી અને જૈનધર્મના પ્રભાવથી હું ધનવાન્ થયો , માટે સહુએ જૈનધર્મ અંગીકાર કરવો. એમ સર્વને ઉપદેશ કરી જૈનધર્મ ઉપર દૃઢ ભાવ રાખીને સુરદત્ત શ્રેષ્ઠી કાલ નિર્ગમન કરવા લાગ્યો. પછી તે સુરદત્ત શ્રેષ્ઠીના નિર્ધનપણાને લીધે શ્રેષ્ઠીપદ ગયું હતું તે, તે ગામના રાજાએ સન્માનપૂર્વક તેમને પાછું આપ્યું. એમ કરતાં એક દિવસ શ્રીસુખેંદ્ર નામે આચાર્ય ફરતા તે ગામના ઉપવનમાં આવી સમોસચા છે. તે સાંભળી રાજા અને સુરદત્ત શ્રેષ્ઠી વગેરે સર્વ મોટા આડંબરે કરી ગુરુવંદનાર્થ આવ્યા, અને વંદન કરી સર્વ પોતપોતાને બેસવા યોગ્ય સ્થાનકે બેઠા. તે પછી સુરેંદ્ર સૂરિએ પિષદશમી ૫૧ 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ દેશના દેવા માંડી. તે દેશનાને સાંભલીને શ્રેષ્ઠી પોતાને ઘેર આવ્યા. પછી સુરદત્ત શ્રેષ્ઠીએ સર્વ ગૃહભાર પોતાના પુત્રને સોંપીને પોતે પોતાના પુત્રને કહેવા લાગ્યો કે હે પુત્ર! તું પોષ દશમીનું વ્રત જરુર કરજે. તેમાં તે દશમીને દિવસે શ્રીજિનેશ્વરની અષ્ટ પ્રકારે વા સત્તર પ્રકારે પૂજા કરવી. પછી ગુરુના મુખથી વ્યાખ્યાન શ્રવણ કરવું. એક વખત ભોજન કરી ચઉવિહાર નિયમ ગ્રહણ કરવો, અને બ્રહ્મચર્યવ્રત તથા ભૂમિશયન વગેરે ઘણા પ્રકારના નિયમ નવમી, દશમી અને એકાદશી એત્રણ દિવસ સુધી પાલવા, અને પારણાને દિવસે સ્વામીવાત્સલ્ય કરવું. વલી તું કહીશ જે બીજાં ઘણાં વ્રતો છે, તે છતાં દશમીના વ્રતનો આપનો આગ્રહ બહુ છે, તેનું શું કારણ ? તો ત્યાં સુરદત્ત શ્રેષ્ઠી કહે છે કે હે પુત્ર ! તું જો કે આ સર્વ આપણા ઘરમાં આપણને જે અનર્ગલ સંપત્તિ પ્રાપ્ત થઈ છે, તથા આપણે સુખી છીએ, તે સર્વ પૌષ દશમી વ્રતના મહિમા થકી જાણજે; માટે હું તને પણ કહું છું કે તે વ્રતનું આરાધન તારે પણ કરવું. એ પ્રમાણે સુરદત્ત શ્રેષ્ઠીએ વ્રતનું સર્વ માહાત્મ્ય પોતાના પુત્રને કહ્યું. પછી સુરદત્ત શ્રેષ્ઠી ગુરુ સમીપે ગયો, અને ગુરુને જઈ પૂછ્યું કે મહારાજ! પૌષ દશમીનું વ્રત મેં કરવું તથા તેના પ્રભાવથી સર્વ સંપત્તિ મને પ્રાપ્ત થઈ, પરંતુ મહારાજ તે વ્રતના વિધિની મને માલમ નથી, તે કહો. તે વારે ગુરુજીએ કહ્યું કે હે શ્રેષ્ઠી ! પૌષ દશમીના ઉદ્યાપનમાં સર્વ વસ્તુઓ દશ દશ લેવી. તેનાં નામ કહે છે. પ્રથમ દશ પૂઠાં, દશ પુસ્તકબંધણાં એટલે દશ રુમાલ, દશ જપમાલિકા, દશ નીલમણિ, દેશ ચંદ્ગુઆ, સોનુંરુપું, કાંસું અને પીતલ, એ ચાર ધાતુની દશ દશ જિનપ્રતિમાઓ, ઈત્યાદિ સર્વ જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણો છે, તે જોઈએ. આ પ્રમાણે ગુરુનો કહેલો ઉજમણાનો વિધિ સાંભલી, તે પૂર્વોક્ત જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણોએ કરી ગુરુના કહેવા મુજબ પૌષ દશમીનું ઉદ્યાપન કરવું. તદનંતર સુરદત્ત શેઠ ગુરુની સમીપ જઈને કહે તો હતો કે : અલિપ્તેણં ભંતે લોએ જન્મજરામરણબંધાણાણિમુત્તછંચારિત દે હિ' ભાવાર્થ:- લોકને વિષે સંસાર થકી અલિપ્ત એવા હે ભગવન્ ! તમે મુજને જન્મ, જરા, મરણના બંધન થકી મુક્ત થવાને માટે ચારિત્ર આપો; કારણકે ચારિત્ર થકી જીવ સ્વર્ગ અને મોક્ષપદને પ્રાપ્ત થાય છે. એવી રીતે કહી સુરદત્ત પૌષદશમી પર 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠીએ ગુરુ પાસેથી ચારિત્ર ગ્રહણ કરીને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મલી આઠ પ્રવચન માતાને પાલી સત્તર ભેદે સંયમનું આરાધન કરવું. વિવિધ પ્રકારે બાર પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાએ કરી માસક્ષપણાદિક કરીને અંતે સંલેષણાનું આરાધન કરવું. મરણ પામીને પ્રાણત દેવલોકને વિષે વીશ સાગરોપમ આયુવાલો દેવતા થયો. તિહાં દેવતા સંબંધી ઘણાં સુખ ભોગવી, આયુ પૂર્ણ કરી ચવીને અહીં જંબુદ્રીપને વિષે મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયને વિષે મંગલાવતી નગરીમાં સિંહસેન રાજાની ગુણસુંદરી નામે સ્ત્રીની કૂખને વિષે પુત્રપણે ઉપન્યો. પૂર્વના સુકૃતથી અત્યંત રુપવાન્ તથા કાંતિમાનૢ થયો. તેનું જયસેન એવુંનામ પાડ્યું. અનુક્રમે યૌવનાવસ્થા પામ્યો, તે વારે તેના પિતા સિંહસેન રાજાએ યોગ્ય એવી શીલવતી નામે રાજકન્યા સાથે તેનું લગ્ન કરાવ્યું. તે સ્ત્રી સાથે કામભોગ પૂર્ણ રીતે ભોગવીને છેવટે વૈરાગ્ય પામી ઉત્તમ ગુરુની પાસે ચારિત્ર લઈ વિહાર કરચો. એકદા જિનકલ્પી થઈ ગુરુથી જૂદો પડી એકાકી વિહાર કરતો તેજ ગામના ઉપવનને વિષે જઈ કાયોત્સર્ગે ઉભો રહ્યો. તિહાં વનદેવતાએ તે મુનિને બીવરાવવા માટે નોલીયો, વિંછી, હાથી, સિંહ, વ્યાઘ્ર વગેરેનાં રુપ કરીને ઘણાજ ઉપસર્ગ કરચા, તેને સહન કરતો શુક્લ ધ્યાનના યોગે કરી કેવલજ્ઞાન પામ્યો. તેનો ચાર નિકાયના દેવતાઓએ આવી મહોત્સવ કરચો. તેણે કરી વનદેવ જે ઉપસર્ગ કરતો હતો, તે પણ પ્રતિબોધ પામીને સમ્યક્ત્વ પામ્યો, જયસેન મુનિ કેવલપર્યાય પાલીને મોક્ષે ગયો. તથા તેમની શીલવતી સ્ત્રીએ પણ ચારિત્ર લીધું. પંચ મહાવ્રતનું પાલન કરવું. અગીયાર અંગનું પઠન કરવું. એકદા કોઈક વનને વિષે કાઉસ્સગ્ગ રહી તે વખતે મિથ્યાત્વી વનદેવે આવી એકવીશ દિવસ પર્યંત ઘણાક પૂર્વોક્ત સિંહાદિ રુપે ઉપસર્ગ કરવા, તોપણ ચલાયમાન થઈ નહીં. દેવ પણ શીલવતીથી બોધ પામીને દેવલોકને વિષે ગયો. તિહાંથી ચવી મહાવિદેહને વિષે સિદ્ધિને પામશે, અને શીલવતી કેવલજ્ઞાન પામી મુક્તિપદને પ્રાપ્ત કરવું. એવી રીતે એ શ્રીવીર ભગવાને ગૌતમની આગલ કહ્યું. એ કથા પૂર્વાચાર્યોક્ત સવાલક્ષ શ્લોક સંખ્યાવાલા ગ્રંથમાંથી ઉદ્ધરીને યત્કિંચિંત્ કહી. ।। ઈતિ પોષકૃષ્ણાદશમી વ્રતકથા સમાપ્તા ।। પૌષદશમી 2010_03 ૫૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ નગ [6] અથ શ્રીહોલિકા પર્વની કથા પ્રારંભઃ ૫૪ દોહા ઋષભ જિણંદ હૃદય ધરી, શાંતિ નેમિ સુખકાર | પાર્શ્વ વીર એ પ્રણમતા, પામે સુખ અપાર ॥૧॥ પયપંકજ પ્રણમું સદા, ગુરુ ગુણરયણભંડાર ॥ જ્ઞાન નયન દાતા ગુરુ, વાણી જસુ અવિકાર ॥૨॥ અરિહંત મુખ ઉત્પન્ન થઈ, ભારતિ બ્રહ્મસુતા ય // જસુ સમરણ કરતાં થકાં, લીલા અધિક લહાય ॥૩॥ હોલિ માહાત્મ્ય ઈણી પરે, સાંભલો શ્રદ્ધાવંત ॥ મિથ્યા પર્વ નિવારશે, તે લહેશે ભવ અંત ॥૪॥ અહો ભવ્ય લોકો! ચોથા આરાના ત્રણ વર્ષ ને સાડા આઠ માસ થતાં જ્ઞાતપુત્ર શ્રીમહાવીરસ્વામી મોક્ષે પહોંતા, તે પછી ચોસઠ વર્ષે કેવલજ્ઞાનાદિક ઘણી વસ્તુ વિચ્છેદ ગઈ, પરંતુ ચૌદ પૂર્વધર દશપૂર્વધર વિચરયા. કેટલોક કાલ ગયા પછી શ્રીસુવ્રતાચાર્ય ઘણા શિષ્યના પરિવારે પરવરચા થકા વિચરતા વિચરતા પૂર્વદેશમાં પધારવા. તે દેશમાં હોલિનું પર્વ દેખીને કોઈક સાધુ, આચાર્ય મહારાજને પૂછવા લાગ્યો કે મહારાજ ! આજે હું ગોચરીએ ગયો હતો, તિહાં નગરમાં ઘણાં લોકોને સ્ત્રીઓના સમુદાય સહિત ઉન્મત્તની પેઠે અસભ્ય વચન બોલતા નાચતા કૂદતા મે દીઠા, માટે એ પ્રવૃત્તિ પરંપરાની આ દેશમાં ચાલી આવે છે, કિંવા આધુનિક થયેલી છે ? એમ પૂછવાથી ગુરુમહારાજ કહેતા હતા કે, એ પ્રવૃત્તિ પરંપરાની નથી, પરંતુ પૂર્વાચાર્ય કહી ગયા છે કે, આ પાંચમા આરા મધ્યે દુર્ગતિના દાતા એવા મહા મિથ્યાત્વીઓનાં પર્વ પ્રગટ થશે. કાલના યોગે અજ્ઞાનરુપ અંધકારના જોરથી લોકો શ્રી હોલિકા 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વને વિષે આસક્ત થશે. એક તો પાંચમો આરો, બીજો હૂંડાવસર્પિણી કાલ, ત્રીજો ભસ્મગ્રહ, ચોથો કૃષ્ણપક્ષીયા જીવ અને પાંચમો દક્ષિણાદ્ધભરત એ પાંચ કારણને યોગે કરીને અધર્મી તથા ધર્મવિરાધક, દેવગુરુના પ્રત્યેનીક એવા પ્રાયઃ ઘણા જીવ થશે; માટેજ આ મિથ્યાત્વીઓના પર્વમાં ઘણા લોકો આસક્ત થયા છે. હવે એ હોલિનું પર્વ કેમ પ્રગટ થયું? તેની કથા તુજને કહું છું તે સાંભલ : - આ પાંચમા આરાના પાંચસેં વર્ષ ગયા પછી પૂર્વદેશ મળે જેતપુર નામે નગર, તેનો જયવર્મા રાજા, તેની મદનસેના રાણી છે, અને મતિચંદ્ર નામે પ્રધાન છે. તે નગરમાં ઘણા લોક ધનાઢ્ય વસે છે. તેમાં એક મનોરમ નામે શેઠ રહે છે. તેને પોતાની સ્ત્રી સાથે ભોગ વિલાસ ભોગવતાં થકા ચાર પુત્ર થયા. તે શેઠ શેઠાણીને અત્યંત વલ્લભ હતા, પરંતુ શેઠાણી એક પુત્રીની ઈચ્છા કરવા લાગી; કેમકે પ્રાયઃ સ્ત્રીને પુત્રી વલ્લભજ હોય છે. એમ કરતાં કાલાંતરે એક પુત્રી પણ તેને આવી. તે વારે માતાપિતાદિક સર્વ આનંદ પામ્યાં. તે પુત્રી મહાપવતી, ગુણવતી દેખી તેનો દશોટણ કરી બ્રાહ્મણને બોલાવીને કહ્યું કે, આ નગરમાં બીજા કોઈનું જે નામ ન હોય, એવું અપૂર્વ કોઈ નામ હોય તે મને કહો, તો તે નામ હું આ મારી પુત્રીનું રાખું. જોશીએ પણ ગ્રહ નક્ષત્ર જોઈ યુક્તિને બલે કરી તે પુત્રીનું હોલિકા એવું અપૂર્વ નામ દીધું. શેઠે પણ જોશીને સંતોષીને વિદાય કરો. હવે હોલિકા સુખે સમાધે લાલી જતી પાલી જતી બીજના ચંદ્રની પેઠે દિવસે દિવસે વધતી મોટી થતી જે વારે અગીયાર વર્ષની થઈ, તે વારે તેના બાપે લેખનશાળામાં ભણવા બેસાડી. તે થોડા કાલમાં ભણીને ચોસઠ કલામાં પ્રવીણ થઈ. તે વારે તેનાં માતાપિતા વરની ચિંતા કરવા લાગ્યાં, કે જો વયે કરી, વિદ્યાએ કરી, રુ૫ લાવણ્યતાએ કરી એના સરખો વર મલે તો પુત્રી સુખી થાય. એમ ચિંતવી તે શેઠે નગરમાં શોધ કરવા માંડી તે વારે તે ગામમાં દેવદત્ત નામે શેઠની દેવદત્તા નામે સ્ત્રીનો જયદેવ નામે પુત્ર તે મહા રુપવંત, ગુણવંત, પુરુષની બહોંતેર કલાનો જાણ હતો. તેની સાથે હોલિકાનું સગપણ કર્યું. પછી શુદ્ધ લગ્ન જોઈ મોટા મહોત્સવપૂર્વક વિવાહ કર્યો. ઘણો દાયજો આપીને કન્યાને વલાવી દીધી. તિહાં સાસરે જઈ દેવગણા' કરી પોતાના ભરતારની સાથે વિષયસુખ ભોગવતી રહે છે. ઈહાં શિષ્ય ગુરુ પ્રત્યે પૂછે છે કે મહારાજ ! દેવગણા એટલે શું? તે અમને સમજાવો. તે વારે ગુરુ કહે છે કે, દેવસ્થાન તે વ્યવહારે અંતમંગલ જાણવું અને શ્રી હોલિકા ૫૫ 2010_03 Page #71 -------------------------------------------------------------------------- ________________ પાટમહોત્સવ તે આદ્ય મંગલ જાણવું. તિહાં વલી અંતમંગલ બે પ્રકારનું છે. તેમાં એક જિનધર્મનું અંતમંગલ અને બીજું મિથ્યાત્વનું અંતમંગલ. તેમાં જૈનધર્મ-વાલાની પુત્રી પરણીને સાસરે જાય, તે વારે શ્રીજિનમંદિરમાં જઈ ઉત્સવ સહિત દેવ જુહારે, અને ગુરુનો યોગ હોય તો તેને વાંદે, સમકિતાદિક વ્રતનો ઉચ્ચાર કરે, કારણકે જો મિથ્યાત્વીઓનાં ઘરની કન્યા હોય, તો પછી ઘરમાં કદાગ્રહ કરે. ઘરના બીજા માણસોને મિથ્યાત્વ પર ગમાવે. તે કારણે પ્રથમથી સમકિતની શ્રદ્ધા કરાવે. બીજો ભેદ મિથ્યાત્વીની “દેવગણા કરે, તે આવી રીતે, કે - મિથ્યાત્વીઓનાં દેવ દેવીને જુહારે, મિથ્યાત્વીઓના ગુરુની ભક્તિ કરે, ઈત્યાદિ જાણી લેવું. હવે તે હોલિકા સુખસમાધે શ્વશુરના ઘેર રહી થકી કેટલાએક દિવસ પછી પીયરીએ આણા માટે ગઈ. એકદા તેના ભરતારને રાત્રિને સમયે અકસ્માત્ તીવ્ર વેદના થઈ આવી, તેનાથી તે મરણ પામ્યો. તે વારે તેનાં માતાપિતા સાસુ સસરો આદિક હાહાકાર કરતા મોટો પોકાર કરી રોવા પીટવા લાગ્યાં. હોલિકા પણ મહા દુઃખ ધરતી સર્વ પરિવાર સહિત રુદન કરવા લાગી. આખા નગરમાં હાહાકાર થયો. પછી તેનાં મૃતકારજ કરવા માટે અખાત્રીજના ચાર બ્રાહ્મણ જમાડ્યા, પાણીનો લોટો ભરી બારણે નામ્યો, દીવી કરી મૂકી. એમ બાર દિવસ લગણ કરી તેરમે દિવસે જ્ઞાતિ જમાડી. એમજ માસીસો, છમાસી, શ્રાદ્ધ સંવત્સરી, પીત્રીને પાણી આપવું ઈત્યાદિ સર્વ કર્મબંધના હેતુ જે મિથ્યાત્વીઓનાં કૃત્ય છે, તે કયાં. પછી માતાપિતા હોલિકાને પોતાને ઘેર તેડી આવ્યા. ઈહાં સોલ વર્ષની થઈ. એકજ પુત્રી તે વલી બાલવિધવા થઈ, માટે માતાપિતા તેનું ઘણું આદર માન રાખતાં અધિક સ્નેહ ધરવા લાગ્યાં. કહ્યું છે કે : કૃતકર્મક્ષયો નાસ્તિ, કલ્પકોટિશૌરપિ // અવશ્યમેવ ભોક્તવ્ય, કૃતં કર્મ શુભાશુભમ્ / ૧ / એક દિવસ હોલિકા ગોખમાં બેઠી થકી બજારની ચેષ્ટા દેખે છે, એવામાં રાજાનો સામંત જેની તરુણ અવસ્થા છે, કામદેવ જેવો મહા સ્વરુપવાનું છે, તે વંગ દેશના ત્રિભુવનપાલ નામે રાજાનો પુત્ર છે, કામપાલ તેનું નામ છે, તે પોતાના પિતાથી રીસાઈને ઈહાં જેતપુરના રાજાની પાસે આવીને રહ્યો છે. તે પણ બજારમાં ફરતો ફરતો તે વખત ગોખની નીચે આવ્યો. તેની દૃષ્ટિ હોલિકા ઉપર પડી, અને હોલિકાની દૃષ્ટિ તેની ઉપર પડી. તેથી બહુ જણ કામાતુર થયાં. કહ્યું છે કે : પ૬ શ્રી હોલિકા 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ નારી દેહ દીવી કરી, પુરુષ પતંગિયા હોય જગ સઘળું ખૂચી રહ્યું, નીકલે વિરલા કોય // ૧ // નારી મદન તલાવડી, બૂડ્યો સયલ સંસાર / કાઢણહારો કો નહી, બૂડ્યા બુબનિવાર // ર / હવે કામપાલ પોતાને સ્થાનકે ગયો, અને પાછલથી હોલિકા વિહલ થઈ. તેના શરીરમાં કામવર વ્યાપ્યો, તેથી ખાવું, પીવું ભાવે નહીં, નિદ્રા આવે નહીં, કામકાજ ઉપર ચિત્ત લાગે નહીં, નિશાસા મૂક્યા કરે. બેસતાં, ઉઠતાં, સૂતાં, ચાલતાં કાંઈ ચેન પડે નહીં, એવી પુત્રીની અવસ્થા જોઈને તેનાં માતાપિતા ચિંતા કરવા લાગ્યાં, વૈદ્ય બોલાવી વિચિત્ર પ્રકારનાં ઔષધ કરાવ્યાં. દોરા, રાખડી કરાવી બાંધ્યાં, ઉતારણાં કરાવ્યાં, ગ્રહપૂજા કરાવી, “આ ધૂણાવ્યા, તેણે કહ્યું કે એનો ભરતાર બાલ્યાવસ્થામાં મરણ પામ્યો છે, તેનું ફૂલ કરાવો, વેષ પહેરો, વરુંદ જમાડો. (ફૂલ કરાવી એક ઘરના માણસના ગળામાં પહેરાવે છે, તથા લુગડાં એક જાતનાં કરી તેજ વેષ, એક ઘરનો માણસ પહેરે છે, તેમજ વદ જમાડે એટલે તેના નામથી એક ઘરનો માણસ કેટલાએક દિવસ જમે. એ સર્વ રીત ઘણું કરી મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે.) તે કર્યું. તાવીત કરાવ્યાં. એમ અનેક ઉપચાર કરતાં પણ શાતા થઈ નહીં. તે વારે માતાપિતા ઘણાં દિલગીર થયાં. એવામાં શેઠે લોકોના મુખથી એવી વાત સાંભલી જે આ નગરમાં ચંદ્રરૌદ્ર નામે વેદીયા ભટ્ટ ભાંડની ટૂંઢા નામે પુત્રી હતી. તે યૌવન પામી તે વારે તેને એજ ગામનો રહેવાસી કોઈ અચલભૂતિ નામે બ્રાહ્મણ ઘરડો હતો, તે પરણ્યો, પણ થોડા દિવસમાં તે બ્રાહ્મણ મરણ પામ્યો, પછી તેના ઘરમાં કાંઈ ખાવાને ન હતું તેથી તે ટૂંઢા માવિત્રને ઘેર જઈને રહી. કર્મયોગે તેનાં માતાપિતા પણ મરણ પામ્યાં. તે પણ દરિદ્રી હતાં. ઘરમાં કોડી એક મલે નહીં, તેથી તેમના મૃતકાર્ય માટે જ્ઞાતિજમણ પ્રમુખ પણ કાંઈ થઈ શક્યું નહીં. પછી તે સૂંઢા બ્રાહ્મણી તાપસણી થઈને ઘર ઘર ભમતી ભિક્ષામાની આજીવિકા ચલાવવા લાગી, પણ તે ઘણીજ અલખામણી છે, માટે તેના મુખ સામું પણ કોઈ જૂવે નહીં. એમ લાંભાતરાયના ઉદય થકી તેને પૂરી ભિખ પણ ગામમાં મલતી નથી. તેથી રીસે બલતી ફક્યા કરે, તેને વલી બીજી કોઈ તાપસણી મલી, તેની પાસેથી તે સૂંઢા કામણ, ટૂંમણ, મોહન, ઉચ્ચાટન, વશીકરણ, ગર્ભપાત, શ્રી હોલિકા પ૭ 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ ગર્ભાવધારણ, ચૂર્ણ, યોગ, મંત્ર, યંત્ર, તંત્ર ઈત્યાદિક અનેક પ્રકારની વિદ્યાનું શીખીને લોકમાં પ્રસિદ્ધિ પામી. પાલમાં સુખડનું તિલક કરે, દેવીની પૂજા કરે, ગેરુથી રંગેલાં વસ્ત્ર પહેરે, એવી થકી બહુલ ફૂડ કપટ કરતી તે નગરમાં પૂજા પામતી થકી ફરે છે. તેને શેઠે પોતાને ઘેર બોલાવી સ્ત્રી સહિત પગે લાગી આદર સત્કાર આપીને કહ્યું કે હે માતાજી! અમારા ઉપર કૃપા કરીને અમારી એકજ પુત્રી છે તેના દુઃખનું નિવારણ કરો. તમારો ઉપકાર ભૂલશું નહીં. આ પુત્રી જાણે તમે અમને દીધી, એમ કહી પોતાની પુત્રી પાસે તે ટૂંઢાને લઈ આવ્યા. ટૂંઢાએ તેની નાડી જોઈ તેમાં કાંઈ પણ રોગ દીઠામાં આવ્યો નહીં. તે વારે પોતે સ્ત્રીના ચરિત્રની માહિતગાર છે, મહા નિપુણ છે, તેથી હોલિકાને એકાંતે જરા દૂર તેડીને પૂછ્યું કે હે વત્સ ! તારા શરીરમાં કાંઈ રોગ દેખાતો નથી; માટે મારી પાસે સાચેસાચું બોલજે કે, તને શી ચિંતા છે? તું મારી પુત્રી પ્રાય છો તેથી તારા મનની જે વાત હોય તે કહી આપ. હું તારું કામ અવશ્ય પાર પાડીશ. એવું સાંભલી હોલિકા બોલી કે તમે ઘણો આગ્રહ કરો છો તેથી તમોને માતા જેવાં જાણીને હું મારા મનની વાત કહું છું, કે કામપાલ સાથે મારો સંયોગ કરાવો તો હું જીવતી રહીશ, નહીતો થોડા દિવસ માંહે મરણ પામીશ; માટે મારું એ કામ પાર પાડીને મને જીવિતદાન આપો. તે વારે ટૂંઢા બોલી, તું કાંઈ ચિંતા કરીશ નહીં. તારું એ કામ હું થોડા દિવસમાં કરી આપીશ. એમ કહી તેને શાતા ઉપજાવી અને કપટથી એક દોરો કરી તેણે બાંધ્યો તથા સૂર્યદેવની યાત્રા મનાવી માતપિતાને કહ્યું, તમારી પુત્રીને આજથી શાતા થવા માંડશે. તે સાંભલી હોલિકાનાં માતાપિતા પ્રસન્ન થયાં. નિત્ય પ્રત્યે તાપસણીને સારું સારું ખાવા આપે, વસ્ત્ર પ્રમુખ આપે. ટૂંઢા પણ નિત્ય પ્રત્યે આવીને હોલિકાને કપટથી જાડો નાખે. હોલિકા પણ દિન દિન પ્રત્યે કહે કે, મને શાતા છે; પણ ટૂંઢા આવ્યા વિના હોલિકાને ચાલે નહીં. એવી માંહોમાંહે ગાઢ પ્રીતિ દેખીને હોલિકાનાં માતાપિતાએ પોતાના ઘરની પાસે ટૂંઢાને રહેવા માટે એક છાપરું બંધાવી દીધું. તેમાં ટૂંઢા સુખે રહેવા લાગી. શેઠના ઘરથી ખરચી મલે, તેથી ભિક્ષા માગવી મૂકી દીધી. હવે ટૂંઢા કામપાલને જઈ મલી, તેને હોલિકાની વાત કહી, તે વારે કામપાલ રાજી થઈને કહેવા લાગ્યો કે હે માતાજી ! એ કામ આપ પાર પાડી આપો તો હું ૫૮ શ્રી હોલિકા 2010_03 Page #74 -------------------------------------------------------------------------- ________________ તમારો ઉપકાર ક્યારે પણ ભૂલીશ નહીં. ટૂંઢાએ બુદ્ધિ ઉપાર્જી શેઠ શેઠાણીને કહ્યું કે, આવતી ચૌદશને દિવસે સૂરજવાર આવે છે, માટે તે દિવસની એક પ્રહર રાત્રિ ગયા પછી ગામની બહાર શ્રીસૂરજનું મંદિર છે, તિહાં ઘણાં સ્ત્રી પુરુષોને સાથે તેડી વાજતે ગાજતે જઈ હોલિકાને પૂજા કરવી પડશે. તે વાત શેઠ શેઠાણીએ માની. તે વારે ટૂંઢાએ જઈને કામપાલને સર્વ વાતે વાકેફ કરીને કહ્યું કે, તમે ચૌદશને દિવસે સૂર્યના મંદિરની ભમતી માંહે ગુપ્તપણે રહેજો, એવો સંકેત કર્યો. પછી જે વારે ચૌદશ આવી, મેલો ભરાણો, ઘણાં લોક એકઠાં થયાં, તે અવસરમાં હોલિકા પણ પોતાની ભોજાઈઓની સાથે સારાં વસ્ત્ર પહેરીને પૂજાપો લઈ ગાજતે વાજતે ઘણાં લોકોના સમુદાય સહિત મંદિરને બારણે આવી. તિહાં ટૂંઢા બોલી કે એકલી હોલિકાનેજ માંહે જવા દ્યો. તે વારે બીજા લોક બહાર રહ્યાં અને હોલિકા માંહે જઈ છુપી રહેલા કામપાલની સાથે વિષયસુખ ભોગવવા લાગી. એટલામાં તો કોઈ એક પુરુષે દીઠી, તે વારે હોલિકાએ જાણ્યું કે હવે મારી લાજ આબરુ જશે, તેથી કામપાલને કહ્યું કે તું મુજને ધક્કો મારીને ચાલ્યો જાજે. તે સાંભલી કામપાલ પણ દીવાના જેવો થઈને ઘણાં લોકો દેખતાં હોલિકાને ધક્કો મારી આલિંગન દેઈ આ સ્ત્રી મારી છે, એમ કહેતો તિહાંથી નાશી ગયો. તે વારે હોલિકા કપટથી સતીનો ડોલ કરવા સારુ કામપાલના વાંસામાં હાથની થપાટ મારી પ્રહાર દેઈ બૂમ પાડી મોટે સાદે પોકાર કરવા લાગી, જે અહો લોકો! મુજને કુકર્મી પરપુરુષનો સ્પર્શ થયો, તેનું મોટું પાપ લાગ્યું તેની શુદ્ધિ કરવી પડશે. એમ અત્યંત હઠને વિષે તત્પર તથા અત્યંત ગુપ્ત છે કપટ જેનું એવી તે હોલિ, જો પણ અસતી છે તોપણ બહારથી સતી થવા માટે કપટથી મરવાને તૈયાર થઈ, કહેવા લાગી કે, અરે મારો શીલભંગ થયો. તો હવે હું અગ્નિમાં બલી મરું. હવે હું મારે ઘેર જઈશ નહીં; કારણકે સ્ત્રીને તો શોભા માત્ર એક શીલનીજ છે, તેનો તો મારે આ બાલ્યાવસ્થા માંહેજ ભંગ થયો. તો હવે મારે જીવીને શું કરવું છે? હવે મારું જીવવું અયોગ્ય છે. એવી વાત સાંભળી તે હોલિકાનાં માતાપિતા તિહાં આવી પુત્રીને સમજાવવા લાગ્યાં. બીજાં પણ ઘણાં લોક એકઠાં થયાં, અને કહેવા લાગ્યાં કે હે બાઈ ! મેલામાં તો ઘણા પુરુષ તથા સ્ત્રીઓને માંહોમાંહે ધક્કા લાગે છે, માટે એ દીવાના પુરુષના ધક્કાથી શું તારો શીલભંગ થયો ? એથી કાંઈ તારો શીલભંગ થયો નથી. તું તો મહા સતી છો, તે સર્વ લોક જાણે છે. એમ સમજાવીને માતાપિતા તેને પોતાના ઘેર લઈ આવ્યાં. શ્રી હોલિકા ૫૯ 2010_03 Page #75 -------------------------------------------------------------------------- ________________ હવે હોલિકા નિરંતર ટૂંઢા પાસે બેસે, રાત્રે પણ તિહાંજ રહે, અને હોલિકાનાં માતાપિતા તો ટૂંઢાનો ઉપકાર માને છે, જે એણે અમારી છોકરીને જીવતી રાખી છે, તેથી તે કાંઈ પણ ટૂંઢા ઉપર શંકા લાવતાં નથી. હવે રાત્રિની વખતે કામપાલકુમર પણ ટૂંઢાને ઝૂંપડે આવીને હોલિકાની સાથે ભોગવિલાસ કરે તે વાત કોઈ જાણે નહીં. એકદા ફાગુન શુદિ પૂનમને દિવસે હોલિકા અને કામપાલ બહુ ઢુંઢાના ઝૂંપડામાં સૂતાં થકાં વિચારવા લાગ્યાં, જે છ કાને વાત ગઈ હોય તે બહાર પડ્યા વિના રહે નહીં, માટે આ ટૂંઢાની જો કોઈ વારે મારા માતાપિતા ભક્તિ નહીં કરશે, તો એ આપણી વાત જાહેર કરી દેશે, તે વારે આપણી ફજેતી થશે, માટે આજે આપણે એ ટૂંઢાને બાલી ભસ્મ કરી અન્ય સ્થાનકે ચાલ્યાં જઈએ, તો આપણ બેહુને વિયોગનું દુઃખ પણ મટી જાય. એમ ચિંતવી અદ્ધ રાત્રિએ ટૂંઢાનું ઝુંપડું કે જેમાં તે પોતે બે જણા સૂતાં હતાં તે તથા તેની પાસે બીજી એક ઘાસની ઝૂંપડી હતી, તેમાં હોલિના કહ્યાથી સૂંઢા સૂતી હતી તેને નિશંકપણે નિદ્રા આવી ગઈ છે, તે બહુ સ્થાનકોને સલગાવી દીધાં. ટૂંઢા તે માંહે સૂતી હતી તે બલી ભસ્મ થઈ ગઈ અને કામપાલ તથા હોલિકા તેહિજ નગરમાં ક્યાંક એકાંત સ્થાનકે જઈ રહ્યાં. સ્ત્રીના ચરિત્રનો કોઈ પણ પાર પામે નહીં. પ્રભાતે હોલિકાનાં માતાપિતાએ કૃત્રિમ ચિતા દેખીને જાણ્યું, જે હોલિકા બલીને મરણ પામી, ગામનાં લોકો પણ કહેવા લાગ્યાં જે ધન્ય છે આ સતીને કે જેને અજાણપણાથી પુરુષનો હાથ માત્ર સ્પર્શ થયો, તેથી તે અગ્નિશરણ થઈ, માટે એ મરણ પામીને દેવલોકે ગઈ હશે. એવી સતીઓ તો જગમાં કોઈ વિરલીજ નીકલે. એ તો બિચારી તેહિજ દિવસે અગ્નિમાં પ્રવેશ કરતી હતી, પણ એનાં માતાપિતાના કહેવાથી તથા આપણા ગામનાં લોકોના કહેવાથી આટલા દિવસ જીવતી રહી. હવે માતાપિતા પણ બળેલી પુત્રીનાં મૃતકાર્ય કરવા લાગ્યાં. કુટુંબનાં બધાં માણસ ઘણોજ શોક સંતાપ કરવા લાગ્યાં. અહો સતી ! અહો સતી ! અમારા કુલમાં દીપક સમાન, અમારા ઘરમાં તું એક અમૂલક રત્ન હતી, તે તું જતી રહી ! એવો મુખથી ઉચ્ચાર કરીને ઘણા વિલાપ કરવા લાગ્યાં. તેને સતી જાણીને ઘણાં લોક તે બળેલું સ્થાનકે આવી નમસ્કર કરવા લાગ્યાં, ચિતાને પગે લાગતાં હતાં. રાખ ઉપાડી પોતાનાં કપાલે ટીલાં કરતાં હતાં. ઘણાં લોક રાખ ચોપડવા લાગ્યાં. ઘણાં લોક નાળિયેર ફોડી વધેરવા લાગ્યાં. ઘણાં શ્રી હોલિકા ૬O 2010_03 Page #76 -------------------------------------------------------------------------- ________________ લોકો છોકરા છોકરીઓને સાથે સાથે લઈ આવીને તે ચિતાને પગે લગાડીને માનતા કરવા લાગ્યાં. માંહોમાંહે એક બીજાને કહેવા લાગ્યાં કે, એ સતીની ભસ્મ જો શરીરે ચોપડીએ, તો તાપ આદિક અનેક રોગો મટી જાય, અથવા એ રાખનું કાજલ કરી જો આંખમાં આંજીએ, તો આંખના સર્વ રોગ મટી જાય. વલી એ હોલિનો પ્રસાદ જો ખાય તો અપુત્રીયાને પુત્રપ્રાપ્તિ થાય. એવું જાણીને લોક તે હોલિનું ઘણુંજ માહાભ્ય કરવા લાગ્યાં. ઘણાં લોકે હોલિનું વ્રત કરવાનો નિયમ લીધો, ઘણાં લોકોએ હોલિની રાખ લઈ જઈને ધાન્યના કોઠારમાં નાખી, કારણકે જો રાખ નાખશું તો એ ધાન્ય અખૂટ થશે, કે વારે ખૂટશે નહીં અને સદા ભરપૂર રહેશે. એવો નિશ્ચય કયો. રાજા તથા પ્રધાન પ્રમુખને ખબર પડવાથી તે પણ તિહાં આવીને હોલિકાને પગે લાગ્યા અને તેની રાખ લઈ જઈને પોતાના ભંડારમાં ખજાનામાં મૂકી. ઘોડા તથા હાથીઓ પ્રમુખની ઉપર ચોપડી. એવી રીતે તે હોલિકાની યશકીર્તિ નગરમાં પરગણામાં ફેલાતી ફેલાતી ઘણા દેશોમાં વિસ્તાર પામી ગઈ. હોલિકાનાં માતાપિતા પણ કોઈક પ્રકારે હોલિના શોકથી નિવૃત્ત થઈને ઘણા દિવસે હોલિને ભૂલી ઘરનો ધંધો ચલાવવા લાગ્યાં. હવે એકદા કામપાલ હોલિને કહેવા લાગ્યો કે, ધન વિના સંસારમાં જે મનુષ્ય છે, તે જીવતો પણ મુઆ એવો જાણવો, ધન વિના સંસારનાં સુખ પણ ભોગવાય નહીં, માટે હું ધન કમાવા પરદેશ જાઊં છું. એવું પતિનું બોલવું સાંભલીને હોલિ વિચારવા લાગી એની સાથે સુખ ભોગવવા સારુ મેં આ ઉપાય કર્યો. તો હવે જો એ મારો ભરતાર પરદેશ જતો રહે, તો મારે એનો વિયોગ થઈ પડે. તે વારે મારું યૌવન ફોગટ જાય, માટે હું કોઈક એવો ઉપાય કરું કે જે થકી મારો ભરતાર પણ ઘેર રહે, અને ધન પણ મલે. એનું કારણ શોધવા મનમાં વિચાર કરીને પછી કામપાલ પ્રત્યે કહેવા લાગી કે તમે મારા પિતાની દુકાને જઈને મને પહેરવા સારુ અમૂલ્ય વસ્ત્ર વેચાતું લઈ આવો. તે વારે કામપાલ પણ સ્ત્રીના કહેવા ઉપરથી મનોરમ શેઠની દુકાન ગયો અને કહેવા લાગ્યો કે હે શેઠજી ! મારી સ્ત્રી સારુ ઉમદા અમૂલ્ય વેષ પહેરવા માટે વસ્ત્ર વેચાતું આપો. તે વારે શેઠે પણ ઘણું સરસમાં સરસ ઉંચું વસ્ત્ર કાઢીને આપ્યું. તે જોઈ કામપાલ બોલ્યો, કે આ વસ્ત્ર હું મારી સ્ત્રીને દેખાડી આવું, જો તે પસંદ કરશે તો ઠીક, નહીંતર પાછું બદલાવી બીજું લઈ જઈશ. શેઠે તે વાત શ્રી હોલિકા 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ કબૂલ કરી. કામપાલ તે વસ્ત્ર લઈ સ્ત્રી પાસે આવ્યો. સ્ત્રીએ કહ્યું, આ મારે કામ નહી આવે, તે વારે કામપાલ તે વસ્ત્ર લઈ ફરી શેઠની દુકાને જઈ બદલાવી બીજું લઈ ગયો. તે પણ સ્ત્રીએ પસંદ કીધું નહીં. એમ ચાર વખત સ્ત્રીએ સાડી બદલાવવા ભરતારને શેઠની દુકાને મોકલ્યો. ચોથી વારે શેઠે કહ્યું કે અરે ભોલા! તું પણ આવી આવી પાછો ફરી જાય છે, અને મને પણ ખોટી કરે છે, માટે તું તારી સ્ત્રીને અહીંયા લઈ આવે તો તે પોતે આવી કોઈ તપાસીને જે તેને સારું લાગશે તે લઈ જશે. તે વારે કામપાલ પોતાની સ્ત્રીને તેડીને શેઠની દુકાને આવ્યો. શેઠ વસ્ત્ર બતાવવા લાગ્યો, અને કામપાલની સ્ત્રીનું મુખ જોઈ વિસ્મય પામતો વારંવાર તે સ્ત્રીનું મુખ જોવા લાગ્યો, તે જોઈ કામપાલ બોલ્યો કે આપ મોટા વૃદ્ધ માણસ થઈને મારી સ્ત્રીના મુખ સામું વારંવાર જૂવો છો, તેનું શું કારણ છે? તે વારે શેઠ આંખોમાંથી આંસુ નાખતો ગદ્ગ સ્વરે બોલ્યો, હે ભાઈ ! મારી દીકરીના જેવીજ આ બાઈ દેખાય છે. હું તો એને દેખીને જાણું છું, જે આ મારી પુત્રીજ છે, પણ મારી પુત્રી તો મરણ પામી, તેને આજ ઘણા દિવસ થઈ ગયા. આજ એને દેખીને મારી દીકરી મને યાદ આવી. જે થકી મારી આંખમાં આંસુ આવ્યાં. તે વારે કામપાલ બોલ્યો, કે ઈગિત આકાર ઉપરથી સરખે સરખાં દીઠામાં આવે એવાં પૃથ્વીમાં ઘણાં માણસો દેખાય છે. વળી તમે શું નથી જાણતા ? જે પ્રથમ સૂર્યદેવને દેરે તમારી પુત્રીને દેખીને મને મારી સ્ત્રીનો ભ્રમ પડ્યો હતો અને આજ મારી સ્ત્રીને દેખીને તમને તમારી પોતાની પુત્રીનો ભ્રમ પડ્યો, માટે હે શેઠ! મારી સ્ત્રી અને તમારી પુત્રી, એ બહુનું રુપ એક સરખુંજ છે. જે માટે સરખે સરખાં રુપ પણ જગત્માં ઘણાંનાં થાય છે. ઈહાં બીજું કાંઈ કારણ દેખાતું નથી. તમોને નકામો ભ્રમ પડે છે, પણ ઈહાં ભ્રમ પડવા જેવું કાંઈ કારણ નથી. એ વાત સાંભલી શેઠ હર્ષવંત થઈને બોલ્યો જે આજ પછી તારી સ્ત્રી તે મારી પુત્રીને સ્થાનકે હો, કારણકે મેં એને મારી પુત્રી કહી, માટે મારી તો આજથી એ પુત્રી સમાન થઈ ચૂકી. તે વારે કામપાલ બોલ્યો, આપ તો ભાગ્યશાળી છો, માટે આપની તો આ પુત્રીજ છે, કારણકે જગતમાં જે ભાગ્યશાલી પુરુષ હોય, તેની તો બહેન ન હોય, તો તે ધર્મની બહેન કરી લીએ છે. જો પુત્રી ન હોય તો તે પુત્રી પણ ધર્મની કરી લીએ છે. જો ગૃહસ્થને પુત્રી ન હોય તો ઘર શોભે નહીં. વલી પુત્રી વિના માતાપિતા શ્રી હોલિકા ૬ ૨ 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ લાડ કોડ કોના પૂર્ણ કરે? એવું કામપાલે કહ્યું, તે વારે હોલિકા પણ બોલી કે હે પિતાજી ! મારે પણ પિયરમાં કોઈ નથી અને આપને પુત્રી નથી, માટે મને પુત્રી કરી રાખો. તે વારે શેઠ મોહનીયકર્મને વશ થયો થકો તે હોલિકાને પોતાને ઘેર લઈ આવી વસ્ત્ર ભૂષણ આપીને ભોજનાદિક સામગ્રી પૂરવા લાગ્યો, અને એક જગા રહેવા માટે દીધી, અને પોતાની સ્ત્રીને શેઠે કહ્યું કે આપણી એજ પુત્રી અને એજ જમાઈ જાણજો, માટે એનીજ આગતાસ્વાગતા કરો. તે સાંભળી શેઠાણી આદિક સર્વ કુટુંબ ખુશી થયું, અને હોલિકા પણ સુખે સમાધે પિતાને ઘેર કાલ નિર્ગમન કરવા લાગી. જે માટે સમુદ્રને ભુજાબલે તરી પાર પામીએ, પણ સ્ત્રીના ચરિત્રનો પાર કોઈ રીતે ન પામીએ. - હવે ટૂંઢાનો સંબંધ કહે છે - એકદા તે નગરમાં મરકીનો રોગ ઉપન્યો તેથી ઘણાં લોક મરવા લાગ્યાં. નગરનિવાસી જન સર્વ વ્યાકુળ થયાં તે વારે રાજાદિક સર્વ લોક મલી બલિબાકુલા લઈને નગરની બહાર આવી બલિબાકુલા ઉછાલી શાંતિ કરીને સર્વ લોક બોલ્યા કે હે દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, ભૂત, વ્યંતર ! જે હો તે સુખે બોલો. અમે તમારી માનતા પૂજા કરશું, તમે અમારો રોગ મટાડો. તે વારે આકાશમાં વાણી થઈ કે તે લોકો ! હું કહું છું તે રીતે જો કરો, તો તમારો રોગ મટે. તમે હોલિકાને તથા કામપાલને ભાંડો. એનું હલકું બોલો. હાલ જે તમે હોલિને સતી કરી માનો છો, તે હવે નહીં માનો, પણ એને અસતીની પેરે બોલાવો. મહા સુદિ પૂનમથી તે ફાલ્ગન શુદિ પૂનમ સુધી કામપાલનું રુપ નગ્ન બનાવીને ચૌટે ચૌટે બેસાડો, ભૂંડા વચન બોલો. ભાઈ, બહેન, પિતા, પુત્ર, માતા, બેટી, સર્વ કોઈ માંહોમાંહે મલીને ખોટાં અસભ્ય વચન બોલો, ધૂલ ઉડાડો, માંહોમાંહે ઘણી મશ્કરી ઠઠા કરો, કુંઆરા તથા પરણ્યા હોય તે સર્વ કોઈ કામપાલની પૂજા કરો. ભૂંડું દેખાડવા માટે ફાગણ શુદિ પૂનમની રાત્રે હોલિને બાલો, કામપાલનું ૫ ભાંગો, વિખોડી નાખો, બીજે દિવસે ધૂલ પડવો કરીને ધૂલ ઉડાવો. એવી આકાશવાણી સાંભળીને સર્વ લોક હાથ જોડી બોલ્યા જે હોલિકા તો મહા સતી છે, તેને તમે એવા ભૂંડાં વચને બોલાવવાની અમોને સૂચના શા વાસ્તે કરો છો ? વલી આપ કોણ છો ? તે કહો. તે વારે આકાશથી દેવી બોલી કે અહો લોકો! આ હોલિકા જે વારે માંદી હતી, તે વારે એનાં માતાપિતાએ ટૂંઢા તાપસણીને બોલાવી હોલિકાના રોગની પૂજા કરાવી, પણ ટૂંઢાએ તેની નાડી જોઈ તો કાંઈ શ્રી હોલિકા 2010_03 Page #79 -------------------------------------------------------------------------- ________________ રોગ ન હતો. તે વારે હોલિને એકાંતે પૂછ્યું જે હે બાઈ ! સાચું કહે, તુજને શું છે? તે વારે હોલિકા બે હાથ જોડી ઢૂંઢાને પગે પડીને કહેવા લાગી જે મને કામપાલકુમર સાથે મેલાપ કરાવી આપો, નહીંતર મારા પ્રાણ છૂટી જશે. તે વારે ઢૂંઢાએ કામપાલની સાથે મેલાપ કરાવ્યો. પછી ઢૂંઢાની સાથે વિશ્વાસઘાત કરી ફાગણ શુદિ પૂનમની રાત્રે તેને સૂતી બાલીને પોતે બેહુ જણ નગરમાં છાનાં જઈ રહ્યાં. વલી કેટલેક કાલે શેઠને મલ્યાં. શેઠે પણ તેને પોતાને ઘેર રાખ્યાં છે. તેઓની આગતાસ્વાગતા કરે છે. તેજ હોલિકા પોતાના બાપને ઘેર કામપાલની સાથે હજી પણ વિષયસુખ ભોગવે છે. તે તમે ગામનાં લોક સર્વે નજરે જૂઓ છો. હવે હું ઢૂંઢા તાપસણી અકામ નિર્જરાને યોગે શુભ ભાવથી મરણ પામીને વ્યંતર નિકાયમાં દેવીપણે ઉપની છું. તે દેવી હું ફરતી ફરતી જે વારે અહીં આવી, તે વારે આ નગરની ઉપર પ્રીતી ઉપની, દિલ લાગી રહ્યું. તે વારે અવધિજ્ઞાને કરી જોયું, તો મેં મારા પૂર્વલા ભવ દીઠા અને હોલિકાનાં કૃત્ય સર્વ જાણ્યાં. તે વારે ગુણની પછવાડે અવગુણ કરવા, એવી દુષ્ટ હોલિકા ઉપર મને રીસ ચડી, જે માટે મેં એનો વિયોગ મટાડ્યો, ભરતારનો સંયોગ કરાવી આપ્યો, એના પ્રાણ જતા હતા તે રાખ્યા, તો તેણેજ મને બોલી ભસ્મ કરી, તેથી એની ઉપર રોષ ચડ્યો. તથા બીજો વલી આ નગરનાં લોક મારી નિભ્રંછના કરતા હતાં અને ભિખ પણ આપતાં ન હતાં, તેના ઉપર પણ ક્રોધ ઉપન્યો, તેથી મેં મરકીના રોગનો ઉપદ્રવ કરચો, માટે તમે આજ પછી વર્ષોવર્ષ હોલિની નિભ્રંછના કરો, તથા જે નવા પુત્ર જન્મે, અને જેટલા નવા પરણે, તે સર્વ જન હોલિએ ‘ઢૂંઢણા' કરે (હોલિને દિવસે નાના છોકરાને પાટલા ઉપર બેસાડી તેની આગલ બીજા પાંચ પાંચ વર્ષના પાંચ છોકરા તેડી લાવીને તેના એક હાથમાં એકકો પાપડ આપે, અને બીજા હાથમાં લાકડાની તરવાર આપે, પછી તે છોકરો પાપડની ઉપર કાષ્ટની તરવાર મારતો જાય, અને ઢૂંઢો, ઢૂંઢો, એમ મુખથી કહેતો જાય) એ ‘ઢૂંઢણાની’ ચાલ માલવા તથા મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે. એટલું મારું નામ રાખો. એવી દેવીની વાણી સાંભલીને રાજાદિક સર્વ બોલ્યા, અમે તમારું વચન સત્ય કરીશું. તમારા કહેવા પ્રમાણે વર્ષોવર્ષ કરતા જઈશું. તે સાંભલી વ્યંતરી દેવી ખુશી થઈ, અને ફૂલોનો વરસાદ વરસાવ્યો, મરકીની શાંતિ કરી. લોક સહુ પોતપોતાને સ્થાનકે ગયાં. હવે હોલિકાનો સંબંધ મેલવે છે. મહા શુદિ પૂનમને દિવસે કામપાલ ૬૪ શ્રી હોલિકા 2010_03 Page #80 -------------------------------------------------------------------------- ________________ અને હોલિકાના સંબંધની વાત નક્કી કરીને વદિ ચૌદશને દિવસે સૂરજના દેરાસરમાં એમનો મેળાપ કરાવ્યો, માટે વચમાંના ચૌદ દિવસ વિયોગ રહ્યો. ફાલ્યુન શુદિ પૂનમે ટૂંઢાને બાલી તેથી હોલિને બાલવી ઠરાવી. પછીએ હોલિ કરવાની રીત દેશોદેશ વિસ્તાર પામી. સર્વ લોક હોલિ કરવા લાગ્યાં. કેમકે પાપનાં કામ કરવાની વાત હોય, તો તે કરવા માટે તરત સહુ કોઈને રુચિ થાય. વલી એ કામમાં તો વિષયની લાલસા ઘણી છે, તેથી ઘણાં લોક એ કાર્ય કરવા લાગ્યાં. એ મહીનામાં લજજાભય, રાજભય પણ લોકો રહેતો નથી. હે શિષ્ય ! આ પંચમ કાલના ભારીકમ જીવોને માટે એવાં દુષ્ટ પર્વો પ્રચલિત થયાં છે. એવી વાત ગુરુના મુખથી સાંભલીને ફરી શિષ્ય બોલ્યો કે હે સ્વામી ! એ હોલિકાએ પૂર્વે શું પુણ્ય ઉપાર્જન કર્યું હતું? કે જેના બલથી વ્યંતરી એને કાંઈ પણ ઉપદ્રવ કરી દુઃખ દેવાને સમર્થ ન થઈ ? અને હોલિકા સુખીજ રહી ? વલી બાલપણામાં ભરતાર મરણ પામ્યો, તેનો વિયોગ દીઠો, તેનું કારણ કહો. તે વારે ગુરુ કહેવા લાગ્યા કે : - પૂર્વે પાડલીપુર નગરમાં ઋષભદત્ત નામે શેઠ રહેતો હતો. તેની ચંદના નામે સ્ત્રી હતી. તેને બે પુત્ર થયા. તેની ઉપર એક દેવી એ નામે પુત્રી થઈ. તે ૫ લાવણ્ય ગુણે કરી યુક્ત હતી. તે જે વારે આઠ વર્ષની થઈ તે વારે માતાપિતાએ તેને ભણાવી. પછી તે કન્યા માતાની સાથે સામાયિક, પડિક્કમણાં, પોસહ આદિક ધર્મકરણી કરે. યથાશક્તિએ વ્રત નિયમ પાલે. હવે તેની પડોશમાં બ્રાહ્મણાદિક મિથ્યાત્વી લોક વસે છે, તે મિથ્યાત્વીઓની છોકરીઓ ભેગી એ પણ બેસે, ઉઠે, ફરે, બ્રાહ્મણ કથા વાંચે, તે પણ કોઈક વખતે સાંભળે. યદ્યપિ તે કન્યા પોતે જિનધર્મ પાલે છે, તો પણ સંગતથી મિથ્યાત્વને આદર આપે. જેમકે જેઠ શ્રાવણ મહિનામાં નીકલતી ગણગોર પૂજવાથી સારો વર મલે, પુત્રપ્રાપ્તિ થાય, ધન ધાન્ય ઘણું થાય, એવી વાતો ચે. એકદા કુમરી મનમાં વિચારવા લાગી જે જિનધર્મમાં શ્રીવીતરાગ દેવ છે, તે તો કોઈને ભલો ભૂંડો કરે નહીં, અને સાંખ્યદર્શનમાં તો બ્રહ્મા જગનો કર્તા છે, વિષ્ણુ સાર સંભાલ કરે, શિવ સંહાર કરે; માટે જો ઈશ્વર પાર્વતીની પૂજા કરીએ અને જો તે તુષ્ટમાન થાય, તો મન માનતાં સાંસારિક સુખ મલે. એવું ચિંતવીને ગણગોર પ્રમુખ મિથ્યાત્વીઓનાં પર્વોને આદરતી થઈ. (જેઠ ભાદરવા માસમાં મારવાડ તથા માલવા દેશોમાં ગણગોર કાઢે છે.) હવે જો પણ દેવીનાં શ્રી હોલિકા ૬૫ 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ માતાપિતા તેને ઘણુંએ વર્ષે અને કહે કે તું મિથ્યાત્વીઓનાં પર્વારાધન મ કર, ચિંતામણિરત્ન સમાન શ્રીજૈનધર્મ હાથમાં આવ્યો, તેને નાખી દઈને કાચનો કટકો મ ઉપાડ, તથા અમૃતનો પ્યાલો મૂકીને વિષનો પ્યાલો ઉપાડ નહીં, જો વિષપાન કરીશ તો દુઃખી થઈશ. ઈત્યાદિક ઘણી યુક્તિથી માવિત્રે સમજાવી, તોપણ મિથ્યાત્વીના અતિ પરિચયથી તેણે કાંઈ માન્યું નહીં, અને મિથ્યાત્વીઓનાં પર્વ આરાધવા લાગી. જેમ જેમ મિથ્યાત્વી લોક વખાણે, તેમ તેમ ખુશી થાય. પછી તેનાં માતાપિતાએ તેને પરણાવી, તે થોડાજ કાલમાં મરણ પામીને શેઠની પુત્રી હોલિકા નામે થઈ, અને કથા વાંચનાર વ્યાસની જે દીકરી હતી કે જેની સાથે હોલિકા પણ બાલ્યાવસ્થામાં મિથ્યાત્વીનાં વ્રત કરતી હતી, તે બ્રાહ્મણી મરણ પામીને ટૂંઢા થઈ. તથા દેવી કુમારીએ કિંચિત્માત્ર જિનધર્મ આરાધ્યો, તેના યોગે કિંચિત્ સુખ મલ્યું, અને વ્રતભંગ કર્યો, તેથી બાલપણામાં રંડાપો પામી પૂર્વ ભવની મિત્રાઈથી ટૂંઢાએ કામપાલ સાથે મેલાપ કરી દીધો. ટૂંઢાએ જેવાં કૃત્ય કર્યાં, તેવાં તેનાં ફલ પણ તરત પામી. એ હોલિકા અહીંથી કાલ કરીને ઘણો સંસાર ભમશે. તથા તે કથાનો વાંચનાર બ્રાહ્મણ મરીને કામપાલ થયો. એ પણ હજી ઘણો સંસાર ભમશે. એવી રીતે હોલિનું પર્વ ઉત્પન્ન થયું છે. તે પ્રમાણે હમણાં પણ પરમાર્થશૂન્ય જે અજ્ઞાની લોકો છે, તે છાણાં, લાકડાં પ્રમુખનો, એક હોરીનો, બીજો દોસીનો એવા બે ઢગલા કરીને હોલિપર્વને કરે છે. તથા ધૂલ ઉડાવવી, મલ મૂત્ર છાંટવાં, રાસભ ઉપર ચઢવું, અસભ્ય વચન એટલે દુર્વચન બોલવાં, સ્ત્રી મનુષ્યને પીડા ઉપજાવવી, કદર્થના કરવી, માંહોમાંહે હાસ્ય મશ્કરી કરવી, વાજાં ઈત્યાદિ ક્રિયા કરવી. તે સર્વ કર્મ અનર્થદંડનું કારણ જાણવું. એ દ્રવ્યહોલિ છે, તે ઉત્તમ પુરુષને ત્યાગવા યોગ્ય છે. ધર્મી મનુષ્યને તો ભાવ હોલિ આ પ્રમાણે કરવી, તે કહીએ છીએ. જાગ્રત તપ: અગ્નિ લઈને કર્મોનાં દલિચાપ જે છાણાં તેને બાળી નાખવાં તથા ધર્મધ્યાનરુપ પાણીથી ખેલ કરવો, શુભ ભાવનારુપ જલે કરી ક્રીડા કરવી. નવતત્વરુપ ગુલાલ ઉડાડવો, પાંચ સમિતિરુપ પિચકારી હાથમાં લઈને ઉપશમલરુપ છંટકાવ કરવો. એ પ્રકારે ઉત્તમ પુરુષને ભાવહોલિ કરવી તથા ખેલવી, પણ ભવ્ય જીવે દ્રવ્યહોલિની તો સામું પણ જોવું નહીં, હોલિ ખેલવી નહીં; એ પાપપર્વ મિથ્યાત્વની વૃદ્ધિ કરનારું છે, સંસારવૃદ્ધિનું દાતા છે. ગુરુ શ્રી હોલિકા 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ કહે છે કે જો શ્રાવકને હોલિ કરવી હોય તો પૂર્વોક્ત દ્રવ્યહોલિ ન કરવી, પરંતુ વર્ષમાં ત્રણ ચોમાસી આવે છે, તેમાં ફાલ્ગુન ચોમાસી હોલિને દિવસે આવે છે, માટે તે વખત ચૌદશ અને પૂનમ મલી બેહુ દિવસ છઠ્ઠ ફરીને બે ઉપવાસ કરવા, પોસહ કરવો. સર્વ સંઘે એકઠા થઈને મોટા મહોત્સવ સહિત ભગવાન્ આગલ પૂજા ભણાવવી, માંગલિકનાં પદ બોલવાં અબીલ, ગુલાલ, કુંકુમ, ચંદનનાં છાંટણા કરવાં, પછી સ્વામીવાત્સલ્ય કરવું. એવી રીતે હોલિ કરવી. એટલે તપોરુપ અગ્નિ સલગાવીને કર્મરુપ છાણાં બાલવાં, રાગ દ્વેષરુપ કાષ્ઠ બાલવાં, ધ્યાનરુપ મંત્ર જપવા, ઈત્યાદિક શુભ કરણી કરવી. તથા ગ્રંથાંતરે વલી એમ પણ લખ્યું છે કે, વ્યંતરીને જે વારે પાછલો ભવ સાંભરચો, તે વારે તેણે જાણ્યું જે આ નગરનાં લોક મહા દુષ્ટ છે; કારણકે મને કોઈ વારે પૂરી ભિક્ષા પણ આપતાં ન હતાં. એમ ચિંતવી ક્રોધવંત થઈ થકી લોકોને ચૂરવા માટે તે નગરની ઉપર આકાશમાર્ગથી એક મોટી શિલા વિર્તી. હોલિકાનું પુણ્ય પ્રબલ હતું તેથી તેને મારવા માટે કાંઈ ઉપાય ચાલ્યો નહીં, અને શિલા દેખી લોક સર્વ ભય પામતાં થકાં તેની સામે ધૂપ પ્રમુખ કરી બલિબાકુલા ઉછાલી પૂજા કરવા લાગ્યાં. તે વારે તે વ્યંતરી કોઈક રીતે મુખથી બોલી જે અહો લોકો ! મારાં પીયરિયાં ભાંડ હતાં, અને સાસરિયાં ભરડા હતાં. તે બહુ કુલ ઉપર મને ઘણો સ્નેહ રહ્યો છે, માટે ભાંડ અને ભરડા ટાલીને બીજા સર્વ લોકોને હું મારી નાખીશ. તે સાંભલી સર્વ લોકે વિચારવું જે આપણે પણ ભાંડ થઈએ તો એ મારશે નહીં. એમ મરણની બીકથી સર્વ લોકોએ રુડા કુલની મર્યાદા મૂકીને ભાંડપણું આદરયું, જે વચન બોલવા યોગ્ય ન હતાં, તેવાં નિર્લજજ વચન બોલવા લાગ્યાં, દુષ્ટ વાજાં વજાવતાં ભાંડ જેવાં થયાં. વલી બીજે દિવસે શરીરે રાખ અને ધૂળ લગાડી કાદવ ચોપડીને ભરડા સરખાં થયાં. તે દિવસ પછી વર્ષોવર્ષ હોલિને બીજે દિવસે લેટી પર્વ પ્રવસ્યું. તે વારે તે વ્યંતરી સર્વ લોકોને ભાંડ ભરડા દેખીને પ્રસન્ન થઈ થકી પોતાને સ્થાનકે ગઈ. એવી રીતે સદ્ગુરુ કહે છે કે હે ભવ્યો ! મિથ્યાત્વરુપ લૌકિક હોલિ પ્રવર્તી, તે કર્મબંધનરૂપ જાણવી. એ કોઈ રીતે કલ્યાણકારી નથી, માટે તે પરિહરવી. સૌભાગ્યપણું, સંપૂર્ણ આયુષ્ય, નીરોગતા, આશ્ચર્યકારક સંપદા, ઉપમારહિત રુપપણું, જગત્માં યશકીર્તિની પ્રસિદ્ધતા, ઠકુરાઈપણું, હાથી, ઘોડા, રથ, પાયક યુક્ત રાજ્યલક્ષ્મી, પંડિતાઈ, ચતુરાઈ, વિવેકપણું ઈત્યાદિ સંપદાનો જો અભિલાષ શ્રી હોલિકા 2010_03 ૬૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ કરો તો એ દુષ્ટ દુર્ગતિના દાતાર એવા મિથ્યાત્વીઓનાં પર્વોનો ત્યાગ કરો, અને શ્રીજિનધર્મનું સેવન કરો. જે થકી સર્વ પ્રકારનાં પૂર્વોક્ત સુખ પામીને પરભવે સ્વર્ગાપવર્ગ પ્રત્યે પામો. તે કારણે ભવ્ય જીવોએ પોતાના આત્માના સુખને માટે શ્રીવીતરાગ દેવનો ઉપદેશેલો ધર્મ સેવન કરવો. સામાયિક, પોસહ, પડિક્કમણું, વ્રત, પચ્ચખાણ, ભગવંતની પૂજા, ગુરુવચન, વ્યાખ્યાનાદિક ધર્મ આરાધન કરવો. - વલી ગુરુ કહે છે કે જે પ્રાણી બલતી હોલિની જાલમાં એક મુષ્ટિ ગુલાલની નાખે તો તેને દશ ઉપવાસનું આલોચણ આવે, તથા જો એક લોટો પાણીનો રેડે તો એકસો ઉપવાસનું આલોયણ આવે, મૂળ નાખે તો પચાસ ઉપવાસનું આલોચણ આવે, છાણાં નાખે તો પચ્ચીશ ઉપવાસ, એક ગાલ બોલે તો પન્નર ઉપવાસ, ગીત ગાય ફાગ ગાય તો દોઢસો ઉપવાસ, ડફ વજાવે તો સિત્તેર ઉપવાસ, એક છાણું નાખે તો વીશ ઉપવાસ, છાણાંનો હારડો કરી નાખે તો સો વાર બલી મરવું પડે, શ્રીફલ નાખે તો હજાર વાર બલી મરવું પડે, એક સોપારી નાખે તો પચ્ચાસ વખત બલી મરવું પડે, ધૂલ રાખ નાખે તો પચ્ચીશ વખત બલી મરવું પડે, હોલિનો ખાડો ખોદે તો સો વાર બલી મરવું પડે, હોલિમાં લાકડા નાખે તો હજાર વખત બલી મરવું પડે, હોલિ સલગાવે તો હજાર વખત ચંડાલના કુલમાં ઉપજવું પડે, એક વાર બાલે તો દશ હજાર વખત બલી મરવું પડે, હોલિની પૂજા કરે તો બલી મરવું પડે. વલી જે પુરુષ હોલિભૂખ્યો રહી વ્રત કરે, તે એક હજાર વખત મ્લેચ્છના કુલમાં ઉપજે. એ રીતે સર્વ પાપોથી હોલિનું પાપ ઘણું છે, સરાગ વચનથી, ઘણા અનાચારથી, છક્કાયની હાનિના દોષથી, દારુ, ખોટ, તટકીયા, ભૂગલાં, ભાઠાં, ઈંટાલાં ઘણાં બલે છે તથા લોક પોતપોતામાં બાધી મરે, આપસમાં લડાઈ કરે, તેથી ઘણાનાં માથાં ફૂટે, ઈત્યાદિકથી પાપ ઉપજે છે, ઘણા ગરીબ લોક શાપ આપે. ઈત્યાદિક અનેક અનર્થ થાય તે સર્વ પાપના હેતુ છે, માટે ધર્મિષ્ઠ પ્રાણીને હોલિની જવાલા પણ જોવી યોગ્ય નથી. નવકાર ગુણવા, બેલાં કરવાં, અને હોલિના ફિતુરથી જીવને દૂર રાખવો, જે માટે “લાખે એક લખેસરી, સોએ એક સુજાણ II ધર્મી થોડા, અસરાપ થોડા, સિંહ થોડા, હંસ થોડા, સાધુ થોડા, સુજાણ થોડા, ગંભીર થોડા, વાતના રાખનાર થોડા, દાતાર થોડા” માટે અનર્થરુપ પાપ ન કરવું, હોલિ બની ન જોવી, અંતઃકરણમાંથી અજ્ઞાનદશા કાઢી નાખવી. || ઈતિ હુતાશનીપર્વવ્યાખ્યાન સંપૂર્ણમ્ II શ્રી હોલિકા ६८ 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ [૮] અથ શ્રીદીવાલી કલ્પનું બાલાવબોધરુપ વખાણ પ્રારંભ વીર વિશ્વેશ્વર દેવું, નત્વાડહં ભક્તિભાવતઃ ॥ દીપાલિપર્વવ્યાખ્યાનઃ બાલબોધ કરોમિ વૈ ।। ૧ ।। અર્થ :-શ્રીવીર ભગવંતને ભક્તિભાવથી નમસ્કાર કરીને દીવાલી પર્વનું વખાણ બાલબોધ રુપે કરું છું. તિહાં પ્રથમ એ પર્વ કેમ થયું ? તેનું કારણ કહીશું. બીજું એ પર્વને દિવસે શાં શાં કામ કરવાં ? તે કહીશું. ત્રીજું એ પર્વ આરાધવાનું ફલ કહીશું. એ ત્રણ અધિકાર ગ્રંથાંતરથી લખશું. તેમાં પ્રથમ એ દિવાલી પર્વ કેમ થયું ? તે કહીએ છીએ. સ્વર્ગપુરી સમાન એવી ઉજજયણી નગરી છે, તેમાં સંપ્રતિ રાજા રાજ્ય કરે છે. તે રાજા મહાપ્રતાપવંત ત્રણ ખંડનો ભોક્તા છે. તે નગરીમાં જીવંત સ્વામીની પ્રતિમા મહાપ્રભાવિક છે. તેને વાંદવા માટે શ્રીસુહસ્તિ નામે આચાર્ય તિહાં આવ્યા હતા. તિહાં એકદા શ્રીજિનેશ્વરની રથયાત્રાનો વરઘોડો નીકલ્યો છે. તેની સાથે સુહસ્તિસૂરિ પણ શ્રીસંઘ સહિત રાજમાર્ગે ચાલ્યા જાય છે. એવામાં સંપ્રતિ રાજા ગોખમાં બેઠા છે, તેમણે સુહસ્તિસૂરિને દીઠા. તેથી તેને જાતિસ્મરણજ્ઞાન ઉપજ્યું. તે વારે પૂર્વભવે એ આચાર્ય મારા ગુરુ હતા, એમ જાણવામાં આવ્યાથી તરત ગોખ થકી ઉતરી, નીચે આવી આચાર્યને પ્રદક્ષિણા દઈ વાંદીને વિનય કરી પૂછવા લાગ્યો કે, હે સ્વામી ! તમે મુજને ઓલખો છો ? આચાર્યે કહ્યું કે હે રાજન્ ! તુજને કોણ નથી ઓલખતું ? તું રાજા છો, તે તો સર્વ કોઈ જાણેજ છે. ત્યાં રાજા બોલ્યો હે ભગવન્ ! તે જાણવાનું તો હું નથી કહેતો. એવું સાંભલી આચાર્ય શ્રુત ઉપયોગ દઈ બોલ્યા કે હે રાજન્ ! મેં તુજને ઓલખ્યો છે, જે તું મારો શિષ્ય થયો હતો. તે વારે રાજા બોલ્યો હે સ્વામી ! હું જાણતો નથી, જે મુજને ચારિત્ર તે કેમ ફલીભૂત થયું ? આચાર્ય બોલ્યા કે હે રાજન્ ! જે વારે સાધુઓ ગોચરી ગયા, હે તે શ્રી દિવાલીકલ્પ 2010_03 ૬૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ વારે તેઓને ભક્તિથી લોક આહાર વહોરાવતા હતા. તે દેખીને તું ભિક્ષુકનો જીવ હતો તેથી મનમાં વિચારવા લાગ્યો, જે હું માગતો ફરું છું, તે છતાં પણ મુજને કોઈ લોક આપતાજ નથી, અને અમને લાડવા આપે છે. તો હું પણ એમને ત્યાં જઈ લાડવા માગું. એ સાધુઓને કાંઈ ત્રોટો નથી, એમને તો ઘણાએ લાડવા મલે છે, એમ ચિંતવી તું અમારે ઉપાસરે ખાવાની લાલચે આવ્યો, અને અમારી પાસે ખાવાનું માગ્યું, તે વારે અમે તુજને કહ્યું, કે તું જો અમારા જેવો થા, તો અમે ખાવા આપીએ. તેં પણ વિચારવું જે જો હું એના જેવો થાઉં, તો મને ખાવા માટે સારું મલે. એવું ધારી તેં દીક્ષા લીધી. અમે તુજને લાડવા ખાવા આપ્યા. પછી તે પણ પેટ ભરચા ઉપરાંત ઘણાજ લાડવા ખાધા, તેથી તુજને વિષૅચિકા થઈ, સાધુ સર્વ તારી વૈયાવચ્ચ કરવા લાગ્યા. તે વારે તેં ભદ્રક પરિણામે એવું જાણ્યું, જે આ ભેખ પણ ઘણોજ રુડો છે. એમ ભેખની અનુમોદના કરી પુણ્ય બાંધ્યું. પછી તેજ રાત્રિમાં મરણ પામી પુણ્યપ્રભાવથી તું અહીં સંપ્રતિ રાજા થયો. ચારિત્રને રુડું કહ્યું તેનું આ ફલ થયું. એવું સાંભલીને રાજા ગુરુ ઉપર અત્યંત પ્રીતિ ધરતો થકો બોલ્યો કે હે પ્રભો! આપણા પ્રભાવથી એ રાજ હું પામ્યો છું, તો હવે એ રાજ્ય તમેજ લ્યો. આચાર્ય બોલ્યા કે હે રાજન્ ! અમારે એ રાજ્યની ઈચ્છા નથી. અમે તો આ અમારા શરીરની પણ ગરજ રાખતા નથી, તો વલી રાજને શું કરીએ ? એ રાજ્ય તમારા પુણ્યથી તમને મલ્યું છે, તો હવે ફરી પણ તમે સમકિત ધારણ કરો, અને શ્રીજિનશાસનની પૂજા, પ્રભાવના કરી ધર્મ દીપાવો, સદ્ગુરુની પાસે ધર્મ સાંભલો. દાન, શીલ, તપ અને ભાવરુપ ચાર પ્રકારનો ધર્મ કરો. વલી એ ધર્મ પર્વદિવસે વિશેષે કરો. તે સાંભલી રાજા બોલ્યો કે હે સ્વામી! પર્યુષણાદિક પર્વ તો શ્રીજિનઆગમમાં પ્રસિદ્ધ છે, પરંતુ દીવાલી પર્વ ઉપર સર્વ લોક ઉત્તમ રુડાંરુડાં વસ્ત્ર ઘરેણાંદિક પહેરે છે, અને હાર વૃક્ષાદિકને પૂજે છે, માટે એ પર્વ તે કેવી રીતે થયું છે ? તે કૃપા કરી કહો. તે વારે આચાર્ય કહેવા લાગ્યા કે હે રાજન્ ! એ પર્વ ઉત્પન્ન થવાનું કે કારણ હું તુજને કહું છું, તે તું ઉપયોગ રાખીને સાંભલ. આ ભરત ક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નામે નગરને વિષે સિદ્ધાર્થ નામે રાજા, તેની ત્રિશલા દેવી નામે પટ્ટરાણી, તેની કૂખે પ્રાણત દેવલોક પુષ્પોત્તર વિમાનથી ચવીને ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર શ્રીવીર આવી શ્રી દિવાલીકલ્પ ૭૦ 2010_03 Page #86 -------------------------------------------------------------------------- ________________ ઉપન્યા. તે વારે ત્રિશલા રાણીએ ચૌદ સુપન દીઠાં. અનુક્રમે ચૈત્ર શુદિ તેરશને દિવસે જન્મ થયો. છપ્પન્ન દિક્કુમારિકા તથા ચોસઠ ઈંદ્રે જન્મમહોત્સવ કરચો. જન્મ થયા પછી માતાપિતા ધનધાન્યાદિ સર્વપ્રકારે વધ્યાં, તેથી તેનું વર્ધમાન એવું નામ પાડ્યું. તથા પરિસહથી અને દેવતાથી ભય ન પામ્યા, માટે દેવતાઓએ શ્રીમહાવીર એવું નામ પાડ્યું. અનુક્રમે યૌવન પામ્યા, તે વારે ભોગસમર્થ જાણીને માતાપિતાએ યશોદા નામે કન્યા પરણાવી. એમનો કાકો સુપાર્શ્વ હતો, વડો ભાઈ નંદીવર્ધન હતો, સુદર્શના નામે બહેન હતી. હવે યશોદા સ્ત્રી સાથે સુખ ભોગવતાં થકા તેમને પ્રિયદર્શના નામે પુત્રી થઈ. એવા પરિવારે પરણ્યા થકા જે વારે અઠ્ઠાવીશ વર્ષના થયા, તે વારે માતા-પિતા દેવલોક પહોંચ્યાં, તેથી ગર્ભમાં છતા ભગવંતે અભિગ્રહ કહ્યો હતો જે માતાપિતા જીવતાં ચારિત્ર લેશું નહીં, તે અભિગ્રહ સંપૂર્ણ થયો. તથાપિ મોટા ભાઈ નંદીવર્ધનના કહેવાથી બે વર્ષ વલી પણ ગૃહવાસે રહ્યા. પછી લોકાંતિક દેવ આવી બોલ્યા કે હે ભગવન્ ! તીર્થ પ્રવર્તાવો. તે વારે ભગવાન સંવત્સરી દાન આપી, છટ્ટનું તપ કરી મોટા મહોત્સવથી ચંદ્રપ્રભા પાલખીમાં બેસી માગશિર વદિ દશમીને દિવસે પાછલે પહોરે દીક્ષા લેતા હતા. તિહાં મન:પર્યવજ્ઞાન ઉપજ્યું. બીજે દિવસે કોલ્લાગસન્નિવેશ ગામે જઈ પારણે ક્ષીરનું ભોજન કરવું. સર્વ મલી સાડાબાર વર્ષ તપ કરવું. ગોવાલીયાના, શૂલપાણિ યક્ષના, સંગમદેવના ઉપસર્ગ સહ્યા. અને ઋજુવાલુકા નદીને તીરે શ્યામાક કુટુંબીના ક્ષેત્રમાં શાલ્મલી વૃક્ષની નીચે શુક્લધ્યાન ધ્યાવતા ગોદોહિકાસને બેઠા, છઠ્ઠ તપે કરી વૈશાખ શુદ દશમીએ ઘાતિકર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. દેવે સમવસરણ રચ્યું, ચોસઠ ઈંદ્ર આવ્યા, ઇંદ્રભૂતિ આદિક અગીયાર ગણધર થાપ્યા, તેના નવ ગચ્છ થયા. ચૌદ હજાર સાધુ, છત્રીશ હજાર સાધ્વીઓ, એક લાખ ઓગણસાઠ હજાર શ્રાવક, ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓ આદિક પરિવાર થયો. અને દીક્ષા લીધા પછી એક ચોમાસુ અસ્થિગ્રામે, ત્રણ પૃષ્ઠચંપામાં, વાણીયગ્રામે વિશાલ નગરીની નિશ્રાએ બાર ચોમાસા, રાજગૃહીના નાલંદાપાડે ચૌદ ચોમાસા, મિથિલામાં છ ચોમાસા, ભદ્રિકા નગરીમાં બે ચોમાસા, આલંભિકાપુરીમાં એક ચોમાસુ, પ્રણીતભૂમિમાં અનાર્ય દેશ મ્લેચ્છ દેશમાં એક ચોમાસુ, સાવચ્છીમાં એક ચોમાસુ તથા છેલ્લું અંતનું એક ચોમાસુ પાવાપુરીએ હસ્તિપાલ શ્રી દિવાલીકલ્પ 2010_03 ૭૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ રાજાની સભામાં કર્યું. તિહાં ભગવંતે પોતાનું આયુ સ્વલ્પ જાણી ભાષાવર્ગણાનાં પુદ્ગલ અધિક હતા માટે લોકના હિતને અર્થે સોલ પહોર પર્યત દેશના દીધી. એવામાં પુણ્યપાલ રાજા આવ્યો, તેણે પૂછ્યું કે હે ભગવન્! મેં આઠ સ્વપ્નાં દીઠાં તેનાં નામ કહું છું. પ્રથમ સ્વપ્ન જૂની શાળામાં હાથી દીઠો, બીજે સ્વપ્ન વાંદરો ચાલતા કરતો દીઠો, ત્રીજે ક્ષીર વૃક્ષને કાંટા દીઠા, ચોથે કાગડો ઘણા પાણીથી ભરેલા સરોવરને છોડી સ્વલ્પ પાણીમાં સ્નાન કરતો દીઠો, પાંચમે સિંહનું મડદુ દેખી બીજા જનાવર વેગલાં રહે પણ પાસે ન આવે. છઠે કમલ ઉકરડે ઉગતું દીઠું, સાતમે ઉખર ક્ષેત્રમાં બીજ વાવતો દીઠો, અને આઠમે સ્વપ્ન સોનાનો કુંભ મલીન ભગ્ન થયેલો દીઠો. માટે હે ભગવન્! એ સ્વપ્નોનો થ્થો અર્થ છે? તે કહો. તે વારે ભગવાન બોલ્યા કે હે રાજન્ ! એ સ્વપ્નોનું ફલ હવે પાંચમાં આરામાં વર્તશે તે હું કહી સંભળાવું છું. પ્રથમ સ્વપ્ન જે જૂની શાળામાં હાથીઓ રહે છે. તે જૂની શાલા પડતે થકે તેમાંથી કાઢવા માંડ્યા તોપણ કેટલાએક હાથીઓ નીકલ્યા નહીં તે વિનાશ પામ્યા. તથા કેટલાએક તે શાલાથી સંક્ષોભ પામીને નીકલ્યા તે વિનાશ ન પામ્યા. એવું જે સ્વપ્ન દીઠું તેનું ફલ કહું છું. આ પાંચમાં આરામાં દુઃખ, દૌર્ભાગ્ય, દીનપણું, રોગ, પીડા, તે સમાન વિષમ જૂની શાલા જેવો ગૃહસ્થાવાસ જાણવો. તેમાં હાથી સરખા ધર્માર્થી શ્રાવક જાણવા. તે એવા થશે કે ગૃહસ્થાવાસમાં રહ્યા થકા મહા દુઃખ દેખશે, તોપણ દીક્ષા લેશે નહીં, અને જો લેશે તો પાછા મૂકી દેશે, પરંતુ વ્રતરુપિણી નવીન શાલામાં જઈ અવિદનપણે રહેશે નહીં. જૂની શાલામાંજ પડ્યા રીબાશે. કદાપિ કોઈએક સપુરુષ ગૃહસ્થાવાસરુપ જીર્ણ શાલામાંથી નીકળીને ચારિત્ર ગ્રહણ કરશે, તો તેમાં પણ ઘણા ભગ્નપરિણામી થશે. યથાર્થ ચારિત્રમાં રહી શકશે નહીં. કોઈ વિરલા પુરુષજ સાધુ થઈને આગમાનુસારે ઘર સંબંધી સંક્લેશની અવગણના કરી દીક્ષા લઈ કુલીનપણા માટે ચારિત્રનો નિર્વાહ કરશે. એ ભાવાર્થ જાણવો. જીરણ શાલા રક્ત થયા, હસ્તી તણા સમાજ // તસ ક્ષોભે શાલા પડી, ગુંજી રહ્યા ગજરાજ // ૧ / પડતાં કોઈક નીકલે, કોઈક રહે સંક્ષોભ // ઘણા ત્રાસ પામે તિહાં, વલી થોડા અક્ષોભ // ૨ // || ઈતિ પ્રથમ સ્વપ્ન છે. શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #88 -------------------------------------------------------------------------- ________________ જીરણ શાલા સ્થાનકે, ઘોર ગૃહસ્થાવાસ // તિહાં મુનિવર ગજ સારિખા, ન તજે ગૃહનો પાસ // ૩ // ઘર મૂકે તોપણ ધરે, ઘણા ઘણાની આશ // નિજ ચારિત્ર થકી પડી, કરેજ વ્રતનો નાશ / ૪ / શ્રાવક તે પણ ધર્મથી, રહિત હોશે અતિ મંદ / દીક્ષા લઈ નહીં પાલશે, ફરી ગ્રહેશે ગૃહકુંદ // પ // સંક્લેશ પામી કરી, હોશે ભગ્ન પરિણામ // વિરલા સાધુ હોશે વલી, થિરતાએ કોઈ ઠામ // ૬ // સંક્લેશ દૂરે કરી, આગમને અનુસાર / દીક્ષા લઈને પાલશે, નિર્વહશે વ્રતભાર / ૭ // | ઈતિ પ્રથમ સ્વપ્નફલ / હવે બીજા સ્વપ્નમાં, કોઈક સ્થાનકે ઘણા વાનરોનો સમૂહ છે. તે વાનરાનો સ્વામી પોતાના શરીરે વિષ્ટાનો લેપ કરે છે, તેમ ટોલામાંહેલા વાનરા પણ પોતાના શરીરે વિષ્ટાનો લેપ કરે છે. એવું તે વાનરાઓનું અપચન દેખીને લોકો તે વાનરાની હાંસી કરે છે. તેને વાનરા કહે છે કે એ વિષ્ટા કાંઈ અપવિત્ર નથી, એ તો ગોશીષચંદન સમાન છે, તથા કેટલાક વાનરા તે વિષ્ટાને અપવિત્ર જાણી નથી લીપતા, તેના ઉપર વલી બીજા વાનરા રોષ કરે છે, ખીજે છે, કે તમે કેમ વિષ્ટા નથી લાપતા? જે એવું સ્વપ્ન દીઠું, તેનું ફલ કહે છે કે ચંચલ વાનરાની પેઠે ચપલાત્મા, અલ્પસત્ત્વવાલા એવા અને જ્ઞાનક્રિયાને વિષે અનાદર કરનારા, શિથિલાચારી, ચલપરિણામી યતિઓ થશે. અને વાનરાના યુથનો અધિપ જે વાનરો કહ્યો, તેની પેઠે ઈહાં ગચ્છના અધિપતિ આચાર્ય જાણવા. તે સાવદ્ય સેવનરુપ દુષ્ટ કર્મ તતૂપ અશુચિ જે વિષ્ટા, તેણે કરી પોતાના આત્માને લીપશે, અને બીજા પણ તે આચાર્યની પાસેના રહેનારા જે શિષ્ય પ્રમુખ હશે, તે પણ અશુચિપ સાવદ્ય કર્મે કરી લીપાશે. તે વારે અયોગ્ય પ્રવૃત્તિ અનાચાર દેખીને લોક તેમની હાંસી કરશે. તે સાંભલી પ્રવચનના નિંદક તે હાંસી કરનારાઓને એમ કહેશે કે, અમે જે આચરીએ છીએ તેની ગહ નિંદા કરવી યોગ્ય નથી, અમે તો સાક્ષાત્ કૈવલ ધર્મનું અંગ આચર્યું છે, એવું કહેશે. શ્રી દિવાલીકલ્પ ૭૩ 2010_03 Page #89 -------------------------------------------------------------------------- ________________ હવે તે શિથિલાચારીઓ પાસે બેસનારા બીજા કેટલાએક વલી સાવદ્ય સેવન નહીં કરે એવા થશે. તેમની તે શિથિલાચારી સાધુઓ હાંસી મશ્કરી કરશે. જેમ કોઈ ગ્રામીણ લોક થકા નગરવાસી લોકોની હાંસી મશ્કરી કરે, તેની પેરે તે શિથિલાચારીઓ પણ સાવધના ત્યાગી એવા જે સાધુઓ હશે તેને કહેશે કે, અગીતાર્થ યત્કિંચિત્કર મૂર્ખ છે એવી હાંસી કરશે. એ રીતના વિષમ સાધુ આગામિક કાલે થશે. અર્થાત્ માથું મુંડાવ્યા પછી ચપલ વાંદરાની પેઠે ઢીલા થશે, થોડું ભણીને અભિમાન કરશે, નવાનવા વેષ બનાવશે, ક્રિયા પાલવામાં ઢીલા થશે. તેને કોઈ ઉત્કૃષ્ટ માર્ગે ચાલનારા શિખામણ આપશે કે તમે અવિધિમાર્ગમાં કેમ પડ્યા છો ? અને જૂઠી પરંપરા કેમ ચલાવો છો ? તે સાંભલી તે લિંગીઓ તથા તે લિંગીઓના ભરમાવેલા ગૃહસ્થો મલીને જેમ કાગડા નગરના લોકની હાંસી કરે, તેની પેઠે શુદ્ધ માર્ગે ચાલનારાને કહશે કે, જૂઓ ! આ ઉત્કૃષ્ટ ચારિત્રીયા થયા છે. હમણાં પાંચમા આરામાં ચારિત્ર છેજ ક્યાં ? એવી રીતે ભ્રષ્ટાચારી વાંદરાની પેઠે ચપલાઈ કરશે. એ બીજા સ્વપ્નનું ફલ ॥ ૨ ॥ ત્રીજે સ્વપ્ને છાયાએ સહિત નવપલ્લવ થયેલું જે ક્ષીર વૃક્ષ, તેની નીચે સિંહના ઘણા બાલક પ્રશાંતરુપે બેઠા દીઠા. તેમનાં લોકો વખાણ કરે છે, પ્રશંસા કરે છે, તેની પાસે બાવલનું વૃક્ષ છે, તેની નીચે કૂતરાના બાલક ક્રીડા કરે છે. એવું જે સ્વપ્ન દીઠું તેનું ફલ પ્રભુ કહે છે કે હે રાજન્ ! ક્ષીર વૃક્ષની જેવા શ્રાવક જાણવા. એટલે જે ક્ષેત્રમાં સાધુનો વિહાર પ્રવર્તે, તેવા ક્ષેત્રમાં રહેનારા શ્રાવક તે ક્ષીર વૃક્ષ જેવા જાણવા. અર્થાત્ ભલા, જ્ઞાનક્રિયાવાન્ જે સાધુ તેની ભક્તિ બહુમાન કરનારા, શ્રીજિનશાસન પ્રભાવક, સાત ક્ષેત્રે ધન વાવરનારા દાતાર, ધર્મનું દાન દેવાને તત્પર, સાધુને રાખવાને વિષે તત્પર, ચારિત્રીયાના રાગી એવા ક્ષીર વૃક્ષ જેવા શ્રાવક, તેને ઘણા સિંહના બાલક સમાન એવા નિત્યવાસી પાસસ્થા, ઉસન્નાદિક સાધુઓતે રુંધી રહ્યા છે, સંક્લેશ પમાડી બીજાને ખાવા વાંછે, તે માટે કૂતરા પ્રાય બીજા પણ ગચ્છવાસીઓ તે પોતે લોકોને રંજવાને અર્થે પાખંડરુપી થઈને સાધુપણું દેખાડશે. તેથી કેટલા એક લોક તથાવિધ દેખી કુતૂહલ પામ્યા થકાજ એવા પાખંડીઓની સેવા કરશે, તેની પ્રશંસા કરશે, તેમને ધર્મના અધિકારી કરી થાપશે. તે પાખંડીઓનાં વચનના અધિકારી થશે. ગચ્છની પરંપરા ચલાવશે. એવી રીતે તે પાખંડીનું વચન પ્રમાણ કરવાથી ત્યાં કોઈ એક ધર્માત્મા શ્રાવક અનાચાર જાણી શ્રી દિવાલીકલ્પ ૭૪ 2010_03 Page #90 -------------------------------------------------------------------------- ________________ તે પાખંડીનો ત્યાગ કરશે. એવા ભાવિક જે ધર્મને વિષે શ્રદ્ધાવાન થઈને પ્રવર્તશે તેવા ઉત્તમ જીવોની વલી તે લિંગી પાખંડી લોક હેલના કરશે. કૂતરાની પેરે હેલવા યોગ્ય કરશે, એકવાર શુદ્ધ ધર્મને કહેવે કરીને નિર્ભર્ત્યના કરશે, શુદ્ધ ધર્મના કહેનારને કુલિંગીઓ હેલશે, જે સુકુલને વિષે રહેશે તે વાચાલ સમાન પ્રતિહાસ્યના કારણ થશે, અવજ્ઞા કરી હેલવા યોગ્ય થશે. આ દુષમારક વશે કરીને ધર્મના જે ગચ્છ છે, તે સિંહના બાલકની પેરે દુષ્ટ થશે. ભાવાર્થ એ છે જે ભલા, જ્ઞાનનિક્રયાવાન સાધુ હોય તેના ભક્તિવંત શાસનના પ્રભાવક સાત ક્ષેત્રે ધન વાપરનારા મુનિજનોને વલ્લભ એવા ક્ષીર વૃક્ષ સમાન જે શ્રાવક તેમને દ્રવ્યલિંગી સાધુઓ કંટક સરખા થઈને ભલા મુનિની સંગત કરવા દેશે નહીં. સૂત્રપરંપરાએ ચાલનાર સાધુઓની પાસે જનારા રુડા શ્રાવકોને તે વેષધારીઓ દ્વેષથી કહેશે કે તમે અમારા ગચ્છના છો, માટે અમોને છોડીને ક્યાં જાઓ છો ? ત્યાં જશો તો ભ્રષ્ટ થઈ જશો. ઈત્યાદિક વચન કહેશે. મત્સર ધરતા તેને વલગી રહેશે. તથા ભલા મુનિઓને દેખીને તે વેષધારીઓ કહેશે કે આ તો બગલા ભક્ત થઈ ફરે છે. ગચ્છને ઉઠાવી નાખીને બાપડા સાધુ થયા છે. સાધુપણું તો આ પાંચમા આરામાં છેજ ક્યાં ? એવા બોલ બોલતાં, પોતાનો ગચ્છ થાપન કરતા, ભલા ક્ષેત્રમાં સાધુને આવવા દેશે નહીં. એવા કાંટા સરખા દ્રવ્યલિંગી થશે. એ ત્રીજા સ્વપ્નનું ફલ કહ્યું ॥ ૩ ॥ હવે ચોથા સ્વપ્નમાં કોઈક કાગડાનું ટોલું તૃષાવંત થકું વાવડીના તટની સન્મુખ જતું છતું વચમાં કોઈ કુત્સિત સર તલાવ દેખીને જે વારે તિહાં જવા માંડ્યું, તે વારે તે ટોલામાંહેલા કોઈક કાગડાએ તેમને વારસ્યું કે, અરે ! ત્યાં પાણી નથી તોપણ તેની વાત અણમાનતા થકા તે કાગડા કુત્સિત સરમાં ગયા. તિહાં સર્વ વિનાશ પામ્યા. હે રાજન્ ! એ સ્વપ્નનું ફલ સાંભલ. જે અત્યંત ગંભીર એવા ભલા અર્થના ભાખનારા, તથા ઉત્સર્ગ તે સર્વથા નિયમ અને અપવાદ તે યથાશક્તિએ નિયમ કરવા એવા માર્ગને વિષે કુશલ, ઘેલા નહીં, પણ ઘેલાની પેઠે રાજાને ન્યાયે કરીને રહેલા, કાલોચિત ધર્મે સંયુક્ત, ઉપાસરાને વિષે અનિશ્રિત એવા સુસાધુ મુનિરાજની પરંપરા તે વાવડીને સ્થાનકે જાણવી, અને અત્યંત વક્ર, જડ, ઘણા કલંકે કરી સંયુક્ત પણ ધર્માર્થી માટે ધર્મને વિષે શ્રદ્ધાએ કરી સંયુક્ત તે બાપડા ભલા માર્ગથી વિપરીત એવો જે શ્રી દિવાલીકલ્પ 2010_03 ૭૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મ તેના કરનારા, અધર્માચારી, દુષ્ટાનુષ્ઠાનને વિષે રક્ત, માઠી પરિણતિએ અપરિક્ષપણાને વિષે દુષ્ટ માર્ગે પ્રવર્તતા એવા લોક તે કર્મબંધને કારણે દુષ્ટ મૂઢ ધાર્મિક વાયસ જેવા જાણવા. એવા પુરુષો તે સુસાધુપ વાવડી તરફ જતાં થકા માર્ગની વચમાં કુલિંગીરુપ કુત્સિત તલાવ દેખીને તે માર્ગ ભણી જશે, તે વારે મૂઢ ધર્મને કોઈ ગીતાર્થ કહેશે કે, અરે ભોલાઓ! તમે જે ધર્મમાં પ્રવર્તી છો, તે ધર્મ એ ન હોય, કેમકે કર્મબંધની હેતુભૂત એવી માઠી પરિણતિ જ્યાં વ, ત્યાં અનુવાદ પ્રવર્તનાએ ધર્મપણું ન હોય, માટે ધર્મનો આભાસ માત્ર પણ એમાં નથી, તોપણ તે લોકો ગીતાર્થનું વચન અણમાનતા પાખંડીના ધર્મને વિષે જશે. તેવા પુરુષો વાયસની પેઠે વિનાશ પામશે, સંસારમાં પડશે. તેમાં વલી જે પુરુષ પૂર્વોક્ત વાવ્ય સરખા ગીતાર્થ ગુરુનાં વચન માનશે તે શુદ્ધ ધર્મના થાપનાર થશે. એ ચોથા સ્વપ્રનું ફલ કહ્યું || ૪ || હવે પાંચમાં સ્વપ્નનું ફલ કહે છેઃ અનેક જીવે કરી આકુલ એવું જે વિષમ વન, તેમાં એક મૃતક સિંહનું કલેવર છે, પણ તેનું કોઈ ભક્ષણ કરતું નથી. શિયાલીયા પ્રમુખ પણ તે મૃતક સિંહનો વિનાશ કરતા નથી, અનુક્રમે તે સિંહના કલેવરને વિષે કીડા ઉપન્યા. તે દેખીને શિયાલીયા પ્રમુખ જીવ પણતેને ઉપદ્રવ કરે છે, એવું સ્વપ્ન દીઠું તેનું ફલ હું કહું છું, તે તું સાંભલ. સિંહપ પ્રવચનસિદ્ધાંત જાણવો અને જિહાં ધર્મના જાણકાર સ્વલ્પ પુરુષો છે એવું આ ભરત ક્ષેત્રપ વન જાણવું. જેમાં પ્રકર્ષપણે કોઈ વિરલાજ સુગુરુના રુડા પરીક્ષક થઈને ધર્મના ધોરી થકા સિંહના કલેવરરુપ છે, અને પરતીર્થીઓ જે પોતાના અંગીકાર કરેલા કુધર્મ તેને વિષે રક્ત જિનપ્રવચનના પ્રત્યેનીક તેરુપ વ્યાપદનો સમૂહ એટલે તે વનચર જીવોનો સમૂહ જાણવો. તેણે એવું માન્યું છે, જે એ શ્રીજિન સંબંધી પ્રવચન જે છે, તે અમારી પૂજા સત્કાર દાનાદિકના ઉચ્છેદ કરનાર છે. તે માટે ય તકત્ પ્રવૃત્તિઓ કરી, અર્થના અનર્થ પ્રવર્તાવતા, એવા વિષમ કુમાર્ગને અંગીકાર કરીને રહેલા જે જનો, તકૂપ થાપદે કરી સંકુલિત છે તે વ્યાપદરુપ પ્રત્યેનીક જનોના ભયે કરીને યદ્યપિ તે પ્રવચનરુપ સિંહકલેવર ઉપદ્રવ પામેલું નથી, તોપણ તેના અતિશયનો અભાવ થવાથી સિંહકલેવરનું નિ:પ્રભાવપણું થશે. અન્ય તીર્થીની સાથે સ્વતીર્થીની માંહોમાંહે પ્રીતિ થશે. કાલભાવના દોષે કરી સુસ્થિતપણું થશે. તથા તે ૭૬ શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ સિંહકલેવરમાં જે કાલાંતરે કીડા પડ્યા, તે એમાંજ રહ્યા થકા પ્રવચન નિર્ધદ્ધસ લોક એવા દુષ્ટ ઉપજશે જે માંહોમાંહે પોતે જ પોતાના ધર્મને નિંદશે, ભંડના કરશે, તેથી જિનશાસનની લઘુતાઈ દેખાડશે કે જે દેખીને અન્યદર્શની જે જિન ધર્મના પ્રત્યેનીક લોકો છે, તે એવું કહેશે કે શ્રાવકોને પણ માંહોમાંહે એક પરંપરા દેખાતી નથી. એવી રીતનાં વચન પાખંડી લોકો કહેશે, તથા નિશ્ચય નિરતિશેષ એજ પ્રવચન માંહે કશો અતિશય નથી, તે માટે તે પ્રત્યેનીક લોક નિર્ભયપણે પ્રવચનને ઉપદ્રવ કરશે. એટલે પાંચમા આરાને વિષે શ્રીજિનશાસન તે સિંહકલેવરની પેઠે તપોલિબ્ધિ, જ્ઞાનાતિશય ઈત્યાદિ પ્રભાવથી રહિત થશે તોપણ જેમ સિંહના મડાને દેખી શિયાલીયા પ્રમુખ શ્વાપદ દૂર નાસી જાય, તેમ જૈનના શુદ્ધ મુનિઓના પ્રભાવની આગલ અન્યદર્શનીઓ કુતીર્થીઓરુપ શિયાલીયાં ઊભાં રહી શકશે નહીં. તેમજ પાસત્યાદિક શિયાલીયાં ઊભાં રહી શકશે નહીં. તથાપિ નાના પ્રકારના સ્વચ્છંદાચારીઓ અનેક પ્રકારની વિપરીત પ્રપણા ગ્રંથ સમાચારીઓ રચીને ભિન્ન ભિન્ન કરી નાખશે. તે પાસત્યાના પ્રચારથી કુતીથીઓ પણ પીડા ઉપજાવશે. ઈતિ પંચમ સ્વપ્નફલ / પ / છઠે સ્વપ્ન કમલ જે છે, તે પદ્મ સરોવરાદિક મોટા સ્થાનકમાં ઉગે, તેને બદલે ઉકરડાના ઢગલા ઉપર કમલ ઉગ્યું દીઠું તે પણ સર્વત્ર ઉકરડાના ઢગલાઓ ઉપર નહીં, પણ કોઈ કોઈ ઉકરડાની ઉપર ઉગેલું દીઠું, તે પણ વલી જેવું જોઈએ તેવું રમણિક ન હતું, પણ થોડું સમીચીન અને ઘણું કુત્સિત હતું. તેનું ફલ કહે છેઃ ઈહાં સરોવરને સ્થાનકે ધર્મક્ષેત્ર જાણવું. અથવા ઉત્તમ કુલ જાણવું. તેને વિષે ધર્મની પ્રતિપત્તિ જોઈએ, તે પદ્મ સરોવર જેવું કહેવાય, પણ પાંચમા આરાને વિષે તો જે સરોવરરુપ ક્ષેત્રને સ્થાનકે રાજા પ્રમુખ ઉત્તમ કુલના પુરુષરૂપ જે સાધુ શ્રાવકનો સંઘ તે તો કુશીલ સંસર્ગી, પતિતપરિણામી થકો ધર્મરુપ કમલને વર્જશે, અને ઉકરડારુપ પ્રત્યંત ક્ષેત્રને સ્થાનકે ઈહાં નીચ કુલપ ક્ષેત્ર જાણવું, એટલે નીચ કુલમાં પણ સર્વત્ર નહીં, પરંતુ કોઈ કોઈ જાતિવિશેષમાં ધર્મ પ્રવર્તશે. અર્થાત્ જે જીવ આજીવિકાના દોષે કરી દુઃખી થકા લોકે નિંદિત થકા રીસ પ્રમુખ દોષે કરી દુષ્ટ હોવાથી પોતાનો આત્માર્થ સાધી ન શકે એવા કૂડકપટથી ભરેલા વણિકાદિ કુલ માંહેલા કોઈક ભાગને વિષે કદાગ્રહરૂપ સંસાર વધારનાર એવો લેશમાત્ર ધર્મ પ્રવર્તશે. ઈતિ ષષ્ઠ સ્વપ્નફલમ્ | ૬ | શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #93 -------------------------------------------------------------------------- ________________ સાતમે સ્વપ્ન કોઈએક કષણી દુર્વિદગ્ધ ભૂમિ ઉપર ભૂમિને સુક્ષેત્ર જાણતો થકો તથા સાર યોગ્ય બીજને અયોગ્ય અસાર જાણતો થકો અને અયોગ્ય અસાર બીજને યોગ્ય સારબીજ જાણી તેને વાવીને અંકૂરા નીપજાવવા લાગ્યો. તેમાં કોઈ દૈવપ્રયોગથી શુદ્ધ બીજ આવી જાય છે તો તે કાઢી નાખે છે, પણ સુક્ષેત્રને વિષે સુબીજ વાવતો નથી. તેનું ફલ ભગવાન્ કહે છે. ઈહાં કર્ષણીને સ્થાનકે દાનધર્મની રુચિવાલા પુરુષ જાણવા. તે મૂર્ખ લોક પાત્ર કુપાત્રની પરીક્ષા કર્યા વિનાજ ભેખધારીઓ તથા શુદ્ધ સાધુઓ એ બન્નેને સરખા માનશે અને કહેશે કે આપણને તો સર્વ સરખાજ છે. સર્વ જગાએ ધર્મ છે, એમ બોલતા કુપાત્રને પાત્ર જાણી દાન દઈ અનંત સંસાર વધારશે. એવા દાનના દેનાર થશે, અથવા અબીજરૂપ જે કુસાધુ હશે, તેને સાધુની બુદ્ધિએ દુર્વિદગ્ધ ગ્રહણ કરશે. અસ્થાનકને વિષે અવિધે થાપશે. જેમ કોઈ કષણી અબીજને શુદ્ધ બીજ કરી માને, અને શુદ્ધ બીજને અબીજ કરી માને, જેમાં કીડા પ્રમુખ તેંદ્રિય જીવ ઘણા ઉપજે, તેમાં જો કોઈ શુદ્ધ બીજનો અંકૂરો પ્રગટ થાય, તો તે વિખેરી નાખે, તેને રાખે નહીં. અથવા અન્ય પક્ષે શુદ્ધ અંકૂરને ચતુષ્પદાદિક જીવો ઉચ્છેદી નાખે. એમ અજાણ મૂર્ખ લોક ધર્મની શ્રદ્ધાએ કરી જો સુપાત્રને પામશે, તોપણ અવિધિ અબહુમાન આદે દઈને એવી રીતે કરી નાખશે કે જે થકી પુણ્યરુપી આ અંકૂરા સફલ નહીં થશે. ઈતિ સપ્તમ સ્વપ્નફલમ્ lol - આઠમે સ્વપ્ન પ્રાસાદના શિખરને વિષે ખીરોદકે ભરેલો અને સૂત્રાદિકે શોભાયમાન કંઠવાલો એવો કલશ છે. તેની પાસે વલી બીજભૂમિને વિષે ગલા રહિત ઠોબર સમાન બાંડો ભાંગેલો ઘટ છે. હવે કાલે કરી તે સારો કલશ પોતાના સ્થાનક થકી ચલાયમાન થઈને તે ભાંગેલા ઘટની ઉપર પડ્યો. તેથી તે સારો કલશ ભાંગી પડ્યો, તેનું ફલ ભગવાન્ કહે છે. પ્રથમ ઉગ્ર વિહાર કરી વિહાર કરતા થકા પૂજા પ્રતિષ્ઠા પામેલા એવા પ્રાસાદ શિખરભૂમિ સ્થાનકે રહેલા જે સાધુઓ તે કાલને દોષે કરીને પોતાનું સત્તર ભેદે સંયમરુપ જે સ્થાનક તેથી ચલ્યા. ઉત્સત્રીભૂત થયા થકા શીતલવિહારી મંદવિહારી થશે. તે વારે બીજા પાસત્યાદિક ભૂમિએ રહ્યા અઢાર પાપસ્થાનરુપ ભૂમિરજે કરી અત્યંત લીપાણા એવા અસંયમ સ્થાનકે રહ્યા ભાંગેલા ગલાવાલા ઘટપ્રાય નિષણપરિણામી જે હશે, તેનાથી પૂર્વે કહ્યા જે સુસાધુ તે જો પણ ટલતા શ્રી દિવાલીકલ્પ ૭૮ 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ થકા રહેશે, તોપણ અન્યત્ર વિહારક્ષેત્રના અભાવથી ભાંગેલા ઘડાના જેવા જે પાસત્યાદિક છે તેની ઉપર પડીને પીડાને કરશે. શેષ ક્ષેત્ર અકર્મે પડ્યા થકા નિર્ધદ્ધસપણે કરી સુક્ષેત્ર વર્જીને તેમને સંક્લેશના કરનારા થશે. તિહાં તે માંહોમાંહે વિવાદ કરતા થકા બેહુ જણ સંયમથી ભ્રષ્ટ થશે, વિનાશ પામશે, કેટલાએક તપગારવી થશે, કેટલાએક ક્રિયાને વિષે શિથિલ થશે. મત્સરવશે કરીને અસ્પર્શધમી થશે, ધર્મને પૂંઠ દેશે. કેટલાએક જો પણ વલી ઘેલા નથી, તોપણ તે ઘેલાની પેઠે રાજાની કથાને દૃષ્ટાંતે પાસત્કાદિકની સાથે રહીને આત્માનો નિર્વાહ કરશે. એટલે એ ભાવ જે જ્ઞાનાદિક ગુણ સહિત ચારિત્રવંત સુવર્ણ કળશ જેવા મુનિ થોડા થશે, તેમના મનમાં પણ કાલના પ્રભાવથી લિંગીઓના પ્રચારથી મત્સરદોષપણું લાગશે. એમ લોભપણું ઠેકાણે ઠેકાણે થશે. લિંગધારીઓ ઘણાં થશે. તે શુદ્ધ સાધુઓની સાથે કલહ કરશે, તે વારે તે શુદ્ધ સાધુઓ પણ તેમને ઉત્તર આપવા માટે વિવાદ કરશે. તેથી લોકોના મનમાં બહુ સરખા જાણવામાં આવશે. તે લિંગીઓ મુનિઓને સંતાપીને લોકમાં પોતાના જેવા એ પણ છે એમ દેખાડશે, એટલે ઘણા ભેખધારી સ્નાત્ર, શણગાર કરશે, તેને લોકો ભ્રષ્ટ કહેશે, અને મુનિઓને ભલા કહેશે, તે વારે તે લિંગીઓ મુનિઓને સંતાપી તેઓને કલહ કરતા લોકમાં દેખાડીને પછી લોકોને કહેશે કે, એઓમાં અને અમારામાં શો ફેર છે ? એમ કરી સાધુની ઉપર લોકોનો ભાવ ઉતારશે. તે વારે તે ગીતાર્થ મુનિઓને પણ લિંગીઓની સાથે મલી ચાલવું પડશે. તેથી તે યતિ નિગ્રંથનો જે શુદ્ધ માર્ગ છે, તેની પ્રરૂપણા કરશે નહીં. જે માટે તે જાણશે કે, જો આપણે શુદ્ધ માર્ગની પ્રરૂપણા કરશું, તો લિંગીયા કલહ કરશે એવું જોઇને તે પોતાના મનમાં શુદ્ધ રહી તેઓની સાથે મળતા રહેશે. એના ઉપર એક રાજા અને ઘેલાની કથા કહે છે : પૃથ્વીપુર નગરે પૂર્ણ નામે રાજા છે, તેનો સુબુદ્ધિ નામે પ્રધાન છે, તે મહાબુદ્ધિમાનું છે. એક દિવસે લોકદેવ નામે નિમિત્તયો રાજસભામાં આવ્યો તેને પ્રધાને પૂછ્યું, કહો નિમિત્તિયા ! આગલનું વર્ષ કેવું થશે? નિમિત્તયાએ કહ્યું કે, એક માસ પછી એક વરસાદ એવો વરસશે કે, તેના જલપાન કરનાર સર્વ ઘેલા થશે. પછી કેટલાએક કાલે બીજી મેઘવૃષ્ટિ થશે, તેનું જલ પીવાથી વલી સર્વલોક સારી સમજવાલા થઈ જશે. તે સાંભળી રાજા અને પ્રધાને આખા નગરમાં જલસંગ્રહ કરવાનો પડહ વજડાવ્યો, તે વારે સર્વ લોકે જ સંગ્રહ કર્યો. તેમજ રાજા અને શ્રી દિવાલીકલ્પ ૭૯ 2010_03 Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રધાને પણ જલસંગ્રહ કર્યો. એવામાં એક માસ વિત્યો કે કુમેઘવૃષ્ટિ થઈ. તેણે કરી સર્વ કૂવા તલાવ ભરાઈ ગયાં, પણ તેનું પાણી કોઈ પીવે નહીં, સહુ કોઈ પોતાના ઘરમાં સંગ્રહ કરેલું પાણી પીએ. એમ કરતાં એક રાજા, બીજો પ્રધાન, એ બે વિના સર્વ લોકો સંગ્રહ કરેલું જલ ખપી ગયું તે વારે તે નવું પાણી પીવા લાગ્યા તેથી સર્વ લોક ઘેલાં થઈ ગયાં. તે વારે રાજસભામાં આવનાર સામતાદિક સર્વ લોક કચેરીમાં બેઠા થકા ગાંડા બની ગયા; પરંતુ રાજા અને પ્રધાન એ બે જણ ઘેલાઈનાં ચિહ્ન કરે નહીં તે જોઈ સર્વ સભાલોને જાયું જે આ રાજા અને મંત્રી બે ગાંડા થઇ ગયા છે, આપણા જેવા સમજુ નથી, માટે એને ઉઠાડી મુકીએ, અને બીજા ડાહ્યાને રાજા અને પ્રધાન કરી સ્થાપીએ. એમ સર્વ જનોએ વિચાર્યું. તે વાત પ્રધાને રાજાને કહી, તે વારે રાજાએ કહ્યું, એ સર્વ લોકોને કાઢી મૂકો. તેને પ્રધાને કહ્યું કે, એ આપણથી કઢાય નહીં, ઝાઝાનું જોર ચાલે, માટે એ આપણને કાઢી મૂકશે. રાજાએ કહ્યું તો આપણે કેમ આત્માને રાખીશું. પ્રધાને કહ્યું આપણે પણ એના સરખા ગાંડા થઈને એની સાથે રહીએ. નહીતર આપણને એ કાઢી મૂકશે. પછી રાજા પ્રધાન બહુ જણ કચેરીમાં ઘેલા થઈને તેની પૂઠે ગાન કરતા, નાચતા સ્વેચ્છાએ વિકલ થતા રહ્યા. તે જોઈ સામેતાદિક બોલ્યો, હવે એ બે જણ પણ ડાહ્યા થયા. એમ કરતાં કેટલેક કાલે વલી ભલો વરસાદ થયો. તેના જલનું પાન કરવાથી સર્વ લોકની જેવી પ્રકૃતિ હતી તેવી યથાર્થ સમીચીન થઈ. તે વારે સર્વ સ્વસ્થ થયા, એ દૃષ્ટાંત કહ્યો. એનો સિદ્ધાંત કહે છે. કુમેઘની પેરે પાંચમો આરો જાણવો, અને નિમિરિયાની પેઠે કેવલી માર્ગ ભાખી ગયા છે તથા નગરલોક ઘેલા થયા, તેમ શ્રાવક જનો પાખંડીઓનાં વખાણ સાંભળવારૂપ માઠું જલ તેનું પાન કરી આભિગ્રહિક મિથ્યાદૃષ્ટિરૂપ ઘેલાઈને પામ્યા. તે શ્રાવક સર્વ પાસસ્થાની ભેગા ગયા, અને શુદ્ધ મુનિ પ્રગટ થશે તે રૂપ વરસાદ થયો. તેના વચલા કાલમાં રાજા મંત્રીની પેઠે શુદ્ધ મુનિ અને સંવેગપક્ષી, એ બે શુદ્ધ માર્ગને જાણે છે ખરા, પણ ઘણા શ્રાવકલોક પાસસ્થાના વખાણથી ઘેલા થયેલા તે બહુની મશ્કરી કરતાં લંડના કરવા લાગ્યા, તે વારે શુદ્ધ મુનિ અને સંવેગપક્ષી, એ બે યદ્યપિ જાણે છે, તો પણ એવું વિચારે, જે કોઈ શ્રાવક શુદ્ધ મુનિના ઉપદેશમાં આવી શુદ્ધ માર્ગને જાણે, તિહાં સુધી તેમની સાથે જ રહેવું. એમ વિચારી પ્રાસાદસ્થાને રહેલા સુવર્ણકલશ જેવા શુદ્ધ મુનિ પણ પાસસ્થાની સંગતરૂપ મલથી મલીને રહેશે, એ આઠમા સ્વપ્નનું ફલ સાંભલીને પુણ્યપાલ રાજા ૮૦ શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ પાંચમા આરાના વિચારથી વૈરાગ્યવંત થયો થકો ભગવંત પાસેથી દીક્ષા લઇ શુદ્ધ ચારિત્ર પાલી મોક્ષે ગયો. એમ વલી લૌકિક અન્યમતિઓના શાસ્ત્રમાં પણ કલિયુગનું સ્વરૂપ આવી રીતે વર્ણવ્યું છે, તે કહીએ છીએ. રાજા યુધિષ્ઠિરે એકદા રયવાડીને વિષે ગયે થકે કોઇએક સ્થાનકે વાછડીની હેઠ ગાય નીચી થઇને સ્તનપાન કરતી દીઠી. તે જોઇ રાજાએ બ્રાહ્મણને પૂછ્યું કે આ વિપરીત આશ્ચર્ય વલી શું દેખાય છે? બ્રાહ્મણે કહ્યું હે રાજન્ ! એ આગામિક કાલે કલિયુગ આવશે, તેનો ભાવ સૂચન કરે છે, એટલે કલિયુગને વિષે લક્ષ્મી વિના દુઃખી થકાં એવાં માતાપિતાદિક તે કોઇક ધનવંતને કન્યા આપી, તેનું ધન લઇ નિર્વાહ કરશે. એ અર્થ સાંભલી રાજા યુધિષ્ઠિર વલી આગલ ચાલ્યો, તિહાં પાણીથી ભીંજેલી વેલુનાં દોરડાં વણતા એવા કેટલાએક મનુષ્ય દીઠા. તે દોરડા વલી ક્ષણમાત્રમાં વાયરાના યોગથી ભાંગતા તૂટતાં જાય, વલી લોક વણતાં જાય, વલી ભાંગતાં જાય. તે વારે રાજાએ બ્રાહ્મણને પૂછ્યું, તેનું પણ ફલ કહેવા લાગ્યો કે હે રાજન ! કલિયુગમાં કર્ષણ આદિક ઘણાક ક્લેશ કરી લોકો મોટી મહેનતથી ધન કમાશે, તે વલી તરતજ ચોર, અગ્નિ, રાજ-દંડ ઇત્યાદિ પ્રકારે કરી વિનાશ પામશે, ઘણા યત્ન કરી પણ રાખ્યું રહેશે નહીં. વલી આગલ ચાલતાં યુધિષ્ઠિરે અવેડાનું પાણી કૂવામાં પડતું દેખીને પૂછ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે દેવ ! એનો અર્થ સાંભલો. અસિ, ષિ અને કૃષિ, તેણે કરી જે પ્રજાલોક દ્રવ્ય ઉપાર્જન કરશે, તે સર્વ લક્ષ્મી રાજાને ઘરે જશે, એટલે અતીત કાલના રાજા છે, તે પોતાનું દ્રવ્ય આપી પ્રજાને સુખી કરતા હતા, અને આગામિક કાલના રાજા દંડીને પ્રજા પાસેથી ધન લઇ લેશે. વલી આગલ જતાં રાજાએ ચંપક વૃક્ષની સમીપે એક ખીજડીનું વૃક્ષ દીઠું, તે ખીજડીના વૃક્ષને વેદિકાબદ્ધ ચબૂતરો કરચો છે. વલી માંડણાં કરવા છે, સુગંધદ્રવ્ય માલાદિકે પૂજિત છે. વલી તેનો ગીત, નૃત્ય ઇત્યાદિક મહિમા થાય છે. એ રીતે મનુષ્ય કરી પૂજાતું થયું ધર્મપુત્રે દીઠું, અને પાસે જે ચંપાનું વૃક્ષ છે, તે છત્રાકાર છે, તેનાં સર્વ કુસુમો વાસનાએ કરી સંયુક્ત છે. વલી સ્નિગ્ધ છે, તોપણ તે વૃક્ષની વાર્તા માત્ર પણ કોઈ પૂછતું નથી. એવું દેખી વિપ્રને પૂછવાથી તેનું ફલ વિપ્ર કહેતો હતો કે હે દેવ ! આગામિક કાલે કલિયુગમાં જે ગુણવંત મહાત્મા જે સજ્જન પુરુષ, તેની નગરાદિકને વિષે ચંપક વૃક્ષની પેરે કોઇ પૂજા કરશે નહીં, અને નિર્ગુણ પાપના કરનાર એવા જે શ્રી દિવાલીકલ્પ ८१ 2010_03 Page #97 -------------------------------------------------------------------------- ________________ ખલજન, તે પૂજા સત્કાર અને રુદ્ધિ પણ પામશે. વલી આગલ ચાલતાં રાજાએ એક શિલા સૂક્ષ્મવાલાગ્રે બાંધી આકાશને વિષે લટકતી દીઠી. તે વારે સૂત્રકંઠ નામે બ્રાહ્મણને પૂછવાથી તેણે કહ્યું કે હે મહાભાગ! કલિયુગને વિષે શિલા સરખું પાપ ઘણું થશે, અને વાલાગ્ન સરખો અલ્પ ધર્મ પ્રવર્તશે. તેટલા ધર્મના મહાત્મ્ય કરી કેટલોએક કાલ ચાલશે, પછી તેમાંથી પણ લોક નીસરશે, તે ધર્મ ત્રુટશે, તે વારે સર્વલોક બૂડશે. એ પ્રકારે અન્યદર્શનીઓના ભારતાદિક ગ્રંથમાં ૧૦૮ પ્રકારે કરી કલિયુગની સ્થિતિ દેખાડી છે. પણ ઈહાં ગ્રંથ વધવાના ભયથી લખતા નથી. હવે પૂર્વોક્ત સ્વપ્નનું ફલ સાંભલી શ્રી ગૌતમસ્વામી વિસ્મય પામીને યદ્યપિ પોતે શાને કરી સર્વ જાણે છે, તો પણ સભાના લોકોને જણાવવાને અર્થે પૂછતા હતા કે હે ભગવન્! આપના નિર્વાણ થયા પછી શું થનાર છે ? તે વારે ભગવાન્ બોલ્યા કે હે ગૌતમ! મારા નિર્વાણ પછી નેવ્યાસી પક્ષ ગયે થકે પાંચમો આરો બેસશે, તેમાં યમદંડ સરખા રાજા થશે, અને મારા નિર્વાણ પછી બાર વર્ષે હે ગૌતમ ! તું મોક્ષે જઈશ, મારા પાટે ક્રમે કરી ૨૦૦૪ આચાર્યો થશે. તેમાં પ્રથમ મારે પાટે સુધર્મ ગણધર બેસશે. તે મારા નિર્વાણ પછી વીશ વર્ષે મોક્ષે જશે. વલી સુધર્મને પાટે જંબૂ આચાર્ય થશે. તે મારા નિર્વાણ પછી ચોસઠ વર્ષે મોક્ષે જશે. તે વાર પછી ભરત ક્ષેત્રમાં આહારક શરીર, મન:પર્યવ-જ્ઞાન, પુલાકલબ્ધિ, પરમાવધિ, ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી, કૈવલજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર, પરિહાર વિશુદ્ધ ચારિત્ર અને સૂક્ષ્મસંપરાય ચારિત્ર, એ ત્રણ ચારિત્રનો એક ભેદ, નવમો મોક્ષમાર્ગ, અને દશમો જિનકલ્પ, એ દશ વાનાં વિચ્છેદ જશે. જંબૂને પાટે વલી પ્રભવસૂરિ થશે. તેને પાટે સ્વયંભવસૂરિ દ્વાદશાંગધારી દશવૈકાલિક કરશે. તેને પાટે ચૌદપૂર્વી શ્રીયશોભદ્રસૂરિ થશે. તેને સંભૂતિવિજય અને ભદ્રબાહુ, એ બે શિષ્ય થશે. તેમાં ઘણા ગ્રંથનો રચનારો, નિર્યુક્તિનો કરનારો એવો ભદ્રબાહુ તે મારા નિર્વાણથી એકસો ને સીતેર વર્ષે દેવલોકે જશે. તેના શિષ્ય થૂલિભદ્ર થશે. ઇહાં બાર દુકાલી પડશે. એ આચાર્ય દશ પૂર્વ અર્થ સહિત ભણશે, અને ચાર પૂર્વ અર્થ વિના ભણશે. તે મારા નિર્વાણથી બસ ને પંદર વર્ષે દેવલોકે જશે. ઇહાં પહેલું સંઘયણ અને સંસ્થાન તથા સૂક્ષ્મ મહાપ્રાણાયામ ધ્યાન વિચ્છેદ જશે. પછી અનુક્રમે પાંચસે ચોરાશી વર્ષે વજ્ર આચાર્ય જશે. તથા છસેં ને સોલ વર્ષે પુષ્પમિત્ર થશે. ઇહાં સાડાનવ પૂર્વ વિચ્છેદ જશે અને નવ પૂર્વનું જ્ઞાન શેષ ૮૨ શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ રહેશે. મારા નિર્વાણથી છસેં ને વીશ વર્ષે આર્યમહાગિરિજી થશે, તે ગ્રામાનુગ્રામ વિહાર કરશે. છસેં ને નવ વર્ષે રથવીરપુર નગરમાં દિગમ્બર મત થશે. વલી મારા નિર્વાણથી ત્રણસેં વર્ષે ઉજ્જયણીમાં સંપ્રતિ રાજા થશે, તે આર્યસુહસ્તિસૂરિના ઉપદેશથી જાતિસ્મરણજ્ઞાન પામીને જૈન ધર્મ ધારણ કરશે, ત્રણ ખંડનો ભોક્તા થશે, વિનયવંત થશે, જૈનપ્રાસાદે કરી પૃથ્વી શોભાયમાન કરશે, સવા લાખ દેરાસર, છત્રીશ હજાર જીર્ણોદ્ધાર, સવા કોડી જિનપ્રતિમા, પંચાણું હજાર ધાતુની પ્રતિમા અપાર ભરાવશે, એક હજાર ઉપાસરા કરાવશે, સાતમેં દાનશાલા કરાવશે, અને પોતાના સેવક મૂકી અનાર્યદેશમાં પણ જિનધર્મ પ્રવર્તાવશે, નિગ્રંથોના વિહાર થાય એવાં ક્ષેત્ર કરશે, એ રીતે તે રાજા સર્વ દેશોમાં જિનધર્મ પ્રવર્તાવશે, તે કાલ કરી દેવલોકે જશે. વલી મારા મોક્ષથી ચારસ ને સીત્તેર વર્ષે ઉજ્જયણીમાં વિક્રમાદિત્ય રાજા થશે, તે સિદ્ધસેનસૂરિના ઉપદેશથી સમ્યક્ત્વ પામશે, જૈની થશે, તેનો અગ્નિવીર નામા વેતાલ ચાકર થશે, એ રાજા બહુ વિધવાન્, ધૈર્યવાન, પરોપકારી એવો સર્વ લોકોમાં પ્રસિદ્ધિ પામશે, પોતાના નામનો સંવત્ ચલાવશે, દેવતા તેની સ્તવના કરશે તથા વિક્રમાદિત્યના સંવથી ૧૩૫ મે વર્ષે શાલિવાહન રાજા થશે. તે પણ પોતાનો શક પ્રવર્તાવશે, તથા વિક્રમાદિત્યથી પાંચસે પંચ્યાસી વર્ષે શ્રીહરિભદ્રસૂરિ થશે. મારા નિર્વાણથી ૯૯૩ વર્ષે કાલિકાચાર્ય થશે, તે કારણના યોગે ચોથથી સંવત્સરી કરશે, પછી પક્ષપાત થશે. મારા નિર્વાણથી ૧૨૭૦ વર્ષે બપ્પભટ્ટસૂરિ મહા વિદ્યાવિશારદ થશે. તે આમ રાજાને પ્રતિબોધી ગ્વાલેરના પર્વતમાં ત્રણ કોટિ સોનાની મૂર્તિ શ્રીવીર ભગવાનની ભરાવશે. મારા નિર્વાણથી ૧૩૦૦ વર્ષ ગયા પછી ઘણા ગચ્છ થશે. તે મારા માર્ગને ડોલી નાખશે. સુધર્મપરંપરા ઉત્થાપીને પોતપોતાના ગચ્છ થાપી વાડા બાંધશે. સહુ પોતપોતાની જૂદી જૂદી સમાચારી કરશે, પ્રરૂપણા ભિન્ન કરશે, શ્રદ્ધા ભિન્ન કરશે, પોતાનો ગચ્છ સ્થાપન કરવા માટે અસત્ય બોલશે, સિદ્ધાંતરુચિ જીવો સ્વલ્પ થશે, ક્રિયાએ શિથિલ થશે. વલી લોકમાં કષાય ઘણો થશે, લોકો મર્યાદા રહિત થશે, ધર્મનષ્ટ લોક થશે, મિથ્યાત્વી ઘણા થશે, પરોપકાર રહિત સત્યતા રહિત એવા લોક થશે, શિષ્ય પોતાના ગુરુનો વિનય કરવો મૂકી દેશે, ગામ સ્મશાન સરખાં થશે અને નગર તે ગામડાં જેવાં થશે, ઉત્તમ પુરુષો ચાકરી કરશે નીચ શ્રી દિવાલીકલ્પ ૮૩ 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ પુરુષો રાજા થશે, ઉત્તમનો આચાર નીચ પાલશે, અને નીચ લોકોનો આચાર ઉત્તમ લોકો પાલશે, ઉત્તમ જાતિના લોકો નિર્ધન અને દુઃખી થશે તથા નીચ લોકો ધનાઢ્ય થશે, રાજા દુષ્ટ થશે, દેવતા દેખાવ આપશે નહીં, જાતિસ્મરણજ્ઞાન કોઈને ઉપજશેજ નહીં, નીચ લોકોમાં બલ બહુ થશે, લોક સર્વ કૃતઘ્ની અને પરનું ભૂંડું વાંછનારા થશે, મતલબીયા થશે, પુણ્યકાર્યમાં પ્રમાદી થશે, પાપ કરવામાં ઉદ્યમી થશે, તેમજ લોભી તથા જૂઠા અભિમાનના કરનાર, ઠગાઈ કરવામાં ચતુર અને ધૂર્તવિદ્યામાં કુશલ તથા પરના દ્રોહ કરનારા એવા ઘણા લોકો થશે, તથા જે કોઈ ધર્મ કરશે તે પણ અભિમાને યુક્ત થકા કરશે, એવા લોક થશે. ઘણા દારિદ્રી થશે તેમ રાજાઓ પણ અનેક પ્રકારના નવા નવા કર નાખનારા અન્યાયી, વિના કારણે દંડ કનારા, દેરાના પાડનારા, દેવદ્રવ્ય ભક્ષણ કરનારા થશે, તથા યતિઓ પણ દેવદ્રવ્ય લેનારા, લોભને વશે જ્ઞાનદ્રવ્ય ભક્ષણ કરનારા, શિખામણ આપનારની સાથે કદાગ્રહ કરનારા, એવા આચારભ્રષ્ટ થશે, તથા માતાપિતા પોતાની દીકરીને વેચીને પેટ ભરશે, દીકરીનું ધન લઈ આજીવિકા ચલાવશે, એવા નિર્દયી થશે તથા વાણીયા ફૂડ કપટના કરનારા, યતિઓનું અને ચૈત્યોનું દ્રવ્ય ભક્ષણ કરનારા થશે. શાસ્ત્રના રહસ્યના અજાણ થશે. એકજ કલ્પસૂત્ર માત્ર સાંભળ્યું કે સર્વ સમજી ગયા એટલુંજ જિનધર્મનું રહસ્ય તેઓમાં દેખાશે. તેમજ ઘણા મતપક્ષી થશે, પોતાનો હઠ લીધેલો મૂકશે નહીં. જૈનધર્મનું તો તેમાં નામ માત્ર રહેશે, દુકાલ ઘણા પડશે, રાજાઓના ઝઘડા ઘણાં થશે, ઘણા દેશ શૂન્ય થઈ જશે, લોક નિર્ધન થશે, નીચ કુલના રાજા તે શ્રીજિનધર્મને મૂકી બીજા ધર્મના માનનારા ઘણું કરીને નરકગામી થશે. એમ પાંચમા આરામાં ઘણા લોક દુઃખી થશે. - વલી ઘણા અગ્નિના ઉપદ્રવ, ઘણા ચોરના ઉપદ્રવ, ઘણા લેણદારના ઉપદ્રવ થશે. તથા ઉજ્વલ મંત્ર, યંત્ર, ઔષધના પ્રભાવ મંદ પડી જશે અને મલીન મંત્રાદિકનું પ્રબલ પણું થશે. દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મનો ક્ષય થશે. શિષ્ય સર્વ અવિનીત થશે. પુત્ર પોતાનાં માતપિતાની સેવા કરશે નહીં. ઘણા વ્યાપારી કૂડા તોલ. કૂડાં માપ રાખશે. ધર્મઠગાઈ બહુ થશે, સત્યપણું કોઇક રાખશે, દશ પ્રકારનો યતિધર્મ કોઈ વિરલા પાલશે, પ્રધાન લાંચના લેનારા થશે, સેવક સ્વામીદ્રોહી થશે, પોતાના સ્વામીની ગણના પણ નહીં કરશે. કાલી રાત્રિ સમાન નિર્દયી સાસુ થશે અને સાપણ સરખી ક્રોધી, વિનય રહિત વહૂ થશે. વલી નિર્લજ્જ કટાક્ષપેક્ષણાદિકે કરી કુલીન સ્ત્રીઓ પણ વેશ્યાનાં આચરણ શીખશે, સ્વેચ્છાએ શ્રી દિવાલીકલ્પ ८४ 2010_03 Page #100 -------------------------------------------------------------------------- ________________ ચાલશે, પુત્ર પિતાની શીખ માનશે નહીં, શિષ્ય પોતાના ગુરુની શીખ માનશે નહીં. અકાલે શિયાળામાં ઉનાળામાં મેઘવૃષ્ટિ થશે, પણ કાલે મેઘ નહીં વરસે. દુર્જન ધૂર્ત લોક સુખી થશે. ચોરના ભય, મરકીના ભય, પારકા કટકના ભય ઘણા થશે. દુષ્ટ જીવ જે ટીડ પ્રમુખ તેઓના ઉપદ્રવ થશે. સંધ્યાત્યાગી, અનાચારી, અર્થના લોભી એવા બ્રાહ્મણ થશે. તથા ઔષધી, ધૃત, સાકર, ફૂલ પ્રમુખના રસ, ગંધ સર્વ હીન થઈ જશે. મનુષ્યોનાં બલ, બુદ્ધિ, આવું પ્રમુખ ઘટી જશે. આચાર્ય શિષ્યને વાચના આપશે નહીં, તથા કલહકારી અસમાધિકારી ઉપદ્રવકારી અસુખકારી અનિવૃત્તિકારી એવા સાધુ દશ ક્ષેત્રને વિષે થશે, મંત્ર તંત્રાદિકને વિષે ઉદ્ધત થશે, સાધુનો વ્યવહાર મૂકી દેશે, આગમના અજાણ થકા વિપરીત અર્થ પ્રકાશશે. જેમ રાજા જોરાવરીથી કણબી પાસેથી વઢીને ભાગ લીએ, તેની પેઠે અન્ન, વસ્ત્ર, પાત્ર, વસ્તી પ્રમુખ શ્રાવકોની પાસે જોરાવરીથી કજીયા કરી લેશે, પોતાની સ્તુતિ કરી પારકી નિંદા કરતાં સ્વકલ્પિત સમાચારી થાપી મૂર્ખ લોકોને મોહ પમાડશે, મિથ્યાત્વી લોક બલવંત અને સમકિતી અલ્પબલી થશે. વલી હે ગૌતમ ! મારા નિર્વાણથી ૧૬૫૯ વર્ષ ગયે થકે ચૌલુક્ય વંશમાં કુમારપાલ નામે મોટો રાજા થશે. તે જૈનધર્મનો પાલનારો થશે, અઢાર દેશોમાં તેની આજ્ઞા પ્રવર્તશે. ઉત્તર દિશાએ ગંગાનદી સુધી, પૂર્વ દિશાએ વિંધ્યાચલ પર્વત સુધી, દક્ષિણ દિશાએ સમુદ્ર પર્યત, અને પશ્ચિમ દિશે સમુદ્રના કોણ સુધી એટલી હદ સુધીમાં જૈનધર્મ પ્રવર્તાવશે. એ રાજાના અગીયારસો હાથી, દશ હજાર રથ, અગીયાર લાખ ઘોડા, અઢાર લાખ સુભટ, એટલી સેના થશે. શ્રીમુનિચંદ્રસૂરિના કુલમાં શ્રી હેમચંદ્ર નામે આચાર્ય તેમની પાસેથી એ રાજા શ્રાવકનાં વ્રત લેશે. તેને સમકિત સહિત પાલશે, ઘણાં જિનચૈત્ય કરાવશે, દેવપૂજા તથા ગુરુભક્તિ કયા વિના ભોજન કરશે નહીં. ગામોગામ દેરાસર કરાવશે. એકદા હેમચંદ્રસૂરિના મુખથી જીવીતસ્વામીની મૂર્તિનું વર્ણન સાંભલીને ધૂલિકોટને ખણાવી, તેમાંથી પ્રતિમા પ્રગટ કરાવી, તેને શ્રીપાટણમાં લાવીને દેરાસરમાં સ્થાપન કરશે, અને સાક્ષાત્ શ્રીવીર ભગવાન છે, એવું જાણીને તે પ્રતિમાની નિરંતર પૂજા કરશે, અને જેમ ઉદાયિ રાજાએ પૂજામાં ગામ આપ્યાં છે, તેમ એ રાજા પણ ગામ આપશે. એવો એ રાજા સ્વદારાસંતોષી, દાતાર, શૂરવીર થશે. વલી જો મનથી પણ વ્રતભંગનો દોષ લાગ્યો જાણશે તો તે ઉપવાસ કરશે, તથા કારણ વિના માર એવો શબ્દ જો મુખથી બોલાઈ જશે તો તે ઉપવાસ કરશે, અપુત્રીયાનું ધન લેવાનો ત્યાગ કરશે, અઢાર દેશમાં શ્રી દિવાલીકલ્પ ૮૫ 2010_03 Page #101 -------------------------------------------------------------------------- ________________ અમારીનો પડહ વજડાવશે, કોઈ જીવ મારે નહીં એવું કરશે. ચોમાસાના દિવસોમાં સેના ન ચઢાવવી, ઘોડા પ્રમુખને પણ વસ્ત્રથી ગલીને છાપું પાણી પીવરાવવું, એવી રીતનો જિનધર્મ પાળવામાં દઢ થશે, શ્રીજિનશાસનની ઉન્નતિ કરશે. તથા હે ગૌતમ્ ! વિક્રમ સંવત ૧૧૦૦ને વર્ષે શ્રીજિનદત્તસૂરિ પ્રમુખ તથા શ્રીઅભયદેવસૂરિ નવાંગી વૃત્તિના કર્તા થશે. એ આચાર્ય પંચાંગીમાં જેવા અર્થ હશે, તેવાજ અર્થ લખશે, પણ પોતાના ગચ્છનું મમત્વ રાખશે નહીં. જિહાં સંદેહ થશે તિહાં કેવલી ભગવાન્ જાણે એમ લખશે, એવા થશે. તથા મારા નિર્વાણ પછી નવસે ને એંશી વર્ષ પછી સિદ્ધાંત પુસ્તકારૂઢ થશે. તેના અર્થ કરનારા મહા ભાગ્યવાન્ આચાર્યો થશે. એવામાં વિલી કુમારપાલ રાજાને પાટે રાજા દુષ્ટ થશે. તે દેરાસરો પડાવી નાખશે, તેનું રાજ્ય યવનલોકો લઈ લેશે. પછી વિક્રમ સંવત્ ૧૫૦૦ના સૈકામાં શ્રીઆનંદહેમ-વિમલસૂરિ ક્રિયાનો ઉદ્ધાર કરશે. તેમની શિષ્ય પરંપરામાં શ્રીહીરવિજયસૂરિ થશે, જે દિલ્હીના રાજા અકબર બાદશાહને પ્રતિબોધી હિંસા કરવી બંધ કરાવશે. એ વાતો નાના મોટા જૂદા જૂદા ચાર પાંચ દિવાલીકલ્પ જોઈને તેમાંથી લખેલી છે. હવે વલી ભગવાન કહે છે કે હે ગૌતમ્ ! પાંચમા આરામાં ભેખધારી લિંગીઓ વિપરીત શ્રદ્ધાવાલા ઘણા થશે, તે કલહ કરનારા, માંહોમાંહે લડાઈ કરનારા, અસમાધિકારક, અશાતાના કરનારા, લોકોમાં સાધુ કહેવરાવતા થકા મંત્ર, તંત્ર, ઔષધોપચાર કરનારા થશે, સૂત્રના પરમાર્થ ભૂલી જશે. ધનના લોભી લાલચી, વ્યાપારના કરનારા, ઇન્દ્રિયોના વિષય ભોગવનારા, ઉપકરણ જે વસ્ત્ર પાત્રાદિક. તેનું મમત્વ કરનારા, વસ્ત્ર પાત્રાદિકોનો સંગ્રહ કરી તે પાત્રાદિકોને ગૃહસ્થને ઘેર પોતાનાં થકાં કરી રાખનારા, ઉપાસરાને અર્થે કજીયા કરનારા એવા મઠવાસી જેવા ઘણા થશે, અને શુદ્ધ પ્રરુપક શુદ્ધ મુનિ તો કોઈ વિરલાજ થશે. માટે ઘણા મોડા અને થોડા સાધુ થશે. તથા સમકિતી જીવ નિર્મલ થશે, અને મિથ્યાત્વી રાજાનું જોર થશે, ક્ષત્રી અલ્પ બલવંત થશે. વલી મારા નિર્વાણથી કેટલેક કાલે કલંકી રાજા થશે, તેનો સંબંધ આ પ્રમાણે છે કે કોઈ મગધસેન નામે નીચ ચાંડાલને ઘેર યશોદા નામે બ્રાહ્મણી તેની કૂખને વિષે તેર માસ પર્યત ગર્ભમાં રહીને ચૈત્ર સુદિ આઠમના દિવસે જયશ્રી નામે મકરલગ્નમાં ગુરુ મકરનો, તથા રાહુ, બુધ, શુક્ર, અને સૂર્ય, એ ચાર ગ્રહ મેષના શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ ચોથે સ્થાનકે, તથા વૃષનો મંગલ, મિથુનનો શનિ, કર્કનો ચંદ્રમા, દશમે તુલા રાશિનો કેતુ, એ અવસરમાં ષષ્ઠ નવાંશે, મંગળવારે, અશ્લેષા નક્ષત્રને પહેલે પાયે, પાટલીપુર, પટ્ટણમાં જન્મશે. તેનાં એક કલંકી, બીજું રુદ્ર, ત્રીજું ચતુર્મુખ અને ચોથું કંટકી એ ચાર નામ પડશે. ત્રણ હાથનું ઉંચુ શરીર, માથાના કેશ પીલા, માંજરી આંખો, તીખો સ્વર, પીઠ ઉપર લાંછન, વિદ્યાવંત, ધૂર્ત, દીર્ઘ હૃદય, નિર્લજજ, મહા નિર્ગુણી, નિર્દયી એવો થશે, તેના જન્મસમયે ઉપદ્રવ થશે, તેને પાંચમે વર્ષે પેટપીડા થશે, સાતમે વર્ષે અગ્નિની આપદા થશે, દશમે વર્ષે ધનપ્રાપ્તિ થશે, અઢારમે વર્ષે રાજ્યાભિષેક થશે. અદત્ત નામે તેને પોતાનો ચડવાનો ઘોડો જાણવો. દુર્વાશા નામે ભાલું હાથમાં ધરશે, મૃગાંક નામે મસ્તક ઉપર મુકુટ પહેરશે. દૈત્યસૂદન ખગ, સૂર્ય ચંદ્ર નામે બે પગનાં બે તલીયાં, 2લોક્યસૂદન તેને વસવાના ઘરનું નામ જાણવું, તેની પાસે કોટાકોટિ દ્રવ્ય થશે. તે રાજા વિક્રમ સંવત્સર મટાડીને પોતાનો નવો સંવત્સર થાપશે. જે વારે સાડીવીશ વર્ષનો થશે તે વારે આબુના રાજાની પુત્રી પરણશે. તેની સાથે ભોગ ભોગવતાં તેને મહા પરાક્રમી ચાર પુત્ર થશે. તેનાં નામ એક દત્ત, બીજો વિજય, ત્રીજો મુંજ અને ચોથો અપરાજિત, એ ચાર જાણવાં. એ કલંકીની રાજધાની પાટલીપુર નગરે થશે. તે વારે તે નગરનું નામ પણ કલંકીપુર પડશે. તથા દત્તની રાજધાની દત્તપુરમાં થશે, અને વિજયની રાજધાની રાજગૃહીમાં થશે. તેથી તે નગરીનું નામ વિજયપુર એવું થપાશે. તથા મુંજ રાજાની રાજધાની અણહિલપુરપાટણે થશે, અને અપરાજિતની રાજધાની અવંતીનગરીમાં થશે. એમ ચારે પુત્રોને રાજપાટે થાપી, પોતે એકલો સંગ્રામ કરશે. જેથી પૃથ્વીને રુધિરથી નવરાવશે. વલી નવ નંદ રાજાના સંચેલા સુવર્ણના મોટા નવ શુભને લોકોના મુખથી સાંભલીને પૃથ્વી ખોદાવી તેમાંથી ધન કાઢી લેશે, તથા બીજું પણ ઘણાં સ્થલથી દ્રવ્ય ગ્રહણ કરશે. તે વારે તેના ભંડારમાં નવાણું કોડાકોડી સોનૈયા ભસ્યા રહેશે, ચૌદ હજાર હાથી, સાડા ચારસેં હાથણી, પાંચ કોડી પાયક, સત્યાશી લાખ ઘોડા, એટલો સૈન્યનો પરિવાર થશે. જેનું આકાશમાં ત્રિશુલ ચાલશે, પાષાણનો ઘોડો ચાલશે, તથા મહાક્રૂર કષાયવાલો થશે. તેના જન્માવસરે મથુરાના દેરાના ઈડાં પડશે. મહારોગ દુર્ભિક્ષ થશે. તે કલંકી સંપૂર્ણ રાજ્ય કરતો જે વારે છત્રીશ વર્ષનો થશે, તે વારે તે ભરત ક્ષેત્ર માંહેલા ત્રણ ખંડનો અધિપતિ થશે, અને પોતાનું એકછત્ર રાજ્ય ચલાવશે. પછી વલી અધિક લોભમાં પડ્યો થકો પોતાના નગરમાં પૂર્વ શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ પુરુષોએ ઠામ ઠામ દાટેલાં ધન ખોદાવીને સર્વ લઈ લેશે. તે રાજમાર્ગ ખોદતાં થકી એક લવણદેવી નામે પથરાની ગાય નીકળશે, તે ગાયને બજારમાં રાજ્યમાર્ગે સ્થાપન કરશે. ઈહાં કોઈક કહે છે, કે તે ગાય વરસાદથી નીકળશે અને તે ગોચરી જતા એવા સાધુઓને દેખીને પોતાને શીંગડે કરી સંઘટ કરશે. સાધુઓ આચાર્ય પાસે તે વાત કરશે તે વારે ગીતાર્થ એવું જાણશે જે એ નગરમાં પાણીનો મોટો ઉપદ્રવ થવાનો છે. એમ જાણી તિહાંથી વિહાર કરી જશે, અને કેટલાએક સાધુઓ તો વસ્તિના પ્રતિબંધ વસ્ત્ર, પાત્ર, આહારના લોભી થકા ગીતાર્થનાં વચન અણસદહતા તિહાંજ રહેશે. પછી તે નગરમાં સાડાસત્તર દિવસ પર્યત રાત્રિદિવસ સરખો વરસાદ પડશે. તેથી નગર આખું પાણીમાં તણાઈ જશે. ત્યારે સર્વ લોકો ગંગા નદીને કાંઠે નાસી જશે, અને કલંકી રાજા પોતે તિહાંથી નાસી જઈને ઉત્તર દિશાને વિષે એક ઉચ્ચ સ્થાનકે જઈ નગર વસાવી રહેશે. તે ઉપદ્રવ ટલ્યા પછી નંદ રાજાની કરાવેલી સોનાની ડુંગરીઓનું દ્રવ્ય, તિહાંથી લાવીને વલી તે કલંકી ઘણોજ લોભી થઈને લોકોને દંડવા માંડશે, જે ચીજ ઉપર કર નહીં હશે, તેની ઉપર કર નાખશે. તથા જૂઠા દોષનો આરોપ મૂકી, લોકોને દંડ કરી સર્વને નિર્ધન કરશે, લોક સર્વ ફાટાં લૂટાં વસ્ત્ર પહેરશે. કોઈની પાસે દ્રવ્ય બિલકુલ રહેશે નહીં, તે વારે ચામડાનાં નાણાં ચાલશે. તેનાથી વેપાર ધંધો ચાલશે. કેટલાએક કહે છે કે લોકોના ઘરમાં ધન જોવા માટે હાથીને શણગારી વેચવા કાઢશે, અને કહેશે કે એક રુપીઆમાં આ હાથી વેચાતો લ્યો, હું આપું . તોપણ લોકો સર્વ નિધન થયેલા માટે કોઈ પણ એક રુપીઓ આપીને હાથી લેવાને સમર્થ થશે નહીં. એક મુસલમાનનો દીકરો કહેશે કે હે માતાજી ! મને રુપીઓ આપ, હું આ હાથી લેઉં. તે વારે માતા કહેશે કે ઘરમાં કાંઈ નથી. તોપણ તે છોકરો હઠ કરશે તે વારે માતા કહેશે, તારા બાપની ઘોરમાં એક પીઓ નાખ્યો છે, તે લઈ આવ, તે સાંભલી છોકરો તે ઘરમાંથી પીઓ લઈને આપશે, અને હાથી લેશે, તેને કલંકી પૂછશે એ પીઓ ક્યાંથી લાવ્યો? તે વારે તે ઘોરનું નામ લેશે. તે સાંભલી કલંકી જાણશે જે લોકોના ઘરમાં દ્રવ્ય નથી પણ ઘરમાં ઘણું છે. તે વારે પૃથ્વી માંહેલી સર્વ ઘોરો પડાવી તેમાંથી નાણું કાઢી લેશે. વલી બીજા પણ ધૂલ દેવલ પ્રમુખ પડાવીને નાણું લેશે. ૮૮ શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ પછી સર્વ પાખંડીઓની પાસેથી ભિખનો દંડ લેશે. તે વારે આરંભી પરિગ્રહી તો સર્વ આપશે, પણ જે નિરારંભી નિઃપરિગ્રહી હશે, તે આપશે નહીં. તેને કલંકી રોકી રાખશે, ઘણો આક્રોશ કરશે. સાધુઓ કાઉસ્સગ્ન કરી શાસનદેવતાઓ આરાધન કરશે, શાસનદેવતા આવી વારશે તે વારે માનશે. લોકો પાંદડાંમાં ભોજન કરશે. ધાતુનું ભાન કદાપિ કોઈની પાસે હશે તો પણ તે બહાર કાઢશે નહીં. એવા અવસરે પણ જૈનનાં દેરાસરોમાં શ્રીજિનપ્રતિમાઓની પૂજા થશે. સાધુઓ પણ વિહાર કરશે. હવે કલંકીને પચાસમે વર્ષે વરસાદ શ્રીકાર થશે, તેને યોગે ધાન્ય ઘણું મલશે. કેટલેક કાલે ભેખધારી લિંગીઆના લિંગ ત્યાગ કરાવશે, લિંગીઆના કર લેવા માંડશે, તે કલંકીની ડાબી જંઘામાં અને જમણી કૂખને પછવાડે પ્રહર થશે, તે વારે કોઈક તો એમ કહેશે કે, એ શાસનદેવતાએ પ્રહર કર્યો, કોઈક કહેશે કે એનાં કર્મ ઉદય આવ્યાં. પછી ક્યાશી વર્ષે વલી પણ તે કલંકી, સાધુઓની પાસેથી ભિખમાંથી છઠો અંશ લેવા માટે તેમને ગાયોના વાડામાં ઘાલશે, તોપણ મુનિઓ આપશે નહીં. તે વારે સર્વ શ્રીસંઘ મલી શાસનદેવતાનો કાઉસ્સગ્ન કરશે. તેથી શાસનદેવતા પ્રગટ થઈ વલી કલંકીને કહેશે કે અરે મૂર્ખ ! તું સાધુઓને આશાતના ઉપજાવે છે ? તો તે પણ તેનું કહ્યું માનશે નહીં, તે વારે શાસનભક્તિ માટે શકેંદ્રનું આસન ચલાયમાન થશે. ઈદ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રુપ કરી તિહાં આવીને કલંકીને કહેશે કે આ નીરાગીઓને શા માટે રોકી રાખ્યા છે ? કલંકી કહેશે કે સર્વ જણ મુજને કર આપે છે અને એ નથી આપતા, માટે રોકી રાખ્યા છે. ઈદ્ર કહેશે કે કર નહીં આપશે, અને તું છોડી મૂક, નહીં તો અનર્થ થઈ પડશે. એમ કહેશે તોપણ તે ઈદ્રનું વચન માન્ય કરશે નહીં. તે વારે ભાદરવા શુદિ અષ્ટમીએ જ્યેષ્ઠા નક્ષત્રે ઈદ્ર તેને એક થપાટ મારશે તેથી છયાશી વર્ષ આયુ પૂર્ણ કરી કલંકી મરણ પામીને નરકમાં જશે. - પછી તેના પુત્ર દત્તને અરિહંતધર્મ આરાધના કરવાની શિખામણ આપી રાજપાટે થાપી શ્રીસંઘને શાતા ઉપજાવી ગુરુને વાંદીને ઈદ્ર પોતાને સ્થાનકે જશે. પછી પિતાએ કરેલાં પાપોનું અનિષ્ટ ફલ તેને મળ્યું એવું જાણી દા રાજા દેરાસરો કરાવી ધર્મમાં તત્પર થશે, સર્વ પ્રજાલોકોને સુખી રાખશે, તે દત્તનો પુત્ર જિતશત્રુ, તેનો પુત્ર મેઘઘોષ થશે, ત્યાં સુધી તો જિનધર્મ સારી સ્થિતિમાં પ્રવર્તશે. દીવાલી કલ્પના મૂલપાઠમાં કલંકીનો જન્મ સવંત્ ૧૯૧૪ વર્ષે ઈત્યાદિક અનેક રીતે ભિન્ન ભિન્ન વાતો લખેલી દેખાય છે, માટે મુંઝવણ પડ્યાથી ચોકસ નિર્ધાર થઈ શકતો નથી. શ્રી દિવાલીકલ્પ ૮૯ 2010_03 Page #105 -------------------------------------------------------------------------- ________________ વલી હે ગૌતમ! મારા નક્ષત્રે ભસ્મરાશિ ગ્રહ બેસે છે, તેના જોરથી બે હજાર વર્ષ તથા પાંચસે વર્ષ વક્રના મલીને પચીસો વર્ષ મારા નિર્વાણને વીત્યા પછી એટલે વિક્રમ સંવત્ના ૨૦૩૦ વર્ષ પછી વલી જિનધર્મની ઉન્નતિ થશે, સાધુઓની પૂજા થશે. પાખંડીઓ લિંગીઓના પ્રતાપ હઠી જશે. ભસ્મગ્રહ ઉતયા પછી દેવતા પણ કિંચિત્ આરાધના કરવાથી તરત પ્રગટ થશે, વિદ્યા, મંત્ર, તંત્ર, યંત્રના પ્રભાવ દીક્ષા થશે, ઔષધી તથા અવધિજ્ઞાન અને જાતિસ્મરણાદિકના ભાવ પણ કવચિત્ પ્રગટ થશે. તથા હે ગૌતમ! મારા નિર્વાણ પછી ઉત્તમ, મધ્યમ એવા આચાર્ય સદ્ગતિએ જશે, તથા નરકે જશે તેની સંખ્યા કહું છું, તે સાંભલ, એક ક્રોડ અગીયાર લાખ અને સોલ હજાર એટલા ઉત્તમ આચાર્ય શ્રીજિનધર્મના પ્રાભાવિક થશે. તેમાં બે હજારને ચાર એટલા તે યુગપ્રધાન આચાર્ય વર્તમાન શ્રુતના જાણ, ચારિત્રવંત તે ત્રેવીશ ઉદયમાં છેલ્લા શ્રીદુપ્રસહસૂરિ સુધી થશે. જેમના પ્રભાવથી દુર્મિક્ષ ન થાય એવા થકા ઘણા ભવ્ય જીવોનાં મિથ્યાત્વ કાપશે. તથા તેત્રીસ લાખ, ચાર હજાર, ચારસેં ને એકાણું એટલા આચાર્ય મધ્યમ ગુણના ધણી માર્ગ ચલાવનારા થશે. તથા પચાવન ક્રોડ, પચાવન લાખ, પચાવન હજાર, પાંચસેં ને પચાવન એટલા અધમી આચાર્ય ભવ્ય જીવોને ભોલવનારા મહાપાપી મહાઆરંભી જેનું નામ લેવાથી પણ પાપ લાગે, એવા પ્રાયઃ નરકગામી થશે. એ આચાર્યોના શ્રાવક, શ્રાવિકા, સાધુ, સાધ્વીઓ પણ અગીયાર અગીયાર વધુ કહેવા. એટલે પચાવનને ઠેકાણે છાસઠ ક્રોડ, છાસઠ લાખ, છાસઠ હજાર, છસેં ને છાસઠ એટલા નરકગામી થશે. હવે શુદ્ધ શ્રીસંઘની સંખ્યા દેખાડે છે. ચોપન અશ્વ ને ચુમાલીશ લાખ ક્રોડ, એટલી સંખ્યએ ભલા ઉપાધ્યાય થશે. તથા સીત્તેર લાખ ક્રોડ, નવ લાખ ક્રોડ, નવ હજાર કોડી, એકસો કોડી, એકવીશ કોડી એકવીશ લાખ, સાઠ હજાર એટલા ભલા સાધુ થશે. તથા દશ હજાર કોડી, નવસે કોડી, બાર કોડી છપન લાખ ને છત્રીસ હજાર ઉપર એકસો ને નવાણું એટલી ભલી સાધ્વી થશે. તથા સોલ લાખ ક્રોડ, ત્રણ લાખ ક્રોડ, સીત્તેર ક્રોડ, અને ચોરાશી લાખ એટલા ભલા શ્રાવક થશે. તથા પચવીસ લાખ ક્રોડ, બાણું હજાર ક્રોડ, પાંચસે ક્રોડ, છત્રીશ કોડની ઉપર બાર અધિક કરીએ, એટલી સંખ્યાએ ભલી શ્રાવિકાઓ થશે. એ પ્રમાણે પાંચમા આરાનો સંઘ જાણવો. એ શ્રીમહાનિશીથમાં જેનાં નામ પણ લેવા યોગ્ય નથી એવા શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #106 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, તેનું પ્રમાણ બહુ દેખાડ્યું. તે જેવું ગ્રંથાંતરમાં છે તેવું લખ્યું છે. ઓછા અધિક હોય, તો કેવલી જાણે. - વલી હે ગૌતમ ! મારા નિર્વાણથી એક હજાર વર્ષ પછી પૂર્વશ્રુતનો વિચ્છેદ થશે. તે વાર પછી વીશ હજાર વર્ષ પર્યત મારું શાસન આગિયાના ચમક જેવું ચાલશે. પાંચમા આરાને અંતે છેલ્લા દુપ્પસહસૂરિ થશે, તેનું બે હાથનું શરીર હશે. શુદ્ધ સમ્યક્તધારી થશે. જે વારે બાર વર્ષનો થશે, તે વારે દીક્ષા લેશે. આઠ વર્ષ પર્યત દીક્ષાને રૂડી રીતે પાલશે. દશવૈકાલિક, અનુયોગદ્વાર, કલ્પસૂત્ર, ઓધનિયુક્તિ એટલાં આગમોનો વેત્તા થશે. છઠ્ઠ છઠ્ઠ તપ કરતો આઠ વર્ષ ચારિત્ર પાલીને અઠ્ઠમ તપ અનશન કરી એકાવતારી સૌધર્મદેવલોકે એક પલ્યોપમ આયુની સ્થિતિએ ઉપજશે તે વખત ફલ્યુશ્રી નામે સાધ્વી, નાગિલ નામે શ્રાવક, સત્યસિરિ નામે શ્રાવિકા, એ ચતુર્વિધ શ્રીસંઘ તે પૂર્વા એટલે બે પહોરની પહેલાં અનશન કરી દેવલોકે જશે. તે વાર પછી બે પહોરે સુમુખ નામે પ્રધાન અને વિમલવાહન નામે રાજા કાલ કરશે. એ રીતે ધર્મનીતિ તથા રાજ્યનીતિ સ્વભાવે વિચ્છેદ પામશે. તે વાર પછી પાછલે પહોરે અગ્નિનો વરસાદ થશે. તેથી સર્વ બલી ભસ્મ થશે. એમ વીસ હજાર નવસે વર્ષ, ત્રણ માસ, પાંચ દિવસ, પાંચ પ્રહર, એક ઘડી, બે પલની ઉપર અડતાલીશ અક્ષર ઉચ્ચાર કરીએ, એટલો કાલ શ્રીજિન ધર્મ વશે. પછી પ્રલયકાલનો વાયરો વાશે, રાત્રે ચંદ્રમા બારગુણી શીતલતા દેખાડશે, અને સૂર્યનો અત્યંત આકરો બારગુણો તાપ લાગશે, તેથી ઘણા લોકોનો ક્ષય થઈ જશે. પછી સાત સાત દિવસ પર્યત અંગારા મોબર જેવી પૃથ્વી થઈ જશે. ભસ્મના મેઘ, મુર્મરના મેઘ, ક્ષારના મેઘ, વિષના મેઘ, અગ્નિના મેઘ, વીજલીના મેઘ વરસશે. પ્રત્યેકમેઘ સાત સાત દિવસ લગણ વરસશે. તથા કાસ, શ્વાસ, કોઢ ઈત્યાદિક રોગથી લોકોનો નાશ થશે. પર્વત, નદી, ખાડા, તલાવ પ્રમુખ સર્વ સરખાં થઈ જશે. વૈતાઢ્ય પર્વતની મૂલમાં ગંગા તથા સિંધુ નદીને કાંઠે બહોતેર બિલ છે, તેમાં છ ખંડ સંબંધી ભરત ક્ષેત્રના વાસી સર્વ અનુષ્ય તિર્યંચ આવીને રહેશે. રથના ચીલા જેટલી ગંગા અને સિંધુ નદી વહેશે. એટલુંજ પાણી રહેશે. તેમાં માછલાં, કાચબા પ્રમુખ જીવ ઘણા હશે, અને પાણી થોડું રહેશે. તે બિલવાસી જીવો, સર્વ રાત્રે બહાર નીકલી નદીમાંથી મસ્યાદિકને શ્રી દિવાલીકલ્પ ૯૧ 2010_03 Page #107 -------------------------------------------------------------------------- ________________ કાઢી લઈને ઉની રેતીમાં દાટી મૂકશે. તે બીજે દિવસે સૂર્યને તાપે કરી પચી રહેશે, તે વારે તેને સાંજના સૂર્યાસ્ત થયા પછી, કાઢીને પોતાની ઉદરપૂર્ણ કરશે, તથા પહોરરાત્રિ ગયા પછી વલી પાસેના ઔષધી, વૃક્ષ, ગામ, નગર, તલાવ, વાવડી, કુંડ, પર્વત, વૈતાદ્ય, ઋષભકૂટાદિક પદાર્થ સર્વ સ્વસ્થાનકે રહ્યા થકા પણ દેખાશે નહીં. તથા તે મનુષ્ય સર્વ નાગા, રોગિષ્ટ, અશક્ત, ચાલતાં હાલતાં પડી જાય એવાં, કાલા, ક્રોધી, નારકી સરખા કુરુપા, અને એક હાથના શરીરવાલા એવા છઠા આરાને અંતે જાણવા. - પુરુષનું વીશ વર્ષઆયુ, સ્ત્રીનું સોલવર્ષ આયુ તેમાં પણ પુત્રના પુત્ર દેખશે. છ વર્ષની સ્ત્રી ગર્ભ ધારણ કરશે, ઘણા પુત્ર જણશે, માતા તથા સ્ત્રીનો કાંઈ ફેર નહીં રહે. માતાથી પણ ભોગ કરશે, એવા તિર્યંચ જેવા મનુષ્યો થશે. તેમાં વલી કષાય ઘણો થશે. એવી રીતનો છઠો આરો એકવીશ હજાર વર્ષનો ચાલશે. તેવીજ એકવીશ હજાર વર્ષનો ઉત્સર્પિણીનો પહેલો આરો પણ જાણવો. એ બહુ આરાના મનુષ્ય તિર્યંચ સરખા જાણવા, અને નરક તથા તિર્યંચગતિમાં જાવાવાલા જાણવા, એમ ભરત ઐરવતાદિક દશે ક્ષેત્રોમાં સરખા ભાવ જાણવા. પહેલો આરો પૂર્ણ થયા પછી બીજો આરો બેસશે, તે વારે સાત સાત દિવસ પર્યત એકેકો મેઘ વરસશે, એમ અનુક્રમે એક બીજા કેડે પાંચ મેઘ વરસશે. તેમાં પહેલો પુષ્કરાવમેઘ વરસશે, તેણે કરી જમીનમાંથી સર્વ તાપ નિવર્તીને શીતલા થશે, બીજા ખીરોદક મેઘના વરસવાથી ભૂમિમાં ઘાસ વનસ્પતિ ઉગશે, ત્રીજા ગ્રતોદક મેઘના વરસવાથી જમીન ચીકાશવાલી થશે, ચોથા શુદ્ધોદક મેઘના વરસવાથી ઔષધો ધાન્ય પ્રમુખ સર્વ વસ્તુ નિપજશે, પાંચમા રસોદક મેધના વરસવાથી સર્વ પ્રકારના રસ પૃથ્વીને વિષે થશે, એમ પાંત્રીસ દિવસમાં સર્વ પૃથ્વી પોતાની મેળે ફલી ફૂલી થશે, અને તે બિલવાસી લોકો પણ દિવસે દિવસે શરીરે વૃદ્ધિ પામતા થકા તથા પૃથ્વીને વિષે રમણિકપણું દેખીને બિલોમાંથી બહાર નીકળી આવશે. બિલ છોડીને વૃક્ષોમાં આવી રહેશે. પછી ક્રમે ક્રમે તેઓમાં આયુ, શરીર પ્રમુખ વધતાં જશે, તથા રુપ પણ દિવસે દિવસે રુડાં થતાં જશે. બુદ્ધિ, બલ પણ વધશે, માંસાહારીપણું ત્યાગીને ફલાહારી થશે, ધાન્ય ખાશે, શરીર નીરોગી થશે. તથા જલાશય પણ રુડાં થશે. તેથી પીવાને સારુ જલ પણ ઉત્તમ મલશે. શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ પછી તે બીજા આરાના અંતમાં મધ્યખંડને વિષે અનુક્રમે સાત કુલગર થશે. તેનાં નામ કહે છે. એક વિમલવાહન, બીજો સુનામ, ત્રીજો સંગમ, ચોથો સુપાર્થ, પાંચમો દત્ત, છઠ્ઠો સુમુખ અને સાતમો સમુચી, એ સાતમાંથી વિમલવાહનને જાતિસ્મરણજ્ઞાન ઉપજશે તેથી તે રાજનીતિ થાપશે, ગામ વસાવશે, હાથી, ઘોડા, પાયદળ, રથ પ્રમુખનો સંગ્રહ કરશે, અગ્નિ ઉપજવાથી અન્ન પક્વાદિકનો વિધિ દેખાડશે. ગાય ભેંસ પ્રમુખ રાખશે. બીજા પણ સર્વ વ્યવહાર પ્રવર્તાવશે, પુરુષની બહોતેર કલા, સ્ત્રીની ચોસઠ કલા જે કલ્પસૂત્રમાં કહેલ છે તે, સો પ્રકારનાં સર્વ શિલ્પ પ્રવર્તાવશે. એમજ છેલ્લો, સાતમો કુલગર તે શતદ્વારપુરમાં સમુચી એવે નામે થશે. તેની ભદ્રા નામે રાણી થશે. એવામાં ઉત્સર્પિણીનો બીજો આરો એકવીશ હજાર વર્ષનો, તે માંહેલા ત્રણ વર્ષ ને સાડા આઠ મહીના જે વારે શેષ રહેશે, તે વારે શ્રેણિક રાજાનો જીવ, પહેલી નારકીમાંથી નીકળીને ભદ્રા રાણીની કૂખે આવી ઉપજશે. રાત્રે ચૌદ સ્વપ્ન દેખીને ભદ્રારાણી પોતાના ભરતાર સમુચી કુલગરને કહેશે, તે સાંભલી સમુચી કુલગર કહેશે કે હે રાણી ! તુજને પુત્ર થશે, એમ જે પ્રમાણે કલ્પસૂત્રમાં શ્રી મહાવીર સ્વામીને કહ્યો છે, તે પ્રમાણે અનુક્રમે પુત્રના જન્મોત્સવને સર્વ અધિકાર અહીંયાં પણ કહેવો. તે પુત્રનું નામ પદ્મનાભ થાપશે. તેનું સાત હાથનું શરીર, સુવર્ણ સમાન દેહ, સિંહ લાંછન, બહોતેર વર્ષનું આયુ જાણવું. એવો શ્રીપદ્મનાભ તે શ્રી મહાવીર સ્વામીના જેવો તીર્થકર થશે. ત્યાર પછી જેમ આ વર્તમાન ચોવીશી થઈ, તેમ પચ્છાનુપૂર્વીએ બીજા ત્રેવીસ તીર્થંકર થશે. " એમ એ આવતી ચોવીશીના ચોવીશ તીર્થકરોનાં નામ તથા તે કયા કયા જીવ આવીને તીર્થંકરપણે ઉપજશે તેનાં નામ પણ હે ગૌતમ ! હું તુજને કહું છું તે સાંભલ. શ્રેણિક રાજાનો જીવ તે પદ્મનાભ નામે પહેલો તીર્થકર શ્રીમહાવીર જેવો થશે. શ્રીમહાવીરનો કાકો જે સુપાર્શ્વ, તેનો જીવ, તે સુરદેવ નામે બીજો તીર્થકર શ્રી પાર્શ્વનાથના જેવો થશે. પાટલીપુરમાં કોણિક રાજાનો પુત્ર ઉદાયી નામે જે રાજા, તેનો જીવ, શ્રી સુપાર્થનામે ત્રીજો તીર્થકર શ્રીનેમિનાથના જેવો થશે. પોટિલ નામે જે સાધુનો જીવ, તે સ્વયંપ્રભ નામે ચોથો તીર્થકર શ્રીનમિનાથના જેવો થશે. દઢાયું શ્રાવકનો જે જીવ, તે સર્વાનુભૂતિ નામે પાંચમો તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીના જેવો થશે. કાર્તિક શેઠનો જીવ જે હમણાં સૌધર્મેદ્ર થયો છે, તે નહીં, પણ બીજા કોઈ કાર્તિક શેઠનો જીવ, તે દેવશ્રુત નામે છટ્ટો તીર્થકર શ્રીમલ્લિનાથની જેવો થશે. શ્રી દિવાલીકલ્પ ૯૩ 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ કોઈ એક આચાર્ય એનું દેવદત્ત એવું નામ લખે છે તથા જે ભગવતી સૂત્રમાં શંખપુષ્કલી શ્રાવક કહ્યો તે ન લેવો, પણ બીજો કોઈ શંખ શ્રાવક છે, તેનો જીવ ઉદય નામે સાતમો તીર્થકર શ્રીઅરનાથના જેવો થશે. તથા ઉપાસકદશાંગ સૂત્રમાં જે આનંદ શ્રાવક કહ્યો છે તે ન લેવો, પણ બીજો કોઈ આનંદ શ્રાવકનો જીવ પેઢાલ નામે આઠમો તીર્થકર શ્રીકુંથુનાથના જેવો થશે. ઈહાં કોઈ એમ લખે છે કે, વસુનંદનો જીવ, તે પેઢાલ નામે આઠમો તીર્થકર થશે. તથા કોઈક કહે છે કે સુનંદનો જીવ પોટ્ટિલ નામે નવમો તીર્થકર થશે, અને કોઈક કહે છે કે, સુનંદનો જીવ નવમો તીર્થકર થશે; પણ સમવાયાંગમાં તો આનંદનો જીવ આઠમો તીર્થકર થશે, અને સુનંદનો જીવ નવમો તીર્થકર શ્રી શાંતિનાથજીના જેવો થશે, એમ કહ્યું છે. તથા શતકનો જીવ સત્કીર્તિ નામે દશમો તીર્થકર શ્રીધર્મનાથના જેવો થશે, પણ એ શતક જે ઉપાસકદશાંગમાં કહ્યો છે, તે સમજવો નહીં. તથા કૃષ્ણજીની માતા જે દેવકીજી, તેનો જીવ અગીયારમા મુનિસુવ્રત નામે તીર્થકર શ્રી અનંતનાથજીના જેવો થશે. તથા નવમા કૃષ્ણ વાસુદેવનો જીવ, તે બારમો અમમ નામે તીર્થ કર શ્રીવિમલનાથજીના જેવો થશે. તથા સુયેષ્ઠા સાધ્વીનો પુત્ર સત્યકી નામે જે વિદ્યાધર, તેનો જીવ તે નિઃકષાય નામે તેરમો તીર્થકર શ્રીવાસુપૂજ્યના જેવો થશે. શ્રી સમવાયાંગમાં તો સત્યકીનો જીવ બારમો તીર્થકર અને કૃષ્ણજીનો જીવ તેરમો તીર્થકર થશે એમ લખ્યું છે, એ ફરક છે, પણ સૂત્રમાં લખે, તે પ્રમાણ છે. તથા બલદેવનો જીવ, નિપુલાક નામે ચૌદમો તીર્થકર અગીયારમા શ્રીશ્રેયાંસનાથજીના જેવો થશે. તથા અંબડને પ્રતિબોધ દેનારી જે સુલસા શ્રાવિકા, તેનો જીવ નિર્મમ નામે પન્નરમો તીર્થકર, દશમા શ્રી શીતલનાથના જેવો થશે. તથા શ્રીબલભદ્રજીની માતા રોહિણીનો જીવ તે ચિત્રગુપ્ત નામે સોલમો તીર્થકર નવમા શ્રીસુવિધિનાથના જેવો થશે. ઈહાં પણ શ્રીસમવાયાંગમાં રોહિણીનો જીવ પંદરમો તીર્થકર અને સુલતાનો જીવ સોલમો તીર્થકર કહ્યો છે તે સત્ય છે. તથા કોઈક કહે છે કે કલંકીનો પુત્ર દત્ત નામે થશે, તે શ્રી શત્રુંજયનો ઉદ્ધાર કરી જિનમંડિત પૃથ્વી કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરશે. તે સોલમો તીર્થકર થશે. સત્યાસત્ય તો કેવલીગમ્ય છે. તથા શ્રી મહાવીરને બીજોરાપાકની વહોરાવનારી રેવતી શ્રાવિકાનો જે જીવ તે સમાધિ નામે સત્તરમો તીર્થકર, આઠમા શ્રીચંદ્રપ્રભજીના જેવો થશે. તથા સતાલી નામે કોઈક તાપસ કહે છે અને કોઈક શ્રાવક કહે છે, તેનો જીવ સંવર નામે અઢારમો તીર્થકર સાતમા શ્રી સુપાર્શ્વનાથના જેવો થશે. તથા દ્વારિકાનો દાહ ૯૪ શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #110 -------------------------------------------------------------------------- ________________ કરવાવાલો જે દ્વીપાયન મુનિ, તેનો જીવ યશોધર નામે ઓગણીશમો તીર્થંકર, છટ્ઠા શ્રીપદ્મપ્રભજીના જેવો થશે, પણ શ્રીસમવાયાંગમાં ઓગણીશમો તીર્થંકર મયાલીનો જીવ કહ્યો છે તે સત્ય છે. તથા દ્વીપાયનનો જીવ વીશમો અનર્દિક તીર્થંકર થશે એમ કહ્યું છે, અને બીજા આચાર્ય કહે છે કે કૌરવો પાંડવોનો ભાઈ કર્ણનો જીવ વીશમો તીર્થંકર થશે તથા કેટલાએક કહે છે કે વાસુપૂજ્યના વંશમાં જે કર્ણ થયો છે તેનો જીવ વિજય નામે વીશમો તીર્થંકર શ્રીસુમતિનાથજીના જેવો થશે. તથા જે ભગવતીમાં નિગ્રંથપુત્ર નારદ કહ્યો છે, તે નારદનો જીવ, વલી કોઈક એવું કહે છે કે રામ લક્ષ્મણ વખતમાં જે નારદ થયો છે તે નારદ, એકવીશમો વિજય નામે તીર્થંકર થશે. કોઈ કહે છે કે મલ્લ નામે તીર્થંકર શ્રીઅભિનંદનજીના જેવો થશે, અને શ્રીસમવાયાંગમાં તો વિજય એકવીશમો તીર્થંકર કહ્યો છે, અને સુલસાની પરીક્ષા કરનારો અંબડ તે બાવીશમો વિમલ નામે તીર્થંકર થશે, અને બીજું નામ મલ્લી એ બે નામ બાવીશમા તીર્થંકરનાં થશે. ઈહાં જે ઉવવાઈસૂત્રમાં અંબડ પરિવ્રાજક કહ્યો છે તે ન લેવો. ગ્રંથાંતરે બાવીશમા તીર્થંકરનું નામ દેવ એવું પણ કહ્યું છે. એ ત્રીજા શ્રીસંભવનાથનાં જેવાં શરીરાદિ આયુ પ્રમાણ પ્રમુખ સરખાં થશે એમ જાણવું. તથા અમરનો જીવ દેવોપપાત નામે ત્રેવીશમો તીર્થંકર થશે, ગ્રંથાંતરે અનંતવીર્ય નામે ત્રેવીશમો તીર્થંકર બીજા શ્રીઅજિતનાથજીના જેવો થશે એમ કહ્યું છે. તથા સ્વાતિબુધનો જીવ ભદ્રકૃત એવે નામે ચોવીશમો તીર્થંકર, શ્રીઋષભદેવજીના જેવો પાંચસે ધનુષ્યના શરીરવાલો થશે. એનું ગ્રંથાંતરે અનંતવિજય તથા બીજું નામ અનંતવીર્ય એવું પણ કહ્યું છે. એમનાં આયુ, શરીરપ્રમાણ, કલ્યાણિકાદિક દિવસો, આંતરા, લાંછન, વર્ણ વગેરે સર્વ શ્રીમહાવીરથી લઈને અનુક્રમે શ્રીઋષભદેવ સ્વામીના જેમ કહેવાય તેમ કહેવા. તેવોજ બીજો આરો વીત્યા પછી ત્રીજા આરાની ચોવીશીમાં બાર ચક્રવર્તી થશે, તેનાં નામ કહું છું. ૧ દીર્ધદંત, ૨ ગૂઢદંત, ૩ શુદ્ધદંત, ૪ શ્રીચંદ્ર, ૫ શ્રીભૂતિ, ૬ શ્રીસોમ, ૭ પદ્મ, ૮ મહાપદ્મ, ૯ દર્શન, ૧૦ વિમલ, ૧૧ અમલવાહન, ૧૨ અરિષ્ટ, એ બાર ચક્રવર્તી થશે, તેનાં નામ કહ્યાં. તથા ૧ નંદિ, ૨ નંદિમિત્ર, ૩ સુંદરબાહુ, ૪ મહાબાહુ, ૫ અતિબલ, ૬ મહાબલ, ૭ બલ, ૮ દ્વિપૃષ્ઠ, ૯ ત્રિપૃષ્ઠ, એ નવ વાસુદેવ આગામિક કાલે થશે. ઈહાં કેટલાંએક નામાંતર નામ છે, તે લખ્યાં નથી. તથા ૧ તિલક, ૨ લોહજંઘ, ૩ વજંઘ, ૪ કેસરી, ૫ બલિ, ૬ પ્રહ્લાદ, ૭ શ્રી દિવાલીકલ્પ ૯૫ 2010_03 Page #111 -------------------------------------------------------------------------- ________________ અપરાજિત, ૮ ભીમ, ૯ સુગ્રીવ, એ નવ પ્રતિવાસુદેવ થશે, તથા ૧ જયંત, ૨ અજિત, ૩ ધર્મ, ૪ સુપ્રભ, ૫ સુદર્શન, ૬ આનંદ, ૭ નંદન, ૮ પદ્મ, ૯ સંકર્ષણ, એ નવ બલદેવ થશે. એ સર્વ મલી ત્રેસઠ થયા. તે શલાકાપુરુષ કહેવા. એ સર્વ ત્રીજા આરામાં થશે. તે થયા પછી ચોથો આરો બેસશે. એ સર્વનાં શરીર આયુ આદિકનાં પ્રમાણ, જેમ તીર્થંકરોની પશ્ચાનુપૂર્વીએ કહ્યાં, તેમ પશ્ચાનુપૂર્વીએ જાણવાં. ચોવીશમા તીર્થંકરનું મોક્ષગમન થયા પછી કલ્પવૃક્ષ પ્રગટ થશે. સર્વ લોક યુગલીયા થશે. તે અઢાર કોડાકોડી સાગરોપમ સુધી નિરંતર યૌગલિક ધર્મ પ્રવર્તશે. એ ઉત્સર્પિણી અને અવસર્પિણી મલી વીશ કોડાકોડી સાગરોપમનું એક કાલચક્ર થાય. એવાં અનંતા કાલચક્ર આ ભરત ક્ષેત્રમાં અતીત કાલે થયાં, અને અનાગત કાલે થશે. એવી રીતે કહી પોતાનું નિર્વાણ ટૂકડું જાણી ગૌતમજીનો પોતાની ઉપર ઘણો સ્નેહ હતો, માટે તેને પાસેના ગામમાં કોઈ દેવશર્મા નામે બ્રાહ્મણ રહે છે, તેને પ્રતિબોધ દેવા સારુ મોકલ્યા. ભગવાન્ ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસે રહ્યા, સાડાબાર વર્ષ છદ્મસ્થપણે રહ્યા, ત્રીશ વર્ષ કેવલ ભોગવ્યું. સર્વ બહોંતેર વર્ષાયુ પૂર્ણ કરીને કાર્તિક વદિ અમાવાસ્યા, બીજો ચંદ્ર નામ સંવત્સર, પ્રીતિવર્ધન નામે મહીનો, નંદિવર્ડ્સન નામે પક્ષ, ઉપશમ નામે દિવસ, દેવાનંદા નામે રાત્રિ, સર્વાર્થસિદ્ધિ મુહૂર્ત, નાગ નામે કરણ, રાત્રિના પાછલા ભાગમાં ચાર ઘડી રાત્રિ રહે થકે સ્વાતિ નક્ષત્રે પર્યંકાસને એટલે પાલખી વાલી બેઠા એવામાં શક્રંદ્રે પૂછ્યું કે હે ભગવન્ ! તમારા જન્મનક્ષત્ર ઉપર બે હજાર વર્ષની સ્થિતિનો ત્રીશમો ભસ્મગ્રહ આવશે તે અતિક્ષુદ્ર છે, માટે હે સ્વામી ! તમે એક મુહૂર્ત માત્ર પડખો તો પાછલ તમારા તીર્થની પૂજા માનતા રુડી ચાલે, નહીં તો પાછલ શિષ્યાદિક ચતુર્વિધ સંઘને પીડા ઉપજશે, તે મારાથી પણ ટાલી ટલશે નહીં. એવું વચન સાંભલીને ભગવાન્ બોલ્યા કે હે ઈદ્ર! એ વાત ત્રણે કાલે ન થાય. જે હોનાર હોય, તેને કોઈ પણ ટાલી શકે નહીં. આયુષ્ય વધારવાને કોઈ સમર્થ નથી. ભાવિ પદાર્થ અવશ્યપણે થાય. એમ પ્રભુએ પંચાવન અધ્યયન પુણ્યફલ વિપાકનાં કહ્યાં, અને પંચાવન અધ્યયન પાપફલ વિપાકનાં પ્રરૂપ્યા. પૂછ્યા વિના છત્રીશ અધ્યયન પ્રકાશીને કહ્યાં. તેને અપૃષ્ટ વ્યાકરણ કહીએ. મરુદેવા માતાનું પ્રધાન નામે અધ્યયન પ્રરુપતે અંતર્મુહૂત્ત્વનું શૈલેશીકરણ કરી, ત્રણ યોગ રુંધી, પ્રધાન અધ્યયન ભાવતાં શ્રી દિવાલીકલ્પ ૯૬ 2010_03 Page #112 -------------------------------------------------------------------------- ________________ શુકલધ્યાનને ચોથે પાદે પાંચ હ્રસ્વ અક્ષરની સ્થિતિવાલું ચૌદમું અયોગી ગુણઠાણું પામી, મોક્ષરૂપ મહેલમાં પધાર્યા. તે વારે ઝીણા કુંથુઆ જીવ બહુ થયા. તે દેખી ઘણા મુનિએ અનશન કર્યા, નવ મલકી જાતિના રાજા અને નવ લેચ્છકી જાતિના રાજા, એ અઢાર કાશી કોશલના અધિપતિ અમાવાસ્યાને દિવસે વાંદવા આવ્યા. તે પોસહ ઉપવાસ કરી રહ્યા. તેણે ભગવંતનું નિર્વાણ સાંભલીને જાણ્યું, જે ભાવઉદ્યોત તો ગયો. હવે દીપકનો દ્રવ્યઉદ્યોત કરો. એમ વિચારી દીવા કહ્યા. વલી ભગવાનના નિર્વાણમહોત્સવ કરવા માટે આકાશમાર્ગે ઘણાં દેવ દેવીઓ જાતાં આવતાં થયાં, તેની જ્યોતિએ કરી રાત્રિમાં ઉદ્યોત થઈ રહ્યો, “મેરઈયાં મેરઈયાં' એમ બોલતાં રાત્રિએ કલકલ કોલાહલ દેવોના મુખથી થયો. તે દેખીને લોકોએ દીવાનાં મેરઈયાં કરવાની મર્યાદા ચલાવી. તથા ભગવંતનું નિર્વાણ દેવોના મુખથી સાંભલીને ગૌતમસ્વામી ચિંતવવા લાગ્યા કે જૂઓ, આ અંતઅવસરે મુજને વેગલો મૂક્યો, માટે અહી નિર્મોહી! અરે હું ભક્ત!! અને ભગવાન્ તો નીરાગી!!! જે માટે મુજને પોતાની પાસે ન રાખ્યો. અથવા એ વીતરાગ તેને સ્નેહ ક્યાંથી હોય? એ સિદ્ધાર્થનો પુત્ર તે પ્રેમ શી રીતે રાખે? માટે જગમાં કોઈ કેનું નથી, તેથી હે ચેતન! તું તારી સ્વદશા સંભાર. એમ ભાવના ભાવતાં મોહ ક્ષય કરીને કેવલજ્ઞાન ઉપજાવ્યું. તે દિવસથી લોકોએ દીવાલી પર્વ પૃથ્વીમાં કાર્તિક વદિ અમાવાસ્યાને દિવસે પ્રવર્તાવ્યું. લોક સર્વ ચતુષ્પદ ગાય પ્રમુખને રંગતા હુવા, ભસ્મગ્રહના ફલનો ઘાત કરવા મેરઈયાં થયાં. વલી વીર ભગવાનનો નિર્વાણમહોત્સવ કરીને ઈદ્ર મહારાજે પડવાને દિવસે શ્રીગૌતમસ્વામીનો કેવલમહોત્સવ કર્યો. તેથી લોકોમાં પડવાનો તહેવાર પ્રવર્યો, તેથી ચંદનાદિકે અક્ષાની પૂજા કરે છે. ઈહાં કવિ કહે છે કે મોહરુપ ચોરે જાણ્યું, જે વીર રાજા મોક્ષે ગયા, તો કોણ મુજને વારનારો છે? એવું ચિંતવીને મોહ૫ ચોર લોકોને લુંટવા લાગ્યો. તે વારે ગૌતમ ગુરુએ જાણ્યું, જે શું હમણા મારું રાજ્ય નથી? કે જે એ મોહરુપ ચોર આવે છે? એમ ચિંતવીને ગૌતમસ્વામીએ મોહરુપ ચોરને હઠાવ્યો. તે લોકોના ઘરમાં પેસવા લાગ્યો. તેને કાઢવા માટે સ્ત્રીઓ સૂપડું કૂટવા લાગી એમ જણાય છે. તથા ગૌતમસ્વામીએ સૂરિમંત્ર પ્રરુપ્યો, તેથી સૂરિમંત્રની આરાધના શ્રીગૌતમના કેવલજ્ઞાનની ઉત્પત્તિને દિવસે કરે છે. દેવછંદો શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #113 -------------------------------------------------------------------------- ________________ રચાવે છે, અક્ષત પ્રમુખ ઢોઈને સૂરિમંત્રની પૂજા કરી આરાધે છે, અને શ્રાવકો પણ ભગવાન્ મોક્ષ ગયા પછી શ્રુતજ્ઞાન પ્રત્યે સર્વ વિધિએ કરી પૂજે. હવે ભગવાન્ નિર્વાણ પામ્યા સાંભલીને ભગવંતના ભાઈ નંદિવર્ધન રાજાએ શોકાકુલ થઈ પડવાને દિવસે ઉપવાસ કર્યો. તેને કાર્તિક શુદિ બીજ દિવસે સુદર્શના બહેને પોતાને ઘેર તેડીને ચાર પ્રકારનો આહાર જમાડી પ્રતિબોધીને તેનો શોક નિવર્તાવ્યો. તાંબૂલ વસ્ત્રાદિક આપ્યાં. તે દિવસથી લોકોને વિષે ભાઈબીજ પ્રવર્તી, એમ દીપોત્સવ પર્વની સ્થિતિ થઈ, દીપોત્સવે ચૌદશ તથા અમાવાસ્યા એ બે દિવસે બે ઉપવાસ એટલે છઠ્ઠ કરીને અષ્ટપ્રકારી પૂજા કરીએ, પચાસ હજાર ફૂલથી શ્રુતજ્ઞાનની પૂજા કરીએ. તથા શ્રીગૌતમસ્વામીને સુવર્ણકમલને વિષે સ્થાપીને ધ્યાન કરીએ. ચોવીશે જિનનાં પટ આગલ પ્રત્યેક જિન આશ્રયી પચાસ હજાર ચોખા ગણતાં બાર લાખ ચોખા ઢોઈને તેની ઉપર દીવો મૂકી શ્રીગૌતમસ્વામીનું આરાધન કરીયે. સર્વોત્કૃષ્ટ સંપદા આરાધવાથી પરંપરાએ પરમપદ પામીએ. તથા દીપોત્સવ અમાવસ્યાને દિવસે ઉજમણું કરે, નંદીશ્વર તપ માંડે તે દિવસે નંદીશ્વરપટપૂજાપૂર્વક ઉપવાસ કરીએ. એમ સાત વર્ષ પ્રત્યેક અમાવાસ્યાએ ઉપવાસ કરીયે. સાત વર્ષ પૂર્ણ થયે મહાવીર નિર્વાણ કલ્યાણકની અમાવાસ્યાને દિવસે ઉજમણું કરીયે. તિહાં નંદીશ્વરદ્વીપના બાવન જિનનાં આલયરુપ પટ આગલ સાક્ષાત્ હવણ કરી, પટ આગલ બાવન વસ્તુનો બલિ ઢોઈએ. બાવન પ્રકારનાં પકવાન્ન, મીઠાઈ તથા નારંગી, જંબીર, બીજોરાં, સોપારી નાલીએર, સેલડીના સાંઠા, કેલાં પ્રમુખ સર્વ બાવન ઢોઈએ તથા બાવન જાતિનાં ફૂલ ઢોઈએ, બાવન વસ્ત્ર ચઢાવીએ. વલી કોટલાએક કહે છે કે દીપોત્સવ વિના પણ નંદીશ્વર તપ કરવું. એ રીતે દીવાલ પર્વનું આખ્યાન, શ્રી આર્યસુહસ્તિ ગુરુએ સંપ્રતિ રાજા આગલ કહ્યું. ત્યારે પાછું વલી સંપ્રતિ રાજાએ પૂછ્યું કે હે ભગવન્! દીવાલી પર્વમાં વિશેષ કરી ઘરને શોભાવવું, ડાં વસ્ત્ર પહેરવાં, વિશિષ્ટ પરિભોગ કરવા, ફૂલ ફલાદિક આરોગવાં, માંહોમાંહે જુહાર કરવો, કુશલ પૂછવું, ઘેર ઘેર મલવા જવું ઈત્યાદિક કરવાનું કારણ શું છે? તે સાંભળી ગુરુ બોલ્યા હે રાજન્ ! એ રીતિ ઘણા દિવસથી ચાલી આવેલી છે. તે હું કહું છું તે સાંભલ. ઉજ્જયણી નગરીમાં ધર્મ નામે રાજા છે. તેને નમુચિ નામે પ્રધાન છે. એવામાં શ્રીમુનિસુવ્રતસ્વામી શાસનના શ્રીસુવ્રત નામે આચાર્ય વિહાર કરતા બહુ શિષ્યના પરિવારે પરવસ્યા થકા તિહાં આવ્યા. શ્રી દિવાલીકલ્પ ૯૮ 2010_03 Page #114 -------------------------------------------------------------------------- ________________ પછી મુનિઓ સંથારેથી નમુચિ ક્રોધે ભરી ન શક્યો. જે તેમનું આગમન સાંભલી ધર્મરાજા વાંદવા આવ્યો. તેની સાથે નમુચિ પ્રધાન પણ આવ્યો. તે મિથ્યાષ્ટિ છે. માટે કુમાર્ગ સ્થાપન કરવા લાગ્યો તે વારે એક લધુ શિષ્ય ગુરુને પૂછ્યું કે હું એને ઉત્તર આપું? ત્યારે ગુરુએ કહ્યું સુખ આપ. પછી તેણે વાદ કરીને નમુચિને હઠાવ્યો તે વારે તે બોલી ન શક્યો. જે જોઈ લોકોએ શિષ્યની પ્રશંસા કરી, તેથી નમુચિ ક્રોધે ભરાયો થકો ઘેર ગયો. પછી રાત્રિએ સર્વ મુનિઓ સંથારે સૂતા હતા તે વારે નમુચિ ખગ્ગ કાઢીને ચેલાને મારવા લાગ્યો. તે જોઈ શાસનદેવે તેના હાથ થંભન કશ્યા. પ્રભાતે વલી રાજાદિક સર્વ લોક ગુરુને વાંદવા આવ્યા. તિહાં જુવે છે તો નમુચિ થંભ્યો છે. તે વારે રાજાએ મુનિને ખમાવીને નમુચિને છોડાવ્યો. - રાજા તથા નગરના સર્વ લોકોએ નમુચિને ધિકાઢ્યો. તે અપમાનથી લાજ પામીને તે નગર થકી નીકલી ગામો ગામ ભમતો ભમતો હસ્તિનાગપુર નામે નગરે આવ્યો. તિહાં પક્વોત્તર રાજા છે તેની જ્વાલા નામે રાણી તે સમકિતવંતી, શીલવંતી, ગુણવંતી, રૂપવંતી ઈત્યાદિ ગુણરુપ અલંકારે શોભતી છે. તેને એક વિષ્ણુકુમાર અને બીજો મહાપદ્મોત્તર એવા બે પુત્ર મહા શૂરવીર છે, ત્રિભુવનને આનંદકારી, દાનેશ્વરી કલ્પવૃક્ષ સમાન દાતાર છે. તેમાં યુવરાજા વિષ્ણકુમાર હતો. તે રાજ્યને વાંછતો નથી. તે વારે પક્વોત્તર રાજાએ મહાપદ્યને યુવરાજપદ આપ્યું. તે મહાપદ્યને એકદા નમુચિ મલ્યો. તેના ઉપર મહાપા પ્રસન્ન થયો. પોતાનો પ્રધાન કરી રાખ્યો. એકદા કોઈ સિંહ નામે રાજા છે. તેને પકડવા માટે મહાપ નમુચિને મોકલ્યો. નમુચિ પણ તે રાજાને જીતી પકડી બાંધી લાવીને રાજાને સ્વાધીન કો. તે વારે મહાપદ્મ રાજાએ નમુચિને વર આપ્યું અને કહ્યું કે જે તું માગે, તે હું આપું. તેને નમુચિએ કહ્યું, એ વર આપની પાસે હાલમાં હું અનામત રાખું છું. જ્યારે મને જોશે ત્યારે હું માગી લઈશ. એવામાં જ્વાલારાણીએ જૈનરથયાત્રા કાઢી. તેમાં સોનાનો રથ કાઢ્યો. તે અવસરે તે રાણીની બીજી શોક્ય રાણી છે. તે મિથ્યાત્વણી છે, તેણે જૈનના વેષથી શિવનો રથ કાઢ્યો. તે બહુ રથ માર્ગમાં ભેગા થઈ ગયા. તિહાં વાદ થયો. એકે કહ્યું કે મારે રથ આગલ ચાલશે. તે વારે બીજીએ કહ્યું, મારો રથ આગળ ચાલશે. તે જોઈ રાજાએ ઝગડો મટાડવા માટે બહુના રથ બંધ કયા. કાઢવા દીધા નહીં, તે શ્રી દિવાલીકલ્પ ૯ 2010_03 Page #115 -------------------------------------------------------------------------- ________________ વારે મહાપદ્મ પોતાની માતાનું અપમાન થયું દેખી રીસાણો થકો દેશાંતર ગયો, તિહાં પોતાના પરાક્રમથી પૂર્વ પુણ્યને યોગે ચક્રરત પ્રગટ્યું. તે લઈ છ ખંડ સાધી પાછો પોતાનો નગરે આવ્યો. ચક્રવર્તીની ઋદ્ધિ દેખી પિતાએ મોટા મહોત્સવથી તેને હસ્તિનાપુરમાં પ્રવેશ કરાવ્યો. પછી પદ્મોત્તર પ્રમુખ બત્રીશ હજાર રાજાએ ચક્રવર્તીનો પટ્ટાભિષેક કરીને વિષ્ણુકુમારને સાથે લઈ પદ્મોત્તર રાજાએ દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાલીને પદ્મોત્તર રાજા દેવલોકે ગયો, અને વિષ્ણુકુમારે છ હજાર વર્ષ તપ કરવું, તેને યોગે વૈક્રિયાદિક અનેક લબ્ધિઓ ઉપની, અને મહાપદ્મ ચક્રવર્તીએ પણ અનેક ગામો તથા પર્વતોમાં દેરાસરો કરાવી, જૈનધર્મની ઉન્નતિ કરી. પૃથ્વીમાં જૈનરાજ્ય વર્તાવ્યું. મોટો સ્વર્ણરત્નમય રથ બનાવીને રથાયાત્રા કાઢી માતાનો મનોરથ પૂર્ણ કહ્યો. એવામાં જેણે નમુચિને હઠાવ્યો હતો તે સુવ્રતાચાર્ય, શિષ્યો સહિત આવીને તિહાં ચોમાસું રહ્યા. તેને જોઈ નમુચિને દ્વેષ ઉપન્યો, અને વિચારવું જે હવે એની પાસેથી મારું વૈર લઊં. તેથી તેણે રાજાને કહ્યું કે તમારું આપેલું વર મુજને આપો. ચક્રવર્તીએ કહ્યું. હું માગ, તે આપું. નમુચિએ કહ્યું, મુજને યજ્ઞ કરવો છે માટે કાર્તિક શુદિ પૂનમ પર્યંત તમારું ચક્રવર્તી સંબંધી રાજ્ય મુજને આપો. એટલા દિવસ રાજ્યમાંહે તમારી આજ્ઞા ન ચાલે. એકલી મારીજ આજ્ઞા ચાલે. ચક્રવર્તી પણ વચને બંઘાણો હતો, તેથી તેને રાજ્ય આપી દીધું, અને પોતે અંતેઉરમાં રહ્યો. મોટાનાં વચન ફરે નહીં. હવે નમુચિ રાજા થયો. યજ્ઞ કરવા માંડ્યો. તેમાં સર્વદર્શનીના લિંગીયા સર્વ આવ્યા, પરંતુ સુવ્રતાચાર્ય ગયા નહીં. તે જોઈ નમુચિએ કહેવરાવ્યું કે સર્વ દર્શનીઓ આવીને મુજને નમ્યા, અને તમે નમવા આવ્યા નહીં. તો હવે સાત દિવસ માંહે મારા રાજ્યથી બહાર નીકલી જાઓ, નહીં તો સર્વને મરાવી નાખીશ. પછી મારામાં દોષ કાઠશો નહીં. તે વારે મુનિઓ બોલ્યા કે સાત દિવસમાં ચક્રવર્તીના રાજ્યને ઉલંધીને અમે ક્યાં જઈએ ? વલી સંઘ તથા રાજાઓએ મલી તેને અરજી કરી, જે મુનિઓથી ચોમાસામાં ક્યાંહિ જવાઈ શકાય નહીં. તેમજ આખા ભરત ક્ષેત્રમાં તારું રાજ્ય છે, તેને મૂકીને એ ક્યાં જઈ રહેશે ? ત્યારે તેને નમુચિએ કહ્યું, જો નહીં જશે તો મરાવી નાખીશ. તેને ઘણા જણોએ ૧૦૦ શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #116 -------------------------------------------------------------------------- ________________ સમજાવ્યો તોપણ કોઈનું માન્યું નહીં, તે વારે સંઘે આવી આચાર્યને કહ્યું કે અમારું કાંઈ જોર ચાલે તેમ નથી. તેમજ ચક્રવર્તી પોતે પણ વચને બંધાયેલો છે, માટે બોલતો નથી. તે માટે હવે ધર્મસંકટ આપ મટાડો. તે વારે આચાર્ય સાધુઓને કહ્યું કે તમારામાંથી કોઈ લબ્ધિવંત સાધુ મેરુ પર્વતે જઈને વિષ્ણુકુમારને તેડી લાવો. તે સાંભલી એક શિષ્ય બોલ્યો કે મારામાં મેરુ પર્વત જવાની શક્તિ છે, પણ તિહાંથી પાછા આવવાની શક્તિ નથી. ગુરુએ કહ્યું કે તમોને તિહાંથી વિષ્ણુકુમાર મુનિ અહીંયાં લઈ આવશે. પછી તે મુનિએ મેરુ પર્વતે જઈ વિષ્ણુકુમાર મુનિને સર્વ હકીકત કહી, અને કહ્યું કે સંઘનું કામ છે, માટે ચાલો, એમ કહ્યું. તે વારે વિષ્ણુકુમારે જાણ્યું જે એમાં કાંઈ મોટી વાત નથી. હું ચક્રવર્તીને કહીને સંકટ કાપી નખાવીશ. એમ ચિંતવી સાધુને લઈ ગુરુની પાસે આવ્યો. સુવ્રતાચાર્યને વાંદી ને પૂછ્યું, મહારાજ! મને શ્યો આદેશ છે ? ગુરુએ સર્વ વાત જેમ બની હતી તેમ કહી સંભલાવી. વિષ્ણુકુમારે મહાપદ્મ ચક્રવર્તીને જઈ કહ્યું કે તારા રાજ્યમાં મુનિઓને ઉપસર્ગ કેમ થાય? ચક્રવર્તીએ કહ્યું, હું વચન આપી બંધાઈ ગયો છું, માટે મારું કાંઈ પણ જોર ચાલે એમ નથી. હાલ એ દુષ્ટ મારું કહ્યું પણ માનતો નથી. તે વારે વિષ્ણુકમાર રાજાની પર્ષદામાં ગયો. તેને એક નમુચિ સિવાય બીજા સર્વ રાજાઓ તથા પ્રધાન ઉભા થઈ આદર આપી વાંદવા લાગ્યા, પરંતુ તે નમુચિ તો ઉભો પણ થયો નહીં. હવે વિષ્ણુકુમાર મુનિએ તે નમુચિને કહ્યું કે હે નમુચિ ! આ ચોમાસું પૂર્ણ કરીને મુનિઓ વિહાર કરશે, કારણકે હાલમાં એમનાથી જવાય નહીં. ત્યારે નમુચિએ કહ્યું કે જો નહીં જવાય, તો મરાવી નાખશું. તે વારે વિષ્ણુકુમારે કહ્યું કે મુજને રહેવા માટે તો જમીન આપ. નમુચિએ કહ્યું તમને રહેવા માટે ત્રણ પગલાં જમીન આપું છું. તે વારે મુનિએ કોપ કરી વૈક્રિયલબ્ધિને બલેકરી લાખયોજનનું પોતાનું શરીર કર્યું. પછી એક પગ પૂર્વ વેદિકાની પાસે મૂક્યો, એક પગ પશ્ચિમ વેદિકાએ મૂક્યો. વલી ત્રીજું પદ માપીને કહ્યું કે હવે ત્રીજું પદ મૂકવા માટે જમીન આપ. તે જોઈ સર્વ લોક કંપાયમાન થયા, અને મુનિએ ક્રોધમાં ભરાઈ પોતાનો પગ ક્યાંહિ પણ જગા ન મલવાથી નમુચિના માથા ઉપર મૂક્યો. તેથી નમુચિ પૃથ્વીમાં પેસી ગયો. શ્રી દિવાલીકલ્પ ૧૦૧ 2010_03 Page #117 -------------------------------------------------------------------------- ________________ અન્યદર્શનીઓ કહે છે કે વિષ્ણુએ વામન અવતાર લઈ બલિ રિપુને પાતાલમાં ઘાલ્યો. તે વિષ્ણુ એજ સમજવો. હવે એવું કૃત્ય દેખી સર્વ લોક ભય પામ્યા, પર્વત કંપાયમાન થયા, પૃથ્વી ધ્રુજવા લાગી, સમુદ્ર મર્યાદા મૂકવા લાગ્યો, જ્યોતિષી દેવતા ભય પામ્યા. દેવોએ જાણ્યું કે આ તે શું ઉત્પાત છે ? એમ મનમાં શંકા ઉપની, શકેંદ્રનું મન પણ શંકિત થયું. પછી અવધિજ્ઞાને કરી જાણવામાં આવ્યું છે, કારણ પડવાથી મુનિએ રુપ વિદ્ભવ્યું છે. તેનો ક્રોધ ઉપશમાવવા માટે ઘણા ગંધર્વાદિક દેવ દેવીઓને લઈને મુનિ આગલ ગાયન પ્રમુખ કરાવી તેનો કોપ મટાડ્યો. તે વારે વિષ્ણુકુમાર કોપ રહિત થઈ જેવું સ્વભાવનું શરીર હતું, તેવું રુપ કરી રહ્યા. મહાપા ચક્રવર્તી આવીને નમ્યો. તે વેળાએ ચક્રવર્તીને ઉલંભો દેઈ મુનિરાજ આદિક સર્વ લોકે પરવયા થકા ગુરુ પાસે આવ્યા. ગુરુને વાંદીને આલોયણ લઈ પડિક્કમીને સંઘ પ્રભાવના કરી. ઘણો કાલ ચારિત્ર પાલી મોક્ષે ગયા. એ રીતે ઉત્પાત ટલ્યો. લોકે જાણયું, નવો જન્મ થયો, એટલે મરવાથી બચ્યા. એવું જાણીને માંહોમાંહે કુશલ પૂછવા લાગ્યા, અને સ્નાન મજ્જન કરી ડાં વસ્ત્રભૂષણ પહેરવા લાગ્યા. ઈષ્ટદેવને પૂજી રૂડાં ભોજન કરવા લાગ્યા. એ પ્રવૃત્તિ તે દિવસથી વર્ષોવર્ષ લોક રુઢીએ ચાલી આવે છે, તે પણ કાર્તિક પડવાનો દિવસ હતો, માટે લોક જુહાર પ્રમુખ કરે છે, ભંડાર, ઘર શણગારે છે, અને મુનિની અવજ્ઞાનો કરનાર જે નમુચિ, તેને મૃગપશુ સમાન જાણીને છાણનો ગોવર્ણન, ઘરની બહાર રાજાએ કરાવ્યો. તે પ્રવૃત્તિ હમણાં પણ ચાલી આવે છે. તે નમુચિનો એ ભંડાચારો થયો, એમ જાણવું. તે રીતિ તો પ્રથમથીજ હતી, અને પછી શ્રીવીરનિર્વાણની અમાવસ્યા માટે દીવાલીની મર્યાદા થઈ. એ સર્વ લૌકિક સ્થિતિ છે. પણ શ્રદ્ધાવંત શ્રાવક લોક છે, તેમણે તો એ પર્વમાં આરંભ ન કરવો, પરંતુ ચૌદશ અમાવસ્યાનો છઠ્ઠ કરી સોલ પ્રહરના પોસહ કરવા. કોટિ પુષ્પ સહિત શ્રુતજ્ઞાનની પૂજા અષ્ટ પ્રકારે કરવી, વસ્રરુપ નાણું, સુવર્ણનાણું ચઢાવવું. એમ પુસ્તકપૂજા કરવી, બ્રહ્મચર્ય પાલવું, અહિંસા આદરવી, સત્ય બોલવું, તપ કરવું, લાલચ ન કરવી, ધ્યાન ધરવું, સદ્ગુરુની સેવા કરવી, સુપાત્રે દાન દેવું, એ આઠ વાનાં તે દિવસમાં કરવાં. તથા પચાસ હજાર સાધુ, સાધ્વીના પરિવાર સહિત ગૌતમસ્વામીને યાદ કરીને સોનાના કલશમાં સ્થાપવા, દીપ, ધૂપ, સાથીઓ ૧૦૨ શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #118 -------------------------------------------------------------------------- ________________ કરવો. એમ કરવાથી પચાસ હજાર મુનિને પૂજવાનું દ્રવ્યફલ પામે, અને સર્વ સાવધનો ત્યાગ કરે, તો ભાવપૂજાનું ફલ મોક્ષનું ફલ પામે. જેમ વૃક્ષમાં કલ્પવૃક્ષ, દેવોમાં ઈદ્ર, રાજામાં ચક્રવર્તી, જ્યોતિષીમાં સૂર્ય, ધાતુમાં સુવર્ણ, ઘોડામાં સપ્તમુખો ઘોડો ઉત્તમ છે, તેમ અન્ય સર્વ પર્વોમાં દીવાલી પર્વ મોટું લાભકારી છે. જે માટે શાસનનાયક શ્રીવીર ભગવાનનો મોક્ષકલ્યાણિકનો દિવસ છે, તે મહા પ્રાભાવિક છે. વલી શ્રીગૌતમસ્વામીને કેવલ પામ્યાને દિવસે ઘણા રાજાએ દીપોત્સવ કર્યો છે, તેથી એ દીવાલી પર્વ પ્રવર્યું છે, એ વાત સાંભલીને સંપ્રતિ રાજા પણ પ્રતિવર્ષ દીવાલી પર્વ આરાધન કરવા પ્રવર્યો. એમ આર્યસુહસ્તિના મુખથી સાંભલીને શ્રીવીરકલ્યાણિક દિવસ જાણી સર્વ દેશો માંહેલા લોક એ પર્વ કરવા લાગ્યા. જે મિથ્યાત્વી લોકો હતા તે પણ કલ્પિત માહાભ્ય બનાવી પોતાના મતમાં એ દીવાલ પર્વને માનતા થયા. એટલે મિથ્યાત્વીઓને એ પર્વ કર્મબંધના કારણરુપે પ્રવર્યું અને સમ્યગૃષ્ટિ જીવોને કર્મનિર્જરાનું કારણ થયું. - વલી એ દીવાલી પર્વને દિવસે અક્ષતનો સાથીઓ કરી પવિત્ર થઈ ગૌતમસ્વામીનો મંત્ર જપે, તો તેને લક્ષ્મીનો પણ લાભ થાય; પણ તે મંત્ર આશા રહિત થકા ભલો આણીને જપવો જોઈએ. તે મંત્ર આ પ્રમાણે છે. “ૐ હું શ્રીં શ્રીગૌતમાય નમઃ” એનો સાડીબાર હજાર જાપ દીવાલીની રાતે કરવો. તથા “ૐ હ્રીં શ્રી ગોતમામ સુવર્ણલબ્લિનિધાનાય ૐ હ્રીં નમઃ” એનો સાડીબારસો વખત જાપ કરવો. તથા દીવાલીની અમાવાસ્યાને દિવસે નંદીશ્વર દ્વીપનો પટ લખી બાવન જિનચૈત્યની પૂજા કરવી. પછી મહીને મહીને અમાવાસ્યાનો ઉપવાસ કરવો, પારણે એકાસણું કરવું. એમ સાત વર્ષ સુધી કરે, બાવન ફલાદિક વસ્તુઓ ચઢાવે. જો શક્તિ ન હોય તો એક વર્ષ સુધી કરીને પછી ઉજમણું કરે, તોપણ મોટો લાભ છે. એમ નંદીશ્વર તપ દીવાલીથી લઈને પાછું દીવાલીએ મૂકે. તેમજ વલી બીજાં પણ ઘણા તપ દીવાલી સંબંધી છે તે સર્વ ગ્રંથાંતરથી જાણીને યથાશક્તિ કરવાં. - વલી પાવાપુરીની પૂર્વે મધ્યમ પાપા કહેતા હતા તે શ્રી વીર ભગવાનનું નિર્વાણકલ્યાણિક થયાથી ઈદ્ર મહારાજે પાવાપુરી એવું નામ સ્થાપ્યું. ભગવાનના નિર્વાણ સ્થાનકે દેવતાના પ્રભાવે કૂવાના પાણીથી તેલ વિના દીવા બળે છે. જે શ્રી દિવાલીકલ્પ ૧૦૩ 2010_03 Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રાણી એ પર્વ આરાધે તેને ઉત્તરોત્તર માંગલિકની માલા થાય. એ દીવાલીકલ્પનો બાલાવબોધ ઘણાં દીવાલીકલ્પો જોઈને સામાન્યપણે લખ્યો છે. કેટલાએક દીવાલી કલ્પોમાં અન્યદર્શનીઓની પુરાણાદિક સંબંધી વાતો છે, તે અમે ઈહાં લખી નથી, કેમકે મિથ્યાત્વીઓમાં કોઈ કેવલી તો થયોજ નથી. માત્ર તેમના વિર્ભાગજ્ઞાનથી કહેલી વાતો તે કાંઈ જરુર યોગ્ય ખપમાં આવે નહીં, માટે મૂકી દીધી છે. એમાં પ્રમાદથી તથા ગ્રંથાંતરના પ્રભાવથી મતાંતરથી જે કાંઈ વિપરીત લખ્યું હોય, તેનું મિચ્છામિ દુક્કડ છે. || ઈતિ શ્રીદિવાલીકલ્પસ્ય બાલાવબોધરુપ વ્યાખ્યાન સમાપ્તમ્ | | || શુભ ભવતુ મંગલમ્ // ૧૦૪ શ્રી દિવાલીકલ્પ 2010_03 Page #120 -------------------------------------------------------------------------- ________________ -[] - છે I અથ શ્રીરોહિણીની કથા પ્રરંભઃ II જે કિંચિ વિંછઈ મણે, તે સä હુઈ તવપ્રભાવેણ / ઈફેણ સમે જોગો, હવઈ વિઓગો અણિકેણ // ૧ / ઉચ્ચિઠમસુંદરય, ભવં તહ પાણગં ચ જો દેઈ / સાહૂણ જાણમાણે, ભત્તેમિ નિમજજાએ તસ્સ / ૨ll અર્થ- જે કાંઈ મનમાં વાંછે, તે સર્વ તપના પ્રભાવે કરી પ્રાપ્ત થાય, ઈષ્ટ વસ્તુનો સંયોગ થાય, અને અનિષ્ટ વસ્તુનો વિયોગ થાય. ઉખરાડ એટલે વિરુદ્ધ તે જૂઠ પ્રમુખ તથા અસુંદર એટલે ખરાબ ખોટો એવો જે આહાર ભાત તથા પાણી તે જે જીવ જાણતો થકો સાધુ ભણી દીયે, તે આહાર જમો થકો પચે નહીં. તેવા અન્ન આપનારને અનિષ્ટપણું પ્રાપ્ત થાય છે. તેના ઉપર રોહિણીની કથા કહે છે. શ્રીચંપાનગરીને વિષે શ્રીવાસુપૂજ્ય તીર્થકરનો પુત્ર મઘવા નામે રાજા રાજ્ય કરે છે. તેની લખમણા એવે નામે રાણી છે. તેને અનુક્રમે આઠ પુત્ર થયાતે વારે રાણીએ વિચાર્યું, જે હજી એક પુત્રી થાય તો સારું. એમ ચિંતવતાં આઠ પુત્રની ઉપર નવમી પુત્રી થઈ. તે માતાપિતાને ઘણી વલ્લભ છે. તેનું નામ રોહિણી પાડ્યું. હવે તે પુત્રી પાંચ ધાવે કરી લાલી જતી પાલી જતી મોટી થઈ તે વારે ભણી ગણી સર્વ કલા શીખીને મહાચતુર થઈ, રુપ લાવણ્ય ગુણે કરી સંયુક્ત થઈ. અનુક્રમે યૌવનાવસ્થા પામી, ત્યારે રાજાએ વિચાર્યું છે એ કુમરીને જો યોગ્ય વર મલે તો સારું થાય. એમ વિચારી સ્વયંવરમંડપ માંડ્યો. તેમાં કુરુ, કોશલ, લાટ, કર્ણાટ, વૈરાટ, મેદપાટ, ગૌડ, ચોડ, દ્રવિડ, મગધ, માલવ, સિંધુ, સૌરાષ્ટ્ર, ગુર્જર, કુંકણ, કચ્છ, જાલંધર, નાગપુર ઈત્યાદિક દેશના વિદ્યાધર રાજા તથા બીજા પણ મોટા મોટા રાજાઓ આવ્યા. ડેરા તંબૂ દઈ બેઠા. હવે રાજાએ પણ પોતાની કુમરીને સોળે શણગારે શણગારી હાથમાં વરમાલા આપી સ્વયંવરમંડપમાં મોકલી. દાસી મુખ આગલ હાથમાં અરીસો લઈ રાજાઓની શ્રી રોહિણીની કથા ૧૦૫ 2010_03 Page #121 -------------------------------------------------------------------------- ________________ બિરદાવલી બોલતી રાજકુમારોનાં રુપ દેખાડતી હતી. એમ કરતાં નાગપુર નગરના વીતશોક નામે રાજાનો પુત્ર અશોક કુમર તે સ્વયંવરમાં આવ્યો હતો, તેના ગલામાં વરમાળા પહેરાવી. યોગ્ય વર દેખીને સર્વ લોક હર્ષ પામ્યા, પુત્રીના પિતાએ પણ મોટો મહોત્સવ કરી વિવાહ કયો. સર્વ રાજવીઓને ઘણા હાથી, ઘોડા, વસ્ત્રાભરણ અને ભોજન, તાંબૂલ પ્રમુખ દેઈને શીખ આપી. તથા અશોક કુમારને પણ ઘણા હાથી, ઘોડા, દાસ, દાસી, સોના, રુપાનાં ઘરેણાં પ્રમુખ દાયજો આપીને નાગપુર પહોંચતો કરો. | તિહાં વીતશોક રાજાએ પણ મોટા મહોત્સવે કરીને પોતાના પુત્રને નગરમાં પ્રવેશ કરાવ્યો. કેટલાએક દિવસ વીત્યા કેડે શુભ મુહૂર્તી અશોક કુમારને રાજપાટે સ્થાપીને વીતશોક રાજાએ દીક્ષા લીધી. પાછલ અશોક રાજા રાજ્યસંપદા તથા સ્ત્રી સાથે સંસારસુખ ભોગવે છે. હવે રોહિણીને આઠ પુત્ર થયા, અને ચાર પુત્રીઓ થઈ. એમ રાજા રાણી બેહુ સુખ ભોગવતાં રહે છે. એક દિવસે રાજા અને રાણી બહુ મહેલ ઉપર ગોખમાં બેઠાં છે. તે મહેલની પાછલ એક વ્યવહારીઆનું ઘર છે. તેનો પુત્ર મરણ પામ્યો, તે વારે તે પુત્રનાં માતા, પિતા, તથા બીજાં સગાં સંબંધી સર્વ મલી મોટે સાદે કરી રોવા કૂટવા લાગ્યાં, તે જોઈને રોહિણી પોતાના ભરતારને પૂછવા લાગી હે સ્વામી ! આ નાટક તે કેવા પ્રકારનું કહેવાય ? તે સાંભલી રાજા બોલ્યો કે હે રાણી ! તું અહંકાર મ કર. હમણાં તું ધન, યૌવનને મદે કરીને ભરેલી છો, પણ તેનો મદ કરવો સમજુ માણસને યોગ્ય નથી. જે માટે આ સંસાર અનિત્ય છે ધન જોબન ઠકુરાઈમાં, સદીસુરંગી ન હોય // ક્યું રખાં હું માણસા, છાંહ ફિરતી જોય / ૧ / માટે એ અથિર ઋદ્ધિ છે. તેનો તું શું મદ કરે છે? તે સાંભલી રાણી બોલી કે સ્વામી! તમે ફોગટ શા વાસ્તે પોતાના મતની તાણ કરો છો? હું તો કાંઈ પણ ગર્વમાં બોલતી નથી, પરંતુ મેં એવું નાટક કોઈ વાર પણ દીઠેલું નથી. તે માટે હું તમને પૂછું છું. તેમાં તમે વલી લાંબી લાંબી વાતો કરીને મદવંતી શામાટે કહો છો ? તે વારે રાજા બોલ્યો કે જો હવે હું તુજને નાટક ખેલ દેખાડું છું કે જેથી તું પોતેજ એવું નાટક કરવા પોતાની મેળે શીખી જઈશ. એમ કહીને રાણીને ખોલામાં પુત્ર રમતો હતો તેને રાજાએ ઉપાડીને ગોખમાંથી નીચે નાખી દીધો. તે જોઈ સર્વ ૧૦૬ શ્રી રોહિણીની કથા 2010_03 Page #122 -------------------------------------------------------------------------- ________________ લોક હાહાકાર કરવા લાગ્યા, પણ રોહિણીને તો એક તિલમાત્ર પણ દુઃખ ઉપન્યું નહીં, તે કાંઈ એ વાતમાં સમજી પણ નહીં કે આ રાજા શું કરે છે? ને કેવું કામ કરે છે? કે જે થકી મને દુઃખ પેદા થશે. હવે તે બાળકને નીચે પડતાં થકા અધવચમાંથી પુરદેવીએ હાથે કરી ઝાલી લીધો. તે પુત્ર પણ દીર્ધાયુવાલો મહા ભાગ્યવંત છે, માટે દેવતાએ તેની સહાય કરી. બાલક જીવતો રહ્યો દેખી સર્વ લોક વિસ્મય પામ્યા તથા હર્ષવંત થયા. તે દેખી રાજા બોલ્યો કે હે રાણી! હું તુજને રોવા કૂટવાની શીખવતો હતો, પણ તે પૂર્વ ભવમાં કોઈ મોટું પુણ્ય ઉપાર્જન કરેલું છે, તે માટે તને દુઃખ દેખવું પડ્યું નહીં. તો હવે એ વાતનો નિશ્ચય તો કોઈ જ્ઞાની મહારાજ અહીં પધારશે, તેને તારા પૂર્વલા ભવ પૂછીને કરશું. હવે એકદા વાસુપૂજ્ય સ્વામીના શિષ્ય સપ્તકુંભ અને સુવર્ણકુંભ નામે બે મુનિરાજ નગરની બહાર સમોસા . તેને રાજા રાણી બેહુ વાંદવા ગયાં. તિહાં ગુરુએ ધર્મોપદેશ દીધો. રાજાએ પૂછ્યું કે હે મહારાજ ! આ મારી રોહિણી રાણીએ પૂર્વે શું સુકૃત કર્યું હશે? કે જેને યોગે એ કાંઈ પણ દુઃખ પામતી નથી, મારો પણ એના ઉપર ઘણો સ્નેહ રહે છે, વલી પુત્ર પુત્રીનું પણ સુખ છે. તે સાંભલી મુનિરાજ કહેતા હતા કે હે રાજ! તું સાંભલ. એ પાછલા ભવે ઉજ્જયંતગિરિપુરને વિષે પૃથ્વીપાલ રાજા રાજ્ય કરતો હતો, તેની સદ્ધિમતી નામે રાણી હતી. એકદા રાણી સહિત રાજા વન માંહે ક્રીડા કરવા ગયા. એ અવસરે તિહાં માસક્ષમણને પારણે ગુણસાગર નામે મુનિરાજને નગર ભણી આવતા દેખીને રાજાએ તેમને વાંદી નમસ્કાર કર્યો, અને રાણીને કહ્યું કે હે સ્ત્રી ! આ ઋષીશ્વર જંગમ તીર્થ છે, માટે ઘેર જઈ એમને શુદ્ધ આહાર આપો. તે સાંભલી રાણીએ જાણ્યું જે આ મુંડો મને વિષયસુખમાં અંતરાય કરવા માટે ક્યાંથી આવી પડ્યો? એમ કલકલતાં રીસે બલતાં એક કડવું તુંબડું હતું, તે તેને વહોરાવ્યું. તે લઈ ઋષીશ્વરે વિચાર્યું કે આ અન્ન જિહાં પરઠવશું, ત્યાં અનેક જીવોનો સંહાર થશે. એમ ચિંતવી તેનું પોતેજ પારણું કર્યું. તે વિષ-પ્રયોગથી મુનિરાજ શુભ ધ્યાને મરણ પામીને મોક્ષે ગયા. રાજાને વાત જાણવામાં આવી, તે વારે રાણીને ઘરથી બહાર કાઢી મૂકી. તે રાણીને જંગલમાં રખડતાં રઝળતાં ઉગ્ર પાપને યોગે સાતમે દિવસે કોઢ રોગ ઉત્પન્ન થયો. તેને યોગે અનુક્રમે રાણી મરીને છટ્ટી નરકે ગઈ. તિહાંથી નીકલી વલી તિર્યંચમાં તથા સર્વે નરકમાં ઘણા ભવ રખડી. શ્રી રોહિણીની કથા ૧૦૭ 2010_03 Page #123 -------------------------------------------------------------------------- ________________ પછી તેણે એકદા ચંડાલણીના ભવમાં મરવાની વખતે નવકારનું સ્મરણ કર્યું, તેને યોગે કરી એજ નગરે ધનમિત્રા નામે ભાર્યા છે, તેની કૂખે દુર્ગધા નામે પુત્રીપણે ઉપની. હવે તે જ્યારે યૌવનને પ્રાપ્ત થયી, ત્યારે પિતાએ તેનો વિવાહ મહોત્સવ કો. લગ્નસમયે વરની સાથે હાથ મેલાવો કરતાં જે વારે વરના હાથમાં કન્યાનો હાથ આપ્યો, તે વારે તેને અગ્નિ જેવો બલતો લાગ્યો. તેથી તે વરરાજા તેનો હાથ છોડીને વેગલો જઈ બેઠો. થોડી વાર પછી તિહાંથી ઉઠીને ચાલવા માંડ્યું, તે વારે પિતાએ તેને જતો પકડ્યો, અને કહ્યું કે હે પુત્ર ! તું રંગમાં ભંગ કાં કરે છે? તે સાંભલી પુત્ર બોલ્યો, હે પિતાજી! તમે કહો તો વિષ ખાઉં! કહો તો મારે ગલે હું ફાંસો આપું તે બધું કરું, પણ એ કન્યાને હું પરણીશ નહીં!! તે વારે શેઠે કહ્યું, હે પુત્ર ! તું ઉદાસી થઈશ નહીં. એ કન્યાથી તારા હાથ બલે છે, માટે એ રહી. હું બીજી ઘણી કન્યાઓ તુજને પરણાવીશ. એમ કહી શેઠ પુત્રને લઈને ઘેર જતો રહ્યો. હવે કન્યાનો પિતા પણ વરની ચિંતા હરહંમેશ કયા કરે. એકદા કોઈ એક મહારુપવાન્ ભીખારી શેઠને ઘેર આવ્યો. તેને શેઠે કહ્યું કે તું જો મારે ઘેર રહે તો હું તુજને મારી કન્યા પરણાવી આપું. તે વારે ભીખારીએ કહ્યું, જો આપ રાખશો, તો રહીશ. પછી શેઠે તેનાં મેલાં કપડાં ઉતરાવી એક બાજુ નાખી દીધાં, અને તેને નવરાવી ધોવરાવી નવીન ઉંચા કપડાં ઘરેણાં પહેરાવીને પોતાને ઘેર રાખ્યો. સૂવા વખતે ચિત્રશાલિ ઉપર જઈ કન્યા પાસે જતાં વેંત જ સામી દુર્ગધતા આવવા લાગી. તે ભીખારીએ વિચાર્યું કે મારે ભીખ માગીને પેટ ભરવું, તેજ સારું છે, પણ આ સુખ મારા કામનાં નથી. એમ ચિંતવી લુગડાં ઘેરણાં સર્વ ઉતારી નાખ્યાં, અને પોતાનાં પ્રથમનાં મેલાં લુગડાં પહેરીને ચાલતો થયો. પ્રભાતે માતાપિતાએ દાસીને કહ્યું કે હે દાસી ! તું જારી, દાતણ, મેવા, મીઠાઈ પ્રમુખ કુમરીની પાસે લઈ જા. તે દાસી લઈને કુમારી પાસે જઈ જુવે છે, તો ત્યાં તે દુર્ગધા એકલી રડતી બેઠી છે. તે જોઈને દાસીએ આવી માતાપિતાને કહ્યું, તે વારે માતાપિતા આવીને પુત્રીને કહેવા લાગ્યાં કે હે પુત્રી ! કર્મથી કોઈ જોરાવર નથી. જે માટે તીર્થંકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ એવા એવા પુરુષોથી પણ કર્મ ટલી શક્યાં નહીં, તો આપણે શી ગણતીમાં છીએ ? માટે હવે તું બેઠી બેઠી ધર્મ કર. ધર્મને પ્રભાવે કરી સર્વ સુખ આવી પ્રાપ્ત થશે. તે સાંભલી કુમરીએ પણ મનમાં સંવેગ ભાવ આણીને તપ, જપ કરવા માંડ્યાં. ૧૦૮ શ્રી રોહિણીની કથા 2010_03 Page #124 -------------------------------------------------------------------------- ________________ એકદા તિહાં જ્ઞાની ગુરુ પધારચા. તેમને શેઠે પૂછ્યું કે મહારાજ ! આ મારી પુત્રીને રોગ કેમ થયો ? તે વારે ગુરુએ તેના પૂર્વલા ભવ કહી સંભલાવ્યા. ફરી શેઠે પૂછ્યું કે હવે આ રોગ કેવી રીતે જાય? તેનો ઉપાય કહો. ગુરુએ કહ્યું કે આને સાત વર્ષ ને સાત માસ પર્યંત રોહિણીનું તપ કરાવ. તે આવી રીતે કે જે દિવસે રોહિણી નક્ષત્ર આવે, તે દિવસે ચઉવિહારો ઉપવાસ કરવો, અને ભાવ સહિત શ્રીવાસુપૂજ્ય ભગવાનની રત્નમય પ્રતિમાની પૂજા કરવી. તપ પૂર્ણ થયા પછી ભલી ભાંતે ઉજમણું કરવું. જો એમ કરાવશો તો સુગંધ રાજકુમારની પેઠે તેનાં સર્વ દુઃખો મટી જશે. તે વારે દુર્ગંધાએ પૂછ્યું, સુગંધ રાજકુમાર તે કોણ હતો ? તે મને કહો. ત્યારે ગુરુએ કહ્યું - સિંહપુર નગરમાં સિંહસેન રાજા, તેની કનકપ્રભા રાણી, તેમને એક પુત્ર થયો તે અતિશય દુર્ગંધ હતો, તેથી તે સર્વને અપ્રિય થયો. એક વખતે તે નગરીમાં પદ્મપ્રભસ્વામી સમોસરણ્યા. ત્યાં કુટુંબ પરિવાર સહિત જઈ રાજાએ કરાંજલિ બાંધીને પૂછ્યું હે ભગવન્ ! મારો પુત્ર દુર્ગંધી થયો તેનું કારણ શું હશે ? એણે પૂર્વલા ભવમાં શું કર્મ કરવું હશે ? ત્યારે ભગવાન કહેવા લાગ્યા. નગપુરથી બાર યોજન છેટે નીલ પર્વત ઉપર એક શિલાની ઉપર માસોપવાસી સાધુ ધર્મધ્યાન કરતા હતા, તેને વ્યાધે ઉપદ્રવ કરવા માંડ્યો. એક વખતે તે સાધુ ગામમાં એષણાર્થે ગયો. એટલામાં એક વ્યાધે તે શિલા ઉપર અગ્નિ સલગાવ્યો અને તે શિલા અગ્નિ જેવી બલતી કરી. સાધુ ત્યાં આવીને બેઠા. ઉષ્ણ પરિસહ સહન કરીને કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. પછી તે વ્યાધ દુષ્ટ કર્મથી કુષ્ટી થયો. મરીને સાતમી નરકે ગયો. પછી સર્પ થઈને પાંચમે નરકે ગયો. પછી સિંહ થઈને ચોથે નરકે ગયો. પછી ચિત્રક થઈને ત્રીજે નરકે ગયો. પછી માર્જાર થઈને બીજે નરકે ગયો. પછી ઉલૂક થઈને પહેલે નરકે ગયો. એવા ભવ ભમીને અંતે એક શ્રાવકને ઘેર ઉપન્યો. પશુપાલનો ધંધો કરવા લાગ્યો. શ્રાવક હોવાથી નવકાર શીખ્યો. એક વખતે વનમાં દાવાગ્નિ બલતો હતો, તે બલતાં બલતાં પેલો પશુપાલ જ્યાં સૂતો હતો, ત્યાં તેના અંગ ઉપર આવી પડ્યો. તે બલીને મરણ પામ્યો. અંતે નવકાર સ્મરણ કરવું, તેથી તારો પુત્ર થયો. શેષ કર્મના દોષથી દુર્ગંધી શરીર થયું. એવી રીતે પૂર્વ સાંભલતાંજ તે દુર્ગંધ રાજકુમરને જાતિસ્મરણજ્ઞાન ઉપજ્યું. તેથી ભગવંતને પગે લાગીને પૂછવા લાગ્યો કે હું એ શ્રી રોહિણીની કથા 2010_03 ૧૦૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ દોષથી કેમ છુટીશ? ત્યારે જિનેશ્વરે કહ્યું કે રોહિણીનું તપ કર, તેથી સર્વ નિરાબાધ થશે. પછી તે રાજપુત્ર રોહિણીનું તપ કરવું. તેથી તેનું શરીર સુગંધિત થયું. માટે હે દુર્ગંધે ! તું પણ એ તપ કર. એના પ્રભાવથી સુગંધ કુમારની પેરે તારાં સર્વ દુઃખ નાશ પામશે. એવું સાંભલીને તે દુર્ગંધાએ રોહિણી તપ અંગીકાર કરવું. શુભ ધ્યાનથી તપસ્યા કરતાં આત્માની નિંદા કરતાં દુર્ગંધાને જાતિસ્મરણજ્ઞાન ઉપજ્યું. તેને યોગે પૂર્વલો ભવ સાંભરી આવ્યો. તેથી વલી વિશેષે તપ કરવા માંડ્યું. આયુ પૂર્ણ થયાથી શુભ ધ્યાને મરણ પામીને દેવલોકને વિષે દેવતાપણે ઉપની, ત્યાંથી ચવીને અહીં ચંપાનગરીને વિષે મઘવા રાજાની પુત્રી થઈ. તેનું રોહિણી નામ પડ્યું, તેને તમે પરણ્યા છો. એણે ઘણું દાન આપ્યું છે, તેથી તારી પટરાણી થઈ છે. એણે પૂર્વે રોહિણી તપ કરવું છે. તેના પ્રભાવથી દુઃખ તે વલી શી ચીજ છે ? એવું પણ એ જાણતી નથી. વલી ઉજમણું કરવું તેના પ્રભાવથી એ ઋદ્ધિ પામી છે. વલી હે રાજા ! તે સિંહસેન રાજાએ એ સુગંધ કુમારને રાજ્યપાટે સ્થાપી પોતે દીક્ષા લીધી. સુગંધ રાજા રાજ્ય પાલતો ધર્મકૃત્ય કરતો મરણ પામી દેવલોકે ગયો, તિહાંથી ચવીને પુષ્કલાવતી વિજયે પુંડરિગણી નગરમાં કેવલકીર્તિ રાજાને ઘેર અર્કકીર્તિ નામે ચક્રવર્તીપણે ઉત્પન્ન થયો. ત્યાં દીક્ષા લઈ બારમે દેવલોકે ઇંદ્રપણે ઉપન્યો. ત્યાંથી ચવીને અહીં તું અશોક નામે રાજા થયો છો. તારી રાણીએ અને તેં બેહુ જણે મલી પૂર્વે સરખું તપ કરવું છે, તે માટે તારો સ્નેહ એની ઉપર ઘણો છે. વલી રાજાએ પૂછ્યું કે હે સ્વામી ! મારી સ્ત્રીને આઠ પુત્ર અને ચાર પુત્રીઓ થઈ, તે તેના કયા પુણ્યોદયથી થઈ ? તે વારે ગુરુ બોલ્યા, હે મહાભાગ્ય ! એમાંથી સાત પુત્ર તો પૂર્વલા ભવે મથુરા નગરીએ એક ભીખારી અગ્નિશર્મા બ્રાહ્મણ રહેતો હતો, તેને ઘેર પુત્રપણે ઉપન્યા હતા. તે દારિદ્રી કુલમાં ઉપન્યા, તેથી સાતે ભીખ માગવા જાય, પણ તેને કોઈ ઓટલે પણ બેસવા આપે નહીં. જ્યાં જાય ત્યાં ધક્કો મારી બહાર કાઢી મૂકે. એમ તે પુત્રો ગામો ગામ ફરતા, ભીખ માગતા માગતા એકદા પાડલીપુરે ગયા. તિહાં તેણે રાજાના પુત્રોને તથા પ્રધાનના પુત્રને દીઠા, તેથી મનમાં આશ્ચર્ય પામ્યા. તે વારે મોટા ભાઈએ કહ્યું જે આપણે પણ માણસ છીએ, અને એ પણ માણસ છે, પરંતુ આપણામાં અને એનામાં એટલું બધું અંતર કેમ છે ? તે સાંભલી નાનો ભાઈ બોલ્યો કે એણે શ્રી રોહિણીની કથા ૧૧૦ 2010_03 Page #126 -------------------------------------------------------------------------- ________________ સાધુએ કમલી તે પુત્રીએ પૂર્વે પુણ્ય કશ્યાં છે, તેનાં ફલ એ ભોગવે છે, અને આપણે પુણ્યહીન છીએ, તેથી ઘરઘર ભીખ માગીએ છીએ. પછી ફરતાં ફરતાં વનમાં ગયા, તિહાં એક સાધુ મુનિરાજ કાઉસ્સગ્નધ્યાને રહ્યા હતા, તેમની પાસે જઈ ઉભા રહ્યા, અને સાધુએ પણ કાઉસ્સગ્ગ મારી દયા આણીને ધર્મદેશના દીધી. તે સાંભળી સાતે ભાઈ વૈરાગ્ય પામી, દીક્ષા લઈ, ચારિત્ર પાલી, મરણ પામીને દેવલોક જઈ દેવતાપણે ઉપન્યા, તિહાંથી આવીને અહીં તારે ઘેર આવી પુત્રપણે ઉપન્યા છે, તથા વૈતાદ્ય પર્વત ઉપર એક ભિલ્લ વિદ્યાધર શાશ્વત જિનપ્રતિમાની પૂજા કરતો હતો, તે મરણ પામી સૌધર્મ દેવલોકે દેવતા થયો. ત્યાંથી ચવી તે તારો લોકપાલ નામે આઠમો પુત્ર થયો છે, અને જે તારી ચાર પુત્રીઓ છે, તે પૂર્વલે ભવે વિદ્યાધર રાજાની પુત્રીઓ હતી. અનુક્રમે યૌવનાવસ્થા પામી. એકદા પ્રસ્તાવે બાગમાં રમવા ગઈ, તિહાં સાધુને ઉભેલા દીઠા. સાધુએ તેમને પૂછ્યું કે હે કુમરીઓ! તમે ધર્મ કરો, ત્યારે તેમણે કહ્યું, અમે ધર્મકરણી ન કરીએ. વલી સાધુએ કહ્યું, તમારું આયુષ્ય સ્વલ્પ રહ્યું છે, માટે ધર્મકરણીમાં પ્રમાદ કરશો નહીં. તે સાંભળી તે પુત્રીએ પૂછ્યું કે અમારું આયુ કેટલું બાકી રહ્યું છે? સાધુએ કહ્યું, આઠ પહોર શેષ રહ્યું છે. ત્યારે તે પુત્રીઓ કહેવા લાગી કે આટલા સ્વલ્પ કાલમાં શું પુણ્ય કરીએ ? મુનિએ કહ્યું, જ્ઞાનપાંચમનું તપ કરો. જે માટે કહ્યું છે કે - જે નાણ પંચમિયં, ઉત્તમ જીવા કુણંતિ ભાવસુયા // ઉભુંજ અણુવમસુઈ, પાવંતિ કેવલં નાણું / ૧ / એવો ઉપદેશ સાંભલી તે પુત્રીઓએ ઘેર આવી પચ્ચકખાણ લીધું, પોતાના આત્માને કૃતાર્થ માન્યો. એક સ્થાનકે ચારે જણીઓ બેઠી. એટલામાં વિદ્યુત્પાત થયો, તેથી ચારે પુત્રીઓ મરણ પામી દેવતા થઈ. તિહાંથી ચવીને તારી પુત્રીઓ થઈ છે. એ વાત સાંભળતાંજ રાજાને તથા રાણીને જાતિસ્મરણજ્ઞાન ઉપન્યું, પૂર્વલા ભવ સાંભઢ્યા, તેથી વૈરાગ્ય પામ્યા થકાં પોતાને ઘેર આવ્યાં. વલી એકદા શ્રીવાસુપૂજ્ય ભગવાન્ આવી સમસ્યા, તેમને રાજા તથા રોહિણી રાણી પ્રમુખ પરિવાર સહિત વાંદવા ગયાં. તિહાં પ્રભુની દેશના સાંભલી ઘેર આવી પુત્રને રાજ્યમાટે સ્થાપી, સાતે ક્ષેત્રે ધન વાવરી, ચારિત્ર અંગીકાર કરી બહુ જણ મોક્ષે ગયા. એ રીતે ભવ્ય જીવોએ પણ રોહિણીનું તપ શુભ ભાવથી કરવું. || ઈતિ રોહિણી તપ કથા સમાપ્ત . શ્રી રોહિણીની કથા ૧૧૧ ચારે તે પુત્રીએ 2010_03 Page #127 -------------------------------------------------------------------------- ________________ {[૧૦] છે અથ ચઉમાસીપર્વનું વ્યાખ્યાન લિખતે સ્માર સ્માર ફુરઝાન, ધામ જૈનં જગન્મતમ્ // કારં કાર ક્રમાંભોજેગૌરવે પ્રણતિ પુનઃ / ૧ નિબદ્ધાં પ્રાર્નઃ પ્રાપ્શ-વશ્ય વ્યાખ્યાનપદ્ધતિમ / લિખ્યતે લેશતો વ્યાખ્યા, ચાતુર્માસિક પર્વણઃ // ૨ // શ્રીપાર્શ્વ સુખમાગાર, સ્માર સ્માર હૃદાંબુજે / વ્યાખ્યાન લિખતે રમ્ય, ચાતુર્માસિકપર્વણઃ // ૩ / અર્થ:- સર્વ જગતને પૂજ્યમાન, તથા જેનું જ્ઞાન સ્કુરતૂપ છે, એવું જિનરાજાનું ધામ જે મૂર્તિ, તેને વારંવાર સ્મરીને તથા ગુરુના ક્રમાંભોજે એટલે ચરણ-કમલને વિષે ફરી ફરી પ્રણામ કરીને તથા પ્રાચીન પંડિત લોકોએ કરેલી વ્યાખ્યાનની પદ્ધતિ જોઈને ચાતુર્માસિક પર્વની વ્યાખ્યા, હું લેશમાત્ર કહું છું . ૧, ૨ ને સુખના ભંડાર એવા ત્રેવીસમા જિન જે શ્રીપાર્શ્વનાથ, તેને મારા હૃદયકમલને વિષે વારંવાર સ્મરણ કરીને પૂર્વાચાર્યો જેવી રીતે ચૌમાસી પર્વની રચના કરી છે, તેને જોઈને મનોહર એવું ચાતુર્માસિક પર્વનું વ્યાખ્યાન યથામતિ લખું છું / ૩ / - તિહાં આષાઢ ચોમાસું, કાર્તિક ચોમાસું અને ફાલ્ગન ચોમાસું આવે થકે ધર્માર્થી શ્રાવકોને ભલે પ્રકારે ધર્મક્રિયા કરવી. જેમકે અન્યોન્ય સાપેક્ષ એવા વ્યવહારનય અને નિશ્ચયનય, તેણે કરી યુક્ત એવા શ્રીજિનશાસનને જાણી એકાંતવાદ નિરાકરણાર્થ આવશ્યક ગ્રંથોક્ત સમાહિતાક્ષર ચતુર્ભગ તુલ્ય દ્રવ્યભાવલિંગ કરી યુક્ત એવું ધર્મકૃત્ય સ્યાદ્વાદસચિવાલા લોકોએ કરવું. શ્રીઆવશ્યકસૂત્ર મધ્યે સિક્કાના ચાર ભાંગા કહ્યા છે, તે આ પ્રમાણે - પહેલે ભાંગે રુપ પણ ખોટું અને તેની ઉપર મુદ્રા પણ ખોટી, તે ચરક પરિવ્રાજક પ્રમુખનો ધર્મ જાણવો. બીજે ભાંગે રુપ ખોટું પણ મુદ્રા સાચી, એવા ઉસન્ના પાસત્કાદિકનો ૧૧ ૨ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #128 -------------------------------------------------------------------------- ________________ ધર્મ જાણવો. ત્રીજે ભાગે રુપ શુદ્ધ ચોખું, અને મુદ્રા ખોટી, એવા પ્રત્યેકબુદ્ધ જાણવા. ચોથે ભાંગે રુપ શુદ્ધ એટલે ખરું અને મુદ્રા પણ શુદ્ધ એટલે ખરી, એવા સાધુ મુનિરાજ જાણવા. એ ચાર ભાંગા માંહે સુશ્રાવકને ચોથો ભાંગો આદરવો. હવે જૈનમાર્ગીને જે નિત્ય ક્રિયા કરવી જોઈએ તે સામાન્ય કરી કહે છે. અનંતાનંત ભવભ્રમણભીરુ અને શ્રદ્ધાળુ એવા સુશ્રાવકોએ એક તો સાવદ્ય વ્યાપાર ન કરવો, વલી ફાગુન મહીનાથી માંડીને આઠ મહીના પર્યત તિલ આદે દઈને ધાન્ય સંગ્રહી રાખવાં નહીં, કારણ તેથી બહુ ત્રસ જીવની ઉત્પત્તિ અને નાશ થાય છે. બોલાનું અથાણું પ્રમુખ ન રાખવું. મહુડાં, બીલીનાં ફલ અને અરણી પ્રમુખનાં ફૂલ તથા સરગવાની શીંગનું બિલકુલ ગ્રહણ ન કરવું. એ અવશ્ય ત્યાગવાં. તથા ચોમાસામાં તાંદુલની ભાજી આજે દઈને પાપનું શાક ન ખાવું; કારણ કે બહુ સૂક્ષ્મ ત્રસ જીવ મિશ્રપણું છે માટે શ્રી હેમાચાર્યે કહેલું છે કે ફાગણ માસથી આરંભીને કાર્તિક પૂનમ પર્યત પ્રાયઃ પત્રશાક ન ખાવું. વલી ચલિત રસનું ફલ, બીજોરાનું ફલ, કાચું ફલ, તથા અજાણ્યાં ફલ ખાવાં નહીં. તથા બીજી પણ અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કરવો. કહ્યું છે કે અજ્ઞાતફલ, અશોધિતપત્રશાક, સોપારી, મેલું ઘી એ સર્વનો માંસભક્ષણ સમાન દોષ છે. હવે વિશેષપણે ચોમાસાના પર્વની કરણી કહીએ છીએ. સામાયિકાવશ્યકપૌષધાનિ, દેવાચ્ચેનસ્નાત્ર વિલેપનાનિ બ્રહ્મક્રિયાદાનતપોમુખાનિ, ભવ્યાશ્ચતુર્માસિકમંડનાનિ / ૧ / અર્થ:- અહો ભવ્ય જીવો! સામાયિકાદિક ધર્મકૃત્ય કરવાં, એ ચોમાસાપર્વનાં મંડન એટલે ભૂષણ જાણવાં. અર્થાત્ એવાં ધર્મકાર્ય થકી ચોમાસું રુડું દેખાય છે, માટે તમારે જરુર તેનું સેવન કરવું. યદ્યપિ ચાતુર્માસિક ત્રણ છે, તોપણ જેના ઉદેશે કરી વ્યાખ્યાન છે, તેનું નામ ગ્રહણ કરવું. અહીં કોઈ પુરુષ સામાયિક કરે, કોઈ પડિક્કમણું કરે, કોઈ પોસહ કરે, દેવપૂજા કરે ઈત્યાદિક પોતાની શક્તિ પ્રમાણે ધર્મકાર્ય કરે, તેમાં કાંઈ વિરોધ નથી. તિહાં પ્રથમ પ્રત્યેક મહીનામાં તિથિ જોવી. જે ત્રણ પ્રકારે છે, કહ્યું છે કે “ચઉદસમુદિપુણમાસિણિત્તિ” તેમાં બે ચૌદશ, બે આઠમ, એક અમાવાસ્યા અને એક પૂનમ, એ છ પર્વતિથિ કહી છે, તથા ઉદિષ્ટા શબ્દ શ્રીજિનકલ્યાણક તિથિ અને પજોસણા તિથિ લેવી. એ ચારિત્રતિથિ છે. તેથી એ તિથિ માંહે ચારિત્ર આરાધવું, કારણકે ગીતાર્થ એવા શ્રી ચઉમાસીપર્વ ૧૧૩ 2010_03 Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રીશીલંગાચાર્યે આદર કરી કહેલું છે માટે બીજ, પાંચમ અને અગીયારશ એ જ્ઞાનતિથિઓ છે, તેથી એ તિથિઓ માંહે જ્ઞાનનું આરાધન કરવું. બાકી બીજી દર્શનતિથિઓ છે, તે માંહે સમ્યક્તનું આરાધન કરવું. અર્થાત્ સમ્યકત્વી જીવોએ મિથ્યાત્વ પરિહારે કરી દેવપૂજા ગુરુસેવા કરવી, વ્યાખ્યાન સાંભળવું, ધર્માનુમોદન કરવું, તીર્થયાત્રા કરવી, શ્રીજિનેશ્વરના કલ્યાણકની ભૂમિ ફરસવી ઈત્યાદિક બોલે પ્રવર્તીને પોતાનું સમકિત નિર્મલ કરવું. કહ્યું છે જમ્મ દિખા નાણું, તિચ્છયરાણં મહાભુભાવાણં // કચ્છ ય કિર નિવ્વાણું, આગાઢદંસણું હોઈ હવે પ્રથમ સામાયિકનું સ્વરુપ કહે છેઃ- સમસ્ય આયો લાભઃ સમાયઃ સ એવા સામાયિકં એટલે રાગ દ્વેષ રહિત એવા જીવને જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આય એટલે લાભ હોય તેને સામાયિક કહીએ. બે ઘડી પર્યત સર્વ ઈનિષ્ટ વસ્તુને વિષે સમ પરિણામ રાખે, સર્વ જીવને પોતાના આત્મા સમાન ગણે, તેને સામાયિક કહીએ. તેના ચાર ભેદ છે તે કહે છે, એક તો હું એટલો અમુક પાઠ ભણી સંપૂર્ણ મુખપાઠ કરીને ઉઠીશ, એવો નિયમ કરી બેસે, તે પ્રથમ શ્રત સામાયિક જાણવું. બીજું શુદ્ધ સમકિત પાલવું, તે સમકિત સામાયિક જાણવું. ત્રીજું દેશવિરતિ સામાયિક તે બે ઘડી પ્રમાણ જાણવું. તથા ચોથું સર્વવિરતિ સામાયિક, તે સાધુ મુનિરાજ પાલે છે. તે ચારિત્ર સામાયિક જાણવું. વલી શાસ્ત્રમાં કહ્યું છે કે : નિંદપસંસાસુ સમો ય, માણવાણકારીસું // સમ સયણપરજણ મણો, સામાઈય સંગઓ જીવો // ૧ // અર્થ- કોઈ આપણી નિંદા કરે, અથવા કોઈ પ્રશંસા કરે, કોઈ માન કરે, કોઈ અપમાન કરે, તોપણ સામાયિકમાં બેઠા સમતાપ શુભ પરિણામ રાખે, સ્વજન તથા પરજનની ઉપર સમભાવ રાખે, તે જીવ સામાચિકી જાણવો. જો સમો સવભૂસુ, તમેસુ થાવસુ ય / તસ્ય સામાઈયં હોઈ, ઈમ કેવલિભાતિયં // ૨ / સર્વ પ્રાણીમાત્ર જે ત્રસ તથા થાવર જીવો છે, તેને વિષે સમતા પરિણામ રાખે, તેને સામાયિક શુદ્ધ હોય. એ વાત કેવલી ભગવાને કહી છે. વલી સામાયિકમાં બેઠા થકા શ્રાવક પણ સાધુ સમાન હોય છે. કહ્યું છે કે : શ્રી ચમાસીપર્વ ૧૧૪ 2010_03 Page #130 -------------------------------------------------------------------------- ________________ સામાઈયમ્મિ ઉકએ, સમણો ઈવ સાવઉ હવાઈ જહા / એએણ કારણેણં, બહુસો સામાઈયં કુજા // ૧ // માટે શ્રાવકે ઘણી વાર સામાયિક કરવું. વલી કહ્યું છે કે સામાઈયં તુ કાઉં, ગિહકર્જ જોવિ ચિંતએ સઢો // આત્તરુદોવગઓ, નીરછેં તસ્સ સામઈયં / ૧ // ભાવાર્થ- જે મનુષ્ય આd, રોદ્ર ધ્યાનને વશ પડ્યો થકો સામાયિક કરે, સામાયિકમાં ઘર સંબંધી સાવધ કામ વિચારે, તેનું સામાયિક નિરર્થક હોય, અને જે પ્રાણી આક્ત રોદ્ર ધ્યાન ન ધ્યાવે, તે પ્રાણીનું સામાયિક શુદ્ધ હોય. એ વ્યવહાર-નયથી સામાયિક સ્વરુપ કહ્યું, અને નિશ્ચયનયમતે તો શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે તે “અપ્પા સામાઈયું, અપ્પા સામયિયમ્સ અો” ઈત્યાદિક આત્માજ સામાયિક છે, સામાયિકનો અર્થ તે પણ આત્મા છે, નિજ શુદ્ધ સ્વરુપભાવમાં રહ્યો જે આત્મા તે ઉપશમજલે કરી રાગ દ્વેષરુપ મેલ હોય, તેને ધોઈ નાખે, આત્મપરિણતિ આદરે, પરપરિણતિ નિવારે, તેને નિશ્ચય સામાયિક કહીએ. એની ઉપર શુભ દૃષ્ટિ રાખીને વ્યવહાર સામાયિક પાલીએ, કેમ કે વ્યવહાર તે બલવંત છે, તેરમા ગુણઠાણ સુધી જે જીવ વ્યવહારરુપ ઘોડા ઉપર ચઢી સંસારરુપ અટવી ઉલ્લંઘીને જે વારે ઘેર આવી પહોંચી તિહાંસુધી ઘોડો જોઈએ. પછી જે વારે મહેલ ઉપર ચડે, તે વારે તેને ઘોડાનું કામ ન પડે, તેમ વ્યવહાર ઘોડાની પરે સાધક છે, તેને છોડી દેવો ન જોઈએ. હવે સામાયિક કરવાથી કેટલું ફલ થાય? તે કહે છે - દિવસે દિવસે લખે, દેઈ સુવણસ ખંડિયે એગો એગો // પુણ સામાઈય, કરેઈ ન પહુપ્પએ તસ્સ / ૧ / અર્થ કોઈ એક દાનેશ્વરી પુરુષ, દિવસ દિવસ પ્રત્યે સુવર્ણના લાખો કટકા યાચકોને આપે, અને બીજો એક શ્રાવક દિન પ્રત્યે શુદ્ધ મને કરી સામાયિક કરે, પણ સામાયિક કરનારની બરોબર તે લાખ ખાંડી સુવર્ણદાનનો કરનાર આવી શકે નહીં. એવું સામાયિકનું મોટું ફલ શ્રીવીતરાગે કહ્યું છે. વલી શ્રીઉત્તરાધ્યયનના ઓગણત્રીશમા અધ્યયને કહ્યું છે કે “સામાઈએણે ભંતે જીવે કિં જણઈ” એટલે સામાયિક કરનારો જીવ શું ઉપાર્જન કરે છે ? શ્રી ચઉમાસીપર્વ ૧૧૫ 2010_03 Page #131 -------------------------------------------------------------------------- ________________ એવો પ્રશ્ન પૂછવાથી ભગવાને તિહાં તેનાં ઘણાં ઉત્તમ ફલ કહ્યાં છે, તે વિસ્તાર લખતા નથી. વલી સામાયિક કરતાં થકા સાવદ્ય વ્યાપારનો ત્યાગ થાય, માટે સામાયિક શ્રેષ્ઠ છે, તથા સામાયિક કરનારને માત્ર પૂજનાદિકને વિષે પણ અધિકાર નથી, એટલે સામાયિકરુપ ભાવસ્તવ પ્રાપ્ત થયે છતે તેને અધિકાર નથી, અર્થાત્ પછી દ્રવ્યસ્તવ કરણની યોગ્યતા નથી. તે સામાયિક ઉદય આવવું મહા દુર્લભ છે, જે માટે દેવતા પણ પોતાના હૃદયમાં સામાયિકની સામગ્રી મેલવવા વાંછે છે, જે એક મુહૂર્ત માત્ર સામાયિક કરવું મુજને ઉદય આવે, તો મારું દેવપણું સફલ થઈ જાય. એ માટે શ્રાવકે પણ શુદ્ધ સામાયિક કરવું. તે સામાયિકના કરનારા શ્રદ્ધાળુ બે પ્રકારના હોય, એક ઋદ્ધિહીન અને બીજા ઋદ્ધિવંત, તિહાં જે ઋદ્ધિવંત હોય તે મોટા આદર સહિત ઉપાસરે આવીને સામાયિક કરે, લોક માંહે શ્રીજિનધર્મનો મહિમા વધારે, અને જે ઋદ્ધિહીન હોય તે ઉપાસરે અથવા પૌષધશાલાએ અથવા જિનમંદિરે અથવા પોતાના ઘરમાં એકાંત સ્થાનકે બેસીને સામાયિક કરે. હવે એ સામાયિકનાં આઠ નામ છે, તે કહે છે - સામઈયં સમઈયું, સમંવાઓ સમાસ સંખેવો // આણવજં ચ પરિણા, પચ્ચક્કાણે ય તે અઠા / ૧ / અર્થ - પ્રથમ સમતાભાવ રાખવો, તે સમભાવ સામાચિક જાણવું, બીજું સર્વ જીવની ઉપર દયાભાવ રાખવો, તે સમયિક સામાયિક જાણવું ત્રીજું સમ તે રાગ દ્વેષને છાંડીને યથાવ્યવસ્થિત વચન બોલવું, તે સમવાદ સામાયિક જાણવું ચોથું સમાસ તે થોડાજ અક્ષરમાં તત્ત્વ જાણવું. તે સમાસ સામાયિક જાણવું, પાંચમું સંક્ષેપ તે થોડા અક્ષરમાં કર્મનાશ થાય, એવો દ્વાદશાંગીનો ઘણો અર્થ વિચારવો, તે સંક્ષેપ સામાયિક જાણવું, છઠું અનવધ તે પાપ રહિત સામાયિક આદરવું, તે અનવધ સામાચિક જાણવું, સાતમું પરિજ્ઞા તે તત્ત્વનું જાણપણું જે સામાયિકમાં હોય, તે પરિજ્ઞા સામાયિક જાણવું આઠમું પ્રત્યાખ્યાન તે પરિહરી વસ્તુનો ત્યાગ. કરવો, તે વસ્તુ આદરવી નહીં, એ પ્રત્યાખ્યાન સામાયિક જાણવું. એ આઠ નામ સામાયિકનાં કહ્યાં. હવે એની ઉપર આઠ દૃષ્ટાંત કહે છેઃ દમદંતે મેઅર્જ, કાલય પુચ્છા ચિલાઈપુત્તે ય // ધમ્મરુઈ ઈલા તેઈલી, સામાઈય અકુદાહરણ // ૧ / શ્રી ચઉમાસીપર્વ ૧૧૬ 2010_03 Page #132 -------------------------------------------------------------------------- ________________ - તિહાં ક્રમે કરી આઠે પ્રકારનાં સામાયિકમાં આઠ દૃષ્ટાંતરૂપ કથા કહે છે. તેમાં પ્રથમ સમભાવ સામાયિક ઉપર દમદંત રાજાનો દૃષ્ટાંત કહે છે હસ્તિશીર્ષ નામે નગરને વિષે દમદંત રાજા રાજ્ય કરે છે, તિહાં એકદા પ્રસ્તાવે હચ્છિણાપુરના સ્વામી પાંડવ કૌરવ તેની સાથે સીમાડાના રજવાડાની મોટી વઢવાડ થઈ, તે વખત દમદંત રાજા જરાસંઘ રાજાની સેવા કરવા ગયો હતો, પાછલથી પાંડવ કૌરવે દમદંત રાજાનો દેશ ઉજ્જડ કરચો, તે વાત સાંભલીને દમદંત રાજા મોટું લશ્કર લઈને હચ્છિણાપુર ઉપર લડવા આવ્યો. તિહાં આવી પરસ્પર મોટો સંગ્રામ કરવો, તેમાં દૈવવશે કરી કૌરવ પાંડવ હારીને નાસી ગયા, અને દમદંત રાજા જીત કરીને પોતાના દેશમાં આવ્યો. પછી એક દિવસે પોતે ગોખમાં બેઠાં પંચવર્ણી વાદલાનું સ્વરુપ જોઈને મનમાં વૈરાગ્ય પામી વિચારવું જે આ સંસાર પણ પવનસમયના વાદલ સમાન અસાર છે, એમ જાણી તરત પ્રત્યેકબુદ્ધની પેઠે દીક્ષા લીધી. પછી તે ગામાનુગામ વિહાર કરતાં થકા એક દિવસ હચ્છિણાપુર નગરની બહાર આવી કાઉસ્સગંધ્યાને ઉભો રહ્યો. તિહાં પ્રસ્તાવે રાજવાડીમાં જતાં રસ્તામાં પાંડવોએ દમદંત મુનિરાજને કાઉસ્સગ્ગ ઉભા દીઠા, તે વારે લોકોના મુખથી એ દમદંત રાજા છે, એમ જાણીને પાંડવોએ ઘોડા ઉપરથી નીચે ઉતરી શુભ ભાવે કરી ત્રણ પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરવું અને તે પછી તે મુનિનું રાજ્યાવસ્થાનું બલ તથા ચારિત્રબલને જોઈ સ્તુતિ કરીને તિહાંથી ગયા. પાછલથી કૌરવો આવ્યા, તે વારે તમાં મોટેરા દુર્યોધને તે મુનિને તિરસ્કારપૂર્વક માઠાં વચન ઉચ્ચારીને તેમના સામું એક બીજોરું ફેંક્યું. પછી “યથા રાજા તથા પ્રજાઃ” એવા ન્યાયથી બીજા સૈનિક લોકો તથા નગરના લોકો જે કૌરવોની સાથે હતા, તેણે પણ મુનિની સામા લાકડાં પથરા ફેંકીને મુનિની ચોતરફ ઓટલો કરી દીધો, તેથી મુનિનું શરીર બધું ઢંકાઈ ગયું. પછી ફરી પાંડવો જે વારે રાજવાડીથી પાછા વલી ઘેર જતા હતા, તે વારે મુનિની ઉપર ઓટલો થયેલો હતો, તેથી ઢંકાઈ જવાને લીધે મુનિને દીઠા નહીં, તે વારે લોકોને પૂછવા લાગ્યા કે ઈહાંથી મુનિ કિહાં જતા રહ્યા ? ત્યારે તેમને લોકોએ કૌરવોની સર્વ દુશ્ચેષ્ટા કહી સંભલાવી, તે વારે તુરત સેવકોને કહીને પથરા લાકડાં વેગલાં કરાવી મુનિરાજને બહાર કાઢી, નમસ્કાર કરીને પાંડવો પોતાને સ્થાનકે ગયા. એવી રીતે મુનિરાજને પાંડવોએ માન આપ્યું અને કૌરવોએ અપમાન કરવું શ્રી ચઉમાસીપર્વ ૧૧૭ 2010_03 Page #133 -------------------------------------------------------------------------- ________________ તોપણ તે મુનીશ્વરે બેની ઉપર સમપરિણામ રાખ્યો, એ સમભાવ સામાયિક ઉપર દમદંત રાજર્ષિની કથા કહી. - હવે બીજું સમયિક સામાયિક તે દયાભાવ ઉપર મેતાર્ય મુનિનો દૃષ્ટાંત કહે છે - સાવચ્છિનગરીને વિષે યજ્ઞદત્ત નામે બ્રાહ્મણ વસે છે. તેણે વૈરાગ્ય પામી દીક્ષા લીધી, પણ કુલનો મદ કરી સાધુપણું પાલીને દેવતા થયો. પછી તિહાંથી ચવી રાજગૃહી નગરને વિષે કુલમદના યોગે ચાંડાલના કુલમાં આવી ઉપન્યો, તે ચાંડાલી થકી જમ્યો, તે વારે તેજ નગરીમાં ધનદત્ત શેઠની સ્ત્રીને મૃતવત્સાપણાનો રોગ હતો, તેથી તેને સંતાન ન હોવાથી ગુપ્તપણે એટલે કોઈ પણ ન જાણે એવી રીતે ચાંડાલીણીએ આવી દ્રવ્ય લઈ પોતાનો પુત્ર આપ્યો. - પછી તે છોકરો અનુક્રમે શેઠને ઘેર મોટો થયો, તેનું નામ મેતાર્ય પાડ્યું. પછી યૌવનાવસ્થાને વિષે પૂર્વ ભવના મિત્ર એવા દેવની સહાય થકી આઠ કન્યા વ્યવહારીઆની તથા એક કન્યા શ્રેણિક રાજાની પરણ્યો. તિહાં બાર વર્ષ પર્યત દેવતાનાં જેવાં સુખ ભોગવી દેવતાનાં વચનથી પ્રતિબોધ પામીને શ્રી મહાવીરસ્વામી પાસેથી દીક્ષા લીધી. પછી ઘણા દેશે વિહાર કરતાં થકા એક દિવસ રાજગૃહ નગરને વિષે સોનીને ઘેર આહાર લેવા માટે સોનીના ઘરમાં પેઠો. એટલામાં શ્રેણિક રાજાને માટે દેવપૂજા સારુ એકસો ને આઠ સોનાના યવ ઘડીને સોનીએ મૂક્યા હતા, તેને ક્રૌચ પક્ષી આવી દાણાની ભ્રાંતે ખાઈને ભીંત ઉપર જઈ બેઠો, અને સાધુને શુદ્ધ આહાર આપીને સોની પણ ઘરથી બહાર આવ્યો. પછી પાછો જઈ જુવે, તો તિહાં તેણે સોનાનો એક પણ યવ દીઠો નહીં, તે વારે સાધુને ચોર જાણી સોનીએ પૂછ્યું કે ઈહાં યવ પડ્યા હતા, તે કોણ લઈ ગયો ? તે વારે સાધુએ મનમાં વિચાર્યું જે કૌચ પક્ષીએ ખાધા છે, એવું જો હું અને કહીશ, તો એ મારે વચને કરી પંખીને મારી નાખશે. એમ વિચારી મૌન પણું કરી રહ્યા. તેથી સોનીને ક્રોધ ચઢ્યો. તે વારે લીલી વાધરથી મુનિનું માથું બાંધ્યું, અને તડકે ઉભો રાખ્યો, તેની વેદનાથી મુનિની આંખો નીકલી પડી, તેથી ઘણીજ વેદના થઈ, પણ મન માંહે લગાર માત્ર વેષભાવ આપ્યો નહીં. શુક્લ ધ્યાને ચઢી અંતગડકેવલી થઈ મોક્ષે ગયા. એ રીતે પ્રાણાંત કષ્ટ પડે, તોપણ મનમાં જીવદયાજ ધારે, પણ શરીરની કાંઈ પણ દરકાર રાખે નહીં. એ સમયિક સામાયિક તે દયાપરિણામ ઉપર મેતાર્ય મુનિનો દૃષ્ટાંત કહ્યો. ૧૧૮ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #134 -------------------------------------------------------------------------- ________________ હવે ત્રીજું સમવાદ સામાયિક તે સત્યવાણી ઉપર કાલિકાચાર્યનો દૃષ્ટાંત કહે છે. તુરમણી નામે નગરીને વિષે કુંભ નામે રાજા છે, તેનો દત્ત નામે પુરોહિત છે, તે કાલિકાચાર્યનો ભાણેજ છે. તે દત્ત પુરોહિતે પોતાના સ્વામી કુંભ રાજાને બલે કરી બાંધીને બંદીખાને નાખ્યો, અને પોતે રાજ્યપદવી ભોગવવા લાગ્યો. અનુક્રમે તેહિજ નગરીને વિષે કાલિકાચાર્ય આવી ચોમાસુ રહ્યા, તે વારે માતાની પ્રેરણાથી ઉન્મત્તપણાએ દત્ત પુરોહિત કાલિકાચાર્યને વાંદવા ગયો. તિહાં જઈ ધર્મની ઈર્ષ્યાથી અને ક્રોધથી ગુરુને પૂછ્યું કે હે મહારાજ ! યજ્ઞ કરવાથી શું ફલ થાય ? તે કહો. તે વારે ગુરુએ ધૈર્ય રાખી કહ્યું કે યજ્ઞનું ફલ તો હિંસા છે અને હિંસાનું ફલ નરકપદવી છે, એ સાચુંજ વાક્ય હું તુને કહું છું. તે સાંભલી દત્ત બોલ્યો કે હે મહારાજ ! એની કેવી રીતે માલમ પડે ? ત્યારે ગુરુએ કહ્યું કે આજથી સાતમે દિવસે તુજને કુતરા ખાશે, અને તું લોહ કુંડીપાકમાં પડીશ. ત્યારે વલી પૂછે છે કે મહારાજ ! તે કેમ મનાય ? ત્યારે ગુરુએ કહ્યું કે વલી અકસ્માત્ તારા મુખ માંહે વિષ્ટા પડશે, એ વાત જો ખરી થાય તો એવું સમજજે કે નરક જવાની વાત પણ ખરી છે. તે સાંભલી ક્રોધ ચડાવીને દત્તે ગુરુને પૂછ્યું કે હે મહારાજ ! તમે કેવી રીતે મરશો ? અને મરીને ક્યાં જશો ? તે વારે ગુરુએ કહ્યું કે હું સમાધિમરણ પામી દેવલોકમાં જઈશ. એમ સાંભલી દત્ત હુંકારો કરતો થકો આચાર્યની પાસે સિપાઈઓની ચોકી મૂકીને પોતે ઘેર જઈ અંતેઉરમાં છાનો ભરાઈ બેઠો પછી મતિના ભ્રમથી સાતમા દિવસને આઠમો દિવસ ગણતો વિચારે છે કે સાત દિવસ ગુરુના કહેવા પ્રમાણે પૂરા થયા, અને મને કાંઈ ન થયું. માટે હું આચાર્યના પ્રાણે કરી શાંત કરીશ, એમ માની ઘર થકી બહાર નીકલ્યો. તેવામાં એક માલી તે નગરીમાં પેસતો કાર્યાકુલ થકી પેટને રોગે પીડાતો થકો રાજમાર્ગને વિષેજ લઘુનીતિ વડીનીતિ કરી ઉપર ફુલ ઢાંકતો હતો, તેજ રાજમાર્ગે દત્ત પુરોહિતે પણ ચાલવા માંડ્યું. એવામાં દત્તના ઘોડાનો પગ તે માલીની વિષ્ટા ઉપર પડ્યો, તેથી વિષ્ટા ઉછલી તે દત્તના મુખમાં પડી. તે વિષ્ટાના સ્વાદ થકી આચાર્યનાં વચન ઉપર ચમત્કાર પામ્યો થકો આજે સાતમો દિવસજ છે કે શું !!! એવું સમજીને ઘોડો પાછો અંતેઉર તરફ વાલ્યો, એટલામાં તેના અત્યંત દુરાચારે ખેદ પામેલા એવા જે પ્રથમના મહેતા મત્સદી હતા, તેણે જઈ કુંભ રાજાને બંદીખાનામાંથી બહાર કાઢીને રાજગાદી ઉપર બેસાડ્યો અને શ્રી ચઉમાસીપર્વ 2010_03 ૧૧૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ દત્ત પુરોહિતને છલ કરી બાંધી લઈને કુંભ રાજાને આવી સોંપ્યો, તે વારે રાજાએ તેને કુંભમાં ઘાલીને તેની નીચે અગ્નિ સલગાવી પછી કુતરાને મોકલી કદર્થના કરાવી, તેથી દત્ત મરણ પામીને નરકે ગયો. કુંભ રાજાએ આચાર્યને ઘણું સન્માન દીધું, અને નગરમાં લોક પણ પ્રશંસા કરવા લાગ્યા. એ સમવાદ સામાયિક જે સત્ય વચન, તે ઉપર કાલિકાચાર્યનો દૃષ્ટાંત કહ્યો. - હવે ચોથું સમાસ સામાયિક થોડા અક્ષરે ઘણું તત્ત્વ જાણવું, તેની ઉપર ચિલાતીપુત્રનો દૃષ્ટાંત કહીએ છીએ. રાજગૃહી નગરીને વિષે ધનદત્ત નામે વ્યવહારી વસે છે. તેના ચાર પુત્ર અને પાંચમી સુસમાં નામે પુત્રી છે, તેને ઘેર એક ચિલાતીપુત્ર નામે દાસ છે, તે નિત્ય સુસમાં પુત્રીને રમાડે. એમ કરતાં એક દિવસ સુસમાં કન્યાની સાથે તે દાસને દુરાચાર કરતો દેખીને શેઠે તેને ઘરથી બહાર કાઢી મૂક્યો. તે વારે તે ચિલાતીપુત્ર જઈને એક ચોરની પલ્લીને વિષે રહ્યો. તિહાં તે પાંચસે ચોરનો સ્વામી થયો. હવે એક દિવસ ઘણા ચોરોને સાથે લઈને ચિલાતીપુત્ર રાજગૃહી નગરીએ આવ્યો. તિહાં ધનદત્ત શેઠને મોટો ધનવંત જાણીને તેના ઘરમાં પેઠો અને સુસમા કન્યા તથા બીજું પણ ઘણુંક ધન હતું, તે લઈને બહાર નીકલ્યો, એટલે શેઠને ખબર પડી, તે વારે શેઠ ચાર પુત્રને સાથે લઈને ચોરની પાછલ દોડ્યો, અને નગરનો કોટવાલ પણ દોડતો પાછલ થયો. આગળ જતાં કેટલોક માર્ગ વ્યતિક્રમ થયે છતે શેઠ તેની નજીક ગયો, તેને ટૂકડો આવ્યો જાણી તે ચોરે ડર ખાઈને સુસમાં કન્યાનું માથું કાપી નાખીને તેનું ધડ હતું તેને અગ્નિમાં નાખી દીધું. તે વારે શેઠ આવું ચિલાતીપુત્રનું ભયંકર કૃત્ય તથા રુપ દેખીને પાછો ફર્યો. હવે ચિલાતીપુત્ર તો એક હાથમાં માથું અને એક હાથમાં લોહીએ ખરડ્યું ખડ્ઝ, એ બે હાથમાં લઈને ભયંકર રુપે પર્વત ઉપર ચઢી ગયો. શેઠ તો તેનું આવું ભયંકર રુપ જોઈને તરત પાછો વલ્યો, અને ચિલાતીપુત્ર એવા ભયંકર રુપે જાય છે એવામાં માર્ગને વિષે મુનિરાજ કાઉસ્સગ્નધ્યાન ઉભા છે તેને દેખીને ચિલાતીપુત્ર બોલ્યો. અરે મુંડ ! તું મુજને ધર્મ કહે નહીં તો હું આ ખગે કરીને તારું પણ મસ્તક કાપી નાખીશ. એવું સાંભલીને મુનિરાજ પણ તેનું તેવું સ્વરુપ જોઈને શીઘપણે (નમો અરિહંતાણં) એ એક પદ કહેતા થકાજ આકાશમાં ઉડી ગયા. તે ઉડતા થકાજ ઉપશમ, વિવેક અને સંવર, એ ત્રણ પદમય ધર્મ છે શ્રી ચઉમાસીપર્વ ૧ ૨૦ 2010_03 Page #136 -------------------------------------------------------------------------- ________________ એટલે ઉપશમ તે ઉદય પામેલા ક્રોધનું ઉપશમન, વિવેક તે સદસકસ્તુનું વિવેચન, સંવર તે રુડે પ્રકારે આશ્રવજલાદિનું નિવારણ કરવું, તે ધર્મ કહેતા હતા. તે સાંભલી ચિલાતીપુત્ર એ ત્રણ પદનો અર્થ વિચારવા લાગ્યો, વિચારતાં વિચારતાં તે માંહેલો એક ગુણ પણ પોતાના આત્મમાંહે દીઠો નહીં, તે વારે કન્યાનું મસ્તક તથા ખગને વેગલાં મૂકી સમપરિણામ આદરીને તે મુનિરાજનાં પગલાં જિહાં હતાં, તે ઉપર પોતાના પગ મૂકીને કાઉસ્સગ્ગ ધ્યાને ઉભો રહ્યો, તિહાં લોહીની ગંધ થકી કીડીઓ તથા ઘીમેલો આવીને તેને કરડવા લાગી, તેણે કરી તેનું સર્વ શરીર ચાલણી સરખું થઈ ગયું, તોપણ સમતા પરિણામ રાખ્યો. ત્રીજે દિવસે કાલ કરીને દેવલોક ગયો. એ થોડા અક્ષરમાં ઘણું તત્ત્વ જાણવું, તે ઉપર ચિલાતીપુત્રનો દૃષ્ટાંત કહ્યો છે ૪ | હવે પાંચમું સંક્ષેપ સામાયિક તે થોડા અક્ષરનો ઘણો અર્થ કહેવો, તે ઉપર લૌકિકાચાર પંડિતોનો દૃષ્ટાંત કહે છે. વસંતપુરને વિષે જિતશત્રુ નામે રાજા હતો. તેને એક દિવસ શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા થઈ, તે વારે ચાર પંડિતોને બોલાવીને કહેવા લાગ્યો, જે મુજને શાસ્ત્ર સંભલાવો. તેને પંડિતોએ કહ્યું કે ઠીક છે, શાસ્ત્ર અમારી પાસે હાજર છે, રાજાએ પૂછ્યું કે તમારી પાસે કેટલુંક શાસ્ત્ર છે? પંડિતોએ કહ્યું કે અમારી પાસે ચાર લક્ષ ગ્રંથ છે. વલી રાજાએ કહ્યું કે એટલું શાસ્ત્ર સાંભળવાની મને ફુરસદ નથી. તે વારે ચારે પંડિતોએ સારભૂત માત્ર એક શ્લોક બનાવીને રાજાને કહ્યો, તે બ્લોક કહે છે જીર્ણભોજનમાત્રેયઃ કપિલઃ પ્રાણિનાં દયામ // બૃહસ્પતિરવિશ્વાસમ, પંચાલઃ સ્ત્રીપુ માર્દવમ્ / ૧ / પ્રથમ આત્રેય પંડિત બોલ્યો કે હે મહારાજ ! પ્રથમનો કરેલો આહાર પચ્યા વિના એટલે જન્મ્યા વિના બીજો આહાર કરવો નહીં, એ વૈદ્યક ગ્રંથનો પરમાર્થ છે. હવે બીજો કપિલ પંડિત બોલ્યો કે સર્વ જીવની ઉપર દયા રાખવી, એ ધર્મશાસ્ત્રનો પરમાર્થ છે. ત્રીજો બૃહસ્પતિ પંડિત બોલ્યો કે વિશ્વાસ કોઈનો રાખવો નહીં, એવો ન્યાયશાસ્ત્રનો સાર છે, તે વારે ચોથો પંચાલ પંડિત બોલ્યો કે સ્ત્રીજાતિ ઉપર કોમલ સ્વભાવ રાખવો, પણ સ્ત્રીનો અંત લેવો નહીં, એ કામશાસ્ત્રનું રહસ્ય છે. એમ અક્ષર થોડા અને તેમાં રહસ્ય ઘણું સમજાય, એવી રીતે દ્વાદશાંગીનું સારપ જાણવું તે સંક્ષેપ સામાયિક જાણવું . પ // શ્રી ચઉમાસીપર્વ ૧ ૨ ૧ 2010_03 Page #137 -------------------------------------------------------------------------- ________________ છઠું અનવદ્ય સામાયિક તે નિષ્પાપ આચરણ ઉપર ધર્મરુચિ સાધુનો દૃષ્ટાંત કહે છે. એકદા સમયે ધર્મઘોષ આચાર્યનો શિષ્ય ધર્મરુચિ નામે સાધુ માસક્ષમણને પારણે નગરમાં આહારને અર્થે ફરતો થકો રોહિણી નામે બ્રાહ્મણીને ઘેર ભિક્ષાને માટે પેઠો. તે વારે રોહિણી બ્રાહ્મણીએ કડવી તુંબડીનું શાક કર્યું હતું. તેને વિષપ્રાય જાણીને ધર્મના દ્વેષથી સાધુને વહોરાવી દીધું. સાધુ સ્વસ્થાનકે લઈ આવ્યો, અને ગુરુને દેખાડ્યું. ગુરુએ પણ વિષપ્રાય જાણીને કહ્યું કે એ આહાર નિરવદ્ય ઠંડિલે પરઠવો. તે વારે ધર્મચિ સાધુ પણ નિરવદ્ય ઠંડિલે જઈને પાનું ધરતીએ મૂક્યું, તે પાગું મૂકતાંજ તેમાંથી છાંટો ઉછલ્યો તેની ઉપર ઘણી કીડીઓ વલગી. તે મરણ પામી જાણીને પાપ થકી બીક પામતો થકો સર્વ જીવાયોનિ સાથે ખમાવીને તિહાંજ બેસી તે કડવી તુંબડીના શાકનું ભોજન કર્યું. એટલે તરતજ તેનું વિષ શરીરમાં પ્રસર્યું. તેના યોગથી સાધુ સમાધે મરણ પામીને દેવતાપણે ઉપન્યા. એ નિરવદ્ય તે નિષ્પાપ સામાયિક, તે ઉપર ધર્મરુચિ સાધુનો દૃષ્ટાંત કહ્યો | ૬ હવે સાતમું પરિજ્ઞા સામાયિક તે પાપનો ત્યાગ કરી વસ્તુતત્વને જાણે, તેની ઉપર ઈલાચીપુત્રનો દષ્ટાંત કહે છે. ઈલાવર્તન નગરે ધનદત્ત નામે શેઠ વસે છે, તેની ધનવતી નામે સ્ત્રી છે, તેને ઈલાદેવી સેવા કરતાં એક પુત્ર થયો, તેનું નામ ઈલાચી પાડ્યું. એક દિવસ તે નગરમાં નાટકીઆ રમવા આવ્યા, તેના ટોલામાં એક નટવાની પુત્રી મહાસ્વરૂપવાન્ હતી તેને દેખીને પૂર્વ ભવના સ્નેહથી તેની ઉપર મોહ પામ્યો. પછી તત્કાલ પોતાને ઘેર આવી પિતાને કહેવા લાગ્યો કે હે પિતાજી! મુજને નાટકીઆની બેટી પરણાવો, નહીં તો હું મરણ પામીશ, પણ બીજી કન્યાને નહીં પરણું. તે સાંભલી પિતાએ કહ્યું કે હે પુત્ર ! એ નીચ જાતિ છે, અમે તુજને ઉત્તમ રૂપવંત વ્યવહારીઆની કન્યા પરણાવીશું. એમ ઘણું સમજાવ્યો, તોપણ તે પુત્ર માન્યું નહીં. તે વારે ધનદત્ત શેઠે જાણ્યું કે આ કાંઈ કોઈ રીતે માનશે નહીં, એમ જાણી તે શેઠે મોટા નટ પાસે તેની બેટી માગી. તે વારે નટે કહ્યું કે જે અમારી નાચવાની કલા શીખી, તેમાંથી દ્રવ્ય એકઠું કરી અમારી નાતને પોષે, તેને અમે અમારી બેટી પરણાવીએ. એ વાત સર્વ ઈલાચીપુત્રને તેના પિતાએ કહી તે સર્વ વાત પુત્રે અંગીકાર કરી. હઠ કરી ઘરમાંથી નીકલી નટોની સાથે જઈ નટોમાં મલી સર્વ કલાઓ શીખી હુંશિયાર થયો. પછી કેટલેએક કાલે નટવા સાથે બેનાતટ નગરે ગયો, તિહાંના રાજાને ૧ ૨૨ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #138 -------------------------------------------------------------------------- ________________ પોતાની કલા દેખાડવા સારુ વાંસ ઉપર ચઢી અનેકતરે રમવા લાગ્યો, અને નાટકીઆની પુત્રી હેઠલ વાંસની પાછલ ઉભી થકી ગીત ગાય છે, ઢોલકી વજાડે છે, એટલામાં રાજા પણ નટની પુત્રીનું રુપ દેખી મોહ પામ્યો થકો મનમાં વિચારે છે, જે આ નટવો વાંસ ઉપરથી જો નીચે પડી મરણ પામે, તો આ નટવીને હું મારા અંતેઉરમાં લઈ જાઉં. હવે ઈલાચીપુત્રે વાંસ ઉપરથી ઉતરીને રાજાની સલામ કરી દાન માગવા માંડ્યું, ત્યારે રાજાએ કહ્યું કે મેં તારું નાટક બરાબર જોયું નહીં, માટે તું ફરીથી વાંસ ઉપર ચઢ. એમ ત્રણ વાર નાટક કરવા વાંસ ઉપર ચઢાવ્યો. એવા અવસરમાં એક મુનિરાજે આહારને વાસ્તે કોઈ એક ભાગ્યવંત શેઠને ઘેર આવી ધર્મલાભ દીધો. તે વારે તે શેઠની સ્ત્રી રંભા સરખી સર્વ શણગારે કરી શોભિત થઈ થકી ઉઠીને રુડા ભાવથી સાધુને વંદના કરી મોદકનો થાલ ભરી વહોરાવે છે, અને સાધુ પણ નીચી દૃષ્ટિ રાખી આહાર વહોરે છે, પરંતુ તે સ્ત્રીની સામી લગાર માત્ર પણ નજર કરતો નથી, એવું મહામુનિરાજનું સર્વ સ્વરુપ વાંસ ઉપર ચઢેલા ઈલાચીએ દીઠું. તે વારે મનમાં વિચારવા લાગ્યો કે અહો ! હું મોહજાલમાં પડ્યો, પણ મારો તો એકે અર્થ સરચો નહીં. એમ વૈરાગ્ય આણી અનિત્યભાવના ભાવતો ઘાતીકર્મ ક્ષય કરી કૈવલજ્ઞાન પામ્યો. તે વારે દેવતાએ કેવલમહોત્સવ કરચો, તેને વાંસની લાકડીનું સિંહાસન બની ગયું. એવું દિવ્ય સિંહાસન દેખીને રાજાદિક નટવા નટવી સર્વ પ્રતિબોધ પામ્યાં. એ પરીજ્ઞા સામાયિકને વિષે ઈલાચીપુત્રનો દૃષ્ટાંત કહ્યો || ૭ || હવે આઠમું પ્રત્યાખ્યાન સામાયિક, તે પરિહરવા યોગ્ય વસ્તુનો ત્યાગ કરવો, તેના ઉપર તેતલીપુત્રનો દષ્ટાંત કહે છે ઃ- તેતલીપુર નગરને વિષે કનકકેતુ નામે રાજા છે, તે રાજ્યને લોભે કરી જેટલા પોતાને પુત્ર આવે, તેને મારી નાખે, તે રાજાનો તેતલીપુત્ર નામે મહેતો છે, તેને પોટિલા નામે સ્ત્રી ઘણી વલ્લભ છે. એકદા પ્રસ્તાવે પોતાની પોટિલા સ્ત્રીને અણમાનેતી કરી તેથી તેને બોલાવે ચલાવે નહીં. એક દિવસે તેને ઘેર કોઈ સાધ્વી આહારને અર્થે આવી, તે વારે પોટિલા સ્ત્રીએ સાધ્વીને કહ્યું કે હે સાધ્વીજી ! મુજને ભરતાર વશ કરવાનો ઉપાય બતાવો. ત્યારે સાધ્વીએ કહ્યું કે તમે ધર્મસેવન કરો, જેથી તમારા સર્વ મનોરથ ફલશે. તે વારે પોટિલાએ સંસારથી વિરક્ત થઈ વૈરાગ્ય પામી પોતાના સ્વામી પાસે દીક્ષા લેવાની આજ્ઞા માગી. ત્યારે તેને મહેતાએ કહ્યું કે તું સાધુપણું શ્રી ચઉમાસીપર્વ 2010_03 ૧૨૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ પાલી દેવતાની ગતિ પામીને જો મુજને પ્રતિબોધ દેવા આવે, તો હું દીક્ષા લેવાની આજ્ઞા આપું. તે વારે પોટિલાએ કબૂલ કરી દીક્ષા લઈ પંચ મહાવ્રત આદર્યો. શુદ્ધ મને ચારિત્ર પાલી સમાધે કોલ કરીને દેવતાપણે ઉપની. હવે મહેતાએ રાજાની રાણી સાથે મળીને રાજાનો એક પુત્ર જન્મ થકીજ છાનો રાખ્યો, તેને પોતાને ઘેર મોટો કરી સર્વ કલા શીખવી હુશિયાર કરયો. એમ કરતાં કેટલેક દિવસે તે કનકતુ રાજા મરણ પામ્યો, તે વારે મહેતાએ કનકધ્વજ કુમરને રાજગાદીએ બેસાડ્યો. રાજકાજ સર્વ મહેતાને હાથ થયું. તિહાં રાજકાજમાં મગ્ન થકો તે મહેતો ધર્મ કરવાની વાત સર્વ ભૂલી ગયો. તે અવસરને વિષે પોટિલાનો જીવ દેવપણે ઉપન્યો છે, તેણે મહેતાનું એવું સ્વરુપ જોઈને પ્રતિબોધવા સારુ રાજાદિક સર્વ લોકનું મન મહેતા ઉપરથી ઉતારી નાખ્યું. પ્રભાતે મહેતો રાજાની સભામાં ગયો, રાજાને સલામ કરી તે વારે રાજા એ મોટું આડું ફેરવ્યું. તેથી સભા માંહે કોઈએ પણ મહેતાને બોલાવ્યો નહીં, તે જોઈ મહેતાએ જાણ્યું જે આજ મારી ઉપર રાજા રીસાયો છે. પછી પોતાને ઘેર આવીને મરવાના અનેક ઉપાય કરવા માંડ્યા, પણ તે દેવતાએ સર્વ નિષ્ફલ કરી નાખ્યા, તે વારે મહેતો મનમાં વિલખો થયો. તે વખત દેવતા પ્રગટ થઈને પ્રધાનને કહેવા લાગ્યો કે અરે મહેતા ! સંસારનું સ્વરૂપ એવું છે, કોઈ કોઈનું નથી, સહુ કોઈ સ્વાર્થનાં સગાં છે ઈત્યાદિક દેવતાનાં વચન સાંભલી પ્રધાન પ્રતિબોધ પામ્યો, દેવતા પોતાને સ્થાનકે ગયો. મહેતાએ પણ સંસાર અસાર જાણી સર્વ ઋદ્ધિ છાંડીને દીક્ષા લીધી. સાધુપણું પાલતાં દુષ્કર તપ કરી સર્વ પાપ ટાલી કેવલજ્ઞાન પામ્યો. એ પચ્ચખાણ ઉપર તેટલીપુત્રનો દૃષ્ટાંત કહ્યો | ૮ | એ પ્રથમ સામાયિક પદ વખાણ્યું. હવે આવશ્યક પદ કહે છે. જે બે ટંક અવશ્યપણે કરવું, તેને આવશ્યક કહીએ. જે થકી પાપ વેગલાં જાય તેનાં ફલ કહે છે. આવસ્સએણ એએણ, સાવ જઈવિ બહુરઓ હોઈ // દુફખાણમંત કિરિઍ, કાહી અચિરણ કાલેણ / ૧ / અર્થ જો શ્રાવક ઘણાં પાપે કરી સહિત હોય તોપણ તે ઉભય કાલ પડિકકમણાં કરતો ચકો તત્કાલ પોતાનાં પાપનો નાશ કરે. વલી કહ્યું છે કે આવસ્ય ઉભયકાલા, ઓસહમિવ જે કરંતિ ઉજ્જુત્તા // જિણવિજ્જ કહિય વિહુણા, અકમ્મરોગા ય તે હુતિ / ૧ // શ્રી ચઉમાસીપર્વ ૧૨૪ 2010_03 Page #140 -------------------------------------------------------------------------- ________________ અર્થ:- જે શ્રાવક ઉપયોગવંત થકા જે શ્રીવીતરાગે વિધિ કહ્યો છે, તે વિધિએ કરી પ્રભાતે અને સંધ્યાએ ઔષધની પેરે પડિક્કમણાનું સેવન કરે, તે પ્રાણી કર્મમલરુપ રોગ થકી રહિત થાય. હવે એ નિયમપૂર્વક અવશ્ય પડિક્કમણું કરવા આશ્રયી સાજણસિંહ શેઠનો દૃષ્ટાંત કહે છે. સાજણસિંહ શેઠ બે વખત અવશ્ય પડિક્કમણું કરતો હતો, તેને એકદા કોઈક અપરાધને લીધે પીરોજશાહ બાદશાહે બંદીખાને નાખ્યો. તિહાં શેઠ રખવાલા પુરુષને નિત્ય પચાસ સોનામોહોરો આપીને પડિક્કમણું કરતા હતા. એમ કરતાં કેટલેએક દિવસે રત્નોની પરીક્ષા કરવા માટે તેને બાદશાહે બોલાવ્યો. તે વારે શેઠે સભામાં આવી રહ્તોની બરાબર પરીક્ષા કરી આપી. જેથી બાદશાહે ઘણોજ ખુશી થઈ આદર સન્માન આપીને શેઠને ઘેર મોકલી દીધો. રાજાનો સત્કાર જોઈ રાજપુરુષો પણ બીતા થકા પ્રથમ શેઠની પાસેથી લીધેલી સોનામોહોરો સર્વ લઈને શેઠને પાછી આપવા આવ્યા. શેઠે કહ્યું કે અમે તમારી સહાયથી અમુલ્ય પડિક્કમણાં કરવાં, તેનાં ફલ આગલ આ સોનામોહોરો તે શી ગણતીમાં છે ? માટે તમે સુખેથી લઈ જાઓ. અમો તમોને ખુશીથી આપીએ હીએ. એ દૃષ્ટાંત કહ્યો. હવે એ આવશ્યક જે પડિક્કમણ, તેના આઠ પ્રકાર છે, તે કહે છે. પડિક્કમણા પંડિરયણા, પરિહરણા વારણા નિવીત્તિય નિંદા ગરહા સોહી, પડિક્કમણું અઠા હોઈ ।। ૧ ।। એ આઠ બોલ ઉપર આઠ દૃષ્ટાંત કહે છે । અદ્ધાણે પાસએ દુદ્ધ, કાવડી વિસભોયણા ।। દો કન્ના ચિત્તપુત્તી ય, પઈમારિય વચ્છએ // ૧ || પ્રથમ પડિક્કમણું એટલે અતિચાર થકી નિવńવું તે ઉપર માર્ગને વિષે બંધાવેલા રાજાના ઘરનો દૃષ્ટાંત કહે છે ઃ- જેમ કોઈક રાજાએ અદ્ધા તે અધ્યા એટલે માર્ગ તેને વિષે ઘર કરાવ્યાં. કારીગરે સરખી દોરી દીધી. જે માર્ગ ચાલવાનો હતો, તે છોડી ને બીજો માર્ગ કરચો, અને જ્યાં ઘર દોરી દીધી છે તિહાં કોઈ એક બે જણ ગામડાના રહેવાસી હતા, તે વાટે વહેતાં પાધરે દીઠે માર્ગે પેઠા. તિહાં રાજાના ચાકર રખવાલા બેઠા છે. તેણ દૂરથી આવતા દેખીને કહ્યું, જે તમે બીજે માર્ગે જાઓ, પણ તે બે જણમાંથી એક જણ હઠ કદાગ્રહી શ્રી ચઉમાસીપર્વ 2010_03 ૧૨૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ હતો તે પાછો વલ્યો નહીં. તેને રાજાના ચાકરોએ માર માર્યો તેથી તે ઘણો દુઃખી થયો, અને બીજાએ રાજાનો આદેશ તહત્તિ કરીને તેજ પગે પાછું વલવા માડ્યું તેથી તે પોતાને સ્થાનકે સુખસમાધે પહોંચ્યો, અને સુખી થયો. એ રીતે જે તીર્થકરની આજ્ઞાએ અસંયમમાર્ગથી નિવ, તે સાધુ સુખી થાય, અને જે અસંયમ થકી નિવર્સે નહીં, તે દુઃખી થાય / ૧ / - હવે બીજો પડિરયણા એટલે પ્રમાદ થકી પડતા સંયમનો ઉદ્ધાર કરવો, તેને પ્રતિચરણા કહીએ. તેની ઉપર શેઠ વહૂનો દૃષ્ટાંત કહે છે. જેમ કોઈ એક ધનવંત શેઠ રત પ્રમુખ ધન ધાન્યાદિકે ભરેલાં ઘર તે પોતાની સ્ત્રીને ભલાવીને પોતે પરદેશ વ્યાપાર કરવા માટે ગયો. પાછલથી તેની સ્ત્રીએ નિકેવલ પોતાના શરીરનીજ શુશ્રુષા કીધી, પણ ઘરોની સાર સંભાલ લગાર માત્ર કીધી નહીં. ઘરો સર્વ પડીને ઉલટપાલટ થઈ ગયાં. એક પોતાને રહેવા જેટલો ઓરડો સારો રાખ્યો. હવે જ્યારે શેઠ પરદેશથી આવ્યો, ત્યારે ઘરનું સ્વરુપ દેખી સ્ત્રી ઉપર અત્યંત કોપાયમાન થયો થકો સ્ત્રીને કઠોર વચને નિભંછીને સમગ્ર નગરલોક જેમ દેખે તેમ તે સ્ત્રીને ચોટલો ઝાલી ઘરમાંથી બહાર કાઢી મૂકી. વલી પણ ઘર સર્વ સમરાવીને કોઈ એક વ્યવહારીઆની ભલી કુમરી હતી તેની સાથે પાણિગ્રહણ કર્યું. વલી તે નવપરિણીત સ્ત્રીને ધન ધાન્યાદિકે ભરેલું ઘર સોંપીને પોતે દેશાંતરે વ્યાપાર કરવા ગયો. પાછલથી સ્ત્રીએ પણ પોતાના ધણીનો સ્વભાવ જાણી પૂર્વલી સ્ત્રીના હવાલ સાંભલી ઘરની એવી શુશ્રુષા કરવા માંડી કે જાણે આજેજ નવું ઘર બનાવ્યું હોય નહીં? એવું દીસવા લાગ્યું, અને દાસ દાસી પ્રમુખ દ્વિપદ ચતુષ્પદને આહાર પાણી આપ્યા પછી પોતે ભોજન કરે, અને તેણે પોતાના શરીરના હાવણ, ધોવણ, ઈત્યાદિક સર્વે શૃંગારોનો ત્યાગ કર્યો. અર્થાત્ શરીરની કાંઈ પણ શુશ્રુષા ન કરતી પતિવ્રતા ધર્મ પાલતી રહે. એવામાં પરદેશથી શેઠ પણ દ્રવ્ય કમાઈને પાછો ઘેર આવ્યો. ઘરનું રુપ રંગ જોઈ ઘણોજ સંતોષ પામ્યો. સ્ત્રીને પતિવ્રતા ધર્મવાલી સાંભલી હર્ષ પામ્યો. તેને સમગ્ર ઘરની સ્વામિની કરી, તેથી તે સ્ત્રી સહુ કોઈની માનીતી થઈ. એમ જે સાધુ ગુરુની આજ્ઞા ન પાલે તે વૃદ્ધ સ્ત્રીની પરે સંઘ બહાર થાય, અને જે ગુરુની આજ્ઞા માને, તે લઘુ સ્ત્રીની પેઠે ગચ્છના સંઘાડાનો નાયક થાય, ઈહલોકે પૂજા પામે, પરલોકે સદ્ગતિ પામે, સુખી થાય. ઈતિ દ્વિતીય દૃષ્ટાંતઃ || 8 || ૧ ૨૬ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #142 -------------------------------------------------------------------------- ________________ હવે ત્રીજો પરિહરણા એટલે અશુભ એવા જે મન વચન અને કાયાના યોગ, તેનો ત્યાગ કરવો. તેની ઉપર દૂધકાવડનો દૃષ્ટાંત કહીએ છીએ. જેમ કોઈક કુલપુત્રની બે બહેન છે. તે બહુ બેનોને એકેક પુત્ર છે, તે બે માસીયાત ભાઈ મોટા થયા, તેને પરણવા યોગ્ય જાણી પોતાના ભાઈની દીકરી માગી, પણ ભાઈએ વિચાર્યું કે મારી દીકરી એક છે, અને ભાણેજ બે છે, માટે કેને આપું? એવી ચિંતવના કરી નિર્ધાર કર્યો કે જે મારી પરીક્ષામાં સારો ઉતરે, તેને મારી પુત્રી પરણાવું. એમ નિર્ધારી બન્ને ભાણેજને તેડાવી એકેકી કાવડ આપીને જ્યાં પોતાનું ગોકુલ છે, ત્યાં મોકલ્યા, અને કહ્યું કે ગોકુલે જઈ દૂધની કાવડ ભરી બેમાંથી જે પહેલો આવશે, તેને કન્યા પરણાવીશ. એવું સાંભલી બહુ જણ ગોકુલ જઈ દૂધના ઘડા ભરી ગામ તરફ ચાલ્યા. તેમાં એકે ચિંતવ્યું, જો હું જેમ બને તેમ વહેલો જાઉં, તો કન્યા પરણું. તેથી એક ઉપરવાડાના વિષમ ડુંગરની ઘાટી પ્રમુખનો જે ઉંચો, નીચો, વાંકો, વિષમ માર્ગ હતો, તે માર્ગે ચાલ્યો. આગળ જાતાં અતિ વિષમ સંકીર્ણ માર્ગમાં કાવડ લડથડી, તેથી પોતે પડ્યો અને કાવડ પણ પડી ગઈ. દૂધના ઘડા ભાંગી પડ્યા. તે વારે વિલખો થઈ મામાની પાસે આવ્યો. મામાએ તેને અતિ ઉત્સુક અને અવિચારી જાણીને તેનું અપમાન કર્યું, અને બીજે ભાણેજ ચિંતવ્યું છે જેમ તેમ કરી કાવડને કુશલે લઈ જઈને મામાને આપું, તો સારું થાય. એમ જાણી ધીરે ધીરે માર્ગે ચાલતો દૂધના ઘડાએ ભરેલી કાવડને મામા આગલ આવી મૂકી. મામાએ તેને યોગ્ય જાણીને પુત્રી પરણાવી દીધી. તે સુખી થયો. તેમજ જે સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ જાણ્યા વિના અતિ ઉત્સુક થકો ગુરુની આજ્ઞાને વિરાધે, તે દુઃખી થાય, અને જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિચારી પોતાનું થયાયોગ્યપણું ચિંતવતો ગુરુની આજ્ઞાને દોષ ન લગાડૂતો સન્માર્ગે ચાલે તે મોક્ષરુપિણી કન્યાનું પાણિગ્રહણ કરે છે ૩ || હવે ચોથો વારણા એટલે નિષેધ જાણવો. તિહાં ગુરુ કહે કે અમુક વાત ન કરવી તેમ છતાં જો કરે, તો વિષ સહિત તલાવ માંહેલા પાણીના પીનાર પુરુષની પેરે વિનાશ પામે. તેની ઉપર કથા કહે છે. જેમ કોઈ એક રાજાએ દુશ્મનનું લશ્કર પોતાની ઉપર આવતું સાંભલીને સર્વ અન્ન, પાન, ફૂલ પ્રમુખ ભોગ વસ્તુમાં વિષ ભેળવ્યું, અને પોતે અસમર્થ થકો નાસી ગયો. પરચક્રના ધણીએ વિષની વાત જાણીને પોતાના સમસ્ત લશ્કરમાં ઢંઢેરો ફેરવ્યો કે જે કોઈ આ શ્રી ઉમાસીપર્વ ૧૨૭ 2010_03 Page #143 -------------------------------------------------------------------------- ________________ ગામનું અન્ન પાણી પ્રમુખ ખાશે, પીશે, તે અકાલે મરણ પામશે. તે માટે કોઈ પણ આ ગામનાં અન્ન પાણીનો સ્પર્શ માત્ર પણ કરશો નહીં, એમ રાજાએ નિષેધ્યા છતાં પણ જે કોઈએ નિર્ભય થઈ, તે ગામનું ધાન્ય પાણી વાપરયું, તે અકાલે જીવિતવ્ય થકી રહિત થયા. એમ જે કોઈ યતિ અથવા શ્રાવક ભગવંતના નિષેધ્યા વિષય કષાય પ્રમાદને આચરે, તે જીવ દુઃખીઆ થાય ॥ ૪ ॥ હવે પાંચમો નિવૃત્તિ એટલે ઉન્માર્ગ થકી નિવર્તવું, પાછું વલવું. તે ઉપર રાજકન્યા અને શાલવીની કન્યાનો દૃષ્ટાંત કહે છે. એક નગરને વિષે એક રાજાની પુત્રી અને બીજી શાલવીની પુત્રી, એ બેહુનો માંહોમાંહે ઘણો સ્નેહ છે. એકદા તે બેહુ કન્યા, કોઈ એક દૃઢપુરુષની સાથે સંકેત કરી રાત્રિએ સંકેત કરેલે સ્થાનકે જવા લાગી. એવા પ્રસ્તાવે કોઈક પુરુષે માર્ગમાં મોટે શબ્દે કરી એક ગાથા કહી તે જેમકે : જઈ ફુલ્લા કણિયરા, ભૂયંગ અહિયમાસંમિ વિદેસિ ।। તહ ન ખર્મ ફૂલેઉ, જઈ પચંતા કરંતિ ડમરાઈ ॥ ૧ ॥ અર્થ :- અધિક માસ થયે થકે જો કણેરનું વૃક્ષ ફૂલે તો ફૂલની ઉપર રેસૂય ગરે અને આંબો જે છે, તે તો પોતાને દિવસેજ લે. માટે તુજને અધિક માસ આવે ફૂલવું, પણ આગલ ઉરહું ફૂલવું યુક્ત નહીં, તે ઉપર દૃષ્ટાંત કહે છે. જેમ પ્રત્યંત એટલે નીચ જન હોય, તે કદાચિત્ ડમર ઉપદ્રવ આવે થકે અશુભ આચરણ આચરે, તો શું કાંઈ ભલા માણસે પણ તે ભૂંડાની પેરે આચરવું ? એવો અર્થ જે વારે રાજપુત્રીકાએ વિચાચો, તે વારે ચિંતવ્યું જે આ નીચ જાતિ શાલવીની પુત્રી છે, તેણે તો એવું કહ્યું, પણ હું રાજાની પુત્રી માટે મારે તો સર્વથા ન્યાયમાર્ગેજ ચાલવું. એમ વિમાસી કાંઈક કપટ કરી પાછી મહેલમાં આવી. રાજાએ તેને તેજ દિવસે મોટા આડંબર સહિત કોઈક રાજપુત્રને પરણાવી દીધી. તિહાં તે પટ્ટરાણી થઈને સુખ પામી. એ પ્રવૃત્તિ નિવૃત્તિ જાણવી. અથવા ભાવનિવૃત્તિ ઉપર બીજો દૃષ્ટાંત કહે છે. જેમ કોઈક કુલપુત્ર દીક્ષા લઈને ગીતાર્થ પાસે ભણવા બેઠો, પણ કર્મોદય થકી તેને કાંઈ આવડે નહીં. તે વારે મનમાં આહટ દોહટ્ટ ચિંતવવા લાગ્યો, જે મુજને કાંઈ આવડતું નથી, માટે હું દીક્ષા ત્યાગીને બહાર નીકલું, પોતાની ઈચ્છાએ વિચરું, એમ ચિંતવી જેટલે ગચ્છથી બહાર નીકલ્યો તેટલે એક પુરુષના મુખથી આ પ્રમાણે ગાથા સાંભલી ૧૨૮ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #144 -------------------------------------------------------------------------- ________________ તરિયવ્યા ય પધણી, મરિયવં સમરે સમચ્છેણં // અસરિસ જણ ઉલ્લાવા, ન હુ સહિયવા કુલસુએણે // ૧ / અર્થ- આપણે જે પઈણિ એટલે પ્રતિજ્ઞા કરી તે પ્રતિજ્ઞા તિરિયવ્યા એટલે પાલવી. કયા દૃષ્ટાંતે ? તો કે જેમ કોઈ સમચ્છેણે એટલે સામર્થ્યવાન્ સુભટ હોય તે સમરે એટલે સંગ્રામને વિષે મરવું વાંછે, પણ અસરિસ જણ એટલે નીચ જનોનાં માઠાં વચન જે ઉંબંભા, તે કુલસુએણે એટલે કુલસુત જે કુલપુત્ર હોય તેનાથી સહ્યાં ન જાય. એવો ગાથાનો અર્થ મનમાં ચિંતવીને વિચાર્યું, જે અહો ધિક્કાર હોજો મુજને ! જે હું દીક્ષા લઈ વિષયથી પરામુખ થઈને વલી પણ વિષયાદિકની વાંછના કરું છું! એ વાત મને યુક્ત નથી. મારે પણ સુભટની પેરે આચરણ કરવું. એમ વિચારી પાછો પોતાના ગચ્છમાં ગુરુ પાસે આવી ચારિત્ર પાલી સુખી થયો. એ ભાવનિવૃત્તિ ઉપર દૃષ્ટાંત કહ્યો // ૫ - હવે છઠ્ઠો નિંદા તે પોતાના આત્માની સામે પોતાના અવગુણ વિચારી પોતાના આત્માને નિંદવો. તે ઉપર ચિતારાની પુત્રીનો દષ્ટાંત કહે છે. જંબૂદ્વીપના ભારતમાં વસંતપુર નગરે શત્રુમર્દન રાજા એકદા સભા ભરી બેઠો છે, એવામાં એક બટુક આવ્યો, તેને રાજાએ આસન આપી બેસાડ્યો, અને તેને દેશ દેશનો ફરનારો જાણીને પૂછ્યું, કે હે બ્રાહ્મણ ! તું દેશોદેશ ફરે છે, માટે તે ક્યારે એવી વસ્તુ પરદેશમાં દીઠી છે, કે જે વસ્તુ મારા રાજ્યમાં ન હોય ? તે સાંભળી બટુકે ડહાપણથી ઉત્તર દીધો જે તે રાજા ! તમારી રાજ્યઋદ્ધિનું વર્ણન કરતાં અન્ય રાજાઓની વાતો તો વેગલી રહી, પરંતુ ઈદ્રની ઋદ્ધિ પણ તમારી ઋદ્ધિ આગલ તૃણમાત્ર છે, કેમકે ઈદ્રને તો ઉચે શ્રવા નામે એકજ અશ્વ છે, અને ઐરાવત નામે એકજ હાથી છે, અને તમારે તો અનેક હાથી ઘોડા છે, તથા મહાદેવને એકજ વૃષભ છે અને તમારે તો લાખો ગમે વૃષભ છે. તથા શ્રીકૃષ્ણને એકજ લક્ષ્મી છે, તમારે અનેક લક્ષ્મી છે. તેમજ કંદર્પને એક રતિ અને બીજી પ્રીતિ એ બેજ સ્ત્રીઓ છે અને તમારે તો એવી અનેક સ્ત્રીઓ છે. તથા સ્વર્ગમાં એકજ કામધેનું છે અને તમારે ક્રોડી ગમે ગાયો છે. ઈત્યાદિ વાતો સાંભલી રાજા બોલ્યો કે હે બટુક ! મેં કાંઈ તુને મારી પ્રશંસા કરવા બોલાવ્યો નથી, તેથી તુને જે હું પૂછું છું, તેનોજ ઉત્તર તું આપ. તે વારે બટુક બોલ્યો કે હે રાજન્ ! હું સાચું કહું છું કે તમારે બધી વસ્તુઓ છે, પણ સભાલોકમાં ચિત્ત શ્રી ચઉમાસીપર્વ ૧૨૯ 2010_03 Page #145 -------------------------------------------------------------------------- ________________ રીજ પામે તેવી એક પણ ચિત્રસભા તમારા રાજ્યમાં દેખાતી નથી. તે સાંભળી રાજા એ પ્રસન્ન થઈ બટુકને દાન આપી વિસર્જન કર્યો. પછી પ્રધાનને બોલાવી અનેક સ્તંભમંડિત સભા કરાવીને સર્વ ચિત્રકારોને બોલાવી ચિત્ર કરવા માટે ભીંતના ભાગ વહેંચી આપ્યા, અને સર્વને કહ્યું કે તમે સર્વે ઘણુંજ રમણીય ચિત્રામણ કરજો. હવે તે ચિતારાઓમાં એક દ્રવ્ય રહિત વૃદ્ધ ચિતારો છે, તે એકાકી છે. તેનું નામ ચિત્રાંગદ છે. તેને એક અનંગસુંદરી નામે દીકરી છે. તે મહાસ્વરુપવાનું છે, તે હજી પરણી નથી, કુમારિકા છે, તે પોતાના પિતાને ખાવાને અર્થે ભાતું લઈને નિત્ય ચિત્રશાલામાં આવે છે, એકદા તે કન્યા ભાતું લઈને રાજમાર્ગે આવે છે, એવામાં રાજા પણ ઘોડો દોડાવતો સામો આવ્યો. તે દેખી કન્યાએ વિચાર્યું કે રખે એ ઘોડો મુજને મારે ! એમ ચિંતવી ત્યાંથી નાસીને ચિત્ર સભામાં આવી. તિહાં ભાતું મૂકી એકાંત સ્થાનકે બેઠી, એટલે તેનો બાપ નિહારને અર્થે બહાર ગયો. પાછલ કન્યા નિકામી એકલી બેઠી હતી. તેને બીજું કોઈ કામ ન હોવાને લીધે તેણે સભાની ભીંતને વિષે એક મોરનું પીંછ ચિતર્યું. એવા અવસરમાં રાજા પણ ચિત્રશાલા જોવા આવ્યો. તિહાં ચિત્ર જોતાં જોતાં તે કન્યાએ ચિત્રિત મોરપીછ રાજાના જોવામાં આવ્યું. તે વારે વિચાર્યું કે અહો! આ મોરપીછ મનોહર છે, તે હું લઈ લઉં! એમ જાણી તત્કાલ લેવાને હાથ ઘાલ્યો, પણ ચિત્રિત મોરપીછ કાંઈ હાથમાં આવ્યું નહીં, ઉલટા રાજાના હાથના નખ દુઃખાયા, એટલે કન્યા તાલી પાડી હસીને બોલી કે હે રાજન્ ! મૂર્ખના ત્રણ પાયાવાલા માંચાનો એક પગ ઓછો હતો, તે તમે પૂર્ણ કર્યો. અર્થાત્ તમે ચોથો પાયો થયા. તે વારે રાજાએ પૂછ્યું કે તે ત્રણ પાયા ક્યા કપ્યા છે કે જેની સાથે મને ચોથો ગણ્યો? ત્યારે કન્યા બોલી કે એક તો મૂર્ખનો શિરોમણિ જે લોકોથી ખીચોખીચ ભરેલા રાજમાર્ગમાં ઘોડો દોડાવતો હતો એ, અને બીજો પૂર્ણાધિરાજ મારો બાપ કે જે નિરંતર ભોજનની વેલાએ નિહારને અર્થે બહાર જતો રહે છે, કારણકે ભોજન તૈયાર થયે બહાર જવું તે મૂર્ણપણું છે, કેમકે ભોજન નીરસ થઈ જાય. એ બીજો મૂર્ખ જાણવો. તથા ત્રીજો મૂર્ખ એ કે જેને દીકરા ઘણા છે તેને, અને મારો બાપ એકલોજ છે તેને પણ ચિત્રવા માટે સરખી જગા વહેંચી આપી છે, કારણકે વેંચનાર એવો વિચાર કર્યો નહીં, જે આ ડોસો ૧૩૦ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #146 -------------------------------------------------------------------------- ________________ માણસ એકલોજ છે, તેમાંથી તે પેલા ઘણા છોકરાવાલા ચિતારાઓના જેટલું કામ શી રીતે થઈ શકશે ? તેથી તે ત્રીજો મૂર્ખ જાણવો, અને ચોથા મૂર્ખ તમે છો, કેમકે તમે એટલો વિચાર ન કરવો, જે આ ભીંત ઉપર ખરેખરું મોરપીછ તે કેમ રહી શકે ? એમ સત્યાસત્યનો વિચાર ન કરતાં તમે મોરપીછ લેવા ગયા. એવું સાંભલી રાજા વિચારવા લાગ્યો કે આ ચિતારાની દીકરીએ ત્રણ મૂર્ખના પાયામાં ચોથો મુજને ગણ્યો, માટે એની બુદ્ધિનો વિલાસ ઘણો છે. અહો! એની વચન ચાતુરી તો જૂઓ, કેવી સારી છે ? વલી એનું રુપ પણ અત્યંત અદ્ભુત છે, માટે જો પરણવી તો મારે એનેજ પરણવી. બાલાદપિ હિત ગ્રાહ્ય-મમેધ્યાપિ કાંચનમ્ ॥ નીચાદચ્યુત્તમાં વિદ્યાં, સ્ત્રીરત્ન દુષ્કુલાપિ ॥ ૧ || અર્થ:- બાલક થકી પણ હિતની વાત ગ્રહણ કરવી, વિષ્ઠામાંથી પણ સોનું ગ્રહણ કરવું, નીચ જનની પાસેથી પણ ભલી વિદ્યા ગ્રહણ કરવી, નીચ કુલથી પણ સ્ત્રીરત ગ્રહણ કરવું, માટે રુડી બુદ્ધિ આપે તેહીજ પંડિત તો હવે એ કન્યા બુદ્ધિવંત છે, માટે મારે તેનેજ પરણવી. એવો વિચાર કરી પ્રધાનના મુખે ચિતારાને જણાવ્યું, ચિતારાએ હાકારો કયો, પણ એવું કહ્યું કે રાજાને દાયજો આપવા માટે મારી પાસે કાંઈ પણ ધન નથી, તેથી લાચાર છું. ત્યારે રાજા સર્વ ખરચ માથે લઈ મોટો મહોત્સવ કરી કન્યા પરણ્યો. તેને રહેવા સારુ જૂદો આવાસ આપ્યો. તેમાં તે સુખે સમાધે અહંકાર રહિત મનમાં પોતાની હલકી જાતિની નિંદા કરતી વસવા લાગી. એકદા રાજાનો વારો તેને ઘેર જવાનો આવ્યો. તે વારે સંપૂર્ણ શય્યાની તૈયારી કરી રાખી. રાજા પણ સંધ્યાનાં સર્વ કૃત્ય કરીને તેને ઘરે ગયો. ઢોલીએ બેઠો, તે વારે ચિતારીએ વિચારવું જે આ રાજાની પાંચસેં રાણીઓ છે. તેમાં મારો વારો ફરીને પાછો દોઢ વર્ષે આવશે. માટે કોઈ એવો ઉપાય કરું કે જેથી રાજા નિત્ય મારે ઘેર આવે. એમ વિચારી દાસીને કહ્યું કે જે વારે રાજાને નિદ્રા આવે, તે વારે તું મુજને કહેજે કે બાઈ સાહેબ ! કોઇક કથા કહો. એમ શીખવી મૂક્યું. પછી રાજાની સાથે સુખ ભોગવવા બેઠી. એવામાં દાસી બોલી કે હે સ્વામિની ! રાત્રિ મોટી છે, હજુર જાગે છે. તે માટે કોઈક મનને વિનોદકારી કથા કહો. રાણી બોલી, હે સખિ ! રાજાની નિદ્રાનો ભંગ થાય માટે હમણાં કથા કહેવી યુક્ત નથી. રાજાને નિદ્રા આવ્યા પછી કહીશું. શ્રી ચઉમાસીપર્વ ૧૩૧ 2010_03 Page #147 -------------------------------------------------------------------------- ________________ રાજાએ મનમાં વિચાર્યું કે મારી લજ્જાથી એ કથા કહેશે નહીં, માટે કપટથી નિદ્રા લઉં, તો એ સ્ત્રી ચતુર છે, તેથી એની કથા સાંભલું, અને જોઉં કે તે કેવા પ્રકારની કથા કહે છે. એમ ચિંતવી કપટથી નિદ્રા કરવા લાગ્યો. દાસી બોલી કે હવે હજૂર નિદ્રામાં છે, માટે કથા કહો. તે વારે રાણી કથા કહેવા લાગી. કોઈ એક ગામને વિષે ઉત્તમ ગુણવંત શેઠ વસે છે. તેને યૌવનાવસ્થાવાલી કન્યા હતી. તે કન્યાના બાપે તથા માતાએ તથા ભાઈએ ત્રણ જણે અજાણતે તેનો જૂદે જુદે ઠેકાણે વિવાહ કહ્યો. લગ્નનો દિવસ ઠરાવ્યો તે દિવસે ત્રણે વરરાજા પરણવા આવ્યા. તે વારે માતાપિતાદિક સર્વ ચિંતાતુર થયાં જે હવે કેમ કરીએ? કન્યા એક અને વર ત્રણ આવી પડ્યા. એમ વિચારે છે, એટલામાં કન્યાને સર્પ કરડ્યો, તેથી તે મરણ પામી. તે વાત જાણીને ત્રણે વર તિહાં આવ્યા, તે વારે એક કહેવા લાગ્યો કે કારિમો પ્રેમ શા કામનો ? જેથી સાથે પ્રેમ હોય તેનો વિયોગ ખમાય નહીં, માટે એ કન્યાની સાથે બલી મરીશ. બીજો વર આહારનો ત્યાગ કરી બેઠો. અને ત્રીજો બુદ્ધિવંત હતો તેણે વિચાર્યું, જે કાયરનું કામ નથી, ઉદ્યમ કરીએ તો સર્વ સિદ્ધ થાય. એમ ચિંતવી દેવતાનું આરાધન કરવા બેઠો. દેવતાએ સંતુષ્ટ થઈ સંજીવિની મંત્ર આપ્યો. તે મંત્રની અચિંત્ય શક્તિ થકી કન્યા જીવાડી. હવે કન્યા જીવતી થયા પછી પહેલો બોલ્યો જે મેં એની સાથે અગ્નિમાં પેસવાની પ્રતિજ્ઞા કરી છે, તે વારે બીજો બોલ્યો કે તેં શું દુઃખ ભોગવ્યું? મેં તો એની પછવાડે આહાર ત્યાગ કરયો હતો. ત્રીજો બોલ્યો તમારી મહેનત સર્વ ફોક છે. તમે બહુ જણ પણ મરણ પામત, માટે તમને તથા એ સ્ત્રીને ત્રણે જણને મેં જીવિતદાન આપ્યું છે. એટલી કથા કહીને રાણી બોલી કે હે સખિ ! હવે એ ત્રણ જણમાંથી કન્યા કોને આપવી? ત્યારે સખીએ કહ્યું, મને ખબર ન પડે, માટે તમે જ કહો. રાણી બોલી, હમણાં નિદ્રાથી મારી આંખો ધૂમાય છે, માટે હાલ તો નિદ્રા કરીશ અને કાલે એ વાત કહીશ. તે સાંભળી રાજાને વિસ્મય થયો, પણ પરમાર્થ ન જડ્યો. તે વારે રાજાએ બીજે દિવસે પણ જવાનો વારો એનેજ આપ્યો. બીજે દિવસે પણ તિહાં આવીને તેમજ કપટ નિદ્રાએ સૂતો. તે વારે સખી બોલી કે હે સ્વામિનિ! કાલની કથા અધુરી છે તે કહો. મારે સાંભળવાનું કૌતુક છે. તે વારે અનંગસુંદરી બોલી, તે ત્રણે જણે ન્યાય કરાવ્યો. રાજા પ્રધાન પ્રમુખે વિચાર કરી એવો ઠરાવ કર્યો કે શ્રી ચઉમાસીપર્વ ૧૩૨ 2010_03 Page #148 -------------------------------------------------------------------------- ________________ જેણે જીવાડી તે કન્યાના બાપ તુલ્ય થયો, જે સાથે બલતો હતો તે ભાઈ તુલ્ય થયો, અને જે આહાર ત્યાગી બેઠો હતો તેને કન્યા આપવી. વલી દાસી બોલી, બીજો પણ કોઈ સુંદર દૃષ્ટાંત હોય તે કહો. ત્યારે વલી ચિતારી બોલી કે કોઈક નગરમાં રાજાની આજ્ઞાએ અંતે ઉરમાં આભૂષણ ઘડાવવા માટે બે સુવર્ણકારને ભોંયરામાં રાખ્યા. તે મણિરતના અજુવાલાથી કામ કરે. રાજા તેને બહાર નીકલવા આપે નહીં. તે બેમાંથી એક બોલ્યો. હે ભદ્ર ! હમણાં દિવસનો કયો વખત વર્તે છે ? તે સાંભલી બીજો બોલ્યો કે રાત્રિ પડી છે. ઈહાં દાસી પૂછવા લાગી કે હે સ્વામિની ! રતની જ્યોતિથી સર્વદા ઉદ્યોતમય સ્થાનકે રહેતાં થકા રાત્રિ પડી છે, એવું કેમ જાણવામાં આવ્યું? કારણ કે ચંદ્ર સૂર્યની તો ત્યાં ખબરજ નથી. ત્યારે રાણી બોલી કે હે સખિ ! આજે દહીં ઘણું સ્વાદિષ્ટ થયું હતું, તે અધિક પીધું છે, માટે નિદ્રા ઘણી આવે છે એમ કહીને સૂઈ ગઈ. રાજાએ વિચાર્યું જે એવી સરસ કથાઓ એ શાથી જાણતી હશે કે જેના ઉત્તર મને પણ આવડતા નથી ? માટે જો તેને હમણાં પૂછીએ તો આપણી લાજ જાય, તેથી આવતી રાતે વલી ઈહાંજ આવશું, એમ ચિંતવી સૂઈ રહ્યો. વલી ત્રીજો દિવસે પણ વારો આપ્યો. ત્રીજા દિવસની રાત્રિએ ફરી દાસીએ પૂછ્યું કે હે સ્વામિનિ ! કહો તે સોનીએ રાત્રિ છે, એવું કેમ જાણ્યું ? ત્યારે અનંગસુંદરી બોલી કે તે સોની રાહ્યંધો હતો. તે વખત દેખતો બંધ થયો તેથી તેણે રાત્રિ જાણી. ત્યારે સખી બોલી, વલી કોઈક સરસ કથા કહો. રાણી બોલી કે કોઈ એક નગરમાં બે ચોર રહે છે. એકદા બેહુ જણે વિચારવું જે કોઈ ધનવંતનું ઘર ફાડી ધન લઈ આવીએ. એમ ચિંતવી કોઈક ધનાઢ્યના ઘરમાં પેઠા. તિહાં જૂવે છે તો બાપ દીકરો બે જણ લેખું કરવા બેઠા છે, તેમાં એક કોડી પુરાંતમાં ઘટી પડી, તે માટે બાપે દીકરાના મુખ ઉપર ખાસડું મારયું. તે દેખી ચોરે નિર્વેદ પામીને વિચારવું કે જૂઓ, આ વાણીયાની જાતિ કેવી કૃપણ છે, જે એક કોડી માટે પુત્રને ખાસડું મારયું. કહ્યું છે કે આજાનુલંબિતમલીમસશાટકાનાં, મિત્રાદપિ પ્રથમયાચિતભાટકાનામ્ | પુત્રાદપિ પ્રિયતમૈકવરાટકાનાં, વજ્ર દિવઃ પતતુ મૂર્ધનિ રાટકાનામ્ || ૧ || શ્રી ચઉમાસીપર્વ ૧૩૩ 2010_03 Page #149 -------------------------------------------------------------------------- ________________ અર્થ:- જે વાણીયે ઢીચણ સુધી લાંબું અને ઘણા મલે કરીને ભરેલું એવું પોતીયું પહેરવું છે, વલી જેણે પોતાના મિત્રની પાસેથી પણ પહેલાથીજ ભાડું માગ્યું એટલે ભાડું લીધા વિના મિત્રનું કામ પણ જે નથી કરતો, વલી જેને પોતાના પુત્રથી પણ કોડી વધારે વલ્લભ છે, એવા વાણીયાને માથે વજ પડો, જે માટે વાણીયાને ધન ઘણુંજ વહાલું હોય. તેથી એના ઘરમાંથી ચોરી કરશું તો હૈયું ફાડીને મરી જશે. તે માટે બીજે સ્થાનકે જ્યાં દ્રવ્ય હોય, તિહાં જઈએ. એવું વિચારી તિહાંથી નીકલી કોઈ વેશ્યાને ઘેર ગયા. ત્યાં જઈ જૂવે છે તો કોઈ કોઢીઓ પુરુષ બેઠો છે તેને વેશ્યા કહે છે કે તું મારો સ્વામી પરમદેવ બરાબર છો, પ્રાણધાર છો, મારા પ્રાણ તે તારાજ છે. એવી કોઢીઆ ઉપર લંપટ થતી દેખીને ચોરે વિચારવું, જે પણ મહા કષ્ટ દ્રવ્ય એકઠું કરે છે, માટે એ દ્રવ્ય પણ લેવું યુક્ત નથી. તો રાજાને ઘેર જઈ ચોરી કરવાનો નિશ્ચય કરી ભંડાર ફાડી દ્રવ્ય લઈને નીકલતાંજ ચોકી કરનારાએ પકડ્યા. રાજા પાસે લઈ આવ્યા, રાજાએ પણ ધન પાછું લઈ ચોરોને એક પેટીમાં ઘાલીને પેટી નદીમાં તણાતી મૂકી દીધી. વહેતી થકી કેટલેક દિવસે કાંઠે આવી. તે કોઈ એકે દેખીને ધનની લાલચે બહાર કાઢી, અને ઉઘાડી જોઈ તો માંહે બે મનુષ્ય દીઠા. તેને લોકે પૂછ્યું કે કેટલા દિવસ તમોને પેટીમાં રહેતાં થયા. તે વારે એક બોલ્યો કે આજ ચોથો દિવસ થયો. એટલું કહી રાણી સખી પ્રત્યે કહેવા લાગી કે હે ખિ! પેટીમાં બેઠાં થકા ચોથો દિવસ એણે કેમ જાણ્યો ? ત્યારે સખી બોલી કે અમે મૂર્ખ માણસ શું જાણીએ ? એ તમેજ કહો. તે વારે રાણી બોલી કે હે સખિ ! આજ દિવસે મધ્યાહ્ન સમયે મેં નિદ્રા કરી નથી તેથી હમણાં ઉંઘ આવે છે, માટે તે કાલે કહીશ. એમ કહીને સૂઈ ગઈ. રાજાએ વિચારવું એનો ઉત્તર સાંભલવો જોઈએ, પણ પૂછીશ તો લજ્જિત થઈશ, એમ વિચારી ચોથે દિવસે વલી ઉત્તર સાંભલવાને અર્થે તેને વારો આપ્યો. ચોથે દિવસે રાત્રિએ દાસી બોલી કે હે સ્વામિનિ ! ચોરે ચોથો દિવસ શી રીતે જાણ્યો? તે કૃપા કરીને કહો. તે વારે રાણી બોલી કે તેને ચોથીયો તાવ આવતો હતો, તેને અનુસારે જાણ્યું. દાસી બોલી, બીજી કોઈ ચમત્કારીક કથા કહો, કેમકે ચતુર લોકોના દિવસ તો ભણતાં સાંભલતાંજ જાય છે. ૧૩૪ 2010_03 શ્રી ચઉમાસીપર્વ Page #150 -------------------------------------------------------------------------- ________________ ગીતશાસ્ત્રવિનોદન, કાલો ગચ્છતિ ધીમતામ / વ્યસનેન તુ મૂર્ખાણાં, નિદ્રય કલહેને વા // ૧ // અર્થ- બુદ્ધિવંત પંડિતોનો કાલ, ગીતશાસ્ત્ર વિનોદની કથા કરતાં જાય છે. મૂર્ખ માણસનો કાલ તો નિદ્રા કરવે કરી જાય છે, તથા વલી કલહ કરતાં જાય છે. હવે રાણી બોલી, હું કથા કહું છું, તે સાંભલ. એક ગામમાં બે શોક્ય હતી. તેમાં એકની પાસે રત હતાં તે બીજી શોક્યનો વિશ્વાસ કરે નહીં. પછી તેણે વિચાર્યું જે એ રન પેસતાં નીકલતાં શોક્યની નજરે ન આવે એમ કરું. એમ વિચારી ઘડામાં નાખી તેનું મોટું લીપી મૂક્યું. તે બહાર ગઈ, તે વારે બીજી શોક્ય અવસર જોઈ કાઢી લીધાં, અને ઘડાના મુખને પાછું તેમજ લીપી મૂક્યું. પછી તે બહારથી આવી તેણે લીપ્યો ઘડો જોયો, પણ ઉખેડ્યો નહીં, અને રત દીઠાં નહીં. ઉખેડ્યા વિનાજ કહ્યું કે રત નથી દેખાતાં. હાં રાણીએ સખીને પૂછ્યું કે ઘડો ઉઘાડ્યા વિના એણે રત ગયાં એવું કેમ જાણું? તે વારે સખી બોલી કે આપજ કહો. રાણીએ કહ્યું, આજે નિદ્રા આવે છે, કાલે કહીશ. એમ કહી સૂઈ રહી. રાજાએ વલી પણ વારો આપ્યો. બીજે દિવસે દાસીના પૂછવાથી રાણી બોલી કે એ ઘડો કાચનો હતો માટે શોકયે આવતાંજ તરત જોઈ લીધું જે રત નથી. ફરી દાસીએ પૂછ્યું, વલી કોઈ રમણીય કથા કહો. રાણી બોલી કે એક રાજાની દીકરી હતી. તેની માતાએ એકદા ફારશૃંગાર પહેરાવીને રાજ્યસભામાં રાજા પાસે મોકલી, રાજાએ પોતાના ખોળામાં બેસારી. એટલામાં આકાશથી ઉતરીને કોઈ વિદ્યાધર તે કન્યાને અપહરી ગયો. હવે રાજાને ચાર પુરુષરત છે, તેમાં એક નિમિત્તિઓ, બીજો રથકાર, ત્રીજો સહસ્ત્રયોથી, અને ચોથો વૈદ્ય. એ ચારને રાજાએ કહ્યું, મારી પુત્રી જે લઈ આવે, તેને હું અર્ધ રાજ્ય અને મારી પુત્રી પણ આપું. એમ સાંભલી નિમિત્તિઓ બોલ્યો, કન્યાને વિદ્યાધર પૂર્વ દિશાએ લઈ ગયો છે, તે સાંભલી રથકારે આકાશગામી રથ બનાવ્યો. તેમાં ચારે જણ બેસીને વિદ્યાધરની પછવાડે ચાલ્યા. અનુક્રમે વિદ્યાધર સાથે સંગ્રામ થયો. તેમાં વિદ્યાધરને પ્રહાર લાગ્યો, તે વારે વિદ્યાધરે જાણ્યું, જે આ સ્ત્રી મારા ભાગમાં આવશે નહીં. માટે મારા હાથમાંથી કેમ જવા આપું? એમ વિચારીને કુમારીનું મસ્તક છેદી નાખ્યું. તે જોઈને ચારે જણ ખેદ પામ્યા. એટલે વૈધે સંજીવિની ઔષધીએ કરી તેને જીવતી કરી. હવે તે કન્યાને પરણવા શ્રી ચઉમાસીપર્વ ૧૩૫ 2010_03 Page #151 -------------------------------------------------------------------------- ________________ માટે ચારે જણ પરસ્પર ક્લેશ કરતા રાજા પાસે આવ્યા. રાજકુમારી બોલી, તમે વિવાદ શામાટે કરો છો ? હું અગ્નિમાં પ્રવેશ કરું છું, માટે મારી સાથે જે અગ્નિમાં પ્રવેશ કરશે, તે મારો ભરતાર થશે. ઈહાં રાણીએ કહ્યું કે હે દાસી ! કોણ અગ્નિમાં પ્રવેશ કરે ? તે સાંભલી દાસી બોલી હું શું જાણું જે તમને કહું? તમેજ કહી સંભળાવો. રાણી બોલી, આજે નિદ્રા આવે છે, કાલે કહીશું. રાજાએ વલી પણ વારો આપ્યો. બીજે દિવસે દાસીએ પૂછ્યું, કોણ અગ્નિમાં પેઠો? એ વાતનો વિચાર કરતાં મારી તો આખી રાત્રી ગઈ પણ મને ખબર પડી નહીં, માટે તમે કહો. રાણી બોલી, એક નિમિત્તિઓ ટાલીને ત્રણ જણે તો એવું વિચાર્યું જે આપણે તો નહીં પેસીએ. સોનાની છરી હોય તે કાંઈ પેટમાં મરાય નહીં. જીવતા રહેશું તો કન્યાઓ ઘણી મલશે. અને નિમિત્તિએ નિમિત્ત જોઈને કુશલ દીઠું. તે વારે બોલ્યો હું રાજકન્યા સાથે અગ્નિમાં પ્રવેશ કરું. રાજકુમારીએ પણ વિશ્વાસુ લોકોની હાથે ચયની નીચેથી સુરંગ ખોદાવી રાખી છે. પછી સર્વ લોકોની દેખતાં ઈષ્ટદેવનું સ્મરણ કરીને બહુ જણ અગ્નિમાં પેઠાં, કાષ્ઠ ભણ્યાં, ચય લગાડી, અને તે બહુ જણ છાનામાનાં સુરંગની નીચેથી નીકલી પાછાં તિહાં ચયની પાસે આવ્યાં. લોક ચમત્કાર પામ્યાં. રાજાએ નિમિત્તિયાને એ કન્યા પરણાવી. એ રીતે પાંચમી કથા થઈ. ફરી દાસીએ પૂછ્યું કે બીજી કથા કહો કે જેમાં રાત્રિ પૂર્ણ થાય. રાણી કહેવા લાગી, એક નગરમાં એક ઉંટનો પાલનારો વસે છે. તે ઉંટ ચરાવવાને નગરની બહાર આવ્યો. ઉંટ ચરાવે છે, એવામાં ઉંટે એક બાવલનું વૃક્ષ ઘણુંજ લીલું દેખીને તેમાં મોટું ઘાલ્યું, પણ તે ઉંટના મુખમાં તેનાં પાન આવ્યાં નહીં. ઘણો ઉદ્યમ કશ્યો પણ ખાવા પામ્યો નહીં. તે વારે ઉંટે ક્રોધવંત થઈને બાવલીઆને માથે લીડાં કસ્યાં. વલી મૂત્ર કર્યું. ઈહાં રાણી કહે છે કે હે સખિ ! તમે કહો કે તે બાવલીઆનાં પાન ઉંટના મુખમાં કેમ ન આવ્યાં અને એનું મુખ પણ ઉપર માથા સુધી પહોંચ્યું નહીં, તો વલી તેની ઉપર લીંડાં અને મૂત્ર તે શી રીતે કર્યાં હશે? તે વારે દાસી બોલી કે હે રાણીજી ! એ વાત તમે જ કહો. એ આશ્ચર્યકારક વાત અમારાથી કેમ કહેવાય? રાણી બોલી, હમણાં તો નિદ્રા આવે છે. માટે કાલે કહીશ એમ કહી સૂઈ રહી. - રાજા વલી પણ વારો આપ્યો. બીજે દિવસે દાસીએ રાણીને કથા પૂરી કરવાને કહ્યું, તે વારે રાણી બોલી, તું એમાં પણ સમજી નહીં, તો હવે સાંભલ. એ બાવલીઓ ૧૩૬ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #152 -------------------------------------------------------------------------- ________________ નગરની ખાલમાં ઉગેલો હતો, તે ઉંટના મુખથી ઘણોજ નીચો હતો માટે મુખ પૂગ્યું નહીં. તેવારે ઉંટે પૂંઠ ફેરીને માથે લીંડાં તથા મૂત્ર કરચાં ॥ ૬ ॥ ફરી સખીએ કહ્યું કે હવે બીજી કથા કહો. ત્યારે રાણીએ કહ્યું કે એક નગરમાં કોઈ દેવરત્ત નામે મોટો શેઠ હતો, તેણે એક દેરાસર કરાવ્યું. તે દેરું એક હાથનું ઉંચું કરાવી તેમાં ચાર હાથની પ્રતિમા બેસાડી, તો હે સિખ ! એક હાથના દેરામાં ચાર હાથની પ્રતિમાં કેમ બેઠી ? ત્યારે દાસીએ કહ્યું કે રાણીજી ! એ વાતનું મુજને પણ આશ્ચર્ય થાય છે, માટે તમે કહી સંભલાવો. રાણીએ ઉંઘ આવ્યાનું કહી બીજા દિવસ ઉપર રાખ્યું, અને રાજાએ બીજે દિવસે પણ વારો આપ્યો. બીજે દિવસે દાસીએ કહ્યું કે રાણીજી ! એ કથા પૂર્ણ કહો. રાણીએ કહ્યું કે હે મૂર્ખ ! તું એટલું પણ નથી સમજતી ? જે પ્રતિમાના ચાર હાથ હતા, પણ પ્રતિમા દેરાથી નાની હતી. વલી સખીએ કહ્યું, બીજી કથા કહો. રાણી બોલી કે એક સ્ત્રીને વિવાહ પ્રમુખ કારણ હતું, માટે બીજી કોઈ સ્ત્રી પાસેથી કડાં માગ્યાં, તે વારે તેણે રૂપીઆ ઠરાવીને આપ્યા. તેમાંથી કાંઈક રુપીઆ પહેલા લીધા. એમ કરતાં વિવાહ થઈ ગયા પછી કડાં આપનારીએ કડાં પાછાં માગ્યા, પણ તે પાછાં આપે નહીં. એમ કરતાં ઘણાં વર્ષ વહી ગયાં. એક દિવસ વલી પણ કડાં માગ્યાં. તે વારે તેણે કહ્યું કે આપું છું. એમ કહી કાઢવા માંડ્યું, પણ શરીર સ્થૂલ થયું, માટે હાથમાંથી કડાં નીકલે નહીં. તે વારે તે બોલી, કડાં તો નીકલતાં નથી, માટે તમારા રુપીઆ અધુરા બાકી દેવા રહ્યા છે, તે સુખે લ્યો. તે વારે તે બોલી, હું તો તે કડાં લઈશ. પહેલી બોલી, કડાંને માટે કાંઈ હાથ કપાય નહીં, હું તુજને એવાંજ કડાં કરાવી આપું. તોપણ તેણે માન્યું નહીં, અને તેજ કડાં પાછાં માગવા લાગી. ઈહાં રાણી સખીને કહે છે કે એનો નિવેડો કેમ થાય ? દાસી બોલી, તે તમેજ કહો. રાણીએ નિદ્રા આવવાનું કહી બીજા દિવસ ઉપર રાખ્યું. રાજાએ વારો આપી બીજે દિવસે દાસીના પૂછવાથી રાણીએ કહ્યું કે પહેલીએ એવો જવાબ આપ્યો કે મેં પણ તુજને જે રુપીઆ આપ્યા હતા, તેના તેજ રુપીઆ મને તું પાછા આપ, તો હું તુજને એનાં એજ કડાં પાછાં આપું, એ રીતે ઝગડો મટાડ્યો. એમ નિત્ય પ્રત્યે નવનવી કથાઓ કહેતાં રાજાની સાથે ભોગ ભોગવતાં છ મહીના વીતી ગયા. શ્રી ચઉમાસીપર્વ 2010_03 ૧૩૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ દઈને પૂવલ જ હું તો કુલનામ જે છે તે તે વારે બીજી રાણીઓ શાકિનીની પેઠે દ્વેષ કરતી તેનાં છિદ્રો જોયાં કરે. એક દિવસ તે ચિત્રકારની પુત્રી મધ્યાહ્ન સમયને વિષે પોતાના મહેલના કમાડ દઈને પૂર્વલો ચિતારીનો વેષ પહેરી ચિંતવના કહે છે કે હે આત્મા ! તું વિવેકે કરી વિચાર. જે તું તો કુલનો ચિત્રકારની જાતિ છે. તારા બાપના ઘરનો વેષ તો આવો દરિદ્રી છે. આભૂષણ પ્રમુખ જે છે તે પણ સામાન્ય છે. એથી હે જીવ! તું કાંઈ માનમાં આવીશ નહીં, કારણકે એ સર્વ રુડાં જે વસ્ત્રાભૂષણ છે, તે પણ તારાં કાંઈ નથી. વલી હે ચેતન ! તું એમ પણ જાણીશ નહીં જે હું રાજાની રાણી છું. એ તો જ્યાં સુધી રાજા માનશે, તિહાં સુધી તું તેની રાણી છો. નહીં તો દાસી જેવી પણ તું નથી. વલી તું એમ પણ જાણીશ નહીં જે હું રૂપવંત છું, માટે મુજને રાજા માને છે, તે તારું રૂપ તે શી ગણતરીમાં છે ? તારાથી તો બીજી રાણીઓ તથા રાજાની પુત્રીઓ છે, તે ઘણીજ સ્વરુપવતી છે, સર્વ રાજાના કુલની છે. તેને મૂકીને રાજા તુજને આદર આપે છે, તે વિષે રખેને તું ગર્વ અહંકાર કરતો હો ! એ પ્રકારે નિત્ય પ્રત્યે મધ્યાહે કમાડ દઈને ચિત્રકારની પુત્રી પોતાના આત્માની નિંદા કરે, તે દેખીને બીજી રાણીઓ શોક્યપણે એનાં છિદ્ર જોતી હતી. તેણે એ છિદ્ર પામીને રાજાને જઈને કહ્યું કે હે રાજન્ ! તમે તમારા આત્માને રૂડી રીતે જાળવજો, કારણકે એક તો સ્વભાવે સ્ત્રીઓમાં કપટ ઘણું હોય છે, તો વલી તેમાં પણ નીચ જાતિની સ્ત્રીનું તો પૂછવું જ શું? માટે તમે ચિતારીનો વિશ્વાસ કરશો નહીં. એ એકાંતે કાંઈ કામણ ટુમણ કરે છે. તે સાંભલી રાજા પણ ચિંતવવા લાગ્યો છે એ શોક્યો છે. એના ગુણથી કદાપિ એની ઉપર દ્વેષ રાખતી હોય, તો તેમ પણ હોય. માટે કાને સાંભલ્યા માત્રથી કાંઈ કરવું નહીં. જે માટે કહ્યું છે કે : મા હોઠ સુગ્ગાહી, મપત્તિયં જં ન દિકિપચ્ચખે ! પચ્ચખૂમિ ય દિકે, જુત્તાજુd વિઆરિજ / ૧ / અર્થ - એકલું કાને સાંભળ્યું તેજ સાચું એમ જાણવું નહીં, જે પ્રત્યક્ષ નજરે ન દીઠું તેની સાંભળવાથી પ્રતીત કેમ થાય ? અને વલી જે પ્રત્યક્ષ દીઠું હોય, તેમાં પણ એ યુક્ત એ અયુક્ત એમ વિચારીને ખરા ખોટાનો નિર્ણય કરવો. માટે એ ચિતારાની પુત્રીનું સ્વરુપ છાના રહીને આપણી નજરે જોવાથી તથા કાને સાંભળવાથી જાણવાથી જાણવામાં આવશે. એમ વિચારી કોઈ પણ ન જાણે ૧૩૮ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #154 -------------------------------------------------------------------------- ________________ તેવી રીતે છાનું જોયું, અને સાંભળ્યું. તે વારે માત્ર પોતાના આત્માની નિંદા કરનારીજ તેને જાણી, પણ બીજું કશું કૂડ કપટ તેમાં દીઠું નહીં. તેથી રાજા ચમત્કાર પામ્યો, અને જાણ્યું જે આ ધર્મની વાતો કરનારી છે. એમ નિર્ધારી તેને સર્વ રાણીઓમાં પટ્ટરાણી કરી થાપી. એનો ભાવાર્થ એ છે કે જે રાણીએ કથાઓ કહી, તે તો બીજા પણ ઘણા જનોને આવડતી હશે, પણ જે આત્માની નિંદા કરતી હતી તે ધર્મકથાનો અંશ હતો, તે રાજાને રીઝનું કારણ થયો. તેથી ચિતારીનો અનર્થ ટલ્યો, નહીં તો કાંઈ પણ અનર્થ થાત, માટે ધર્મકથા તે સર્વ કથાઓને જીતનારી છે. એ રીતે ચિતારાની પુત્રીએ છ મહીના પર્યત રાજાને પોતાના મહેલે આપ્યો, પરંતુ બીજી રાણીઓના મહેલ ઉપર જવા દીધો નહીં, પરંતુ તે સંબંધી અહંકાર ન આણતાં પોતાના મન માંહે તો પોતાના કુલાદિ સંબંધી પોતાના આત્માની નિંદા કરતી રહી, માટે જે આત્માની સામે આત્મનિંદા કરે, તે સહુ કોઈને માન્ય થાય. એ આત્મનિંદા ઉપર દૃષ્ટાંત કહ્યો છે દા - હવે સાતમે બોલે ગહ એટલે પોતાની નિંદા પરની સાખે કરીએ. તે ઉપર પતિમારિકાનો દૃષ્ટાંત કહે છે - જેમ કોઈક વૃદ્ધ બ્રાહ્મણ નીશાલીઆને ભણાવતો હતો. તેની સ્ત્રી તરુણ હતી. હવે તે સ્ત્રી પોતાનો પતિ વૃદ્ધ છે, માટે તેની ઉપર વિરક્ત થકી નર્મદા નદીને પહેલે કાંઠે એક ગોવાલની સાથે આસક્ત થઈ થકી રાત્રે એકલી નર્મદા નદી તરીને ગોવાલની સાથે કામસેવા કરે, પાછલી રાત્રે ઘેર આવે. તે કેવી કપટી છે ? કે પોતાના ભરતારને જમાડીને પછી નદી ઉપર વાસણ માંજવા જાય. તિહાં કાગડા કાં કાં કરે, તેથી બીકણની પેઠેએ ભાગીને તે પોતાના પતિને કહે કે હે સ્વામિનાથ ! નદી ઉપર મને બીક લાગે છે. તે સાંભલી તે વૃદ્ધ બ્રાહ્મણે નીશાલીઆનો વારો બંધી આપ્યો. તે વારા પ્રમાણે એકેકો નીશાલીઓ વાસણ માંજતી વેલાએ સ્ત્રીની રખવાલી કરવા જાય. એમ કરતાં એક દિવસ એક મોટા વડા નીશાલીઆનો વારો આવ્યો, તે નીશાલીઓ સ્ત્રીના ગુહ્યની છાની વાત સર્વ જાણે છે, તેથી તેણે પોતાના ગુરુની સ્ત્રીને સમજાવવા માટે કાગડાને ઉડાવતાં મુખથી “હાડે હાડે” કહેતાં એક શ્લોક કહ્યો તે આ પ્રમાણે. દિવા બિભેતિ કાકેભ્યો, રાત્રે તરતિ નર્મદાં - અર્થ - દિવસે તો કાગડાઓથી બીએ છે, અને રાત્રે નર્મદા નદી તરે છે. વલી પાણીમાંથી ઉતારવાના ઘાટ જલતંતૂઆથી મૂકાવવાની વાત સર્વ કહી. એવું શ્રી ચઉમાસીપર્વ ૧૩૯ 2010_03 Page #155 -------------------------------------------------------------------------- ________________ પોતાનું ચરિત્ર સાંભલી તે સ્ત્રી પોતાના મનમાં ચમકી, અને કહેવા લાગી કે અરે ! જો તારામાં સામર્થ્ય હોય અને મારી ઈચ્છા પૂર્ણ થાય તો એટલું બધું કષ્ટ કોણ કરે ? તે સાંભલી નીશાલીએ કાંઈ પણ ઉત્તર દીધો નહીં, તે વારે સ્ત્રીએ જાણ્યું જે એણે મારા ધણીની બીકથી અથવા લાજથી કાંઈ પણ ઉત્તર દીધો નહીં. જો પાપી મારા સ્વામી ડોસાને મારી નાખ્યો હોય તો આ નીશાલીઓ મારો આદર કરે. એમ ચિંતવી તે પાપણી સ્ત્રીએ અકસ્માત પોતાના ધણીને મારી ગાંઠડી બાંધી પેટીમાં ઘાલી માથે ચઢાવી અને તેને બારણે નાખવા ગઈ. તે વારે આસન્નવર્તિ વનવાસી નિકાયના દેવતાએ તેના માથા ઉપરની પેટીને એમજ થંભાવી રાખી. તે ઘણું ઉંચી, નીચી, આડી, ટેઢી થઈને નાખવા ગઈ, પણ તે પેટી માથેથી ખસી નહીં, અને બીજા માણસોએ પણ આય ઉપાય ઘણા કરચા, પરંતુ કોઈ રીતે પડી નહીં. તે વારે તરુણ બ્રાહ્મણીએ જાણ્યું જે મારાં કર્મ મનેજ ઉદય આવ્યાં. એ કર્મ છાનાં રાખ્યાં રહે નહીં. પછી તે કર્મને હલકાં કરવા સારુ તે સ્ત્રી ઘરથી બહાર નીકલી પોતે ઘર ઘર ભિખ માગતી એમ કહેવા લાગી કે મુજ પતિમારિકાને ભિક્ષા આપો. તે વારે વાટે, ઘાટે, ત્રિવાટે, ચૌટે ચાચરે સર્વ લોક તેની નિભ્રંછના કરે. પાપણી જાણી તાડના તર્જાના, તે સર્વ રુડી રીતે ભલી પરે સહન કરે, પણ કોઈની ઉપર દોષ આણે નહી. એમ કરતાં કેટલાએક દિવસ વ્યતિક્રમ્યા. હવે એક દિવસ તેણે માર્ગે જતી કોઈ એક સાધ્વીને દીઠી. તેનું દર્શન થયું તે વારે તે પતિમારિકાએ જાણ્યું જે એ મહાનુભાવને હું પગે લાગું તો મારાં મોટાં પાપ જાય. એમ ચિંતવી સાધ્વીને પગે લાગવા માટે નીચે નમી, તે વારે તત્કાલ તે પેટી પણ તેના માથેથી ઉતરી નીચે પડી, તેથી વલી વિશેષે સાધ્વીની રાગિણી થઈ. તે સાધ્વીની પાસેથી દીક્ષા લઈ દુષ્કર તપ કરી પોતાનો આત્માર્થ સાધ્યો. તેમ સાધુ શ્રાવક પણ પોતાનાં કરેલાં કર્મની પરની સાખે નિંદા કરીને આત્માર્થ સાધે. એ ગા ઉપર દૃષ્ટાંત કહ્યો ॥ 9 ॥ હવે આઠમા બોલે, શોધી એટલે આત્માને શોધી નિર્મલ કરવો, તે ઉપર વસ્ત્રનો દૃષ્ટાંત કહે છે ઃ- જેમ શ્રેણિક રાજાએ એક ધોબીને પોતાનાં પહેરવાનાં વસ્ત્ર ધોવા આપ્યાં, એટલામાં કૌમુદી મહોત્સવ આવ્યો, તે વારે તે ધોબીએ રાજાનાં લુગડાં પહેરવાં, અને ધોબીની સ્ત્રીએ રાણીનાં વસ્ત્ર પહેરચાં. પહેરીને સ્ત્રી ભરતાર બહુ ઉદ્યાને રમવા ગયાં. તિહાં રાજાએ તે સ્ત્રી પુરુષને પોતાનાં ૧૪૦ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #156 -------------------------------------------------------------------------- ________________ લુગડાં પહેરેલાં દીઠાં, પણ પોતાના ગંભીરપણાથી કાંઈ બોલ્યો નહીં, તો પણ તાંબુલ પ્રમુખનું સહિનાણ કર્યું. પછી મહોત્સવાનંતર રાજાનાં લુગડાંને શુદ્ધ ધોઈ કરી ભલી રીતે ઘડી કરી સંકેલીને રાજાની આગલ જઈ ધોબીએ મૂક્યાં. રાજાએ તે લુગડાં સર્વ સંભાલી જોયાં, પણ પોતે તાંબુલની સહિરાણ કીધી હતી, તે ક્યાંય ન દીઠી, તે વારે ધોબીને પૂછ્યું, જે મારી આગલ સાચું કહેજે, તારા ઉપર મારી અમર બાંહ છે. એ વસ્ત્ર તેં પહેઠ્યાં હતાં અને વલી એવા શુદ્ધ કેવી રીતે થયાં? એની ઉપર તાંબુલ પ્રમુખની સહિરાણ કીધી હતી, તે પણ દેખાતી નથી. તેનું કારણ શું? તે વારે ધોબીએ સર્વ વાત યથાતથ્ય કહી આપી. વલી રાજાએ પૂછ્યું કે વસ્ત્રને તાંબુલરસ લાગ્યો હતો, તે કેમ ઉતા? ધોબીએ કહ્યું હે સ્વામી ! અમે રજકની જાતિ છીએ, માટે અમારા કુલક્રમે ધોવાની સઘલી પરઠ જાણી ઈત્યાદિ સત્ય વચન કહેવાથી રાજા સંતુષ્ટ થયો. ધોબીને તે વસ્ત્રનો વાઘો આપી વિસર્જન કર્યો. તેને સર્વ ધોબીઓમાં વડેરો કરી થાપ્યો. એમ સાધુ પણ પોતે પોતાની આલોચના ગુરુની આગલ શુદ્ધિ કહે, તેને આલોઈ નંદી મિચ્છામિ દુક્કડ દઈ પોતે પોતાને તારે. વલી એ શુદ્ધિ ઉપર એક અગદના ઔષધનો દૃષ્ટાંત કહે છે :- જેમ કોઈક પુરુષે રાજા આગલ વિનતિ કરી કે હે સ્વામી ! મેં વિષ નિપજાવ્યું છે. તે એવું છે કે બીજું વિષ હજાર ભાર પ્રમાણ હોય તે જેટલું કામ કરી શકે, તેટલું કામ એ વિષમાંથી એક તિલમાત્ર જેટલું વિષ કરી શકે તેવું છે. તે વારે રાજાએ એક જૂનો હાથી તેને દેખાડ્યો. તેણે તે હાથીના પંછનો એક બાલ પરહો કરી તેનાથી તે વિષ તિહાં વાર્યું. તેથી હાથી મૂચ્છિત થયો. વલી તે પુરુષ હાથીને નિર્વિષ કરવા ભણી તે સ્થાનકે બીજો વિષ પ્રતિકાર મૂક્યો, તેથી હાથી તરત સજ્જ થયો. એમ સાધુ શ્રાવકે પણ દોષરૂપ જે વિષ છે તેની નિંદા પ્રમુખ જે દૂષણપ્રતિકાર છે, તેણે કરી સર્વ દોષ દૂર કરવા. એ પણ શુદ્ધિ જાણવી. એ આઠ પ્રકારે પડિક્કમણાના દૃષ્ટાંત કહ્યા. હવે પોસહનો અધિકાર કહે છે. જે આત્મધર્મની પુષ્ટિ કરે, તેને પોસહ કહીએ. તે ચાર પ્રકારે છે. એક આહારનો ત્યાગ, બીજો શરીરસત્કારનો ત્યાગ, ત્રીજો ઘરવ્યાપારનો ત્યાગ, ચોથો કુશીલનો ત્યાગ. એ ચાર ભેદ કહ્યા. હવે પોસહનું ફલ કહે છે : શ્રી ચઉમાસીપર્વ ૧૪૧ 2010_03 Page #157 -------------------------------------------------------------------------- ________________ પોસહિય સુહે ભાવે, અસુહાઈ ખવેઈ નચ્છિા સંદેહો / છિંદઈ નિયતિરિગઈ, પોસહ વિહિ અધ્ધમત્તેણં // ૧ / જે પ્રાણી શુભ ભાવથી પોસહ કરે, તે અશુભ એટલે જે માઠાં કર્મ તેનો નાશ કરે, તેમાં સંદેહ નથી, જે અપ્રમાદી થકો પોસહ કરે, તે નરક તિર્યંચ ગતિનો છેદ કરે. જેમ કામદેવ શ્રાવક પોસહમાં થિર રહ્યો, તેનો દૃષ્ટાંત કહે છે. ચંપાનગરીને વિષે કામદેવ શ્રાવક રહેતો હતો. તે આઠમ, ચૌદશ, અગ્યારસનો પોસહ નિરંતર કરે. એકદા પોસહ લેઈ બેઠો. તે વખતે ઈદ્ર મહારાજે કામદેવના પોસહની પ્રશંસા કરી. તે સાંભલી મિથ્યાત્વી દેવ પરીક્ષા કરવા આવ્યો. તેણે હાથીનાં, પાડાનાં, સર્પનાં, પિશાચનાં ૫ કરી ઘણા પ્રકારની વેદના ઉપજાવી, તોપણ ધર્મધ્યાનથી લગાર માત્ર ચલાયમાન ન થયો. તેમ સર્વ શ્રાવકે એવી રીતે પોસહ કરવો. મન દઢ રાખવું. એ પોસહ એક તો દિવસ સંબંધી ચાર પહોરનો, બીજો રાત્રિ સંબંધી ચાર પહોરનો અને ત્રીજો દિવસ તથા રાત્રિ મલી અહોરાત્ર સંબંધી આઠ પહોરનો જાણવો. એ ત્રણ પોસહ માંહે જેવો યોગ દેખીએ, તેને યોગે યથાશક્તિએ પૌષધવ્રત કરીને પર્વ સાચવીએ ! હવે ચોમાસી પર્વના દિવસે પરમેશ્વરની સ્નાત્ર વિલેપનાદિક પૂજા કરીએ. તિહાં પૂજાનાં ફલ કહે છેઃ પ્રથમ પ્રતિમાનું ઉપવાસનું ફલ થાય. તથા ફૂલમાળા પહેરાવતાં લાખ ઉપવાસનું ફલ થાય. તેમજ જિનેશ્વર આગલ ગીતગાન કરતાં, વાજિંત્ર વજાડતાં, નાટ્યારંભ કરતાં થકા અનંત ગણું ફલ થાય. એ પૂજાનાં ફલ ઉપર વૃદ્ધાકુમારનો દૃષ્ટાંત કહે છે - વિશાલાપુર નગરે જિનદાસ નામે શેઠ વસે છે, તેની મનોરમા નામે સ્ત્રી છે. શેઠને તે વૃદ્ધાવસ્થાએ એક પુત્ર થયો તેથી તેનું નામ પણ વૃદ્ધાકુમાર પાડ્યું. તે યૌવનાવસ્થા પામ્યો, તે વારે માતા પિતાની આજ્ઞા લઈને કરિયાણાનાં જહાજ ભરી સમુદ્રમાર્ગે પરદેશ ભણી ચાલ્યો. આગલ સમુદ્રમાં ચાલતાં વાયરાના યોગથી પર્વતની નજીકમાં જહાજ અટક્યાં. આઘાં પાછાં ચાલી શકે નહીં, તેથી કુમર સહિત સર્વ લોક ટૂકડો પર્વત હતો, તેની ઉપર આવ્યા. તિહાં આંબાના ૧૪૨ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #158 -------------------------------------------------------------------------- ________________ ઝાડની નીચે સર્વ ચિંતાતુર થઈને બેઠા છે. એ પ્રસ્તાવમાં તે આંબાના ઝાડ ઉપર એક સૂડા સૂડીનું જોડું વસે છે. તેમાં સૂડી સૂડાને કહે છે કે તે સ્વામી ! આજ ઉપકાર કરવાનો અવસર છે. તે એમ કે આ કુમારની પાસે લેખ લખાવી સિંહલેશ રાજાને જઈને કહો, તો આ સર્વ મનુષ્યનું સંકટ મટે. તે સાંભળી સૂડાએ વૃદ્ધાકુમાર પાસે લેખ લખાવી પોતાને ગલે બંધાવ્યો. પછી ત્યાંથી ઉડી ને સિહલેશ રાજાને જઈ પત્ર આપ્યો. રાજાએ લેખ વાંચીને પોતાના નગર માં ઢંઢેરો ફેરાવ્યો કે જે મનુષ્ય સમુદ્ર માંહેથી મોટા આવર્તથી જહાજને કાઢે તેને હું એક લાખ સોનૈયા આપું. તે વારે એક કલ્પવત્તા મનુષ્ય પડતો છળ્યો. પછી તે કલ્પવેત્તા મનુષ્ય છે મહીના લગણ તેલમાં ભીજાવેલી એવી એક હરણીની પૂંછડી લઈને કુમારની પાસે આવ્યો, અને બોલ્યો કે હે કુમર ! તમે મહા ધીરજવંત અને સાહસિક છો, માટે આ પૂંછડીની મશાલ કરીને પર્વતની ગુફામાં પ્રવેશ કરો. આગળ જતાં એક મોટું ઉદ્યાન તમને દીઠામાં આવશે, તેમાં વાવડીએ કરી શોભાયમાન એવું સોનાનું દેરું છે. તેમાં શ્રી ઋષભદેવજીની પ્રતિમા છે. તેની તમે પૂજા કરજો. પછી તે દેરાની પૂર્વ દિશાને બારણે એક મોટો ઘંટ છે, તેને તમે વજાડશો, તો તેના અવાજથી બીજા બધા ઘંટ વાજશે. તે વારે તે પર્વતના વાસી ભાખંડ પંખીઓ જે છે, તે ઉડશે. તેના યોગથી સમુદ્રનું પાણી પણ ઉછલશે. તે વારે તમારાં જહાજ આવર્ત થકી નીકળશે. એવી વાત સાંભલી વૃદ્ધાકુમરે પણ તેમજ કર્યું, તે વારે કુમારનો સર્વ પરિવાર તથા કલ્પવેત્તા મનુષ્ય, સર્વ જહાજ નીકલ્યાં, તેમાં બેસીને સિંહલદ્વીપે આવ્યા, પણ કુમર તો તિહાંજ રહી ગયો. હવે તિહાં જહાજવાલાઓને સિંહલેશ રાજાએ પૂછ્યું કે કુમર કિહાં ગયો? તે વારે તે પુરુષોએ કહ્યું, મહારાજ! કુમર તો તિહાંજ રહી ગયો. તે સાંભળી રાજા ક્રોધાકુલ થઈ જહાજવાસી સર્વ લોકોને બંદીખાને નાખ્યા. હવે કુમાર તિહાં રહ્યો થકો નિત્ય પ્રત્યે પ્રતિમાની પૂજા કરે. એમ કરતાં કેટલા એક દિવસ વ્યતિક્રમ્યા, તે વારે એક દિવસ કુમર પૂજા કરે છે, એવામાં એક વિદ્યાધર તિહાં પૂજા કરવા આવ્યો. તે કુમારનું ૫ દેખી, કુમારને મલી ભેટી પોતાને આવાસે લઈ ગયો. કુમારને જમવા બેસાડ્યો. ભોજન કરતાં વિદ્યાધરની સ્ત્રીએ તેને પ્રસન્નપણે કહ્યું કે હે કુમાર ! તમને મારો ભરતાર મારી પુત્રી પરણાવશે, તે માટે એના ઘરમાં દેવઅધિષ્ઠિત એક ખાટલો છે, તે હાથ મેલાવા શ્રી ઉમાસીપર્વ ૧૪૩ 2010_03 Page #159 -------------------------------------------------------------------------- ________________ વખતે તમે માગી લેજો. હવે ભોજન કરચા અનંતર વિદ્યાધરે કહ્યું કે હે કુમાર! મુજને નિમિત્તિએ કહ્યું છે કે જે મનુષ્ય દેરાસરમાં ભગવંતની પૂજા કરીને ઘંટ વજાડશે, તેને તું તારી પુત્રી પરણાવજે. તે માટે તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. કુમારે પણ તે કન્યાને પરણીને ખાટલા પ્રમુખ યથાયોગ્ય જે દાયજો હથેવાલાની વખતે વિદ્યાધરે આપ્યો તે લીધો. વલી વિદ્યાધરે કુમારને કહ્યું કે, હું વૈતાઢ્ય પર્વતે રહું છું. ઈહાં તો મારે ક્રીડા કરવાનું ઘર છે, માટે તમે કોઈક દિવસે વૈતાઢ્ય પર્વત આવજો. તે સાંભલી કુમાર શીખ માગી ખાટલા ઉપર બેસી આકાશમાર્ગે ઉડી સિંહલદ્વીપ આવ્યો. રાજાને મલ્યો. સર્વ લોકને બંદીખાનામાંથી છોડાવ્યા. રાજાએ પણ કુમરને પુણ્યવંત જાણીને પોતાની કર્પૂરમંજરી નામે પુત્રી પરણાવી. પછી કેટલાએક દિવસ તિહાં રહીને કુમરે રાજા પાસેથી પોતાના દેશ ભણી જવાની આજ્ઞા માગી. જહાજ ચલાવ્યાં, અને કુમાર બે સ્ત્રીઓને સાથે લઈ ખાટલા ઉપર બેસી વૈતાઢ્ય પર્વતે જઈ પોતાના વિદ્યાધર સસરાને મલ્યો. તેણે કુમારને ઘણું દ્રવ્ય આપ્યું. બીજા પણ ઘણા વિદ્યાધરોની કુમરીઓ તિહાં પરણ્યો. પછી વિમાનમાં બેસી પોતાને ઘેર આવ્યો, અને આવીને પોતાનાં માતાપિતાને સર્વ સ્ત્રીઓ સહિત પગે લાગ્યો. તેનાં જહાજ પણ ઘણું દ્રવ્ય ભરીને કુશલ ક્ષેમે આવી પહોતાં. હવે સુખે સમાધે સ્ત્રીઓની સાથે સાંસારિક સુખ ભોગવતો થકો રહે છે. એક દિવસ નગરની બહાર કોઈ જ્ઞાની ગુરુ પધારચા, તે વારે વૃદ્ધાકુમાર પોતાનાં માતાપિતા અને સ્ત્રીઓના પરિવાર સહિત ગુરુને વાંદવા ગયો. તિહાં વાંદીને ધર્મદેશના સાંભલી. પછી જિનદાસ શેઠ ગુરુને પૂછવા લાગ્યા, હે સ્વામી! મારા પુત્રે શું સુકૃત કરેલું હશે કે જેના યોગ થકી એ વિદ્યાધરોની કન્યાઓને પરણ્યો ? ત્યારે ગુરુ કહે છે કે હે શેઠજી ! એ કુમાર પાછલા ભવમાં તમારે ઘેર દાસ હતો. એક દિવસ તમારા શરીરમાં રોગ ઉપન્યો, તે વારે તમે દેરાસરની પૂજા કરવાનું કામ એ દાસને ભલાવ્યું. દાસે પણ શુદ્ધ ભાવે કરી શ્રી જિનરાજની પૂજા કરવા માંડી. કેટલાએક દિવસ પછી તમારું શરીર નીરોગી થયું તે વારે તમે પોતે દેરાસરની પૂજા કરવા માંડી. તેથી દાસનું શરીર પ્રતિ દિવસ શોષાવા માંડ્યું, તે દેખી તમે તેને પૂછ્યું કે અરે દાસ ! તારું શરીર દુર્બલ કેમ થતું જાય છે ? દાસે તમને કહ્યું, દેવપૂજા કરવા વિના દુર્બલ થાઉં છું તે વારે તમે વલી બીજું દેરાસર કરાવીને તે દાસને પૂજા કરવાનું કામ સોંપ્યું. એમ કરતાં તે દાસ ૧૪૪ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #160 -------------------------------------------------------------------------- ________________ શૂલ રોગથી શુભ ભાવે મરણ પામીને તારો પુત્ર વૃદ્ધાકુમાર થયો. એવો પૂર્વ ભવ સાંભળીને કુમારને જાતિસ્મરણજ્ઞાન ઉપન્યું, તેથી વલી તે દેવપૂજાને વિષે ઘણોજ સાવધાન થયો. ઘણો કાલ દેવપૂજા કરી વૃદ્ધાવસ્થાએ ચારિત્ર લઈ તેને અતિચાર રહિત પાલીને મોક્ષે ગયો. એ પૂજા ઉપર દૃષ્ટાંત કહ્યો. હવે શીલ પાલવા આશ્રયી ફલ કહે છે. કોઈ પુરુષ કોડી સોનામોહોરોનું દાન આપે તથા કોઈ સોનાનું જિનમંદિર કરાવે, તોપણ શીલવ્રત પાલવાની બરાબર તેનું પુણ્યફલ આવે નહીં. તેના ઉપર સુદર્શન શેઠની કથા કહે છે - અંગ દેશમાં ચંપાનગરીએ દધિવાહન રાજા રાજ્ય કરે છે. તેની અભયા નામે રાણી છે. તેજ નગરીમાં એક સુદર્શન શેઠ વસે છે. તેની મનોરમા સ્ત્રી છે. એકદા સુદર્શન શેઠે ગુરુ પાસેથી પરસ્ત્રીનાં પચ્ચખાણ કર્યા. હવે તે નગરમાં કપિલ નામે પુરોહિત રહે છે. તેને અને શેઠને માંહોમાંહે ઘણીજ મિત્રાચારી છે. એક દિવસ પુરોહિત કોઈ કામ અર્થે બીજે ગામ ગયો. તે દિવસે પુરોહિતની સ્ત્રી કપિલા છે, તે શેઠને બોલાવીને કામક્રીડા વિષયભોગનાં વચન કહેવા લાગી. તે વારે શેઠે પોતાનું શીલ રાખવા સારુ તેને કહ્યું કે તે સ્ત્રી ! હું તો નપુંસક છું, તું શા માટે મારી સાથે હાવભાવ કરે છે ? એમ તેને જૂઠું. સમજાવીને શેઠ પોતાને ઘેર પાછો આવ્યો. હવે એક દિવસ દધિવાહન રાજા પોતાના અંતેરિ સહિત સમસ્ત લોકે પરવો થકી વનને વિષે ઈદ્રમહોત્સવ રમવા જાય છે, એવા અવસરે સુદર્શન શેઠની સ્ત્રી મનોરમા છે તે પણ પોતાના પાંચ પુત્રને સાથે લઈને વનમાં જાય છે. તે વારે રાણીએ કપિલાને પુછ્યું, એ સ્ત્રી કોની છે? કપિલાએ કહ્યું કે એ સ્ત્રી સુદર્શન શેઠની છે, પણ શેઠ તો પોતે નપુંસક છે. તે વારે વલી રાણીએ કહ્યું, જો શેઠ નપુંસક છે તો પુત્ર ક્યાંથી પેદા થયા? વલી એ નપુંસક છે તે વાતની તને કેમ ખબર પડી? તે સાંભલી કપિલાએ પોતાની વિતક વાત કહી. રાણીએ કહ્યું કે હે કપિલા ! તુજને શેઠ ઠગી, પણ હવે જોજે, હું શેઠને શીલથી ચૂકાવું છું. એવી રાણીએ પ્રતિજ્ઞા કરી વનમાં રમીને ઘેર આવી પોતાની ધાવમાતા આગલ સર્વ વાત કહી. તે દિવસથી ધાવમાતા સુદર્શન શેઠનાં છિદ્ર જોતી રહે છે. વલી એકદા કૌમુદીમહોત્સવનો દિવસ આવ્યો, તે વારે રાજાદિક સર્વ લોક વનમાં ક્રીડા કરવા ગયા, અને તે દિવસે સુદર્શન શેઠ શૂન્ય દેરાસર માંહે પોસહ શ્રી ઉમાસીપર્વ ૧૪પ 2010_03 Page #161 -------------------------------------------------------------------------- ________________ લઈ કાઉસ્સગ્ગ રહ્યો છે. તેને રાણીની ધાવમાતાએ કામદેવની મૂર્તિનો છલાવો કરી શેઠને તિહાંથી ઉપાડી પોતાના મહેલમાં લાવી રાણીને સ્વાધીન કરો. ત્યાં રાણીએ આખી રાત્રિ શેઠને હાવભાવ દેખાડ્યો, પરંતુ શેઠે લગાર માત્ર પણ કામ ભોગની ઈચ્છા કરી નહીં. કિંચિત્માત્ર પણ શીલ થકી ચૂક્યો નહીં. એમ કરતાં પ્રભાતસમય થયો, તે વારે રાણીએ પોતાનું શરીર વલૂરી કંચુકો ફાડી નાખ્યો. એવી અવસ્થા કરી પોકાર કરવો કે હે લોકો ! તમે જલદી આવો, જલદી આવો!! આ પાપીએ મારી આબરુ લીધી !! તે સાંભલતાંજ ચોકીદાર પોરાયતે આવી શેઠને પકડ્યો. તે કોલાહલ સાંભલી રાજા પોતે પણ તિહાં આવ્યો. સુદર્શન શેઠને હકીકત પૂછી, પણ શેઠ કાઉસ્સગ્ગ ધ્યાને મૌનપણે રહ્યા હતા, માટે રાજાને કાંઈ જવાબ આપ્યો નહીં. રાજાએ તેને ચોર જાણી કોટવાલને હુકમ કરચો કે એ શેઠને વિટંબના કરી શુલીએ ચઢાવો. કોટવાલ પણ રાજાનો હુકમ પ્રમાણ કરી શેઠને વિટંબના કરતો કરતો મારવાને સ્થાનકે લઈ ગયો, તે વારે શેઠની સ્ત્રી મનોરમાએ સાંભળ્યું, ત્યારે વિચારવા લાગી, જે આ મારા સ્વામી ઉપર નિષ્કારણ કલંક કેમ ચઢ્યું ? એમ ચિંતવી દેરાસરે જઈ ભગવાનની શુદ્ધ ભાવે પૂજા કરી બે હાથ જોડી કહેતી હતી કે હે શાસનદેવતાઓ ! મારા પતિ ઉપર નિષ્કારણ કલંક ચઢેલું છે, તેથી તેની તમે સહાય કરજો, અને જ્યાંસુધી કલંક ઉતરે નહીં, ત્યાંસુધી મારે કાઉસ્સગ્ગ પારવો નહીં. એમ કહી કાઉસ્સગંધ્યાને ઉભી રહી. તિહાં સુદર્શન શેઠને શુલીએ ચઢાવ્યો. તે નવકારના સ્મરણથી દેવોએ આવી શુલી મિટાડીને સિંહાસન કરવું. જિહાં ખડ્ગના પ્રહાર મારે તિહાં આભૂષણ થાય. એવી વાત સાંભલીને રાજાદિક સર્વ લોક તિહાં આવ્યા. રાજાએ શેઠને પ્રણામ કરી પોતાનો અપરાધ ખમાવ્યો. ઘણું સન્માન કરી મોટે મહોત્સવે શેઠને ઘેર પહોંચાડ્યો. તે વારે મનોરમાએ કાઉસ્સગ્ગ પાયો, અને અભયા રાણી રાજા થકી બીહતી થકી ગલે ફાંસો ખાઈ અશુભ ધ્યાનથી મરણ પામીને વ્યંતરી થઈ, અને ધાવમાતા નાસીને પટણામાં દેવદત્તા નામે વેશ્યાને ઘેર જઈ રહી, તિહાં વેશ્યાની આગલ શેઠના શીલની પ્રશંસા કરતી રહે છે. એવામાં સુદર્શન શેઠ દીક્ષા લઈ વિહાર કરતા પટણા નગરે ગયા. તિહાં અભયાની ધાવમાતાએ મુનિને ઓલખ્યા. તે વારે કપટશ્રાવિકા થઈને નિત્ય પ્રત્યે મુનિને વાંદવા સારુ આવે. એક દિવસે મુનિને કહેવા લાગી કે મહારાજ ! મારે ઘેર સૂજતો આહાર છે, માટે આપ વહોરવા પધારો. એમ છલ કરી છેતરીને સાધુને વેશ્યા ઘેર લાવી. ૧૪૬ શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #162 -------------------------------------------------------------------------- ________________ તિહાં વેશ્યાએ સાધુની ઘણી કદર્થના કરી, પણ ચલ્યા નહીં. તિહાંથી નીકલી વનમાં જઈને કાઉસ્સગ્ગધ્યાને રહ્યા. તિહાં અભયા વ્યંતરીએ આવીને મુનિને શરીરે અનેક ઉપસર્ગ કરડ્યા. તે સર્વ સહન કરતા શુભ ધ્યાને ચઢ્યા થકા કર્મને નિર્જોરાવતા ક્ષપકશ્રેણી આરોહીને કેવલજ્ઞાન પામ્યા. દેવતાએ કેવલમહોત્સવ કરચો. મુનિ પણ ધર્મદેશના દઈ અભયા વ્યંતરી, તેની ધાવમાતા અને વેશ્યા આદિક બીજા પણ ઘણા જીવોને સમકિત અંગીકાર કરાવી આયુ પૂર્ણ કરી મોક્ષે પધારચા. એ શીલના માહાત્મ્ય વિષે સુદર્શન શેઠની કથા કહી. હવે પર્વના દિવસે દાન કરવું, તેના પાંચ ભેદ છે. એક મરતા જીવને છોડાવવો, તેને અભયદાન કહીએ. બીજું શ્રીસંઘને ચાર પ્રકારનો આહાર આપવો, તેને સુપાત્ર દાન કહીએ. ત્રીજું સર્વ જીવની ઉપર દયા પરિણામ રાખવો, તેને અનુકંપાદાન કહીએ. ચોથું યાચક પ્રમુખને દાન દેવું, તે કીર્તિદાન કહીએ. પાંચમું કુટુંબ વગેરેને દેવું, તે ઉચિત દાન કહીએ. એ પાંચ દાન માંહેલાં પહેલાં બે દાન થકી મોક્ષની પ્રાપ્તિ થાય, અને પાછલનાં ત્રણ દાન થકી ઈચ્છિત ભોગવસ્તુની પ્રાપ્તિ થાય. તિહાં અભયદાન ઉપર દૃષ્ટાંત કહે છે : રાજગૃહી નગરીએ શ્રેણિક રાજાનો અભયકુમાર પ્રધાન છે. એકદા સર્વ સભા ભરી છે, તે વખતે રાજા બોલ્યો, હે લોકો ! આપણા નગરમાં ઘણી સ્વાદવંત અને સસ્તા એટલે સોંઘા મૂલ્યવાલી કઈ જણસ મલતી હશે ? તે વારે ક્ષત્રીય બોલ્યા, હે મહારાજ ! માંસ સસ્તું મલે છે, અને તેમાં સ્વાદ પણ ઘણો છે. તે સાંભલી અભયકુમારે વિચારવું જે એ નિર્દય પ્રાણી ફરી એવું ન બોલે, એવી યુક્તિ કરવી જોઈએ. એમ નિર્ધા૨ીને બીજે દિવસે રાત્રિને વિષે જૂદા જૂદા ક્ષત્રીઓને ઘેર જઈ કહેવા લાગ્યો કે હે સરદારો ! આજે રાત્રે રાજકુમારને શરીરે અકસ્માત્ રોગ પેદા થયો છે, તેથી તે મહા દુઃખ પામે છે. ત્યાં ઘણા વૈદ્યો એકઠા થયા છે. તેમણે એવું કહ્યું છે કે માણસનું કાલનું બે ટાંક જેટલું લાવીને ખવરાવો તો એ કુમારનું શરીર નીરોગી થાય. માટે તમે રાજાના સાધર્મી છો તો એ કામ તમારાથી થશે. તે વારે પહેલા ક્ષત્રીએ કહ્યું કે હજાર સોનૈયા લ્યો અને મને છોડી તમે બીજાને ઘેર જાઓ. તિહાં હજાર સોનૈયા લઈ બીજાને ઘેર ગયા. તિહાંથી પણ સોનૈયા મલ્યા, ફરી ત્રીજાને ઘેર ગયા, એમ તે રાત્રિમાં ફરીને અભયકુમારે બે લાખ સોનૈયા ભેલા કરવા. પ્રભાત થયું, તે વારે સભા માંહે શ્રી ચઉમાસીપર્વ 2010_03 ૧૪૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય લાવીને ક્ષત્રીઓને દેખાડ્યું અને કહ્યું કે હે સરદારો ! તમે કાલે કહેતા હતા જે માંસ સોંઘું મલે છે, અને રાત્રિએ હું એટલું દ્રવ્ય લઈને બે ટાંક માંસ લેવા ગયો હતો, પણ ક્યાંહિ મળ્યું નહીં, તો તમે રાજસભામાં આવીને કેમ જૂઠું બોલ્યા? એમ કહી સર્વને નિભંડ્યા અને માંસ ન ખાવાનો નિયમ કરાવ્યો. તેમ વલી કહ્યું છે કે I માં તુર્તમ નો, નક્ષેળાપ ન નખ્યતે | એવી રીતે બીજાએ પણ પ્રાણીઓને અભયદાન દેવાની બુદ્ધિ અભયકુમારની પેઠે રાખવી. હવે પર્વ દિવસે બાર પ્રકારનું તપ કરતાં થકા દુષ્ટ કર્મોનો નાશ થાય, તેની ઉપર દઢપ્રહારીનો દૃષ્ટાંત કહે છે - માકંદીનગરીએ સુભદ્ર નામે શેઠ વસે છે. દૃઢપ્રહારી દત્ત નામે પુત્ર છે. તે નાના બાળકો સાથે રમવા જાય. અને લોકોના બાળકોને મારે, લોકોની વઢવાડ નિત્ય પ્રત્યે પાંચ સાત વાર લાવે. તે વારે સર્વ લોકે મલી શેઠને લિંભો દીધો. તેથી પિતાએ બાલકને ઘણોએ વર્યો, પણ છોકરો અવિનીત માટે માને નહીં. પછી લોકે રાજાની આગલ પોકાર કર્યો. રાજાએ દઢપ્રહારીને નગર બહાર કઢાવ્યો. તે ચોરોની પલ્લીમાં જઈ મલ્યો. ચોરોની સાથે ચોરી કરવા શીખ્યો. એક દિવસ ચોરની ધાડ લઈને બ્રાહ્મણને ઘેર ચોરી કરવા ગયો. તિહાં તેના ઘરને બારણે એક ગાય બાંધી હતી તે ચોરોને મારવા ધાઈ. તે વારે દૃઢપ્રહારીએ તેને ખગથી મારી નાખી. પછી બ્રાહ્મણ જાગ્યો. તે લાકડી લઈ ચોરોને મારવા દોડ્યો તેને પણ દઢપ્રહારીએ ખગથી મારી નાખ્યો, તે બ્રાહ્મણની સ્ત્રી ગર્ભવતી હતી તે પોતાના સ્વામીને માર્યો જાણી રુદન કરતી કોલાહલ કરવા લાગી. તેને પણ તેજ ખગે કરી મારી નાખી, તેથી તે બ્રાહ્મણીનો ગર્ભ ધરતી ઉપર નીકળી પડ્યો. તેને તડફડતો દેખીને દઢપ્રહારી મનમાં દયા આણીને વિચારવા લાગ્યો કે, અરે ધિક્કાર છે મુજને ! મેં ચાર હત્યા કરી આ મહા અધોર પાપ કર્યું, હવે એ મારું પાપ ચારિત્ર લીધા વિના છૂટવાનું નથી. એમ ચિંતવી ચારિત્ર લઈ મનમાં એવો અભિગ્રહ લીધો કે જે જે મેં પાપ કર્યાં છે, તે જ્યાં સુધી મને યાદ આવે, ત્યાં સુધી મારે અન્ન પાણી લેવું નહીં. એવો નિર્ધાર કરીને પૂર્વદિશાને બારણે કાઉસ્સગ્ન લઈ ઉભો રહ્યો. એમ બે બે માસને આંતરે ગામના ચારે દરવાજા ફઢ્યો. તિહાં પ્રત્યેક દરવાજે લોકો તેને ચોર જાણી તથા ગાય બ્રાહ્મણનો શ્રી ચઉમાસીપર્વ ૧૪૮ 2010_03 Page #164 -------------------------------------------------------------------------- ________________ મારનારો જાણી રીસે કરી પથરા ઢેફાં લાકડીઓ પ્રમુખનો માર મારે, પણ તે સાધુ લગાર માત્ર કોઈના ઉપર રીસ કરે નહીં. એમ ઉપશમભાવે કર્મ ક્ષય કરતો સમતાગુણને ધારણ કરતો કર્મની નિંદા કરતો છ મહીને કેવલજ્ઞાન પામ્યો. એ તપસ્યાની ઉપર દૃષ્ટાંત કહ્યો. હવે વલી ચોમાસી પર્વ આવ્યા થકા ધમાં મનુષ્ય પારકી નિંદા ન કરવી, અને પોતાના આત્માની નિંદા કરવી. તેની ઉપર ચિતારી પુત્રીનો દૃષ્ટાંત મોટા વિસ્તાર સહિત પૂર્વે એજ ગ્રંથમાં લખાઈ ગયો છે. તેજ દૃષ્ટાંત ઈહાં પણ જાણવો. વલી ચોમાસાનું પર્વ આવ્યા થકી ધર્મી મનુષ્ય ગહ કરવી. એટલે પરની સામે પોતાના આત્માની નિંદા કરવી. તેની ઉપર પતિમારિકાનો દૃષ્ટાંત કહેવો. તે પણ આ ગ્રંથમાં પૂર્વે લખાયો છે. તેજ દૃષ્ટાંત ઈહાં પણ કહેવો. વલી ચોમાસાનું પર્વ આવે થકે. ધર્માર્થી પુરુષે જે કાંઈ પોતાને અતિચાર લાગ્યા હોય તે સંભારી સંભારીને આલોવવા જોઈએ. તિહાં શ્રાવકને એકસો ને ચોવીશ અતિચાર હોય તે કહે છે : પણ સંલેહણ પણરસ, કમ્મા નાણઈ અટ્ટ પQયં // બારસ તવે વીરિય તિગ, પણ સમ વયાણ પત્તેય / ૧ / અર્થ:- પ્રથમ સંલેષણા એટલે અનશન જાણવું તેના પાંચ અતિચાર છે, તેમાં (૧) આ તપના પ્રભાવ થકી હું મનુષ્ય રાજદિક થાઉં, એવી ચિંતવના કરવી તે ઈહલોકાશસપ્રયોગ નામે અતિચાર જાણવો. (૨) આ તપના પ્રભાવ થકી હું પરલોકે ઈદ્રપણું દેવતાપણું પામું, તે પરલોકાશસ અતિચાર જાણવો. (૩) અનશનનો ઘણો મહિમા થતો દેખીને વિચારે જે હજી હું ઘણા કાલ લગણ જીવું તો સારું, તે જીવિતાશસ અતિચાર જાણવો. (૪) અણસણ કરયા અનંતર કાંઈ પણ પૂજા પ્રભાવના ન થતી દેખીને અથવા રોગાદિકે પીડિત હોવા થકી મનમાં વિચારે, જે હું તરત મરણ પામું તો સારું, તે મરણાશસ અતિચાર જાણવો. (૫) મને ભવાંતરે કામભોગાદિક ઘણા મલે તો સારું, તે કામભોગાશંસ અતિચાર જાણવો. એ સંલેષણાના પાંચ અતિચાર જાણતા અજાણતાં લાગ્યા હોય, તેનું સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડ દેવું. હવે પન્નર કર્માદાનના અતિચાર કહે છેઃ- (૧) આજીવિકાને અર્થે કોયલા કરી વેચે, અથવા ઈટોના નીંભાડાદિ કરે. કુંભાર, લોહાર, સોનાર, કંઠારા, શ્રી ચઉમાસીપર્વ ૧૪૯ 2010_03 Page #165 -------------------------------------------------------------------------- ________________ કંસારા, ભાડભુંજા, રંગારા પ્રમુખનાં કર્મ કરવાં, તે સર્વ ઈંગાલકર્મ કહીએ. (૨) વનસ્પતિ, ફલ, ફૂલ, પાન, શાક, ભાજી પ્રમુખનું વેચવું, તે વનકર્મ. (૩) ગાડાં, વહેલ પ્રમુખ આજીવિકા અર્થે ઘડીને વેચવાં, તે શકટકર્મ. (૪) ઉંટ, પોઠીયા, ગાડા પ્રમુખનું ભાડું કરવું, તે ભાટકકર્મ. (૫) વાવ્ય, કૂવા, તલાવ પ્રમુખનું ખણવું, પાષાણનું ઘડવું, તે ફોટિકકર્મ. (૬) આગરે જઈ દાંત પ્રમુખ લેવા તે દંતકુવાણિજ્ય. (૭) લાખ, ગલી, મણસીલાદિકનું વેચવું, તે લાખકુવાણિય. (૮) મધુ મદ્યાદિકનો વ્યાપાર, તે રસકુવાણિજ્ય. (૯) જે ચીજ ખાવાથી મરણ નીપજે, તેવી ચીજનો વ્યાપાર, તે વિષકુવાણિજ્ય. (૧૦) દ્વિપદ ચતુષ્પદનું વેચવું, તે કેશકુવાણિજ્ય. (૧૧) તેલ, સરસવ અલસી પ્રમુખનું પીલાવવું, તે યંત્ર-પીલનકર્મ. (૧૨) બલદ, ઘોડા પ્રમુખને સમરાવવા તથા તેના કર્ણાદિકનું છેદાવવું, તે નિલંછનકર્મ. (૧૩) દવ દેવા, દેવરાવવા, તે દવદાન કર્મ. (૧૪) અણખણ્યા તલાવને સર કહીએ, અને ખણેલા સરોવરને તલાવ કહીએ, તે સર, તલાવ, દ્રહ પ્રમુખનું શોષાવવું, તે શોષણકર્મ. (૧૫) શ્વાન, માર્જર, શુક, સારિકા પ્રમુખનું પોષણ કરવું, તે અસતીપોષણકર્મ. એ પન્નર અતિચાર કર્માદાનના કહ્યા. હવે જ્ઞાનના આઠ અતિચાર કહે છે. (૧) અકાલવેલાએ નિષેધ્યા દિવસે જ્ઞાન ભણવું. (૨) જ્ઞાનવંતનો વિનય ન કરવો. (૩) જ્ઞાનનું બહુમાન ન કરવું, પ્રીતિ ન રાખવી. (૪) ઉપધાન પ્રમુખ ન વહેવા. (૫) જે ગુરુ પાસે ભણ્યા, તેનું નામ ઓલવી બીજો ગુરુ સ્થાપવો. (૬) વ્યગ્ર ચિત્તે સૂત્રપાઠનો શુદ્ધ ઉચ્ચાર ન કરવો. (૭) સૂત્રના શુદ્ધ અર્થ ન કહેવા. (૮) સૂત્ર અને અર્થ બહુ અશુદ્ધ કહેવા. એ આઠ કહ્યા. ' હવે દર્શનના આઠ અતિચાર કહે છે - (૧) દેવ ગુરુ ધર્મને વિષે શંકા કરવી. (૨) સર્વ ધર્મ સારા છે, એવી શ્રદ્ધા રાખવી. (૩) ધર્મના ફલનો સંદેહ રાખવો. (૪) મિથ્યાત્વીઓનો મહિમા દેખીને તેના ઉપર રાગ રાખવો. (૫) સાધુની નિંદા તથા અન્યદર્શનની સ્તવના કરવી. (૬) સમકિતથી પડતાને પ્રતિબોધીને તેમાં સ્થિર ન કરવો. (૭) છતી શક્યું જિનધર્મની પ્રભાવના ન કરે. (૮) છતી શક્તિ શ્રીસંઘનું વાત્સલ્ય ન કરે. એ દર્શનના અતિચાર જાણવા. હવે ચારિત્રના આઠ અતિચાર કહે છે -ઈરિયાદિક પાંચ સમિતિ અને શ્રી ચઉમાસીપર્વ ૧૫O 2010_03 Page #166 -------------------------------------------------------------------------- ________________ અનાદિક ત્રણ ગુપ્તિ મલી આઠ પ્રવચનમાતાને રૂડી રીતે પાલે નહીં, વિપરીત પાલે તો આઠ અતિચાર લાગે. - હવે તપાચારના બાર અતિચાર કહે છે - છ ભેદ અત્યંતર, અને છ ભેદ બાહ્ય, મેલી બાર પ્રકારનું તપ પોતાની શક્તિને અનુસાર ન કરે, કરીને વિસારી મૂકે, તો અતિચાર લાગે. - હવે વીર્યાચારના ત્રણ અતિચાર કહે છે. મન, વચન અને કાયા એ ત્રણે યોગને અશુભ વ્યાપારને વિષે જે પ્રવર્તાવવા, તે ત્રણ અતિચાર જાણવા. - હવે સમકિતના પાંચ અતિચાર કહે છે:- (૧) શ્રીવીતરાગે કહેલા ભાવને વિષે સંદેહ રાખવો. (૨) નવા નવા મતની અભિલાષા કરવી. (૩) ધર્મના ફલનો સંદેહ રાખવો, અથવા મલે કરી મલિન સાધુ સાધ્વીને દેખી દુગચ્છા કરવી. (૪) મિથ્યાત્વીઓના ધર્મની પ્રશંસા કરવી. (૫) મિથ્યાત્વીઓની સાથે પરિચય કરવો. એ પાંચ જાણવા. હવે બાર વ્રતના સાઠ અતિચાર છે. તેમાં પ્રથમ સ્થૂલ પ્રાણાતિપાત વ્રતના પાંચ અતિચાર કહે છે - (૧) નિર્દયપણે પશુ પ્રમુખને મારવાં, તે વધ અતિચાર. (૨) દોરડા પ્રમુખથી આકરે બંધને બાધવાં, તે બંધ અતિચાર. (૩) કાન પ્રમુખનું છેદવું, તે છવિ છેદ અતિચાર. (૪) ઉંટ બલદાદિક ઉપર ઘણો ભાર ભરવો, તે અતિભારારોપણ અતિચાર. (૫) પશુ પ્રમુખને ખાવાનો વખત ટાલી પછી ચારો પાણી આપવાં, તે ભક્તપાનવ્યવચ્છેદ અતિચાર. એ પાંચ જાણવા. - હવે બીજા સ્થૂલમૃષાવાદ વ્રતના પાંચ અતિચાર કહે છે - (૧) બીજાને વગર વિચારે કહેવું કે તું ચોર છો, જાર છો, તે સહસાવ્યાખ્યાન અતિચાર. (૨) એકાંતે કોઈને વાત કરતાં દેખીને કહેવું કે તમે રાજ્યવિરુદ્ધ વાતો કરો છો, તે રહસ્યાભ્યાખ્યાન અતિચાર. (૩) પોતાની સ્ત્રીએ અથવા મિત્રાદિકે કાંઈ ગુહ્ય વાત કરી હોય, તે બીજાની આગલ પ્રકાશી આપે, તે સ્વદારામંત્રભેદ અતિચાર. (૪) કષ્ટમાં પડેલા મનુષ્યને જૂઠો ઉપદેશ આપે, તે મૃષાઉપદેશ અતિચાર. (૫) જૂઠા લેખ લખવા, જૂઠી સાક્ષી ભરવી, તે કૂટલેખ અતિચાર. એ પાંચ જાણવા. - હવે ત્રીજા સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છેઃ- (૧) ચોરી લાવેલી વસ્તુ રાખે, તે તેનાહત અતિચાર. (૨) ચોરને ચોરી કરવા માટે શ્રી ચઉમાસીપર્વ ૧૫૧ 2010_03 Page #167 -------------------------------------------------------------------------- ________________ સંબલ આપે, તે તસ્કરપ્રયોગ અતિચાર. (૩) વૃતાદિકમાં ચરબી પ્રમુખ ભૂલી વેચવી, તે તત્પતિરુપક્ષેપકાતિચાર. (૪) જે ગામાદિકે વ્યાપાર કરવા માટે રાજાની મનાઈ છે. તિહાં લાભને અર્થે વસ્તુ લઈ જઈને વેચવી, તે રાજવિરુદ્ધ ગમન અતિચાર. (૫) કૂડાં તોલાં તથા કૂડાં માપ રાખવાં, તેનાથી વ્યાપાર કરવો, તે કૂટતોલ કૂટમાન અતિચાર. - હવે ચોથા સ્થૂલ મૈથુન વ્રતના પાંચ અતિચાર કહે છેઃ- (૧) વેશ્યા, વિધવા અને કુમારિકા સાથે ગમન કરવું, તે અપરિગૃહીતાગમન અતિચાર. (૨) ભાડું આપી થોડા કાલ લગે પોતાની સ્ત્રી કરી રાખવી, તે ઈત્રપરિગૃહીતાગમન અતિચાર. (૩) સ્ત્રી પુરુષનાં ચિહ્ન તે કુચ, કાખ, સાથલ, મુખ ઈત્યાદિકે રમણ કરવું, તે અનંગક્રીડા અતિચાર. (૪) પારકા છોકરા છોકરીના વિવાહ જોડવા, પરણાવવાં, તે પરવિવાહકરણ અતિચાર. (૫) કામભોગને વિષે તીવ્ર અભિલાષા કરવી, તે તીવ્રાનુરાગ અતિચાર. હવે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચાર કહે છે : (૧) ધન ચાર પ્રકારનું, ધાન્ય ચોવીશ પ્રકારનું, એ બહુનાં પરિમાણ કસ્યા પછી વધારે થતાં દેખે, તે વારે બીજાના ઘરમાં રાખે. (૨) ક્ષેત્ર, ઘર પ્રમુખ વધારે થતાં દેખીને બેની વચલી વાડ વેગલી કરી એક કરે. (૩) સોનું, પું લીધેલા પરિમાણથી વધારે થતું દેખે તે વારે પોતાની સ્ત્રીને આપી દીએ. (૪) થાલી, વાટકા પ્રમુખ નિયમથી વધારે થતાં દેખી દશ વાસણને તોડાવી તેના પાંચ ભારે વજનવાલાં વાસણ કરાવી રાખે. (૫) ઢોર પ્રમુખ પોતાના નિયમથી વધારે થતાં દેખી લોકોને કહે કે થોડા દિવસ આ બે ઢોર મારાં છે તે તમે રાખો, પછી હું લઈ જઈશ. એ પાંચ અતિચાર કહ્યા. - હવે છઠ્ઠા દિશિ પરિમાણ ગુણવ્રતના પાંચ અતિચાર કહે છે - ઉંચી, નીચી અને તીચ્છી દિશિના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરે, તે ત્રણ અતિચાર થયા. ચોથો કોઈ દિશિએ વધારે જવાનું કામ પડે તે વારે એક દિશિના યોજન બીજી દિશિમાં મેલવે, તે ક્ષેત્રવૃદ્ધિ અતિચાર. પાંચમો દિશાનું પ્રમાણ કરેલું ભૂલી જાય, તે મૃત્યંતર્ધા અતિચાર. હવે સાતમા ભોગપભોગ વ્રતના પાંચ અતિચાર કહે છે :- (૧) સચિત્ત વસ્તુનો નિયમ કરી પછી દાડિમાદિક અચેત જાણી ખાય. (૨) પાકી કેરી પ્રમુખ ૧૫ર - શ્રી ચઉમાસીપર્વ 2010_03 Page #168 -------------------------------------------------------------------------- ________________ ગોટલી સહિત ખાય, તે સચિત્ત પ્રતિબદ્ધ અતિચાર. (૩) અણચાલ્યો આટો પ્રમુખ ખાય, તે અલ્પૌષધિ ભક્ષણ અતિચાર. (૪) ઉંલા, પોંખ પ્રમુખ શેકેલા ખાય, તે દુપક્કૌષધિ અતિચાર. (૫) જે વસ્તુમાં પૂરાં બીજ થયાં ન હોય અને ખાતાં થકા પણ ધરાય નહીં તે તુચ્છૌષધિ ભક્ષણ અતિચાર. હવે આઠમાં અનર્થદંડવિરમણ વ્રતના પાંચ અતિચાર કહે છે - (૧) વિકાર સહિત વચન બોલે, કામોદીપકશાસ્ત્ર શીખે, તે કંદર્પ અતિચાર. (૨) મુખ, આંખ, પાંપણ વિગરેથી ભાંડચેષ્ટા કરે, તે કૌકુચ્ચ અતિચાર. (૩) ગાલ પ્રમુખ અસંબંધપણે બોલે, તે મૌખર્ય અતિચાર. (૪) ઉખલ, મુસલ, ઘંટી પ્રમુખ અધિકરણ વસ્તુનો બીજાને આપવા માટે સંગ્રહ કરે, તે સંયુક્તાધિકરણ અતિચાર. (૫) સ્નાનાદિક સંબંધી વસ્તુને વિષે અત્યાસક્તિ કરે, તે ભોગપભોગાતિરિક્ત અતિચાર. હવે નવમા સામાયિક વ્રતના પાંચ અતિચાર કહે છે. (૧) મનને વિષે પાપ કરવાની વાત વિચારે, તે મનોદુપ્રણિધાન અતિચાર. (૨) વિકથાદિક કરે, તે વચનદુપ્રણિધાન અતિચાર. (૩) વગર પડિલેહણ કરેલ સ્થાનકે હાથ પગ મેલે, તે કાયદુપ્રણિધાન અતિચાર. (૪) સામાયિક લીધા પછી બે ઘડી ધર્મધ્યાન કરવું જોઈએ, તે ન કરે, તે અનવસ્થાદોષ અતિચાર. (૫) સામાયિક મેં કીધું કે નથી કીધું? એવી ભ્રાંતિ થાય, તે સ્મૃતિવિહીન અતિચાર. હવે દશમા દેશાવકાશિક વ્રતના પાંચ અતિચાર કહે છેઃ (૧) જેટલી ભૂમિ નિયમમાં રાખી હોય તેથી ઉપરાંત બાહિરલી વસ્તુ મગાવે, તે આનયન પ્રયોગાતિચાર. (૨) પોતાની પાસે કોઈ અધિક વસ્તુ હોય, તે નિયમભૂમિથી બાહિરલી ભૂમિએ મોકલાવી હોય. (૩) કોઈ કાર્યાર્થી પર પ્રત્યે બોલતો દેખીને વચનમાં પોતાનું કામ કરવા માટે તેને ખોંખારો કરી બોલાવે, તે શબ્દાનુપાત અતિચાર. (૪) કોઈ કાર્યાર્થી પર પ્રત્યે પોતાનું રૂપ દેખાડે, બોલાવે, તે રુપાનુપાત અતિચાર. (૫) કોઈને કાંકરો નાખી સાદ કરી બોલાવે, તે પુદ્ગલપ્રક્ષેપાતિચાર. હવે અગીયારમા પૌષધ વ્રતના પાંચ અતિચાર કહે છેઃ (૧) અપ્રતિલેષિત પ્રતિલેષિત સજ્જા સંથારાને સેવવો. (૨) અપ્રમાર્જિત દુ:પ્રમાર્જિત શય્યા સંથારો પાથરવો. (૩) અપ્રતિલેષિત દુપ્રતિલેષિત ભૂમિ ઉપર શ્રી ચઉમાસીપર્વ ૧૫૩ 2010_03 Page #169 -------------------------------------------------------------------------- ________________ મારું પરઠવવું. (૪) અપ્રમાર્જિત દુઃપ્રમાર્જિત ભૂમિએ માત્રુ પરઠવવું. (૫) પોસહ લીધા પછી ભોજનની ચિંતવના કરવી, જે પોસહ ક્યારે પૂરો થાય, અને ક્યારે ભોજન કરીશ ? એવું ચિંતવવું. હવે બારમા અતિથિસંવિભાગ વ્રતના પાંચ અતિચાર કહે છે ઃ (૧) સાધુને અણદેવાની બુદ્ધિએ દેવા યોગ્ય વસ્તુને સૂચિત વસ્તુની ઉપર મૂકે. (૨) તો દેવા યોગ્ય આહારની ઉપર સચિત્ત ફલાદિક ઢાંકે. (૩) લાડવા પ્રમુખ પોતાના હોય તો પણ અણદેવાની બુદ્ધિએ પારકા કહે. (૪) અમુકે ફલાણાએ દાન આપ્યું, તેવું હું કાં ન આપું તે માત્સર્ય અતિચાર. (૫) વહોરવાની વેલા ટલી ગયા પછી સાધુને આહાર આપવાને અર્થે બોલાવે, તે કાલાતિક્રમ અતિચાર. એ પ્રમાણે એક સો ચોવીસ અતિચાર માંહેલો કોઈ પણ અતિચાર, જાણતાં અજાણતાં પ્રમાદ દોષથી બાલપણે ભૂલથી લાગ્યો હોય, તે સર્વ દોષનું ચોમાસીને દિવસે મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં દેવું એ અતિચાર ભલા શ્રાવકે જાણવા, પણ આદરવા નહીં. એ રીતે ચોમાસાને દિવસે ધર્મને વિષે આદર કરવાથી ઉત્તરોત્તર માંગલિકની માલા થાય. ।। ઈતિ ચાતુર્માસિક વ્યાખ્યાન સંપૂર્ણ ॥ ૧૫૪ 2010_03 શ્રી ચઉમાસીપર્વ Page #170 -------------------------------------------------------------------------- ________________ [31 [૧૧] ॥ અથ શ્રીપર્યુષણાચિંતામણિપ્રકરણપ્રારંભઃ ॥ ચિદાનંદસ્વરુપાય, રુપાતીતાય તાયિને ।। નમઃ શ્રીજ્યોતિષે તસ્મૈ, નમઃ શ્રીપરમાત્મને ।। ૧ ।। પ્રણમ્ય પ્રણતાશેષ, વીર વીરજિનેશ્વરમ્ ॥ પર્યુષણાવિધેરત્ર, ગ્રંથઃ પ્રારભ્યતે મયા ॥ ૨ ॥ આદિમાં ગ્રંથકર્તા ચરમ તીર્થંકર શ્રીવીરજિનને અતિશયે કરી શુદ્ધભાવ સહિત મન, વચન, કાયાએ કરી નમસ્કાર કરીને શ્રીમદુપદેશરતકોષ નામે ગ્રંથને અનુસારે વલી શ્રીસિદ્ધાંતના સાંભલવા થકી તથા ગુરુપરંપરાદિકથી સાંભલીને પજોસણ પર્વના વિધિનો અનુક્રમ કહેવા માટે ગ્રંથની રચના કરે છે. તિહાં પ્રથમ એ શ્રીપર્યુષણપર્વ માહાત્મ્યવિધિ સામાચારી કેણે કહી, કેણે પૂછી, કેણે સાંભલી? તે કહે છે. આ જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં મગધ નામે દેશ છે, તેને વિષે જેમાં નિરંતર મહોત્સવ થઈ રહ્યા છે, એવાં ઘણાં જિનાલય છે. જેમાં વીતરાગભાષિત ધર્મના સેવનાર શ્રાવકજનો મહોત્સવ કરતાં વસે છે, જિહાં સંકીર્ણ નીલાં વૃક્ષના સમૂહે કરી સુશોભિત ઉપવન છે. એવી ભોગાવતી નગરીની પેરે રાજગૃહી નામે નગરી છે. જિહાં સમસ્ત રાજપર્ષદાએ કરીને સુશોભિત એવું રાજાનું સિંહાસન છે તિહાં બહોંતેર કલાનો જાણ સમસ્ત રાજનીતિએ કરી સહિત એવો શ્રેણિક નામે રાજા રાજ્ય કરે છે. તેની સત્યશીલે ગુણથી ભરેલી અને જૈનધર્મને શોભાવનારી એવી ચેલણા નામે રાણી છે. તિહાં રાજસભાએ દેવોમાં જેમ ઈંદ્ર શોભે તેમ શ્રેણિક રાજા ઈંદ્રની પેરે શોભે છે, અને સભાજનો દેવતાની પેરે શોભે છે. તિહાં કોઈક સમયે વનમાંહે માંહોમાંહે સ્વભાવેજ જેને વૈર છે, એવા અશ્વ અને પાડા, ઉંદર અને બિલાડી, સર્પ અને નોલીયા ઈત્યાદિક જાનવરો સર્વ પોતપોતામાં વૈરભાવ છાંડીને માંહોમાંહે સ્નેહ ધરતાં થકાં એકઠાં બેઠેલાં વનના રક્ષક પુરુષે દીઠાં. એવી શ્રી પર્યુષણા 2010_03 ૧૫૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ અચરિજની વાત દેખીને વનપાલક વિચારવા લાગ્યો કે અહો ! એનું કારણ તે શુભ હશે કે અશુભ હશે ? એમ વિમાસણ કરતાં ફરતાં ફરતાં તેણે વૈભાર પર્વતની ઉપર અનેક દેવતાએ સહિત ચોસઠ ઈદ્રો જયજયારવ કરી રહ્યા છે તથા દેવદુંદુભિના નાદે કરી સંપૂર્ણ દિશિઓ પૂરાણી છે, એવી શોભાના ધારક અષ્ટ મહાપ્રાતિહાર્ય સહિત એવા શ્રીવીરજિન સમોસયા દીઠા. તે જોઈ વનપાલક આનંદ પામ્યો થકો પોતાના મનમાં વિચારવા લાગ્યો જે આ માંહોમાંહે જાતિ વૈરભાવ ત્યાગીને એકઠાં મલી બેઠેલાં જે અશ્વાદિક મેં દીઠાં, તે સર્વ એ શ્રીવર્ધ્વમાનસ્વામીનું માહાભ્ય છે. એવું જાણી કેટલાંએક અકાલિક વનફલ ગ્રહી રાજા યોગ્ય ભેટયું લઈને શ્રેણિક રાજા પાસે આવી હાથને વિષે ફલ દઈને કહેવા લાગ્યો કે હે મહારાજ! તમારાં પુણ્યના ઉદયથી વૈભાર પર્વતની ઉપર શ્રી વીર ભગવાન્ દેવરચિત સમવસરણે બિરાજ્યા છે, એવું સાંભલી આસન થકી ઉઠી જે દિશિએ પ્રભુ સમોસયા છે, તે દિશિએ સાત આઠ પગલાં સામો જઈ પંચાંગ નમસ્કાર કરી પોતાને અંગે પહેરેલાં વસ્ત્રાભરણ માંહેલા એક મુકુટને વર્જીને શેષ સર્વનું વનપાલકને પ્રીતિદાન દઈને પાછો વાલ્યો. પછી આનંદ નામે ભેરી વજડાવી. તેના શબ્દ કરી સમગ્ર દિશાઓ પૂરાણી. તે શબ્દ નગરનિવાસી સર્વ લોકોએ સાંભલ્યો. પછી પોતાનો પરિવાર લઈ નાગરિક લોક સહિત શ્રીવીર ભગવાનને વાંચવા માટે શ્રેણિક રાજા સમોસરણ ભણી જતા હતા. તિહાં સમોસરણ દેખતાંજ છત્ર, ચામર, વાહન, શસ્ત્ર અને પતાકા એ પાંચ રાજચિહ્ન મૂકી અભિગમ સાચવી ભગવાનને જમણા પાસા થકી ત્રણ પ્રદક્ષિણા દેઈ વાંદીને સ્તુતિ કરતા હતા. અદ્યાભવ સફલતા નયનદ્રયસ્ય, દેવ ત્વદીયચરણાંબુજવીક્ષણેન // અદ્ય ત્રિલોકતિલક પ્રતિભાસિતે મે, સંસારવારિધિરયં ચુલુકપ્રમાણઃ / ૧ / અર્થ - હે પ્રભો ! આજનો દિવસ મારો ધન્ય છે. હે દેવ ! તમારા ચરણ કમલ સમાન જોવે કરીને મારી બેહુ આંખો સફલ થઈ. આજ ત્રણ લોક માંહે તિલક સમાન એવા તમોને મેં દીઠા, માટે મેં સંસારરુપ સમુદ્રને અંજલિજલા પ્રમાણ કયો II 1 II ઈત્યાદિક સ્તુતિનાં એક હજાર કાવ્ય કરીને શ્રીવીરની સ્તવના કરી, પછી સર્વ મુનિઓ માંહે અગ્રેસર શ્રીગૌતમ ગુરુને સ્તવીને ભગવાનથી સાડા ત્રણ હાથ દૂર યથાયોગ્ય સ્થાનકે બેઠા. શ્રી પર્યુષણા ૧૫૬ 2010_03 Page #172 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પણ બાર પર્ષદાની આગલ એવી દેશના દેતા હતા કે, ભો ભવ્યા! ભો ઈતિ આમંત્રણે એટલે હે ભવ્ય જીવો ! જેનો પાર નથી એવી સંસારરુપ અટવીને વિષે મનુષ્યજન્મ પામવો દુર્લભ છે, તે તમે પામ્યા છો. તો તમે ધર્મને વિષે ઉધમ કરો. જે માટે જે ભવની કોડીએ પણ ન પામીએ એવી જે મનુષ્યજન્માદિક સામગ્રી તેને પામી કરીને સંસારરુપ સમુદ્રમાં વહાણ સમાન જે ધર્મ, તેને વિષે સર્વદા યત કરવા થકી સુખ પામીએ. જેને ધર્મ કરવામાં વ્યાકુલ મન હોય તેથી જે નિરંતર ધર્મ ન થાય, તોપણ તેને હૃઢ મન કરીને ધર્મનાં કાર્ય આંતરે કરવાં. જેમ ગાયને ગલે ડેહરો બાંધ્યો હોય, તોપણ ભમતી ભમતી ખડના કવલને આહારતી ફરે તો પણ ભૂખ ભાંગે. તેમ ગૃહસ્થને દિવસના ચાર પ્રહર ધર્મ વિના ઘરના ધંધામાં જાય છે, માટે તેમાં એક પ્રહર અથવા અદ્ધ પ્રહર સુધી પણ ધર્મનો સંગ્રહ કરવો. એવી રીતે જો સર્વ દિવસોને વિષે ધર્મ સંબંધી ક્રિયા પાલવામાં પ્રવૃત્ત થાઓ, તો એ મનુષ્યજન્મ પામ્યાનું ફૂલ કહેવાય, અને જે સર્વ દિવસોમાં ન કરી શકો તો પર્વ દિવસે વિધિએ કરી પૌષધાદિ વ્રત કરવાં, બહાચર્ય પાલવું, વિશેષે કરી આરંભ તો કરવો જ નહીં, અને કરાવવો પણ નહીં. તેમ વલી આસો તથા ચૈત્ર માસની અઠ્ઠાઈના દિવસોને વિષે અને પજોસણનાં પર્વોમાં તો વિશેષે કરી ધમરાધના કરવું. એવો ઉપદેશ ભગવાને કહ્યો, તે વારે અવસર પામી શ્રેણિક રાજા કહેતા હતા કે હે ભગવન્! પ્રથમ શ્રીપર્યુષણ પર્વને વિષે શી શી કરણી કરવી ? અને તે કરવા થકી શું ફલ મલે? તે મુજને કહો, તે વારે ભગવાન્ બોલ્યા કે હે મગધેશ! સાંભલ. શ્રીપર્યુષણ પર્વ આવે થકે (૧) ચતુર્વિધ શ્રીસંઘ મલીને શ્રીવીતરાગનાં દેરાં જૂહારે, (૨) સાધુની ભક્તિ કરે (૩) કલ્પસૂત્ર સાંભલે, (૪) શ્રીવીતરાગની પૂજા કરે, અર્ચા આંગીરચના નિત્ય કરે, (૫) ચર્તુવિધ સંઘમાં પ્રભાવના કરે, (૬) સાધર્મીવાત્સલ્ય કરે, (૭) જીવોને અભયદાન આપવા માટે અમારિપડહ વજડાવે, (૮) અટ્ટમ તપ કરે, (૯) જ્ઞાનની પૂજા કરે, (૧૦) માંહોમાંહે શ્રીસંઘને ખમાવે, (૧૧) સંવત્સરી પડિક્રમણ કરે, એ અગીયાર કૃત્ય કરે. * એ કરણી કરવાનાં અગીયાર દ્વાર કહ્યાં, તે આગલ વિવરીને કહેશે. વલી ભગવાનું કહે છે કે પજોસણ આવે થકે સામાયિક, પડિક્કમણું, પોસહ વ્રત કરવા, શ્રીવીતરાગની સ્નાત્રપૂજા, ચૂઆ, ચંદન, વિલેપન, કરવાં, બ્રહ્મચર્ય પાલવું, દાન શ્રી પર્યુષણા ૧૫૭ Jain "Education International 2010_03 Page #173 -------------------------------------------------------------------------- ________________ દેવું, તેમાં દયા મુખ્ય પાલવી, ઈત્યાદિક કૃત્ય શ્રીપજોસણનાં મંડન છે, એટલે અલંકારરૂપ છે. તેમ વલી ઘરના આરંભ સર્વ વર્જવા, તથા ખાંડવું, દલવું તથા નાટક પ્રેક્ષણ કરવાનું વર્જન કરવું. બ્રહ્મચર્ય પાળવું. ભૂમિએ સૂવું, સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો, સાવધ વ્યાપાર વર્જવો, કલ્પસૂત્રના વાંચનારા સાધુઓને ખાન પાનનું સાહાધ્ય આપવું. રાત્રિએ જાગરણ કરવું, આઠ દિવસ ઉભય ટંકનાં પડિક્રમણ કરવાં, ગુરુની વસ્ત્રાદિકે કરી પૂજા કરવી, સાવદ્ય એટલે પાપનાં વચન મુખ થકી બોલવાં નહીં, પારણાને દિવસે સાવંત્સરિક દાન દેવું, દેવદ્રવ્ય તથા સાધારણ દ્રવ્યના ભંડાર વધારવા, જ્ઞાનદ્રવ્યની વૃદ્ધિ કરવી, ગીત ગાન કરવાં, ધવલ માંગલિકનું ગાન કરવું, અનેક પ્રકારનાં વાજિત્ર વજડાવવાં, ઉત્તમ વસ્ત્ર પહેરવાં. ક્લેશ, શોક, સંતાપ સર્વનું નિવારણ કરવું. કુંકુમ કરી પાંચ આંગુલીના થાપા દેવા, શ્રીભગવાનની માતાએ ચૌદ સ્વપ્ન રાત્રિએ દીઠાં, તેનો મહોત્સવ કરવો. ચંદને ભસ્યા કલશની સ્થાપના કરવી, શ્રીજિનના દેરાસરે રથયાત્રા પ્રમુખના મહોત્સવાદિક કરવા. ઈત્યાદિક કરણી શ્રાવકે કરવી. વલી સાધુની કરણી કહે છેઃ- સંવત્સરીમાં પડિક્કમણ બહુ ટંકનાં કરવાં, માંહોમાંહે ખમાવવું, કલ્પસૂત્ર વાંચવું, મસ્તકે લોચ કરવો, અઠ્ઠમ તપ કરવું, એ પાંચ કરણી કરવી. વલી મુનિને વિગય ત્યાગાદિ તપ કરવું, જ્ઞાનનું આરાધન પ્રમુખ કરવું. હવે પૂર્વે જે અગીયાર વાર કહ્યાં છે, તે વિસ્તારે કહે છે - તિહાં પ્રથમ વારે ચેત્યપરિપાટી વંદનવિધિ કહે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ભલા ચતુર્વિધ શ્રીસંઘ યુક્ત ગીત વાજિંત્રના નાદ તથા દેવદુંદુભિના જે શબ્દ, તેણે કરી સહિત તથા ધ્વજાએ અને ધૂપે મધમધાયમાન કરી શ્રીવીતરાગની ચૈત્યપરિપાટી કરવી, ત્યાર પછી પૌષધશાળાએ આવીને મુનિજન સર્વ સાધુને વંદન કરવું. પછી જિનશાસનની પ્રભાવના કરવી. એ કરણી સમકિતદૃષ્ટિ જીવને સાચવવી. એ રીતે પર્યુષણપર્વને દિવસે જે વિધિવાદે કરી શ્રીવીતરાગની ચેત્યપરિપાટી કરે, તે દેવલોકમાં ઈંદ્રપણાનાં સુખ તથા મનુષ્યલોકમાંહે શ્રેષ્ઠ પદવીને પામે. એ ફલ જાણવું. એમ પ્રથમ દ્વાર કહ્યું /૧ - હવે સાધુભક્તિના વિધિનું બીજું દ્વાર કહે છે. એક મસ્તક, બે હાથ અને બે ઢીંચણ, એ પાંચ અંગને પૃથ્વીતલ પ્રત્યે વિધિએ કરી સમ્યક પ્રકારે ફરસાવે, એવા પંચાંગ પ્રણિપાત કરીને વડેરા ગુરુ અથવા સાધુ અથવા અન્ય ૧૫૮ શ્રી પર્યુષણા 2010_03 Page #174 -------------------------------------------------------------------------- ________________ કોઈ મુનિજનો હોય, તેમને ગુરુની તેત્રીશ આશાતના ટાલી નમસ્કાર કરવો. પછી અન્ન, પાણી, ઉપાશ્રય, પથ્ય પ્રમુખ તથા વસ્ત્ર પાત્રાદિકનું દાન સાધુને આપવું. ઈત્યાદિક અનેક પ્રકારે કરીને અવખંભ આપવા. એવી રીતે સાધુની ભક્તિ શ્રીપર્યુષણપર્વને વિષે કરવી. તથા સાધુની વસ્ત્ર, પાત્ર, ઔષધ, રાખ, ડગલા, કાંબલી, કાંબલો, પુસ્તક, સજા, સંથારા પ્રમુખ તથા ઉપધિ સહિત ચેલો, અન્ન, પાણી, સુખડી પ્રમુખ ખાદિમ, તથા મુખવાસ પ્રમુખ સ્વાદિમ, એ ચાર પ્રકારના આહારને દાન કરી ભક્તિ કરવી, તથા સ્તુતિ કરવી, સેવન કરવું, વૈયાવચ્ચ કરવું, એવી ગુરુભક્તિ કરવી. એ રીતે પુર્યષણાપર્વના દિવસોને વિષે જે પ્રાણી સાધુની સેવા, વંદન, ભક્તિ, પર્યાપાસના કરે, તે વૈમાનિકદેવપણું પામે. એ બીજું દ્વાર કહ્યું. રા હવે કલ્પસૂત્ર સાંભલવાના વિધિનું ત્રીજું દ્વાર કહે છે - તિહાં પ્રથમ કલ્પસૂત્ર સાંભલ્યાનો વિધિ કહેનારા એવા જે ગુરુ, ધર્મના જાણ, પોતે ધર્મના કરનાર, સર્વ કાલે ધર્મને વિષે બીજાને પ્રવર્તાવનારા અને કલ્પસૂત્રના અર્થ કહેનારા એવા ગુણ સહિત જે ગુરુ હોય, તે શુદ્ધોપદેશના દેનારા કહેવાય. એવા કલ્પોપદેશક ગુરુ આગલ વિનયે કરી ધૂપવાસ કરીને ભલી બુદ્ધિએ કરી ગુરુની સન્મુખ દૃષ્ટિ સ્થાપી, એકાગ્રચિત રાખીને ભાવ ભેદ સમજવામાં વિચક્ષણ થયા થકા કલ્પસૂત્ર સાંભલવું. વલી કલ્પસૂત્રના પુસ્તક આગલ વિધિ સહિત મોટે મહોત્સવે કરી રાત્રિએ જાગરણ કરવું. પ્રભાતે મોટે મહોત્સવ કરી ગુરુને હાથે કલ્પસૂત્ર આપીને ભાવે કરી સાંભળવું. એવી રીતે પર્યુષણપર્વને વિષે મહા માંગલિકને નિમિત્તે પાંચ દિવસ પર્યત સાધુ કલ્પસૂત્ર વાંચે, અને શ્રાવક સાંભલે. - હવે એ કલ્પસૂત્રનું માહાભ્ય કહે છે. જેમ શ્રીઅરિહંતની સમાન કોઈ ઉત્કૃષ્ટ દેવ નથી, મુક્તિ થકી બીજું કોઈ ઉત્કૃષ્ટ પરમ પદ નથી, શ્રી શત્રુંજય થકી બીજું કોઈ ઉત્તમ તીર્થ નથી, તેમ કલ્પસૂત્ર થકી બીજું કોઈ ઉત્કૃષ્ટ સૂત્ર નથી. સર્વ પુણ્યમાં ઉત્તમ પુણ્ય, સર્વ શ્રતમાં ઉત્તમ શ્રુત, સર્વ ધ્યાવવા યોગ્ય ધ્યેય પદાર્થમાં ઉત્તમ ધ્યેય પદાર્થ એવું એ શ્રીકલ્પસૂત્ર શ્રીવીતરાગ દેવે સ્વમુખે કહ્યું છે, માટે આચાર તથા તપે કરી કલ્પસૂત્ર સાંભલવું. એ કલ્પસૂત્ર કલ્પવૃક્ષની પેરે સાંભળનારનાં મનોવાંછિત પૂર્ણ કરે એવું છે. વલી શ્રી પર્યુષણા ૧પ૯ 2010_03 Page #175 -------------------------------------------------------------------------- ________________ કલ્પસૂત્ર છે તે રુડા રસાયન જેવું છે, તત્ત્વાર્થને દીપાવનારું છે; માટે તે વિધિએ કરી પર્યુષણકલ્પને સાંભલે. વલી અનાદિ કાલના કલિમલ એટલે પાપરુપ બંધનના નાશ કરવા માટેજ જેણે આદર કરો છે એવુંજ જાણે હોય નહીં ? એવું એ કલ્પસૂત્ર છે, અને વલી તે સર્વ ઈચ્છિત વસ્તુ પૂર્ણ કરવામાં સમર્થ, કલિકાલ માંહે કલ્પવૃક્ષ સદૃશ છે. જે મુનિ સમસ્ત પ્રકારે કલ્પસૂત્ર વાંચે છે, તથા જે ભવ્ય પ્રાણી બહુમાનપૂર્વક આદર સહિત સાંભલે છે, તે પ્રાણી વૈમાનિકદેવમાં વિહાર કરીને તિહાં સુખ ભોગવીને પછી મોક્ષરુપિણી સ્ત્રીના ઉત્સંગમાં જઈ વિસામો લીએ છે. સર્વ પર્વમાં પજોસણપર્વ મોટું છે. તે પર્વમાં જે કલ્પસૂત્રે સાવધાન થકો સાંભલે, તે પ્રાણી આઠ ભવ માંહે મોક્ષપદ પામે. નિરંતર શુદ્ધ સમકિતના સેવન થકી, બ્રહ્મચર્ય પાલવા થકી જે પુણ્ય ઉપાર્જન થાય, તે પુણ્ય કલ્પસૂત્ર સાંભલવાથી ઉપાર્જન થાય. નાનાવિધ દાન દેવાથી, વિવિધ પ્રકારનાં તપ કરવાથી, રુડાં તીર્થોનાં સેવન કરવાથી જે પાપનો ક્ષય થાય છે, તે પાપનો નિશ્ચે એકાગ્રચિત્તે કરી કલ્પસૂત્ર સાંભલવાથી પણ ક્ષય થાય છે. શ્રીજિનશાસનમાં પૂજા પ્રભાવના કરવામાં તત્પર રહેલા એવા જે લોક એકાગ્રચિત્તે કરીને શાસનપ્રભાવના કરે, પૂજા કરે, કલ્પસૂત્રને એકવીશ વખત શ્રવણ કરે, તે પ્રાણી સંસારરુપ સમુદ્રને તરી પાર પામે છે. II ઈતિ તૃતીય દ્વાર ॥૩॥ હવે ચોથા દ્વારમાં શ્રીજિનેશ્વરની પૂજાનો વિધિ કહે છેઃ- જે વિધિના જાણ શ્રાવક, પજોસણ આવે થકે, શ્રીઅરિહંતની પ્રતિમાને મોટી ઋદ્ધિ સહિત રથને વિષે સ્થાપીને સ્નાત્ર પૂજનાદિક કરણી કરે, તેમ વલી ચંદન, કસ્તૂરી, કેશર પ્રમુખ સુગંધી વસ્તુએ કરી શ્રી અરિહંતની પ્રતિમાને વિલેપન કરે, વલી અષ્ટ પ્રકારે તથા સત્તર પ્રકારે શ્રીવીતરાગની પ્રતિમાની પૂજા વિસ્તારપૂર્વક વિશેષપણે કરે. જે માટે કહ્યું છે કે સંવત્સરીને વિષે, ચઉમાસીને વિષે, તેમજ અઠ્ઠાઈને વિષે એ ત્રણ પર્વમાં સર્વ કોઈ શ્રાવકે ઘણા આદર સહિત શ્રીજિનવરની પૂજા કરી ગુણોત્કીર્તન કરવાં. જેમ પર્યુષણપર્વના આઠ દિવસ પર્યંત શ્રીનંદીશ્વરદ્વીપને વિષે વૈમાનિકાદિક ચાર નિકાયના દેવતા મલીને અઠ્ઠાઈનો મહોત્સવ કરી શ્રીજિનરાજની પૂજા કરે છે, તેમ ત્રણે ચોમાસીની અઠ્ઠાઈ તથા ચૈત્રની અઠ્ઠાઈ અને આસોની અઠ્ઠાઈ, એ સર્વ મલી પજોસણ સહિત છે. એ અઠ્ઠાઈમાં તથા શ્રી પર્યુષણા ૧૬૦ 2010_03 Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીજિનેશ્વરના જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણકને દિવસે ચારે નિકાયના દેવો તથા વિદ્યાધરો નંદીશ્વરાદિકને વિષે યાત્રા કરે છે અને મહોત્સવ કરે છે. તેમજ મનુષ્યો પણ પોતપોતાને સ્થાનકે કરે છે. હવે ઈહાં એ શ્રીજિનની પૂજાનું ફલ ગ્રંથકર્તા કહે છે કે જે હું, સાગરોપમાદિકનું મોટું આયુ પામું, તે મોટા આયુમાં પણ વલી આધિવ્યાધિએ રહિત થાઉં, રોગ રહિત થાઉં, પંડિતપણું સર્વ વસ્તુનું જાણપણું પ્રવીણતા, ચતુરાઈ ઈત્યાદિ શુભ પદને પામેલો હોઉં, તથા મારી એક જીભ છે, તે કોટિ જિલ્લા જેટલું કાર્ય કરી શકે એવી બોલવામાં પાટવ ગુણયુક્ત ચતુરાઈવાલી થઈ પૃથ્વીતલમાં સન્માન પામે, તોપણ સર્વ પર્વોમાં શ્રેષ્ઠ એવા પસણપર્વની પૂજાનું જે ફલ, તેનું પરિપૂર્ણ વર્ણન કરવાને સમર્થ ન થાઉં. એ પર્વ દિવસોને વિષે પૂજા કરવાનું ફલ જાણવું. એમ પોસાપર્વમાં દોષ રહિતપણે શ્રીજિનારાજની પૂજા કરે, તે પ્રાણી ત્રીજે ભવે અથવા સાતમે, આઠમે ભવે મોક્ષને પામે. તેનાં આકરાં પાપ હોય, તે દૂર જાય. રુડી બાદ્ધિની સંપદાના પદ પ્રત્યે પાયે, તેનો આત્મા ત્રણે ભુવનમાં યશ કીર્તિએ કરી દેદીપ્યમાન થાય. ઈતિ ચતુર્થ દ્વાર | ૪ || - હવે સંઘપ્રભાવનાનું સ્વામીવાત્સલ્ય કરવાના વિધિનું પાંચમું અને છઠ્ઠ દ્વાર કહે છે- સાધર્મિક વાત્સલ્ય તે એક શ્રીસંઘની પૂજા, બીજી પ્રભાવના અને ત્રીજું વાત્સલ્ય, એ ત્રણ પ્રકારે છે, તથા શ્રીજિનરાજની પૂજા પજોસણ આવે થકે કરવી. તે પૂજાનો અધિકાર તો પ્રથમ કહી આવ્યા છીએ. હવે સ્વામીવાત્સલ્ય તથા પ્રભાવના જે છે, તે પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદે છે. તિહાં પ્રત્યેક સાધમ દીઠ એકેક નકારવાલી આપે, તે જઘન્ય સ્વામીવાત્સલ્ય જાણવું, અને સાધમને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, એ ચાર પ્રકારના આહારે કરી જમાડે, તે મધ્યમ સ્વામીવાત્સલ્ય જાણવું, તથા જમાડીને પછી વસ્ત્રાભરણ પહેરામણી કરે, તે ઉત્કૃષ્ટ સ્વામીવાત્સલ્ય જાણવું. એમ સિદ્ધાંતમાં કહ્યું છે. માટે શક્તિને અનુસાર સાધમને નોતરી ભાવ સહિત ઉત્તમ ભોજન જમાડી અને તાંબુલ પ્રમુખ આપી વસ્ત્રાભરણની પહેરામણી કરવી. હવે તે શ્રીસંઘના વાત્સલ્યનું અને પ્રભાવનાનું ફલ શું થાય? તેનો મહિમા કહે છે - જેના ઘરના આંગણાને ગુણ યુક્ત એવો જે શ્રીસંઘ તે શ્રી પર્યુષણા ૧૬૧ 2010_03 Page #177 -------------------------------------------------------------------------- ________________ પોતાને પગે કરી ફરસે છે, તે પ્રાણીના આંગણાને વિષે કલ્પવૃક્ષ નિરંતર ફલે છે, તથા તે પ્રાણીને હાથ વિષે ચિંતામણિ રત્ન રહેલું છે તથા ગ્લાધ્ય ગુણ યુક્ત અને પાપરહિત એવી છે કામદુધા ધેનુ તે તેના ઘરને વિષે અવતરેલી છે. વલી ત્રણ લોકના અધિપતિપણાના સાધનને સહાય કરનાર એવી લક્ષ્મી જે છે, તે તેના મુખની સામું જુવે છે. અર્થાત્ લક્ષ્મી પણ એમ ઈચ્છે છે જે એ પ્રાણી મને ક્યારે અંગીકાર કરે. માટે સર્વોત્તમ એવો જે શ્રીસંઘ, તેનું સેવન કરવું. વલી સર્વ પદાર્થમાં શ્રીસંઘ જે છે તે ઉત્તમ પદાર્થ છે. માટે જે તત્વના કહેનારા શ્રીઅરિહંતદેવ તે પણ શ્રીસંઘને ઉત્તમ કહે છે. તત્વાર્થના પ્રરુપક પંડિતજન તે શ્રીસંઘના દર્શન પ્રત્યે વાંછે છે. એટલે શ્રી અરિહંતના દર્શનનું ફલ અને શ્રીસંઘના દર્શનનું ફલ તે સરખેજ જાણવું. એમ શ્રીતીર્થકરે પોતે પ્રવચન માંહે ભાખ્યું છે. જેમ રત્નોના સ્વામીમાં રોહણાચલ ઉત્તમ છે તેમ સર્વ ગુણનો ઉત્તમ સ્વામી તે શ્રીસંઘ છે. વલી શ્રીમંત એવો શ્રમણ સંઘ જે છે, તે પૃથ્વીને વિષે ઉત્કૃષ્ટો આધારભૂત છે. જે શ્રીઅરિહંતા પણ પોતે કેવલજ્ઞાને કરી સહિત છે, તોપણ ઉચ્ચ સ્વરે કરીને તે સર્વ શ્રીસંઘને ભાવ ભક્તિપૂર્વક સાચવે છે. માટે શ્રીસંઘ જે વિશ્વ માંહે છે, તેને નમસ્કાર હો. વલી એક તરફ સર્વ તપ જપાદિક સંબંધી કરણીનું ફલ અને બીજી તરફ શ્રીસંઘની વત્સલતા કરવી તેનું ફલ, એ બે માંહે શ્રીસંઘના વાત્સલ્યનું ફલ મોટું છે. તથા એક તરફ સમસ્ત તીર્થ ફરસ્યાનું ફલ અધિક છે, તે થકી પણ જેણે કરી આત્મા સર્વ પ્રકારે શુદ્ધ થાય છે, એવો જે શ્રીસંઘ તેનું બહુમાન તથા ગૌરવ જે કરે છે, આદરે છે, તે પ્રાણીનું સમકિત નિર્મલ થયું કહેવાય. તેને અરિહંતપદ પ્રાપ્ત થાય છે, જે માટે ત્રીજા જે શ્રીસંભવજિન તીર્થકર તેના પ્રાકૃત ચરિત્રને વિષે કહ્યું છે કે શ્રીસંભવજિન પાછલા ત્રીજે ભવે પજોસણના દિવસોમાં શ્રીજિનવચને કરી દઢ ભક્તિરાગે શ્રીસંઘનું વાત્સલ્ય કર્યું, તેથી તીર્થકરની લક્ષ્મી પામ્યા. શ્રીસંભવજિન તીર્થનાથ થયા. - હવે તેની કથા કહે છે. શ્રીસંભવ જિનેશ્વર તે પાછલા ત્રીજા ભવને વિષે ધાતકી ખડે ઐવિત ક્ષેત્રે ક્ષમાપુરી નગરીએ વિમલવાહન નામે રાજા હતા. તિહાં એક વર્ષ મોટો દુર્મિક્ષ થયો. તે વર્ષમાં પજોસણપર્વ આવે થકે સઘલા સાધર્મિક શ્રાવકોને તેણે ભક્તિએ કરી ભોજનાદિકનું દાન દીધું, તેથી તીર્થકર શ્રી પર્યુષણા ૧૬ ૨ 2010_03 Page #178 -------------------------------------------------------------------------- ________________ નામકર્મ ઉપાર્જન કરવું. એમ શ્રીસંભવચરિત્રમાં કહ્યું છે, જે માટે બેંતાલીસ દોષ રહિત કલ્પનીય શુદ્ધમાન ઉપન્યો જે આહાર, તેનું દાન પોતેજ મોટા મુનિઓને આપે છે. એવો શ્રીવિમલવાહન નામે રાજા મોટો નિર્મલ મનનો ધણી છે. એકદા સર્વ દેશમાં દુર્ભિક્ષ પડ્યો તે વારે રાજા પોતે સર્વ સંઘને અર્થ ભોજનાદિ કરાવીને જમાડતો હતો. એમ સર્વ સંઘનું વૈયાવચ્ચ કરવું, તેણે કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરવું. પછી શ્રીસ્વયંપ્રભ નામે આચાર્ય પાસે દીક્ષા લીધી. તે રાજ્યલક્ષ્મીની પેરે દીક્ષા પારે છે. વલી જે અંતરંગ ષટ્ વૈરી છે તેના જયને અર્થે તે રાજર્ષિ સંયમરૂપ રથમાં બેસીને વિધિ સહિત સંયમ પાલતા થકા વિચરે છે, ઉપસર્ગ સહન કરવાથી ઉદ્વેગ પામતા નથી. પરિસહ સહેવાને હર્ષવંત મન છે જેનું એવા તે રાજર્ષિ, પોલીયો પોતાનો પહેરો પૂરો કરે, તેમ આયુષ્ય પૂર્ણ કરી છેડે વિધિ સહિત અનશન કરી મરણ પામી નવમા આનત નામે દેવલોકે પહોતા. દીક્ષા જે છે તે મોક્ષફલની દેવાવાલી છે. જો થોડી પાલી હોય, તો પણ સુખને આપે છે. તિહાંથી ચવીને જંબુદ્રીપના ભરતાદ્ધની ભૂષણરૂપ સાવચ્છી નગરીએ ઇશ્વાકુવંશમાં ઉત્તમ કુલરૂપ ક્ષીરોદધિ વધારવાને ચંદ્રમા સામાન શત્રુને જીતવાથી જેમનું જિતાર નામ સાર્થક છે તે રાજાની સેનાદેવી નામે પટ્ટરાણીની કુખને વિષે આવી ઉપન્યો. તે વારે ત્રણે લોકમાં ઉદ્યોત થયો. રાત્રિ શેષ રહે થકે રાણીએ પોતાના મુખકમલમાં પ્રવેશ થતાં ચૌદ સુપન દીઠાં. 2 પછી જાગીને હર્ષવંત થઇ થકી રાજા આગલ જઇ વાત કરી. રાજાએ કહ્યું ત્રણે લોકને વાંદવા યોગ્ય એવું નિશ્ચે તમારે પુત્રરત્ન થશે. પછી ગંગાના પાણીએ કરીને જેમ સમુદ્ર વૃદ્ધિ પામે, તેમ ગુપ્તપણે ગર્ભ વધવા માંડ્યો પણ કોઇને દીઠામાં ન આવે. સવા નવ માસ પૂર્ણ થયે માર્ગશિર શુદિ ચૌદસની રાત્રિએ મૃગશિર નક્ષત્રે ચંદ્રમાનો યોગ આવે થકે જરાયુ રોગાદિ રહિતપણે જેને સુંદર અશ્વનું લાંછન છે, તેમ પૂર્વ દિશિએ સૂર્ય ઉદય થયા એવા સોના સરખે શરીરને વર્ષે સર્વ સુખનું ભાજનરૂપ એવો પુત્ર, સેના રાણીએ સુખસમાયે પ્રસવ્યો. તેનો છપ્પન્ન દિક્કુમારિકા તથા ચોસઠ ઇન્દ્રો મહોત્સવ કરી પોતાને સ્થાનકે ગયા. પ્રભાતે જિતારિ રાજાએ પુત્રજન્મની વધામણી સાંભલી પુત્રજન્મ મહોત્સવ કરવો. જે સમયે ગર્ભને વિષે પુત્રપણે સંભવનાથ ઉપન્યા, તેજ સમયે દુર્ભિક્ષને વિષે ધાન્યનો સંભવ થયો માટે તેમનું સંભવનાથ એવું નામ સ્થાપન ૧૬૩ શ્રી પર્યુષણા Jai′′Education International 2010_03 Page #179 -------------------------------------------------------------------------- ________________ કર્યું. પછી પાંચ ધાવે પાલતાં મોટા થતાં સંભવકુમાર યૌવનાવસ્થા પામ્યા. સુવર્ણ વર્ષે ચારસે ધનુષ્યની જેની ઉંચી કાયા શોભતી છે, વલી જે રૂપનું નિધાન છે, તથા જાણે કૌતુકે કરી મેરુ પર્વતજ પુરુષરૂપ ધારણ કરી આવ્યો હોય નહીં! એવા કુમરને માતાપિતાએ ભોગ સમર્થ જાણીને રાજકન્યા પરણાવી. તેની સાથે વિવિધ પ્રકારનાં સાંસારિક સુખ ભોગવતાં પન્નર લાખ પૂર્વ વ્યતિક્રમાં, તે વારે જિતારિ રાજા સંસાર થકી ઉદ્વિગ્ન થયા. ઘણા આગ્રહ કરીને સંભવસ્વામી પ્રત્યે રાજપાટે સ્થાપતા હતા, તે સુવર્ણની અંગુલીએ રત્ન સ્થાપ્યું શોભે, તેમ શોભતા હતા. પછી જિતારિ રાજા પોતાના આત્માનો અર્થ સાધવા માટે ગુરુ પાસે જઈ તેમનાં ચરણકમલને નમીને હાથે દીક્ષા ગ્રહણ કરતા હતા. હવે ભગવાન ચુમ્માલીસ લાખ પૂર્વ પર્યત રાજ્ય કરતા થકા ભોગાવલિ કર્મ ક્ષય કર્યાં, તે વારે પોતે પણ ત્રણ જ્ઞાન સહિત છે, સ્વયંબુદ્ધ છે, તેથી મનમાં સંસારની સ્થિતિ અસાર છે, અનિત્ય છે, એમ ચિંતવવા લાગ્યા. તે અવસરે લોકાંતિક દેવતાની એ કરણી છે માટે તિહાં આવી પ્રભુને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે પ્રભો ! ધર્મરૂપ તીર્થ પ્રવર્તાવો. એમ કહી દેવતા સ્થાનકે ગયા. દીક્ષા લેવાનો અવસર જાણી ભગવાનનો ઉત્સાહ વધ્યો, તે વારે સંવત્સરી એટલે એક વર્ષ સુધી ભગવાને દાન દીધું. દાનને છેડે ચોસઠ ઈન્દ્રના આસન કંપ્યાં, તે વારે તે પોતાની ઈદ્રાણીઓ સહિત પ્રભુને ઘેર આવી અનુક્રમે દીક્ષામહોત્સવ કરતા હતા. પછી ભગવાન સિદ્ધાર્થ નામક શિબિકામાં બેસી નગરીના મધ્યમાંથી ચંપકવનમાં ગયા તિહાં એક હજાર રાજાની સાથે દીક્ષા લીધી. તે વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉપન્યું. શકેન્દ્ર તથા બીજા પણ અય્યતાદિક ઇદ્રો સર્વ ભગવાનને નમસ્કાર કરી પોતાને સ્થાનકે ગયા. પછી પૃથ્વીતલને વિષે વિચરતા બીજે દિવસે તેજ પુરને વિષે સુરેંદ્રદત્તને ઘેર ભગવાને પરમાન્ને કરી પારણું કર્યું. એવી રીતે ત્રણ ગુણિએ ગુપ્તા પાંચ સમિતિએ સમિતા એવા ભગવાને મૌનપણે, નિર્ભયપણે, સ્થિરભાવે, એક દૃષ્ટિએ ચૌદ વર્ષ લગણ વિહાર કર્યો. પછી સહસ્ત્રાવને સાલવૃક્ષની તલે પ્રભુ કેવલજ્ઞાન પામ્યા. તદનંતર ચતુર્વિધ સંઘની સ્થાપના કરી પોતાનું તીર્થ પ્રવર્તાવ્યું. પછી ભવ્ય જીવોનાં પાપનો નાશ કરવાને અર્થે ચૌદ વર્ષ ઉણા એક લાખ પૂર્વ વર્ષ લગણ કેવલ પર્યાય પાલતા ભગવાન ૧૬૪ શ્રી પર્યુષણા 2010_03 Page #180 -------------------------------------------------------------------------- ________________ વિચઢ્યા. સર્વ મલી સાઠ લાખ પૂર્વ આયુ પૂર્ણ કરી ચૈત્ર શુક્લ પંચમીએ આદ્ર નક્ષત્રે ચંદ્રમા શુભ આવે થકે સમેતશિખર પર્વતની ઉપર નિર્વાણ પામ્યા. એ શ્રીસંભવનાથનું ચરિત્ર સાંભલીને શ્રીસંઘની પ્રભાવના કરવી. સ્વામિવાત્સલ્ય કરવું. ઇતિ પંચમ તથા ષષ્ટ દ્વાર ૫, ૬ | હવે અમારિની ઉઘોષણા કરવાના વિધિનું સાતમું દ્વાર કહે છે :પજોસણપર્વના દિવસો આવે થકે સર્વ જીવને અભયદાન દેવું તથા દેશને વિષે, નગરને વિષે, પુરને વિષે, નવ ના અને નવી કારુ મલી અઢારે વર્ણને વિષે આરંભ નિવર્તાવતો, અભયદાનનો પડહ વજડાવવો, જે સાવદ્ય આરંભના કરનાર હોય, તેને તે સાવદ્યથી નિવારવા, એમ જે અમારિ પલાવે, તેનું આયુ દીર્ઘતર થાય, શરીર પ્રધાન તથા શોભાયમાન થાય, ઊચ્ચ ગોત્રનો બંધ કરે, લક્ષ્મી સંપદા ઘણી વધે બલ પરાક્રમ વધે, સર્વમાં સ્વામીપણું તથા મોટાઈ પામે, નિરંતર આરોગ્યતા રહે, ત્રણ ભુવનમાં જિહાં જાય, તિહાં પૂજા પામે, મનોવાંછિત પામે, તેને સંસારરુપ સમુદ્રનો પાર ઉતારવો સુલભ થાય, એવાં ફલ પામે. એટલે સર્વ પ્રાણી માત્ર સુખને વિષે રક્ત રહે છે, અને દુઃખમાં ઉદ્વેગ પામે છે માટે સુખના અર્થી પ્રાણી છે તેને જે સુખ આપે, તે સુખને દેનારો જીવ , નિશ્ચ પોતે પણ સુખ પામે, માટે પર્યુષણપર્વ આવે કે અમારિની ઉદ્ઘોષણા કરે, તે ભવ્ય જીવા ત્રીજે ભવે મુક્તીપિણિ સ્ત્રીને વરે. તે ઈતિ સક્ષમ દ્વારા ૭ II - હવે પજો સણમાં અઠ્ઠમ તપ કરવાનું આઠમું દ્વાર કહે છે-પજોસણપર્વમાં અઠ્ઠમ તપ કરનારો પુરુષ ત્રણ રત્નની શોભાને પામે, અથવા માયાદિ ત્રણ શલ્યનું ઉમૂલન કરે, અથવા મન વચન અને કાયાનાં પાપને ધોઈ નાખવાનું કરે, તેના સર્વે જન્મ અથવા ત્રણ ભવ પવિત્ર થાય, અથવા તે પુરુષ ત્રણ વિશ્વની ઉપર જ મોક્ષપદ, તેને પામે છે. માટે જે શ્રાવક કલિયુગ માહે પોષણપર્વ આવે થકે ત્રણ ઉપવાસ કરે, તેને ધન્ય છે. જે મુનિ છમાસી અથવા વરસી પ્રમુખ મહા તીવ્ર તપને કોડી વર્ષ પર્ચત કરે. તે મુનિ તેણે કરીને ઘણા કાલનાં સંચેલાં પાપોની નિર્જરા કરે તેમ શ્રી પજોસણમાં અઢમાં તપ કરવાથી એટલા પાપોનો ક્ષય થાય. તેની ઉપર નાગકેતુની કથા કલ્પસૂત્રની વાચના થકી જાણવી. એ આઠમું દ્વાર કહ્યું | ૮ || હવે પજોસણ આવે થકે જ્ઞાનની પૂજા કરવાના વિધિનું નવમું દ્વાર કહે છે. પજોસણમાં પુસ્તકની આગલ કસ્તૂરી, કર્પરાદિ ચંદન, અગર, તેના ધૂપ કરવા, શ્રી પર્યુષણા ૧૬૫ 2010_03 Page #181 -------------------------------------------------------------------------- ________________ ધૃતનો દીપક કરવો, કારણકે પુસ્તકમાં વિચિત્ર પ્રકારનાં અક્ષર છે, શ્રીકલ્પસૂત્રમાંથી આચાર્યે ઉદ્ધાર કરેલું છે, તેની પૂજા શુભ વસ્તુએ કરવાથી બહુ પુણ્ય બંધાય. એને પણ દ્રવ્યારાધન કહીએ. ઉપર કહ્યા પ્રમાણે જો શ્રીકલ્પસૂત્રના પુસ્તકની પૂજા કરી હોય, તો તેથી સંસારજન્ય જાડ્ય નાશ પામે છે, તથા ક્રમે કરી ભવ્ય જીવને કેવલજ્ઞાન ઉપજે છે. ઇતિ નવમ દ્વા૨॥ ૯॥ હવે સંવત્સરી પ્રતિક્રમણના વિધિનું દશમું દ્વાર કહે છે ઃ પજોસણમાં જે પ્રમાણે આવશ્યકવિધિ કહ્યો છે, તે પ્રમાણે મન, વચન, કાયાની શુદ્ધિને અર્થ ગુરુના માંડલા માંહે પ્રતિક્રમણ કરવું. જે વરસ દિવસે સંવત્સરીનું પ્રતિક્રમણ કરવું, તે રાગ દ્વેષ વર્જીને કરવું. બીજું પક્ષ દિવસની વિશુદ્ધિને અર્થે પક્ષનું પડિક્કમણું કરવું, તે વિસ્તારે કરવું. એ બે પ્રકારે શ્રાવક પોતાને અર્થે પડિક્કમણામાં કરે. એ પડિક્કમણાં જે છે, તે પંચવિધ આચારની વિશુદ્ધિના હેતુ છે. સાધુ તથા શ્રાવકે પણ ગુરુની સાથે પ્રતિક્રમણ કરવું, અને ગુરુના વિરહે એકલાએ પણ પડિક્કમણું કરવું, તેનું ફલ કહે છે ઃ- જે સાધુ સંવત્સરીને દિવસે જેવા અનુક્રમે કહ્યું છે, તેમ સૂત્રયુક્તિએ કરીને પડિક્કમણું કરે, તો તે સાધુ તત્કાલ પોતાનાં કર્મની જાલને ભેદી અનુક્રમે કેવલજ્ઞાન પામીને મુક્તિ પ્રત્યે ભજે. અક્ષય સુખની લક્ષ્મીનો વિલાસ પામે. II ઇતિ દસમું દ્વાર | ૧૦ || હવે સંવત્સરીમાં ક્ષામણાં કરવા સંબંધી વિધિનું અગિયારમું દ્વાર કહે છેઃ જે પૂર્વે પાપોપાર્જન કરચા હોય એટલે સર્પની ગરલની પેરે ક્લેશ થકી દોષે કરીને જે પાપ બાંધ્યા હોય, તે પજોસણે સૂક્ષ્મ અને બાદર એવા સર્વ જીવોની સાથે ખમાવવા થકી નાશ પામે છે. જે માટે પજોસણથી અધિક કોઇ શ્રેષ્ઠ નથી. તે માટે સંઘની માંહે કલહ રાખવો, તે યુક્ત નથી. કલહ જે છે તે જીવને દોષનો હેતુ છે. જે માટે દેશે ઊણી પૂર્વકોડી પર્યંત ચારિત્ર પાલનારો પણ એક મુહૂર્ત કષાયને કરવે કરીને તેના ફલને હારી જાય છે. માટે કોઇની સાથે કલહ ન રાખતાં સર્વ જીવોની સાથે ખામણાં કરવાં. હવે મૈત્રી ભાવ રાખવાનું ફલ કહે છે : જે પ્રાણી પૂર્વલા વૈરભાવને મૈત્રીભાવે કરીને પજોસણમાં સર્વ જીવોની સાથે ખમાવે, તે પ્રાણી દોષ રહિત થઇ મોક્ષનાં સુખને પામે. ઇતિ એકાદશ દ્વાર | ૧૧ || શ્રી પર્યુષણા ૧૬૬ 2010_03 Page #182 -------------------------------------------------------------------------- ________________ હવે પર્યુષણાં દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય તથા સાધારણદ્રવ્યની વૃદ્ધિ કરવાથી જે ફલ થાય, તે કહે છે : શ્રીજિનશાસનની વૃદ્ધિનો કરનાર જે પ્રભાવિક હોય, તે જ્ઞાન તથા દર્શનના ગુણની તથા દ્રવ્યની વૃદ્ધિ કરે તેથી તે પ્રાણી તીર્થકરપદવીની ઉપાર્જના કરે, અને વલી જે પ્રાણી દેવદ્રવ્યની ઉપેક્ષણા એટલે ઉવખવું કરે, તથા ભક્ષણ કરે તથા કોઇ આપતો હોય તેને ન આપવા પ્રેરણા કરે, સંધન કરે, તે પ્રાણી બુદ્ધિહીન થાય. વલી ઘણાંક પાપકર્મે કરી લીપાય, પરભવે ધર્મ ન પામે, અથવા નરકનું આયુ બાંધે, વલી જે પુરુષ દેવદ્રવ્ય કરી ધનની વૃદ્ધિ પામે, તે ધન નિશ્ચ કુલનો નાશ કરે અને તે પુરુષ મરીને નરકગતિમાં જાય, માટે શ્રાવકજનને વ્યાપાર કરતા થકા દેવદ્રવ્યાદિકની યતા કરવી. ઇત્યાદિ વિધિ પ્રથમ સંક્ષેપે કહ્યો હતો, તે ફરી વિસ્તારે પણ કહ્યો, વલી બીજો પણ વિધિ જે સંપ્રદાય થકી ચાલતો આવતો હોય, તે સર્વ કરવો. એવી રીતે પોસણપર્વની કરણીનું ફલ પ્રભુના મુખથી સાંભલીને વલી શ્રેણિક રાજા પૂછતા હતા કે હે ભગવાન્ ! હે શ્રમણના ઇંદ્ર ! એ સર્વથી મોટો વાર્ષિક પજોસણપર્વનો મહિમા કેવો વર્તે છે? તે વારે ભગવાન કહે છે કે હે પૃથ્વીનાથ ! પજોસણપર્વનો મહિમા કહેવાને હું પણ અસમર્થ છું. જેમ કોઇ મેઘની ધારાની સંખ્યા કરી શકે નહીં, વલી આકાશ માંહેલા તારાની સંખ્યા કોઇ કરી શકે નહીં તથા ગંગા નદીના કાંઠાની રેતીના કણીયાની સંખ્યા કોઇ કરી શકે નહીં, જેમ સમુદ્ર માંહેલા પાણીનાં બિંદુની સંખ્યા કોઇ કરી શકે નહીં તથા માતાના સ્નેહની સંખ્યા કોઇ કરી શકે નહીં, તેમ વલી ગુરુના હિતોપદેશની સંખ્યા કરી શકે નહીં, તથાપિ કદાચિત્ કોઇ ધીર પુરુષ પૂર્વોક્ત સર્વ પદાર્થોની સંખ્યા કરી શકે, પરંતુ આ પજોસણપર્વના મહાભ્યની સંખ્યા કોઇથી કહેવાય નહીં. જે માટે સર્વ પર્વ માંહે અધિક મોટું એ પર્વ છે. જેમ ગુણમાંહે વિનયગુણ મોટો છે, વ્રત માંહે જેમ બ્રહ્મચર્ય વ્રત મોટું છે, નિયમ માંહે જેમ સંતોષ મોટો છે, તપને વિષે જેમ સમતા રાખવી, તે મોટી છે, સર્વ તત્વ માંહે જેમ સમકિત મોટું છે, તેમ સર્વ પર્વ માંહે ઉત્કૃષ્ટ પજોસણપર્વ મોટું છે, એમ સર્વશે કહ્યું છે. - વલી મંત્ર માંહે જેમ પંચ પરમેષ્ઠી મંત્ર મોટો છે, મહિમાવંત તીર્થમાંહે જેમ શત્રુંજય મોટો છે, દાન માંહે જેમ અભયદાન મોટું છે તથા રન માંહે જેમ ચિંતામણિ રત્ન શ્રેષ્ઠ છે, રાજા માંહે જેમ ચક્રવર્તી શ્રેષ્ઠ છે, કેવલીમાં શ્રી પર્યુષણા ૧૬૭ 2010_03 Page #183 -------------------------------------------------------------------------- ________________ જેમ તીર્થકર શ્રેષ્ઠ છે, સમ્યકત્વદર્શન માંહે જેમ ક્ષાયિક સમ્યકત્વ શ્રેષ્ઠ છે, ધર્મને વિષે જેમ વીતરાગનો ભાખ્યો શ્રીજિનધર્મ શ્રેષ્ઠ છે, ચારિત્રને વિષે જેમ ચાખ્યાત ચારિત્ર્ય શ્રેષ્ઠ છે, જ્ઞાનમાંહે જેમ કેવલજ્ઞાન શ્રેષ્ઠ છે, ધ્યાનમાંહે જેમ શુકલધ્યાન શ્રેષ્ઠ છે, રસાયણ માંહે જેમ અમૃત શ્રેષ્ઠ છે, શંખ માંહે જેમ દક્ષિણાવર્ત શંખ ઉત્તમ છે, જ્યોતિષ્ય મંડલ માંહે જેમ સૂર્ય શ્રેષ્ઠ છે, મંડનને વિષે જેમ તિલક શ્રેષ્ઠ છે, આભૂષણ માંહે જેમ મુકુટ, દેવતા માંહે ઇંદ્ર, ફૂલ માંહે કમલ, પંખી માંહે ગરુડ, પર્વત માંહે જેમ સુદર્શન નામે મેરુશ્રેષ્ઠ છે, ગણધર માંહે પુંડરિશ્ય, નદી માંહે ગંગા, સરોવર માંહે માન સરોવર, હીપને વિષે જંબૂદ્વીપ, ક્ષેત્રમાંહે ભરતક્ષેત્ર, સર્વ દેશ માંહે સોરઠ દેશ, જિન માંહે શ્રીમદષભદેવ, દિવસ માંહે દિપાવલીનો દિવસ, માસ માંહે જેમ ભાદ્રપદ માસ શ્રેષ્ઠ છે, તેમ સર્વ પર્વ માંહે પોસાપર્વ શ્રેષ્ઠ છે. માટે હે ભવ્ય જીવો ! એ પર્વ આવે કે તેને રુડી રીતે આરાધવું. જેમ સર્પનો સાર મણિ, મૃગનો સાર કસ્તૂરી, પંકનો સાર કમલ, ક્ષીરસમુદ્રનો સાર ચંદ્રમા, ખ્યાનનો સાર ખગ્ન, દેહનો સાર તપ છે, તેમાં સર્વ પર્વનું સારભૂત પજોસણપર્વ છે. માટે એ પર્વ આવે થકે ઉત્તમ પ્રાણી તો ધર્મકાર્ય પ્રત્યે આચરે, પરંતુ મૂર્ખ નર હોય તે ન આચરે, તે પોતાનો જન્મ નિષ્ફલ કરે. જેમ ઉખર ક્ષેત્રની ભૂમિ માંહે બીજ વાવ્યું નિષ્ફલ થાય, તથા જેમ તુષનું ખાંડવું નિરર્થક થાય, જેમ અટવીને વિષે રુદન કરવું નિષ્કલ, સ્થલ તે ગ્રામાદિકની બદ્ધ ભૂમિકા તેને વિષે જેમ વૃષ્ટિ નિષ્કલ, લવણસમુદ્રને કાંઠે જેમ બીજનું રોપવું નિષ્કલ, જેમ ધર્મ વિના મનુષ્યનો જન્મ નિષ્કલ, તેમ વાર્ષિક પજોસણપર્વ આરાધ્યા વિના શ્રાવકનો જન્મ પણ નિષ્ફલ જાણવો. વલી મુનિનું કુલ પણ પજોસણ આરાધ્યા વિના ન શોભે. જે માટે કહ્યું છે કે શસ્ત્ર વિના વીર પુરુષ ન શોભે, બુદ્ધિ વિના મંત્રી ન શોભે, ગઢ વિના નગર ના શોભે, દંતોશલ વિના હાથી ના શોભે, બહોતેર કલા વિના પુરુષ ન શોભે, તપ વિના ત્રાષિ ન શોભે, શીયલ વિના સતી ન શોભે, દાન વિના ધનવંત ન શોભે, વેદ વિના વિપ્ર ન શોભે, સુગંધ વિના ફૂલ ન શોભે, હંસ વિના માન સરોવર ન શોભે, દયા વિના ધર્મ ન શોભે, તેમ શ્રાવકનું અને મુનિનું કુલ તે પણ પજોસણપર્વ આરાધ્યા વિના ન શોભે. શ્રી પર્યુષણા ૧૬૮ 2010_03 Page #184 -------------------------------------------------------------------------- ________________ તથા જે એ પર્વને સમ્યક પ્રકારે આરાધે તે જેમ ચંદ્ર કરી રાત્રિ શોભે, સૂર્ય કરી જેમ આકાશ શોભે, પ્રતિમાએ કરી જેમ દેરું શોભે, કુલવધુ જેમ શીવલે. શોભે, જોવું જેમ ગીત ગાને કરી શોભે, આચાર્ય જેમ જ્ઞાને કરી શોભે, તેમ પજોસણપર્વના આરાધવે કરીને શ્રાવકનું કુલ અને મુનિનું કુલ શોભે. એવું એ શ્રીનશાસન માંહે પ્રાભાવિક પર્વ છે. એ પ્રથમ વિધિ કહ્યો. એવા વિધિએ કરીને જે ભવ્ય પ્રાણી મોટા પજોસણપર્વને ત્રિકરણ શુદ્ધ કરી આરાધે છે, તે પ્રાણી ઈહલોકને વિષે રુદ્ધિ, વૃદ્ધિ, સુખ, સૌભાગ્ય, બાહ્ય સંપદા, અત્યંતર સંપદા નિશ્ચથી પામે. એ પામ્યાનો સાર જાણવો, અને પરલોકે તો ઈંદ્રપણું પામે, અનુક્રમે વલી તીર્થંકરપદને ભોગવી મુક્તિવધૂ પ્રત્યે પામે. એવું પર્વનું માહાભ્ય સાંભલીને ફરી શ્રેણિક રાજા પૂછતા હતા કે હે જિનેંદ્ર ! પૂર્વે એ પોણપર્વ કોણે સમ્યક્ પ્રકારે આરાધ્યું છે ? અને તે થકી તે કેવાં ફલ પામ્યો? તે મુજ પ્રત્યે કહો. તે વારે શ્રીવર્ધ્વમાનસ્વામી કહે છે કે હે નરેંદ્ર ! એ વિષે ગજસિંહ રાજાનો સંબંધ જેમ સૂત્ર માંહે કહ્યો છે, તે પ્રમાણે કહું છું તે સાંભલ. શુભ મતિએ કરી વિધિ સહિત પજોસણપર્વના આરાધવાથી અતિ મોટું ફલ પ્રાપ્ત થયું. જે ફલે કરીને ગજસિંહ રાજા તીર્થંકરપદવી પામ્યો છે, તે કહે છે. આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રના દક્ષિણ ભાગે મધ્ય ખંડને વિષે અયવંતી નામે દેશમાં અયવંતી નગરી ઇદ્રપુરીની પેરે શોભે છે. તિહાં જયસિંહ નામ રાજા રાજ્ય કરે છે. તે રાજા નીતિશાસ્ત્રનો જાણ માટે ન્યાયે કરી પ્રજા પ્રત્યે પાલતો વિચરે છે. તેને એક લક્ષ્મી જેવી કમલા એ નામે પટ્ટરાણી છે. તે રાણી શીલરૂપ લાવણ્યાદિક ગુણોપેત થકી સીતા જેવી શોભે છે. તે રાજાનો સર્વગુણની સમૃદ્ધિએ સહિત ઉત્કૃષ્ટો અરિહંત ધર્મનો પોલનાર એવો સુમતિ નામે પ્રધાન છે, તે મંત્રીશ્વર સ્વામીના કાર્યને વિષે રક્ત છે. એક સમયે રાણીએ રાત્રિને વિષે સુખ નિદ્રાએ સૂતે થકે ઉજ્જવલ ઐરાવત હાથી તથા કેસરીસિંહ, એ બે સ્વપ્નમાં પોતાના મુખમાં પ્રવેશ થતા દીઠા. તે જાગ્યા પછી સ્વપ્નની વાત રાજા આગલ કહી, તે વારે રાજા બોલ્યો કે હે પ્રિયે! તમારે રાજ્ય ધુરંધર ગુણવંત એવો પુત્ર થશે. એવું રાજાના મુખથી સ્વપ્નાનું ફલ સાંભલીને રાણી રાજી થઈ થકી ગર્ભની પ્રતિપાલના કરતી રહી. તે શ્રી પર્યુષણા ૧૬૯ 2010_03 Page #185 -------------------------------------------------------------------------- ________________ રાણી અનુક્રમે સવા નવ માસ પૂર્ણ થયે શુભ મુહૂર્તો શુભ લગ્ને પુત્રરત્ન પ્રત્યે પ્રસવતી હતી. રાજાએ પણ પુત્ર જન્મમહોત્સવ વિસ્તારપણે કરીને સ્વપ્રના અભિપ્રાય મુજબ યથાર્થ ગુણ સહિત ગજસિંહકુમાર એવું નામ દીધું. પછી પાંચ ધાવમાતાએ લાલતો પાલતો શુક્લપક્ષના ચંદ્રમાની કલાની પરે વધતો વધતો તે કુમર આઠ વર્ષનો થયો. તે વારે પિતાએ અધ્યાપક ગુરુ પાસે ભણવા બેસાડ્યો. કુમર પણ થોડા કાલમાં બહોતેર કલાને વિષે કુશલ થયો. શસ્ત્ર અને શાસ્ત્રની કલાનો જાણ, તથા ધર્મ, અર્થ અને કામ, એ ત્રણે વર્ગનો જાણ થયો. તે જે વારે યૌવન સન્મુખ થયો, તે વારે રૂપે કરી કંદર્પ સરખો અને કામકલાને વિષે કોક સરખો, બલકલાને વિષે ભીમ સરખો, બાણકલાને વિષે અર્જુન સરખો, વિદ્યાને વિષે વિદ્યાધર સરખો, યુદ્ધને વિષે વસુદેવ સરખો, દાનને વિષે કર્ણ સરખો, પ્રતાપને વિષે સૂર્ય સરખો એવો થયો થકો સુખે કરી કુમરપદ ભોગવતો હતો. એવા અવસરે કલામાં કુશલ એવો કોઇક સુતાર વિદેશ થકી રાજાની સભામાં આવીને એક મનોહર અનુપમ કાષ્ઠમય મોર લાવીને રાજાની આગલ ભેટલું મૂકતો હતો. તે મોરને દેખી રાજા આનંદ પામીને કહેતો હતો કે જો એ મોર સજીવન હોય તો ઘણુંજ શ્રેષ્ઠ ! એવું રાજાનું વચન સાંભલી સુતાર બોલ્યો કે હે રાજન્! ધારાપુર નગરમાં એક બ્રાહ્મણ છે, તે સંવિની અને ગગનગામિની એવી બે વિદ્યામાં સિદ્ધ વર્ષે એવો છે. તે સાંભલી રાજાએ દૂત મોકલી વિપ્રને તેડાવ્યો, દૂતની સાથે વિપ્ર અવંતી નગરીએ આવ્યો, તે વારે રાજા તેને બહુમાન આપીને કહેતો હતો કે હે દ્વિજરાજ ! હે વિદ્યાશાલિન્ ! આ કાષ્ઠના મોરને સજીવન કરો. એવું રાજાએ કહે છતે દ્વિજરાજે હાકારો કરચો, અને મોટા આડંબરે કરી એક યંત્ર લખીને તે કાષ્ઠના મોરના કંઠને વિષે બાંધ્યો. ત્યાં યંત્રને પ્રભાવે કરીને તે મોર આકાશચારી થતો હતો. વલી તે મોર સર્પની સાથે યુદ્ધ કરવા લાગ્યો. જે વારે કંઠ થકી યંત્ર છોડી નાખે, તે વારે કાષ્ઠની પેઠે સ્થિર થઇ જાય. એવો દ્વિજે યંત્ર કરી દીધો, તે વારે રાજાએ પણ તે વિપ્રમાં વિદ્યાતત્ત્વ જાણીને દ્રવ્ય આપી ઘણે દાને કરી સન્માનીને રજા દીધી, અને કાષ્ઠનો મોર ગજસિંહકુમારને ક્રીડા કરવાને અર્થે રાજાએ દીધો. ૧૭૦ 2010_03 શ્રી પર્યુષણા Page #186 -------------------------------------------------------------------------- ________________ કુમર પણ મોર ઉપર બેસીને વનને વિષે નવા નવા પુરને વિષે વિવિધ પ્રકારની ક્રિીડા કરતો સુખે રહે છે. એવામાં એક સમયે રાત્રિને વિષે શવ્યાએ ધવલ ઘરમાં કુમાર સૂતો છે. તિહાં મધ્યરાત્રિએ રુદન કરતી એક સ્ત્રીનો શબ્દ સાંભલી મનમાં વિચારતો હતો કે જો એ સ્ત્રીનું દુઃખ ન માંગું તો એ મારું પરાક્રમ સર્વ નિરર્થક છે. એવું મનમાં ધારી કુમાર સન્નદ્ધબદ્ધ થઈ હાથમાં તરવાર લઈ તે શબ્દને અનુસાર નગર થકી બહાર સ્મશાનને વિષે ગયો. તિહાં એક સ્ત્રીને રુદન કરતી દેખીને જગસિંહકુમાર પૂછતો હતો કે હે ભદ્ર ! કયા દુઃખે કરી તમે આમ વિલાપ કરતાં છતાં રુદન કરો છો. માટે જે કાંઈ તમારા દુઃખનું કારણ હોય તે મુજને કહો કે જેમ હું તમારું દુઃખ નિવારણ કરું. તે વારે તે સ્ત્રી બોલી કે વીર પુરુષ! હે સત્ત્વના ઈશ ! તું સાંભલ. મારો ભરતાર શૈલી ઉપર છે, તે ઘણો ભૂખ્યો છે; પણ ભૂલી ઘણી ઉંચી છે, તે થકી હું તેને આહાર દેવાને અસમર્થ થઈ છું, એ દુઃખે કરી રુદન કરું છું. તે વારે કુમર બોલ્યો કે હે ભદ્ર! મારા સ્કંધ ઉપર ચઢીને તારા પતિને ભોજન કરી સંતુષ્ટ કર. એવું કુમારનું વચન સાંભલીને સ્ત્રીએ પણ તેમજ કરવું. કુમરના સ્કંધ ઉપર બેઠી, તિહાં ભૂલીને અગ્રભાગે રહ્યું જે શબ તેના ખંડ ખંડ કરીને ભક્ષણ કરતી હતી. વલી મૂખે કરી કલકલ શબ્દ અને બચબચ શબ્દ કરતી પોકાર કરે છે. તે વારે કુમરે તે ચરિત્ર જોઈને વ્યંતરીનું સ્વરૂપ જાણી મનને વિષે ધર્મ ધરી વ્યંતરીના પગને હાથમાં ગ્રહીને ભૂમિને વિષે પછાડી. પછી વલી ખગે કરીને તે વ્યંતરીનું નાક છેદન કર્યું. તે વારે વ્યંતરી પણ તરત નાઠી. તે વ્યંતરીદેવીનું નાક છેદના થકી ઘણા ક્રોધે કરી આકુલ થઇને તે વ્યંતરી મનમાં વિચારતી હતી કે અહો! એ કુમારે મારું નાક છેદીને મુને નાક થકી રહિત કરી તો હું પણ એ કુમારને દુઃખને વિષે પાડું. એવું મનમાં ધારીને તે વ્યંતરી કુમારનું રૂપ કરી નગરમાં જઈ રાજાના દરબારમાં પેઠી. પછી અંતેઉરમાં જઈને રાણી સાથે વિષય સંબંધી કામક્રીડા પ્રત્યે કરતી હતી. રાત્રિને અંતે રાજા જાગતે થકે અંતરમાં રાણી સાથે કુમારને વિષયક્રીડા કરતો દેખીને રાજા ક્રોધ સહિત થઈ હાથમાં ખડ્ઝ ગ્રહણ કરીને કુમાર પ્રત્યે હણવાને અર્થે દાડતો હતો. તે વ્યંતરદેવી પણ તેવાજ કુમારના રૂપે કરી તિહાંથી નાસી ગઇ. રાજા પણ તે વ્યંતરીદેવીએ જે છેલભેદ કશ્યો, તેને ન જાણતો એવો થકો કુમારની ઉપર ક્રોધ કરીને મંત્રીશ્વરને તેડાવી કુમારનું શ્રી પર્યુષણા ૧૭૧ 2010_03 Page #187 -------------------------------------------------------------------------- ________________ વૃત્તાંત સર્વ કહી સંભળાવ્યું, અને તેને હણવાનો આદેશ દીધો. તે વારે મંત્રીશ્વરે રાજાને ઘણે પ્રકારે કહ્યું. તે છતાં પણ રાજાનો કોપ શમ્યો નહીં, તે વારે મંત્રીશ્વર પોતાના સ્વામીની આજ્ઞા અંગીકાર કરીને ઉક્યો. એવા અવસરમાં કુમાર પણ પ્રભાત થયે થકે સ્મશાનથી વલી ચાલ્યો આવે છે. પણ દેવીએ કરેલ કપટ પ્રત્યે ન જાણતો તે કુમર ચિત્તમાં હર્ષ આનંદ ધરતો થકો પોતાને ઘેર આવતો હતો, વચમાં તેને મંત્રીશ્વર મલ્યો, તે એવું કહેવા લાગ્યા કે તમને રાજાએ અત્યંત આકરી હણવાની આજ્ઞા દીધી છે, પણ તે શા કારણે દીધી છે ? તે હું જાણતો નથી. એવાં મંત્રીનાં વચન સાંભલીને કુમર બોલ્યો કે હે મંત્રીશ્વર! રાજાની આજ્ઞા જો એવી છે, તો તું મારો વધ ઉતાવલથી કર. તે સાંભળી મંત્રીશ્વર બોલ્યો કે હે કુમર ! એ સર્વ દુર્જન વિલાસિત જણાય છે. તે માટે હાલ પ્રચ્છન્ન રીતિએ તમે દેશાંતરે જાઓ. તે વારે કુમર પણ મંત્રીશ્વરની આજ્ઞાએ કરી કાષ્ઠના મયૂર ઉપર આરૂઢ થઈને આકાશપંથને વિષે ચાલતો હતો. એવામાં કોઈક વનને વિષે જે વિદ્યાને વિષે સિદ્ધ છે, તેને સિદ્ધપુરુષ કહીએ, તે સિદ્ધપુરુષ સુવર્ણસિદ્ધિ કરે છે, તેને દીઠો. તે વારે આકાશ થકી ઉતરીને કુમારે સિદ્ધપુરુષને નમસ્કાર કરી પૂછ્યું, જે તમે રસસિદ્ધિ કરો છો ? તે વારે સિદ્ધપુરુષ બોલ્યો કે હે સપુરુષ ! મારી પાસે ગુરુદત્ત રસસિદ્ધિ વિદ્યમાન છે, પણ ગુરુએ દીધો જે આમ્રાય તે આમ્રાયે કરી રસસિદ્ધિ કરવાને ઈચ્છે, તો પણ થતી નથી. તે વારે કુમારે કહ્યું કે હે સિદ્ધપુરુષ! તમે મારી દૃષ્ટિએ રસસિદ્ધિ કરો, તે સાંભલી સિદ્ધપુરુષે તેમજ કર્યું. એટલે તરત કુમારની દૃષ્ટિના પ્રભાવ થકી રસસિદ્ધિ થઈ. તે જોઈ તે સિદ્ધપુરુષ હર્ષ પામતો હતો. તેણે કુમેર પ્રત્યે સુવર્ણ દેવાને અર્થે આગ્રહ કર્યો. કુમારે કહ્યું કે હે પુરુષ ! મારે સુવર્ણનું પ્રયોજન નથી. કુમર જે વારે સુવર્ણ પ્રત્યે નથી ઈચ્છતો, તે વારે અતિ ઘણો આગ્રહ કરીને તે સિદ્ધપુરુષ બે વિદ્યા દેતો હતો. તેમાં એક વિદ્યા થકી જલનો નિસ્તાર પામીએ, અને બીજી વિદ્યા થકી કોઈ પણ શસ્ત્ર અંગે લાગે નહીં એવી બે વિદ્યાનું ગ્રહણ કરીને કુમાર આકાશમાર્ગે ચાલ્યો. આગલ ચાલતાં ચાલતાં ઉત્તગ ગઢ કાંગરા સહિત ધવલ પ્રાસાદ મંદિર, તેણે કરી શોભતું એવું એક શૂન્ય નગર દેખાતો હતો. તિહાં કૌતુકે પ્રેક્ષ્યો થકો આકાશ થકી ઉતરીને કુમરે તે નગરમાં પ્રવેશ કર્યો. તિહાં પુર સંબંધી સર્વ ૧૭૨ શ્રી પર્યુષણા ન કરીને કુમાર સહિત બાર પ્રચો થઇ 2010_03 Page #188 -------------------------------------------------------------------------- ________________ ઋદ્ધિ દેખીને આગલ રાજભવનને વિષે સપ્ત ભૂમિના આવાસમાં પ્રવેશ કર્યો. તિહાં દેવાંગના જેવી, રૂપ ગુણે સહિત, એવી ચાર કન્યાઓને દેખીને આશ્ચર્ય સહિત તે ચારે કન્યા પ્રત્યે પૂછતો હતો કે હે ભદ્રાઓ કેમ તમે શૂન્ય નગરમાં રહેલ છો? અને આ કોનું નગર છે? એમ પૂક્યાથી કન્યાઓ બોલી કે હે બુદ્ધિમાનું! આ આનંદપુર નામે પાટણ છે, તેનો નરસિંહ નામે રાજા છે, તેના એક દેવરથ, બીજો દાનવ એવા બે પુત્રો છે, અને એક દેવસુંદરી, બીજી સુરસુંદરી, ત્રીજી રત્નસુંદરી, ચોથી રત્નવતી એ નામે ચાર પુત્રીઓ છે. એમ બે પુત્ર અને ચાર પુત્રીના સ્નેહે કરી સુખે રાજ્ય પાલે છે. એકદા રાજા રવાડીએ ગયા, તિહાં ઉપવનને વિષે રાજાએ એક તાપસને દીઠો. તેને ભોજન કરાવવાને અર્થે ઘેર તેડ્યો, તે પણ આવીને ભોજન કરવા બેઠો છે. તિહાં તે ચારે કુમરીઓ પણ તે તાપસને જોવાને અર્થે આવી. તે કન્યાઓનું રૂપ દેખીને તાપસ કામે કરી વ્યાકુલિત થયો. તેના અંગના આકારને અનુસાર રાજાએ કામ સહિત તાપસને દેખીને સેવકોને કહી પુર થકી બહાર કઢાવ્યો, તોપણ તે તાપસ દુષ્ટ મને કરીને અંતેઉરને વિષે રાત્રિએ આવ્યો. તેને દેખીને રાજાએ કપાટોપે કરી ખગ લઈ તાપસને હણ્યો. તે તાપસ તપને પ્રભાવે કરી પોતાનાં માઠાં કર્મની નિંદાને કરવે કરી સ્માશનને વિષે રાક્ષસ થયો. તે વિભંગણાને કરી પૂર્વલું વૈર સંભારીને બહાં આવી ઘણા પ્રકારના ઉત્પાત કરી નગરના જન પ્રત્યે વ્યાકુલ કરી વલી રાજાને હણીને પોતે રાજભવનને વિષે રહ્યો છે. એનાથી ઉપદ્રવ પામેલા નગરના લોક તે પોતાનાં ઘરોને, ઋદ્ધિ સહિત પડતાં મૂકીને બીજા નગરને વિષે નાસી ગયા છે, માત્ર અમે ચાર બહેનો પ્રત્યે પૂર્વલા અભ્યાસ થકી, આ અંતઃપુરને વિષે રાક્ષસે રાખેલી છે. તે અમે ચારે કન્યાઓ છીએ. એ અમારું તથા નગરનું સ્વરૂપ જે હતું, તે તમારી પાસે કહ્યું. પરંતુ કુમર! તે રાક્ષસ હમણાં બહાર ભક્ષ્યને અર્થે ગયેલો છે, તેને આવવાની વેલા થઇ છે, તોપણ હે સપુરુષ ! અમે ચારે અબલા કન્યાઓને તમારું શરણ છે. અથવા અમારા આ ભવને વિષે સ્વામી પણ તમેજ છો, બીજો કોઈ નથી; પણ હમણાં નગર અધિષ્ઠિત રાક્ષસના ભયથી કેવી રીતે તમને અહીં રાખી શકીએ ? તથાપિ અમે રાક્ષસના ભયે કરી તમને પ્રચ્છન્ન રક્ષાને અર્થે રાખવા સમર્થ છીએ. તો પણ જો તે રાક્ષસ પ્રત્યે વશ કરવાની કલામાં તમે શ્રી પર્યુષણા ૧૭૩ 2010_03 Page #189 -------------------------------------------------------------------------- ________________ જો સમર્થ હો તો તમને છાના રાખીએ. કુમરે કહ્યું કે હે કન્યાઓ! રાક્ષસનો ભય મારી આગલ રહેવા પામેજ નહીં, કેમકે મારી પાસે સિદ્ધ વિદ્યા છે, તેના મહિમાથી હું નિર્ભય છું, તોપણ પ્રચ્છન્ન ઘરને વિષે હું રહીશ, અને જે વારે રાક્ષસ ઇહાં આવે, તે વારે તમે સ્નાન મજ્જનના જે ઉદ્યમ, પ્રપંચ, તેણે કરી તેનાં લોચનને ખેલે કરી તથા સ્નેહે કરી લિપ્ત કરજો, તે વારે હું રાક્ષસનો જય કરીશ. તેમણે તેમ કબૂલ કરી પ્રચ્છન્નપણે ઓરડાને વિષે કુમરને રાખ્યો, એવામાં રાક્ષસ આવ્યો. તે વારે હસતાં છે મુખ જેનાં એવી ચારે કન્યાઓ પોતાનું ચરિત્ર દેખાડતી સ્નાન અર્થે રાક્ષસને બેસાડતી હતી. પછી ખેલે કરીને તેનાં નેત્ર ભરવાં. તિહાં પ્રથમના સંકેતથી તેજ સમયને વિષે અવસર પામી કુમાર પણ પાછલથી આવી મયુરબંધે કરી રાક્ષસને બાંધી તેની પુંઠ ઉપર ચઢી બેઠો, તે વારે રાક્ષસ બોલ્યા કે હે ધીર પુરુષ ! મૂક, મૂક. તારું સાહસ, ધૈર્ય જોઇને હું સંતુષ્ટ થયો છું. માટે તું જે વર માગ તે હું આપું. તે વારે કુમર બોલ્યો કે જો તું એ નગર મૂકીને વનને વિષે રહે, તો તુને હાલ મૂકી દઉં, નહીં તો હું મૂકીશ નહીં. પછી રાક્ષસ પણ કુમરનું વચન અંગીકાર કરીને વનને વિષે નાસી ગયો. કુમરે પણ ચાર કન્યાનું પાણિગ્રહણ કરી દેવરથ અને દાનવ એ બે પોતાના સાલાને શ્રીપુરનગર થકી તેડાવીને તે રાજ્યને વિષે સ્થાપ્યા. તથા નગરના લોકોને તેડાવીને પ્રથમની પેઠે નગરમાં વાસ્યા. સસરાના કુલને વિષે કુમર પણ કેટલાએક દિવસ રહ્યો. પછી ઉત્તમ પુરુષ સસરાના પક્ષમાં ઘણું ન રહેવું, એવું એકદા મનમાં ધારીને દેવરથ રાજાની આજ્ઞા લઇ પોતાની ચાર સ્ત્રીઓ તથા પાંચમો પોતે, એમ પાંચે જણ મલી પાંચ ઘોડાની ઉપર અસવાર થઇ આનંદપુર થકી ચાલ્યાં. એકદા માર્ગને વિષે બાર યોજનની અટવી આવી, તેમાં તે પેઠાં. તિહાં ચાલતાં સંધ્યાસમયે એક વૃક્ષની નીચે રાત્રિને વિષે સુખઆશ્રમ કરીને રહ્યાં. તે સ્થાનકે ચાર સ્ત્રીઓ સૂતી, અને કુમર તો હાથમાં ખડ્ગ લઇને જાગતો રહ્યો. એવા અવસરમાં બે વિદ્યાધરીઓ વિમાનમાં બેસી આકાશમાર્ગે જતી હતી. જતાં જતાં તેમણે કુમરને દીઠો. પછી તેના રૂપ ઉપર વ્યામોહ પામી થકી વિષયના અભિલાષે કરી કુમરને અવસ્વાપિની નિદ્રા દેઇ અપહરીને વૈતાઢ્ય પર્વતને વિષે લઇ ગઇ. હવે પાછલ તિહાં અટવીમાં ચારે સ્ત્રીઓ જાગી, તે વારે તેણે પોતાના સ્વામીને શ્રી પર્યુષણા ૧૭૪ 2010_03 Page #190 -------------------------------------------------------------------------- ________________ દીઠો નહીં. પછી તે વનમાં ઘણે ઠેકાણે કુમારને શોધ્યો, પરંતુ ક્યાંહી પણ દિઠો નહીં. તે વારે ચારે સ્ત્રીઓ હૃદયને વિષે વૈર્ય ધરીને ઘોડા ઉપર ચઢી કુમરનો ઘોડો સાથે લઈ અટવી ઉલ્લંઘન કરી દશરથપુરને વિષે ગઇ. તે નગરમાં ધર્મ અને નીતિથી રહિત એવો સંજ્ઞક નામે અન્યાયી રાજા રાજ્ય કરે છે. તે રાજા પરસ્ત્રીના અભિલાષરૂપ વ્યસનમાં રક્ત છે, પાપબુદ્ધિ છે; તેના મનના પરિણામ ઘણા દુષ્ટ છે, એવાજ અશુભ અધ્યવસાયને ધ્યાવતો થકો ગોખને વિષે બેઠો થકો નગરને પ્રત્યે જૂએ છે, એવામાં ચૌટાને વિષે દેવાંગના સરખી ચારે સ્ત્રીઓને ઘોડા સહિત દેખી, તેમનાં રૂપ જોઈ વ્યામોહને પામ્યો. પછી તે સ્ત્રીઓને પોતાને વશ કરવા ઇચ્છતા એવા તે દુષ્ટ રાજાએ પોતાના સેવકો મોકલી તે ચારે સ્ત્રીઓને તેડાવીને અંતરિને વિષે રાખી. તે વારે મંત્રીશ્વર મહામંત્રીશ્વરાદિક શ્રેષ્ઠ પુરુષો તથા નગરવાસી ઉત્તમ જનએ સર્વેએ મલીને રાજાને ઘણે પ્રકારો વાક્યો, તોપણ અત્યંત કામવશ હોવાથી તેણે કોઈનું પણ કહ્યું માન્યું નહીં. એવા અવસરે ચારે સ્ત્રીઓ શીયલરુપ પોતાના ધર્મની રક્ષા કરવાને અર્થે પંચપરમેષ્ઠીનું ધ્યાન કરી શાસનદેવીનું સ્મરણ કરતી હતી. તે વારે તે કુમારીનાં પુણ્ય અને ઇષ્ટ શીયલના પ્રભાવ થકી તિહાં શાસનદેવી પ્રત્યક્ષ થઈને ચારે સ્ત્રીઓ પ્રત્યે કહેતી હતી કે હે વત્સ! હે પુત્રીઓ ! તમે વિષાદ મ કરો. તમારા સ્વામીને ક્ષેમ કલ્યાણ છે, તેને વિદ્યાધરીએ અપહસ્યો છે, તે હમણાં વૈતાઢ્ય પર્વતે રત્નચૂડ નગરને વિષે છે, અને આજથી ત્રીશમે દિવસે પ્રબલ સૈન્ય રાજ્યલમીએ યુક્ત તમારી સારસંભાલ કરવાને અર્થે ઈહાં આવશે. એમ કહી તે ચારે સ્ત્રીઓનાં કંઠને વિષે પ્રાભાવિક હાર નાખીને શાસનદેવી પોતાને સ્થાનકે ગઈ. ચારે સ્ત્રીઓ પણ આપણો પતિ ત્રીશ દિવસે મલશે એમ ધારી તથા શીયલયત્નને માટે હારની પ્રાપ્તિ થવે કરીને સંતોષ પામી હર્ષવંત થઈ તે હાર પોતપોતાના કંઠમાં પહેરી ધર્મધ્યાનને અવલંબીને રહેતી હતી. એવા અવસરમાં તે અન્યાયી રાજા પરસ્ત્રી સેવનરુપ દુર્બુદ્ધિએ રહ્યો થકો કામાર્થે તિહાં આવીને મીઠાં, સરાગ અને લલિત એવાં કામક્રીડાનાં વચનોને બોલતો બોલતો એવામાં તે સ્ત્રીઓ પાસે આવ્યો, તેવામાં હારના પ્રભાવથી આંધલો થતો હતો, તે વારે ત્યાંથી પાછો વલી ક્ષણેક રહીને પાછો તિહાં સ્ત્રીઓ પાસે શ્રી પર્યુષણા ૧૭૫ 2010_03 Page #191 -------------------------------------------------------------------------- ________________ આવે છતે પ્રથમની પેરે આંધલો થયો. એમ ત્રણ વાર ઉદ્યમ કર્યો, પણ તે નિષ્ફલ થયો. તેણે કરી અન્યાયી રાજા પોતાના ઘરને વિષે નિરાશની પેઠે રહ્યો છે એવામાં ગજસિંહકુમારને જે વૈતાઢ્ય પર્વતની ઉપર વિદ્યાધરીઓ લઈ ગઈ હતી તેણે પોતાના ભવનને વિષે પ્રચ્છન્નપણે ઓરડામાં છાનો રાખ્યો. પછી સોલ શણગાર કરીને કામસેનની પરે સન્નદ્ધબદ્ધ થઈને પોતે આપેલી અવસ્થાપિની નિદ્રા પરિહરીને કુમર પ્રત્યે હાવ, ભાવ, પ્રેમ, પ્રીતિરસે કરી યુક્ત મીઠે વચને કામકટાક્ષ નેત્રે કરી જોતી થકી જગાડતી હતી. તેવામાં ગઈ છે નિદ્રા જેની એવા કુમરે જાગતા થકા આગલ સ્ત્રીનું જોડેલું તે કામબલ સહિત અંગની ચેષ્ઠાપૂર્વક સ્ત્રીચરિત્રને કરતું દેખીને કુમાર મનમાં વિચારે છે કે અરે ! શા કારણે એણે અટવીમાંથી મુજને અપહો વલી કોનું એ નગર છે! કોની એ સ્ત્રીઓ છે !! એ સ્ત્રીઓની આગલ મારું શીલ કેમ રહેશે ! અથવા જેમ ભાવિ બનનાર હશે તેમ બનશે, પરંતુ મારું બ્રહ્મવ્રત નિશ્ચલ રહો. એમ ધારીને મૌન કરી રહ્યો. હવે તે વિદ્યાધરીઓ પોતે કામચરિત્રમાં નિપુણ છે, માટે તેઓ વિવિધ પ્રકારની કંદર્પ સંબંધી ચેષ્ટા કરતી કામને મદે કરીને કુમરના દેહ પ્રત્યે આલિંગન દેતી ખેદ પમાડતી થકી કહેવા લાગી કે હે કુમર ! અમે બેહુ જણી તમારી સ્ત્રીઓ છીએ, તમારા દર્શન કરીને અમોને કામરૂપ સમુદ્ર ઉછલ્યો છે. તે પાણીના પ્રવાહે કરીને સમુદ્ર જેમ ઉપશમે છે, તેમ તમારા શરીરના સંગમે કરીને અમારો કામ ઉપશમ પામશે. તે કારણ માટે હે કુમર ! તમે અમારી બેહુની કામલીલાની ઇચ્છા પૂર્ણ કરો, એટલે તમને અમે ગગનગામિની આદિક ઘણી વિદ્યા આપશું. ઈત્યાદિક કામકેલિનાં વચને કરી વિદ્યાધરીઓ પ્રાર્થના કરતી હતી. તે વારે નિર્વિષય છે ચિત્ત જેનું એવો તે કમર કાંઈ પણ બોલ્યો નહીં. એવા અવસરમાં તે બહુ સ્ત્રીઓનો સ્વામી જે વિદ્યાધર તે પણ તિહાં આવ્યો, અને વિદ્યાધરીઓને બોલતી જોઇને ઘરની બહાર પ્રચ્છન્નપણે બેસી રહ્યો. તિહાં પોતાની સ્ત્રીઓને કામ વિહલ દેખીને વિદ્યાધરનો સ્વામી મનમાં વિચારતો હતો કે અહો ! એ કોઈ પણ સાહસિક ધૈર્યવંત પુરુષ છે. તે ઉત્તમ પુરુષ પોતાનું શીલ મુકતો નથી માટે ધન્ય છે એ પુરુષને, કે સ્ત્રીના સંકટને વિષે પડયો થકો પણ પોતાના વ્રતની રક્ષા કરે છે તેમ અધન્ય છે એ બે કંદર્પ પીડિત સ્ત્રીઓને પરંતુ સ્ત્રીની જાતિ સ્વભાવેજ વિષય સહિત હોય, એવી એની જાતિની પ્રતીતજ શ્રી પર્યુષણા ૧૭૬ 2010_03 Page #192 -------------------------------------------------------------------------- ________________ છે. વલી પણ હું એ બહુ સ્ત્રીનાં ચરિત્ર પ્રત્યે તો જોઉં ! એમ મનમાં આણીને છાનો રહ્યો. સ્ત્રીઓએ કામલલિત ચેષ્ટાનાં વચને કરીને કુમરને ચલાવવા માંડ્યો, પણ કુમર કામસેવા પ્રત્યે ન ઈચ્છતો હતો, તેથી ચલ્યો નહીં, તે વારે બેહુ સ્ત્રીઓ કડવાં વચને કરીને કહેતી હતી કે હે પુરુષ ! અમે બહુ જણીએ અનેક પ્રકારે તમને કામની વિનંતિ કરી, પણ તમે અમારું વચન અંગીકાર ન કર્યું, તો હવે તમારા પ્રાણને સંદેહ થશે. એવું કહે છતે કુમાર કહેતો હતો કે હે માતાઓ ! હું પુરુષાર્થ રહિત છું, દગ્ધબીજ છું, માટે સ્ત્રીસેવા શી રીતે કરું ? એવું કુમારનું વચન સાંભળીને બહુ વિદ્યાધરીઓ કામ રહિત થઈ થકી મનમાં વિચારવા લાગી જે આપણ બેહનું વચન એણે ન માન્યું, તો એને કષ્ટમાં આપણે પાડશું. એવું ધારીને કોલાહલ શબ્દને કરતી થકી કહેવા લાગી કે ભો ભો લોકો ! આ ચોર અમારા ઘરને વિષે બેઠો છે, તેને પકડો. એવે મોટા સ્વરે પોકાર કરતી સાંભળીને ગામનો રક્ષક જે કોટવાલ તે પોતાના સેવકો સહિત દોડીને શબ્દને અનુસાર તિહાં વિદ્યાધરના ઘરને વિષે પ્રવેશ કરી કુમરને મજબૂત બંધને બાંધી વધ કરવાને સ્થાનકે લઈ ચાલ્યો. તે વારે પોતાની સ્ત્રીઓનું ચરિત્ર જેણે દીઠું છે એવા તે વિદ્યાધરે કુમરને નિર્વિષયી જાણીને તેને તેડવા માટે પોતાના સેવકો મોકલ્યા. તે સેવકો જઈને કુમારને તથા કોટવાલને તેડી લાવ્યા. તે વારે વિદ્યાધર બોલ્યો કે હે દુર્ગપાલ! એ પુરુષ છે, મહાન પુરુષ છે, સ્ત્રીઓનું ચરિત્ર મેં દીઠું છે, એ કુમર નિર્વિષયી છે. એમ કહેતો કુમર પ્રત્યે નમસ્કાર કરીને પોતાની પાસે બેસાડતો હતો. એટલે કોટવાલાદિક નગરના લોક સર્વ કુમરની સ્તુતિ કરી પોતપોતાને ઘેર ગયા. હવે એવા અવસરને વિષે વૈતાઢ્યગિરિનો સ્વામી શ્રીધર એવે નામે રાજા વિદ્યાધરોનો ઈદ્ર છે તેણે એ સર્વ વૃત્તાંત સેવકના મુખથી સાંભલ્યો. તે કુમરનો મહિમા જાણીને કુમારને તેડાવી સ્ત્રીઓનું ચરિત્ર પૂછવા લાગ્યો. તે વારે કુમર કહેતો હતો કે હે ખેચરેંદ્ર ! કરેલાં કર્મને ભોગવ્યા વિના ક્ષય ન થાય, જીવને કર્મની ગતિ વિષમ છે, મોહવિલસિત જે કર્મ, તે કર્મના દોષ થકી મહાન્ પુરુષ પણ મુંઝાય છે, તેથી તે પુરુષ પણ અનાર્ય કાર્ય કરતાં શંકા પામતા નથી, તો અન્ય જનોની તો શીજ કથા કરવી ? માટે એ સર્વ મારાં કર્મનું રચેલું જાણવું, પણ ઈહાં બીજા કોઈનો દોષ નથી. શ્રી પર્યુષણા ૧૭૭ 2010_03 Page #193 -------------------------------------------------------------------------- ________________ એવાં સંવેગમય અમૃત સમાન વચને કરીને વિદ્યાધરોનો ઈદ્ર આનંદ પામીને કહેવા લાગ્યો કે હે કુમર ! ધન્ય છે તમને ! મારા ભાગ્યે કરી તથા મેં પૂર્વ ભવે કરેલાં પુણ્યના યોગ થકી તમે ઈહાં આવ્યા છો, તો મારી પ્રાર્થના સફલ કરો, તે શું ? તો કે તમે મદનવતી અને મદનમંજરી એવે નામે બે મારી પુત્રીઓ છે, તેનું પાણિગ્રહણ કરો. તે સાંભલી કુમર બોલ્યો કે હે વિદ્યાધરાધીશ ! પોતાથી અજાણ્યાં છે કુલ વંશ જેનાં એવાને કન્યા ન દેવી, એવી શાસ્ત્રની નીતિ છે, માટે શી રીતે અજાણને દેવાય ? તે વારે ખેચરેંદ્ર બોલ્યો કે હે પુરુષ ! તમારું રુપ અને લક્ષણ તેણે કરીને તમારાં કુલ વંશ પણ મેં જાણી લીધાં, જે માટે વૈરાગર પર્વત વિના હીરો નીપજે નહીં. એમ કહીને વિદ્યાધરેંદ્ર મોટે મહોત્સવે કરી તેને પોતાની બે પુત્રીઓનું પાણિગ્રહણ કરાવ્યું. તે કરાવ્યા અનંતર વલી ખેચરેંદ્ર કહ્યું કે હે કુમર ! રાજસુખની લીલાએ યુક્ત એવા અમારા ઘરને વિષે તમારે રહેવું. તે સાંભલી કુમર બોલ્યો કે મારી પરણેલી ચાર સ્ત્રીઓ અટવીમાં મૂકી છે, તેની શોધને અર્થે હું પ્રથમ જઈશ, તિહાં લગે તમારા ઘરને વિષે તમારી પુત્રીને રાખવી. હું તે ચાર સ્ત્રીઓની ખબર લઈ ત્રણ માસ ને સાત દિવસે ઈહાં આવીશ. એમ કહી ખેચરેંદ્રને નમસ્કાર કરી રજા માગી. તે વારે વિદ્યાધરે તેને અદેશ્યાંજની તથા ગગનગામિની એવી બે વિદ્યાઓ દીધી, અને જવાની આજ્ઞા આપી. હવે કુમર ત્રણ માસ ને સાત દિવસની પ્રતિજ્ઞા કરી આકાશપંથે તિહાંથી ચાલ્યો. તે પ્રથમના વનને વિષે આવીને દિવસના ચાર પ્રહર લગે તે ચાર સ્ત્રીઓને જોઈ, પણ ક્યાંહિ દીઠી નહીં. એવામાં રાત્રિને વિષે વનમાં ભમતાં કોઈ એક સ્ત્રીને આક્રંદ કરતી માટે સ્વરે રુદન કરતી અહં અહં એવું નામ મુખથી પોકારતી સાંભલી. તેના શબ્દાનુસારે ઘેર્ય ધરીને ખગ હાથમાં લઈ સાવધાનપણે કુમાર ચાલ્યો. આગલ જતાં અટવી માંહે હાથીના મુખને વિષે કન્યારત્ન પ્રત્યે દેખતો હતો. તે વારે તે કુમાર પરોપકારબુદ્ધિએ ખગે કરી હાથીને હણીને કન્યા મૂકાવીને પૂછતો હતો કે હે ભદ્રે ! શ્વા અર્થે તમે આ વનને વિષે હાથીના મુખમાં આવી પડ્યાં ? એમ પૂછવાથી કન્યા કહેવા લાગી કે હે ધીર ! સાંભલો, મારી કથા જેમ છે, તેમ હું તમારી આગલ કહું છું. શ્રીપુરનગરને વિષે શ્રીચંદ્ર નામે શ્રી પર્યુષણા ૧૭૮ 2010_03 Page #194 -------------------------------------------------------------------------- ________________ રાજા છે. તેની શીલવતી નામે રાણી છે. તેના અંગની નીપજેલી મદનમંજરી નામે પુત્રી છે. એકદા સમયે તે મદનમંજરીની માતા પૂર્વ કર્મના યોગથી બાલ્યાવસ્થાને વિષે અકસ્માત્ મરણ પામી, તે વારે તે મદનમંજરી બીજી વિમાતાને વશ પડી. તે વિમાતા તેની ઉપર નિત્ય દ્વેષ વહેતી થકી રાજાની આગલ પુત્રીના કૂડા દોષ પ્રત્યે બોલતી હતી. મદનમંજરી પણ કષ્ટ કરી કાલ નિર્ગમન કરતી હતી. એકદા વિમાતાએ તે કુમરીની ઉપર અપવાદ મૂકી ખોટું આલ ચઢાવ્યું. તે સાંભલી કુમરી પોતાના કડવાં કર્મના વિપાક ચિંતવવા લાગી. કહ્યું છે કે યજમયદેહાસ્તે, શલાકાપુરુષા અપિ // ન મુચ્યતે વિભોગેન, સ્વનિકાચિતકર્મણઃ // ૧ / - કિં કરોતિ નરઃ પ્રાજ્ઞ, પ્રેર્યમાણઃ સ્વકર્મણા // પ્રાણ હિ મનુષ્યાણાં, બુદ્ધિઃ કર્માનુસારિણી / ૨ / તે થકી દુઃખે ભરાણી મરણનું શરણ અંગીકાર કરીને વનને વિષે ગઈ. તિહાં મરણને ઉત્સુક થઈ થકી કોઈક સરોવરમાં જઈ પડી. તે અવસરે તિહાં અકસ્માત્ જલ પીવાને અર્થે એક હાથી આવ્યો. તેણે તે બાલિકાને પડતાંજ શુંઢાદંડે કરી ગ્રહણ કરી. એટલામાં તે હાથીએ વલી બીજા હાથીને આવતો દીઠો. તે વારે તે હાથી તિહાંથી કન્યા સહિત નાસી ગયો. માટે હે ધીર પુરુષ! તે મદનમંજરી હું છું, જેને તમે હાથીના મુખમાંથી મૂકાવીને પોતાની કરી. તેથી હે નરોત્તમ! આ ભવને વિષે પ્રાણના દેનારા તમેજ થયા, માટે મારા પતિ પણ તમેજ છો, બીજા પુરુષો માટે બાંધવ તુલ્ય છે. આ ભવમાં મારે એકજ તમારું શરણું હો. આજથી શ્રીજિનધર્મરુપી કલ્પતરુ તે મુજને ફલ્યું, કે જેથી તમારો સંગમ થયો. આજ મારો જન્મ સફલ થયો. જે માટે હું કેરડાના વૃક્ષના અર્થે નીકલી હતી, પણ મને તમારા સરખું કલ્પવૃક્ષ મલ્યું. માટે જેમ તમે મારો ઉપકાર કીધો, તેમજ મારું પાણિગ્રહણ કરીને મને સનાથ કરો. એવું સાંભળીને કુમર તેનું પાણિગ્રહણ કરી ત્યાં વનને વિષેજ રહ્યો. એવામાં શ્રીપુરનગરના રાજાને વિમાતા એમ કહેવા લાગી જે તમારી પુત્રી કોઈ વિટલ પુરુષને ગ્રહણ કરી નાસી ગઈ છે. તે વાતને સાચી માનીને રાજા ક્રોધવંત થયો થકો કુમરીની શોધને અર્થે સેના સહિત તેજ વનને વિષે શ્રી પર્યુષણા ૧૭૯ 2010_03 Page #195 -------------------------------------------------------------------------- ________________ આવ્યો. પ્રભાતે વનને વિષે ભમતાં ભમતાં કુમાર સહિત કુમારીને દેખીને રાજા કુમરને હણવાને અર્થે દોડ્યો. કુમર પણ હાથમાં ખડ્ઝ લઈને રાજાની સન્મુખ આવ્યો. રાજાએ હાકોટ્યો થકો કુમર યુદ્ધ પ્રત્યે યાચતો હતો. રાજાએ સૈન્યને પ્રેર્યું, તે વારે કુમર યુદ્ધ કરવા સન્નદ્ધબદ્ધ થયો. તિહાં ખગે ખગ્ન, મુષ્ટિએ મુષ્ટિ, એમ યુદ્ધ કરતાં વિદ્યાજડીના પ્રભાવથી કુમરે રાજાના સૈન્યને જીત્યું. સૈનિકોએ નાસવા માંડ્યું. હવે એવું કુમારનું પ્રબલ ભુજાનું પરાક્રમ દેખીને શ્રીચંદ્રરાજા કુમર પ્રત્યે નમીને ઈષ્ટ વલ્લભ હિતનાં વચને કરી કહેતો હતો કે હે સત્ત્વાંગી પુરુષ ! તમારા પરાક્રમ કરીને તમે ઉત્તમ કુલના છો, એવું અમે જાયું; પરંતુ હે જામાતા! તમે અમારા જમાઈ જે થયા તેનું કારણ મને કહો. એવાં રાજાનાં વચન સાંભલી કુમાર બોલ્યો કે હે રાજન્ ! એ વાત તમારી પુત્રીજ તમને કહેશે. પછી કુમરના સંકેત કરી કુમારી પ્રથમ થકી વિમાતાનો પ્રબંધ નિર્વિશેષે કરી કહેતી હતી. રાજા પોતાની બાલિકાના મુખ થકી સર્વ વૃત્તાંત સાંભલીને હર્ષવંત થયો. તે વારે સર્વ સૈન્ય એકઠું કરી કુમારને સાથે લઈ રાજા પોતાના નગર ભણી ચાલ્યો. એવામાં વર્ષાદ થયો તેથી પાણીની ધારાઓ પડવાથી પર્વતની પાસે પાણીના પ્રવાહે કરીને નદી પૂર આવી છે. તેને કાંઠે રાજા પણ સેના સહિત આવ્યો. તેવા અવસરે નદીપૂરના પ્રવાહને વિષે રથે વલગેલી, મુખે પોકાર કરતી, પાણીના પ્રવાહમાં બુબારવ કરીને હે ધીર ! વીર! અમારો બેહુનો ઉદ્ધાર કરો! ઉદ્ધાર કરો! અમારી સાર કરો! સાર કરો!! એમ બોલતી એવી બે કન્યાઓને પાણીના પૂરમાં તણાતી લોકોએ દીઠી. તે જોઈ સર્વ સૈનિક લોકો હાહાકાર કરવા લાગ્યા. તેવામાં કુમારની દૃષ્ટિએ તે કન્યાઓ પડી. તે વારે પરોપકાર બુદ્ધિએ કરીને કુમર નદીના પૂરને વિષે પડી, જડીને પ્રભાવે કરી સ્ત્રીયુગલને પાણીના પૂરમાંથી બહાર કાઢીને કાંઠાને વિષે આપ્યું. આવો કુમરનો મહિમા દેખી ચિત્તમાં ચમત્કાર પામી રાજા મનમાં વિચારવા લાગ્યો કે અહો ! આ કોઈક પણ મોટો પુરુષ છે. પછી ચંદ્રરાજા તે બે કન્યાઓ પ્રત્યે પૂછવા લાગ્યો કે હે પુત્રીઓ ! તમે કેમ પાણીના પૂરને વિષે પડી ? તે વારે તે કન્યાઓ કહેવા લાગી કે હે રાજન્ સાંભળો. ૧૮૦ શ્રી પર્યુષણા 2010_03 Page #196 -------------------------------------------------------------------------- ________________ દશરથપુરને વિષે શિવદાસ નામે વ્યવહારીની અમે બે પુત્રીઓ છીએ. હવે તે પુરમાં પાપબુદ્ધિ નામે રાજા રાજ્ય કરે છે, તેણે કોઈક પણ પરદેશી ચાર સ્ત્રીઓ પાંચ ઘોડાએ યુક્ત નગરમાં પ્રવેશ કરી ચૌટાને વિષે આવતી દીઠી. તે સ્ત્રીઓને પોતાના અંતે ઉરમાં પોતાની સ્ત્રીઓ કરવા માટે રાખી. તે જોઈ નગરનિવાસી લોકો તથા રાજ્યના અધિષ્ઠિત પુરુષ જે મંત્રીશ્વર પ્રમુખ હતા, તેઓએ તે રાજાને ઘણુંએ કહ્યું કે તમે એ કાર્ય ન કરો, કેમકે એથી મોટા અનર્થ થશે, તોપણ રાજાએ કોઈનું કાંહિ પણ કહ્યું માન્યું નહીં. તે વારે લોકો જાણ્યું જે પારકી સ્ત્રીઓ રાજા ગ્રહણ કરે છે, તેને પાપે કરી નગરને ઉપદ્રવ થશે, પુરનો ભંગ થશે. એવું વિચારી લોકો ધીમે ધીમે પોતાની દ્રવ્ય પ્રમુખ સાર સાર વસ્તુઓ લઈને અન્ય કોઈક પોતાના સંબંધીઓ જિહાં રહે છે, તિહાં જવા લાગ્યા. તિહાં અમારા ભાઈ સહિત અમને બે જણિને પણ અમારા પિતાએ અન્ય ગ્રામે જવા માટે રથમાં બેસાડી મોકલી. પંથે ચાલતાં જે વારે ઈહાં આવ્યાં તે વારે નદીને કાંઠે રથ સહિત અમને બે જણીઓને મૂકીને અમારો ભાઈ સંબલને અર્થે ગામમાં ગયો. પાછલથી મેઘવૃષ્ટિ થઈ, તેણે કરી અકસ્માત્ નદીએ પૂર આવ્યું, તેમાં અમે બે જણીઓ રથ સહિત તણાણી, પણ અમારા શુભ પુણ્યના ઉદય થકી આ ઉત્તમ પુરુષે અમોને પાણી થકી ઉગારીને મરણથી બચાવી રાખી છે, માટે અમો બેહનો આ ભવને વિષે એજ ભરતાર હો. એટલું કહીને ઉભી રહી. એવું કન્યાઓના મુખ થકી વૃત્તાંત સાંભલીને રાજા મનમાં વિચારતો હતો, જે હું જમાઈ તો શ્રેષ્ઠ પામ્યો. એવામાં નદીનું પૂર ઉપશમ પામ્યું, તે વારે સેનાએ સહિત રાજા નદીને ઉતરીને શ્રીપુરનગરમાં આવ્યો. તિહાં તે બેહુ કન્યાઓનો ભાઈ પણ મલ્યો. ત્યારે તે બે કુમારીએ તેને કુમરે કરેલો ઉપકારનો સંબંધ કહ્યો. તે સાંભલી વ્યવહારીઆના પુત્રે તે સુરસુંદરી તથા જયસુંદરી એવે નામે પોતાની બે બહેનોનું પાણિગ્રહણ મોટે મહોત્સવે કરી તે કુમાર સાથે કરાવ્યું. પછી કુમરે રાજાની આગલ ચાર સ્ત્રીનું વૃત્તાંત કહીને દશરથપુરને વિષે સૈન્ય મોકલવાની આજ્ઞા માગી, અને વલી આનંદપુરને વિષે પોતાના સાલાને તેડવા માટે દૂત મોકલ્યો. તે પણ પોતાની બહેનોની સાર કરવા સારુ પોતાનું શ્રી પર્યુષણા ૧૮૧ 2010_03 Page #197 -------------------------------------------------------------------------- ________________ સૈન્ય લઈ તિહાં આવ્યો. પછી પોતાના સસરા શ્રીચંદ્રરાજાનું સૈન્ય મલી ચાર અક્ષોહિણી સેના મેલવીને સમુદ્રના કિલ્લોલની પેરે ભૂમિ કંપાવતો શત્રુને આચ્છાદતો થકો પર્વતની ટુંકને ચલાયમાન કરતો, પંથમાં જે જે દેશ આવે છે, તે સર્વ દિશિમંડલને સાધતો તે ગજસિંહકુમાર ચાલતો હતો. કેટલેક દિવસે દશરથપુર પ્રત્યે આવીને તેના ગઢને સંધી ફરતો આંટો દેઈ રહ્યો. તે વારે પાપબુદ્ધિ રાજા પણ પ્રબલ સામત, સુભટ, હાથી, ઘોડા, રથ, એવી ચતુરંગિણી સેના લઈને અપશકુને વાક્યો થકો પણ નગરની બહાર નીકલીને કુમારના સૈન્ય સાથે ગર્વ દેખાડતો હતો. તિહાં બહુ સૈન્યને માંહોમાંહે યુદ્ધ થયું. યુદ્ધમાં હાથીએ હાથી, ઘોડે ઘોડા, પાલે પાલા, એમ નીતિયુદ્ધ કરતે પાપબુદ્ધિ રાજા પારકી સ્ત્રીઓ અભિલાષી, વ્યસનમાં લુબ્ધ અન્યાયી છે. તેથી પોતાનાં પાપને જોરે હા. ભરકણે દેવદવ્યમ્સ, પરચ્છીગમણણ ય / સત્તમે નરયં જંતી, સત્તાવારાઓ ગોયમા // ૧ // અસ્તુ / તેનું સૈન્ય ભાગી ગયું, તે વારે કુમરના સુભટે પાપબુદ્ધિ રાજાને જીવતો બાંધીને કુમારની આગલ આણ્યો. તેને કુમરે કહ્યું કે હે પાપબુદ્ધિરાજા ! તેં મોટો અન્યાય કર્યો, તેણે કરીને તેં આ ભવને વિષે રાજ્ય ગુમાવ્યું, અને પરભવમાં પણ નરકાદિકનાં દુઃખ પામીશ. એમ વચને કરી નિર્ધાટન કરીને તેને હાકોટી મૂકી દીધો. તે વારે તે શીયાલીયાની પેઠે નાસી ગયો, અને કુમાર નગરના લોકે વધાવતે, મંત્રીશ્વર પ્રમુખે પ્રમાણ કરતે દશરથપુરને વિષે પ્રવેશ કરી રાજ્યસભાને વિષે આવી સિંહાસને બેસી પોતાની આજ્ઞા પુરને વિષે પ્રવર્તાવીને નિષ્કટક રાજ્ય કરવા લાગ્યો. પ્રજાલોક આનંદને પામ્યા. પોતાની ચાર સ્ત્રીઓ આવી નમસ્કાર કરતી હતી. શીલયત્નને માટે શાસનદેવીએ દીધેલા હારનો પ્રભાવ કહી દેખાડ્યો. પછી કુમાર જે છે તેણે પ્રજાને નિઃશંક કરી, તેથી પ્રજા પણ આનંદ પામી. હવે કુમર પૂર્વકૃત પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થયેલા રાજ્યને પોતાની સુંદર સાત સ્ત્રીઓએ યુક્ત થકો પાલતો હતો. કેટલાક દિવસ પછી સાલાને તથા સસરાને રજા દીધી, તેથી તે પણ પોતાને સ્થાનકે ગયા. ૧૮૨ શ્રી પર્યુષણા 2010_03 Page #198 -------------------------------------------------------------------------- ________________ હવે એકદા તે કુમરે એક મહિનો અવધિ કરી મંત્રીશ્વરને રાજ્ય સોંપી નિશ્ચિત થઈ આકાશપંથે વૈતાઢ્ય પર્વતને વિષે ચાલવા માંડ્યું. માર્ગમાં વિતાયની પાસે એક વન છે, તેમાં શ્રેષ્ઠ પ્રસાદને દેખી વિસ્મિત થકો હેઠે ઉતરીને તેણે પ્રાસાદમાં પ્રવેશ કર્યો. તેમાં યક્ષની મૂર્તિ દેખી તેને પ્રણમીને વિનયપૂર્વક સ્તવના કરી. તે અવસરે તે યક્ષના દેરાને વિષે ચાર પૂર્ણ પુરુષો છે, તેણે કુમારને મીઠે વચને કરી બોલાવ્યો, અને કહ્યું કે હે ભાઈ ! આવો, ઈહાં તમારો અમને ઘણે દિવસે સમાગમ થયો. એમ કહી બેસવા માટે આસન દીધું. તેના ઉપર કુમર બેસીને મનમાં વિચારે છે જે અહો ! ઉતાવલા થકા એ મુજને એટલો આદર કરે છે, માટે ઈહાં કાંઈક કૌતુક છે. એમ ચિંતવી ધૂર્તો પ્રત્યે પૂછતો હતો કે તે પુરુષો ! તમે શા કાર્યને માટે ઈહાં ચારે જણ એકઠા મલ્યા છો ? વલી તમે કોણ છો ? અને કિહાં થકી આવ્યા છો ? એમ પૂછે થકે ધૂતારા બોલ્યા કે હે ધીર પુરુષ ! અમે પરદેશી મનુષ્ય છીએ, તે કૌતુક જોવાને અર્થે પૃથ્વીતલમાં ભમતા ભમતા આ દેરાસરમાં આવ્યા, તે વારે એક અપૂર્વ આશ્ચર્ય દીઠું તે કહીએ છીએ, તે તમે સાંભલો. આ વનમાં એક પર્વત તેની ગુફામાં કોઈક વિદ્યાધર રહે છે. તેની ચાર પુત્રીઓ છે, તે યૌવનાવસ્થા પામી છે. તેમણે ઈહાં યક્ષને દેરાસરે આવી કરીને વરની પ્રાર્થના કરી. તે વારે યક્ષે પ્રત્યક્ષ થઈને બાલિકાઓને કહ્યું કે હે પુત્રીઓ ! હું એક માસને અંતે તમારા ભરતારને ઈહાં આણીશ. તે સાંભળી ચારે કન્યાઓ હર્ષ પામી અને અમે ચારે જણ તે કૌતુક જોવાને અર્થે ઈહાં રહ્યા છીએ. તે એક માસની અવધિ આજે પૂર્ણ થઈ છે, પણ યક્ષે કહ્યો છે વર, તે તો હજી આવ્યો નહીં. તેથી ચારે કન્યાઓ આ યક્ષની ઉપર કોપ કરીને કાષ્ઠની ચયને વિષે અગ્નિમાં પ્રવેશ કરશે. તે કન્યાઓ હમણાંજ ઈહાંથી નીકલી ગુફા માંહે ગઈ, અને તે ઉત્તમ નર ! તમે પણ હમણાં ઈહાં આવ્યા છો, માટે તમે તિહાં જાઓ, અને તે કન્યાઓ જીવતી રહે તો યક્ષનું કહેવું સત્ય થાય. એવું ધૂતારાનું વચન સાંભલીને ઉપકારની બુદ્ધિએ કુમર તે ધૂતારાઓની સાથે કુમરીઓને સહાય કરવાને અર્થે ચાલતો થકો પર્વતની ગુફાને દ્વારે આવ્યો. તિહાં આગલ ગુફામાં જોતાં શોભનીય મુખવાલી ચાર કુમારિકાઓને મસ્તક ધૂણાવતી દેખી કુમર વિચારવા લાગ્યો કે હા હા !! આ તો કાંઈક કૂડકપટની રચના દેખાય છે. જે માટે ઈહાં અગ્નિનો કુંભ શા શ્રી પર્યુષણા ૧૮૩ 2010_03 Page #199 -------------------------------------------------------------------------- ________________ કારણે એણે કીધો છે ? વલી યવ પ્રમુખ બલિબાકુલ એકઠા કરવા છે, તેનું શું કારણ હશે ? વલી ઈહાં મૃતક પુરુષનું શબ પડ્યું છે, તેને રતાંજલીનું વિલેપન કરીને કણેરનાં ફૂલે કરી તેની પૂજા કરી છે, વલી મદિરાનો ઘડો ભરચો છે, તેનું શું કારણ હશે ? તેમજ ખીર અને પૂડલાદિક નૈવેદ્યની સર્વ સામગ્રી છે. વલી એ ચાર પુરુષ પણ છે એ સર્વનું કારણ શું હશે ? એવી રીતે કુમર મનમાં વિચાર કરે છે, એવામાં એક યોગી જટિલ ઉઠીને કુમર પાસે આવી કહેતો હતો કે ધન્ય છે મુજને કે આજ મારો દિવસ સફલ થયો, જે માટે મારી આશા પૂર્ણ થઈ. હે કુમર ! એ ચાર કન્યાઓને તમે પરણો. અને તમને પરણવાની અભિલાષા છે, માટે એનું પાણિગ્રહણ કરીને મારા ઘરજમાઈ થઈને ઈહાં મારી પાસે સુખે સમાધે રહો, પણ હમણાં મારે વિદ્યા સાધવી છે, તેના ઉત્તરસાધક તમે થાઓ. એવું સાંભલીને કુમરે દાક્ષિણ્યપણા માટે તે યોગીનું વચન અંગીકાર કરવું. હવે યોગીએ અગ્નિના કુંડની ચારે દિશાએ ચાર ધૂતારા પુરુષને હાથમાં હથિયાર આપીને ઉભા રાખ્યા તથા ચાર વિદિશિને વિષે ચાર બાલિકાઓને ઉભી રાખી, અને પોતે ચારે દિશિએ દૃષ્ટિ રાખીને જપ જપતાં હોમ કરવા માંડ્યો, જાપ પૂર્ણ થયા પછી બલિદાન દેવા માંડ્યું. તે વારે મધુ ધૃતાદિકનો હોમ કરતો દેખીને કુમરે મનમાં વિચારવું જે આ કાંઈ ઉત્તમ કાર્ય નથી. જે માટે કહ્યું છે કે ઃ દુર્જનાનાં ભુજંગાના-મંગનાનાં ચ ભૂભુજામ્ ॥ સત્કૃતાનામપિ પ્રાયો, વિશ્રઘ્ધë ન સર્વદા ॥ ૧ ઈતિ ।। પણ મારી પાસે વિદ્યાધરે દીધેલી એક આકાશગામિની અને બીજી અદૃશ્યઅંજન એ બે વિદ્યાઓ છે તેનો મહિમા જોઉં. એવું મનમાં ચિંતવી નેત્રને વિષે અંજન આંજીને યોગી પાસે જઈ ઉભો ખરો, પણ અંજનના પ્રભાવ થકી જટિલ તે કુમર પ્રત્યે ન દેખતો હતો. હવે જે વારે તે યોગીના જપ, હોમની પૂર્ણાહુતિ થઈ, તે વારે કુમરે ટિલને બાંધીને અગ્નિના કુંડને વિષે નાખી દીધો. તે યોગીને અગ્નિના કુંડને વિષે પડતો દેખીને તિહાંથી ચાર ધૂર્ત પુરુષ નાસી ગયા. મરણના ભયને લીધે તિહાં રહેવાને સમર્થ ન થયા. હવે તે જટિલ અગ્નિકુંડમાં બલતો સુવર્ણપુરુષ થયો. પછી કુમર તે ચારે બાલિકાઓને તેમનાં ઠામ ઠેકાણાદિક સર્વ પૂછતો હતો. તે વારે તે કન્યાઓ બોલી કે હે નરદેવ ! તમે અમારું ચરિત્ર સાંભલો. હિરપુર શ્રી પર્યુષણા ૧૮૪ 2010_03 Page #200 -------------------------------------------------------------------------- ________________ નગરને વિષે શિવદેવ રાજા તે પરમ ઉત્કૃષ્ટો અરિહંતભક્ત છે. તે પ્રજાને યોગ્ય ન્યાય નીતિએ પાલતો રાજ્ય કરે છે. તે નગરમાં ધનદ, કામદેવ, ધનંજય અને વિજય એવે નામે ચાર વ્યવહારીઆ વસે છે. તેને માંહોમાંહે મિત્રભાવ છે, તેમની પાસે અગણિત ધન છે, માટે તે ચારે ધનાઢ્ય કહેવાય છે, અને તે ચારે ઉત્કૃષ્ટ અરિહંતભક્ત છે. તેમના ઉપર રાજાનું પણ ઘણું માન છે. તે ચાર વ્યવહારીઆની લલિતા, સુલલિતા, સુલોચના અને પ્રગુણા, એવે ચાર નામે અમે ચાર પુત્રીઓ છીએ. અમારે પણ માંહોમાંહે સ્નેહ છે. અમે ચારે શ્રીવીતરાગની ભક્તિવંત છીએ, અને વિનયાદિ ગુણે કરી સહિત છીએ. એકદા શ્રીસમેતશિખરનો મહિમા ગુરુના મુખથી સાંભલીને યાત્રાને અર્થે ચતુર્વિધ શ્રીસંઘને એકઠો કરી અમારા પિતાદિક પરિવાર સહિત શ્રીસમેતશિખર ગિરિરાજે આવીને મોટા મહોત્સવ સહિત વિશે ટૂંકે ઘણી ભક્તિ કરી જિનેશ્વરને પૂજી સ્વામીવાત્સલ્ય કરી દીન દુઃખીયાનો ઉદ્ધાર કરી તિહાંથી પાછા વલ્યા, તે છ મહીના પંથે વહેતાં થયા, તિહાં માર્ગમાં કોઈ મહાવનને વિષે શ્રીસંઘે ઉતારો કર્યો. રાત્રિએ તંબુમાં અમે ચારે બાલિકાઓ એકાંતે નિદ્રાવશ થઈ. તિહાંથી એ ચાર પૂર્ણ પુરુષોએ અમોને અપહરીને આ જટિલની આગલ આણી રાખી. એવામાં અમારા ભાગ્યના ઉદય થકી તમે ઈહાં આવીને અમને અભયદાન દઈને જેમ પોતાની કરી, તેમજ તમે અમો ચારે જણીનું પાણિગ્રહણ કરીને અમને સનાથ કરો. એવાં બાલિકાઓનાં વચન અંગીકાર કરીને કુમરે તેમનું પાણિગ્રહણ કર્યું. પછી સોનાના નરને અગ્નિનાં કુંડમાંથી કાઢીને વલી તે ચારે સ્ત્રીઓને પોતાની સાથે લઈ તે વન પ્રત્યે ઉલ્લંઘીને હરિપુર ભણી ચાલ્યા. ગ્રામાનુગ્રામ પ્રત્યે ચાલતે છતે માર્ગમાં ગંભીરપુર પાટણના ઉદ્યાનને વિષે ઘોડી તથા કન્યાઓને મૂકીને કુમારે પોતે સથવારો જોવાને માટે નગરમાં પ્રવેશ કર્યો. તિહાં સથવારાની પૂછા કરે છે, અને નગરને જૂએ છે. એટલામાં નગરના મધ્ય થકી કોઈક તેજ નગરની વેશ્યા તે વનમાં ખેલવાને અર્થે આવી. તે કન્યા અને ઘોડાને સુવર્ણપુરુષે યુક્ત દેખીને લોભે કરી આંધલી થઈ થકી કૂડી માયા કરી કન્યાઓ પાસે આવી કહેવા લાગી કે હે મારા ભાઈની સ્ત્રીઓ ! મારા ઘરને વિષે મારા બાંધવે આવીને મને શ્રી પર્યુષણા ૧૮૫ 2010_03 Page #201 -------------------------------------------------------------------------- ________________ તમને તેડવા માટે મોકલી છે. એવી રીતે ધૂતીને તે બાલિકાઓને સર્વ વસ્તુઓ યુક્ત પોતાને ઘેર તેડી આવી. તિહાં વેશ્યાનું ઘર દેખીને બીતી થકી તે ચારે સ્ત્રીઓ પોતાના શીલરક્ષણને અર્થે એક ઓરડામાં પેસી દેઢ કમાડ દઈ કરી રહેતી હતી. જેમાં કોઈ રીતે તે કમાડ ઉઘડે નહીં એવી રીતે બંધ કરી મૂક્યાં. એવા અવસરે કુમર પણ વનને વિષે ફરી આવ્યો, અને જ્યાં આવે તિહાં ઘોડો, સ્ત્રીઓ અને સુવર્ણપુરુષ એમાંથી કોઈ પણ દીઠું નહીં, તે વારે કુમારે વિચાર્યું જે અહો ઈતિ આશ્ચર્ય ! મારી સ્ત્રીઓ આદિકને કોઈક ધૂર્ત અપહરી ગયો છે. એવું મનમાં ચિંતવી તેના પગને અનુસારે નાયિકાને ઘેર આવીને અંજનના પ્રભાવથી અદૃશ્ય થઈ તેના ઘરને વિષે પ્રવેશ કરી અશ્વાદિક દીઠા, તે સર્વ પોતાના છે એવો નિશ્ચય કરીને પાછો વલ્યો. પછી તે વેશ્યાને શિક્ષા દેવાને અર્થે બ્રાહ્મણનું રુપ કરી નિમિત્તિઓ થઈને વેશ્યાને ઘેર આવ્યો. વેશ્યા પણ તે તિજને દૂર થકી આવતો દેખી ઉતાવલી ઉઠીને સન્મુખ ઉભી આદર થકી આસન દઈ બેસાડી નમસ્કાર કરીને પૂછતી હતી કે હે કિજશ્રેષ્ઠ! મારા ઘરને વિષે ચાર સ્ત્રીરત્ન પોતાની મેલેજ લીલામાત્રે આવી રહેલ છે, પરંતુ કોઈક ભૂતાદિક દોષે કરી છલાણાં છે, તેથી ઓરડાને વિષે કમાડ બંધ કરીને માંહે બેઠેલ છે, માટે એના દોષ પ્રત્યે નિવારો તો તમોને વાંછિત આપીશ. એમ વેશ્યાએ કહે છત કુમર કહેવા લાગ્યો કે હે નાયિકા ! એ સ્ત્રીઓ તો કોઈક વિષમ આકરા દોષે કરી છલાણી છે, તે હું તેમની પાસે જઈને તેના શાકિની ભૂતાદિકના દોષને બોલાવીશ, તિહાં લગે તમારે દૂર રહેવું પડશે. એવું દ્વિજનું વચન સાંભલીને તે વચન વેશ્યાએ અંગીકાર કર્યું, તે વારે કુમર ઓરડાની પાસે જઈ બહાર ઉભો રહી કહેવા લાગ્યો કે હે ભદ્ર! પ્રિયે ! તમે કાંઈ ચિંતા કરશો નહીં, મનને વિષે સમાધિ રાખીને રહેજો. એવો પોતાના પતિનો શબ્દ સાંભલીને તે સ્ત્રીઓએ ઓરડાનું બારણું ઉઘાડ્યું, અને પોતાના સ્વામીને નમસ્કાર કર્યો. કુમરે તેમને કહ્યું કે હું જ્યાં સુધી વેશ્યાને શિક્ષા કરું, ત્યાં સુધી તમારે ઈહાં રહેવું. એમ કહી ફરીથી ઓરડાનાં બારણાં બંધ કરાવી કુટણી પાસે આવીને કહેવા લાગ્યો કે એ સ્ત્રીના દુઃખને મેં સારી પેઠે જાણ્યું, માટે હવે મારે તમારા ઘરને વિષે રહીને એનો ઉપચાર કરવો. ૧૮૬ શ્રી પર્યુષણા 2010_03 Page #202 -------------------------------------------------------------------------- ________________ તે વારે વલી પણ વેશ્યાએ પૂછ્યું કે હે દેવજ્ઞ! તમે બીજી પણ કોઈ સિદ્ધવિદ્યા જાણો છો ? તે વારે બ્રાહ્મણ બોલ્યો કે હું તો સર્વ કાંઈ જાણું છું, તેથી હું સર્વજ્ઞ છું. મારણ, મોહન, સ્તંભન, વશીકરણ આદિક સર્વ વિદ્યા જાણું છું. વલી બાલનું તથા વૃદ્ધનું વય પરાવર્તન કરવાની વિદ્યા પણ મારી પાસે છે. તે સાંભલી વેશ્યા આનંદ પામીને બોલી કે હે બ્રિજરાજ ! હું વૃદ્ધ છું, માટે મને યૌવનવતી કરો. તે વારે વિજે કહ્યું કે જો તમે સયૌવન થાઓ, તો મુજને શું આપો? ત્યારે વેશ્યા બોલી કે લાખ સોનૈયા આપીશ. ત્યારે તે દૈવ પણ હાકારો કહ્યો, અને વલી બોલ્યો કે હે નગરનાયકા ! ફરીથી નવ યૌવન આવવાની જે વિદ્યા, તે સાધવાને અર્થે પ્રથમ મસ્તક મુંડન કરાવી નગ્ન થઈને પછી મારા દીધેલા અદશ્ય અંજનને આંખમાં આંજી અદશ્ય થઈને બલતા નીંભાડામાંથી અગ્નિ આણી આપો, તો પછી તે અગ્નિએ કરીને હું વિદ્યાનું આહ્વાન કરીશ. તે આહાને કરીને તમે સુપવાનું તથા યૌવન સહિત થશો. એવું નૈમિત્તિકનું વચન સાંભળીને તે વેશ્યા માથું મુંડાવી નગ્ન થઈ અંજન કરી નીભાડામાંથી અગ્નિ લેવા ગઈ. તિહાં નોંભાડાને ધૂમાડે કરીને વ્યાકુલ થયેલાં નેત્ર થકી અદશ્ય અંજન ગલિત થયું, તે વારે વિરુપ, નગ્ન અને મસ્તકે મુંડન થેયલી નવી સ્ત્રીપણે પ્રગટ દેખાણી. તેને દેખી ઘણા લોક એકઠા થઈ કહેવા લાગ્યા કે આ શાકિની લોકોને છલવાને અર્થે ઈહાં આવી છે, તેને જૂઓ, જૂઓ. આ કેવું આશ્ચર્ય છે ! એવામાં રાજપુરુષો આવીને તે શાકિનીની કરણી જોઈ તેને બાંધીને રાજભવને લઈ ગયા. તિહાં કૌતુક જોવાને રાજભવનમાં ઘણા લોકો એકઠા થયા, અને કોટવાલે રાજાની આગળ કહ્યું કે હે રાજન્ ! એ શાકિની નગ્ન થઈને લોકોને છલવાને અર્થે નીંભાડામાં જઈ મંત્રનું આહ્વાન કરતી અમે પકડી આણી છે. હવે જેમ આપની આજ્ઞા હોય, તેમ કરીએ. રાજાએ કહ્યું કે હે દુર્ગપાલ ! એને પ્રથમથી ચોરની પેરે વિટંબના કરીને પછી જલે ભરેલા જૂના કૂવામાં નાખીને એનું માથું નીચું અને પગ ઉંચા રાખજો. એવો રાજાનો આદેશ પામીને એ રાજપુરુષો તે કૂટણીને લાકડીઓ અને મુષ્ટિઓના પ્રહાર કરી મારતાં ખર ઉપર બેસાડી ઘણે પ્રકારે વિટંબના કરતા માર્ગને વિષે લોક દેખતે લેવામાં ચૌટાને વિષે આવ્યા, તેવામાં બીજી વેશ્યાઓએ તે વેશ્યાને વિટંબના પામતી સાંભલી. શ્રી પર્યુષણા ૧૮૭ 2010_03 Page #203 -------------------------------------------------------------------------- ________________ તે વારે સર્વ વેશ્યાઓ એકઠી થઈને રાજભવને જઈ રાજા પ્રત્યે કહેવા લાગી કે હે નાથ ! આ અનાથને કારણ પૂછ્યા વિનાજ ફોકટ શાકિનીનું કલંક આપીને કદર્થના કરવી, તે તમને યોગ્ય નહીં, માટે અમારે વિષે શાકિની પ્રમુખ દોષે કરી દુષ્ટ ચેષ્ટાવંત એવી વેશ્યા ન હોય. તેથી તમે એને પાછી તેડીને તેનું કારણ પૂછો કે એ કેમ બન્યું છે ? તે વાર પછી યથાયોગ્ય કરવું તમને યુક્ત છે. એવું સાંભળી રાજાએ વેશ્યાને પાછી તેડાવીને પૂછ્યું કે એ વાત કેમ બની? એવું રાજાએ કહે છતે તેજ અવસરે કુમાર પણ ચારે સ્ત્રીએ યુક્ત તિહાં આવીને રાજાની આગલ પ્રથમ વેશ્યાએ કરેલી કરણી સર્વ કહી દેખાડી, અને પછી પોતે કરેલી કરણી પણ સર્વ કહી દેખાડી. તે વ્યતિકર સભાના લોક સાંભળતા છતા સર્વ નાયકાઓનાં મુખ શ્યામ થયાં. રાજાએ વેશ્યાની માઠી ચેષ્ટા જાણીને વધ કરવાનો આદેશ દીધો. તેને કુમારે જેમતેમ મૂકાવી, ત્યારે નાયકા પણ નગરના લોકે નિંદા કરી છતી પોતાને ઘેર ગઈ. હવે રાજાએ કુમારનું એ રીતનું સ્વરુપ જાણીને તેની પ્રશંસા કરી પોતાની ચારે કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું. પછી મોટે આડંબરે કરીને કુમાર તિહાંથી હરિપુર ભણી ચાલ્યો. કેટલાએક દિવસે હરિપુરે આવ્યો. તિહાં ચાર બાલિકાઓ પણ પોતાનાં માતાપિતાને મલતી હતી, અને પોતાનું ચરિત્ર પણ કહેતી હતી. તે વારે તે વ્યવહારીઆ પણ ઉત્તમ જમાઈને દેખીને ઘણો ઉત્કૃષ્ટ આનંદ પામ્યા. કુમર પણ સ્વજન, નગરના લોક, તેણે વધાવાતો સુખે કરી સસરાના આપેલા આવાસને વિષે રહેતો હતો. એકદા કુમર પોતાના કરેલા અવધિને સંભારીને સસરાની આજ્ઞા લઈ વૈતાઢયે ગયો. તિહાં ખેચરેંદ્રને નમસ્કાર કરી પોતાનું ચરિત્ર કહેતો હતો. ખેચર પણ કુમરનું ચરિત્ર સાંભલી હર્ષવંત થયા. એકદા કુમારે વિદ્યાધરના સ્વામી પ્રત્યે કહ્યું કે હે નરેંદ્ર ! તમારી આજ્ઞા હોય, તો હું મારે નગરે જાઉં. એવાં કુમરનાં વચન સાંભલીને ખેંચરે વિમાન, ધન, રત્ન, મણિ, મુક્તાફલા આદિક અનેક પ્રકારની ઋદ્ધિ તથા પ્રજ્ઞતિ આદિક વિદ્યાઓ આપીને સ્નેહ સહિત પોતાની પુત્રીને શીખામણ આપી. કુમારને પોતાની પુત્રી સહિત પોતાને ગામે જવાની રજા દીધી. કુમર પણ વિમાનમાં બેસી હરિપુરે આવીને પોતાની સ્ત્રીઓ તથા ઋદ્ધિ અને સુવર્ણ પુરુષને સાથે લઈ દશરપુર પ્રત્યે આવ્યો. શ્રી પર્યુષણા ૧૮૮ 2010_03 Page #204 -------------------------------------------------------------------------- ________________ તિહાં મંત્રીશ્વર અને નગરના લોક તથા મહાજને કરેલા મહોત્સવ સહિત નગરમાં પ્રવેશ કરતો હતો. હવે કુમાર તિહાં સર્વ ઋદ્ધિ મેળવીને સુખે રાજ્ય પ્રત્યે પાલતો હતો. એકદા કુમર પોતાના પિતાને મળવા માટે ઉત્કંઠિત થકો ઉજ્જણીપુર ભણી પોતાના સૈન્ય તથા ઋદ્ધિએ યુક્ત ચાલતો હતો. માર્ગની વચમાં જે જે દેશ આવ્યા, તેને સાધતો માલવ દેશે અવંતી નગરીએ આવીને પોતાના પિતાના ચરણને નમસ્કાર કરી પછી માતાના ચરણે મસ્તક સ્થાપી નમસ્કાર કર્યો. પછી જયસિંહ રાજાએ પુત્રની ઋદ્ધિ દેખીને વિસ્મય પામી આનંદ સહિત તેનો મોટે મહોત્સવે કરી નગરમાં પ્રવેશ કરાવ્યો, અને તિહાં સુખે રહ્યા છે. એકદા રાજાએ પ્રથમનો સંબંધ પૂછે થકે કુમરે પણ આમૂલચૂલ સમસ્ત સંબંધ કહ્યો. તે વારે રાજા પ્રમોદ પામ્યો થકો મંત્રીશ્વર પ્રત્યે તેડાવીને આદર સહિત સુવર્ણપટ બંધાવીને તિમિરહર એવું બિરુદ પ્રત્યે દેતા હતા. હવે ગજસિંહકુમાર સુવર્ણ પુરુષને પસાથે કરી પૃથ્વીતલને વિષે લોકોને દરિદ્રતાથી રહિત કરતા યાચકજનોને નિયંચકપણું કરે એવા દાન પુણ્ય કરી સુખને ભોગવતાં કાલ નિર્ગમન કરતા હતા. એકદા રાજા કુમર સહિત રાજલક્ષ્મીએ સહિત રાજસભાએ બેઠા છે. તિહાં વનપાલકે આવી રાજાની આગલ ફલનું ભંટણું મૂકી ફૂલે વધાવીને કહ્યું કે હે નરેંદ્ર ! હમણાં યુગંધરાચાર્ય શમ, દમ ગુણે કરી સહિત, ચાર જ્ઞાનના ધરનાર, પાંચસે સાધુએ પરવયા થકા ઉજેણી નગરીના ઉપવનને વિષે સમોસમ્યા છે. એવા ઘણા ગુણના સમૂહના ધારક આચાર્યનું આગમન વનપાલકના મુખથી સાંભલીને રાજા આનંદ પામતો કુમર તથા અન્ય પરિવાર સહિત આચાર્યને વાંચવા માટે ઉપવનને વિષે આવ્યો. વિનયભક્તિભરે ગુરુને નમસ્કાર કરીને રાજા ગુરુના મુખ આગલ બેસી ધર્મ સાંભલવા લાગ્યો. આચાર્ય પણ યોગ્ય ઉપદેશ કહેતા હતા કે હે ભવ્યો! જીવની રક્ષા કરવી, વીતરાગની પૂજા કરવી, ભક્તિ કરી સિદ્ધાંતનું સાંભળવું, સાધુને નમવું, અહંકારનું ટાળવું, સખ્યત્વી ગુરુને માનવું, માયા કપટનું હણવું, ક્રોધનું ઉપશમાવવું, લોભરુપ વૃક્ષનું ઉમૂલન કરવું, મનનું શોધવું, ઇંદ્રિયનું દમવું, એ અગીયાર વાનાં જેને છે, તેજ મુક્તિ જવાના ઉપાયવાલા જાણવા. વલી શ્રી પર્યુષણા ૧૮૯ 2010_03 Page #205 -------------------------------------------------------------------------- ________________ ગુરુએ પૂર્વોક્ત રીતે પર્વોનું માહાત્મ્ય પણ કહી દેખાડ્યું. ઈત્યાદિક ધર્મકરણી સાંભલીને રાજા પૂછે છે કે હે સ્વામિન્ ! સર્વ પર્વને વિષે મોટું શાશ્વત વિશિષ્ટ પર્વ તે કયું છે ? તે વારે આચાર્ય બોલ્યા કે હે રાજન્ ! સર્વ પર્વમાં શાશ્વતું પજોસણપર્વ મોટું છે. વલી રાજાએ પૂછ્યું, એ પર્વ કેણે આરાધ્યું ? અને કેવું ફલ ઉપાર્જ્યું ? એમ પૂછવાથી ગુરુ કહે, સાંભલો. આ જંબુદ્રીપના ભરતક્ષેત્રને વિષે મગધ દેશે રાજગૃહી નગરીએ સુમિત્ર નામે ક્ષત્રીનો પુત્ર છે, તે ભદ્રક છે, પરંતુ મિથ્યાર્દષ્ટિ કૌલધર્મી આહેડાને વિષે રક્ત છે. તે એકદા મૃગયામિષે વનને વિષે ગયો છે. તિહાં યૌવનવયવાલું એવું મૃગમૃગલીનું જોડલું કામરક્ત દેખીને તે જોડલાને બાણે કરી હણ્યું. તે મૃગ સ્ત્રી ભરતાર બે જણા મરણ પામીને અકામનિર્જરાએ મનુષ્યનું આયુ બાંધીને કાંઈક પણ શુભ કર્મપરિણતિરુપ મનનો જે ભાવ, તેના યોગ થકી મૃગનો જીવ તે તમે થયા, અને મૃગલીનો જીવ તે દુષ્ટ વ્યંતરી થઈ, અને તે સુમિત્ર ક્ષત્રી વનના ગુચ્છમાં મૃગ જોવાને પેસતાં થકા તિહાં મુનિ પ્રત્યે દેખીને લજ્જાને પામ્યો, તે વારે ભદ્રક પરિણામે મુનિને નમસ્કાર કરી પાસે બેઠો, મુનિ પણ તેને ધર્મ કહેતા હતા કે હે મહાનુભાવ ! સદા નિરંતર જીવદયા પાલવામાં રમવું, ઇંદ્રિયવર્ગનું દમવું, સત્ય બોલવું, એ ધર્મનું રહસ્ય જાણવું, અને જે પ્રાણીવધ કરવાની ક્રીડા છે, જે મરમનાં ઉત્કૃષ્ટ જે ખોટાં વચન તે પણ બોલે, વલી જે કાર્ય કરે તે પણ પરને તાપ ઉપજાવે, એમ કરનારા જીવ અણમૂવે પણ મૂવા જેવાજ કહીએ. અર્થાત્ મરચા વિના પણ મરચાજ જાણવા. જે પ્રાણાંતે તૃણ મુખમાં જો ઘાલે તો તેવા વૈરીને પણ મૂકી દીએ, એવો ક્ષત્રીનો ધર્મ છે. તેમ છતાં જે સદાય તૃણનોજ આહાર કરે છે એવા પશુને કેમ હણીએ ? જે પોતે એકલો એકલા પોતાના જીવને કાજે કરી ઘણા જીવોની કોડીને દુઃખને વિષે સ્થાપે છે, તો તેનું શું શાશ્વતું આયુ છે ? તે માટે હિંસાનો પરિહાર કરવો. એવો ઉપદેશ સાંભલીને પાપે કરી ઘણો પ્રકંપતો થકો સુમિત્ર ક્ષત્રી બોલ્યો કે હે સ્વામી ! મેં ઘણે પ્રકારે પાપ કરચાં છે, માટે હું શ્યા પ્રકારે કરીને પાપ રહિત થાઉં ? એવું પૂછે થકે મુનિ બોલ્યા કે હે ભવ્ય ! તમે પાપભીરુપણા માટે શ્રીપર્યુષણપર્વમાં અટ્ટમ, અક્ષયનિધિ, છઠ્ઠભક્તિ, શ્રી પર્યુષણા ૧૯૦ 2010_03 Page #206 -------------------------------------------------------------------------- ________________ પંચશિખરણી, અઠ્ઠાઈ પ્રમુખ તપે કરી સહિત વિધિપૂર્વક સમ્યક્ પ્રકારે પર્વ આરાધતે છતે પાપ રહિત થશો. વલી તમે આહેડાના વ્યસનને વિષે હમણાં મૃગનું યુગલ હણ્યું, તેથી નિશ્ચે મોટું ઉત્કૃષ્ટ વૈર કરવું, પણ પર્યુષણપર્વારાધન થકી આગામિક કાલે હલુઆકર્મી થશો. તેમ વલી એ પર્વ આરાધે છતે તમે ઉત્તરોત્તર શુભ સુખ પ્રત્યે ભોગવીને મુક્તિપદ પ્રત્યે પામશો. એવાં મુનિનાં વચન સાંભલીને સુમિત્ર ક્ષત્રી, જીવદયારુપ વ્રત સહિત પર્યુષણપર્વ આરાધવા અભિગ્રહ ગ્રહણ કરી મુનિ પ્રત્યે નમીને પોતાને ઘેર આવીને, તે દિવસથી માંડીને અખંડદ્રતને પાલતો રહ્યો છે. તે ક્ષત્રીએ સમ્યક્ પ્રકારે આરાધ્યું જે સુપર્વ, તેના યોગે શુભાનુબંધે કરી સમાધિ સહિત મરણ પામીને તમારો પુત્ર થયો. પૂર્વ ભવના વૈરાનુભાવે કરી તમારા પુત્ર ઉપર તમોને કોપ ઉપન્યો, તેથી તમે વધ કરવાનો આદેશ દીધો. વ્યંતરીએ પણ પૂર્વ ભવના વૈરના વશ થકી ઈહાં કુમર પ્રત્યે દેખીને વધ કરવાને અર્થે દેવદંભની કરણી તમને દેખાણી એ સર્વ કર્મો નીપજ્યું તે અન્યથા ન થાય. વલી દેશાટનમાં સંપત્તિનું પામવું થયું, તે પર્વારાધનનું ફલ જાણવું. એમ તે ગુરુના મુખથી પૂર્વ જન્મ સાંભલીને કુમાર જાતિસ્મરણ પ્રત્યે પામતા હતા, તે વારે જયસિંહ રાજા ગુરુનો ઉપદેશ સાંભલીને સંસાર થકી વિરક્ત થયા થકા ગજસિંહકુમરને રાજ્યપાટે સ્થાપીને પોતે દીક્ષા ગ્રહણ કરતા હતા. તે રાજર્ષિ ઘણાં વર્ષનું ચારિત્ર પાલીને રુડી ગતિના ભજનાર થયા, અને ગજસિંહકુમાર પણ ગુરુના મુખ થકી શ્રીસમ્યક્ત્વ મૂલ બાર વ્રત સહિત તે શ્રીપર્યુષણાપર્વનું આરાધવું તેને અભિગ્રહે કરી યુક્ત ગ્રહણ કરતા હતા. વલી સુખે કરી રાજ્ય પ્રત્યે વિલસતા હતા. શ્રીપર્યુષણપર્વને આરાધ્યું, તેને પુણ્યે કરી સુવર્ણ પુરુષ પામ્યા, વલી વિદ્યા પામ્યા, અને વાસુદેવની પેઠે ભરતાદ્ધને વશ કરી સોલહજાર રાજાનાં મસ્તક ઉપર આજ્ઞા સ્થાપીને પોતાના રાજ્યશાસન પ્રત્યે પાલતા હતા. વલી શ્રીજિનશાસનના પ્રભાવિક થયા. તે કેવી રીતે થયા ? તો કે ભારતáને વિષે સાત વ્યસન નિષેધીને પરદ્રોહ, હિંસા કરવી, અલીક બોલવું, પિશુનપણું, મત્સરપણું, જીવને હણવા, વલી ચોરી આદિક જે પાપ તે સર્વને નિવારીને પાપનાં નામ પણ નિષેધ્યાં, તથા ગામ ગામ પ્રત્યે શ્રીઅરિહંતનાં દેરાસર શ્રી પર્યુષણા 2010_03 ૧૯૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ કરાવ્યાં. શ્રીગુરુને સર્વત્ર સ્થાનકે પૂજતા હતા. અમારિના પડછ વર્ષ વર્ષ પ્રત્યે મહોત્સવે કરીને શ્રીપર્યુષણપર્વને વિષે પ્રવર્તાવતા હતા. જેમ જેમ પૃથ્વીને વિષે ધર્મની વૃદ્ધિ થઈ, તેમ તેમ પૃથ્વીને વિષે કાલે મેઘવૃષ્ટિ થવા માંડી, એટલે ચોમાસાના દિવસોમાં જોતી વખતેજ મેઘવૃષ્ટિ થવા માંડી, પણ અકાલે ન જોઈએ, તે વખતે નહીં. વલી ધાન્યવંત પૃથ્વી થઈ, ગાયો દૂધ આપવા લાગી. વૃક્ષો બહુ પુષ્પ ફલ સહિત થયાં, તેમજ રતોને પ્રસવનારી ભૂમિ થઈ, મનની ચિંતાએ રહિત, રોગ રહિત એવા લોક થતા હતા, પુત્રના પુત્ર, તેના પુત્ર એવી કુલવૃદ્ધિ થઈ, ઘણા દીર્ધાયુવંત મનુષ્ય થયા, મનોવાંછિત પામનારા લોક થયા, એવા લોક સુખી થયા. જે મને કરી પણ મિથ્યાત્વ પાપ પ્રત્યે બોલે, તેને શાસન અધિષ્ઠાયિક દેવ દેવીઓ શિક્ષા આપે, એવું રાજ્ય પ્રવર્યું. હવે ગજસિંહ રાજાની ઋદ્ધિ કહે છે :- સોલ હજાર દેશના સ્વામી થયા, તેટલાજ સોલ હજાર રાજા સેવા કરતા હતા. પાંચસે રાણીઓ થઈ, ચોત્રીસ લાખ હાથી, ચોત્રીસ લાખ ઘોડા, ચોત્રીસ લાખ રથની સંપદા થઈ. અડતાલીશ ક્રોડ અરિહંતનાં ચૈત્ય કરાવ્યાં, પાચસે પુત્ર થયા. એ રીતે નિષ્કટક અખંડ રાજ્ય ઘણા કાલ પર્યત ભોગવીને અંતે મહેંદ્રદત્ત કુમારને રાજ્યપાટે સ્થાપી, પોતે શ્રીજયચંદ્રાચાર્ય પાસેથી દીક્ષા લઈ રુડી રીતે તપ, ચારિત્ર કરી પર્યુષણાપર્વ પ્રત્યે આરાધીને નિશ્ચ મોટા ઉદયનું કરનાર એવું જિનનામકર્મ ઉપાર્જીને શુભાનુભાવે પ્રાંત અનશન કરીને ચવીને બારમે દેવલોકે દેવતા થયા. તિહાંથી ચવી પૂર્વમહાવિદેહને વિષે તીર્થકરપદ પામી અરિહંતપદ ભોગવી મુક્તિપદ પ્રત્યે પામશે. એ શ્રીગજસિંહ રાજાની કથા સાંભળીને એ પર્વના વિધિને વિષે ઉદ્યમ કરવો. સડી બુદ્ધિનો ધણી છતે શુભ ધ્યાને દેવ ગુરુને પ્રણમે દાન આપે, જેણે કરી રાજના સુખની સંપદાનું વિસ્તારપણું ગજસિંહ રાજાની પેઠે થાય. એમ શ્રી મહાવીર સ્વામીના મુખ થકી શ્રીપજોસણપર્વના ફલનું સૂચન કરનારું એવું ગજસિંહ રાજાનું ચરિત્ર સાંભલી શ્રેણિકાદિક સર્વ લોક અષ્ટાહ્નિકાદિક મહોત્સવ સહિત પજોસણપર્વનું આરાધન કરવામાં ઉદ્યમવંત થયા. આનંદ સહિત શ્રીવર્ધમાન જિનને વાંદને, સર્વ પર્ષદા પોતપોતાને સ્થાનકે જતી હતી. ભગવાન્ પણ પૃથ્વીતલને વિષે વિચારતા હતા. એમ રુડા પર્વનો વિધિ કહ્યો. એ રુડા આચારના પ્રચારને જે ઉત્તમ પુરુષ કરે, તેણે કરી હિતનું ૧૯૨ શ્રી પર્યુષણા 2010_03 Page #208 -------------------------------------------------------------------------- ________________ જરવું થાય, અને આશ્રવરુપ પાપવર્ગનો માર્ગ ઢંકાય. ભવ્ય પ્રાણીને ઘણા પ્રકારની સમૃદ્ધિ વધે, ઉજ્જવલ બુદ્ધિ થાય. એવા રુડા પર્વને આરાધવા થકી ઈહ ભવે સુખ ભોગવી પરભવે દેવતાનાં સુખ અને મુક્તિસુખ પ્રત્યે પામે. શ્રીવીરસ્વામીની પટ્ટપરંપરાએ છાસઠમે પાટે શ્રીવિજયધર્મસૂરિ થયા, તેમને માટે શ્રીવિજય જિનેંદ્રસૂરિ થયા; તેના નિર્મલ ગચ્છને વિષે પંડિત શ્રીરામકુશલ, તેમના શિષ્ય શ્રી અમૃતકુશલ પંડિતે શ્રીપજસણપર્વનું માહાભ્ય જીણગઢ નગરે (૧૮૫૬) ના શ્રાવણ સુદિ તેરશને શુક્રવારે રચ્યું. એ પોસણચિંતામણિગ્રંથ શ્રેયમાંગલિકનો કરનાર છે, જે સાંભલે, વાંચે, તે આ ભવે સુખનો ભાજક હોય, અને પરભવે દેવતાની પદવી પામી અનુક્રમે મોસનગરે જઈ શાશ્વતા સુખ પ્રત્યે પામે. જિહાં લગે પૃથ્વીની ઉપર મેરુ પર્વત છે, જિહાં લગે ચંદ્ર ને સૂર્ય છે, તિહાં લગે આકાશ છે, તિહાં લગે આ ગ્રંથ મનુષ્ય વાંચે અને તિહાં લગે એ ગ્રંથ પણ શોભાને પામે. એવો ગ્રંથકર્તાનો આશીર્વાદ છે. | ઈતિ પર્યુષણચિંતામણિગ્રંથસ્ય બાલબોધ સમાસઃ શ્રી પર્યુષણા ૧૯૩ 2010_03 Page #209 -------------------------------------------------------------------------- ________________ આ સમાય છે સમાપ્ત ૧૯૪ શ્રી પર્યુષણા 2010_03 Page #210 -------------------------------------------------------------------------- ________________ : મુદ્રક : કિરીટ ગ્રાફીક ૨૦૮/આનંદ શોપીંગ સેન્ટર રતનપોળ, અમદાવાદ-૧, ફોન : પ૩૫૨૬૦૨ 2010_03 F or Private & Personal Use Only