SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ હવે તે શિથિલાચારીઓ પાસે બેસનારા બીજા કેટલાએક વલી સાવદ્ય સેવન નહીં કરે એવા થશે. તેમની તે શિથિલાચારી સાધુઓ હાંસી મશ્કરી કરશે. જેમ કોઈ ગ્રામીણ લોક થકા નગરવાસી લોકોની હાંસી મશ્કરી કરે, તેની પેરે તે શિથિલાચારીઓ પણ સાવધના ત્યાગી એવા જે સાધુઓ હશે તેને કહેશે કે, અગીતાર્થ યત્કિંચિત્કર મૂર્ખ છે એવી હાંસી કરશે. એ રીતના વિષમ સાધુ આગામિક કાલે થશે. અર્થાત્ માથું મુંડાવ્યા પછી ચપલ વાંદરાની પેઠે ઢીલા થશે, થોડું ભણીને અભિમાન કરશે, નવાનવા વેષ બનાવશે, ક્રિયા પાલવામાં ઢીલા થશે. તેને કોઈ ઉત્કૃષ્ટ માર્ગે ચાલનારા શિખામણ આપશે કે તમે અવિધિમાર્ગમાં કેમ પડ્યા છો ? અને જૂઠી પરંપરા કેમ ચલાવો છો ? તે સાંભલી તે લિંગીઓ તથા તે લિંગીઓના ભરમાવેલા ગૃહસ્થો મલીને જેમ કાગડા નગરના લોકની હાંસી કરે, તેની પેઠે શુદ્ધ માર્ગે ચાલનારાને કહશે કે, જૂઓ ! આ ઉત્કૃષ્ટ ચારિત્રીયા થયા છે. હમણાં પાંચમા આરામાં ચારિત્ર છેજ ક્યાં ? એવી રીતે ભ્રષ્ટાચારી વાંદરાની પેઠે ચપલાઈ કરશે. એ બીજા સ્વપ્નનું ફલ ॥ ૨ ॥ ત્રીજે સ્વપ્ને છાયાએ સહિત નવપલ્લવ થયેલું જે ક્ષીર વૃક્ષ, તેની નીચે સિંહના ઘણા બાલક પ્રશાંતરુપે બેઠા દીઠા. તેમનાં લોકો વખાણ કરે છે, પ્રશંસા કરે છે, તેની પાસે બાવલનું વૃક્ષ છે, તેની નીચે કૂતરાના બાલક ક્રીડા કરે છે. એવું જે સ્વપ્ન દીઠું તેનું ફલ પ્રભુ કહે છે કે હે રાજન્ ! ક્ષીર વૃક્ષની જેવા શ્રાવક જાણવા. એટલે જે ક્ષેત્રમાં સાધુનો વિહાર પ્રવર્તે, તેવા ક્ષેત્રમાં રહેનારા શ્રાવક તે ક્ષીર વૃક્ષ જેવા જાણવા. અર્થાત્ ભલા, જ્ઞાનક્રિયાવાન્ જે સાધુ તેની ભક્તિ બહુમાન કરનારા, શ્રીજિનશાસન પ્રભાવક, સાત ક્ષેત્રે ધન વાવરનારા દાતાર, ધર્મનું દાન દેવાને તત્પર, સાધુને રાખવાને વિષે તત્પર, ચારિત્રીયાના રાગી એવા ક્ષીર વૃક્ષ જેવા શ્રાવક, તેને ઘણા સિંહના બાલક સમાન એવા નિત્યવાસી પાસસ્થા, ઉસન્નાદિક સાધુઓતે રુંધી રહ્યા છે, સંક્લેશ પમાડી બીજાને ખાવા વાંછે, તે માટે કૂતરા પ્રાય બીજા પણ ગચ્છવાસીઓ તે પોતે લોકોને રંજવાને અર્થે પાખંડરુપી થઈને સાધુપણું દેખાડશે. તેથી કેટલા એક લોક તથાવિધ દેખી કુતૂહલ પામ્યા થકાજ એવા પાખંડીઓની સેવા કરશે, તેની પ્રશંસા કરશે, તેમને ધર્મના અધિકારી કરી થાપશે. તે પાખંડીઓનાં વચનના અધિકારી થશે. ગચ્છની પરંપરા ચલાવશે. એવી રીતે તે પાખંડીનું વચન પ્રમાણ કરવાથી ત્યાં કોઈ એક ધર્માત્મા શ્રાવક અનાચાર જાણી શ્રી દિવાલીકલ્પ ૭૪ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy