________________
જીરણ શાલા સ્થાનકે, ઘોર ગૃહસ્થાવાસ // તિહાં મુનિવર ગજ સારિખા, ન તજે ગૃહનો પાસ // ૩ // ઘર મૂકે તોપણ ધરે, ઘણા ઘણાની આશ // નિજ ચારિત્ર થકી પડી, કરેજ વ્રતનો નાશ / ૪ / શ્રાવક તે પણ ધર્મથી, રહિત હોશે અતિ મંદ / દીક્ષા લઈ નહીં પાલશે, ફરી ગ્રહેશે ગૃહકુંદ // પ // સંક્લેશ પામી કરી, હોશે ભગ્ન પરિણામ // વિરલા સાધુ હોશે વલી, થિરતાએ કોઈ ઠામ // ૬ // સંક્લેશ દૂરે કરી, આગમને અનુસાર / દીક્ષા લઈને પાલશે, નિર્વહશે વ્રતભાર / ૭ //
| ઈતિ પ્રથમ સ્વપ્નફલ / હવે બીજા સ્વપ્નમાં, કોઈક સ્થાનકે ઘણા વાનરોનો સમૂહ છે. તે વાનરાનો સ્વામી પોતાના શરીરે વિષ્ટાનો લેપ કરે છે, તેમ ટોલામાંહેલા વાનરા પણ પોતાના શરીરે વિષ્ટાનો લેપ કરે છે. એવું તે વાનરાઓનું અપચન દેખીને લોકો તે વાનરાની હાંસી કરે છે. તેને વાનરા કહે છે કે એ વિષ્ટા કાંઈ અપવિત્ર નથી, એ તો ગોશીષચંદન સમાન છે, તથા કેટલાક વાનરા તે વિષ્ટાને અપવિત્ર જાણી નથી લીપતા, તેના ઉપર વલી બીજા વાનરા રોષ કરે છે, ખીજે છે, કે તમે કેમ વિષ્ટા નથી લાપતા? જે એવું સ્વપ્ન દીઠું, તેનું ફલ કહે છે કે ચંચલ વાનરાની પેઠે ચપલાત્મા, અલ્પસત્ત્વવાલા એવા અને જ્ઞાનક્રિયાને વિષે અનાદર કરનારા, શિથિલાચારી, ચલપરિણામી યતિઓ થશે. અને વાનરાના યુથનો અધિપ જે વાનરો કહ્યો, તેની પેઠે ઈહાં ગચ્છના અધિપતિ આચાર્ય જાણવા. તે સાવદ્ય સેવનરુપ દુષ્ટ કર્મ તતૂપ અશુચિ જે વિષ્ટા, તેણે કરી પોતાના આત્માને લીપશે, અને બીજા પણ તે આચાર્યની પાસેના રહેનારા જે શિષ્ય પ્રમુખ હશે, તે પણ અશુચિપ સાવદ્ય કર્મે કરી લીપાશે. તે વારે અયોગ્ય પ્રવૃત્તિ અનાચાર દેખીને લોક તેમની હાંસી કરશે. તે સાંભલી પ્રવચનના નિંદક તે હાંસી કરનારાઓને એમ કહેશે કે, અમે જે આચરીએ છીએ તેની ગહ નિંદા કરવી યોગ્ય નથી, અમે તો સાક્ષાત્ કૈવલ ધર્મનું અંગ આચર્યું છે, એવું કહેશે. શ્રી દિવાલીકલ્પ
૭૩
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org