________________
દત્ત પુરોહિતને છલ કરી બાંધી લઈને કુંભ રાજાને આવી સોંપ્યો, તે વારે રાજાએ તેને કુંભમાં ઘાલીને તેની નીચે અગ્નિ સલગાવી પછી કુતરાને મોકલી કદર્થના કરાવી, તેથી દત્ત મરણ પામીને નરકે ગયો. કુંભ રાજાએ આચાર્યને ઘણું સન્માન દીધું, અને નગરમાં લોક પણ પ્રશંસા કરવા લાગ્યા. એ સમવાદ સામાયિક જે સત્ય વચન, તે ઉપર કાલિકાચાર્યનો દૃષ્ટાંત કહ્યો. - હવે ચોથું સમાસ સામાયિક થોડા અક્ષરે ઘણું તત્ત્વ જાણવું, તેની ઉપર ચિલાતીપુત્રનો દૃષ્ટાંત કહીએ છીએ. રાજગૃહી નગરીને વિષે ધનદત્ત નામે વ્યવહારી વસે છે. તેના ચાર પુત્ર અને પાંચમી સુસમાં નામે પુત્રી છે, તેને ઘેર એક ચિલાતીપુત્ર નામે દાસ છે, તે નિત્ય સુસમાં પુત્રીને રમાડે. એમ કરતાં એક દિવસ સુસમાં કન્યાની સાથે તે દાસને દુરાચાર કરતો દેખીને શેઠે તેને ઘરથી બહાર કાઢી મૂક્યો. તે વારે તે ચિલાતીપુત્ર જઈને એક ચોરની પલ્લીને વિષે રહ્યો. તિહાં તે પાંચસે ચોરનો સ્વામી થયો. હવે એક દિવસ ઘણા ચોરોને સાથે લઈને ચિલાતીપુત્ર રાજગૃહી નગરીએ આવ્યો. તિહાં ધનદત્ત શેઠને મોટો ધનવંત જાણીને તેના ઘરમાં પેઠો અને સુસમા કન્યા તથા બીજું પણ ઘણુંક ધન હતું, તે લઈને બહાર નીકલ્યો, એટલે શેઠને ખબર પડી, તે વારે શેઠ ચાર પુત્રને સાથે લઈને ચોરની પાછલ દોડ્યો, અને નગરનો કોટવાલ પણ દોડતો પાછલ થયો. આગળ જતાં કેટલોક માર્ગ વ્યતિક્રમ થયે છતે શેઠ તેની નજીક ગયો, તેને ટૂકડો આવ્યો જાણી તે ચોરે ડર ખાઈને સુસમાં કન્યાનું માથું કાપી નાખીને તેનું ધડ હતું તેને અગ્નિમાં નાખી દીધું.
તે વારે શેઠ આવું ચિલાતીપુત્રનું ભયંકર કૃત્ય તથા રુપ દેખીને પાછો ફર્યો. હવે ચિલાતીપુત્ર તો એક હાથમાં માથું અને એક હાથમાં લોહીએ ખરડ્યું ખડ્ઝ, એ બે હાથમાં લઈને ભયંકર રુપે પર્વત ઉપર ચઢી ગયો. શેઠ તો તેનું આવું ભયંકર રુપ જોઈને તરત પાછો વલ્યો, અને ચિલાતીપુત્ર એવા ભયંકર રુપે જાય છે એવામાં માર્ગને વિષે મુનિરાજ કાઉસ્સગ્નધ્યાન ઉભા છે તેને દેખીને ચિલાતીપુત્ર બોલ્યો. અરે મુંડ ! તું મુજને ધર્મ કહે નહીં તો હું આ ખગે કરીને તારું પણ મસ્તક કાપી નાખીશ. એવું સાંભલીને મુનિરાજ પણ તેનું તેવું સ્વરુપ જોઈને શીઘપણે (નમો અરિહંતાણં) એ એક પદ કહેતા થકાજ આકાશમાં ઉડી ગયા. તે ઉડતા થકાજ ઉપશમ, વિવેક અને સંવર, એ ત્રણ પદમય ધર્મ છે
શ્રી ચઉમાસીપર્વ
૧ ૨૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org