SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સૈન્ય લઈ તિહાં આવ્યો. પછી પોતાના સસરા શ્રીચંદ્રરાજાનું સૈન્ય મલી ચાર અક્ષોહિણી સેના મેલવીને સમુદ્રના કિલ્લોલની પેરે ભૂમિ કંપાવતો શત્રુને આચ્છાદતો થકો પર્વતની ટુંકને ચલાયમાન કરતો, પંથમાં જે જે દેશ આવે છે, તે સર્વ દિશિમંડલને સાધતો તે ગજસિંહકુમાર ચાલતો હતો. કેટલેક દિવસે દશરથપુર પ્રત્યે આવીને તેના ગઢને સંધી ફરતો આંટો દેઈ રહ્યો. તે વારે પાપબુદ્ધિ રાજા પણ પ્રબલ સામત, સુભટ, હાથી, ઘોડા, રથ, એવી ચતુરંગિણી સેના લઈને અપશકુને વાક્યો થકો પણ નગરની બહાર નીકલીને કુમારના સૈન્ય સાથે ગર્વ દેખાડતો હતો. તિહાં બહુ સૈન્યને માંહોમાંહે યુદ્ધ થયું. યુદ્ધમાં હાથીએ હાથી, ઘોડે ઘોડા, પાલે પાલા, એમ નીતિયુદ્ધ કરતે પાપબુદ્ધિ રાજા પારકી સ્ત્રીઓ અભિલાષી, વ્યસનમાં લુબ્ધ અન્યાયી છે. તેથી પોતાનાં પાપને જોરે હા. ભરકણે દેવદવ્યમ્સ, પરચ્છીગમણણ ય / સત્તમે નરયં જંતી, સત્તાવારાઓ ગોયમા // ૧ // અસ્તુ / તેનું સૈન્ય ભાગી ગયું, તે વારે કુમરના સુભટે પાપબુદ્ધિ રાજાને જીવતો બાંધીને કુમારની આગલ આણ્યો. તેને કુમરે કહ્યું કે હે પાપબુદ્ધિરાજા ! તેં મોટો અન્યાય કર્યો, તેણે કરીને તેં આ ભવને વિષે રાજ્ય ગુમાવ્યું, અને પરભવમાં પણ નરકાદિકનાં દુઃખ પામીશ. એમ વચને કરી નિર્ધાટન કરીને તેને હાકોટી મૂકી દીધો. તે વારે તે શીયાલીયાની પેઠે નાસી ગયો, અને કુમાર નગરના લોકે વધાવતે, મંત્રીશ્વર પ્રમુખે પ્રમાણ કરતે દશરથપુરને વિષે પ્રવેશ કરી રાજ્યસભાને વિષે આવી સિંહાસને બેસી પોતાની આજ્ઞા પુરને વિષે પ્રવર્તાવીને નિષ્કટક રાજ્ય કરવા લાગ્યો. પ્રજાલોક આનંદને પામ્યા. પોતાની ચાર સ્ત્રીઓ આવી નમસ્કાર કરતી હતી. શીલયત્નને માટે શાસનદેવીએ દીધેલા હારનો પ્રભાવ કહી દેખાડ્યો. પછી કુમાર જે છે તેણે પ્રજાને નિઃશંક કરી, તેથી પ્રજા પણ આનંદ પામી. હવે કુમર પૂર્વકૃત પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થયેલા રાજ્યને પોતાની સુંદર સાત સ્ત્રીઓએ યુક્ત થકો પાલતો હતો. કેટલાક દિવસ પછી સાલાને તથા સસરાને રજા દીધી, તેથી તે પણ પોતાને સ્થાનકે ગયા. ૧૮૨ શ્રી પર્યુષણા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy