________________
તે પાખંડીનો ત્યાગ કરશે. એવા ભાવિક જે ધર્મને વિષે શ્રદ્ધાવાન થઈને પ્રવર્તશે તેવા ઉત્તમ જીવોની વલી તે લિંગી પાખંડી લોક હેલના કરશે. કૂતરાની પેરે હેલવા યોગ્ય કરશે, એકવાર શુદ્ધ ધર્મને કહેવે કરીને નિર્ભર્ત્યના કરશે, શુદ્ધ ધર્મના કહેનારને કુલિંગીઓ હેલશે, જે સુકુલને વિષે રહેશે તે વાચાલ સમાન પ્રતિહાસ્યના કારણ થશે, અવજ્ઞા કરી હેલવા યોગ્ય થશે. આ દુષમારક વશે કરીને ધર્મના જે ગચ્છ છે, તે સિંહના બાલકની પેરે દુષ્ટ થશે.
ભાવાર્થ એ છે જે ભલા, જ્ઞાનનિક્રયાવાન સાધુ હોય તેના ભક્તિવંત શાસનના પ્રભાવક સાત ક્ષેત્રે ધન વાપરનારા મુનિજનોને વલ્લભ એવા ક્ષીર વૃક્ષ સમાન જે શ્રાવક તેમને દ્રવ્યલિંગી સાધુઓ કંટક સરખા થઈને ભલા મુનિની સંગત કરવા દેશે નહીં. સૂત્રપરંપરાએ ચાલનાર સાધુઓની પાસે જનારા રુડા શ્રાવકોને તે વેષધારીઓ દ્વેષથી કહેશે કે તમે અમારા ગચ્છના છો, માટે અમોને છોડીને ક્યાં જાઓ છો ? ત્યાં જશો તો ભ્રષ્ટ થઈ જશો. ઈત્યાદિક વચન કહેશે. મત્સર ધરતા તેને વલગી રહેશે. તથા ભલા મુનિઓને દેખીને તે વેષધારીઓ કહેશે કે આ તો બગલા ભક્ત થઈ ફરે છે. ગચ્છને ઉઠાવી નાખીને બાપડા સાધુ થયા છે. સાધુપણું તો આ પાંચમા આરામાં છેજ ક્યાં ? એવા બોલ બોલતાં, પોતાનો ગચ્છ થાપન કરતા, ભલા ક્ષેત્રમાં સાધુને આવવા દેશે નહીં. એવા કાંટા સરખા દ્રવ્યલિંગી થશે. એ ત્રીજા સ્વપ્નનું ફલ કહ્યું ॥ ૩ ॥
હવે ચોથા સ્વપ્નમાં કોઈક કાગડાનું ટોલું તૃષાવંત થકું વાવડીના તટની સન્મુખ જતું છતું વચમાં કોઈ કુત્સિત સર તલાવ દેખીને જે વારે તિહાં જવા માંડ્યું, તે વારે તે ટોલામાંહેલા કોઈક કાગડાએ તેમને વારસ્યું કે, અરે ! ત્યાં પાણી નથી તોપણ તેની વાત અણમાનતા થકા તે કાગડા કુત્સિત સરમાં ગયા. તિહાં સર્વ વિનાશ પામ્યા. હે રાજન્ ! એ સ્વપ્નનું ફલ સાંભલ.
જે અત્યંત ગંભીર એવા ભલા અર્થના ભાખનારા, તથા ઉત્સર્ગ તે સર્વથા નિયમ અને અપવાદ તે યથાશક્તિએ નિયમ કરવા એવા માર્ગને વિષે કુશલ, ઘેલા નહીં, પણ ઘેલાની પેઠે રાજાને ન્યાયે કરીને રહેલા, કાલોચિત ધર્મે સંયુક્ત, ઉપાસરાને વિષે અનિશ્રિત એવા સુસાધુ મુનિરાજની પરંપરા તે વાવડીને સ્થાનકે જાણવી, અને અત્યંત વક્ર, જડ, ઘણા કલંકે કરી સંયુક્ત પણ ધર્માર્થી માટે ધર્મને વિષે શ્રદ્ધાએ કરી સંયુક્ત તે બાપડા ભલા માર્ગથી વિપરીત એવો જે
શ્રી દિવાલીકલ્પ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
૭૫
www.jainelibrary.org