SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ હવે એકદા તે કુમરે એક મહિનો અવધિ કરી મંત્રીશ્વરને રાજ્ય સોંપી નિશ્ચિત થઈ આકાશપંથે વૈતાઢ્ય પર્વતને વિષે ચાલવા માંડ્યું. માર્ગમાં વિતાયની પાસે એક વન છે, તેમાં શ્રેષ્ઠ પ્રસાદને દેખી વિસ્મિત થકો હેઠે ઉતરીને તેણે પ્રાસાદમાં પ્રવેશ કર્યો. તેમાં યક્ષની મૂર્તિ દેખી તેને પ્રણમીને વિનયપૂર્વક સ્તવના કરી. તે અવસરે તે યક્ષના દેરાને વિષે ચાર પૂર્ણ પુરુષો છે, તેણે કુમારને મીઠે વચને કરી બોલાવ્યો, અને કહ્યું કે હે ભાઈ ! આવો, ઈહાં તમારો અમને ઘણે દિવસે સમાગમ થયો. એમ કહી બેસવા માટે આસન દીધું. તેના ઉપર કુમર બેસીને મનમાં વિચારે છે જે અહો ! ઉતાવલા થકા એ મુજને એટલો આદર કરે છે, માટે ઈહાં કાંઈક કૌતુક છે. એમ ચિંતવી ધૂર્તો પ્રત્યે પૂછતો હતો કે તે પુરુષો ! તમે શા કાર્યને માટે ઈહાં ચારે જણ એકઠા મલ્યા છો ? વલી તમે કોણ છો ? અને કિહાં થકી આવ્યા છો ? એમ પૂછે થકે ધૂતારા બોલ્યા કે હે ધીર પુરુષ ! અમે પરદેશી મનુષ્ય છીએ, તે કૌતુક જોવાને અર્થે પૃથ્વીતલમાં ભમતા ભમતા આ દેરાસરમાં આવ્યા, તે વારે એક અપૂર્વ આશ્ચર્ય દીઠું તે કહીએ છીએ, તે તમે સાંભલો. આ વનમાં એક પર્વત તેની ગુફામાં કોઈક વિદ્યાધર રહે છે. તેની ચાર પુત્રીઓ છે, તે યૌવનાવસ્થા પામી છે. તેમણે ઈહાં યક્ષને દેરાસરે આવી કરીને વરની પ્રાર્થના કરી. તે વારે યક્ષે પ્રત્યક્ષ થઈને બાલિકાઓને કહ્યું કે હે પુત્રીઓ ! હું એક માસને અંતે તમારા ભરતારને ઈહાં આણીશ. તે સાંભળી ચારે કન્યાઓ હર્ષ પામી અને અમે ચારે જણ તે કૌતુક જોવાને અર્થે ઈહાં રહ્યા છીએ. તે એક માસની અવધિ આજે પૂર્ણ થઈ છે, પણ યક્ષે કહ્યો છે વર, તે તો હજી આવ્યો નહીં. તેથી ચારે કન્યાઓ આ યક્ષની ઉપર કોપ કરીને કાષ્ઠની ચયને વિષે અગ્નિમાં પ્રવેશ કરશે. તે કન્યાઓ હમણાંજ ઈહાંથી નીકલી ગુફા માંહે ગઈ, અને તે ઉત્તમ નર ! તમે પણ હમણાં ઈહાં આવ્યા છો, માટે તમે તિહાં જાઓ, અને તે કન્યાઓ જીવતી રહે તો યક્ષનું કહેવું સત્ય થાય. એવું ધૂતારાનું વચન સાંભલીને ઉપકારની બુદ્ધિએ કુમર તે ધૂતારાઓની સાથે કુમરીઓને સહાય કરવાને અર્થે ચાલતો થકો પર્વતની ગુફાને દ્વારે આવ્યો. તિહાં આગલ ગુફામાં જોતાં શોભનીય મુખવાલી ચાર કુમારિકાઓને મસ્તક ધૂણાવતી દેખી કુમર વિચારવા લાગ્યો કે હા હા !! આ તો કાંઈક કૂડકપટની રચના દેખાય છે. જે માટે ઈહાં અગ્નિનો કુંભ શા શ્રી પર્યુષણા ૧૮૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy